આપ સૌ સાથીઓનું અહીં સ્વાગત છે.

પરમ દિવસે આપ સૌની ખૂબ મોટી પરીક્ષા છે અને હું જાણું છું કે તમે તેમાં શાનદાર નંબરો સાથે પાસ થશો, સફળ થશો.

હું પ્રજાસત્તાક દિવસ માટે અને પ્રજાસત્તાક દિવસ પરેડની માટે આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

મિત્રો,

અહિં તમે જેટલા પણ સાથીઓ એકત્રિત થયા છો, તમે એક રીતે લઘુ ભારતને પ્રદર્શિત કરનારા લોકો છો. ભારત વાસ્તવમાં શું છે, આ આપણો દેશ અને સમગ્ર દુનિયા તમારા માધ્યમથી સમજે છે.

NCC અને NSSના માધ્યમથી શિસ્ત અને સેવાની એક સમૃદ્ધ પરંપરા જ્યારે રાજપથ પર જોવા મળે છે તો દેશના કરોડો યુવાનો પ્રેરિત અને ઉત્સાહિત થઇ જાય છે. દેશની સમૃદ્ધ કળા-સંસ્કૃતિ, ભારતની ધરોહરને પ્રદર્શિત કરનારી ઝાંખીઓ લઇને જ્યારે તમે રાજપથ પર નીકળો છો તો આખી દુનિયા મંત્રમુગ્ધ થઇને જુએ છે. ખાસ કરીને આપણા આદિવાસી સાથીઓ તો પોતાના પ્રદર્શન વડે એક અદભૂત અને અનોખી વિરાસતને દેશ અને દુનિયાની સમક્ષ લાવે છે.

આટલી ઠંડી હોવા છતાં આ રીતે તમારા વડે મહેનત કરવી, સતત લાગેલા રહેવું, ખૂબ જ પ્રશંસનીય છે.

આ વખતે જ્યારે હું પરેડમાં રહીશ, તો એટલો સંતોષ જરૂરથી રહેશે કે આપ સૌ, પ્રત્યેક ટેબ્લો આર્ટિસ્ટને મળી શક્યો, તેમનો આભાર વ્યક્ત કરી શક્યો.

સાથીઓ,

આપ સૌ દેશની વિવિધતાઓને દિલ્હી સુધી તો લાવો જ છો, દિલ્હીમાં જે વૈવિધ્ય પ્રજાસત્તાક દિવસ પર જોવા મળે છે, તેનો સંદેશ પણ પોત-પોતાના ક્ષેત્રોમાં લઇને જાય છે. તમે એક ભારત, શ્રેષ્ઠ ભારતની વિચારધારાને સાકાર કરો છો.

જ્યારે આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારતની વાત કરીએ છીએ, તો આપણે એ પણ યાદ રાખવાનું છે કે ભારત વાસ્તવમાં છે શું. ભારત શું માત્ર સરહદોની અંદર 130 કરોડ લોકોનું ઘર માત્ર જ છે? ના, ભારત એક રાષ્ટ્રની સાથે સાથે એક જીવંત પરંપરા છે, એક વિચાર છે, એક સંસ્કાર છે, એક વિસ્તાર છે.

ભારતનો અર્થ – વસુધૈવ કુટુંબકમ

ભારતનો અર્થ – સર્વ પંથ સમભાવ

ભારતનો અર્થ – સત્યમેવ જયતે

ભારતનો અર્થ – અહિંસા પરમો ધર્મઃ

ભારતનો અર્થ – એકમ સદ વિપ્રા: બહુધા: વદન્તિ સત્ય, એટલે કે સત્ય તો એક જ છે, તેને જોવાનો દૃષ્ટિકોણ જુદો-જુદો છે.

ભારતનો અર્થ – વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે

ભારતનો અર્થ છે – વૃક્ષ-વનસ્પતિઓમાં ઈશ્વરનો વાસ

ભારતનો અર્થ છે – અપ્પ દીપો ભવઃ એટલે કે બીજાઓ પાસેથી આશા રાખવાને બદલે સ્વપ્રેરણા તરફ આગળ વધો.

ભારતનો અર્થ – તેન ત્યક્તેન ભુન્જીથા એટલે કે જે ત્યાગ કરે છે તેઓ જ ભોગ કરી શકે છે.

ભારતનો અર્થ – સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા:

ભારતનો અર્થ – જનસેવા હી પ્રભુ સેવા

ભારતનો અર્થ – નર કરણી કરે તો નારાયણ થઇ જાય

ભારતનો અર્થ – નારી તું નારાયણી

ભારતનો અર્થ છે – જનની જન્મભૂમીશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી એટલે કે માતા અને જન્મભૂમિનું સ્થાન સ્વર્ગ કરતા પણ શ્રેષ્ઠ છે, મહાન છે.

