શેર
 
Comments

ગુજરાત ભાજપ વિધાનસભા ચૂંટણી 2012 માટે સંકલ્પ પત્ર જાહેર   

સંકલ્પ પત્રમાં વિકાસ પ્રતિ એક દ્રઢ પ્રતિબદ્ધતા છે, તે આવનારા પાંચ વર્ષોનું સરવૈયું છે : શ્રી મોદી

સંકલ્પ પત્ર  એક પરિકલ્પના તથા તેની કાર્યયોજના છે :  મુખ્યમંત્રી

ઘોષણા પત્ર રાજ્યના સર્વાંગી વિકાસ ઉપર કેન્દ્રિત હોવાની સાથે સમાજના તમામ વર્ગને સ્પર્શે છે  

 

4 ડિસેમ્બર 2012 ના રોજ મધ્યાહન સમયે ગુજરાત ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો, જે 2012 ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેનો ઘોષણા પત્ર છે. આ સંકલ્પ પત્ર એક વિસ્તૃત દસ્તાવેજ છે, જેમાં સમાજના તમામ વર્ગો માટે આવનારા પાંચ વર્ષોમાં વિકાસની સ્પષ્ટ અને સુસંગત માહિતી આપવામાં આવી છે. શ્રી નરેન્દ્ર મોદી, રાજ્યસભામાં વિપક્ષના નેતા શ્રી અરૂણ જેટલી, ગુજરાત ભાજપના અધ્યક્ષ શ્રી આર.સી.ફળદુ, અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પુરષોત્તમ રૂપાલા આ પ્રસંગે ઉપસ્થિત હતા.

આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે આ સંકલ્પ પાત્ર માત્ર વચન નથી, પરંતુ વિકાસ તરફનો એક દ્રઢ નિશ્ચય છે. તે આવનારા પાંચ વર્ષોનું સરવૈયું છે, જેમાં પરિકલ્પના તથા તેની કાર્યયોજના બંનેને ક્રમબદ્ધ કરી છે, મુખ્યમંત્રીએ કહ્યું.

શ્રી મોદીએ કહ્યું કે ઘોષણા પત્રમાં નવા મધ્યમ વર્ગનું ખાસ કરીને ધ્યાન રખાયું છે જે છેલ્લા દસકામાં ઊભર્યો છે અને વિકાસના દરેક પરિણામનો આનંદ લઈ રહ્યો છે. એમણે આગળ કહ્યું કે સંકલ્પ પત્ર ફક્ત યુવાનોના વિકાસની જ વાતો નથી કરતો પરંતુ યુવાનોના નેતૃત્વમાં વિકાસની વાતો કરે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે  આ સંકલ્પ પત્રમાં સ્કિલ (કૌશલ્ય), સ્કેલ (માપદંડ) અને સ્પીડ (ગતિ)ને મહત્વ આપ્યું છે.

સંકલ્પ પત્રના કેટલાક મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે :

 • લેક અને વેટલેન્ડ અથૉરિટીની સ્થાપના
 • ‘સૌની’ યોજના, જેમાં નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં લાવવામાં આવશે. 
 • અગાઉના દસ વર્ષમાં ઊભા કરેલા 22 લાખ મકાનો સિવાય (કોંગ્રેસ શાસનના 40 વર્ષોમાં બનેલા 10 લાખ મકાનો, એ પણ ખરાબ હાલતમાં), 50 લાખ મકાનો. મુખ્યમંત્રીના નેતૃત્વમાં તેના માટે એક વિશેષ વિભાગનુ નિર્માણ.   
 • ગુજરાતમાં રમતોનો વિકાસ અને તેને પ્રોત્સાહન માટે એક વ્યાપક દ્રષ્ટિકોણ
 • કૃષિ ક્ષેત્રમાં અગાઉની અને પછીની વૃદ્ધિ પર ભાર જેમાં ગુજરાત છેલ્લા એક દસકામાં ચમકી રહ્યું છે.
 • દર બે વર્ષે કૃષિમેળો, જેમાં કૃષિની સાથે ઉદ્યોગોને સંગઠિત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.   
 • ટેક્સટાઈલ પૉલિસી, જે ગુજરાતને ભારતના ટેક્સટાઈલ હબના રૂપમાં સ્થાપિત કરશે અને ખેડૂતોના હિતોની રક્ષા કરશે. કપાસના ખેડૂતોને ભારત સરકાર ઉપર નિર્ભર નહીં રહેવું પડે.
 • રાજ્યવ્યાપી વાય-ફાય નેટવર્ક
 • મહિલાઓના વિકાસ પર વિશેષ ધ્યાન, વધુમાં વધુ મહિલાઓને સખી મંડળની સાથે જોડવી અને પ્રગતિની યાત્રામાં સંગઠિત કરવી. 
 • જે યુવાન પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન લેવા માગે છે, તેના માટે રાજ્ય સરકાર ગેરંટર બનશે.   
 • દૂધ-ઉત્પાદન અને તેની કામગીરી સરળ બનાવવા ઉપર ભાર દેવો. 
 • સિંચાઈયુક્ત જમીનમાં વધારો કરવો.

"Sankalp Patra" of Gujarat BJP: A commitment to inclusive development of Gujarat

સંકલ્પ પત્ર એક દૂરદર્શી દસ્તાવેજ છે જે શ્રી નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વમાં ગુજરાતને અનેકગણી ઊંચાઈઓ પર લઈ જશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 માટે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રનો સારાંશ (અંગ્રેજી) વાંચો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 માટે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રનો સારાંશ (ગુજરાતી) વાંચો

 

Share beneficiary interaction videos of India's evolving story..
Explore More
‘પરીક્ષા પે ચર્ચા પીએમ મોદી કે સાથ’માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

‘પરીક્ષા પે ચર્ચા પીએમ મોદી કે સાથ’માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
Mann Ki Baat: PM Modi salutes the struggle of Gold Medalists L Dhanush and Kajol Sargar

Media Coverage

Mann Ki Baat: PM Modi salutes the struggle of Gold Medalists L Dhanush and Kajol Sargar
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 26th June 2022
June 26, 2022
શેર
 
Comments

The world's largest vaccination drive achieves yet another milestone - crosses the 1.96 Bn mark in cumulative vaccination coverage.

Monumental achievements of the PM Modi government in Space, Start-Up, Infrastructure, Agri sectors get high praises from the people.