હુનર હાટ જેવા પ્રયત્નોએ દેશભરના ઘણા પ્રતિભાશાળી કલાકારોને એક મંચ આપ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ આવા જ એક દિવ્યાંગ કલાકારને મળી તેની સાથે વાતચીત કરી હતી, જેમણે હુનર હાટમાં ભાગ લેવાનો પોતાનો અનુભવ જણાવ્યો હતો.
પ્રધાનમંત્રી સાથે વાતચીત કરતાં આ મહિલા કલાકારે જણાવ્યું હતું કે, હુનર હાટ સાથે જોડાયા પછી તેમણે પોતાનું ઘર ખરીદ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ તેમના દ્વારા બનાવેલા ચિત્રોની પણ પ્રશંસા કરી હતી.


