Shri Narendra Modi at All Gujarat Public Prosecutors’ Seminar

Published By : Admin | April 27, 2013 | 13:53 IST

 

મંચ પર બિરાજમાન આદરણીય ન્યાયમૂર્તી શ્રી ત્રિપાઠી સાહેબ, શ્રીમાન જયંતભાઈ, મંત્રીમંડળના મારા સાથી શ્રીમાન પ્રદિપસિંહ જાડેજા, શ્રીમાન કમલભાઈ ત્રિવેદી, શ્રી તુષારભાઈ મહેતા, શ્રી પ્રકાશભાઈ જાની, ઉપસ્થિત મુરબ્બી શ્રી ઠક્કર સાહેબ, સૌ આદરણીય હાઈકોર્ટના અન્ય ન્યાયમૂર્તિશ્રીઓ અને સૌ સાથી વિદો..!

સૌ પહેલાં તો આ કાર્યક્રમની કલ્પના માટે અને આયોજન માટે સંબંધિત સૌને હું અંત:કરણપૂર્વક અભિનંદન આપું છું. આ એલ.ડી. આવ્યો હોત, આયોજન થયું હોત, પણ હું નથી માનતો કે આખા ઇવેન્ટની કોઈ પ્રતિષ્ઠા ઊભી થઈ હોત યા એનું આકર્ષણ ઊભું થયું હોત. એ ત્યારે જ શક્ય બન્યું અને એનું મહાત્મય ત્યારે જ જળવાયું કે જ્યારે નામદાર હાઈકોર્ટના આદરણીય જજોની અહીં આવવાની ઉત્કંઠા, અનુમતિ અને હાજરી, આણે આમાં મોટો રંગ ભર્યો છે, અને એટલે આની એક સૅંક્ટિટિ ઊભી થઈ છે. હું માનું છું કે આ એક એક બહુ જ મોટી ઘટના છે. ગુજરાતે આ પહેલીવાર કર્યું હોય એ તો આનંદની વાત છે જ, અને ઘણું બધું પહેલું આપણે જ કરવાનું છે, અને એટલા માટે હું મારા આનંદની અભિવ્યક્તિ આ પ્રસંગે કરવા માંગું છું..!

ને વ્યક્તિગત આનંદ એ પણ છે કે આમાંના મોટાભાગના લોકો એવા છે કે જે પહેલીવાર મહાત્મા મંદિર આવ્યા હશે. મેં મારા મિત્રોને કહ્યું છે કે મહાત્મા મંદિર જોવા માટે પણ એક ગાઇડેડ ટૂર કરવી પડે એવું હોય છે, તો કોઈ વ્યવસ્થા કરશે. અહીં નીચે ટેક્નોલૉજીનો ભરપૂર ઉપયોગ કરીને મહાત્મા ગાંધીના જીવન પર એક પ્રદર્શની તૈયાર કરી છે. આપ જરૂર જોજો અને સમય મળે પરિવારને અને ખાસ કરીને બાળકોને પણ લઈને આવજો. ગાંધીને સમજવા માટે થઈને ખૂબ ઊપયોગી એક વ્યવસ્થા અહીંયાં વિકસાવેલી છે. અનેક બાબતો એવી હોય છે કે જે છાપામાં બહુ ઓછી આવતી હોય છે અને ઘણીવાર નથી આવતી હોતી અને એના કારણે આ વર્ગ એવો છે કે જેની પાસે બહુ જલ્દી પહોંચતી જ નથી. આ મહાત્મા મંદિરની એક વિશેષતા એ છે કે એમાં ગુજરાતનાં દરેક ગામમાંથી માટી અને ગામનું પવિત્ર જળ, હિંદુસ્તાનના દરેક રાજ્યની માટી અને ત્યાંનું પવિત્ર જળ અને વિશ્વમાં જે જે દેશોમાં હિંદુસ્તાની સમાજ રહે છે એમના દ્વારા ત્યાંની માટી અને ત્યાંનું જળ, એ બધાને આના પાયામાં પધરાવ્યા પછી એની એક સૅંક્ટિટિ ઊભી કરીને આ મંદિર બનાવવાનો પ્રયાસ કર્યો છે..! ગાંધી એક યુગપુરૂષ હતા, એક વિશ્વમાનવ હતા, એની પ્રત્યેક ચીજમાં અનુભૂતિ થાય એના માટે મારી બુધિશક્તિ પ્રમાણે જે વિચાર આવ્યા એના આધારે આયોજન કર્યું છે..!

