બારમાં આવ્યો છું અને 12/12માં મને જરૂર છે અને 12/12માં બાર જરૂર કામમાં આવશે. અકલમંદ કો ઇશારા કાફી હૈ..!

મિત્રો, ગુજરાતની વિકાસયાત્રાથી દેશ અને દુનિયા હવે બરાબર પરિચિત છે. એકવીસમી સદીનો જ્યારે આરંભ થયો ત્યારે એટલી મોટી આશા હતી, સમગ્ર વિશ્વ ભારત તરફ જોતું હતું અને દુનિયાને એમ લાગતું હતું કે ભારત એકવીસમી સદીનું નેતૃત્વ કરશે અને આ આશા સ્વાભાવિક હતી. એકવાર મને વર્લ્ડ ઇકોનૉમિક ફોરમમાં બોલાવેલો. દુનિયાભરના બધા વરિષ્ઠ લોકોની હાજરી હતી. અને ત્યાં જે પ્રશ્નો આવતા હતા, ક્વેશ્ચન-આન્સરનો પણ એક કાર્યક્રમ હતો. અને અમે એશિયન કન્ટ્રિયના પાંચ-સાત લોકો ત્યાં બેઠા હતા. એમાં ચાઇના પણ હતું, જાપાન પણ હતું અને પ્રતિનિધિઓમાં વિશ્વભરના બધા ધુરંધરો હતા. પણ લગભગ બધા પ્રશ્નોનો મારો, મારી તરફ આવતો હતો. નરેન્દ્ર મોદીને કારણે નહીં, ઇન્ડિયાનો હું ત્યાં હતો એટલા માટે. અને ભારત પાસે કેવી અપેક્ષાઓ, આશાઓ હતી એ પ્રશ્નોમાંથી ફલિત થતું હતું. પરંતુ આ દસકામાં જે કંઈ આપણે જોયું અને ગયા એક વર્ષમાં જે આખા વિશ્વને આપણે નિરાશ કરી દીધું, જે રીતે આખી દુનિયામાં આપણા દેશની બદબોઈ ચાલી રહી છે અને એમાંય છેલ્લે હમણાં જ્યારે 19 રાજ્યોમાં અંધારપટ, દેશની 60 કરોડ જનતા 48 કલાક સુધી સંપૂર્ણપણે વીજળીથી વંચિત... એકવીસમી સદીનું નેતૃત્વ કરનાર દેશની એક કલ્પના હોય અને બીજી તરફ અંધારપટ હોય, આપ કલ્પના કરી શકો છો કે દુનિયાને કેટલો મોટો ધક્કો લાગ્યો હશે. મિત્રો, એક ભારતવાસી તરીકે પીડા થાય. અપાર્ટ ફ્રૉમ પોલિટિક્સ, હું અહીંયાં તમારી પાસે રાજનીતિની ચર્ચા કરવા નથી આવ્યો. દેશને નિરાશા થાય, કોઈપણ દેશભક્ત નાગરિકને અતિશય પીડા થાય. અને એવે વખતે ચાહે વોશિંગ્ટન પોસ્ટ હોય યા વૉલ સ્ટ્રીટ જર્નલ હોય, એ હિંદુસ્તાનની આ કરમ કથા લખે અને એમાં ત્રણ પૅરેગ્રાફ ગુજરાતના લખે કે દેશ આખો અંધકારમાં ડૂબેલો હતો ત્યારે એકમાત્ર ગુજરાત હતું કે જ્યાં વીજળીનો ઝગમગાટ હતો. એક તરફ હસવું કે રડવું તેની સમજણ ન પડે, મિત્રો. મારા દેશની બદબોઈ થતી હોય અને મારા ગુજરાતનો જયજયકાર થતો હોય, કેવી વિમાસણ..! એક એવી વિશિષ્ટ પરિસ્થિતિમાંથી દેશ પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં તો રોજ નવી ઘટનાઓ એવી બને છે કે જેના કારણે એકવીસમી સદીના સપનાં જાણે રોળાઈ રહ્યાં હોય, આપણે જ આપણી નજર સામે આપણા સપનાંઓને રહેંસી રહ્યા હોઈએ એવું દ્રશ્ય જોવા મળે છે. અને એવે વખતે આ ફિલ્ડમાં બેઠેલા લોકોના મનની કોઈ ભૂમિકા હોઈ શકે, મિત્રો..? આ વાત એટલા માટે ઊઠાવું છું કે હિંદુસ્તાનના આઝાદીના ઇતિહાસમાં આ દેશમાં પરિવર્તન પામનારી ઘટનાઓના વળાંક જુઓ તો બે બાબતો ધ્યાને આવે છે. બે સમૂહ એવા છે કે જેમની સક્રિયતાએ દેશના ભાગ્યને બદલ્યું છે. એક, શિક્ષક આલમ અને બીજું, વકીલોની દુનિયા. આખા આઝાદીના આંદોલનનું નેતૃત્વ જુઓ, 80% લોકોનું બૅકગ્રાઉન્ડ લૉ ફિલ્ડનું છે. મૂલ્યો માટે, સિદ્ધાંતો માટે લડનારી આ ફોજ રહી છે. અને જ્યારે દેશ આવા સંકટમાં હોય ત્યારે આ આલમ દ્વારા સમગ્ર દેશમાં એક જાગૃતિનું વાતાવરણ કેમ ન બને? ફરી એકવાર દેશમાં એવો વિશ્વાસ કેમ પેદા ન થાય કે ભાઈ, અગર જો એકવીસમી સદી એશિયાની છે, તો એકવીસમી સદી હિંદુસ્તાનની બનાવવા માટે અમે કૃતસંકલ્પ છીએ. અને આ બધું શક્ય છે, મિત્રો. જ્યાં સુધી ગુજરાતના વિકાસની વાત છે, લગભગ હવે ક્યાંય પણ તમે જાઓ, તમે ગુજરાત બોલો તો પેલો વિકાસ બોલે અને તમે વિકાસ બોલો તો પેલો ગુજરાત બોલે. એક જ સિક્કાની બે બાજુ બની ગઈ છે.

