શેર
 
Comments

પ્રિય મિત્રો,

આજે આપણે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની ૧૩૭મી જન્મજ્યંતિ પર હાર્દિક શ્રધ્ધાજંલિ પાઠવીએ. આપણા માટે અત્યંત ગર્વ અને આદરની વાત છે કે સરદાર પટેલ આપણી ગુજરાતની ધરાનાં મહાન સપૂત હતા. ભારતની આઝાદીની લડાઈમાં સરદાર પટેલની ભુમિકા ઘણી જાણીતી છે અને તેના વિશે વધુ લખવાની જરૂર નથી, પણ એક વાત હું કહેવા માંગુ છું કે સરદાર પટેલ એક સાચા સત્યાગ્રહી હતા, તેમનામાં લોકોને સંગઠિત કરીને એક દિશામાં દોરી જવાની અદભુત શક્તિ હતી. ખેડુતો અને સમાજનાં દબાયેલા વર્ગનાં લોકોમાં તેમની લોકપ્રિયતા અંગે કોઈ બેમત નથી. સામાન્ય પરિસ્થિતિમાંથી આગળ વધીને તેઓ એક વિરાટ ઉંચાઈ પર પહોંચ્યા હતા, અને છતા પણ તેઓ પોતાના મૂળિયાને ક્યારેય ભુલ્યા નહોતા. પોતાના સમગ્ર જાહેર જીવન દરમ્યાન તેઓ નીતિમત્તા અને પ્રામાણિકતા જેવા મુલ્યોને સખ્તાઈથી વળગેલા રહ્યા. બેરિસ્ટર તરીકેની ધમધોકાર પ્રેક્ટિસ અને તમામ ભૌતિક સુખોને છોડીને તેઓ આઝાદીની લડાઈમાં જોડાયા. તેઓ દેશનાં પ્રથમ ગૃહપ્રધાન અને નાયબ વડાપ્રધાન બન્યા છતા પણ સાદગી સાથેનો તેમનો નાતો જળવાયેલો રહ્યો. ભારત જ્યારે આઝાદીનાં ઉંબરે હતું ત્યારે દેશમાં લગભગ ૫૦૦ જેટલા રજવાડા હતા. આ તમામ રજવાડાઓનાં કદ અલગ-અલગ હતા, અને તે દરેકનાં રાજાઓ સાથે વાત-વ્યવહારની રીત બિલકુલ અલગ રાખવી પડતી. આવા એક અત્યંત અગત્યનાં તબક્કા પર, તમામ રજવાડાઓને ભારતમાં ભેળવવાના વિરાટ કાર્યની જવાબદારી સરદાર પટેલનાં ખભે આવી હતી. આ અભિયાન પૂર્ણ કરવા તેઓ અડગ નિર્ધારથી લાગી પડ્યા, અને એક પછી એક તમામ રાજવાડા ભારતમાં ભળે એ બાબત તેમણે સુનિશ્ચિત કરી. સૌરાષ્ટ્રનાં જુનાગઢને ભારતમાં ભેળવવા માટે તેમણે કરેલા પ્રયાસો એક અખંડ ભારતનાં નિર્માણ માટેનાં તેમના વિઝનનું એક નાનકડુ ઉદાહરણ છે, જેના માટે આપણે કાયમ તેમના આભારી રહીશું. સ્થિતિ એવી હતી કે કદાચ આઝાદીનાં બે મહિનામાં જ કાશ્મીર પાકિસ્તાનનો હિસ્સો બની જાત. પણ માત્ર સરદાર પટેલની ત્વરાને લીધે જ કાશ્મીર આપણા હાથમાં છટકી જતા બચી ગયું, એ વાત આપણે યાદ રાખવી જોઈએ. કાશ્મીર દેશનો એકમાત્ર એવો પ્રદેશ હતો, જેના માટે સરદારને છુટ્ટો હાથ આપવામાં આવ્યો નહોતો. મને ખાતરી છે કે જો કાશ્મીરને ભારતમાં ભેળવવાની પ્રક્રિયામાં સરદાર પટેલને છુટ્ટો હાથ આપવામાં આવ્યો હોત તો કાશ્મીરની સ્થિતિ આજે કાંઈક જુદી હોત. માત્ર કાશ્મીરની જ વાત નથી, હું ઘણીવાર કહું છું, જો આ દેશે સરદાર પટેલની દિશા અપનાવી હોત તો દેશની પરિસ્થિતિ ઘણી અલગ હોત. તેમના જમાનાનાં અન્ય મહાપુરુષોની જેમ સરદાર પટેલ પણ લોકોની ચર્ચાનો વિષય રહ્યા છે. ખરેખર, એક આઝાદ અને અખંડ ભારતનાં નિર્માણનાં સપનાને સાકાર કરવામાં સરદાર પટેલની ભુમિકાને માપવી કે સમજવી એ આપણી ક્ષમતા બહારની વાત છે. લોકોએ તેમને જુદા-જુદા ઉપનામોથી નવાજ્યા છે. કોઈ તેમને ભારતનાં બિસ્માર્ક