પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સમાં ડિજિટલ સ્કીલ્સ માટે ભારત કેનેડા અને જર્મનીથી આગળ બીજા ક્રમે હોવાથી ખુશી વ્યક્ત કરી છે. "આ જોઈને આનંદ થાય છે! છેલ્લા દાયકામાં, અમારી સરકારે આપણા યુવાનોને એવા કૌશલ્યોથી સજ્જ કરીને મજબૂત બનાવવા પર કામ કર્યું છે જે તેમને આત્મનિર્ભર બનવા અને સંપત્તિનું સર્જન કરવા સક્ષમ બનાવે છે", શ્રી મોદીએ ટિપ્પણી કરી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે સમૃદ્ધિ અને યુવા સશક્તીકરણ તરફની આ સફરમાં આગળ વધતાં QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સમાંથી મળેલી જાણકારી મૂલ્યવાન છે.

QS Quacquarelli Symonds Ltd ના CEO અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી Nunzio Quacquarelli ને જવાબ આપતા પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"આ જોઈને આનંદ થાય છે!

છેલ્લા દાયકામાં, અમારી સરકારે આપણા યુવાનોને એવા કૌશલ્યોથી સજ્જ કરીને મજબૂત બનાવવા પર કામ કર્યું છે જે તેમને આત્મનિર્ભર બનવા અને સંપત્તિનું સર્જન કરવા સક્ષમ બનાવે છે. અમે ભારતને નવીનતા અને ઉદ્યોગસાહસિકતાનું કેન્દ્ર બનાવવા માટે ટેકનોલોજીની શક્તિનો પણ ઉપયોગ કર્યો છે.

સમૃદ્ધિ અને યુવા સશક્તીકરણ તરફની આ સફરમાં આગળ વધતાં QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સમાંથી મળેલી જાણકારી મૂલ્યવાન છે."

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India remains fastest-growing major economy, domestic investors power market resilience

Media Coverage

India remains fastest-growing major economy, domestic investors power market resilience
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 15 માર્ચ 2026
March 15, 2026

Empowering Bharat: From Loans to Global Leadership Under PM Modi