મિત્રો, આજે ઈ-લાઇબ્રેરીના પ્રકલ્પનું લોકાર્પણ થઈ રહ્યું છે. જે લોકો ઇન્ટરનેટની દુનિયા સાથે અપરિચિત હશે એમને અંદાજ નહીં હોય, જે પરિચિત હશે એને પૂરો અંદાજ હશે કે કેટલી મોટી શક્તિનો સ્ત્રોત આજે આપણા હાથમાં આવી રહ્યો છે. અને જેને આની ટેવ પડી હશે ને એ એના વિના જીવી ન શકે એવી સ્થિતિ હોય છે. તમે અનેક ગુરુ બનાવ્યા હશે, પણ એકવાર ગૂગલને ગુરુ કર્યો, ‘સબ દુ:ખોં કી એક દવા’, તમને જે જોઇએ તે કલ્પવૃક્ષની જેમ ગૂગલ હાજર કરી દે..! ટેક્નોલૉજીએ કમાલ કરી છે, મિત્રો. હું ઇચ્છું કે અમારા બારના મિત્રો આ વ્યવસ્થાનો ખૂબ ઉપયોગ કરે. નહીં તો ઘણીવાર શું છે કે જેમ અમારી સરકારમાં પણ અમે ખૂબ બધો ખર્ચો હાર્ડવેરમાં કરીએ, કોમ્પ્યુટરો લઈએ અને પ્રિન્ટરો લઈએ અને જાતજાતનું બધું લીધા જ કરીએ, અને ઘણું કરીને ટેબલ પર એ ફ્લાવરપૉટની જેમ શોભા દેતું હોય છે. હું સરકારમાં આવ્યો ત્યારે મેં કમ્પલસરી નિયમ કરેલો, કે હવે હું તમને ઈ-મેઇલ કરીશ, સવારમાં તમે મને ઈ-મેઇલનો જવાબ આપજો. ત્યારે તો ઈ-મેઇલ ખોલવા માંડ્યા બધા. એકવાર એની ટેવ પડે પછી એની તાકાત કેટલી છે એનો અંદાજ આવતો હોય છે. મારી બારના મિત્રોને વિનંતી છે, તમે ન કલ્પી શકો એટલું મોટું ઓજાર તમારા હાથમાં આવ્યું છે. આને કારણે તમારી મહેનત તો નહીંવત્ થઈ જશે, નહીંવત્. એક બારમા ધોરણનો વિદ્યાર્થી પણ તમારે ત્યાં આ કામમાં જોડાયેલો હશે, તો મહેનત નહીંવત્ થઈ જશે. અને ક્વૉલિટેટીવ સુધારો જે છે, તમારી વાતનો, તમારા રેફરન્સનો, એ સુધારો કદાચ સેંકડોગણો ઉત્તમ થઈ જશે. અને તમે તાલુકાની કોર્ટમાં કામ કરતા હશો અને કોઈવાર કોઈ જિલ્લાના કોર્ટના માણસને ખબર પડશે કે ફલાણા તાલુકાની કોર્ટમાં ફલાણા મુદ્દા ઉપર ફલાણા વકીલે આવી દલીલો કરી હતી, એને આશ્ચર્ય થશે કે આટલું બધું જ્ઞાન એની પાસે ક્યાંથી? એનો આધાર આ ઈ-લાઇબ્રેરી છે. એ વાત ઠીક છે કે ખાલી જામીન અને એવાં બધાં નાના-મોટાં કામો કરતા હોય એમને... આમ મને તમારી દુનિયાની બહુ ખબર નહીં, કારણ મારો જીંદગીમાં કોઈ દિવસ પનારો જ ના પડ્યો હોય. કોઈ દિવસ રૉંગ સાઇડ પાર્કિંગનો કેસ પણ મારા ઉપર નથી થયો. આ 2008 પછી મને પહેલીવાર ખબર પડી કે આવડી દુનિયા છે તમારી. નહીં તો 2008 સુધી મુખ્યમંત્રી હતો તેમ છતાંય કોઈ દિવસ મારે ઘરોબો પડ્યો નહીં. 2008 પછી દિશા બદલાણી, દશા નથી બદલાણી..!

મિત્રો, ગુજરાતે ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ખૂબ બધાં ઇનિશ્યેટીવ લીધાં છે. મિત્રો, આપને જાણીને આનંદ થશે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના 29 એવૉર્ડ ગુજરાત સરકારને ઈ-ગવર્નન્સ ક્ષેત્રે મળ્યા છે. અને આપણે ટેક્નોલૉજીનો કેટલો ઉપયોગ કરવાના મૂડના છીએ, મેં એક વખત પ્રધાનમંત્રીને પત્ર લખ્યો. આમ તો અવાર-નવાર લખતો હોઉં છું, બીજા કોને લખું..? મેં પ્રધાનમંત્રીને એક પત્ર લખ્યો. સામાન્યરીતે મુખ્યમંત્રીઓ પત્ર લખતા જ હોય, કોઈ લખે કે ભાઈ, અમને જરા ઘઉંનો ક્વોટા વધારો તો સારું, કેરોસીનનો ક્વોટા વધારો તો સારું, રોડના કન્સ્ટ્રક્શનમાં થોડું બજેટ વધારે આપો તો સારું... આ બધું રૂટિન હોય છે સ્ટેટ ગવર્નમેન્ટ અને સેન્ટ્રલ ગવર્નમેન્ટ વચ્ચે. એવું હું કંઈ લખતો નથી, કારણકે આપણને એ મળે નહીં. પછી મને થયું કે એમના કામનું ના હોય એવું તો માંગીએ આપણે..! એટલે મેં પ્રધાનમંત્રીને પત્ર લખ્યો કે એક સેટેલાઇટ મને આપો, સેટેલાઇટ માગ્યો..! હવે તમે મને કહો કે ત્યાં કેવો બૉમ્બગોળો પડ્યો હશે..! બે વર્ષ સુધી મારો પત્ર આમથી તેમ અથડાયા કર્યો, કે આનું કરવું શું? મને હતું કે કદાચ ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સની કોઈ કમિટી બનશે ને, કારણકે ત્યાં બધું એવું છે કે કોઈપણ પ્રશ્ન આવે એટલે ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ... એક રસ્તો શોધી કાઢ્યો છે ત્યાં. લગભગ બે વર્ષે મને જવાબ આવ્યો, બે વર્ષ લાગ્યાં. કારણકે કોઈ રોડ માગે તો શું આપવું ખબર છે એમને, ચોખા માગે તો શું કરવું એ ખબર છે, ભાજપ સરકાર હોય તો કયો જવાબ હોય, યુ.પી.એ.ની સરકાર હોય તો શું... બધું એમને ખબર છે, આમાં શું કરવું એ ખબર જ નહોતી..! લગભગ બે વર્ષે મને જવાબ આવ્યો. અને કદાચ એમને ખૂબ કસરત થઈ હશે, કોઈક દિવસ આ ફાઈલ જોઈશ હું, ગમે ત્યારે મેળવીશ ખરો હું, શું શું થયું છે..! બે વર્ષે જવાબ આવ્યો કે આખેઆખો સેટેલાઇટ તો નહીં આપી શકીએ, કાયદામાં કોઈ જોગવાઈ નથી પણ તમને 36 મેગાહર્ટ્ઝ વાપરવાના હકો તમને આપીએ છીએ. એટલે લગભગ 90-95% આપી દીધું એમ કહો તો ચાલે..! મિત્રો, આ દેશમાં કોઈ સ્ટેટ એવું નહીં હોય કે જેના મનમાં આ કલ્પના હોય અને આ પ્રકારની માગણી હોય. અને તમને કોઈવાર સમય મળે, બારવાળા મિત્રોને રુચિ હોય તો તમે ગાંધીનગર જાવ તો બહુ મોટી મોટી ડિશ લાગેલું એક ભવન છે, ‘બાયસેગ’, ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટયૂટ. હું ઇચ્છું કે હાઈકોર્ટ બાર, ડિસ્ટ્રિક્ટ બારના લોકો જોવા જાય કે ટેક્નોલૉજી દ્વારા આપણે કેવી રીતે કામ કરીએ છીએ. દાખલા તરીકે આપણા માછીમારો માછલાં પકડવા જાય તો બિચારા ફરતા ફરતા જાળ નાખતા નાખતા જાય અને મેળ પડે તો સાંજ પડે ભેગું કરીને પાછા આવે, નહીં તો ત્રણ ત્રણ દિવસ સુધી દરિયામાં ફર્યા કરતા હોય. આપણે સેટેલાઇટનો ઉપયોગ કરીને એના મોબાઈલ ફોન પર એગ્ઝૅક્ટ ઍડ્રેસ આપીએ છીએ કે અત્યારે માછલાંનો અહીંયાં કૅચ છે, તો એ બાજુ જાય. અને એની મહેનત 10% થઈ જાય છે, કારણકે માછલાં લગભગ જ્યાં આગળ સમૂહ ભેગો થયો હોય, ત્યાં લગભગ 18-20 કલાક એ જગ્યાએ રોકાતાં હોય, પછી સ્થળાંતર કરતાં હોય. એટલામાં એ પહોંચી જાય, 5-10 નૉટિકલ માઇલના અંતરમાં હોય તો પહોંચી જાય અને લગભગ રોજેરોજ એ કમાણી કરીને પાછો આવે.