કહે છે, તો કોઈ તેમને આધુનિક ભારતનાં ચાણક્ય તરીકે ઓળખે છે. સરોજીની નાયડુએ તેમને લોહની પેટીમાં રહેલ સુવર્ણ રત્ન સમાન ગણાવ્યા છે. કેટલાક વિચારકોએ તેમને બાજરાકુંડમાં ખીલેલાં નાજુક પુષ્પ સમાન ગણાવ્યા છે. કેટલાકે તેમને વૈદેહીનાં જનક સાથે સરખાવ્યા છે. પોલિટિકલ સાયન્સ વિષયનાં એક વિદ્યાર્થી તરીકે અને ગુજરાત તથા દેશનાં ઈતિહાસ પ્રત્યે અત્યંત જુસ્સો ધરાવનાર વ્યક્તિ તરીકે હું, મારી સીમિત સમજણથી, સરદાર પટેલને એક એવી વ્યક્તિનાં રૂપમાં જોઉ છું જેણે મહાત્મા ગાંધીએ દર્શાવેલ સિધ્ધાંતોને જીવી બતાવ્યા છે. ૧૯૨૪ નાં બારડોલી સત્યાગ્રહથી લઈને, ખેડાનાં જનઆંદોલન દ્વારા તેમણે મહાત્મા ગાંધીની પરિકલ્પનાને અનુરૂપ આઝાદીની લડાઈનો પાયો નાખ્યો. સરદાર પટેલની સરખામણી અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે કરવી એ સરદાર પટેલને અન્યાય કરવા બરાબર ગણાશે. જાણીતાં ગુજરાતી વિચારક ગુણવંત શાહનાં શબ્દો મને યાદ આવે છે, “સરદાર અને બસ સરદાર, બીજુ કાંઈ નહિ!” સરદાર પટેલ આપણા દિલ અને દિમાગ પર અમર બનીને જડાઈ ચૂક્યા છે. એનો એક પુરાવો એ છે કે હજી આજે પણ ઘણી વખત તમને સાંભળવા મળશે કે, “જો આજે સરદાર સાહેબ જીવતા હોત તો...”. દેશનાં ગમે તે ભાગમાં જાવ, તમને આ શબ્દો સાંભળવા મળશે. દેશને કોઈપણ સંકટમાંથી ઉગારી લેવાની સરદાર પટેલની ક્ષમતા પર લોકોને અપાર વિશ્વાસ અને આદર છે. વિધિની વક્રતા છે કે જે પક્ષ માટે સરદાર પટેલે પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખ્યું અને પોતાના આખરી શ્વાસ સુધી જેના શિસ્તબધ્ધ સૈનિક બનીને રહ્યા એ જ પક્ષે તેમની યોગ્ય કદર ન કરી. સરદાર પટેલને છેક ૧૯૯૧ માં ભારત રત્નનું સન્માન આપવામાં આવ્યું, તેમનાં મૃત્યુનાં ૪૧ વર્ષ વીતી ગયા બાદ, એથી વધુ કમનસીબ બીજું શું હોય? ગુજરાતમાં છેલ્લા દશક દરમ્યાન આપણે કાયમ સરદાર પટેલે બતાવેલા માર્ગ પર ચાલવાનો અને આવનારી પેઢીઓ માટે તેમના આદર્શો જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. આ મહાપુરુષને શ્રધ્ધાંજલિ આપવા આપણે સરદાર પટેલનાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’નું નિર્માણ કરવા જઈ રહ્યા છે. ૧૮૨ મીટરની ઉંચાઈવાળી આ વિરાટ પ્રતિમા નર્મદા કાંઠે આકાર લેશે, અને ભારતની એકતા અને અખંડિતતા તથા તેનાં ભવ્ય સાંસ્કૃતિક વારસાને જાળવનાર એક યાત્રાધામ સમાન બની રહેશે. આ જગ્યાએ ૧૮૫૭ થી ૧૯૪૭ સુધીની ભારતની આઝાદીની લડાઈને આવરી લેતું એક અત્યાધુનિક સંગ્રહાલય પણ ઉભુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો વિડિયો હું અહીં મુકી રહ્યો છું, આશા છે આપ સૌ જોશો. આ ખાસ દિવસ પર, હું આધુનિક ભારતનાં આ શિલ્પીને અને મને અત્યંત પ્રેરિત કરનાર ગુજરાતનાં આ મહાન સપૂતને નમન કરુ છું. મને ખાત્રી છે કે સરદાર પટેલ વર્ષોનાં વર્ષો સુધી આ દેશનાં લોકોને પ્રેરણા આપતા રહેશે. તમારો, નરેન્દ્ર મોદી

