"Republic Day celebrations- flag hoisting ceremony in Himatnagar, Sabarkantha District"
"Gujarat Governor Dr. Kamla and Shri Narendra Modi join Republic Day celebrations in Himatnagar"
"Tableaus by various Gujarat government departments showcase the diversity and development in Gujarat"
"School children perform Surya Namaskar at Republic Day celebrations"
"Sabarkantha District: 65th Republic-Day Celebration: State Mahotsav"
"Thousands of citizens applauded parades and Tableaus showcasing development yatra of Gujarat"

 

સાબરકાંઠા જિલ્લોઃ ૬૫મું પ્રજાસત્તાક પર્વઃ રાજય મહોત્સવ રાજયપાલશ્રીએ રાષ્ટ્ર ગીતની ગૌરવશાળી ધૂન અને હેલિકોપ્ટરમાં પુષ્પ્ વર્ષા વચ્ચે્ લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ

પ્રજાપ્રિય મુખ્ય મંત્રીશ્રીએ પ્રજાસત્તાક દિવસે ગરવાં ગુજરાતીઓનં કર્યું અભિવાદન

સ્વાભિમાની સાબરકાંઠાએ ૬૫માં પ્રજાસત્તાક પર્વના રાજયોત્સવની જાનદાર ઉજવણી

હજારો લોકોએ ગણવેશધારી દળોની શિસ્તબધ્ધ અને રાજયની વિકાસયાત્રાની ઝાંખીઓને પ્રચંડ તાળીનાદથી વધાવી

રાજયપાલ ડો.શ્રીમતી કમલાજીએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ૬પમાં પ્રજાસત્તાક પર્વના મંગળ પ્રભાતે, પોલીસ બેન્ડવાદકો દ્વારા રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂનની સુરાવલીઓ અને ભારતીય વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પપાંખડીઓની વર્ષા અને દેશભકિતની લાગણીઓથી છલોછલ વાતાવરણમાં રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવ્યો હતો. ગણતંત્ર દિવસના આ મુખ્ય સમારોહનો નજારો માણવા રાષ્ટ્રપ્રેમથી તરબતર હજારોની સંખ્યામાં જિલ્લાવાસીઓ, કાંકણોલ ગ્રાઉન્ડવ ખાતે ઉમટી પડયાં હતા. રાજયપાલશ્રીની સાથે રાજયના મુખ્યમંત્રીશ્રીએ ઉન્નત ભારતના ગૌરવ સમાન રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. રાજયપાલશ્રી ડો. કલમાજી તથા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વાતંર્ત્ય સેનાનીઓને મળીને પ્રજાસત્તાક દિનની શુભેચ્છા ઓ પાઠવી શાલ ઓઢાડી બહુમાન કર્યુ હતું.

હિંમતનગરના આંગણે ગણતંત્ર પર્વની ઉજવણી નિહાળવાના લોકોત્સવની અસીમતાની પ્રતીતિ એ વાતથી થતી હતી કે સવારથી જ માનવમહેરામણ ઉમટી પડયૂં હતું. લોકોએ શરૂઆતથી અંત સુધી રસપૂર્વક સમગ્ર કાર્યક્રમને માણ્યો હતો.

રાજયના જિલ્લા મથકોએ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી યોજીને પ્રજાશકિતને સહભાગીદાર બનાવવાના મુખ્યમંત્રી શ્રીની સમગ્ર દેશમાં આગવી અને ક્રાંતિકારી પહેલના પગલે ૬૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાબરકાંઠાના આંગણે યોજાઇ હતી.

સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓના વિશાળ વૃંદે આત્માની ચેતનાનું શારીરિક બળ સાથે ભારતીય યોગ પરંપરાના વારસારૂપ કરતબો રજૂ કરીને આ સમારોહમાં અનેરૂં આકર્ષણ જમાવ્યુ હતું. વિવિધ સરકારી ખાતાઓ અને નિગમોએ ૪૧ જેટલાં સજાવેલા ટેબ્લોઝ (ઝાંખીઓ)ના માધ્યમથી સ્વર્ણિમ ગુજરાતની ગરવી વિકાસ યાત્રાને લોકોએ નિહાળી હતી.