એટલે ટેક્નોલૉજીનો કેટલો ઉપયોગ થઈ શકે છે એનું એક ઉદાહરણ આપું છું. તમે મિત્રો, બાય રોડ મુંબઈ જાવ તો ભિલાડ પાસે ગુજરાતની ચેકપૉસ્ટ છે અને પેલી બાજુ મહારાષ્ટ્રની ચેકપૉસ્ટ છે, અછાડમાં. જે રોડ ઉપર ગુજરાતની ચેકપૉસ્ટ છે, એ જ રોડ ઉપર મહારાષ્ટ્રની ચેકપૉસ્ટ છે. જે વિહિકલ ગુજરાત ચેકપૉસ્ટ પરથી પસાર થાય એ વિહિકલે મહારાષ્ટ્ર ચેકપૉસ્ટ પરથી પસાર થવું જ પડે, જતાં કે આવતાં. જેટલો ટૅક્સ ગુજરાત ચેકપૉસ્ટ પર છે એટલો જ ટૅક્સ મહારાષ્ટ્ર ચેકપૉસ્ટ પર છે. પણ ગુજરાતના ચેકપૉસ્ટ પર ઈ-ગવર્નન્સની વ્યવસ્થા છે, કૅમેરાની વ્યવસ્થા છે, કોમ્પ્યૂટરાઇઝ્ડ સિસ્ટમ છે, મારી ઑફિસમાંથી જોઈ શકાય છે કે ભિલાડની ચેકપૉસ્ટ પર શું ચાલે છે... પેલી બાજુ મહારાષ્ટ્રની ચેકપૉસ્ટ છે, ત્યાં આગળ બધા ભાઈઓ મહેનત કરે છે... અને આનું પરિણામ એ છે કે મહારાષ્ટ્રના ચેકપૉસ્ટ પરની અછાડની આવક કરતાં ગુજરાતના ચેકપૉસ્ટ પર ગયા પાંચ વર્ષમાં 700 કરોડ રૂપિયા વધારે આવક થઈ છે. ઈ-ગવર્નન્સ મીન્સ ઈઝી ગવર્નન્સ, ઇફેક્ટિવ ગવર્નન્સ એન્ડ ઇકોનૉમિકલ ગવર્નન્સ. ટ્રાન્સ્પેરન્સી લાવવા ટેક્નોલૉજી મોટામાં મોટો રોલ ભજવી શકે છે મિત્રો, અને એનું જીવતું-જાગતું ઉદાહરણ આ ભિલાડની ચેકપૉસ્ટ છે.