ભારતના ઓલિમ્પિયન્સને પ્રેરણા આપો!  #Cheers4India
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
How This New Airport In Bihar’s Darbhanga Is Making Lives Easier For People Of North-Central Bihar

Media Coverage

How This New Airport In Bihar’s Darbhanga Is Making Lives Easier For People Of North-Central Bihar
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ઈચ્છાશક્તિ અને પ્રોત્સાહનો દ્વારા સુધારા
June 22, 2021
શેર
 
Comments


કોવિડ-19 મહામારી સમગ્ર વિશ્વમાં સરકારો માટે નીતિ ઘડતરના સંદર્ભમાં તદ્દન નવા પડકારોનો સમૂહ લઈને આવી છે. ભારત પણ એમાં અપવાદ એમાં નથી. ટકાઉપણું સુનિશ્ચિત કરીને લોક કલ્યાણ માટે પૂરતાં સંસાધનો ઊભા કરવા એ સૌથી મોટા પડકારોમાંના એક તરીકે પુરવાર થઈ રહ્યો છે.

સમગ્ર વિશ્વમાં જોવાયેલી નાણાંકીય તંગીના પશ્ચાદભૂમાં, તમે જાણો છો કે ભારતીય રાજ્યો 2020-21મા% નોંધપાત્ર રીતે વધારે ઋણ લઈ શક્યા? 2020-21માં રાજ્યો વધારાના રૂ. 1.06 લાખ કરોડ ઊભા કરી શક્યા એ જાણીને તમને કદાચ સુખદ આશ્ચર્ય થશે. કેન્દ્ર-રાજ્યની ભાગીદારીના અભિગમ દ્વારા સંસાધનોની ઉપલબ્ધતામાં આ નોંધપાત્ર વધારો શક્ય બની શક્યો.

અમે જ્યારે કોવિડ-19 મહામારીને અમારો આર્થિક પ્રતિસાદ ઘડી કાઢ્યો ત્યારે અમે એ સુનિશ્ચિત કરવા ઇચ્છતા હતા કે અમારા ઉકેલો ‘બધા માટે એક જ પ્રક્રિયા’ને અનુસરે નહીં. ખંડીય પરિમાણો ધરાવતા સમવાયી દેશ માટે, રાજ્ય સરકારો દ્વારા સુધારાને પ્રોત્સાહન કરાય એવા નીતિ સાધનો રાષ્ટ્રીય સ્તરે શોધવા ખરેખર પડકારજનક છે. પણ અમને અમારી સમવાયી રાજ્ય વ્યવસ્થાતંત્રની તંદુરસ્તી પર શ્રદ્ધા હતી અને કેન્દ્ર-રાજ્ય ભાગીદારીની ભાવનામાં અમે આગળ વધ્યા હતા.

મે-2020માં, આત્મનિર્ભર ભારત પૅકેજના ભાગરૂપે, ભારત સરકારે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકારોને 2020-21 માટે વધારેલું ઋણ લેવાની છૂટ અપાશે. જીએસડીપીના 2% વધારેની છૂટ હતી, એમાંથી 1% અમુક ચોક્કસ આર્થિક સુધારા અમલી કરવાની શરતે હતી. ભારતીય જાહેર નાણાંમાં સુધારા માટેનો આ હડસેલો દુર્લભ છે. આ હડસેલાથી, રાજ્યો વધારાનું ફંડ મેળવવા માટે પ્રગતિશીલ નીતિઓ અપનાવવા પ્રોત્સાહિત થયા હતા. આ કવાયતના પરિણામો પ્રોત્સાહજનક જ નથી, બલકે મજબૂત આર્થિક નીતિઓ માટે મર્યાદિત લેવાલ છે એવા વલણથી વિપરિત પણ છે.