બીજું, સરકાર એટલે..! આવી એક સહજ માન્યતા... અને એમાં કોઈને ખોટુંય નથી લાગતું, એ તો કહે એમ જ હોય, સરકાર એટલે..! પોસ્ટ ઓફિસ અને સરકાર, બેય સરખાં, ટપાલ જાય કે ના જાય..! એકવાર ભારત સરકારે એક પોસ્ટેજ સ્ટેંપ બહાર પાડી હતી. શ્રીકૃષ્ણ અર્જુનના રથને લઈને જાય છે એવી પોસ્ટેજ સ્ટેંપ હતી. હવે તો એવું બધું નીકળવું મુશ્કેલ છે કારણકે બિનસાંપ્રદાયિકતાનું વાવાઝોડું એટલું મોટું છે કે એય તમે ના કરી શકો..! પણ એ સમયે કર્યું હતું અને જે કહેવાતી બિનસાંપ્રદાયિક સરકારો છે એમણે કર્યું હતું..! અને એમાં લખ્યું હતું ‘કર્મણ્યે વાધિકારસ્તે..’, એટલે મને એક ભાઈએ કહ્યું કે સાહેબ, આ બહુ સારું કર્યું..! મેં કહ્યું કે ખરેખર સાચી વાત કરી છે. મને કહે કે કેમ? મેં કહ્યું, તમે ટપાલ નાખજો, કર્મ કરજો... વકીલોને કંઈ આગળનું કહેવાનું ના હોય..! સરકાર એટલે આવી આબરૂ..! ખબર નહીં કેમ આમ થઈ ગયું છે અને કોઈને એમ લાગતું જ નથી કે સરકાર એટલે આપણી..! બસમાં બેસે, તો એમ માને કે એ તો સરકારી છે, હોસ્પિટલ તો સરકારી છે..! ભાઈ, સરકારી નહીં, તારી છે..! આ ઓનરશિપનો ભાવ, એને કોઈપણ સ્વરૂપમાં આઝાદી પછી જેટલા પ્રમાણમાં તીવ્રતાથી પ્રગટ કરવો જોઈતો હતો, એમાં ક્યાંકને ક્યાંક ઉણપ રહી છે અને પરિણામે એક મોટી ખાઈ થઈ ગઈ છે. અને કદાચ લોકતંત્ર માટે મોટામાં મોટું કોઈ સંકટ હોય તો એ લોકોએ બનાવેલી વ્યવસ્થા માટે જ લોકોને અવિશ્વાસ હોય એ છે અને તેથી એમાં પુન:વિશ્વાસ પ્રસ્થાપિત કરવા માટેના જે અનેક મહત્વનાં એકમો છે તેમાંનું એક મહત્વનું એકમ છે ન્યાય..! ન્યાય એટલે પોતાનું કામ પત્યું અને ચલો પૂરું થયું, બહુ પળોજણ હતી, કોર્ટના ધક્કા ખાઈ ખાઈને મરી ગયો, ચાલો હવે પત્યું, એમ કહીને છૂટકારો મેળવે એટલા પૂરતું નહીં..! અને છ કરોડ નાગરિકોમાંથી કંઈ બધાને રોજ સવારે કોર્ટમાં જવું નથી પડતું, મારા જેવા અનેક લોકો છે જેણે હજુ કોર્ટ જોઈ નથી. એવા ઘણા નાગરિકો હશે આ દેશમાં કે જેને કોઈ દિવસ પનારો જ ના પડ્યો હોય..! ઘટના ભલે નાની હોય, તો પણ એની અસર વ્યાપક હોય છે. લોકજીભે એ બાબત ચર્ચાતી હોય છે. અને તેથી સરકારના પક્ષે હોઈએ કે વ્યવસ્થાના પક્ષે હોઇએ, આપણા મનમાં એક ભાવ અવશ્ય રહેવો જોઇએ કે આપણી દરેક ગતિવિધિથી એક નવું વિશ્વાસનું વાતાવરણ કેમ પેદા થાય..! અને ઘણીવાર કોઈ માણસ માંદું હોય અને કોઈ મળે તો કહે કે આ લેજો, એટલે તરત લઈ લે. કલાક પછી બીજો મળે અને કહે કે એમ, આ છે? આ લઈ લો..! તો લઈ લે છે. કેમ..? કારણકે અવિશ્વાસ મુખ્ય કારણ છે એટલે એ લીધા કરે છે. પણ કેટલાક એવા હોય કે ભાઈ, તમારી સલાહ બરાબર છે, પણ હું ફલાણાને પૂછીશ અને પછી નક્કી કરીશ. તું જે બધાં પડીકાં લાવ્યો હોય એ મૂક અહીંયાં..! કારણ, એનો ક્યાંક વિશ્વાસ છે..! તો બાકી બધા પ્રવાહોમાંથી તારવી લેવાનું એનામાં સામર્થ્ય પેદા થતું હોય છે અને આ સ્થિતિ ઊભી કરવામાં આપણે શું ભૂમિકા અદા કરી શકીએ..? આજના આ સેમિનારમાં જે કોઈપણ એક્સપર્ટ સ્વજનો આપણને વાત કરવાના છે એમાંથી જરૂર ખૂબ બધા રસ્તા આપણને જડશે, ઘણું બધું ઉપલબ્ધ થશે..!

ને એક વિચાર હમણાં આવ્યો કે જેમ આ એક પ્રયાસ છે, એમ બીજી એક મથામણ એ છે કે સરકારનું ડિપાર્ટમેન્ટ, જે મેઇન લિટિગન્ટ હોય છે અને પબ્લિક પ્રોસિક્યુટર, આ બંને વચ્ચે પણ મને લાગે છે કે મોટી ખાઈ હશે..! તો જેમ આ એક સેમિનાર કર્યો, એમ ડિસ્ટ્રીક્ટ લેવલ પર ગવર્નમેન્ટ સિસ્ટમ, ગવર્નમેન્ટ ઓફિસર્સ, આખી પ્રક્રિયા, ફાઈલો, ફલાણું, ઢીંકણું, એની સાથે જોડાયેલા લોકો અને ગવર્નમેન્ટ વતી જઈને બધે માથાઝીંક કર્યા કરે છે એ મિત્રો, એ બન્ને બેસીને જો ત્રણ-ચાર મહિને એકાદવાર ડિટેઈલમાં જો ડિસ્કશન થાય, તો હું માનું છું ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ ત્યાં જ થઈ જાય..! ઘણીવાર તો પબ્લિક પ્રોસિક્યુટર હોય પણ એને સવારે દસ વાગે કોર્ટમાં ખબર પડે કે આજે તો તારીખ છે અને પેલા કેસની મુદત છે, એટલે પેલો ડિપાર્ટમેન્ટવાળો દોડતો-દોડતો આવ્યો હોય. ડિપાર્ટમેન્ટવાળા ભાઈ રજા ઉપર હોય એટલે એણે બીજાને મોકલ્યો હોય, બીજો કહે કે કયો કેસ છે એ ખબર નથી... આવું બધું તો તમારે રોજનું હશે ને..! આ તો ઘણાને એવું લાગે કે મુખ્યમંત્રીને આ બધી કંઈ ખબર નથી હોતી, એવું નથી ભાઈ, બધી ખબર હોય છે..! એટલે મિત્રો, આ એક મુદ્દો. બીજી બાબત, ટ્યૂશન ક્લાસીસનું મહાત્મય વધ્યું અને શાળાના શિક્ષણનું ઘટ્યું, કારણ..? જે શિક્ષક શાળામાં ઉત્તમ શિક્ષક હતો એને થયું કે જો બધું અહીં જ વાપરીશ તો ત્યાંનું શું..? એટલે એમ કહે કે ભાઈ, તું વિદ્યાર્થી બરાબર છે પણ એક કામ કરજે, તું પેલામાં આવજે ને... પછી ઉત્તમ ભણાવે..! ઘણીવાર જનરલ હોસ્પિટલમાં ડૉક્ટરો મફતમાં સેવા આપે, મફતમાં..! નૉટ ઓન્લી ધૅટ્, મફતમાં સેવા લો એના માટે દબાણ આપે કે સાહેબ, વી.એસ. માં મૂકી આપોને, મારે સેવા કરવી છે..! પણ સ્ટેથોસ્કૉપ ભૂલી જાય પણ વિઝિટીંગ કાર્ડ ના ભૂલે અને પેશન્ટને આપે જ..! કેમ..? અહીં બધું બરાબર છે, પણ ત્યાં સાંજે આવજો ને..! પછી આપણને ખબર પડે આ સેવા શું હતી..! તો સાહેબ, આપણે અહીં પતે તો પછી મારે ત્યાં આવશે એ વાતાવરણ ક્યાંય પનપવા ન દેવું જોઇએ, વિશ્વાસ પેદા કરવો જોઇએ કે યસ, આ વ્યવસ્થા છે અને આ વ્યવસ્થામાંથી, આ પ્રોસેસમાંથી મને પરિણામ મળવાનું જ છે..! આ ભરોસો પેદા કરવાની આવશ્યકતા છે.

