મુખ્યમંત્રીશ્રીની સાહિત્યકાર-કવિશ્રી સુરેશ દલાલને શ્રધ્ધાંજલિ
વિશ્વના સાહિત્ય પ્રવાહમાં ગુજરાતી સાહિત્યનું ગૌરવ ઝરણું વહેતું રાખનાર જિંદાદિલ વ્યકિતત્વ સ્વ.
સુરેશભાઇની અણધારી વિદાય આધાત જનક છે
અમદાવાદઃ શનિવારઃ મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુપ્રસિધ્ધ સાહિત્યકાર-કવિ શ્રી સુરેશ દલાલના અચાનક થયેલા દુઃખદ નિંધન અંગે ઊંડા શોક અને ધેરા આધાતની લાગણી વ્યકત કરી છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વ. સુરેશ દલાલના જિંદાદિલ વ્યકિતત્વ, શબ્દના સાધક અને સાહિત્યને સમર્પિત જીવનની પ્રસંશા કરતા જણાવ્યું કે, સ્વ. સુરેશ દલાલની વિદાયથી સમગ્ર સાહિત્ય જગત, ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ અને ભાષાના ચાહકો તથા વિચારવંત દુનિયાને કદી ન પૂરાય તેવી ખોટ પડી છે.
મુખ્ય મંત્રીશ્રીએ સ્વ. સુરેશ દલાલની ચિરવિદાયની પૂર્વ સંધ્યાએ તેમની સાથે થયેલી વાતચીતના સંસ્મરણો યાદ કરતા જણાવ્યું કે, તેઓએ પોતાના ભાવિ આયોજન વિશે વાત કરતા મને પણ તે માટે લેખ લખવા આગ્રહ પૂર્વક અનુરોધ કર્યો હતો. સ્વ. સુરેશભાઇના વડિલ વાત્સલ્ય ભાવ પ્રત્યે મુખ્યમંત્રીશ્રીએ આદરાંજલિ વ્યકત કરી છે.



