સદ્ભાવના મિશન એ ગુજરાતે દેશને આપેલી સાચી દિશાની રાજકીય સંસ્કૃતિ છે ઃ નરેન્દ્રભાઈ મોદી
મુખ્ય મંત્રીશ્રીના સદ્ભાવના મિશન અંતર્ગત ઉપવાસ-તપમાં રાજકોટની વિરાટ જનશક્તિનું અપૂર્વ સમર્થન
સદ્ભાવના મિશનના ૧૪મા ઉપવાસનો પડાવ રાજકોટમાં સંપન્ન
સદ્ભાવના મિશન માટેનો પ્રેમ એ ગુજરાત ભક્તિ છે
ગુજરાત ઉપર જૂલ્મ ગુજારનારા, ગુજરાતને બદનામ કરનારા સામે લોકશાહી માર્ગે ગુજરાતની જનશક્તિના આક્રોશની અભિવ્યક્તિ છે
૧૪૦૦૦ નાગરિકોએ સ્વેચ્છાએ અનશન-તપ કર્યું
મોરબી, વાંકાનેર, માળીયા-મિયાણાના તાલુકાઓમાંથી જનતા ઉમટી
રાજકોટ શહેરના નવા ર૧ વિકાસ પ્રોજેકટ રૂા. ૧૧૦૦ કરોડની જાહેરાત
રાજકોટને રીવરફ્રંટ પ્રોજેકટ મળશે
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સદ્ભાવના મિશનને ગુજરાતે દેશને આપેલી સાચી દિશાની રાજકીય સંસ્કૃતિ ગણાવી છે. સદ્ભાવના મિશનમાં માનવ મહેરામણની લાગણીની અભિવ્યક્તિ એ ગુજરાત ભક્તિ છે. ગુજરાતને બદનામ કરનારા, જૂલ્મ ગુજારનારા સામે લોકશાહી માર્ગે ગુજરાતની જનતાના આક્રોશનો સદ્ભાવના મિશને અવસરે આપ્યો છે, તેમ તેમણે જણાવ્યું હતું.