પોલીસ બેન્ડની જોમ જગવતી સુરાવલીઓ સાથે તાલ મિલાવતી, પ્રભાવશાળી કૂચ કદમ (માર્ચ પાસ્ટ ) ગણવેશધારી ટુકડીઓએ રજૂ કરી ત્યારે લોકોએ હર્ષનાદોથી જવાનોને વધાવી લીધા હતા. શ્વાન દળ અને પોલીસના મોટર સાઇકલ સવારો દ્વારા રૂવાંડા ખડા કરી દે તેવી રોમાંચક કવાયત લોકોના આકર્ષણનું કેન્દ્રૂ પુરવાર થઇ હતી. અંગ મરોડની પરાકાષ્ઠાનો અનુભવ કરાવતી એરોબિકની કવાયતો અને બેન્ડ ડિસ્લેઇ હતને ગગનભેદી તાળીનાદથી વધાવી લેવામાં આવ્યા હતા.

પરેડમાં શાનદાર દેખાવ માટે એસ.આર.પી.ગ્રૃપ-ર મહલિા પ્લાઇટુન પ્રથમ, અમદાવાદ શહેર બિનહથિયારધારી પોલીસ દ્વિતીય અને સાગર તટ રક્ષક દળ તૃતીય ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોટર સાઇલક પર હેરત અંગેજ કરતબ કરનાર મહિલા પોલીસ મિત્તલ બારોટને ટ્રોફી એનાયત કરાઇ હતી. જયારે ટેબ્લો વિભાગમાં આદિજાતિ વિભાગના ટેબ્લોને પ્રથમ, વન વિભાગના ટેબ્લો ને દ્વિતીય અને રક્ષાશકિત યુનિવર્સિટી, અમદાવાદના ટેબ્લોને તૃતીય વિજેતા જાહેર કરવામાં આવ્યા્ હતા. રાજયપાલશ્રી અને મુખ્ય મંત્રીશ્રીએ વિજેતા પ્લાટુન્સને ટ્રોફીઓ અને ટેબ્લોઝને ઇનામો એનાયત કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેમલતાબેન પટેલ, સાંસદ ર્ડા. મહેન્દ્ર સિંહ ચૌહાણ, મુખ્ય સચિવ ર્ડા. વરેશ સિંહા, રાજય પોલીસ વડા શ્રી પી. સી. ઠાકુર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. કે. નંદા, સાંસ્કૃતિક સચિવ ભાગ્યેસ જહા, પ્રભારી સચિવ શ્રીમતિ જયંતિ રવિ તથા અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવ ર્ડા. વી. થિરૂપુગલ સહિત રાજય પ્રશાસન અને પોલીસના ઉચ્ચ્ધકારીઓ, પદાધિકારીઓ, સમાજજીવનના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ, ગણતંત્ર પર્વમાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રજાસત્તાક દિન નિમિત્તે વિવિધ રંગારંગ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સૂર્ય નમસ્કાર અને યોગ નિદર્શન

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે હિંમતનગર ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં વિવિધ રંગારંગ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સૂર્ય નમસ્કાર અને યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું.

કાંકણોલ ગ્રાઉન્ડમાં વિવિધ યુવા કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, આદિવાસી નૃત્ય સહિત ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતા સાંસ્કૃ્તિક કાર્યક્રમો યોજાયા હતા. જે ઉપસ્થિત જનમેદનીના ત્રણ તાલીના અધિકારી બન્યા હતા.

આ પ્રસંગે રાજ્યપાલ ર્ડા. શ્રીમતી કમલાજી, મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્ય સચિવ ર્ડા. વરેશ સિંહા, પોલીસ વડા શ્રી પી. સી. ઠાકુર, પ્રભારી સચિવ શ્રી જયંતિ રવિ, સાંસ્કૃતિક વિભાગના સચિવ શ્રી ભાગ્યેશ જ્હા , પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ સહિત વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી.

Grand Republic Day celebrations in Himatnagar

Grand Republic Day celebrations in Himatnagar

Grand Republic Day celebrations in Himatnagar

Grand Republic Day celebrations in Himatnagar

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Housing for all' by 2029: Centre approves Rs 10,021 crore fund for PMAY-G in 12 states

Media Coverage

'Housing for all' by 2029: Centre approves Rs 10,021 crore fund for PMAY-G in 12 states
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 3 જૂન 2026
June 03, 2026

One Vision, Many Fronts: How PM Modi is Building Viksit Bharat Across Tech, Defense, Green Energy & Welfare