કોંગ્રેસમાં પૈસાના પ્રભાવ સામે ભાજપાના કાર્યકર્તાનો પસીનો જ કોંગ્રેસને પરાસ્ત કરશે
ગુજરાતની જનતાનો ભાજપાની સરકાર ઉપર ભરોસો અકબંધ
ભાજપા યુવા મોરચાના ઉપક્રમે આજે ગાંધીનગરમાં યોજાયેલા વિજય પ્રયાણ વિસ્તાયરક યોજના અંતર્ગત યુવા સંમેલનમાં મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ યુવાનોને પ્રેરક માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, કોંગ્રેસમાં પૈસાના પ્રભાવ સામે ભાજપાના કાર્યકર્તાનો પસીનો જ કોંગ્રેસને ફરીથી પરાસ્ત કરશે. ગુજરાતની જનતાનો ભાજપા સરકાર ઉપર ભરોસો અકબંધ રહ્યો છે, અને રહેવાનો છે. મુખ્ય મંત્રીશ્રીએ આ પ્રસંગે યુવા મોરચાની વેબસાઇટનું લોન્ચીંરગ કર્યું હતું તથા વિસ્તારરક યોજનામાં ભાગ લઇ વિકાસની યાત્રાને વેગ આપવામાં જોડાનાર તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, આગામી ચૂંટણીમાં રાજકીય જાહેર જીવનની બે પરંપરા જોવા મળનાર છે જેમાં એક કોંગ્રેસની તથા બીજી ભાજપની રહેશે. કોંગ્રેસમાં નેતાઓની ફોજ તો ભાજપમાં કાર્યકર્તાઓની સેના, કોંગ્રેસમાં પૈસો તો ભાજપમાં કાર્યકર્તાઓનો પસીનો. કોંગ્રેસમાં લોકોને ભ્રમિત કરવાની નીતિ તો સામે પક્ષે ભાજપમાં લોકોને નક્કર સચ્ચાંઇનું દર્શન કરાવવાનો આપણો પ્રયાસ રહેશે. કોંગ્રેસ માટે આગામી ચૂંટણીમાં ઘનનો પ્રભાવ રહેશે. જયારે ભાજપ માટે જનનો પ્રભાવ રહેશે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતનો મતદાર ભાજપની સરકારના સત્યનથી વાકેફ છે તેમજ ગમે તેવાં જુઠાણાંઓ તથા અપપ્રચારથી તે ચલિત થતો નથી. આજે જયારે દેશના વડાપ્રધાન ૮ વર્ષના શાસન બાદ દેશની પ્રજાની આંખમાં આંખ મિલાવી વાત કરી શકતા નથી ત્યાનરે આપણી ગુજરાતની સરકારે દશ વર્ષના વિકાસની સિદ્ધિઓના સથવારે છ કરોડ ગુજરાતીઓનો વિશ્વાગસ મેળવ્યોશ છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, વિસ્તાછરક તરીકે બૂથ સુધી જાય તે પક્ષનું સામર્થ્યવ છતું કરે છે. તેમણે જણાવ્યું હતું કે, વિસ્તારરકોએ પ્રજા સુધી ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર દર્શન લઇ જવાનું છે. વિસ્તામરકોને તેમણે જણાવ્યું કે, જે વિસ્તાપરમાં તમે જાવ ત્યાં ની જનતાને કહેજો કે આ વખતે ગુજરાતને બે દિવાળી ઉજવવાનું સદ્દભાગ્ય્ સાંપડવાનું છે. બીજી લોકશાહી પર્વની દિવાળી આપણે સૌ સાથે મળી તા. ર૦મી ડિસેમ્બ્રના રોજ ઉજવીશું તેવી જનતાને ખાતરી આપવા જણાવ્યું હતું.



