(ઑડિયન્સમાંથી મોદી... મોદી... અવાજો)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
(ઑડિયન્સમાંથી મોદી... મોદી... અવાજો)
સૌથી તો પહેલા આપ સૌની ક્ષમા માગું છું. કારણ, મને પહોંચવામાં ખુબ મોડું થયું. અને 3 – 4 કલાકથી તમે બધા રાહ જોઈ રહ્યા છો. જીવનમાં રોડ શો તો ઘણા કર્યા છે. પણ એ રોડ શો પહેલેથી નક્કી કરેલા હોય, કાર્યક્રમનું આયોજન થયેલું હોય. આજના મારા કાર્યક્રમમાં ક્યાંય રોડ શો હતો જ નહિ. સીધું મારે અહીંયા પહોંચવાનું હતું. પરંતુ લગભગ 25 કિલોમીટર લાંબો જનસાગર, આ આર્વાદ, આ પ્રેમ. હું રસ્તામાં વિચાર કરતો હતો કે સુરતના પ્રેમને, સુરતીઓના આશીર્વાદને આ જોમ, જુસ્સાને, મારા પર આવડું મોટું ઋણ તમે કરી દીધું છે કે એનું ચુકતે કેવી રીતે કરીશ? પણ સુરતના મારા ભાઈઓ, બહેનો, લખી રાખો. જ્યાં હોય ત્યાં તમે કહેશો, એના કરતા સવાયું કરીશ.
(ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
જે લોકો રાજકીય સમીક્ષા કરતા હોય છે, એમણે જો આજનો એરપોર્ટથી અહીં સુધીનો જનસાગર જોયો હોય, આને રોડ-શો કહેવાય જ નહિ, આ જનસાગર હતો. તો એમણે કહેવું પડશે કે આ વખતે ગુજરાતે બધા જ વિક્રમો તોડવાનું નક્કી કરી દીધું છે. પોલિંગમાંય વિક્રમ તોડશે, ભારતીય જનતા પાર્ટીના મતોની ટકાવારીમાંય વિક્રમ તોડશે, અને ભારતીય જનતા પાર્ટીને મળનારી બેઠકોમાં પણ વિક્રમ તોડશે. મને સુરતના લોકો ને લગભગ ગુજરાતના લોકો એમ કહે કે સાહેબ, આ વખતે તમારે ચુંટણીમાં આવવાની જરુર જ નથી. મારે સુરતમાં તો ઘણા લોકોએ કહ્યું કે સાહેબ, તમે શું કરવા મહેનત કરો છો? અમે બધું સંભાળી લઈશું. પરંતુ આ દૃશ્ય જોયા પછી મને લાગે છે કે એમણે સંભાળી જ લીધું છે.
મને તો લાગે છે કે હું તો કદાચ આ પવિત્ર, પુણ્ય કાર્યમાં એક આચમન, પુણ્ય લેવા તમારી પાસે આવ્યો છું, ભાઈઓ. સમગ્ર વાતાવરણ, એક જ સ્વરથી ગુંજી રહ્યું છે, એક જ નાદ...
ફિર એક બાર... (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર... (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ભાઈઓ, બહેનો,
લોકોના મનમાં આ તો થાય કે નરેન્દ્રભાઈ બધું... સુરતથી તો ગેરંટી છે કે અહીંયા અમે કોઈને પેસવ જ નહિ દઈએ. તેમ છતાય તમે આટલી મહેનત કરો છો... હું ચુંટણી માટે નથી આવ્યો, ભાઈ.
ભાઈઓ, હું તો તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. કારણ કે જનતા જનાર્દનના આશીર્વાદ, એ ઊર્જાનું કામ કરે છે અને મને દેશ માટે દોડવાની, દિવસ-રાત દેશ માટે કંઈક કરવાની તાકાત આપે છે, પ્રેરણા આપે છે. આ તમારા આશીર્વાદ એ મારી મોટી ઊર્જા છે.
ભાઈઓ, બહેનો,
સુરત કોઈ એવો વિષય નહિ હોય, કે જેમાં આજે પાછળ હોય. મારું સૌભાગ્ય હતું કે ગયા મહિને મને ભાવનગરમાં 500 દીકરીઓના સમૂહલગ્નમાં જવાનો અવસર મળ્યો. અને એવી દીકરીઓ હતી, જેમણે પોતાના પિતા ગુમાવી દીધા હતા, પણ ત્યાં પણ મને સુરતની સુવાસ દેખાતી હતી, ભાઈ. સુરત મહેંકતું હતું, એ સમારોહમાં. અને તમે ડાંગના જંગલોમાં કામ કરતા લોકોને જુઓ, એમાંય સુરતની છાપ દેખાય. અહીંયા આધુનિક હોસ્પિટલો જુઓ, તો એમાંય મારું સુરત હોય. રક્તદાન શિબિરમાં રેકોર્ડ કરવાના હોય, તોય મારું આ વરાછા ને મારું સુરત. મોટા મોટા સરોવરો બનાવવાના હોય, તો પણ મારું સુરત. સ્કૂલો બનાવવાની હોય, તોય સુરત. સોલર એનર્જીનું અભિયાન ચલાવવાનું હોય, તો પણ સુરત.
ભાઈઓ, બહેનો,
સુરતે સમાજભક્તિની, સમાજ માટે કંઈક કરી છુટવાની, આજે ઉમદા પહેલ કરી છે. આજે જ્યારે સુરતની ધરતીમાં તમારી વચ્ચે આવ્યો છું, ત્યારે સમાજ માટે, દેશ માટે કરનારા તમને સૌને આદરપૂર્વક નમન કરું છું, આપને અભિનંદન કરું છું, ભાઈ.
સાથીઓ, જ્યારે ઈચ્છાશક્તિ મજબુત હોય, મોટા મોટા લક્ષ્ય પણ હાંસિલ થતા હોય છે, અને સુરત એનું સાક્ષી છે. એક સમય હતો, આપણા સુરતને દુનિયાભરમાં બદનામ કરવામાં આવ્યું હતું. અને એવું બદનામ કર્યું હતું કે કોઈ સુરત જતું હોય તો રોકે, ગામવાળા રોકે, કે અલ્યા ભઈ, ત્યાં ના જા, ત્યાં તો મુશ્કેલીઓ છે. પરંતુ આ સુરતે પોતાના પુરુષાર્થથી, પોતાના સંકલ્પથી, પોતાના સામર્થ્યથી આજે નવી ઊંચાઈઓ સર કરી દીધી છે. અને આખું હિન્દુસ્તાન સુરત ઉપર ગર્વ કરે એવી સુરતની સૂરત તમે બનાવી છે, ભાઈઓ.
