આન્ધ્રપ્રદેશ સરકારના બંદર વિકાસમંત્રીશ્રીની આગેવાનીમાં આવેલા ડેલીગેશને ગુજરાતના બંદરો અને
સમુદ્રકાંઠાના થયેલા સમૃધ્ધ કાયાકલ્પથી પ્રભાવિત થઇ અભ્યાસ પ્રવાસ કર્યો
આન્ધ્રપ્રદેશ સરકારના બંદર વિકાસમંત્રીશ્રીની મુખ્યમંત્રીશ્રી સાથે ફળદાયી સૌજ્ન્ય મૂલાકાત
ગુજરાત સરકારે બંદરો સાથે વૈશ્વિક અર્થતંત્રમાં પ્રભાવક ગૌરવસિધ્ધિ મેળવી

આન્ધ્રપ્રદેશ પણ ભારતનું ૧૦૦૦ કી.મી. સમૂદ્રકિનારો ધરાવતું મેરીટાઇમ સ્ટેટ છે અને ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીએ ર૧મી સદીના વૈશ્વિક અર્થતંત્રમાં સમૂદ્રકાંઠો, બંદરો, બંદરો સંલગન્ માળખાકીય સુવિધા વિકાસ અને પોર્ટ સિટી સહિતના ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને ગુજરાત સ્ટેટ કોસ્ટલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ જે ગૌરવ મેળવ્યું છે તેનાથી આન્ધ્રપ્રદેશના મંત્રીશ્રી અને ડેલીગેશન ખૂબ જ પ્રભાવિત થયું હતું.

આન્ધ્રપ્રદેશના બંદર વિકાસ મંત્રીશ્રીએ ગુજરાતના સમુદ્રકાંઠાના આર્થિકસામાજિક કાયાકલ્પ માટે મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપ્યા હતા.


