પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 'ભારતમાં સેમિકન્ડક્ટર્સના વિકાસ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ્સ' હેઠળ ત્રણ સેમીકન્ડક્ટર એકમોની સ્થાપનાને મંજૂરી આપી હતી. ત્રણેય એકમો આગામી 100 દિવસની અંદર બાંધકામ શરૂ કરશે.

ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટેના કાર્યક્રમને 21.12.2021ના રોજ નોટિફાઇડ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ રૂ. 76,000 કરોડનો ખર્ચ થશે.

જૂન, 2023માં, કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે માઇક્રોનની દરખાસ્તને મંજૂરી આપી હતી.

આ એકમનું નિર્માણ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે અને એકમની નજીક એક મજબૂત સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઉભરી રહી છે.

ત્રણ સેમીકન્ડક્ટર એકમો આ મુજબ છેઃ

1. 50,000 wfsm ક્ષમતા સાથે સેમીકન્ડક્ટર ફેબ:

ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ ("ટીઇપીએલ") તાઇવાનના પાવરચિપ સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પ (પીએસએમસી) સાથે ભાગીદારીમાં સેમીકન્ડક્ટર ફેબ સ્થાપશે.

રોકાણઆ ફેબનું નિર્માણ ગુજરાતના ધોલેરામાં કરવામાં આવશે. આ ફેબમાં રૂ.91,000 કરોડનું રોકાણ થશે.

તકનીકી ભાગીદારપી.એસ.એમ.સી. તર્ક અને મેમરી ફાઉન્ડ્રી સેગમેન્ટમાં તેની કુશળતા માટે પ્રખ્યાત છે. તાઇવાનમાં પીએસએમસીની ૬ સેમીકન્ડક્ટર ફાઉન્ડ્રી છે.

ક્ષમતા50,000 વેફર દર મહિને શરૂ થાય છે (ડબલ્યુએસપીએમ)

 

આવરિત સેગ્મેન્ટો:

  • 28 એનએમ ટેકનોલોજી સાથે હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટ ચિપ્સ
  • ઇલેક્ટ્રિક વાહનો (ઇવી), ટેલિકોમ, સંરક્ષણ, ઓટોમોટિવ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ડિસ્પ્લે, પાવર ઇલેક્ટ્રોનિક્સ વગેરે માટે પાવર મેનેજમેન્ટ ચિપ્સ. પાવર મેનેજમેન્ટ ચિપ્સ હાઈ વોલ્ટેજ, હાઈ કરન્ટ એપ્લિકેશન છે.

2. આસામમાં સેમીકન્ડક્ટર એટીએમપી યુનિટઃ

ટાટા સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ ("ટીએસએટી") આસામના મોરીગાંવમાં સેમીકન્ડક્ટર યુનિટ સ્થાપશે.

રોકાણ27,000 કરોડના રોકાણ સાથે આ યુનિટની સ્થાપના કરવામાં આવશે.

ટેકનોલોજીટીએસએટી (TSAT) સેમીકન્ડક્ટર ફ્લિપ ચિપ અને આઇએસઆઇપી (પેકેજમાં ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ) ટેકનોલોજી સહિત સ્વદેશી અદ્યતન સેમીકન્ડક્ટર પેકેજિંગ ટેકનોલોજી વિકસાવી રહ્યું છે.

ક્ષમતા48 મિલિયન પ્રતિદિન

આવરિત સેગ્મેન્ટોઓટોમોટિવ, ઇલેક્ટ્રિક વાહનો, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ, મોબાઇલ ફોન, વગેરે.

 

3. વિશિષ્ટ ચિપ્સ માટે સેમિકન્ડક્ટર એટીએમપી યુનિટઃ

સીજી પાવર, રેનેસેસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન, જાપાન અને સ્ટાર્સ માઇક્રોઇલેક્ટ્રોનિક્સ, થાઇલેન્ડની ભાગીદારીમાં ગુજરાતના સાણંદમાં સેમીકન્ડક્ટર યુનિટની સ્થાપના કરશે.

રોકાણ7,600 કરોડના રોકાણ સાથે આ યુનિટની સ્થાપના કરવામાં આવશે.

તકનીકી ભાગીદારરેનેસાસ એ એક અગ્રણી સેમીકન્ડક્ટર કંપની છે જે વિશિષ્ટ ચિપ્સ પર કેન્દ્રિત છે. તે 12 સેમીકન્ડક્ટર સુવિધાઓનું સંચાલન કરે છે અને માઇક્રોકન્ટ્રોલર્સ, એનાલોગ, પાવર અને સિસ્ટમ ઓન ચિપ (' એસઓસી)' ઉત્પાદનોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આવરિત સેગ્મેન્ટોસીજી પાવર સેમીકન્ડક્ટર યુનિટ કન્ઝ્યુમર, ઇન્ડસ્ટ્રીયલ, ઓટોમોટિવ અને પાવર એપ્લિકેશન્સ માટે ચિપ્સનું ઉત્પાદન કરશે.

ક્ષમતા15 મિલિયન પ્રતિદિન

આ એકમોનું વ્યૂહાત્મક મહત્ત્વઃ

  • ખૂબ જ ઓછા સમયમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશને ચાર મોટી સફળતાઓ હાંસલ કરી છે. આ એકમો સાથે ભારતમાં સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમ સ્થાપિત થશે.
  • ચિપ ડિઝાઇનમાં ભારત પાસે પહેલેથી જ ઊંડી ક્ષમતાઓ છે. આ એકમો સાથે, આપણો દેશ ચિપ ફેબ્રિકેશનમાં ક્ષમતાઓ વિકસાવશે.
  • આજની જાહેરાત સાથે ભારતમાં અદ્યતન પેકેજિંગ ટેકનોલોજી સ્વદેશી રીતે વિકસાવવામાં આવશે.

રોજગાર સંભવિતતા:

  • આ એકમો 20,000 અદ્યતન ટેકનોલોજી ધરાવતી રોજગારીનું સર્જન કરશે અને આશરે 60,000 પરોક્ષ રોજગારીનું સર્જન કરશે.
  • આ એકમો ડાઉનસ્ટ્રીમ ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન, ટેલિકોમ ઉત્પાદન, ઔદ્યોગિક ઉત્પાદન અને અન્ય સેમિકન્ડક્ટર ઉપભોક્તા ઉદ્યોગોમાં રોજગારીના સર્જનને વેગ આપશે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
More than 1.55 lakh candidates register for PM Internship Scheme

Media Coverage

More than 1.55 lakh candidates register for PM Internship Scheme
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister visits Anubhuti Kendra at Bharat Mandapam on completion of 3 years of PM GatiShakti
October 13, 2024
PM GatiShakti has played a critical role in adding momentum to India’s infrastructure development journey: Prime Minister

The Prime Minister, Shri Narendra Modi visited Anubhuti Kendra at Bharat Mandapam on completion of 3 years of GatiShakti today. Shri Modi remarked that PM GatiShakti has played a critical role in adding momentum to India’s infrastructure development journey.

The Prime Minister posted on X;

“Today, as GatiShakti completed three years, went to Bharat Mandapam and visited the Anubhuti Kendra, where I experienced the transformative power of this initiative.”

“PM GatiShakti has played a critical role in adding momentum to India’s infrastructure development journey. It is using technology wonderfully in order to ensure projects are completed on time and any potential challenge is mitigated.”