શિક્ષણનું સ્તર અને પહોંચ વધારવા માટે વિવિધ અને ખાસ પ્રકારના પગલાંઓ લેવામાં આવ્યા છે. શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પ્રધાન મંત્રી વિદ્યાલક્ષ્મી કાર્યક્રમ દ્વારા તમામ વિદ્યાકીય ઋણ અને સ્કોલરશીપનો વહીવટ કરવા અને તેના પર નજર રાખવા IT પર સંપૂર્ણપણે આધારિત ફાઈનાન્શિયલ એઇડ ઓથોરીટી સ્થાપવામાં આવી. શિક્ષણની ગુણવત્તા સુધારવા શિક્ષકોની તાલીમ માટે પંડિત મદન મોહન માલવિય મિશન શરુ કરવામાં આવ્યું છે.


ગ્લોબલ ઈનીશીએટીવ ઓફ એકેડેમિક નેટવર્ક (GIAN) ને વિશ્વભરની પ્રસિદ્ધ શૈક્ષણિક અને વૈજ્ઞાનિક સંસ્થાઓમાંથી શિક્ષકો, વૈજ્ઞાનિકો અને આન્ત્રપ્રીન્યોર્સને દેશના ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ભારતીય વિદ્યાર્થીઓના જ્ઞાનનું સ્તર તેમના ઉનાળા અને શિયાળાની રજાઓમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઇ જવા માટે શિક્ષણ આપવા આમંત્રણ આપવા માટે શરુ કરવામાં આવ્યું છે. SWAYAM મેસિવ ઓપન ઓનલાઈન કોર્સીઝ (MOOCs) ને ઓનલાઈન શિક્ષણ માટે લાભ આપશે. નેશનલ ઈ-લાઈબ્રેરી શૈક્ષણિક મટીરીયલ અને જ્ઞાનના સ્ત્રોતોને સાર્વત્રિક ઉપલબ્ધતા અપાવશે. શાલા દર્પણ એ એક મોબાઈલ ટેક્નોલોજી છે જે એ સુનિશ્ચિત કરે છે કે અવિભાવકો શાળાઓ સાથે સંપર્કમાં રહે જે તેમને તેમના બાળકોના વિકાસની દેખરેખ કરવામાં મદદ કરે.


ઉડાન એ કન્યા શિક્ષણના વિકાસ માટે તેમજ કન્યા વિદ્યાર્થીઓના એડમીશનને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. ઇશાન વિકાસ પસંદગીની ઉત્તર-પૂર્વી રાજ્યોની શાળાના બાળકો એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓને તેમના વેકેશન દરમ્યાન IITs, NITs અને IISERs સાથે સંપર્કમાં લાવવાની કોશિશ કરે છે. ઉસ્તાદ એ પરંપરાગત કળા અને કૌશલ્યમાં કૌશલ્ય અને તાલીમમાં સુધારો કરવા માટે મંજૂર કરવામાં આવ્યું છે. આ યોજનાનું લક્ષ્ય પરંપરાગત કલાકારો અને શિલ્પકારોની ક્ષમતામાં વધારો કરવાનું, પરંપરાગત કળા અને કૌશલ્યનું માનકકરણ કરવું અને તેમનું દસ્તાવેજીકરણ અને બજાર સાથે સંપર્કો સ્થાપિત કરવાનું છે.
સ્કિલ ઈન્ડિયાને વડાપ્રધાન કેટલું મહત્ત્વ આપે છે તે હવે રહસ્ય રહ્યું નથી. સરકારે તરતજ આપણા યુવાનોને સશક્ત કરવા માટે સ્કિલ ડેવલોપમેન્ટ માટે સમર્પિત મંત્રાલય શરુ કર્યું છે. સમર્પિત મંત્રાલય કૌશલ્ય વિકાસ માટે શરુ કરવામાં આવ્યું છે. 76 લાખ યુવાનોને વિવિધ કાર્યક્રમો હેઠળ કૌશલ્ય તાલીમ પૂરી પાડવામાં આવી છે. ‘સ્કૂલ ટૂ સ્કિલ’ કાર્યક્રમ હેઠળ સ્કિલ સર્ટીફીકેશનને શૈક્ષણિક મહત્ત્વ આપવામાં આવ્યું છે. પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના જેનું ભંડોળ રૂ. 1,500 કરોડ રાખવામાં આવ્યું છે તેને મંજૂર કરવામાં આવ્યું. પંડિત દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના ત્રણ વર્ષમાં 10 લાખ ગ્રામીણ યુવાનોને તાલીમ આપશે.

એપ્રેન્ટિસશીપ એક્ટમાં સુધારો એ નોકરી પર મળતી તાલીમની તકોમાં વધારો કરવાનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યો છે. સરકાર સ્ટાઇપેન્ડના 50% શેર કરીને આવનારા અઢી વર્ષમાં એક લાખ એપ્રેન્ટિસને સમર્થન આપશે. સરકારની યોજના આવનારા અમુક વર્ષોમાં હાલના 2.9 લાખની સામે 20 લાખ એપ્રેન્ટિસ રાખવાની છે. નેશનલ કેરિયર સેન્ટર્સને રાષ્ટ્રવ્યાપી તકો પૂરી પાડવા તેમજ ઓનલાઈન સેવા માટે એકમાત્ર સ્થળ તરીકે કાર્ય કરવા માટે શરુ કરવામાં આવ્યા છે. તેઓ યુવાનોને કારકિર્દી સંબંધિત સમૃદ્ધ સામગ્રી અને સેલ્ફ એસેસમેન્ટ ટૂલ્સ સાથે મદદ પણ કરશે. યુવાનો માટે કાઉન્સેલરોનું એક નેટવર્ક પણ ઉપલબ્ધ થશે.
PM Modi at the launch of Pandit Madan Mohan Malviya Mission for Teacher Training