કોણ હિન્દુસ્તાની હોય, જેને ગર્વ ના થાય, કે દુનિયાના આગળ વધી રહેલા 10 શહેરોમાં એક આપણું સુરત છે, દુનિયાના 10 શહેરોમાં. એમનેમ નથી બન્યું, ભાઈ. પગ વળીને બેઠા નથી, પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે. અને આ પરિશ્રમની સુવાસ જુઓ. આજે અમારું આ ડાયમન્ડ સિટી, એમાંથી ટેક્સટાઈલ સિટી, બ્રિજ સિટી. સુરતના લોકોનું ડ્રીમ સિટી. અને હવે તો આઈ.ટી.ના સ્ટાર્ટ-અપનું માયાજાળ. સુરતની નવી પહેચાન. જોતજોતામાં આઈ.ટી.માં પણ સુરત આખા ગુજરાતને ખેંચી જશે, એવો મારો વિશ્વાસ બેસી ગયો છે. જુવાનીયાઓને સો સો સલામ.
આ શહેર, જેટલું પુરાતન છે, એટલું જ ફ્યુચરિસ્ટિક પણ છે. ભવિષ્યને જોનારું, સમજનારું. આની ધરતીમાં જ કંઈક તાકાત પડી છે, ભાઈઓ. સુરતનું સામર્થ્ય શું છે, મને હવે સમજાય છે કે અંગ્રેજો સુરત શું કરવા પહેલા આવ્યા હતા? એમને ત્યાં બેઠા ખબર પડી હતી કે સુરતમાં કંઈક દમ છે, એટલે સૌથી પહેલા પગ એમણે મૂક્યો હતો અહીંયા. અને આ સુરતીઓએ તાકાત બતાવી દીધી છે કે અમારામાં કંઈક છે, ભાઈ.
ભાઈઓ, બહેનો,
ભાજપની આ ડબલ એન્જિનની સરકાર સુરતને ફ્યુચર રેડી બનાવવા માટે અવિરત પ્રયાસ કરે છે. અમારું ફોકસ સુરતના ઈન્ફ્રાસ્ટ્રકચરને આધુનિક બનાવવા પર છે. હમણા જ હજારો કરોડ રૂપિયાના નવા પ્રોજેક્ટ, એના શિલાન્યાસ, લોકાર્પણ થયા. અને ગુજરાતની ઓળખ આખા હિન્દુસ્તાનમાં સાબરમતી રીવરફ્રન્ટની ચર્ચા થાય છે. મારા માટે ગર્વની વાત છે, હવે સુરત – તાપી રીવરફ્રન્ટ પણ દુનિયામાં નામ ગજવશે. બાયો ડાઈવર્સિટી પાર્ક સુરતની ભવ્યતામાં ચાર ચાંદ લગાવી રહ્યું છે.
ભાઈઓ, બહેનો,
ઈન્ફ્રાસ્ટ્રકચરની બાબતમાં આપ વિચાર કરો, આ સુરતમાં આટલા બધા બ્રિજ, આટલા બધા ફ્લાયઓવર, આટલા બધા રોડ, આ બધું ના બન્યું હોત તો અહીંયાનું જીવવાનું સંભવ થાત? અહીંનું જીવન સંભવ હોત? ઈન્ફ્રાસ્ટ્રકચરની બાબતમાં કોંગ્રેસ અને અમારા વિચારવાની, આસમાન – જમીનનું અંતર છે. કોંગ્રેસ એમ જ વિચારે છે કે ભઈ, ભારતમાં આ બધું કરવાની જરૂર નથી. ઈન્ફ્રાસ્ટ્રકચરના ચક્કરમાં પડવાની જરૂર નથી. જેમાંથી વોટ મળે એ જ કરવાનું. ટુકડા ફેંકો, જાતિવાદ કરો, ભ્રષ્ટાચાર કરો, ભાઈ – ભાઈને લડાવો, અને પોતાનું કાઢી લો.
અને કોંગ્રેસની આ સોચ કેવી છે, તમને જાણીને આઘાત લાગશે, નવજવાન મિત્રો, લોકસભાની અંદર જ્યારે ચાઈનાની સીમા ઉપર રોડ બનાવવાની ચર્ચા ચાલતી હતી, ત્યારે કોંગ્રેસના જમાનાના રક્ષા મંત્રીએ પાર્લામેન્ટમાં જવાબ આપ્યો હતો કે અમે આ બોર્ડર ઉપર રોડ એટલા માટે નથી બનાવતા, તમને હસવું આવે તો હસવાનુ નહિ, ગુસ્સો કરજો, નહિ તો હસી પડશો પાછા. એમણે એવું કહ્યું હતું કે બોર્ડર ઉપર રોડ બનાવીએ, પણ ચીનવાળા આવીને ઉપયોગ કરે તો? એટલે અમારે બનાવવા જ નથી. બોલો, ભાઈ, આવી વિચારધારાવાળા લોકો દેશનું ભલું કરી શકે, ભાઈઓ? કરી શકે? તમે તો પછી પોલીસવાળાને બંદુકેય નહિ આપો, કેમ? કે કોઈ ગુંડો આવીને પડાવી જાય તો?
મને સમજાતું નથી કે આવી વિચારધારાથી દેશ કેવી રીતે આગળ વધે? ભારતીય જનતા પાર્ટી આધુનિક વિચારધારા સાથે ચાલનારી પાર્ટી છે. આવતીકાલનો વિચાર કરનારી પાર્ટી છે, અને અમારા માટે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે જેમ સમાજનું ઘડતર થવું જોઈએ, વ્યક્તિનું ઘડતર થવું જોઈએ, એમ માળખું પણ મજબુત બનવું જોઈએ. ઈન્ફ્રાસ્ટ્રકચર મજબુત હોવું જોઈએ. અને દુનિયાના જેટલા પણ સમૃદ્ધ દેશો તમે જુઓ ને, અને સુરતવાળા તો છાશવારે વિમાનમાં હોય. દુનિયાના સમૃદ્ધ દેશો જુઓ તો પહેલું ઈન્ફ્રાસ્ટ્રકચર દેખાય તમને. મોટા મોટા પુલ હોય, મોટા મોટા રોડ હોય, આની એક અસર હોય છે.
અને મને ગર્વથી કહેવું છે, ભાઈઓ, સુરતના અમારા સાથીઓ, તમે આ દુનિયાને જાણો છો, તમે ભવિષ્યની દુનિયાને સમજો છો, એટલે આની તાકાત શું છે, એટલે તમે જ ગૌરવ કરી શકો. આજે દુનિયાનો સૌથી લાંબો પુલ ભારતમાં આપણે બનાવ્યો છે. દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ આપણે ભારતમાં બનાવ્યો છે. દુનિયામાં સૌથી ઊંચાઈ પર સડક, બરફોની વચ્ચે આપણે બનાવી છે. દુનિયામાં સૌથી ઊંચું સ્ટેચ્યુ, સરદાર વલ્લભભાઈ પટેલ આપણે બનાવ્યું છે. દુનિયાનો સૌથી મોટો સોલર હાઈબ્રિડ પાર્ક આપણે બનાવ્યો છે.