જેની સાથે વધારાનું ઉધાર લેવાનું જોડવામાં આવ્યું હતું એ ચાર સુધારા (દરેકની સાથે જીડીપીના 0.25% જોડી દેવાયા હતા)ની બે લાક્ષણિકતાઓ હતી. પહેલી તો, દરેકે દરેક સુધારા લોકોને માટે, ખાસ કરીને ગરીબો, નબળા અને મધ્યમ વર્ગના લોકો માટે ઈઝ ઑફ લિવિંગ સુધારવા સાથે સંકળાયેલા હતા. બીજી, તેમણે રાજવિત્તીય ટકાઉપણાને પણ પ્રોત્સાહન આપ્યું.

‘એક દેશ, એક રાશન કાર્ડ’ નીતિ હેઠળ પહેલા સુધારામાં રાજ્ય સરકારોએ એ સુનિશ્ચિત કરવાનું હતું કે રાજ્યના નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (એનએફએસએ) હેઠળના તમામ રાશન કાર્ડ્સ પરિવારના તમામ સભ્યોના આધાર નંબર સાથે જોડી દેવામાં આવે અને વાજબી ભાવની તમામ દુકાનો પાસે ઈલેક્ટ્રોનિક પોઇન્ટ ઑફ સેલ ડિવાઇસીસ હોય. આનાથી મુખ્ય લાભ એ થયો હતો કે પરપ્રાંતીય શ્રમિકો દેશમાં ગમે ત્યાંથી એમનું ખાદ્ય રાશન મેળવી શકે. નાગરિકોને આ લાભો ઉપરાંત, બોગસ કાર્ડ્સ અને નકલી સભ્યો દૂર થઈ જવાથી નાણાંકીય લાભ પણ છે. 17 રાજ્યોએ આ સુધારા પૂર્ણ કર્યા અને રૂ. 37600 કરોડનું વધારાનું ઋણ મેળવવાનું મંજૂર કરવામાં આવ્યું.

ધંધાની સુગમતા, ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ સુધારવાના હેતુ સાથેના બીજા સુધારામાં, રાજ્યોએ એ સુનિશ્ચિત કરવાની આવશ્યકતા હતી કે 7 કાયદાઓ હેઠળ ધંધા સંબંધી લાયસન્સોનું રિન્યુઅલ-નવીનીકરણ માત્ર ફી ચૂકવ્યેથી ઑટોમેટિક, ઓનલાઇન અને બિનભેદભાવયુક્ત કરવામાં આવે. બીજી આવશ્યકતા એ કમ્યુટરાઈઝ્ડ રેન્ડમ ઇન્સ્પેક્શન સિસ્ટમ અમલીકરણ કરવાની અને વધુ 12 કાયદા હેઠળ સતામણી અને ભ્રષ્ટાચાર રોકવા માટે ઇન્સ્પેક્શનની અગાઉથી નોટિસ આપવાની હતી. આ સુધારા (19 કાયદાઓને આવરી લેતા)થી ખાસ કરીને ‘ઇન્સ્પેક્ટર રાજ’નો મોટા ભાગનો બોજાથી સૌથી વધારે સહન કરતા સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ સાહસોને મદદ મળી છે. એનાથી સુધારેલ રોકાણ વાતાવરણ, વધારે રોકાણ અને ઝડપી વૃદ્ધિને પ્રોત્સાહન મળ્યું છે. 20 રાજ્યોએ આ સુધારા પરિપૂર્ણ કર્યા અને એમને રૂ. 39521 કરોડ વધારાનું ઋણ મેળવનાની છૂટ અપાઇ હતી.

