થાઇલેન્ડ અને ગુજરાત વચ્ચે પ્રવાસન સર્કિટ શરૂ કરાશે
ગુજરાત અને થાઇલેન્ડ વચ્ચે ઔઘોગિક-આર્થિક-સાંસ્કૃતિક સંબંધોનું વિશાળ ફલક વિકસાવવા
થાઇલેન્ડ રાજદૂતની મુખ્યમંત્રીશ્રી સાથે ફળદાયી મૂલાકાત
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે થાઇલેન્ડના ભારતસ્થિતરાજદૂતશ્રીયુત પિસાન માનવાપટ (Mr. PISAN MANAWAPAT) ની આગેવાનીમાં થાઇલેન્ડનું ગુજરાત આવેલુંપ્રતિનિધિમંડળમળ્યું હતું અને ગુજરાત તથા થાઇલેન્ડ વચ્ચે પરસ્પરનાપ્રવાસનવિકાસસહિતના અન્ય ક્ષેત્રોમાં સહભાગીતા વિસ્તારવા ફળદાયીપરામર્શકર્યો હતો.
થાઇલેન્ડમાં બૌધ્ધ ધર્મનોખૂબજપ્રભાવછે અને ભારતમાં બૌધ્ધ ધર્મના પ્રાચિન અવશેષો ધરાવતા સ્થળોની મૂલકાતે ૬૦,૦૦૦ જેટલા થાઇ-પ્રવાસીઓ આવે છે તેનોઉલ્લેખકરી શ્રીયુત માનવાપટે મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગુજરાત-થાઇલેન્ડની બુધ્ધિષ્ઠ સર્કિટ શરૂ કરવાનીતત્પરતાદાખવી હતી.
આ સૂચનનેઆવકારતાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં બૌધ્ધ ધર્મના પ્રભાવની અને થાઇલેન્ડમાં ભગવાન વિષ્ણુના પ્રાચિન મંદિરો જોતાં વિષ્ણુ સર્કીટ શરૂ થઇ શકે તેમ જણાવ્યું હતું.
ગુજરાત અને થાઇલેન્ડ વચ્ચેપ્રવાસનવિકાસમાટેનાપરસ્પરવિનિયોગને આગળ વધારવા બંને મહાનુભાવોએસહમતીદાખવી હતી અને ગુજરાત તથા થાઇલેન્ડના બેંગકોક-અમદાવાદ વચ્ચેવિમાનીસેવાઓ શરૂ થાય તે દિશામાં પણ સહમતિ આપી હતી. અમદાવાદનુંઆંતરરાષ્ટ્રીયવિમાનમથક થાઇલેન્ડની કંપનીએ બાંધેલું છે.
અમદાવાદમાં થાઇલેન્ડસરકારતરફથી વિઝા, ટુરિઝમ અને કલ્ચરલ સેન્ટર શરૂ કરવા અંગે થાઇલેન્ડ રાજદૂતેતત્કાલપ્રતિભાવઆપ્યો હતો. ગુજરાતીઓ અને થાઇપ્રજા વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનનીવિશાળસંભાવનારહેલી છે.
ગુજરાતમાં DMIC પ્રોજેકટસહિતઇન્ફ્રાસ્ટ્રકચર અને હાઉસિંગ પ્રોજેકટમાં થાઇલેન્ડની કંપનીઓભાગીદારીકરવા આતુર છે એવી શ્રીયુત માનવાપટની દરખાસ્તને મુખ્યમંત્રીશ્રીએ આવકારી હતી. થાઇલેન્ડમાંઆગામીસપ્ટેમ્બર મહિનામાં બિઝનેસ-ઇન્વેસ્ટમેન્ટ સેમિનાર યોજાવાનો છે તેમાં ગુજરાત સાથેનીવાણિજ્યભાગીદારીનેવિશેષમહત્વઅપાશે એમ પણ શ્રીયુત માનવાપટે જણાવ્યું હતું.
આ બેઠકમાં ગુજરાત સરકારનાવરિષ્ઠઅધિકારીઓએ રાજ્યના વિઝન વિકાસની પ્રસ્તુતિ કરી હતી.