આપણા ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચરના કારણે આજે ભારત દુનિયામાં, ડિજિટલ લેનદેનમાં, પુરા વિશ્વમાં જે ડિજિટલ લેનદેન થાય છે, કોઈ પણ મિનિટે, એમાં 40 ટકા હિન્દુસ્તાનમાં થાય છે. આખી દુનિયાના 40 ટકા અહીંયા આ જુવાનીયાઓ કરે છે. ને હવે તો ભારત બુલેટ ટ્રેન, અને સુરતવાળાને તો મુંબઈ બહુ સહેલું પડી જવાનું છે. આજે આપણે મેડ ઈન ઈન્ડિયા, વંદે ભારત ટ્રેન દોડાવી રહ્યા છીએ. કોઈ પણ ભારતીયની છાતી 46 ઈંચની છે ને, 56ની થઈ જાય, વાર ના લાગે. ઈન્ફ્રાસ્ટ્રકચર પર લાખો કરોડો રૂપિયાના નિવેશ, એ રોજગાર પણ આપે છે, નવા અવસરો પણ લાવે છે. ઈન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણમાં તેજી લાવવા માટે ભાજપ સરકારે પી.એમ. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન પણ બનાવ્યો છે. ગુજરાતમાં ગતિશક્તિ યુનિવર્સિટી બની છે. આ ગતિશક્તિ યુનિવર્સિટી, એમાંથી જે જુવાનીયા નીકળવાના છે ને, એ હિન્દુસ્તાનની ગતિની ઊર્જા બનવાના છે, દોસ્તો. અને એનો લાભ મારા સુરતને અને મારા ગુજરાતને મળવાનો છે. લોજિસ્ટીકનો ખર્ચો ઓછો થાય એના માટે નવી લોજિસ્ટીક પોલિસી બનાવવામાં આવી છે. આ બધા પ્રયાસોનો લાભ સુરત જેવા ધમધમતા અને વેપાર બાબતમાં સાહસિક લોકોથી ભરેલું સુરત, સાહસથી ભરેલા એના જુવાનીયાઓ ફક્ત સુરતનું જ ભવિષ્ય ઘડશે, એવું નહિ, અહીંનો જવાનીયો હિન્દુસ્તાનનું ભવિષ્ય ઘડવાનો છે, દોસ્તો, આ હું જોઈ શકું છું, હું સમજી શકું છું.
ભાઈઓ, બહેનો,
જ્યારે ડબલ એન્જિન સરકાર નહોતી, ત્યારે શું થતું હતું? કેટકેટલા ઉદાહરણો છે. આ આપણા સુરતમાં મેટ્રો, દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બેઠી હતી, લટકાવી રાખી. આ સુરતનું એરપોર્ટ, હું મુખ્યમંત્રી હતો, કહી કહીને થાકું. આ સી.આર. ને આ દર્શનાબેન, અમારા એમ.પી. રોજ ત્યાં ચક્કર મારે. એમને સમજણ જ નહોતી પડતી કે આવડા મોટા શહેરને એરપોર્ટની જરૂર કેમ છે? ભાજપ સરકાર કહેતી, ગુજરાતમાંથી આપણે કહેતા કે સુરતને મેટ્રો આપો. કેન્દ્રની કોંગ્રેસની સરકાર સાંભળવા તૈયાર નહોતી. અમે કહેતા હતા કે નાના રાજ્યોના જેટલો કારોબાર આંતરરાષ્ટ્રીય આવાગમન થયું હોય, નાના નાના દેશોનું એટલું એકલા સુરતની સંભાવના છે. પરંતુ દિલ્હીને અમારી વાત સાંભળવામાં ફુરસદ નહોતી.
અને ગુજરાતે જ્યારે ડબલ એન્જિનની સરકાર બનાવી, અને આપે જોઈ લીધું, સુરતનું એરપોર્ટ ધમધમી રહ્યું છે, ભાઈઓ. અને વાત અહીંયા નથી અટકતી. અમે પડોશમાં, અંકલેશ્વરમાંય એરપોર્ટ બનાવી રહ્યા છીએ. ઉડાન યોજનાને કારણે ભાવનગર, અમરેલી, રાજકોટ. ચલો, ત્યારે કંઈ ખબર આવી છે, ચાલો આંટો મારી આવીએ. અહીંથી છોકરા ભાવનગર જાય ને સાંજે પાછો આવી જાય.
આ ડબલ એન્જિનની સરકારની તાકાત છે, ભાઈઓ. અને અમારું ઘોઘા – હજીરા ફેરી સર્વિસ. હું નિશાળમાં ભણતો હતો, ત્યારથી સાંભળતો હતો, ફેરી સર્વિસ. કોંગ્રેસવાળાને કોઈ દિવસ સુઝ્યું નહિ, આપણે કરી, અને જે આ પ્રવાસની અંદર આઠથી દસ કલાક, બાર કલાક લાગતા હતા, અકસ્માતના ભય રહેતા હતા. આજે સાડા ત્રણ – ચાર કલાકની અંદર આપણે પહોંચી જઈએ. ગાડી લઈને જઈએ, કામ પતાવીને ગાડી લઈને પાછા. એનાથી સુરતના લોકોને, સૌરાષ્ટ્રના લોકોને કેટલો બધો ફાયદો થયો છે.
સાથીઓ, યાદ કરો, ડબલ એન્જિન સરકાર નહોતી, ત્યારે આ સરદાર સરોવર બંધ, એની ઊંચાઈ વધારવા માટે દિલ્હી ગુજરાતની વાત સાંભળવા તૈયાર નહોતું. આપણને ઉપવાસ પર બેસવું પડ્યું, અને એ લડાઈ લડ્યા, સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધી. અને એના કારણે કચ્છ, કાઠીયાવાડમાં પાણી પહોંચ્યું, ભાઈઓ. નહિ તો આખું કાઠીયાવાડ મારું ખાલી થઈ ગયું હતું. સુરતમાં આવવાનું પહેલું કારણ આ જ હતું, ભાઈઓ. નર્મદાનું પાણી, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય.
