પોતાના કાર્યનો આનંદ

Published By : Admin | September 16, 2016 | 23:51 IST

નરેન્દ્ર મોદી શા માટે થાકતા નથી? તેમની ઊર્જાનો સ્ત્રોત શું છે, જે તેમને આટલી વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ સતત મશીન જેવી સાતત્યતા સાથે ગુણવત્તાયુક્ત કામ દરરોજ કરવા શક્તિ પ્રદાન કરે છે? આ એક એવો પ્રશ્ર છે, જે પ્રધાનમંત્રીના સમર્થકો અને ટીકાકારો બંને દ્વારા સતત પૂછવામાં આવે છે.

આ પ્રશ્ર તેમને માઇગવના પ્રથમ ટાઉન હોલ કાર્યક્રમમાં અને તાજેતરમાં દિલ્હીમાં એક મીડિયા હાઉસના ટીવી કાર્યક્રમમાં પૂછવામાં આવ્યો હતો. તેમાં નરેન્દ્ર મોદીએ આપેલા જવાબમાં તેમની વ્યક્તિગત વ્યવહારિક વિચારસરણી જ નહીં, પણ તેમનું દાર્શનિક પાસું પણ સામેલ છે. તેમણે કહ્યું હતું કે – કોઈ લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં આવેલી મહેનતથી ક્યારેય થાક લાગતો નથી, પણ બાકી રહેલા અધૂરા કાર્યો વિશે વિચારવાથી જ માનસિક ચિંતા થાય છે. તેમણે રાહુલ જોશીને આપેલી મુલાકાતમાં પોતાના આ વિચારને કંઈક આવી રીતે વ્યક્ત કર્યા હતા – “હકીકતમાં આપણે કામ કરવાથી થાકતા નથી. હકીકતમાં કાર્ય તો આપણને સંતોષ પ્રદાન કરે છે. આ સંતોષ જ આપણને ઊર્જા આપે છે. હું હંમેશા આવું જ અનુભવું છું અને મારા યુવાન મિત્રોને પણ આ જ સલાહ આપું છું. જો તમે નવા પડકારો સ્વીકારો છો, તો તમારી અંદરથી જ તમને ઊર્જા મળશે. ઊર્જા તમારી અંદર જ છે,  સ્વયંનિર્મિત છે.”

તેમનો મંત્ર સરળ, પણ અચૂક છે – જો તમને તમારા કામની મજા આવશે, તો તમને ક્યારેય થાક નહીં લાગે, કારણ કે તમે તમને મજા આવે તેવું કામ કરો છો!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
FDI inflows into India cross $1 trillion, establishes country as key investment destination

Media Coverage

FDI inflows into India cross $1 trillion, establishes country as key investment destination
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
વડાપ્રધાન મોદીનો હૃદયસ્પર્શી પત્ર
December 03, 2024

દિવ્યાંગ કલાકાર દિયા ગોસાઈ માટે સર્જનાત્મકતાની એક ક્ષણ જીવનને બદલી નાખનાર અનુભવમાં ફેરવાઈ ગઈ. 29મી ઓક્ટોબરે પીએમ મોદીના વડોદરા રોડ-શો દરમિયાન, તેણીએ વડાપ્રધાન મોદી અને સ્પેન સરકાર ના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પેડ્રો સાંચેઝ ને સ્કેચ ભેટ કર્યા.બંને નેતાઓએ તેણીની હૃદયપૂર્વકની ભેટને અંગત રીતે સ્વીકારવા માટે બહાર નીકળ્યા, તેણીને ખૂબ આનંદ થયો.

અઠવાડિયા પછી, 6ઠ્ઠી નવેમ્બરે, દિયાને વડાપ્રધાન તરફથી એક પત્ર મળ્યો જેમાં તેણીની કલાકૃતિની પ્રશંસા કરવામાં આવી હતી અને શેર કરવામાં આવ્યું હતું કે કેવી રીતે મહામહિમ શ્રી સાંચેઝે તેની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમને "વિકસિત ભારત"ના નિર્માણમાં યુવાનોની ભૂમિકામાં વિશ્વાસ વ્યક્ત કરીને સમર્પણ સાથે લલિત કળાને આગળ ધપાવવા પ્રોત્સાહિત કર્યા. તેમણે તેમના અંગત સ્પર્શને દર્શાવતા તેમના પરિવારને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપી

આનંદથી અભિભૂત દિયાએ તેના માતાપિતાને પત્ર વાંચ્યો, જેઓ ખુશ હતા કે તેણીએ પરિવાર માટે આટલું મોટું સન્માન અપાવ્યું છે. દિયાએ કહ્યું કે "મને આપણા દેશનો એક નાનકડો ભાગ હોવાનો ગર્વ છે. મોદીજી, મને તમારો પ્રેમ અને આશીર્વાદ આપવા બદલ તમારો આભાર," તેણી કહ્યું કે પીએમ તરફથી પત્ર પ્રાપ્ત થવાથી તેણીને જીવનમાં હિંમતભેર પગલાં લેવા અને સશક્તિકરણ કરવા માટે અને બીજાને પણ એવું કરવા માટે ખૂબ પ્રેરણા મળી.

વડાપ્રધાન મોદીનું આ પગલું દિવ્યાંગોને સશક્તિકરણ અને તેમના યોગદાનને માન્યતા આપવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સુગમ્ય ભારત અભિયાન જેવી અસંખ્ય પહેલોથી માંડીને દિયા જેવા વ્યક્તિગત જોડાણો સુધી, તે ઉત્થાન અને પ્રેરણા આપતાં રહે છે,અને સાબિત કરે છે કે દરેક પ્રયત્નો ઉજ્જવળ ભવિષ્યને ઘડવામાં મહત્ત્વપૂર્ણ છે.