પ્રોજેક્ટ્સ વિભાગોની હાલની લાઇન ક્ષમતામાં વધારો કરીને અને પરિવહન નેટવર્કને વધારીને લોજિસ્ટિકલ કાર્યક્ષમતામાં સુધારો કરશે, પરિણામે સુવ્યવસ્થિત સપ્લાય ચેઇન અને ઝડપી આર્થિક વૃદ્ધિ થશે
ત્રણ પ્રોજેક્ટની કિંમત રૂ. 7,927 કરોડ (અંદાજે) છે અને તે ચાર વર્ષમાં પૂર્ણ થશે
આ પ્રોજેક્ટ બાંધકામના સમયગાળા દરમિયાન લગભગ લાખ માનવ-દિવસો માટે સીધી રોજગારીનું સર્જન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ આજે રેલવે મંત્રાલયની ત્રણ પરિયોજનાઓને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ ખર્ચ રૂ. 7,927 કરોડ (અંદાજે) છે.

આ પ્રોજેક્ટ્સ આ મુજબ છેઃ

1. જલગાંવ – મનમાડ ચોથી લાઇન (160 કિમી)

2. ભુસાવળ – ખંડવા ત્રીજી અને ચોથી લાઇન (131 કિમી)

III. પ્રયાગરાજ (ઇરદતગંજ) – માણિકપુરની ત્રીજી લાઇન (84 કિમી)

પ્રસ્તાવિત મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ કામગીરીને સરળ બનાવશે અને ગીચતામાં ઘટાડો કરશે, જે મુંબઈ અને પ્રયાગરાજ વચ્ચેનાં સૌથી વ્યસ્ત વિભાગોને અત્યંત જરૂરી માળખાગત વિકાસ પ્રદાન કરશે.

આ વિવિધ પ્રોજેક્ટ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં નવા ભારતનાં વિઝનને અનુરૂપ છે, જે આ વિસ્તારનાં લોકોને તેમનાં રોજગાર/સ્વરોજગારીની તકોમાં વધારો કરવા માટે વિસ્તૃત વિકાસનાં માધ્યમથી 'સ્વચ્છ' બનાવશે.

આ પ્રોજેક્ટ્સ મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે પીએમ-ગાતી શક્તિ નેશનલ માસ્ટર પ્લાનનું પરિણામ છે, જે સંકલિત આયોજન મારફતે શક્ય બન્યું છે અને લોકો, ચીજવસ્તુઓ અને સેવાઓની અવરજવર માટે સાતત્યપૂર્ણ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઉત્તરપ્રદેશ એમ ત્રણ રાજ્યોના સાત જિલ્લાઓને આવરી લેતી આ ત્રણ યોજનાઓથી ભારતીય રેલવેનાં વર્તમાન નેટવર્કમાં આશરે 639 કિલોમીટરનો વધારો થશે. પ્રસ્તાવિત મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ બે મહત્વાકાંક્ષી જિલ્લાઓ (ખંડવા અને ચિત્રકૂટ) સાથે જોડાણ વધારશે, જે અંદાજે 1,319 ગામડાઓ અને આશરે 38 લાખની વસતિને સેવા આપે છે.

પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સ મુંબઈ-પ્રયાગરાજ-વારાણસી રુટ પર વધારાની પેસેન્જર ટ્રેનોના સંચાલનને સક્ષમ બનાવીને કનેક્ટિવિટી વધારશે, જેનાથી નાસિક (ત્ર્યંબકેશ્વર), ખંડવા (ઓમકારેશ્વર) અને વારાણસી (કાશી વિશ્વનાથ)માં જ્યોતિર્લિંગની યાત્રા કરતા યાત્રાળુઓ તેમજ પ્રયાગરાજ, ચિત્રકૂટ, ગયા અને શિરડીમાં ધાર્મિક સ્થળોનો લાભ મળશે. તદુપરાંત, આ પ્રોજેક્ટ્સ ખજુરાહો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ, અજંતા અને ઇલોરાની ગુફાઓ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ, દેવગિરી કિલ્લો, અસીરગઢ કિલ્લો, રેવા કિલ્લો, યાવલ વન્યજીવન અભયારણ્ય, કેઓટી ધોધ અને પુરવા ધોધ વગેરે જેવા વિવિધ આકર્ષણોની સુલભતા મારફતે પર્યટનને પ્રોત્સાહન આપશે.

કૃષિ પેદાશો, ખાતર, કોલસો, સ્ટીલ, સિમેન્ટ, કન્ટેનર વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટેના આ આવશ્યક માર્ગો છે. ક્ષમતા વધારવાનાં કાર્યોને પરિણામે 51 એમટીપીએ (મિલિયન ટન પ્રતિ વર્ષ) ની તીવ્રતાની વધારાની નૂર હેરફેર થશે. રેલવે પર્યાવરણને અનુકૂળ અને પરિવહનનું ઊર્જાદક્ષ માધ્યમ છે, જે આબોહવાનાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં અને દેશનાં પરિવહન ખર્ચને લઘુતમ કરવા, કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ઓછું કરવા (271 કરોડ કિ.ગ્રા.) એમ બંનેમાં મદદ કરશે, જે 11 કરોડ વૃક્ષોનાં વાવેતરને સમકક્ષ છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA

Media Coverage

Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 14 ડિસેમ્બર 2025
December 14, 2025

Empowering Every Indian: PM Modi's Inclusive Path to Prosperity