ભાઈઓ, બહેનો,
એક નવો આત્મવિશ્વાસ જગાવ્યો છે. વિશેષકર, સૌરાષ્ટ્રમાં તો નર્મદાનું પાણી એ વિકાસનું અમૃત બની રહ્યું છે. વિકાસનું અમૃત બની રહ્યું છે. પરંતુ ભાઈઓ, બહેનો, અમારા સુરતના લોકો એક વાત યાદ રાખવાની જરૂર છે. આવા લોકો આપણે આ વાતને ક્યારેય ના ભુલવી જોઈએ કે જે લોકોએ પંડિત નહેરુએ જેનો શિલાન્યાસ કર્યો હતો. 50 વર્ષ સુધી સરદાર સરોવર યોજનાને ખોરંભે પાડી. બંધનો વિરોધ કર્યો. વિશ્વમાંથી આપણને કોઈ કાણી પાઈ ના આપે, એના માટે દુનિયામાં આપણને બદનામ કર્યા. અને જે લોકોને લોકસભાની ટિકિટો આપીને ચુંટણી લડાવવી હતી. ભાઈઓ, બહેનો, આવા તત્વોને ગુજરાતની ધરતી પર પગ મૂકવા દેવો, એ પાપ કરવા દેવા બરાબર છે. કારણ કે 50 વર્ષ, ગુજરાતની ત્રણ ત્રણ પેઢીઓને તબાહ કરવાનું પાપ આ લોકોએ કરેલું છે, ભાઈઓ.
ભાઈઓ, બહેનો,
જે તેજ ગતિથી અર્થવ્યવસ્થા ચાલી રહી છે, એનો લાભ સુરત સૌથી વધારે લઈ શકે છે. જ્યારે અર્થવ્યવસ્થાનો વિસ્તાર થતો હોય છે. તમે જુઓ, અહીંયા આપણે ડાયમન્ડ લાવીએ, ધસીએ, પોલિસ કરતા હતા. તાકાત ઉભી થઈ તો જ્વેલરીમાં જતા રહ્યા અને હવે તાકાત ઉભી થઈ તો લેફ્ટ ગ્રોન ડાયમન્ડમાં જતા રહ્યા. આખી દુનિયાને ચેલેન્જ કરવા માંડ્યા છે, અમારા સુરતવાળા. લેફ્ટ ગ્રોન ડાયમન્ડ. અહીંના વેપારીમાં સામર્થ્ય છે, અહીંના નાગરિકોમાં સામર્થ્ય છે.
2014માં કેન્દ્રમાં ભાજપની સરકાર બની ત્યારે અર્થવ્યવસ્થામાં દુનિયામાં આપણે 10 નંબર પર હતા. 2014માં 10 નંબરે. આટલા બધા દાયકાઓ પછી પણ 10મા પર પહોંચી શક્યા હતા. પછી આપણે 9 પર પહોંચ્યા, 8 પર પહોંચ્યા. 7 પર પહોંચ્યા, 6 પર પહોંચ્યા. અને હવે 5 પર પહોંચી ગયા છીએ. દુનિયામાં આપણી અર્થવ્યવસ્થા 5મા નંબરે પહોંચી છે. પણ આ 6 પરથી 5 પર આવ્યા ને, એણે મોટો ધમાકો કરી દીધો. 10માંથી 9 આવ્યા, કંઈ ન થયું. 9માંથી 8 આવ્યા, કંઈ ન થયું. 8માંથી 7 આવ્યા, કંઈ ન થયું. 7માંથી 6 આવ્યા, કંઈ ન થયું. પણ 6માંથી આ 5 થયા. દુનિયામાં ધમાકો થયો. કારણ ખબર છે? કારણ, જે અંગ્રેજો ભારતમાં રાજ કરી ગયા, 250 વર્ષ સુધી, એ પહેલા 5 પર હતા. આપણે એમને છઠ્ઠે ધકેલ્યા અને 5મા પહોંચી ગયા. હિન્દુસ્તાનીઓને આનું ગર્વ છે, ભાઈઓ. આ તાકાત ઉભી થઈ છે.
આજે આપણું ટેક્સટાઈલ સેક્ટર તેજ ગતિથી બદલાઈ રહ્યું છે. એક જમાનો હતો. ગુજરાત ખાલી ટ્રેડિંગ સ્ટેટ ગણાતું. એક જગ્યાએથી માલ લઈએ ને બીજી જગ્યાએ આપીએ ને વચમાં દલાલી મળે રોજી-રોટી ચાલે, એવા દિવસો હતા. એમાંથી આજે ગુજરાત મેન્યુફેકચરિંગ સ્ટેટ બની ગયું છે. આજે ગુજરાતની ગણતરી દેશના સૌથી મહત્વપૂર્ણ મેન્યુફેકચરિંગ સ્ટેટ તરીકે થવા માંડી છે.
20 વર્ષ પહેલાં ગુજરાતમાં સવા લાખ કરોડ રૂપિયાની મેન્યુફેકચરિંગ થતી હતી. આજે ગુજરાતમાં 16 લાખ કરોડ રૂપિયાનું મેન્યુફેકચરિંગ થાય છે, ભાઈઓ. ત્યારે ગુજરાતમાં સાઈકલ નહોતી બનતી, સાઈકલ. આજે ગુજરાતમાં હવાઈજહાજ બનવાના કામ શરૂ થયા છે. વિમાન અહીંયા બનશે, દોસ્તો. સ્થિતિ કેવી રીતે બદલે છે.
મને, હમણા હું સુરેન્દ્રનગર ગયો હતો. સુરેન્દ્રનગરમાં મને એક મેમોરેન્ડમ આપ્યું. ચુંટણીના કાર્યક્રમમાં મેમોરેન્ડમ. આપણને આનંદ થાય. મેમોરેન્ડમ કેવું? એ કહે, સાહેબ, અમને નાના વિમાન બનાવવાનું કામ અમારે શરૂ કરવું છે. પણ એનો ટ્રાયલ લેવા માટે અમને રન-વે નાના નાના જોઈએ, આજુબાજુ. તમે વિચાર કરો, સુરેન્દ્રનગરની અંદર એક કારખાનાવાળો મને એમ કહે કે સાહેબ અમે વિમાન બનાવવાનું ચાલુ કર્યું છે. તમે તાલુકે તાલુકે નાના નાના રન-વે કરી આપો. જેથી કરીને અમારે એના ટ્રાયલ લેવાનું સહેલું પડી જાય અને બીજું કંઈ ડિસ્ટર્બન્સ ના થાય. આ ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે, ભાઈઓ.
ટેક્સટાઈલ સેક્ટરમાં 20 વર્ષ પહેલા અઢી લાખ લૂમ હતા. આજે 7 લાખ લૂમ છે, ભાઈ. સુરત પાવરલૂમ મેગા ક્લસ્ટર. એ અમારા કરંજમાં બનવાવાળો મોટો પાર્ક, ટેક્સટાઈલ પાર્ક. ફાઈવ – એફની મારી ફોર્મ્યલાઃ- ફાર્મ ટુ ફાઈબર ટુ ફેબ્રિક ટુ ફેશન. આ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. એ જ રીતે ડાયમન્ડનો બિઝનેસ. એનો વિસ્તાર થઈ રહ્યો છે. ડ્રિમ સિટી પ્રોજેક્ટ. સુરત ગ્લોબલ ડાયમન્ડ ટ્રેડનું હબ બની ગયું, ભાઈઓ. અને એનો સૌથી મોટો લાભ મારા સુરતને, મારા સૌરાષ્ટ્રને મળી રહ્યો છે.