બીજો એક વિષય મને વિચારવામાં આવે છે કે જેમ આ એક સેમિનાર કર્યો એમ આ મિત્રો પ્લસ એમનો એક સ્ટાફ હોય, જે એમની સાથે મદદમાં રહેતા હોય અને જે ટેક્નો-સૅવી હોય અને એ જૉઇન્ટ ટેક્નોલૉજી અંગેનો એક કે બે દિવસનો સેમિનાર કરવું જોઇએ, વર્કશોપ કરવું જોઇએ અને આજે લીગલ ફિલ્ડમાં કેટલા પ્રકારે આઈ.સી.ટી. નો ઉપયોગ થઈ શકે એમ છે, આપણી જાતને સ્ટ્રેન્ધન કરવા માટે કેટલી બધી સુવિધાઓ છે..! નૉટ ઓન્લી ધૅટ્, ઘણીવાર આપણે સરકારમાં આજે મારો કોઈ એક એગ્રીકલ્ચરનો કોઈ એક મુદ્દો છે, જયંતભાઈ સાહેબને ત્યાં છે એટલે પગ ધ્રુજે છે, અને મને મારો પેલો ભાઈ મળ્યો નથી, બ્રીફીંગ મને મળ્યું નથી, સરકારી અધિકારી આવ્યા નથી..! મિત્રો, તમારા સ્ટાફમાં એટલો દમ હોવો જોઇએ કે વેબસાઈટ પર બધું જ અવેલેબલ હોય છે, તો ફટાફટ બધી જ ચીજો કાઢીને, પોતાની જાતને ઇક્વિપ કરીને, યસ મારી પાસે મિશનમોડ છે, મારી જવાબદારી છે, કદાચ નહીં આવ્યો હોય સરકારી માણસ, આઈ વિલ ફૂલફિલ... ત્યાં તમને ટેક્નોલૉજી બહુ જ મદદ કરી શકે. અને માત્ર લીગલ ફિલ્ડની માહિતી માટેનો ખજાનો ખોદવા માટે ટેક્નોલૉજી એટલું જ નહીં, પણ તમે સરાઉન્ડિંગ જે ફિલ્ડ સાથે જોડાયેલા છો એની કમ્પૅરેટિવ ડિટેઇલ્સ જો તમને જોઈતી હોય, માની લો કે તમે ગુજરાતમાં એક કેસ લડો છો, એવી જ બાબત ક્યાંક મધ્યપ્રદેશમાં બની છે તો તમે ઓનલાઈન સર્ચ કરીને આ બધી ચીજો ભેગી કરી શકો છો, બધું ઉપલબ્ધ છે. બહુ ઓછી ઘટનાઓ છે કે જ્યાં બધું રેફરન્સ મટીરિયલ ઉપલબ્ધ નથી..! આ ત્યારે જ શક્ય બને કે આપણે પોતે આના સામર્થ્યને એકવાર સ્વીકારવું પડે, આ વિરાટનાં દર્શન કરવા પડે. છેક કૃષ્ણના જમાનાથી આ ચાલ્યું આવે છે, તમે વિરાટનાં દર્શન ન કરાવો ત્યાં સુધી દુનિયા સમજે જ નહીં..! દેવકીને સમજાવવા માટે અને યશોદાને પણ સમજાવવા માટે એમણે એ જ કરવું પડ્યું..! તો મિત્રો, એકવાર ટેક્નોલૉજીની વિશાળતાના રૂપરંગને જાણવા પહેચાનવાનો એક કાર્યક્રમ મને લાગે છે સરકારે ગોઠવવો જોઇએ. અને મિત્રો હું અનુભવથી કહું છું, ટેક્નોલૉજી ખૂબ મદદરૂપ થાય છે, સદમાર્ગથી જો આપણે ચલાવવા માંગતા હોઇએ તો ખૂબ મદદરૂપ થાય છે, ઇવન તમારી આખી સિસ્ટમમાં તમે જે કંઈ ટેક્નોલૉજી લાવો... માનો કે તમારા ગવર્નમેન્ટ સાથે સંબંધિત ઓફિસર આવે છે કે ભાઈ, બુધવારે કેસ છે તો સોમવારે ટેક્નોલૉજીથી જ ફટાફટ દિવસમાં ત્રણ મેસેજ કેમ ના જાય, જ્યાં સુધી પેલાનો જવાબ ના આપે ત્યાં સુધી એસ.એમ.એસ. ગયા કરતા હોય. ને ટેક્નોલૉજી કામ કર્યા કરે, હા ભાઈ, મને વકીલને ત્યાંથી મેસેજ હતો અને આ કેસમાં મારે બ્રીફીંગ કરવા જવાનું છે, તરત જ પહોંચશે..! મને એમ લાગે છે કે આખી આ વ્યવસ્થામાં આપણે ટેક્નોલૉજીને કેવી રીતે જોડી શકીએ એનો એક વિચાર કરવો જોઇએ..!