મિત્રો, ડેમોક્રસીનું અનેક બાબતોમાં મહાત્મય છે, પણ મારે મન ડેમોક્રસીની સૌથી મોટી શક્તિ એની ગ્રીવન્સ રિડ્રૅસલ સિસ્ટમ કેવી છે એના ઉપર નભે છે. ગરીબમાં ગરીબ માણસની ફરિયાદ સાંભળવાની વ્યવસ્થા હોય એને ઉત્તમ ડેમોક્રસીની વ્યવસ્થા હું માનું છું. એના અવાજને ક્યાંક વજન મળવું જોઇએ. એક કાર્યક્રમ મેં ટેક્નોલૉજીના આધારે શરૂ કર્યો છે, એનું નામ છે ‘સ્વાગત ઑનલાઇન’, ‘સ્વાગત’ કાર્યક્રમ. દર મહિનાના ચોથા ગુરુવારે હું આ કાર્યક્રમ કરું છું. સામાન્યરીતે હિંદુસ્તાનમાં લગભગ બધા પૉલિટિશિયનો લોકદરબાર કરતા હોય છે, બધા મુખ્યમંત્રીઓ લોકદરબાર કરતા હોય છે, આપણે ત્યાં પણ કરતા હતા. અને લોકદરબાર હોય એટલે બધી પબ્લિક ત્યાં આવી જાય અને આઠ વાગ્યાનો ટાઈમ હોય તો દસ-સાડાદસે સાહેબ આવે, એ પહેલાં એમના માણસો ને પ્યૂન ને બધું આમતેમ ચાલતું હોય... ભાઈ ચલો, ચલો જલદી, લાવો કાગળ આપી દો, કાગળ આપી દો... લોકદરબાર ત્યાં પૂરો..! આ હું સત્ય ઘટનાનું વર્ણન કરું છું. મેં આવું ન કર્યું, કોઈ લોકદરબાર ન કર્યો. જો તમને યાદ હોય તો શરૂઆતમાં મારા ઉપર જે ગાળો લખાતી હતી ને એમાં આ મુદા પર પણ લખાતી હતી. મારે તો દર વર્ષે ગાળોની આઈટમો બદલાણી છે, ગાળો દેવાવાળાને હવે નવી નવી રિસર્ચ કરવી પડે. મેં ટેક્નોલૉજી દ્વારા સ્વાગત ઑનલાઇન કાર્યક્રમ, ઇટ્સ વન ટાઈપ ઑફ દરબાર..! તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ હું એક દિવસમાં 1400 લોકોને ઑનલાઇન સાંભળું છું અને 98% એમને ઉકેલ મળ્યો છે. સરકારમાં બે પ્રકારની ચીજ હોય છે, એક તો નિકાલ કરે અને એને સંતોષ થાય કે ફાઈલનો નિકાલ થઈ ગયો. મારો આગ્રહ નિકાલનો નહીં, મારો આગ્રહ ઉકેલનો હોય છે. આઇધર પોઝિટિવ ઓર નેગેટિવ, હિંમત જોઇએ સરકારમાં કે ટેક્ ધ પોઝિશન, સ્ટેન્ડ લો, ભાઈ. અનુભવ એવો છે કે એમાં 98% એચીવમૅન્ટ છે અને એ સ્વાગત ઓનલઈનની કાર્યક્રમની આબરૂ એટલી બધી છે કે ગામડાંનો તદ્દન અભણ વ્યક્તિ પણ કલેક્ટર કચેરીમાં જાય અને કોઈ જો એને સાંભળે નહીં તો એ કહેતો હોય છે કે સાહેબ, સારું ત્યારે ના સાંભળવું હોય તો હું ઑનલાઇન જઈશ..! આ જેવો ‘ઑનલાઇન’ કહે સાહેબ, એની સાથે જ કલેક્ટર બહાર આવીને, “અરે આવો આવો, બેસો, શું કામ હતું..?” સાહેબ, ગામડાંનો માનવી સમજે છે કે આ ‘ઑનલાઇન’ એટલે શું..! એટલે ટેક્નોલૉજીની કેટલી તાકાત ઊભી કરી શકાય છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ બધી ચીજોનો ઉપયોગ આવનારા દિવસોમાં વધવાનો છે. આજે આપણામાં પણ સારી જાતના મોબાઈલ ફોન વાપરવાની જે લોકોને ટેવ છે, જો સહેજ રુચિ લે તો આખી દુનિયા એની હથેળીમાં હોય છે મિત્રો, આખી દુનિયા એની હથેળીમાં હોય છે. મોબાઈલ ગવર્નન્સ તરફ વિશ્વ જઈ રહ્યું છે. હવે એ દિવસો નહીં હોય કે તમારે કોર્ટમાં જવું પડે અને મુદત માટે, ડેટ લેવા... હવે તો ઘેર એસ.એમ.એસ. થી ખબર પડશે કે મુદત પડી કે ના પડી. એનોય ચાર્જ લેજો, એમાં કાંઈ વાંધો નહીં..! પણ ટેક્નોલૉજીનો તો ઉપયોગ કરો, ભાઈ.

ખેર મિત્રો, અનેક ક્ષેત્રો એવાં છે કે ટેક્નોલૉજીનો ઉપયોગ આખા જગતને બદલી રહ્યો છે. બદલાતા જતા યુગમાં આ બધી ટેક્નોલૉજી સાથેનો નાતો જેટલો જોડાશે, એટલું ઉપકારક થશે. ઈ-લાઇબ્રેરી એક ઉત્તમ શરૂઆત છે. દેશના બીજા ભાગોમાં તો તમે એની અપેક્ષા જ ના કરતા, ભાઈઓ..! અમારે એકવાર મીટિંગ હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, પ્રધાનમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના હાઈકોર્ટના વડા, આ લોકોની એક મીટિંગ પહેલાં ચાલતી હતી. મારા માટે પહેલીવાર એક એવા સમાચાર હતા, ત્યાં એક ચર્ચા થઈ પેન્ડેન્સિની, કે ભાઈ આટલા બધા કેસોનો ભરાવો કેમ છે. તો એક પ્રદેશે એવું કહેલું કે અઠવાડિયામાં માંડ બે-ત્રણ કલાક કોર્ટ ચાલે છે. તો કારણ શું? તો લગભગ બધી કોર્ટોનું બાંધકામ એવું છે કે કુદરતી પ્રકાશ છે નહીં અને લાઈટ ચાલતી નથી, એટલે કેસ ચલાવવો મુશ્કેલ છે. આપ વિચાર કરો, આટલા બધા પગાર ચૂકવાતા હોય, આટલા બધા રૂપિયા ચૂકવાતા હોય અને અઠવાડિયામાં બે કે ત્રણ કલાક વીજળી આવે અને એ વખતે કોર્ટ ચાલે, આવી દુર્દૈવપૂર્ણ સ્થિતિમાં દેશ ચાલતો હોય એની સામે ગુજરાત ક્યાં જઈ રહ્યું છે એનો આપ અંદાજ કરી શકો છો. કોઈપણ કસોટીએ ગુજરાત નવી-નવી ઊંચાઈઓને પાર કરી રહ્યું છે. સાચા અર્થમાં એક સમૃદ્ધ ગુજરાત, કેટલા પેરામીટરમાંથી સમૃદ્ધિ હોઈ શકે એ બધી જ બાબતોને કેન્દ્રસ્થ રાખીને આપણે આગળ ધપી રહ્યા છીએ.

આપની વચ્ચે આવવાનો મને અવસર મળ્યો, હું આપનો ખૂબ-ખૂબ આભારી છું અને આ ઈ-લાઇબ્રેરી ગુજરાતના ન્યાય જગત માટે એક નવી શક્તિ આપનાર બની રહે. આ ઈ-લાઇબ્રેરી ન્યાય જગત સાથે જોડાયેલ મારા વકીલ મિત્રોને ઇન્ફર્મેશનથી સક્ષમ બનાવે, ખૂબ શક્તિશાળી બનાવે. હકીકતે વકીલોને સશક્ત કરવાનું આ હથિયાર છે અને વકીલ સશક્ત થાય તો આખી ન્યાયપાલિકા સશક્ત થાય, એના માટેનું આ યોગદાન છે. આપ એનો ભરપૂર ઉપયોગ કરજો એ જ અપેક્ષા સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ..!

