શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી 9 સપ્ટેમ્બર, 2021ના ​​રોજ 13મા બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ચીન, ભારત અને દક્ષિણ આફ્રિકા) શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે. ઉલ્લેખનીય છે કે ભારત વર્ષ 2021માં બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ બેઠકમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જાઈર બોલ્સોનારો; રશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન; ચીનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી શી જિનપિંગ; અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી સાઈરિલ રામાફોસા ઉપસ્થિત રહેશે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોવાલ, ન્યૂ ડેવલપમેંટ બેંકના અધ્યક્ષ શ્રી માર્કોસ ટ્રોયજો, બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલના અસ્થાયી અધ્યક્ષ શ્રી ઓંકાર કંવર અને બ્રિક્સ મહિલા બિઝનેસ એલાયન્સના અસ્થાયી અધ્યક્ષ ડૉ. સંગીતા રેડ્ડી આ અવસર પર શિખર સંમેલનમાં ઉપસ્થિત રાજાધ્યક્ષોની સામે પોત-પોતાની જવાબદારીઓ હેઠળ વર્ષ દરમિયાન કરવામાં આવેલા કાર્યોની વિગતો પ્રસ્તુત કરશે.

સમિટની થીમ 'બ્રિક્સ@15: સાતત્ય, એકત્રીકરણ અને સર્વસંમતિ માટે ઇન્ટ્રા-બ્રિક્સ સહયોગ' છે. ભારતે તેની અધ્યક્ષતા માટે ચાર પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોની રૂપરેખા આપી હતી. આ ચાર ક્ષેત્રોમાં બહુપક્ષીય પ્રણાલીમાં સુધારો, આતંકવાદ વિરોધી, SDGs હાંસલ કરવા માટે ડિજિટલ અને ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ અને લોકો વચ્ચે લોકોના આદાનપ્રદાનમાં વધારાનો સમાવેશ થાય છે. આ વિસ્તારો ઉપરાંત, નેતાઓ કોવિડ-19 રોગચાળાની અસર અને અન્ય વર્તમાન વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ મંતવ્યોનું આદાન-પ્રદાન કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બીજી વખત બ્રિક્સ શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે. અગાઉ તેમણે 2016માં ગોવા સમિટની અધ્યક્ષતા કરી હતી. આ વર્ષે ભારત બ્રિક્સની અધ્યક્ષતા એવા સમયે કરી રહ્યું છે જ્યારે બ્રિક્સનું 15મુ સ્થાપના વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે. આ સમિટની થીમમાં પણ પ્રતિબિંબિત થાય છે.  

 

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
દિવાળીના શુભ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં નૌશેરા ખાતે ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

દિવાળીના શુભ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં નૌશેરા ખાતે ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ
Indian economy shows strong signs of recovery, upswing in 19 of 22 eco indicators

Media Coverage

Indian economy shows strong signs of recovery, upswing in 19 of 22 eco indicators
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 7 ડિસેમ્બર 2021
December 07, 2021
શેર
 
Comments

India appreciates Modi Govt’s push towards green growth.

People of India show immense trust in the Govt. as the economic reforms bear fruits.