ને ખબર નથી કે મીડિયાના મિત્રો આટલી મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં કેમ આવ્યા છે..! ઘણીવાર તો આપણને કાર્યક્રમમાં નહીં, પણ બીજા દિવસે છાપું વાંચીએ ત્યારે ખબર પડે કે અચ્છા, આવું હતું..? આવું બધું હોય છે..! ત્રિપાઠી સાહેબે કહ્યું એ બહુ સાચી વાત છે. તમને ખબર જ ન હોય કે આવું હતું, કંઈ નવું જ જોવા મળે..! ત્રિપાઠી સાહેબની પીડા સાચી છે પણ અમારે તો આ રોજનું છે. એમના વિના અમને નથી ચાલવાનું, અમારા વિના એમને નથી ચાલવાનું..! તમારો ટપલીદાવ રોજનો કાર્યક્રમ હોય છે, અમે સહન કરવા ટેવાયા છીએ..! આજકાલ તો બહુ યોજના પ્રમાણે ચાલતું જોઇએ છીએ. મને ખબર હોય કે ફલાણી તારીખે ફલાણા કેસની ડેટ છે તો સાહેબ, એના પહેલાં એન.જી.ઓ. નો એક સેમિનાર થયો હોય, છાપાંમાં ચગ્યું હોય, બીજા દિવસે ટી.વી. ઉપર ડિબેટ ગોઠવાણી હોય, એમાં ઇન્ટર્વ્યૂ ચાલ્યા હોય ને એક જબરદસ્ત માહોલ બનાવી દીધો હોય... અને પછી કોર્ટમાં મેટર આવે. આપણે જાણીએ છીએ કે શું થાય..! તો આ આખું મોટું એક ષડયંત્ર મોટું ચાલી રહ્યું છે, એનું આ જ કામ છે, રોજબરોજનું..! પણ હવે એની અસર ઘટતી જાય છે, કારણ? એનું કારણ એ છે કે પહેલાં ઇન્ફર્મેશન ચેનલ ખૂબ ઓછી હતી, જ્યારે આજે એટલા બધા પ્રમાણમાં તમને માહિતીના સ્ત્રોત છે, માહિતી તમારી આંગળીના ટેરવે છે..! તમે નક્કી કરો કે મારે ઘેર બેઠાં આમાં પક્ષ-વિપક્ષ શું છે એ જાણવું છે, તો આપ શોધી શકશો, ક્યારેય કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલું બધું ઉપલબ્ધ છે..! અને એ જેટલી ટેવ આપણે પાડીએ તો સરકારનું બ્રીફીંગ ગમે તેટલું સરસ હોય તો પણ સાચું કરવા માટે થઈને તમને ચોક્કસપણે માહિતી મળી જ રહે, મળી જ રહે અને મળી જ રહે, એવો મારો વિશ્વાસ છે. પણ આપણે એની ટેવ પાડવી પડે, આ બધી જ બાબતોની ટેવ પાડવી પડે..!

ત્રીજી વસ્તુ છે મિત્રો, જેટલું હું સમજું છું, કારણકે મને આ પ્રૉફેશનની બહુ લાંબી ખબર નથી, પરંતુ મને લાગે છે કે જ્યુડિશિયરી હોય કે આ ભાગ હોય કે પછી સરકાર હોય, આપણે બધા એક વ્યવસ્થાના ભાગ છીએ. અને વ્યવસ્થા સમાજનું કંઈક સારું કરવા માટે હોય છે. મારા ભાગનું કામ હું કરીશ, જજીસ સાહેબના ભાગનું કામ એ કરશે, તમારા ભાગનું કામ તમે કરશો..! પણ અલ્ટીમેટ હેતુ એ છે કે સમાજનું કંઈ ઉત્તમ થાય, એના માટે આપણા બધાની આ મથામણ છે. પણ ઉત્તમતાના માર્ગની બાબતમાં આપણી ભૂમિકા કેવી છે? તમે જોયું હશે કે ઇવન ઇન સુપ્રીમ કોર્ટ, આજે પણ અનેક વકીલ એવા છે કે ફાઇલ લઈને ઊભા થાય એની સાથે જ 80% બાબતમાં કોર્ટ એમ માનીને ચાલે કે આ આવ્યા છે ને એનો અર્થ એ કે આ એવી બાબત નહીં હોય કે જેના કારણે એમણે હાથમાં લીધી હોય. એટલો ભરોસો હોય કે એમણે કહ્યું છે ને..! મને લાગે છે કે આપણા વ્યક્તિત્વની ઊંચાઈ એટલી હોવી જોઇએ કે ન્યાયપીઠ પર બેઠેલા માણસને આપણી દલીલોમાં દમ હોય કે ના હોય, પણ આપણી નિષ્ઠા પર ક્યારેય શક ન હોય એ મિત્રો સૌથી મુખ્ય બાબત છે..! અને એ બાબત ન્યાયમૂર્તિને ન્યાય કરવામાં મદદરૂપ થાય છે. જો આપણા વ્યક્તિત્વની અંદર જ પ્રોબ્લેમ હશે અને પછી આપણે દલીલો કરીએ અને લૉ પોઈન્ટ લાવીએ અને આજકાલ તો બીજા ભાષણો પણ થતાં હોય છે, અમારે ત્યાં ઍક્ટ પર ડિબેટ થતી હોય છે એ કોઈવાર સાંભળવા આવો તો ખૂબ ઈન્ટરેસ્ટીંગ હોય છે. ધારાસભા ધારા ઘડવા માટે હોય છે, પરંતુ ધારાની કલમ પર કોઈ ડિબેટ જ ના થાય..! મોદી સાહેબે આ કર્યું હતું, ને મોદી સાહેબે ત્યાં ગયા હતા, ને મોદી સાહેબ ફલાણે ગયા હતા, એના ઉપર જ થાય અને અમે સાંભળીએ છીએ, લોકશાહીની વ્યવસ્થા છે..! અને મિત્રો, એટલે મને લાગે છે કે વ્યક્તિગત રીતે આપણે કોર્ટને પૂરક બને એવું આખું આપણું આચાર-વિચારનું વાતાવરણ ઊભું કરવું જ જોઇએ. સમગ્ર ન્યાયપ્રક્રિયાને આપણે પોષક બનવા જોઇએ, પૂરક બનવા જોઇએ..! અમે ગવર્નમેન્ટના પ્રતિનિધિ તરીકે ઊભા છીએ ત્યારે અને સરકાર જનતા જનાર્દનનું પ્રતિનિધિત્વ કરે છે, એ કોઈનું સાલિયાણું લઈને બેઠેલી સરકાર નથી, પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે, પ્રજા અલ્ટિમેટ છે... એ જો ભૂમિકા હોય, તો મને પૂરો વિશ્વાસ છે કે સમગ્ર વાતાવરણમાં પ્રજાનો વિશ્વાસ પણ પેદા થશે અને ન્યાયની પ્રક્રિયા પણ તેજ થશે..! અને મેં એવા ઘણા વકીલો જોયા છે કે જે અસીલને કહેતા હોય કે ભાઈ, બધું જ બરાબર છે પરંતુ તું શું કરવા રૂપિયા બગાડે છે, એમાં કંઈ નથી નીકળવાનું..! એનો તો વકરો હોય છે, તો પણ નહીં..! કેટલાક ડૉક્ટર એવા હોય છે કે જે કહેતા હોય કે ભાઈ, તમે નકામું ઑપરેશન કરાવો છો..! ઑપરેશન કરાવો તો એને વકરો થાય, પણ કરાવવાની જરૂર નથી, તમારું પતી જશે, બે દિવસ રાહ જુઓ..! એવા ડૉક્ટરોની જેમ એવા વકીલો પણ હોય છે કે સાહેબ, નકામું તમે આમાં પડો છો, શું કરવા તમે  જીદ કરો છો, છોડોને, બીજા કામે લાગો..! અને અનેક અસીલ પણ એવા હોય છે કે વકીલે છોડી દેવાનું કહ્યું છે ને,  હવે છોડો, જે થઈ ગયું એ થઈ ગયું, એમ કહીને આગળ વધતા હોય છે..! આ બધાની અંદર તમે જુઓ, કાયદાની કલમો કામ નથી કરતી, એનાથી ઉપર કોઈ ચીજ છે, અને જેને હું કહું છું, ભરોસો..! દરેક લેવલે કેવી રીતે આપણે એને પુન:પ્રસ્થાપિત કરી શકીએ એ દિશામાં આપણે સૌ જરૂર પ્રયાસ કરીશું..!