ભાઈઓ, બહેનો,
આ વિકાસની સાથે સુરક્ષા એક મહત્વની મોટી બાબત હોય છે. આંતરિક સુરક્ષાનું પણ એટલું જ મહત્વ હોય છે. ગમે તેટલા રૂપિયા હોય, પણ છોકરો સાંજે ઘેર પાછો ના આવે તો શું કામનું, ભઈલા?
આજ મેં સુરત કે લોગોં કે સામને એક બહોત હી મહત્વપૂર્ણ વિષય ઉઠાના ચાહતા હું. યહ મુદ્દા હૈ, રાષ્ટ્રીય સુરક્ષા કા. ગુજરાત ઔર સુરત કે લોગો કી વ્યાપારીઓ કી, કારોબારીઓ કી સુરક્ષા કા વિષય હૈ. યહાં કી જો નઈ પીઢી હૈ, ઉસને સુરત મેં હુએ બમ્બ ધમાકે નહિ દેખે હૈ. યહાં જો નઈ પીઢી હૈ, ઉસને અહમદાબાદ મેં જો સિરિયલ બમ્બ બ્લાસ્ટ હુએ થે, વો ઉસને નહિ દેખા હૈ. મેં અપને યુવાઓ કો. સુરત કે લોગો કો, એસે લોગો સે સતર્ક કરના ચાહતા હું. જો આતંકવાદીઓ કે હિતૈષી હૈ. આપ કો યાદ હોગા, દિલ્હી મેં બાટલા હાઉસ એન્કાઉન્ટર હુઆ થા. ઈસ એન્કાઉન્ટર મેં દેશ કે ખતરનાક આતંકવાદી મારે ગયે થે. ઉસમેં દિલ્હી કે હમારે જાંબાઝ પુલીસ અફસર શહીદ હુએ થે. સારી દુનિયા દેખ રહી થી. આતંકવાદ કી ઘટના થી. લેકિન કોંગ્રેસ કે નેતાઓને બાટલા હાઉસ એન્કાઉન્ટર પર હી સવાલ ખડે કર દીયે થે. વોટ બેન્ક કે ભુખે કુછ ઔર દલ આજ ભી બાટલા હાઉસ એન્કાઉન્ટર કો ફર્જી કહેને કા પાપ કર રહે હૈ. સત્તા કે લિયે શોર્ટ-કટ અપનાનેવાલે યે દલ, તુષ્ટિકરણ કી રાજનીતિ કરનેવાલે યે દલ, આતંકી હમલો કે સમય ચુપ્પી સાધ લેતે હૈ. વોટબેન્ક કે ભુખે દલ, તુષ્ટિકરણ કરનેવાલે દલ કભી સુરત કો, ગુજરાત કો, આતંકવાદ સે સુરક્ષિત નહિ રખ શકતે. સુરત તો વ્યાપાર કા, કારોબાર કા ઈતના બડા સેન્ટર હૈ. જહાં આતંક હોગા, અશાંતિ હોગી, તો ઈસ કા બહુત બડા શિકાર વ્યાપાર, કારોબાર ભી હોગા. જહાં આતંક હોગા, વહાં ઉદ્યમી, શ્રમિક, મજદૂર, સબ તબાહ હો જાયેંગે. બહુત મુશ્કિલ સે, મેરે નવજવાન સાથીઓ, દિલ, દિમાગ સે મેરી બાત કો સમજને કી કોશિશ કરના. બહુત મુશ્કિલ સે હમને ગુજરાત કો ઈન સારી મુસીબતો સે બાહર નીકાલા હૈ. બચાકર કે રખ્ખા હૈ. આજ આપ સે બાત કરતે હુએ, મુઝે 14 સાલ પહેલે હુએ મુંબઈ હમલે કી તસવીરેં ભી યાદ આ રહી હૈ. દેશ પર હુઆ યે સબ સે બડા આતંકી હમલા થા. લેકિન ઈસ હમલે કે બાદ કોંગ્રેસ સરકાર આતંક કે આકાઓ પર કાર્યવાહી કરને કે બજાય હિન્દુઓ પર આતંકી કા લેબલ ચિપકાને કી સાજીશ કર રહી થી. ઈસ લિયે મેં કહતા હું, વોટ બેન્ક કી ઐસી સિયાસત કરનેવાલોં કો ગુજરાત સે દૂર હી રખના હૈ. આજ ભાજપા સરકાર, ચાહે વો રાજ્ય મેં હો, યા કેન્દ્ર મેં, આતંકવાદ કો સખતી સે કુચલને મેં જુટી હુઈ હૈ. દેશ મેં વિકાસ કે લિયે, શાંતિ ઔર સદભાવ બનાયે રખન કે લિયે, ભાજપા સરકાર પુરી સખતી સે કામ કર રહી હૈ. યહ ભાજપા કી હી સરકાર હૈ, જો સર્જિકલ સ્ટ્રાઈક કા ફૈસલા લે શકતી હૈ. યહ ભાજપા કી હી સરકાર હૈ, જો એર સ્ટ્રાઈક કા ફૈસલા લે શકતી હૈ. હમ આતંકીઓ કો ભી નહિ છોડતે, ઔર આતંક કે આકાઓ કો ભી ઘર મેં ઘુસકર મારતે હૈ. કોંગ્રેસ પાર્ટી ઔર ઉસી કી રાહ પર ચલનેવાલે ઔર ભી દલ, એક ફેશન હો ગઈ હૈ, વોટ બેન્ક કી રાજનીતિ કી. વોટ બેન્ક કે ભુખે લોગ, અપીચમેન્ટ કી રાજનીતિ કરનેવાલે લોગ, દેશ કી સુરક્ષા કે લિયે, દેશ કે લોગો કી સુરક્ષા કે લિયે, અપની વોટ કી લાલચ મેં કભી ભી કડી કારવાહી નહિ કર શકતે ભાઈઓ.
અને એટલા જ માટે સુરતના મારા જવાનીયાઓને ખાસ કહેવું છે કે આ બધાથી ચેતતા રહેજો, સાથીઓ. અને જે તાકાતો, 2002થી ગુજરાતને નીચું પાડવા માટે ષડયંત્રો કરી રહી છે, એ નવા નવા રૂપમાં આવતી રહી છે. એમને ઓળખવા જરૂરી છે. આ એ જ લોકો છે, ગુજરાતને શાંતિ જોઈએ, એકતા જોઈએ, પ્રગતિ કરવા માગે છે, વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા માગે છે. અને એના માટે વાતાવરણ ભારતીય જનતા પાર્ટીની સરકારે ગેરંટીપૂર્વક પુરું કર્યું છે.
