પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે રૂ. 11,718.24 કરોડના ખર્ચે ભારતની વસ્તી ગણતરી 2027નું આયોજન કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

યોજનાની વિગતો:

ભારતીય વસ્તી ગણતરી એ વિશ્વમાં સૌથી મોટી વહીવટી અને આંકડાકીય કવાયત છે. ભારતની વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે: (i) હાઉસલિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ – એપ્રિલ થી સપ્ટેમ્બર, 2026 અને (ii) વસ્તી ગણના (Population Enumeration - PE) – ફેબ્રુઆરી 2027 (લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના બરફ આચ્છાદિત બિન-સિંક્રોનસ વિસ્તારો તથા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યો માટે, PE સપ્ટેમ્બર, 2026 માં હાથ ધરવામાં આવશે).

લગભગ 30 લાખ ક્ષેત્રીય કાર્યકર્તાઓ રાષ્ટ્રીય મહત્વની આ વિશાળ કવાયત પૂર્ણ કરશે.

ડેટા સંગ્રહ માટે મોબાઇલ એપ્લિકેશન અને દેખરેખ હેતુ માટે કેન્દ્રીય પોર્ટલનો ઉપયોગ વધુ સારી ગુણવત્તાવાળા ડેટાની ખાતરી કરશે.

ડેટા વિતરણ વધુ સારું અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ રીતે થશે જેથી નીતિ નિર્માણ માટે જરૂરી પરિમાણો પરના તમામ પ્રશ્નો એક બટનના ક્લિક પર ઉપલબ્ધ થશે.

સેન્સસ-એઝ-એ-સર્વિસ (Census-as-a-service - CaaS) મંત્રાલયોને સ્વચ્છ, મશીન-વાંચી શકાય તેવા અને કાર્યવાહી કરી શકાય તેવા ફોર્મેટમાં ડેટા પહોંચાડશે.

લાભો:

ભારતની વસ્તી ગણતરી 2027 દેશની સમગ્ર વસ્તીને આવરી લેશે.

અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યો:

વસ્તી ગણતરીની પ્રક્રિયામાં દરેક અને દરેક ઘરની મુલાકાત લેવી અને હાઉસલિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ તેમજ વસ્તી ગણના માટે અલગ પ્રશ્નાવલિ તૈયાર કરવી શામેલ છે.

વસ્તી ગણતરી કરનારાઓ, જે સામાન્ય રીતે સરકારી શિક્ષકો હોય છે અને રાજ્ય સરકારો દ્વારા નિયુક્ત કરવામાં આવે છે, તેઓ તેમની નિયમિત ફરજો ઉપરાંત વસ્તી ગણતરીનું ક્ષેત્રીય કાર્ય કરશે.

સબ-ડિસ્ટ્રિક્ટ, ડિસ્ટ્રિક્ટ અને રાજ્ય સ્તરે અન્ય વસ્તી ગણતરી કાર્યકર્તાઓની નિમણૂક પણ રાજ્ય/જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે.

વસ્તી ગણતરી 2027 માટે લેવામાં આવેલી નવી પહેલો: (i) દેશમાં ડિજિટલ માધ્યમથી પ્રથમ વસ્તી ગણતરી. ડેટા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને એકત્રિત કરવામાં આવશે જે Android તેમજ iOS બંને સંસ્કરણો માટે ઉપલબ્ધ હશે. (ii) સમગ્ર વસ્તી ગણતરી પ્રક્રિયાનું વાસ્તવિક સમયના આધારે સંચાલન અને દેખરેખ રાખવા માટે સેન્સસ મેનેજમેન્ટ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (CMMS) પોર્ટલ નામનું એક સમર્પિત પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. (iv) હાઉસલિસ્ટિંગ બ્લોક (HLB) ક્રિએટર વેબ મેપ એપ્લિકેશન: વસ્તી ગણતરી 2027 માટે બીજું એક નવું પગલું HLB ક્રિએટર વેબ મેપ એપ્લિકેશન છે જેનો ઉપયોગ ચાર્જ ઓફિસર્સ દ્વારા કરવામાં આવશે. (v) લોકોને સ્વ-ગણના (self-enumerate) કરવાનો વિકલ્પ આપવામાં આવશે. (vi) આ વિશાળ ડિજિટલ કામગીરી માટે યોગ્ય સુરક્ષા સુવિધાઓની જોગવાઈ કરવામાં આવી છે. (vii) વસ્તી ગણતરી 2027 માં દેશવ્યાપી જાગૃતિ, સર્વસમાવેશક ભાગીદારી, અંતિમ-માઇલ જોડાણ અને ક્ષેત્રીય કામગીરી માટે સમર્થન માટે કેન્દ્રિત અને વ્યાપક પ્રચાર અભિયાન હશે. તે સચોટ, અધિકૃત અને સમયસર માહિતી શેર કરવા પર ભાર મૂકશે, જે સુસંગત અને અસરકારક આઉટરીચ પ્રયત્નને સુનિશ્ચિત કરશે. (viii) કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સે તેની 30મી એપ્રિલ 2025 ની બેઠકમાં આગામી વસ્તી ગણતરી એટલે કે વસ્તી ગણતરી 2027માં જાતિ ગણના (caste enumeration) નો સમાવેશ કરવાનો નિર્ણય લીધો. આપણા દેશમાં વિશાળ સામાજિક અને વસ્તી વિષયક વિવિધતા અને સંબંધિત પડકારો સાથે, વસ્તી ગણતરી 2027 બીજા તબક્કામાં, એટલે કે વસ્તી ગણના (PE) માં ઇલેક્ટ્રોનિક રીતે જાતિ ડેટા પણ એકત્રિત કરશે. (ix) વસ્તી ગણતરીની કામગીરીના ડેટા સંગ્રહ, દેખરેખ અને નિરીક્ષણ માટે વસ્તી ગણતરી કરનારાઓ, સુપરવાઇઝર્સ, માસ્ટર ટ્રેનર્સ, ચાર્જ ઓફિસર્સ અને મુખ્ય/જિલ્લા વસ્તી ગણતરી અધિકારીઓ સહિત લગભગ 30 લાખ ક્ષેત્રીય કાર્યકર્તાઓ ને તૈનાત કરવામાં આવશે. તમામ વસ્તી ગણતરી કાર્યકર્તાઓને વસ્તી ગણતરીના કાર્ય માટે યોગ્ય મહેનતાણું ચૂકવવામાં આવશે કારણ કે તેઓ તેમની નિયમિત ફરજો ઉપરાંત આ કાર્ય કરશે.