મિત્રો, મને વિશ્વાસ છે કે આ સેમિનાર ચોક્કસપણે  એક પ્રકાશ પાથરનારો અવસર બની રહેશે અને જે લાંબા ગાળા સુધી આપણને બધાને લાભ કરશે, આપણી જવાબદારીની આપણને એક નવી અનુભૂતિ થશે. મારી આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ છે. વિશેષરૂપે આદરણીય ન્યાયમૂર્તિશ્રીઓને, આ આખાય કાર્યક્રમને પ્રાણવાન બનાવવા માટે, પ્રેરક બનાવવા માટે આપની હાજરી ખૂબ નોંધનીય છે, હું આવકારું છું..!

ખૂબ ખૂબ ધન્યવાદ..!

Explore More
आज सम्पूर्ण भारत, सम्पूर्ण विश्व राममय है: अयोध्या में ध्वजारोहण उत्सव में पीएम मोदी

लोकप्रिय भाषण

आज सम्पूर्ण भारत, सम्पूर्ण विश्व राममय है: अयोध्या में ध्वजारोहण उत्सव में पीएम मोदी
Spirituality remains key driver for travel in Asia, India ranks top: Report

Media Coverage

Spirituality remains key driver for travel in Asia, India ranks top: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
शांति और संवाद की हमारी एकजुट आवाज पूरी दुनिया तक पहुंचे: पश्चिम एशिया संघर्ष पर राज्यसभा में पीएम मोदी
March 24, 2026
होर्मुज स्ट्रेट में दुनिया के अनेक जहाज फंसे हैं, उनमें बहुत बड़ी संख्या में भारतीय क्रू मेंबर्स हैं। यह भी भारत के लिए एक गंभीर चिंता का विषय है: प्रधानमंत्री
ऐसी चुनौतीपूर्ण और संवेदनशील घड़ी में, यह अत्यंत आवश्यक है कि भारत की संसद के इस उच्च सदन से संपूर्ण विश्व के लिए शांति और संवाद का एक साझा एवं एकजुट स्वर गूँजे: प्रधानमंत्री
एक करोड़ भारतीय खाड़ी देशों में निवास करते हैं और वहाँ कार्यरत हैं, उनके जीवन और जीविका की सुरक्षा भारत के लिए एक अत्यंत गंभीर चिंता का विषय है : प्रधानमंत्री
पश्चिम एशिया में छिड़े इस युद्ध को तीन सप्ताह से अधिक का समय बीत चुका है और इस संघर्ष ने संपूर्ण विश्व के समक्ष एक गंभीर ऊर्जा संकट उत्पन्न कर दिया है: प्रधानमंत्री
प्रधानमंत्री ने कड़े शब्दों में कहा कि वाणिज्यिक जहाजों पर हमले और होर्मुज़ स्ट्रेट जैसे अंतरराष्ट्रीय जलमार्गों में व्यवधान पूरी तरह से अस्वीकार्य है: प्रधानमंत्री
भारत ने नागरिकों, सिविल इंफ्रास्ट्रक्चर तथा ऊर्जा और परिवहन से संबंधित इंफ्रास्ट्रक्चर पर होने वाले हमलों की निंदा की है : प्रधानमंत्री
युद्ध की शुरुआत के बाद से अब तक, मैंने पश्चिम एशिया के अधिकांश देशों के राष्ट्राध्यक्षों के साथ दो दौर की टेलीफोन वार्ता की है : प्रधानमंत्री
हम सभी खाड़ी देशों के साथ निरंतर संपर्क में हैं, साथ ही, हम ईरान, इजराइल और अमेरिका के साथ भी लगातार संवाद बनाए हुए हैं: प्रधानमंत्री
हमारा लक्ष्य संवाद और कूटनीति के माध्यम से इस क्षेत्र में शांति बहाल करना है: प्रधानमंत्री
हमने संबंधित पक्षों के साथ क्षेत्रीय तनाव को कम करने और होर्मुज़ स्ट्रेट में आवाजाही पुनः बहाल करने पर भी चर्चा की है: प्रधानमंत्री
प्रधानमंत्री ने आश्वस्त करते हुए कहा कि युद्ध के इस कठिन वातावरण में भी भारतीय जहाजों की सुरक्षित आवाजाही सुनिश्चित करने के लिए भारत कूटनीतिक माध्यमों से निरंतर प्रयास कर रहा है
युद्ध शुरू होने के बाद से होर्मुज स्ट्रेट मैं जहाजों का आना-जाना बहुत चुनौतीपूर्ण हो गया है, लेकिन विपरीत परिस्थितियों के बावजूद हमारी सरकार ने संवाद और कूटनीति के माध्यम से रास्ता बनाने का प्रयास किया है: प्रधानमंत्री
हमारा निरंतर प्रयास है कि जहाँ से भी संभव हो, भारत को तेल और गैस की आपूर्ति सुनिश्चित की जा सके और देश ऐसे प्रत्येक प्रयास के सकारात्मक परिणामों का साक्षी बन रहा है: प्रधानमंत्री
पिछले कुछ दिनों में विश्व के कई देशों से कच्चे तेल और एलपीजी लेकर जहाज भारत पहुँचे हैं और इस दिशा में हमारे प्रयास आने वाले दिनों में भी निरंतर जारी रहेंगे : प्रधानमंत्री
हमारी अर्थव्यवस्था की बुनियाद मजबूत है और सरकार तेजी से बदलती परिस्थितियों पर पैनी नजर रख रही है : प्रधानमंत्री
सरकार वर्तमान परिस्थितियों के अल्पकालिक, मध्यम और दीर्घकालिक प्रभावों के समाधान हेतु एक सुनियोजित रणनीति के साथ काम कर रही है: प्रधानमंत्री
सरकार ने उर्वरकों की पर्याप्त आपूर्ति सुनिश्चित करने के लिए सभी आवश्यक तैयारियाँ कर ली हैं : प्रधानमंत्री
सरकार निरंतर यह प्रयास कर रही है कि किसी भी संकट का बोझ हमारे किसानों पर न पड़े : प्रधानमंत्री
मैं देश के किसानों को एक बार फिर आश्वस्त करना चाहता हूँ कि हर चुनौती के समाधान के लिए सरकार पूरी मजबूती के साथ उनके साथ खड़ी है : प्रधानमंत्री