ભારતના તેજ વિકાસ માટે ભારતના ગરીબોને સશક્ત કરવા એ પણ એટલા જ જરૂરી છે. આજે ભારત ગરીબોના સશક્તિકરણ માટે અનેક મોટા પાયા પર અભુતપૂર્વ કામો કરી રહ્યું છે. ગયા 8 વર્ષમાં 40 કરોડ ગરીબોના બેન્ક ખાતા ખોલ્યા છે. સાથીઓ, કોરોનાની આટલી મોટી ભયંકર મહામારી, 100 વર્ષમાં ના આવ્યું હોય એવડું મોટું સંકટ. આ સંકટમાં પણ ગરીબોને આપણે ભુલ્યા નથી, ભાઈઓ. એના ઘરમાં ચુલો સળગતો રહે ને, એની ચિંતા કરી છે. કોરોનાના કાળમાં મફત વેક્સિન. આટલા ટૂંકા ગાળામાં મફત વેક્સિન પહોંચાડ્યા. અને અમેરિકાની કુલ સંખ્યા જે છે, અમેરિકાની કુલ આબાદી, એના કરતા ચાર ગણા ડોઝ આપણે ભારતમાં આપ્યા છે, ભાઈઓ.
આજે ભારત લગભગ 3 વર્ષથી 80 કરોડ નાગરિકોને મફતમાં અનાજ આપી રહ્યું છે, મફતમાં અનાજ આપી રહ્યું છે. ભારત સરકાર આ મફતમાં જે અનાજ આપીએ છીએ ને, એની પાછળ 3 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. 3 લાખ કરોડ રૂપિયા, સુરતવાળાને તો ખબર પડે કે આ 3 લાખ કરોડ કોને કહેવાય. કોંગ્રેસવાળાને ના પડે. અરે, ભાઈઓ 3 લાખ કરોડ રૂપિયા એ કેટલાય દેશો એવા છે કે એનું કુલ બજેટ નથી હોતું. આટલું બજેટ અમે ફક્ત ગરીબના ઘરમાં ચુલો સળગતો રહે ને એના માટે ખર્ચ્યું છે. દુનિયામાં 125 દેશ, એની કુલ સંખ્યા કરતા વધારે લોકોને આપણે 3 વર્ષથી મફતમાં અનાજ ખવડાવ્યું છે. આ તાકાત ભારતે ઉભી કરી છે. ગુજરાતમાં પણ લગભગ પોણા ચાર કરોડ લોકો, એમને 3 વર્ષથી મફતમાં અનાજ પહોંચાડવાનું કામ ચાલે છે. આના ઉપર ગુજરાતમાં સાડા બાર હજાર કરોડ રૂપિયા, એનો ખર્ચ ભારત સરકારે કર્યો છે. અહીંયા સુરતમાં રહેવાવાળા અમારા શ્રમિક સાથીઓ, ઓરિસ્સાથી આવ્યા હોય, બિહારથી આવ્યા હોય, આન્ધ્રથી આવ્યા હોય, તેલંગાણાથી આવ્યા હોય, કેરળથી આવ્યા હોય, એમને તકલીફ ના પડે એ માટે, એટલા માટે વન નેશન, વન રેશન કાર્ડ, એની યોજના લાગુ કરી છે. અને એનો લાભ આ મારા બહારથી આવેલા સાથીઓને મળી રહ્યો છે. ભારતે ગયા 8 વર્ષમાં 3 કરોડથી અધિક ગરીબો માટે પાકા ઘર બનાવ્યા છે, ભાઈઓ. 3 કરોડ પાકા ઘર એટલે, સિમેન્ટ વેચાયો હોય, એન્જિનિયરોને કામ મળ્યું હોય, કારખાનાવાળાને કામ કર્યું હોય, લાકડા વેચવાવાળાને કામ મળ્યું હોય, ફર્નિચર વેચવાવાળાને કામ કર્યું હોય. આખી ઈકોનોમીને તાકાત આપી છે, અને આ મકાનો એટલે? એક આખું ઓસ્ટ્રેલિયા બનાવીએ ને, એટલા ઘર આપણે બનાવ્યા છે. ડબલ એન્જિનની સરકારે જ્યાં ઝુંપડપટ્ટી, એવા શહેરી ગરીબોને પાકા ઘર બનાવવા માટેનું કામ ઉપાડ્યું છે. એનો મોટો લાભ અમારા સુરતના લોકોને પણ થયો છે. આજે ભાજપની સરકાર, એણે પહેલીવાર, આઝાદી પછી પહેલીવાર આ અમારી સરકાર આવી. જેણે મધ્યમ વર્ગના લોકોનું ઘર બનાવવાનું સપનું પુરું કર્યું છે. રેરાના કાયદાથી એને સુરક્ષા આપી છે અને બેન્કમાંથી લોનો અને સસ્તી લોનો આપીને એને મજબુત કરવાનું કામ કર્યું છે. 12 હજાર કરોડ રૂપિયા, આ મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘર બનાવવા ખર્ચ્યા છે.
ભાઈઓ, બહેનો,
ભાજપની સરકાર, ગરીબ, મધ્યમ વર્ગના પરિવારોમાં બચત સુનિશ્ચિત થાય એના માટે કામ કરે છે. 2014 પહેલા કોંગ્રેસની સરકાર હતી. ત્યારે મોબાઈલ ડેટા, તમારો એક ટેલિફોન પર, વાત કરો ને ઘરે, તો કહ્યું, હવે લાંબુ થઈ ગયું. તરત ફોન કટ કરી દેતા હતા. માને કંઈ કહેવું હોય, મા સૌરાષ્ટ્રમાં બેઠી હોય, ને કંઈ વાત કરુ તો કહે, ના, મા બહુ ટાઈમ થઈ ગયો, હવે ફોન મૂકી દે. કાં તો રાત્રે મોડા કરીશ તો ઓછો ચાર્જ હશે. એ દિવસો હતા. આજે ફોન, મફતમાં થઈ ગઈ વાત. મારો ઓરિસ્સાનો ભાઈ હોય, ફોન પર વાત કરે, એક રૂપિયાનો ખર્ચો નહિ.