15મા નાણાં પંચ અને ઘણાં શિક્ષણવિદોએ મજબૂત મિલકત વેરાની નિર્ણાયક અગત્યતા પર ભાર મૂક્યો છે. ત્રીજા સુધારામાં, રાજ્યોએ શહેરી વિસ્તારોમાં મિલકત વેરા, પાણી અને ગટર ચાર્જીસ માટે ફ્લોર રેટ, મિલકતના વ્યવહારો માટે અનુક્રમે સ્ટેમ્પ ડ્યુટી ગાઇડલાઇન મૂલ્ય અને હાલના ભાવ સાથે સુસંગત રીતે જાહેર કરવાના હતા. આનાથી શહેરી ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને વધારે સારી સેવાની ગુણવત્તા સમર્થ થશે, વધારે સારી માળખાગત સુવિધાને ટેકો મળશે અને વૃદ્ધિને વેગ મળશે. મિલકત વેરો એના ક્ષેત્રમાં સુધારણાત્મક પણ છે અને એટલે શહેરી વિસ્તારોમાં ગરીબોને સૌથી વધારે લાભ થશે. આ સુધારાથી મ્યુનિસિપલ સ્ટાફને પણ લાભ થયો છે, એમને પગાર ચૂકવણીમાં ઘણી વાર વિલંબનો સામનો કરવો પડે છે. 11 રાજ્યોએ આ સુધારાને પૂર્ણ કર્યા અને રૂ. 15957 કરોડનું વધારાનું ઋણ મંજૂર કરવામાં આવ્યું.

ચોથો સુધારો ખેડૂતોને મફત વીજ પુરવઠાના બદલામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) શરૂ કરવાનો હતો. આમાં આવશ્યકતા રાજ્ય વાર યોજના ઘડવાની હતી જેમાં વર્ષના અંત સુધીમાં પાઇલટ આધારે એક જિલ્લામાં ખરેખર અમલીકરણ કરવાનું હતું. આની સાથે જીએસડીપીના 0.15% વધારાનું ઋણ સાંકળી લેવાયું હતું. ટેકનિકલ અને ધંધાદારી નુક્સાનમાં ઘટાડા માટે એક ઘટક પણ પૂરું પાડવામાં આવ્યું હતું અને બીજું એક ઘટક આવક અને ખર્ચ વચ્ચેના તફાવતને ઘટાડવા (દરેક જીએસડીપીના 0.05%) હતું. આનાથી વિતરણ કંપનીની નાણાં સ્થિતિ સુધરી, પાણી અને ઉર્જાની જાળવણીને પ્રોત્સાહન મળે છે, અને વધારે સારા નાણાંકીય અને ટેકનિકલ દેખાવ દ્વારા સેવાની ગુણવત્તા પણ સુધરે છે. 12 રાજ્યોએ ઓછામાં ઓછા એક ઘટકનો અમલ કર્યો જ્યારે છ રાજ્યોએ ડીબીટી ઘટકનો અમલ કર્યો હતો. પરિણામે, રૂ. 13201 કરોડના વધારાના ઋણ મેળવવાની છૂટ મળી.

એકંદરે, 23 રાજ્યોએ રૂ. 2.14 લાખ કરોડની સંભાવના સામે રૂ. 1.06 લાખ કરોડનું વધારાનું ઋણ પ્રાપ્ત કર્યું હતું. આના પરિણામે, 2020-21 માટે રાજ્યોને કુલ ઋણ પરવાનગી મંજૂર કરવામાં આવી એ પ્રારંભિક અંદાજિત જીએસડીપીના 4.5% હતી.

આપણા જેવા જટિલ પડકારો સાથેના મોટા દેશ માટે આ અજોડ અનુભવ હતો. આપણે ઘણી વાર જોયું છે કે વિવિધ કારણોસર, યોજનાઓ અને સુધારાઓ વર્ષો સુધી બિનકાર્યાન્વિત રહે છે. ભૂતકાળ કરતા આ ખુશનુમા ફેરફાર હતો જેમાં મહામારીની વચ્ચે કેન્દ્ર અને રાજ્યો લોકોને અનુકૂળ સુધારા અત્યંત ટૂંકા સમયગાળામાં શરૂ કરવા ભેગા આવ્યા હોય. સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસના આપણા અભિગમના કારણે આ શક્ય બન્યું. આ સુધારાઓ પર કાર્ય કરતા અધિકારીઓ કહે છે કે વધારાના ફંડના આ પ્રોત્સાહન વિના, આ નીતિઓ ઘડવામાં વર્ષો લાગી જતે. આ ‘ દૃઢ વિશ્વાસ અને પ્રોત્સાહનો દ્વારા સુધારા’નું એક નવું મોડેલ છે. આપણા નાગરિકોના ભલા માટે, મુશ્કેલ સમયની વચ્ચે, આ નીતિઓ દાખલ કરવામાં આગેવાની લેનારા તમામ રાજ્યોનો હું આભારી છું. આપણે 130 કરોડ ભારતીયોની ઝડપી પ્રગતિ માટે ભેગા મળીને કાર્ય કરવાનું જારી રાખવાનું છે.