माननीय सभापति जी,

पश्चिम एशिया में चल रहे युद्ध और उससे बनी परिस्थितियों से हम सभी परिचित हैं। मैं आज संसद के उच्च सदन के सामने और देशवासियों के सामने इन विकट परिस्थितियों पर सरकार का पक्ष साझा करने के लिए उपस्थित हुआ हूं। पश्चिम एशिया में चल रहे इस युद्ध को तीन सप्ताह से अधिक का समय हो चुका है। इस युद्ध ने पूरे विश्व में गंभीर ऊर्जा संकट पैदा कर दिया है। भारत के लिए भी यह स्थिति चिंताजनक है। इस युद्ध से हमारे व्यापार के रास्ते प्रभावित हो रहे हैं। इससे पेट्रोल, डीजल, गैस और फर्टिलाइजर जैसे जरूरी सामान के रूटीन सप्लाई प्रभावित हो रही है। गल्फ देशों में करीब एक करोड़ भारतीय रहते हैं, वहां काम करते हैं। उनके जीवन और आजीविका की सुरक्षा भी भारत के लिए बहुत बड़ी चिंता है। होर्मुज स्ट्रेट में दुनिया के अनेक जहाज फंसे हैं, उनमें बहुत बड़ी संख्या में भारतीय क्रू मेंबर्स हैं। यह भी भारत के लिए एक बड़ी चिंता का विषय है। ऐसी विकट परिस्थिति में आवश्यक है कि भारत की संसद के इस उच्च सदन से शांति और संवाद की एकजुट आवाज पूरे विश्व में जाए।

सभापति जी,

युद्ध की शुरुआत के बाद से मैंने पश्चिम एशिया के ज्यादातर देशों के राष्ट्राध्यक्षों के साथ दो राउंड फोन पर बात की है। हम गल्फ के सभी देशों के साथ लगातार संपर्क में हैं। हम ईरान, इजरायल और अमेरिका के साथ भी संपर्क में हैं। हमारा लक्ष्य डायलॉग और डिप्लोमेसी के माध्‍यम से क्षेत्र में शांति की बहाली का है। हमने डि एस्केलेशन और होर्मुज स्ट्रेट खोले जाने पर भी उनसे बात की है। कमर्शियल जहाजों पर हमला और होर्मुज स्ट्रेट जैसे अंतरराष्ट्रीय जल मार्ग में रुकावट अस्वीकार्य है। भारत ने नागरिकों पर, सिविल इंफ्रास्ट्रक्चर पर, एनर्जी और ट्रांसपोर्ट से जुड़े इंफ्रास्ट्रक्चर पर हमलों का विरोध किया है। भारत डिप्लोमेसी के जरिए युद्ध के इस माहौल में भी भारतीय जहाजों के सुरक्षित आवागमन के लिए सतत प्रयास कर रहा है। भारत ने इस समस्या के समाधान के लिए संवाद का ही रास्ता सुझाया है। इस युद्ध में किसी के भी जीवन पर संकट मानवता के हित में नहीं है। इसलिए भारत का सतत प्रयास सभी पक्षों को जल्द से जल्द शांतिपूर्ण समाधान के लिए प्रोत्साहित करने का है।