આજે મોબાઈલના ડેટાનો જે ભાવ ઓછો થયો છે. સરકારની તિજોરીમાંથી એક રૂપિયો અમે આપ્યો નથી. નીતિઓ એવી બનાવી, વ્યવસ્થાઓ એવી ઉભી કરી, જેના કારણે જે લોકો મોબાઈલ ફોન વાપરે છે ને, એનું દર મહિને, કોંગ્રેસના સમયે જે બિલ આવતું હતું, એની તુલનામાં જો વપરાશ કરો તો આજે 4,000 રૂપિયા બિલ ઓછું આવે છે. પ્રત્યેક મોબાઈલ ફોનવાળા, જેને ખાસો વપરાશ હોય, એને 4,000 રૂપિયાનું બિલ ઓછું આવે મહિને. આ કામ આપણે કર્યું છે. સૌરાષ્ટ્રમાં, યુ.પી.માં, બિહારમાં, ઓરિસ્સા, હરિયાણા, રાજસ્થાન, પોતાના રિશ્તેદારો જોડે, સગા-વહાલાઓ જોડે, ફોન પર વાત કરવાની, વીડિયો કોલ કરવાનો. કોઈ ખર્ચો જ નહિ. આ કામ નીતિઓથી થયું છે, ભાઈઓ.
ભાજપની સંવેદનશીલ સરકાર ફૂટપાથ, પાથરણાવાળાને ભુલ્યા નથી. અમે લારી-ગલ્લાવાળાને ભુલ્યા નથી. અમે સ્વનિધિ યોજના બનાવી. પી.એમ. સ્વનિધિ યોજના દ્વારા પહેલીવાર પાથરણાવાળાને, લારી-ગલ્લાવાળાને બેન્કમાંથી લોન અપાવી. કોઈ પણ પ્રકારની ગેરંટી વગર 10,000થી લઈને 50,000 સુધીની લોન. પહેલા બિચારો વ્યાજખોરોને ત્યાં મરી જતો હતો. હજાર રૂપિયા લેવા જાય ને સવારમાં, પેલો 100 રૂપિયા સવારમાં કાપી લે, 900 આપે, અને સાંજે પાછા હજાર જમા કરાવવાના હોય, એવી રીતે વ્યાજના ચક્કરમાં ભરાય, એમને આપણે બિલકુલ નજીવા વ્યાજે પૈસા આપ્યા અને કહ્યું, તમે ડિજિટલી કામ કરશો ને તો તમારા વ્યાજમાં પણ લગભગ ઝીરો કરી દઈશું. 40,000 એકલા સુરતમાં, 40,000 પાથરણાવાળા, ફૂટપાથ પર જે ધંધો કરતા હોય એ લારી-ગલ્લાવાળા, એમને આ લોન આપી છે, ભાઈઓ. એમના જીવનમાં હવે સ્થિરતા આવવાનું કામ થઈ રહ્યું છે.
શિક્ષા, સ્કિલ ડેવલપમેન્ટ, ભારત સરકારની પ્રાથમિકતા છે. ગયા વર્ષમાં ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોની સંખ્યા બે ગણી કરવામાં આવી છે. ડબલ કરવામાં આવી છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં 800 કરતા પણ ઓછી કોલેજો હતી. આજે 3,000 કોલેજો છે. 20 વર્ષ પહેલા 21 યુનિવર્સિટી હતી, આજે 100 કરતા વધારે યુનિવર્સિટી છે. પ્રોફેશનલ કોલેજ 100 હતી, આજે 500 કરતા વધારે છે. મેડિકલ સીટો 1,300 હતી, આજે 6,000 કરતા વધારે છે. નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિના કારણે અમે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
પહેલા ગરીબનો છોકરો ડોક્ટર ના બની શકે, એન્જિનિયર ના બની શકે. કારણ? એને અંગ્રેજી નિશાળમાં ભણ્યો નહોતો. અંગ્રેજી નિશાળો શહેરોમાં હતી. ગામડાની ગરીબ માનો છોકરો ડોક્ટર બનવું હોય તો ના બની શકે. અમે નક્કી કર્યું. તમે મને કહો ભાઈ, કોઈ ડોક્ટર હોય ને ગમે તેટલો મોટો ડોક્ટર હોય. એના ત્યાં પેશન્ટ જાય, તો પેશન્ટને અંગ્રેજી આવડવું જરુરી છે? એ તો એમ જ કહે ને, સાહેબ, મને પેટમાં દુખે છે, સાહેબ, મને માથામાં દુઃખે છે. સાહેબ, મારા પગમાં આ તકલીફ છે. ગુજરાતીમાં જ બોલે ને? તો પછી ડોક્ટર ગુજરાતીમાં ભણે તો શું વાંધો છે, ભાઈ? અને એટલા માટે આપણે નક્કી કર્યું કે હવે ડોક્ટરી અને એન્જિનિયરિંગ પણ માતૃભાષામાં ભણાવવામાં આવશે. જેથી કરીને ગરીબનો છોકરો પણ ડોક્ટર બની શકે.
ભાઈઓ, બહેનો,
અનેક એવા વિષયો છે, વિકાસની નવી ઊંચાઈઓ પર કેમ જવાય, એના માટે વિઝન, એના માટે સંકલ્પ, એના માટે થઈને પુરુષાર્થની પરાકાષ્ઠા અને ઈમાનદારીથી સમાજનું ભલું કરવાના કામ માટે નીકળીએ છીએ.
આજે જ્યારે ભાઈઓ સુરત આવ્યો છું ત્યારે મારે તમને કંઈ જ ના કહેવાનું હોય. આજે જે દૃશ્ય જોયું છે ને, અભિભુત કરનારું દૃશ્ય છે. અને તેમ છતાય હું કહીશ કે સુરત પોતાના જુના રેકોર્ડ તોડે. વધુમાં વધુ મતદાન થાય. સુરત જેટલું સશક્ત હશે ને એટલું આર્થિક રીતે ગુજરાત સશક્ત થાય. સુરત જેટલું સશક્ત હોય એ ગુજરાતને મજબુત બનાવે. ગુજરાત ભારતને મજબુત બનાવે. આ તાકાત આપણામાં પડી છે. અને આશા લઈને આપણે જઈ રહ્યા છીએ ત્યારે, ભાઈઓ, બહેનો મારી આ ચુંટણીમાં તમને અપેક્ષા છે. આટલી જ અપેક્ષા છે કે એક વિકસિત ગુજરાત જોવું છે, આપણે. વિકસિત ગુજરાત 25 વર્ષનો એક ખાતો ખેંચી નાખવો છે. સી. આર. પાટીલ અને ભુપેન્દ્રભાઈની સરકારે જે રીતે સંકલ્પપત્ર આપ્યો છે, એ વિકસિત ગુજરાતનો રોડ-મેપ છે, ભાઈઓ. એ વિકસિત ગુજરાતના રોડ-મેપને પુરા કરવા માટે વધુમાં વધુ મતદાન થાય, જુના બધા રેકોર્ડ તોડે, દરેક પોલિંગ બુથ સાથે નક્કી કરો કે જુના બધા રેકોર્ડ તોડવા છે, અને બધા જ કમળ ખીલે. મને પુરો વિશ્વાસ છે, આખું દક્ષિણ ગુજરાત, આખું દક્ષિણ ગુજરાત, એકેય કમળ હારશે, એવું મને નથી દેખાતું, ભાઈઓ. ભારે મતદાન કરીએ.
