પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સંસદનું નવું ભવન આપણા બધાને ગર્વ અને આશાથી ભરી દેશે. શ્રી મોદીએ તકતીનું ભૌતિક રીતે અનાવરણ કરીને નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે;
“આજનો દિવસ આપણા બધા દેશવાસીઓ માટે અવિસ્મરણીય દિવસ છે. સંસદનું નવું બિલ્ડીંગ આપણા બધાને ગર્વ અને આશાઓથી ભરી દેશે. મને પૂરો વિશ્વાસ છે કે આ દિવ્ય અને ભવ્ય ઈમારત લોકોના સશક્તિકરણની સાથે રાષ્ટ્રની સમૃદ્ધિ અને શક્તિને નવી ગતિ અને શક્તિ આપશે.
आज का दिन हम सभी देशवासियों के लिए अविस्मरणीय है। संसद का नया भवन हम सभी को गर्व और उम्मीदों से भर देने वाला है। मुझे पूर्ण विश्वास है कि यह दिव्य और भव्य इमारत जन-जन के सशक्तिकरण के साथ ही, राष्ट्र की समृद्धि और सामर्थ्य को नई गति और शक्ति प्रदान करेगी। pic.twitter.com/aOReN4JiF4
— Narendra Modi (@narendramodi) May 28, 2023
“જેમ જેમ ભારતની સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન થાય છે, તેમ આપણા હૃદય અને દિમાગ ગર્વ, આશા અને વચનથી ભરાઈ જાય છે. આ પ્રતિષ્ઠિત ઈમારત સશક્તિકરણનું પારણું બની રહે, સપનાને પ્રજ્વલિત કરે અને તેમને વાસ્તવિકતામાં ઉછેરતી હોય જે આપણા મહાન રાષ્ટ્રને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જાય.
As the new building of India’s Parliament is inaugurated, our hearts and minds are filled with pride, hope and promise. May this iconic building be a cradle of empowerment, igniting dreams and nurturing them into reality. May it propel our great nation to new heights of progress. pic.twitter.com/zzGuRoHrUS
— Narendra Modi (@narendramodi) May 28, 2023


