"Gujarat Tourism department has planned well for tourists to realize their dream of enjoying the beauty of white-sand desert of Kutch in moon- lights at nights between December 14, 2013 and February 15, 2014."
"First ever online photographic competition showcasing ‘Desert of Kutch and Cultural heritage’ has also been organized to attract more tourists"
"Adventure Tourism added as a new attraction"
"World renowned ‘Kutch Rannotsav-2013’ has evoked a good response: In 6-years, the tourists turn out has shown a 110 % increase."
"A Tent City has been built with setting up of 350 air-conditioned tents."
"With an aim to attract a large number of tourists, several attractive tourist packages have been introduced"
"Gujarat Tourism Minister briefs about special attractions of Rannotsav-2013"

૧૭ ડિસેમ્બૈર ર૦૧૩થી ૧૫ ફેબ્રુઆરી ર૦૧૪

 કચ્છના રેગીસ્તાનમાં સફેદ રણની ચાંદની રાતનું સૌન્દર્ય માણવા પર્યટકોની અદમ્ય ઝંખના સાકાર કરવા પ્રવાસન વિભાગનું અનોખું આયોજન

કચ્છાના રણ અને સાંસ્કૃતિક ધરોહરની ઓનલાઇન ફોટોગ્રાફી સ્પર્ધા પહેલીવાર યોજાશે સાહસપૂર્ણ પ્રવાસન (એડવેન્ચર ટુરિઝમના) નવા આકર્ષણો

વિશ્વભરમાં પ્રવાસન નકશામાં અનોખા આકર્ષણ તરીકે અંકિત થઇ ગયેલા

રણોત્સવ : ર૦૧૩માં ભાગ લેવા માટે દેશ-વિદેશના પર્યટકોનો અપૂર્વ પ્રતિસાદઃ છ વર્ષમાં કચ્છ્ના પ્રવાસન પર્યટકોમાં ૧૧૦ ટકાની વૃધ્ધિ

૩પ૦ એ.સી. ટેન્ટનું ટેન્ટ સિટી વિવિધ આકર્ષક પ્રવાસન પેકેજનું આયોજન

પ્રવાસન મંત્રીશ્રીએ રણોત્સ્વ ર૦૧૩ના વિશેષ આકર્ષણોની ભૂમિકા આપી

વિશ્વભરમાં પ્રવાસન ક્ષેત્રમાં અનન્ય આકર્ષણ બની રહેલો કચ્છનો રણોત્સ્વ આ વર્ષે વધુ વિશેષ આકર્ષણો સાથે આગામી તા. ૧૭ મી ડિસેમ્બ ર-ર૦૧૩થી ૧પમી ફેબ્રુઆરી-ર૦૧૪ સુધી સળંગ બે મહિના માટે યોજાશે એમ રાજ્ય સરકારના પ્રવકતા, પ્રવાસન મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું.

ગુજરાતના અપાર વૈવિધ્યભર પ્રવાસન ક્ષેત્રને વિશ્વના પર્યટન નકશા ઉપર મૂકવાની પ્રતિબધ્ધતા સાથે રણોત્સવની અનોખી સંકલ્પાના કરનારા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગે કચ્છના રેગીસ્તાનમાં ધોરડો નજીક ચાંદની રાતના અજવાળે સફેદ રેતીના રણમાં કેમલ સફારી અને કચ્છગની ભાતીગળ લોકસાંસ્કૃતિનો સમન્વય કરીને આ બે મહિનાના રણોત્સવનું આયોજન કર્યું છે તેમ પણ શ્રી સૌરભભાઇ પટેલે કહયું હતું.

પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રણોત્સવ માટે દેશ-વિદેશના પર્યટકો તરફથી અભૂતપૂર્વ ઉમળકાભર્યો પ્રતિસાદ મળી રહયો છે. આ વર્ષના રણોત્સવમાં પ્રથમ પેકેજમાં સમગ્ર ટેન્ટૂસિટીનું ૪પ ટકા જેટલું સંપૂર્ણ આરક્ષણ થઇ ગયું છે. રણોત્સ્વમાં આ વર્ષે ૩૦૦ જેટલા એ.સી. અને નોન એ.સી. ટેન્ટુ ધોરડોની ટેન્ટ સિટીમાં ઉપલબ્ધન કરવામાં આવ્યાં છે. ગુજરાત પ્રવાસન નિગમના ઉપક્રમે પ્રતિવર્ષ યોજાતા રણોત્સ્વનું આ વર્ષે પબ્લીક પ્રાયવેટ પાર્ટનરશીપ PPP મોડેલ પર આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રવાસન વિકાસ માટે ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનેલા પ્રસિધ્ધ અભિનેતાશ્રી અમિતાભ બચ્ચને કચ્છ સહિત ગુજરાતના પ્રવાસન માટે જે વિશિષ્ઠ્ અભિયાન હાથ ધર્યું છે તેના પરિણામે કચ્છના પ્રવાસન તરફ પર્યટકોનું આકર્ષણ અનેકગણું વધ્યું છે. આ સંદર્ભમાં પ્રવાસન મંત્રીશ્રીએ કચ્છના પ્રવાસન પર્યટકોની સંખ્યાકમાં છ વર્ષમાં ૧૧૦ ટકાની વૃધ્ધિ થઇ છે તેની વિગતો આપતા કહયું કે ર૦૦૭-૮માં કચ્છના રણનું પ્રવાસન સૌન્દર્ય માણવા ૭ લાખ ૭૧ હજાર જેટલા પ્રવાસીઓ આવ્યા હતા જે સંખ્યા વધીને વર્ષ ર૦૧ર-૧૩માં ૧૬ લાખ ૧૯ હજારે પહોંચી છે. ર૦૦પથી શરૂ થયેલો આ કચ્છ રણોત્સવ અગાઉ પ્રારંભિક તબકકે ત્રણ દિવસ માટે યોજવામાં આવતો હતો જે ઉત્તરોત્તર સફળતા અને પ્રવાસન પ્રેમીઓની વૃધ્ધિ્ને પરિણામે આ વર્ષે બે મહિના સુધી યોજવામાં આવશે.