सभापति जी,

संकट की स्थिति में देश-विदेश में भारतीयों की सुरक्षा हमारी बहुत बड़ी प्राथमिकता है। युद्ध शुरू होने के बाद से लेकर अब तक 3 लाख 75 हज़ार से अधिक भारतीय सुरक्षित भारत लौट चुके हैं। ईरान से ही अभी तक 1000 से अधिक भारतीय सुरक्षित वापस लौटे हैं। इनमें 700 से अधिक मेडिकल की पढ़ाई करने वाले युवा हैं। हमारी सरकार संकट के इस समय में पूरी संवेदनशीलता से कम कर रही है। सभी देशों ने वहां मौजूद भारतीयों की सुरक्षा का पूरा आश्वासन दिया है। हालांकि यह बहुत दुखद है कि हमलों के कारण कुछ भारतीयों की मृत्यु हुई है और कुछ घायल भी हुए हैं। ऐसे मुश्किल हालात में परिवारजनों को आवश्यक मदद दी जा रही है। जो घायल हैं, उनका बेहतर इलाज सुनिश्चित कराया जा रहा है।

सभापति जी,

होर्मुज स्ट्रेट विश्व व्यापार के सबसे बड़े रूट्स में से एक है। विशेष तौर पर कच्चे तेल, गैस और फर्टिलाइजर से जुड़ा परिवहन इस क्षेत्र से बहुत बड़ी मात्रा में होता है। युद्ध के बाद से ही होर्मुज स्ट्रेट मैं जहाजों का आना-जाना बहुत चुनौतीपूर्ण हो गया है, लेकिन विपरीत परिस्थितियों के बावजूद हमारी सरकार ने संवाद से, कूटनीति के माध्यम से रास्ते बनाने का प्रयास किया है। प्रयास यह है कि जहां से भी संभव हो, वहां से तेल और गैस की सप्लाई भारत पहुंचे। ऐसी हर कोशिश के नतीजे भी देश देख रहा है। बीते कुछ दिनों में दुनिया के अनेक देशों से कच्‍चा तेल और एलपीजी से भरे जहाज भारत आए हैं। इस दिशा में हमारे प्रयास आने वाले दिनों में भी जारी रहेंगे।

सभापति जी,

भारत का प्रयास है कि तेल हो, गैस हो, फर्टिलाइजर हो, ऐसे हर जरूरी सामान से जुड़े जहाज भारत तक सुरक्षित पहुंचे। लेकिन इस युद्ध से बनी वैश्विक परिस्थितियों अगर लंबे समय तक बनी रहती हैं, तो गंभीर दुष्परिणाम तय है। इसलिए भारत अपनी रेसिलियंस बढ़ाने के लिए जो भी प्रयास बीते वर्षों में किए हैं, उनको और गति दे रहा है।

सभापति जी,

कोई भी संकट हो, वह हमारे हौसलों और हमारे प्रयास दोनों की परीक्षा लेता है। देश ऐसे संकटों का बेहतर तरीके से सामना कर सके, इसके लिए बीते 11 वर्षों में निरंतर निर्णय लिए गए हैं। एनर्जी इंपोर्ट का डायवर्सिफिकेशन ऐसे ही प्रयासों का हिस्सा है। पहले क्रूड ऑयल, एलएनजी, एलपीजी, ऐसी एनर्जी जरूरतों के लिए 27 देशों से इंपोर्ट किया जाता था। वहीं आज भारत 41 देशों से एनर्जी इंपोर्ट कर रहा है। बीते दशक में भारत ने संकट के ऐसे ही समय के लिए कच्चे तेल के भंडारों को भी प्राथमिकता दी है। हमारी तेल कंपनियां संकट के समय के लिए काफी मात्रा में पेट्रोल और डीजल का भंडार रखती हैं। बीते 11 वर्षों में 53 लाख मीट्रिक टन से अधिक तक स्ट्रैटेजिक पेट्रोलियम रिजर्व भी डेवलप किया गया है और 65 लाख मीट्रिक टन से अधिक के रिजर्व की व्यवस्था पर देश काम कर रहा है। साथ ही, बीते दशक में भारत की रिफायनिंग कैपेसिटी भी अच्छी-खासी बढ़ाई गई है। मैं आपके माध्यम से सदन को और देश को या यह देना चाहता हूं कि भारत के पास क्रूड ऑयल के पर्याप्त स्टोरेज के और निरंतर सप्लाई की व्यवस्थाएं हैं।

सभापति जी,

हमारी सरकार की कोशिश है कि ईंधन के किसी एक ही स्रोत पर ज्यादा निर्भरता ना रहे। सरकार घरेलू गैस सप्लाई में एलपीजी के अलावा पीएनजी पर भी बल दे रही है। बीते दशक में देश में पीएनजी कनेक्शन पर अभूतपूर्व काम हुआ है। बीते दिनों में इस काम को और तेज किया गया है। साथ ही, एलजी के घरेलू उत्पादन को भी बड़े पैमाने पर बढ़ाने का प्रयास किया जा रहा है।

सभापति जी,

बीते वर्षों में सरकार का निरंतर प्रयास रहा है कि हर सेक्टर में दूसरे देशों पर निर्भरता कम से कम हो। हम ज्यादा से ज्यादा आत्मनिर्भर हों, यही एकमात्र विकल्प है। जैसे भारत का 90% से अधिक तेल विदेशी जहाजों पर होता है, यह स्थिति किसी भी वैश्विक संकट में भारत की स्थिति को और भी गंभीर बना देती है। इसलिए सरकार ने मेड इन इंडिया जहाज बनाने के लिए करीब 70000 करोड़ रुपए का अभियान शुरू किया है। भारत आज शिप बिल्डिंग, शिप ब्रेकिंग, मेंटेनेंस एंड ओवरहालिंग, ऐसी हर सुविधा का निर्माण पर तेज गति से कम कर रहा है। भारत अपने डिफेंस सेक्टर को भी अधिक रेसिलियंट बना रहा है। बीते दशक में किए गए प्रयासों से भारत आज अपनी जरूरत के अधिकांश हथियार भारत में ही बना रहा है। एक समय था, जब भारत अपने जीवन रक्षक दावों के कच्चे माल यानी API के लिए भी दूसरे देशों पर बहुत अधिक निर्भर था। बीते वर्षों में देश ने भारत में ही API इकोसिस्टम बनाने के लिए अनेक प्रयास किए हैंं। इसी प्रकार रेयर अर्थ मिनिरल्स में विदेशी निर्भरता को कम करने के लिए भी बड़े कदम उठाए जा रहे हैं।