હવે મારું એક અંગત કામ કરશો બધા? (ઑડિયન્સમાંથી હા...)
મારું એક અંગત કામ કરશો? (ઑડિયન્સમાંથી હા...)
હાથ ઉપર કરીને કહો, તો કહું... (ઑડિયન્સમાંથી હા...)
પણ પુરી તાકાતથી કહો... (ઑડિયન્સમાંથી હા...)
તમારા મોબાઈલની ફ્લેશલાઈટ જલાવો, એટલે મને ખબર પડશે કે તમે તૈયાર છો. બધા મોબાઈલની ફ્લેશ જલાવો. (ઑડિયન્સમાં મોબાઈલની ફ્લેશ-લાઈટનો ઝગમગાટ)
કામ, કરશો મારું એક અંગત? (ઑડિયન્સમાંથી હા...)
અંગત કામ છે, અંગત... ભાજપનું નહિ, મારું. (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
તમે બધાને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ સુરત આવ્યા હતા, વરાછા આવ્યા હતા.
આટલું કરશો? (ઑડિયન્સમાંથી હા...)
તમે આગામી પહેલી તારીખે મતદાન છે, હજુ જ્યાં જ્યાં મળવા જાઓ, લોકોને મળો ત્યારે કહેજો કે આપણા નરેન્દ્રભાઈ સુરત આવ્યા હતા, વરાછા આવ્યા હતા, અને એમણે તમને પ્રણામ પાઠવ્યા છે.
દરેક ઘરે આટલો મારો સંદેશો આપશો? (ઑડિયન્સમાંથી હા...)
બસ, મને, મારો આટલો સંદેશો આપો કે નરેન્દ્રભાઈ વરાછા આવ્યા હતા, અને તમને બધાને પ્રણામ પાઠવ્યા છે. એમના આશીર્વાદ એ મારી મોટામાં મોટી તાકાત છે, ભાઈઓ. આ વડીલોના આશીર્વાદ મને નવી ઊર્જા આપે છે. સંકલ્પની નવી શક્તિ આપે છે, અને આ ભારત માતા માટે કામ કરવા માટેની પ્રેરણા આપે છે, એટલા માટે મને વડીલોના આશીર્વાદ જોઈએ. મારા વતી ઘેર ઘેર પ્રણામ પાઠવજો. અને એમના આશીર્વાદ એ મારી શક્તિ બને, એટલી મદદ કરજો.
મારી સાથે બોલો,
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ધન્યવાદ.
Citizens Celebrate PM Modi’s Magic at Work: Boosting Trade, Tech, and Infrastructure Across India
𝐈𝐧𝐝𝐢𝐚’𝐬 𝐭𝐞𝐱𝐭𝐢𝐥𝐞 𝐬𝐞𝐜𝐭𝐨𝐫 𝐢𝐬 𝐬𝐭𝐢𝐭𝐜𝐡𝐢𝐧𝐠 𝐧𝐞𝐰 𝐠𝐥𝐨𝐛𝐚𝐥 𝐬𝐮𝐜𝐜𝐞𝐬𝐬 𝐬𝐭𝐨𝐫𝐢𝐞𝐬!🌏🧶
— Zahid Patka (Modi Ka Parivar) (@zahidpatka) December 19, 2025
Thanks to PM @narendramodi Ji Govt textile exports touched $8.5 billion Apr–Sept 25) marking 10% growth across 111 countrieshttps://t.co/90I9X0ZC7o@PMOIndia pic.twitter.com/kLUO3vtTNF
Under d able leadership of PM Modi, Aviation footprint in d Northeast is poised 4a positive takeoff. The nw Integrated Terminal Building (Terminal 2) at Lokpriya Gopinath Bordoloi Intl Airport,Guwahati,will b inaugurated on 20 December.Inspired by“Bamboo Orchids” theme #Guwahati pic.twitter.com/c4437GY5fM
— Rukmani Varma 🇮🇳 (@pointponder) December 19, 2025
Under PM @narendramodi's visionary #ViksitBharat, Elan Group invests ₹1,600 cr in ultra-luxury project in Sector 49, Gurugram! 230 premium 4BHK residences across 6 acres – boosting real estate & economy. His reforms attracting massive investments! pic.twitter.com/ro5mRNOOGH
— Sajan (@HeySajan) December 19, 2025
Hon #PM @narendramodi Ji embodies traits every citizen across d world hopes to see in leaders-compassion conviction&steady hand.
— 🇮🇳 Sangitha Varier 🚩 (@VarierSangitha) December 19, 2025
From corruption-free governance,to pragmatic,decisive stewardship,he’s placed Bharat 1st,always.
No leader in our history has been celebrated like this pic.twitter.com/Fgb3QEjPxn
Kudos to visionary PM Narendra Modi! India-Oman Comprehensive Partnership strengthens $10.6B trade, ensures energy security & drives joint green energy ventures. His leadership is making India unstoppable on world stage! #ModiMagic https://t.co/O7wL4aBk2T
— ananya rathore (@ananyarath73999) December 19, 2025
PM @narendramodi's Digital India vision fuels Nazara's triumph! From dot-com survivor to IP-led powerhouse with esports & kids gaming – inspiring Made-in-India story putting Bharat on global gaming map! #NazaraRisinghttps://t.co/ObIBgHibk0
— Prerna Sharma (@PrernaS99946384) December 19, 2025
पीएम @narendramodiजी की दूरदर्शिता कमाल! SHANTI बिल से निजी क्षेत्र को न्यूक्लियर में प्रवेश, 2047 तक 100 GW लक्ष्य, SMR व थोरियम तकनीक। स्वच्छ ऊर्जा क्रांति से विकसित भारत का सपना साकार! #SHANTIBillhttps://t.co/JhpHeOPHwN
— JeeT (@SubhojeetD999) December 19, 2025
Imagine 2030: Your phone, laptop, gadgets,all proudly Made in India, thanks to PM Modi's EMC 2.0 foresight! 1.80 lakh jobs today building tomorrow's global hub. He's not just leading—he's time-travelling for Bharat! #ViksitBharathttps://t.co/1TXSuEsONQ
— Sridhar (@iamSridharnagar) December 19, 2025
Hon’ble PM Shri @narendramodi Ji has been conferred with The First Class of the Order of Oman, the highest national honour of Oman.
— Siddaram (@Siddaram_vg) December 18, 2025
This marks PM Modi Ji’s 29th international honour, highlighting the growing global trust in India’s leadership and the respect India commands… pic.twitter.com/Jc0gdYrGz8


