પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, વિરાટ કોહલી દ્વારા અપાયેલી ફિટનેસ ચેલેન્જનો સ્વીકાર કરતા, પોતાનો ફિટનેસ વીડિયો શેર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આ મારી સવારની કસરતોમાંની કેટલીક ક્ષણો છે. યોગની સાથે સાથે, હું પંચમહાભૂત અથવા પ્રકૃતિના પાંચ તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તેમજ આકાશથી પ્રેરિત આ પગદંડી પર ચાલુ છું. એ અત્યંત સ્ફૂર્તિદાયક અને ઊર્જાવાન છે. હું શ્વાસોચ્છવાસના વ્યાયામનો અભ્યાસ પણ કરું છું. #HumFitTohIndiaFit.

હું દરેક ભારતીયોને રોજ દિવસનો કેટલોક સમય સ્વાસ્થ્ય માટે ફાળવવા અપીલ કરું છું. જે પણ કસરતમાં આપને સુવિધા હોય, તેનો અભ્યાસ કરો, તેનાથી તમને તમારા જીવનમાં સકારાત્મક તફાવતનો અનુભવ થશે! #FitnessChallenge #HumFitTohIndiaFit.”
ફિટનેસ ચેલેન્જને આગળ વધારતાં, પ્રધાનમંત્રી શ્રી મોદીએ કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી એચ. ડી. કુમારાસ્વામી, ટેબલ ટેનિસ પ્લેયર સુશ્રી મણિકા બત્રા અને સમગ્ર આઇપીએસ અધિકારીઓ, ખાસ કરીને 40 વર્ષથી વધુ ઉંમરના અધિકારીઓને નામાંકિત કર્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આ લોકોને ફિટનેસ ચેલેન્જ માટે નામાંકિત કરતા મને આનંદ થઈ રહ્યો છે :

કર્ણાટકના મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામી, ભારતનું ગૌરવ અને 2018ના રાષ્ટ્રમંડળ રમતોત્સવમાં સર્વાધિક ચંદ્રકો પ્રાપ્ત કરનારી મણિકા બત્રા, આઈપીએસ વર્ગના દરેક બહાદૂર અધિકારીગણ, ખાસ કરીને 40થી વધુ ઉંમરના અધિકારીઓ.”

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Lakshadweep Tourist Numbers Soar After PM Modi’s Appeal, Maldives Sees Sharp Dip In Indian Visitors

Media Coverage

Lakshadweep Tourist Numbers Soar After PM Modi’s Appeal, Maldives Sees Sharp Dip In Indian Visitors
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 20 મે 2026
May 20, 2026

Strategic Diplomacy Meets Rural Power: PM Modi Forges Indo-Mediterranean Bonds While Empowering Village India