ધન્યવાદ...!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Chandrababu Naidu writes: 12 years on, leadership that endured, India that emerged

Media Coverage

Chandrababu Naidu writes: 12 years on, leadership that endured, India that emerged
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
દમણ, ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ/લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ
June 05, 2026
The launch of projects across healthcare, aviation, tourism and infrastructure marks a new development push for Daman that will transform lives across the UT: PM
The data released today reflects the strength of India's economy, with growth of 7.7% in FY 2025–26 and 7.8% in the quarter ending March 31: PM
Even amid severe global challenges, the collective efforts of 1.4 billion Indians have ensured that India is not only sustaining itself but also staying ahead of the curve: PM
The National Family Health Survey clearly reflects the government's focus on healthcare. While most deliveries in India earlier took place outside hospitals, today over 90% of all deliveries occur in hospitals: PM
Thanks to Mission Indradhanush, child immunization coverage in India has risen from 60% before 2014 to nearly 90% today: PM

ભારત માતા કી જય! ભારત માતા કી જય!

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ ભાઈ પટેલ, સંસદમાં મારા સહયોગી કલાબેન ડેલકર, દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખ દીપિકા ટંડેલ જી, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ ધર્મ બાબુ પટેલ, સિલવાસા મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ સોમનાથ દેવરેજી, દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના અધ્યક્ષ નિશા ભાવસાર જી, દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ હરીશ કપાયાજી, દીવ જિલ્લા પંચાયતના અધ્યક્ષ કોટિયા રંજીતાબેન અને અહીં વિશાળ સંખ્યામાં પધારેલા મારા વહાલા ભાઈઓ-બહેનો,

તમે જેમ અહીં એકઠા થયા છો, તેવી જ રીતે લક્ષદ્વીપમાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો વીડિયોના માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, કારણ કે આજે લક્ષદ્વીપના વિકાસની પણ એક નવી શરૂઆત, એક નવો પ્રકલ્પ, જે આખા લક્ષદ્વીપના જીવનમાં એક ક્રાંતિકારી કામ કરવાનો છે, તેના માટે પણ કેટલીક યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે.

સાથીઓ,

કેટલાક વર્ષો પહેલાં, જ્યારે હું તમારી વચ્ચે આવ્યો હતો, તો મેં કહ્યું હતું આ આપણું દમણ ઝડપથી મિની ઇન્ડિયા બની રહ્યું છે અને આજે હું જોઈ રહ્યો છું, ડાબી બાજુ આખું બંગાળ છે અને જમણી બાજુ આખું અસામ છે. દમણ મિની ઇન્ડિયાનું જીવતું-જાગતું ઉદાહરણ બની ચૂક્યું છે. અહીંની વિવિધતા, અલગ-અલગ ક્ષેત્રોના લોકોનું અહીં નિવાસ કરવું, આખા ભારતની સુંદર ઝલક તમારી વચ્ચે આવીને મળી જાય છે. તમે બધા આટલી મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવ્યા, હું આના માટે આપ સૌનો ખૂબ-ખૂબ ધન્યવાદ કરું છું.

 

ભાઈઓ-બહેનો,

મને કેટલીય વાર દમણ અને દીવ આવવાનો અવસર મળ્યો છે. દાદરા અને નગર હવેલી પણ આવતો રહું છું અને જ્યારે હું મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી નહોતો, ત્યારે તો બહુ વાર આવતો હતો. પરંતુ હવે જ્યારે હું અહીં આવું છું અને અહીંના સુશાસનને જોઈને, ગવર્નન્સ મોડલને જોઈને બહુ સારું લાગે છે. દર વખતે મને લાગે છે કે ગત વખતની સરખામણીમાં આ ક્ષેત્ર વિકાસની રાહ પર માઈલો આગળ વધી ગયું છે.

સાથીઓ,

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવએ દાયકાઓથી વિકાસના સપના જોયા હતા. જે સપના પહેલાં જોયા, એ પેઢીઓ તો ચાલી ગઈ. પરંતુ આજે જે પેઢી છે, તે પોતાની આંખોની સામે જોઈ રહી છે કે તેમના માતા-પિતા, દાદા-દાદી જે સપના જોતા હતા, એ આજે સપના પૂરા થતા તમે પોતાની આંખોથી જોઈ રહ્યા છો. આજે પણ અહીં કનેક્ટિવિટી, હેલ્થ, એજ્યુકેશન, ટુરિઝમ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આનાથી જોડાયેલી અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ થયું છે. વિકાસના આ કામ દમણ અને આખી યુનિયન ટેરિટરી માટે અહીંના લોકોના જીવનને સરળ બનાવશે. આનાથી યુવાનો માટે નવા અવસરો તૈયાર થશે. આ કામોની પાછળ પ્રફુલ્લ ભાઈ પટેલની દ્રષ્ટિ, તેમની અને તેમની ટીમની મહેનત સાફ-સાફ નજરે પડે છે. હું આના માટે પણ પ્રફુલ્લ ભાઈ અને તેમની આખી ટીમની સરાહના કરું છું. હું બધાને લક્ષદ્વીપના લોકોને, દાદરા-નગર હવેલીના લોકોને અનેક-અનેક શુભકામનાઓ આપું છું, આપ સૌને વધામણી આપું છું.