आदरणीय सभापति जी,

वर्तमान संकट ने पूरी दुनिया की इकोनॉमी को हिला दिया है। अभी तक पश्चिम एशिया में जो नुकसान हुआ है, उससे रिकवर होने में भी दुनिया को बहुत समय लगेगा। भारत में इसका कम से कम दुष्प्रभाव हो, इसके लिए निरंतर प्रयास किया जा रहे हैं। हमारे इकोनॉमी के फंडामेंटल्‍स मजबूत हैं और सरकार पल-पल बदलते हालात पर नजर रखे हुए हैं। सरकार इसके शॉर्ट टर्म, मीडियम टर्म और लॉन्ग टर्म ऐसे हर प्रभाव के लिए एक रणनीति के साथ काम कर रही है। भारत सरकार ने एक इंटर मिनिस्ट्रियल ग्रुप भी बनाया है, यह ग्रुप नियमित मिलता है और हमारे इंपोर्ट एक्सपोर्ट में आने वाली हर दिक्कत का आकलन करता है और यह ग्रुप आवश्यक समाधान पर भी निरंतर काम करता रहा है। जैसे कोरोना के समय में अलग-अलग सेक्टर्स की चुनौतियों से निपटने के लिए एक्सपोर्ट्स और ऑफिसर्स के empowered groups बने थे, वैसे ही कल ही ऐसे 7 नए empowered groups का भी गठन किया गया है। यह ग्रुप सप्लाई चैन, पेट्रोल-डीजल, फर्टिलाइजर, गैस, महंगाई, ऐसे विषयों पर त्वरित और दूरगामी रणनीति के तहत कार्यवाही करने का काम करेंगे। मुझे पूरा भरोसा है कि इस साझा प्रयासों से हम परिस्थितियों का बेहतर सामना कर पाएंगे।

आदरणीय सभापति जी,

सरकार यह भी प्रयास कर रही है कि आने वाले बुवाई के सीजन में किसानों को पर्याप्त खाद मिलती रहे। सरकार ने खाद की पर्याप्त सप्लाई के लिए आवश्यक तैयारियां की हैं। सरकार का निरंतर प्रयास है कि किसानों पर किसी भी संकट का बोझ ना पड़े। मैं देश के किसानों को फिर आश्वस्त करूंगा कि सरकार हर चुनौती के समाधान के लिए उनके साथ खड़ी है।

आदरणीय सभापति जी,

यह राज्यों का सदन है। आने वाले समय में यह संकट हमारे देश की बड़ी परीक्षा लेने वाला है और इस परीक्षा में सफलता के लिए राज्यों का सहयोग बहुत आवश्यक है। इसलिए इस सदन के माध्यम से मैं देश के सभी राज्यों की सरकारों से भी कुछ आग्रह करना चाहता हूं। संकट के समय गरीबों पर, श्रमिकों पर, प्रवासी साथियों पर बहुत बड़ा असर पड़ता है। इसलिए पीएम गरीब कल्याण अन्‍न योजना का लाभ समय पर मिलता रहे, यह सुनिश्चित करना होगा। जहां प्रवासी श्रमिक साथी काम करते हैं, उनकी परेशानियों को दूर करने के लिए प्रोएक्टिव कदम उठाए जाएं। ऐसी स्थितियों पर नजर रखने के लिए राज्य सरकारें विशेष व्यवस्थाएं करें, तो इससे काफी सुविधा होगी। राज्य सरकारों को एक और चुनौती पर भी बहुत अधिक ध्यान देना होगा, ऐसे समय में कालाबाजारी करने वाले, जमाखोरी करने वाले बहुत एक्टिव हो जाते हैं। जहां से भी ऐसी शिकायतें आती हैं, वहां पर त्वरित कार्यवाही होनी चाहिए। जरूरी चीजों की सप्लाई निर्बाध चलती रहे, यह सुनिश्चित करना हर राज्‍य की प्राथमिकता होनी चाहिए।

आदरणीय सभापति जी,

मैं सभी राज्य सरकारों से एक अनुरोध और करना चाहता हूं। संकट चाहे कितना भी बड़ा हो, भारत की तेज ग्रोथ बनाए रखना, हम सभी का दायित्व है। हमें इसके लिए हर जरूरी कदम, हर जरूरी रिफॉर्म्स तेजी से करते रहने होंगे। यह राज्य सरकारों के पास बहुत बड़ा अवसर भी है। यह टीम इंडिया की भी बहुत बड़ी परीक्षा है। कोरोना के महासंकट में केंद्र और राज्यों ने टीम इंडिया बनकर कोविड मैनेजमेंट का एक बेहतरीन मॉडल सामने रखा था। अलग-अलग पॉलिटिकल पार्टी की सरकारें होने के बावजूद टेस्टिंग, वैक्सीनेशन से लेकर जरूरी चीजों की आपूर्ति टीम इंडिया के प्रयासों से ही निश्चित हो पाई थी। हमें उसी भावना के साथ आगे भी काम करना है। सभी राज्य सरकारों और केंद्र सरकार के प्रयासों से देश इस गंभीर वैश्विक संकट का प्रभावी रूप से सामना कर पाएगा।

आदरणीय सभापति जी,

यह संकट अलग प्रकार का है और इसके समाधान भी अलग प्रकार से ही तय किया जा रहे हैं। हमें धीरज के साथ, संयम के साथ, शांत मन से हर चुनौती का मुकाबला करना है।

आदरणीय सभापति जी,

जैसा कि हम देख रहे हैं कि इस युद्ध को लेकर पल-पल में हालात बदल रहे हैं। इसलिए मैं देशवासियों से भी कहूंगा कि हमें हर चुनौती के लिए तैयार रहना ही होगा। इस युद्ध के दुष्प्रभाव लंबे समय तक रहने की प्रबल आशंका है। लेकिन मैं देशवासियों को भरोसा देता हूं, सरकार सतर्क है, तत्पर है और पूरी गंभीरता से रणनीति बना रही है, हर निर्णय ले रही है। देश की जनता का हित हमारे लिए सर्वोपरि है। यही हमारी पहचान है, यही हमारी ताकत है। इसी भावना के साथ मैं अपना वक्तव्य समाप्त करता हूं।

बहुत-बहुत धन्यवाद!