રોજગાર સર્જનની સંભાવના સહિતની મુખ્ય અસર:

આ વર્તમાન પ્રયાસ દેશભરમાં શક્ય તેટલા ઓછા સમયમાં આગામી વસ્તી ગણતરીનો ડેટા ઉપલબ્ધ કરાવવાનો રહેશે. વધુ કસ્ટમાઇઝ્ડ વિઝ્યુલાઇઝેશન ટૂલ્સ સાથે વસ્તી ગણતરીના પરિણામોનું વિતરણ કરવા માટે પણ પ્રયાસો કરવામાં આવશે. સૌથી નીચા વહીવટી એકમ એટલે કે ગામ/વોર્ડ સ્તર સુધી તમામ સાથે ડેટા શેરિંગ કરવામાં આવશે.

વસ્તી ગણતરી 2027 ના સફળ આયોજન માટેના વિવિધ કાર્યો પૂર્ણ કરવા માટે, સ્થાનિક સ્તરે લગભગ 550 દિવસો માટે આશરે 18,600 ટેકનિકલ મેનપાવર ને રોકવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો, લગભગ 1.02 કરોડ માનવ-દિવસ (man-days) નો રોજગાર સર્જવામાં આવશે. વધુમાં, ચાર્જ/જિલ્લા/રાજ્ય સ્તરે ટેકનિકલ મેનપાવરની જોગવાઈ પણ ક્ષમતા નિર્માણમાં પરિણમશે કારણ કે કામની પ્રકૃતિ ડિજિટલ ડેટા હેન્ડલિંગ, દેખરેખ અને સંકલન સાથે સંબંધિત હશે. આ તે વ્યક્તિઓની ભવિષ્યની રોજગારની સંભાવનાઓમાં પણ મદદ કરશે.

પૃષ્ઠભૂમિ:

વસ્તી ગણતરી 2027 દેશમાં 16મી વસ્તી ગણતરી અને આઝાદી પછીની 8મી વસ્તી ગણતરી હશે. વસ્તી ગણતરી એ ગામ, નગર અને વોર્ડ સ્તરે પ્રાથમિક ડેટાનો સૌથી મોટો સ્રોત છે જે આવાસની સ્થિતિ; સુવિધાઓ અને સંપત્તિઓ, વસ્તી વિષયક માહિતી, ધર્મ, અનુસૂચિત જાતિ અને જનજાતિ, ભાષા, સાક્ષરતા અને શિક્ષણ, આર્થિક પ્રવૃત્તિ, સ્થળાંતર અને પ્રજનન દર સહિતના વિવિધ પરિમાણો પર માઇક્રો સ્તરનો ડેટા પ્રદાન કરે છે. વસ્તી ગણતરી અધિનિયમ, 1948 અને વસ્તી ગણતરી નિયમો, 1990 વસ્તી ગણતરીના આયોજન માટે કાનૂની માળખું પ્રદાન કરે છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Republic Day sales see fastest growth in five years on GST cuts, wedding demand

Media Coverage

Republic Day sales see fastest growth in five years on GST cuts, wedding demand
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 27 જાન્યુઆરી 2026
January 27, 2026

India Rising: Historic EU Ties, Modern Infrastructure, and Empowered Citizens Mark PM Modi's Vision