સાથીઓ,

આજે તમારી વચ્ચે આવ્યો છું, તો એક સુખદ સમાચાર આવ્યા છે. હું તો આજે સવારે દિલ્હીથી નીકળી ચૂક્યો હતો, પરંતુ અત્યારે જે આંકડા સામે આવ્યા છે, જે સમાચાર આવ્યા છે, તે ખરેખર પ્રસન્નતા આપનારા છે અને હું પણ ઈચ્છું છું, આ ખુશી તમારી સાથે પણ વહેંચું. આજે જે આંકડા આવ્યા છે, એ આંકડાઓથી સાફ છે કે ભારતની અર્થવ્યવસ્થાનો પાયો કેટલો મજબૂત છે. વર્ષ 2025-26 માં એટલે કે જે ફાઇનાન્સિયલ યર પાછલું પૂરું થયું, વર્ષ 2025-26 માં ભારતે 7.7 પર્સન્ટનો ગ્રોથ રેટ હાસલ કર્યો છે, 7.7 અને પાછલો ક્વાર્ટર જે 31 માર્ચે ખતમ થયો, તેમાં પણ ભારતનો ગ્રોથ 7.8 પર્સન્ટ રહ્યો છે, 7.8 અને આ દુનિયામાં તેજ ગતિથી આગળ વધનારી મોટી ઇકોનોમી છે. દરેક ભારતીયને ગર્વ થાય, આ છે તેની ગતિ. આજે દેશ જે રિફોર્મ એક્સપ્રેસ પર ચાલી રહ્યો છે, આજે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે આટલો વિકાસ થઈ રહ્યો છે, ગરીબ કલ્યાણને લઈને આટલા મોટા સ્તરે જે કામ ચાલી રહ્યું છે, આ બધા પ્રયાસોનું પરિણામ છે કે આજે દેશ મોટી ઇકોનોમીમાં સૌથી તેજ ગતિથી આગળ વધી રહ્યો છે અને આપણે બધા જાણીએ છીએ, દુનિયા સંકટોમાં ઘેરાયેલી છે, આખી દુનિયાની અર્થવ્યવસ્થા સવાલોના નિશાનો નીચે દબાયેલી પડી છે, વૈશ્વિક સંકટના આ ખરાબમાં ખરાબ દોરમાં પણ 140 કરોડ દેશવાસીઓના સામૂહિક પ્રયાસોથી ભારત પોતાની જાતને સંભાળી તો રાખી જ રહ્યું છે, પરંતુ સાથે-સાથે સૌથી આગળ રહેવામાં પણ તેના પ્રયાસો સફળ થતા જઈ રહ્યા છે. હું દેશવાસીઓને આર્થિક ક્ષેત્રની આ નવી ઊંચાઈને પ્રાપ્ત કરવા માટે ખૂબ-ખૂબ વધામણી આપું છું અને હું દેશને ફરી આશ્વસ્ત કરું છું કે દેશ દુનિયાભરમાં ચાલી રહેલા આ સંકટોનો સામનો કરતા Reform, Perform અને Transform ના રસ્તા પર આવી જ રીતે દ્રઢ સંકલ્પની સાથે, તેજ ગતિથી આગળ વધતો જ રહેશે, આ મારી દેશવાસીઓને ગેરંટી છે.

સાથીઓ,

આજે આપણા માટે વિકાસ જેટલો જરૂરી છે, એટલું જ મહત્વનું છે કે આપણું વિકાસનું મોડલ સસ્ટેનેબલ હોય. આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે આપણા અહીં યુનિયન ટેરિટરી સ્ટેટ આ સંકલ્પને સાકાર કરી રહ્યું છે. આજે એક તરફ અહીં હજારો કરોડની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થયું છે. સાથે જ અહીં આશરે એક લાખ એક વૃક્ષ માતાના નામે, એક લાખ છોડ પણ વાવવામાં આવી રહ્યા છે. મને ગર્વ છે કે એક એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે, જેણે સરકારી ઈમારતોમાં શત પ્રતિશત, 100 પર્સન્ટ સૌર ઊર્જાના ઉપયોગની ઉપલબ્ધિ હાંસલ કરી છે. આજે દીવમાં દિવસમાં જેટલી વીજળીની ડિમાન્ડ હોય છે, તે સોલર પાવરથી જ પૂરી થઈ રહી છે અને આપણે તો આને હજુ આગળ લઈને જવાનું છે. ઘરોમાં પણ સોલર ઊર્જાથી વીજળી મળે, એટલું જ નહીં વધારાની વીજળીથી પરિવારની આવક પણ થાય, તેના માટે રૂફટોપ સોલર પ્લાન્ટ્સ લગાવવાની પહેલ શરૂ થઈ છે. હું આ ઉપલબ્ધિઓ માટે પણ આપ સૌની સરાહના કરું છું.

 

સાથીઓ,

સાથે-સાથે મને એ પણ જણાવવામાં આવ્યું છે, દમણના લોકો આ દિવસોમાં અહીં સ્વચ્છતા અભિયાન પણ ચલાવી રહ્યા છે. આ દર્શાવે છે કે સ્વચ્છતા કઈ રીતે દમણના જનજીવનમાં સંસ્કાર બની ચૂકી છે અને આ સંસ્કાર સ્વચ્છતામાં નજરે પડી રહ્યા છે. હું આ જનભાગીદારીના તમારા પ્રયાસો માટે દમણના લોકોનું અભિનંદન કરું છું.

સાથીઓ,

દાદરા નગર હવેલી, દમણ અને દીવ, આ સંઘ શાસિત પ્રદેશ હોવાની સાથે જ ભારતની ઓળખ અને વિરાસત પણ છે. એટલા માટે, આના વિકાસ માટે અમારા લક્ષ્ય પણ સાધારણ નથી. મને યાદ છે, જ્યારે હું ગયા વર્ષે સિલવાસા આવ્યો હતો, ત્યારે મેં તમને સિંગાપોરનું ઉદાહરણ આપ્યું હતું. મેં કહ્યું હતું કે એક સમયે સિંગાપોર માછીમારોનું નાનું એવું ગામ હતું. પરંતુ, સિંગાપોરના લોકોએ એક સપનું જોયું, ત્યાંના લોકોએ મોટું લક્ષ્ય નક્કી કર્યું અને આજે એ જ સિંગાપોર દુનિયાનું સૌથી મોટું બિઝનેસ હબ બની ચૂક્યું છે. આજે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ પણ એ જ સપનું જોઈ રહ્યા છે. આ નમો એરપોર્ટ, દમણગંગા નદી પર બનનારો આઇકોનિક બ્રિજ, ‘બીચ ફ્રન્ટ’ તેના પર બનનારો કન્વેન્શન સેન્ટર, આવા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આપણે ભવિષ્યના મોટા સંકલ્પોનો પાયો નાખી રહ્યા છીએ. આ પ્રોજેક્ટ્સ દ્વારા લોકોની અવરજવર સરળ થશે. અહીં બિઝનેસ માટે નવી સંભાવનાઓ બનશે. દમણના બંને કિનારા પર વિકાસની ગતિ હજુ વધુ તેજ થશે.

સાથીઓ,

અહીં સગવડતાના અર્થતંત્રથી જોડાયેલા અવસરો વધશે અને સાથે જ ટ્રાન્સપોર્ટ નગર જેવી સુવિધાથી વ્યાપાર, લોજિસ્ટિક્સને પણ નવી ગતિ મળશે.

 

સાથીઓ,

આ ક્ષેત્રમાં બ્લુ ઇકોનોમી માટે અમે જે વિઝન તૈયાર કર્યું છે, તે વિઝન પણ હાઇટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તાકાતથી જ સાકાર થશે. એટલા માટે જ, લક્ષદ્વીપના કલપેની અને કદમત દ્વીપોમાં પણ આજે જ આધુનિક પોર્ટ્સની આધારશિલા રાખવામાં આવી રહી છે. આ તમામ પ્રયાસો બ્લુ ઇકોનોમીમાં દેશની તાકાતને વધારશે અને જેવું મેં કહ્યું આ લક્ષદ્વીપનું ભાગ્ય બદલનારા પગલાં છે.

