દિલ્હીની સલ્તનત સાંભળી લે તમારુ સી.બી.આઈ. અમારા ગુજરાતનું કાંઈ નહીં બગાડી શકે
કોંગ્રેસના દાંત ખાટા કરી નાંખવા ગુજરાતની પ્રજા રાહ જોઈને બેઠી છેઃ માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી
વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાની આજના દિવસની સમાપન વેળામાં ખેરાલુ, વડગામ, કહોડા અને સિદ્ધપુર ખાતે ઉમટી પડેલા માનવ મહેરામણને સંબોધતા માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે, ખેરાલુ ખાતે મારા કુટુંબીજનોથી સંબોધન શરૂ કરી પોતાના બાળપણને યાદ કર્યુ હતુ. વ્હાલા કુટુબીજનો આપ જાણો છો અહિંની ગલીઓમાં મારુ બાળપણ વીત્યુ છે. ભાવુક થતાં આગળ જણાવ્યુ કે, અહીંની ગલીએ-ગલીએથી મળેલો સ્નેહ આજે પણ મારા હૈયામાં અકબંધ છે. ભાઈઓ-બહેનો, કોંગ્રેસ પાર્ટીનું જે હદે પતન થયુ છે એ જોતા સ્વામી વિવેકાનંદજીનું સ્વપ્ન સાકાર થશે? વિવેકાનંદજીને આ દેશના યુવાનોમાં આશા હતી - ભરોસો હતો. વિવેકાનંદજીની ૧પ૦મી જન્મજયંતિ પ્રસંગે સ્વામીજીને સૌથી પ્રિય એવાં યુવાનોના સાથ-સહકારથી દિવ્ય ભવ્ય ગુજરાતનું નિર્માણ કરવું છે. સોનિયાબેન રાજકોટમાં આવી સલાહ આપે છે તેને બદલે દિલ્હીની કેન્દ્ર સરકાર ભારતના ભલા માટે શું કરે છે? એ કહેવું જોઈએ તેવો વેધક સવાલ સભામાં કર્યો હતો. સોનિયાજીની સલાહ જોઈએ છે? નો પ્રશ્ન પૂછી જણાવ્યુ હતુ કે, જે હરિયાણામાં તમારી સરકાર છે ત્યાં ૧પ દિવસમાં ૧ર બળાત્કાર થયા છે, દલિત કન્યા ઉપર થયેલા સામૂહિક બળાત્કારના કારણે એ દલિત કન્યાએ માથુ ઉંચુ રહે તે માટે મોતને વ્હાલુ કર્યુ ત્યાં જઈને સલાહ આપો. દલિતો ઉપર કોંગ્રેસના રાજમાં થાય છે એટલો અત્યાચાર બીજે ક્યાંય નથી થતો. છેતરપિંડી કરનાર કોંગ્રેસને સજા નહીં થાય ત્યાં સુધી નહીં સુધરે. ૧૧ વર્ષથી કોંગ્રેસના જુઠૃાણા, અત્યાચાર અને જુલ્મો સહન કર્યા છે એ એટલા માટે સહન કર્યા કે મને મારા ગુજરાતીઓ ઉપર ભરોસો છે અને સમયે આવ્યે ગુજરાતીઓ કોંગ્રેસના દાંત ખાટા કરવા માટે બેઠા છે તેમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ. વડગામ અને કહોડા ખાતે માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે, વડગામ દલિત સીટ હોવા છતાં અહીંના પ્રજાજનો એક બનીને આટલી મોટી સંખ્યામાં આવ્યા છો. એમાં એકતા અને ભાઈચારાના દર્શન થયા છે તે માટે આપસૌ અભિનંદનના અધિકારી છો, આપસૌને મારા અભિનંદન છે. દિલ્હીની બાજુમાં આવેલુ હરિયાણામાં દલિત કન્યા ઉપર સામૂહિક બળાત્કાર થયો અને તે દલિત કન્યાએ મોતને વ્હાલુ કર્યુ તે દલિત કન્યાના પરિવારને સાંત્વના આપવાના બદલે કોંગ્રેસના પેટનું પાણી પણ હલતુ નથી.
વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા : ડીસા અને પાલનપુર
વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા આજે બપોરે ડીસા અને પાલનપુર ખાતે પહોંચી ત્યારે પ્રવેશથી સભાસ્થળની બંને બાજુએ માનવદિવાલ જેવાં દ્રશ્યો સર્જાતા હતા અને અભિવાદન કરતાં કરતાં સભામાં આવ્યા ત્યારે વધુ મોડુ થવાના કારણે માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જણાવ્યુ હતુ કે, ડીસાના નગરજનો સભામાં મોડા પડવા બદલ હું આપની દિલથી માફી માંગુ છું પણ ડીસાના પુલની પેલશી તરફથી અહિંયા સુધી પહોંચતા ડીસાના નાગરિકોના પ્રેમના કારણે હું વધુ મોડો પડયો છું. મારી સરકારને ૧૧ વર્ષ પુરા થયા છે ત્યારે આપનો પ્રેમ હજુ પણ અકબંધ છે. આપના આ પ્રેમની સાથોસાથ કોંગ્રેસ પ્રત્યેનો આક્રોશ પણ જણાઈ આવે છે. ભારતમાં ૬પ ટકા કરતાં વધારે લોકો ૩પ વર્ષથી નાની વયના છે, આમ, ભારત એ દુનિયાનો સૌથી યુવાન દેશ છે. સમગ્ર વિશ્વ જયારે ર૧મી સદીમાં ભારત કમાલ કરશેની આશા રાખીને બેઠુ છે ત્યારે દિલ્હીની કોંગ્રેસની સરકાર સ્વામી વિવેકાનંદજીના ભારતના જગતગુરૂ બનવાના સપનાને રોળી રહી છે. કમાલની જગ્યાએ દેશના ૭પ ટકા વિસ્તારમાં ૪૮ કલાક સુધી વીજળી ગુલ થઈ જાય એવો વહીવટ દિલ્હીની સરકાર કરી રહી છે ત્યારે ગુજરાતે ચમકતા રહીને વિશ્વની વાહ વાહ મેળવી છે. આ તબક્કે ગુજરાતની જયોતિગ્રામ યોજનાને વિશ્વએ પીછાણી. મિત્રો, એક વખત એવો હતો વાળુ કરવાના સમયે વીજળી ગુલ થઈ જતી હતી, વિદ્યાર્થીઓના પરીક્ષાના સમયે વીજળીના ધાંધિયા હોય. અંધારાથી અજવાળા તરફના વિકાસની દિશા એ ગુજરાતની દિશા છે.




