પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ધારવાડમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરથી ધારવાડ અને તેની આસપાસના વિસ્તારોના લોકોને ઘણો ફાયદો થશે. તે મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશનની દુનિયામાં કર્ણાટકની પ્રગતિને પણ વેગ આપશે,એમ શ્રી મોદીએ ઉમેર્યું.
એક ટ્વીટ થ્રેડમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ માહિતી આપી કે કર્ણાટકના ધારવાડ જિલ્લાને ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર મળ્યું છે. આ ક્લસ્ટર રૂ. 1,500 કરોડનું રોકાણ આકર્ષશે અને 18,000 નોકરીઓનું સર્જન કરશે, જે જિલ્લા તેમજ રાજ્યની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના ટ્વીટ થ્રેડ્સનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“આનાથી ધારવાડ અને આસપાસના વિસ્તારોના લોકોને ઘણો ફાયદો થશે. તે મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશનની દુનિયામાં કર્ણાટકની પ્રગતિને પણ વેગ આપશે.”
This will greatly benefit the people of Dharward and surrounding areas. It will also boost Karnataka’s strides in the world of manufacturing and innovation. https://t.co/gnnNNA2Gwk
— Narendra Modi (@narendramodi) March 25, 2023