સાથીઓ,

ભાજપની સરકારમાં, એનડીએની અમારી સરકારમાં અમારા માટે વિકાસની પહેલી કસોટી છે- ગરીબ, વંચિત, આદિવાસી અને મિડલ ક્લાસના જીવનમાં બદલાવ! આના માટે, હેલ્થ સેક્ટર અમારી બહુ મોટી પ્રાથમિકતા છે. વિતેલા વર્ષોમાં દેશ હેલ્થ કેર માટે હોલિસ્ટિક વિઝન લઈને આગળ વધ્યો. અમે ઈલાજથી જોડાયેલી દરેક ચિંતાનું સમાધાન કર્યું છે. આજે ગરીબમાં ગરીબ પાસે પણ આયુષ્માન કાર્ડની સુવિધા છે. તેમની પાસે 5 લાખ રૂપિયા સુધીના મફત ઈલાજનો ભરોસો છે. બીમારીની સમયસર તપાસ થઈ શકે, તેના માટે, પ્રધાનમંત્રી આયુષ્માન આરોગ્ય મંદિરોની વ્યવસ્થા છે. જન ઔષધિ કેન્દ્રો દ્વારા સસ્તી દવાઓ પણ મળી રહી છે. આ સુવિધાઓ હજુ બહેતર થાય, હજુ આધુનિક થાય, તેના માટે આયુષ્માન ભારત ડિજિટલ મિશન દ્વારા આજે સ્વાસ્થ્ય સેવાઓને ટેકનોલોજીથી જોડવામાં આવી રહી છે.

સાથીઓ,

આયુષ્માન કાર્ડ અને જન ઔષધિ કેન્દ્રોથી જ ગરીબ અને મધ્યમ વર્ગના આશરે સવા બે લાખ કરોડ રૂપિયા ખર્ચ થતા બચ્યા છે.

ભાઈઓ-બહેનો,

કેન્દ્ર સરકારની નીતિઓનો બહુ લાભ આ ક્ષેત્રના લોકોને પણ થયો છે. એક સમયે અહીં ઈલાજની સારી સુવિધાઓનો પણ અભાવ હતો. અહીં મેડિકલ કોલેજ સુધી નહોતી. પરંતુ, હવે મેડિકલ કોલેજ પણ છે અને તેમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનું ભણતર પણ શરૂ થઈ ગયું છે. સિલવાસાની નમો હોસ્પિટલ ગયા વર્ષથી હજારો લોકોની સેવા કરી રહી છે. આજે દમણમાં પણ નમો હોસ્પિટલનું લોકાર્પણ થયું છે. આ ક્ષેત્રના લોકોને પણ હવે હજુ બહેતર હેલ્થ કેરનો લાભ મળશે.

 

સાથીઓ,

અમારી સરકાર કેવી રીતે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતા ચાલી રહી છે, આનું એક પ્રમાણ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના પરિણામોમાં પણ મળે છે. એક સમયે ભારતમાં મોટાભાગના બાળકોની ડિલિવરી હોસ્પિટલમાં નહોતી થતી. આજે દેશમાં 90 ટકાથી વધુ ડિલિવરી હોસ્પિટલોમાં થઈ રહી છે, જેના કારણે માતા મૃત્યુ કે નવજાતની મૃત્યુમાં બહુ મોટી અટકાવ આવી છે. મિશન ઇન્દ્રધનુષના કારણે બાળકોના રસીકરણના ક્ષેત્રમાં પણ ભારતે સારી પ્રગતિ કરી છે. 2014 પહેલાં માત્ર 60 ટકા બાળકોનું પૂર્ણ રસીકરણ થઈ શકતું હતું. આજે આ આંકડો વધીને આશરે 90 ટકા સુધી પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય સુરક્ષાના ક્ષેત્રમાં પણ મોટો બદલાવ આવ્યો છે. 2014 પહેલાં 30 ટકાથી પણ ઓછા પરિવારો સ્વાસ્થ્ય વીમા યોજનાથી જોડાયેલા હતા. આજે આયુષ્માન ભારતે, એ આંકડાઓને પણ બદલી દીધા છે. હવે 60 ટકાથી વધુ પરિવારોને આ સુરક્ષા મળી રહી છે.

સાથીઓ,

સ્વાસ્થ્યના ક્ષેત્રમાં સરકારના આ પ્રયાસોનો લાભ જો કોઈને સૌથી વધારે મળ્યો છે, તો તે મારા દેશની નારી શક્તિ છે.

સાથીઓ,

પહેલાં આ ક્ષેત્રના યુવાનોને હાયર એજ્યુકેશન માટે પણ બહાર જવું પડતું હતું. પરંતુ, આજે અહીં નેશનલ લેવલની, એક નહીં કેટલીય ઇન્સ્ટિટ્યૂટ બની ચૂકી છે. પાછલા વર્ષોમાં અહીં શાળાઓની નવી બિલ્ડિંગ્સ બની છે, શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ પણ બન્યા છે. 40 હજારથી વધુ વિદ્યાર્થીઓને આનો લાભ મળી રહ્યો છે. મને ખુશી છે કે કેન્દ્રશાસિત પ્રદેશ ધીમે-ધીમે એજ્યુકેશનના ક્ષેત્રમાં આગળ આવી રહ્યો છે. સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન હબ જેવા કેટલાય નિર્માણ અહીં થઈ રહ્યા છે.

ભાઈઓ-બહેનો,

આ શિક્ષણ ક્રાંતિમાં આપણી દીકરીઓ પાછળ ન રહે, આ પણ મારો સંકલ્પ છે. આના માટે કેટલાય મોટા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરસ્વતી સાયકલ સ્કીમ, સરસ્વતી વિદ્યા યોજના, અહીંની દીકરીઓને બહુ મદદ કરી રહી છે.

 

સાથીઓ,

આજે ભારતની કોશિશ છે કે દેશના યુવાનોને ડિગ્રીની સાથે જ સાચી દિશા પણ મળે. તેમને એવો એક્સપોઝર મળે, જે લોકલ ટેલેન્ટને ગ્લોબલ અવસરોથી જોડે. ડિઝાઇન, લો, એન્જિનિયરિંગ, મેડિકલ એજ્યુકેશન, આઈટી, ડ્રોન અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં આપણી આજની તૈયારી ભારતની વર્કફોર્સને મજબૂત બનાવશે. એટલા માટે પ્રોફેશનલ સંસ્થાઓનો વિસ્તાર બહુ મહત્વપૂર્ણ છે.