રણ-ઉત્સવ-ર૦૧૩ માં વિશેષ આકર્ષણરૂપે પહેલીવાર ઓનલાઇન ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તેની વિગતો આપતા પ્રવાસન મંત્રીશ્રીએ જણાવ્યું કે એમેચ્યોર ફોટોગ્રાફર્સ તથા પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ માટેની આ ફોટોગ્રાફી સ્પરર્ધામાં કચ્છેના રણનું સૌન્દર્ય, કચ્છ અને તેની સાંસ્કૃતિક વિરાસત, હસ્તકલા, યાયાવર પક્ષીઓ તેમજ કચ્છના રણ અને તેની આસપાસના વિસ્તારોના કુદરતી નજારા અને વિરાસત જેવા વિષયો પર સોશ્યલ મીડિયા-ફેસબૂક, ટવીટર, ઇન્ટાને ગ્રામ પર સ્પલર્ધા માટે ફોટા અપલોડ કરવાના રહેશે. આવા ફોટોગ્રાફસમાંથી શ્રેષ્ઠ ફોટોગ્રાફસની પસંદગી ફોટોગ્રાફી ક્ષેત્રના વિશિષ્ટમ તજ્જ્ઞો ની પેનલ દ્વારા કરાશે અને આકર્ષક ઇનામો વિજેતાઓને આપવામાં આવશે.

રણોત્સવ એ ગુજરાતમાં ઇવેન્ટ બેઇઝ ટુરિઝમ (પ્રસંગ આધારિત પ્રવાસન)ના વિકાસનો પરિચાયક બની ગયો છે. કચ્છ‍ના સફેદ રણ અને ચાંદની રાતના અલૌકિક સૌંદર્યનો નજારો વિશ્વમાં કયાંય ઉપલબધ નથી અને ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વમાં ગૌરવ આપી શકે તેવી રીતે તેનું આયોજન કરવામાં આવે છે તેમ શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું.

પ્રવાસન મંત્રીશ્રીએ રણોત્સવ ર૦૧૩ના મુખ્ય આકર્ષણોની ભૂમિકા આપતાં કહયું કે સફેદ રણની ઊંટ સફારી અને કચ્છની સંસ્કૃતિ આધારિત કચ્છના કલા કસબીઓ દ્વારા પરંપરાગત સંગીત વાદ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક સાથે વિવિધ પ્રવાસન પેકેજનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં માંડવીના દરિયાકાંઠે બીચ ફેસ્ટી વલ તથા રણોત્સવમાં આવનારા પ્રવાસીઓ માટે કચ્છની ઝાંખી કરાવતા થીમ પેવેલીયન, કાળા ડુંગરનું અદ્દભૂત પ્રવાસન વૈવિધ્ય નિહાળવા અને ભારત-પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય સીમાવર્તી ક્ષેત્રની મુલાકાત લેવાનું રોમાંચક સંભારણું પ્રવાસીઓ માટે ઉપલબ્ધ થવાનું છે.

રણોત્સવમાં એડવેન્ચર ટુરિઝમ અંતર્ગત પાવર હેન્ગ ગ્લાઅઇડર, પેરામોટરીંગ અને પેરાસેઇલીંગ, ડેઝર્ટ બાઇકીંગ જેવા રોમાંચક અનુભવો પણ પ્રવાસીઓ કરી શકે તેવું વિશિષ્ટ, આયોજન કરવામાં આવ્યું છે તેમ પ્રવાસન મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

For more on Rann Utsav Bookings, Click Here

Rannotsav-2013 in Kutch

Rannotsav-2013 in Kutch

Rannotsav-2013 in Kutch

Rannotsav-2013 in Kutch

Must Read: Come, breathe in some more of Gujarat!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures

Media Coverage

India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948
December 03, 2024

The Prime Minister Shri Narendra Modi lauded the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948 in Rajya Sabha today. He remarked that it was an important legislation which will boost energy security and also contribute to a prosperous India.

Responding to a post on X by Union Minister Shri Hardeep Singh Puri, Shri Modi wrote:

“This is an important legislation which will boost energy security and also contribute to a prosperous India.”