શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ મળેલી કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના નેશનલ આયુષ મિશન (NAM)ને 1-4-2021થી 31-3-2026 સુધી 4607.30 કરોડ રૂપિયાની આર્થિક અસર સાથે (જેમાં કેન્દ્નનો ફાળો 3000 કરોડ રૂપિયા અને વિવિધ રાજ્યોનો ફાળો 1607.30 કરોડ રૂપિયા રહેશે)  જારી રાખવા માટે મંજૂરી આપી હતી. આ યોજના 15.9.2014ન રોજ લોંચ કરવામાં આવી હતી.

ભારત તેની પરંપરાગત સિસ્ટમો જેવી કે આયુર્વેદ, સિદ્ધા, સોવા રિગ્પા, યુનાની અને હોમિયોપેથી (ASU&H)નો વારસો ધરાવે છે જે નિવારણ, પ્રમોટીવ અને ઇલાજયુક્ત આરોગ્ય માટેના જ્ઞાનનો વારસો પૂરો પાડે છે. મેડિસિનની ભારતીય પદ્ધતિઓનું સકારાત્મક પાસું એ છે કે તેમાં વિવિધતા. સુવિધા, સુગમતા, ઉપલબ્ધતા, પરવડે તેવી અને સામાન્ય નાગરિકોના વિશાળ વર્ગ દ્વારા સ્વિકૃતિ પામેલી છે. તે અન્ય ઔષધિઓની સરખામણીએ ઓછા દામની હોય છે અને તેનાથી આર્થિક મૂલ્યો વધે છે. આ ઉપરાંત તેનામાં એવી મહાન ક્ષમતા છે કે તેનાથી આરોગ્યના પ્રદાતાઓ નાગરિકોના વિપુલ જથ્થાની જરૂરિયાત સંતોષી શકે છે.

કેન્દ્ર દ્વારા ભંડોળ ધરાવતી નેશનલ આયુષ મિશન યોજના ભારત સરકારના આયુષ મંત્રાલયે એ હેતૂથી અમલી બનાવી હતી કે તેનાથી પરવડે તેવા દામે આયુષ સેવા પૂરી પાડી શકાય અને આયુષ હોસ્પિટલો તથા ડિસ્પેન્સરીઓને અપગ્રેડ કરીને વિશ્વભરમાં તેનો લાભ મળી શકે, આયુષની સવલતો રાજ્યકક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHCs), સામાજિક આરોગ્ય કેન્દ્રો (CHCs) અને જિલ્લા હોસ્પિટલો DHs) ખાતે ઉપલબ્ધ હોય છે. આયુષ શૈક્ષણિક સંસ્થાનોને અપગ્રેડ કરીને તેના સંસ્થાકિય ક્ષમતાઓનો રાજ્યકક્ષાએ વિકાસ કરી શકાય છે. આયુષ સિદ્ધાંતો અને પદ્ધતિઓ પર આધારિત સાકલ્યવાદી સુખાકારીના મોડેલની સેવાઓ પ્રદાન કરવા માટે આયુષ આરોગ્ય અને વેલનેસ કેન્દ્રો માટે આયુષ જાહેર આરોગ્ય કાર્યક્રમો તથા 12,500 આયુષ આરોગ્ય કાર્યક્રમના સંચાલન માટે 50 જેટલી પથારીની સવલતો સાથે આયુષ હોસ્પિટલની નવી સ્થાપના કરાઈ છે જેથી નાગરિકોને રોગોમાં ઘટાડો કરવા, અને ખિસ્સાનો ખર્ચ પણ ઘટાડવા માટે "સ્વ–સંભાળ" દ્વારા સક્ષમ બનાવે છે.

દેશમાં આયુષ આરોગ્ય સેવાઓ અને શિક્ષણ પૂરું પાડવા માટે રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રયાસોને સમર્થન આપીને ખાસ કરીને પછાત અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વચ્ચેના અંતરને ઘટાડવાનું રહ્યું છે. નેશનલ આયુષ મિશન  હેઠળ આવા ક્ષેત્રોની ચોક્કસ જરૂરિયાતો અને તેમની વાર્ષિક યોજનાઓમાં ઉચ્ચ સંશાધનોની ફાળવણી પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

આ મિશનના અપેક્ષિત પરિણામો આ મુજબ છે:

 

i.      આયુષ સેવાઓ પૂરી પાડતી આરોગ્ય સુવિધાઓ વધારીને આયુષ આરોગ્ય સેવાઓની વધુ સારી પહોંચ અને દવાઓ અને તાલીમબદ્ધ જનશક્તિની વધુ સારી ઉપલબ્ધતા.

ii.     સારી રીતે સુસજ્જ આયુષ શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા વધારીને આયુષ શિક્ષણમાં સુધારો લાવવો.

iii.   આયુષ આરોગ્ય પ્રણાલિનો ઉપયોગ કરીને લક્ષિત જાહેર આરોગ્ય કાર્યક્રમો દ્વારા ચેપી અને બિનચેપી રોગોનું પ્રમાણ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું.

 

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Indian startups raise $10 billion in a quarter for the first time, report says

Media Coverage

Indian startups raise $10 billion in a quarter for the first time, report says
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM expresses grief over the loss of lives due to heavy rainfall in parts of Uttarakhand
October 19, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has expressed grief over the loss of lives due to heavy rainfall in parts of Uttarakhand.

In a tweet, the Prime Minister said;

"I am anguished by the loss of lives due to heavy rainfall in parts of Uttarakhand. May the injured recover soon. Rescue operations are underway to help those affected. I pray for everyone’s safety and well-being."