સાથીઓ,

આજે NIFT ના અઢારમાં કેમ્પસની આધારશિલા રાખવામાં આવી છે. આ સંસ્થાન અહીંના યુવાનોને ગ્લોબલ એક્સપોઝરથી જોડશે. આઈ.ટી.આઈ. દમણમાં ડ્રોન ટેકનિશિયન જેવા નવા કોર્સીસ પણ શરૂ થયા છે. પીએમ વિશ્વકર્મા અને પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, આનાથી જોડાયેલા ટ્રેનિંગ પ્રોગ્રામ્સનો લાભ પણ યુવાનોને મળી રહ્યો છે.

સાથીઓ,

દેશમાં રમતગમતને પણ નવી વિચાકધારા સાથે આગળ વધારવામાં આવી. આપણી રમતો હવે માત્ર મોટા શહેરો કે મોટા સ્ટેડિયમો સુધી સીમિત નથી. ખેલો ઇન્ડિયા જેવા પ્રયાસોએ યુવાનોને પોતાની પ્રતિભા દેખાડવાનો નવો મંચ આપ્યો છે. આનાથી નાના-નાના ક્ષેત્રોમાં નેશનલ લેવલ પર રમત જગતમાં આપણા બાળકો આગળ આવી રહ્યા છે અને આનો પણ લાભ આ ક્ષેત્રને થયો છે. દીવ આજે બીચ સ્પોર્ટ્સનું એક મોટું કેન્દ્ર બનીને ઉભર્યું છે. ઘોઘલા બીચ પર થયેલી બીચ ગેમ્સે પણ દેશનું ધ્યાન આ ક્ષેત્ર તરફ ખેંચ્યું છે. આજે અહીં આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત કામ થઈ રહ્યું છે. ખાનવેલમાં ફૂટબોલ સેન્ટર અને દમણમાં વોલીબોલ ટ્રેનિંગ સેન્ટર અહીં રમત સંસ્કૃતિને મજબૂત કરી રહ્યા છે.

સાથીઓ,

આજે દેશનું બહુ મોટું ફોકસ ટુરિઝમ પર પણ છે. અમારો પ્રયાસ છે કે ટુરિઝમથી સ્થાનિક કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન મળે. નાના-નાના સ્થાનોને પણ મોટા-મોટા અવસરોથી જોડી શકાય. ‘દેખો અપના દેશ’ જેવા પ્રયાસે લોકોને દેશની વિવિધતા વિશે જાણવા માટે પ્રેરિત કર્યા છે. આજે ભારતમાં હેરિટેજ ટુરિઝમ, ‘બીચ ટુરિઝમ’, ઇકો-ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, આ સેક્ટર્સને નવી ઊર્જા મળી રહી છે.

સાથીઓ,

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં તો પર્યટન પણ એટલી અસીમ સંભાવનાઓવાળું એક ક્ષેત્ર છે. આ ક્ષેત્રને પ્રાકૃતિક સુંદરતાનું અદ્ભુત વરદાન મળ્યું છે. એટલા માટે જ પર્યટનને લઈને દેશે જે નીતિઓ પર કામ કર્યું છે, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવને તેનો મોટો લાભ મળી રહ્યો છે. 2021 માં અહીં આશરે 6 લાખ ટૂરિસ્ટ આવ્યા હતા. 2025 માં આ સંખ્યા વધીને લગભગ 50 લાખ સુધી પહોંચી ગઈ છે. એટલે કે કેટલાક જ વર્ષોમાં ટુરિઝમ ફૂટફોલમાં આશરે 10 ગણો વધારો થયો છે. આ સારૂં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સારી સુવિધાઓ, સાફ-સુથરા ‘બીચ’ ના કારણે સંભવ થયું છે. દમણ નાઇટ માર્કેટ, રામસેતુ સી-ફ્રન્ટ, નમોપથ સી-ફ્રન્ટ, નાની દમણ ફોર્ટ, ગંગેશ્વર ટેમ્પલ કોમ્પ્લેક્સ, આવા અનેક સ્થાનો આજે આખા ક્ષેત્રની નવી ઓળખ બનાવી રહ્યા છે.

 

સાથીઓ,

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, આના સપનાઓને પૂરા કરવા માટે આપણે અહીંની ઔદ્યોગિક તાકાતને પણ વધારવાની છે. આ પણ ગર્વની વાત છે કે આ યુનિયન ટેરિટરીએ મેન મેડ ફાઈબર ના ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. દાદરા અને નગર હવેલીને નેશનલ મેન મેડ ફાઈબર કેપિટલના રૂપમાં ઓળખવામાં આવે છે. પ્લાસ્ટિક એક્સપોર્ટમાં પણ આ ક્ષેત્ર સતત આગળ વધી રહ્યું છે. સરકારે અહીં ઇન્ડસ્ટ્રીઝ અને MSMEs ને સપોર્ટ આપવા માટે પણ સતત પ્રયાસો કર્યા છે. અહીં MSMEs અને અન્ય ઇન્ડસ્ટ્રીઝને કરોડો રૂપિયાથી વધુની આર્થિક સહાયતા આપવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશના લઘુ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગો માટે નવા અવસરો ખુલી રહ્યા છે. મને વિશ્વાસ છે, આવનારા સમયમાં આ ક્ષેત્ર મેન્યુફેક્ચરિંગનું મોટું હબ બનશે.

સાથીઓ,

જ્યારે વિકાસના વિઝનની સાથે સંવેદનશીલ ગવર્નન્સ જોડાય છે, તો પરિવર્તન તેજ ગતિથી જમીન પર ઉતરે છે. દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં આપણા આ પ્રયાસોનો પ્રભાવ જોઈને સંતોષ થાય છે. મને આ ધરતીના લોકો પર પૂરો વિશ્વાસ છે. અહીંના યુવાનો, અહીંની માતાઓ-બહેનો, અહીંના ખેડૂતો, કારીગરો, શ્રમિકો અને ઉદ્યમીઓ, આવનારા વર્ષોમાં આ વિકાસ યાત્રાને હજુ આગળ લઈ જશે. હું તમને ભરોસો અપાવું છું, તમારા સપનાઓને પૂરા કરવા માટે કેન્દ્ર સરકાર ખભેથી ખભો મિલાવીને ઊભી રહેશે. આ જ વિશ્વાસની સાથે, હું એકવાર ફરી વિકાસ પરિયોજનાઓ માટે તમને ખૂબ-ખૂબ વધામણી આપું છું. મારી સાથે બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય!

ખૂબ-ખૂબ ધન્યવાદ.