ભારત આવા જ અનેક આદર્શો અને વિચારો વડે સમાહિત એક જીવન શક્તિ છે, ઊર્જાનો પ્રવાહ છે.

એટલા માટે જ્યારે પણ ભારતની એકતા અને શ્રેષ્ઠતાની વાત કરીએ છીએ તો આપણી ભૌગોલિક અને આર્થિક શ્રેષ્ઠતાની સાથે-સાથે આ આદર્શો અને મૂલ્યોની શ્રેષ્ઠતા પણ તેમાં સમાયેલી છે.

 

સાથીઓ,

ભારતની શ્રેષ્ઠતાની અન્ય એક શક્તિ તેની ભૌગોલિક અને સામાજિક વિવિધતામાં જ છે. આપણો આ દેશ એક રીતે ફૂલોની માળા છે, જ્યાં રંગબેરંગી ફૂલો ભારતીયતાના દોરા વડે પરોવવામાં આવ્યા છે.

આપણે ક્યારેય એકરૂપતાના નહીં, એકતાના પક્ષકાર છીએ. એકતાના સૂત્રને જીવંત રાખવું, એકતાના સૂત્રને શક્તિશાળી બનાવવું એ જ આપણા લોકોનો પ્રયાસ છે અને આ જ એકતાનો સંદેશ છે.

રાજ્ય અનેક રાષ્ટ્ર એક, સમાજ અનેક ભારત એક, પંથ અનેક લક્ષ્ય એક, બોલી અનેક સ્વર એક, ભાષા અનેક ભાવ એક, રંગ અનેક તિરંગો એક, રીવાજ અનેક સંસ્કાર એક, કાર્ય અનેક સંકલ્પ એક, રાહ અનેક, મંજિલ એક, ચહેરા અનેક સ્મિત એક, આ જ એકતાના મંત્રને લઇને આ દેશ આગળ વધે, આ જ વિચારની સાથે આપણે સતત કામ કરતા રહેવાનું છે.

સાથીઓ,

રાજપથ પર તમારા પ્રદર્શન વડે સમગ્ર દુનિયા ભારતની આ શક્તિના દર્શન પણ કરે છે. તેની અસર ભારતની સોફ્ટ પાવરના પ્રચાર પ્રસારમાં પણ જોવા મળે છે અને ભારતના પ્રવાસન ક્ષેત્રને પણ તેનાથી મજબૂતી મળે છે.

સાથીઓ,

મને જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે NCC અને NSSના યુવાન સાથીઓએ રમતગમતથી લઈને આપત્તિઓમાં રાહત અને બચાવ કાર્યોમાં પોતાની અસરકારક ભૂમિકા નિભાવી છે. NSS દેશની સૌથી મોટી રક્તદાન સંસ્થા તો છે જ, ફીટ ઇન્ડિયા અભિયાનની માટે થયેલી સાયક્લોથોનમાં પણ 8 લાખ યુવાનોએ ભાગ લીધો.

એ જ રીતે NCC કેડેટ્સે ગાંધીજીની 150મી જયંતી પર દેશભરમાં 8 હજાર કિલોમીટરની સ્વચ્છતા યાત્રા કાઢીને, પ્રશંસનીય કામ કર્યું છે. એટલું જ નહીં, બિહાર, કેરળ, કર્ણાટક, ઓડિશા અને મહારાષ્ટ્રમાં આવેલ પૂર અને અન્ય આપત્તિઓમાં 1 લાખથી વધુ NCC કેડેટ્સએ રાહત અને બચાવના કામમાં મદદ કરી છે.

આ આંકડાઓ હું એટલા માટે જણાવી રહ્યો છું કે દેશમાં બાકી હલચલની વચ્ચે આ પ્રશંસનીય કાર્યો વિષે એટલી ચર્ચા નથી થઇ શકતી. પરંતુ તમારો આ પરિશ્રમ અને દેશની માટે કરવામાં આવેલું કામ, મારા માટે પણ ઘણી મોટી પ્રેરણા બને છે.

સાથીઓ,

આ આપણો 71મો પ્રજાસત્તાક દિવસ છે. વીતેલા 70 વર્ષોથી આપણે એક પ્રજાસત્તાકના રૂપમાં, સમગ્ર વિશ્વની સામે એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે.

એવામાં આપણે દેશના બંધારણના એક એવા પાસાઓ પર ધ્યાન આપવાની જરૂર છે જેની ચર્ચા વીતેલા 7 દાયકાઓમાં એટલા વિસ્તારથી થઇ શકી નથી. આપણે નાગરિક તરીકે આપણા કર્તવ્યોને પ્રાધાન્ય અને પ્રાથમિકતા આપવી પડશે. જો આપણા કર્તવ્યોને આપણે બરાબર રીતે નિભાવી શકીશું તો આપણે આપણા અધિકારો માટે લડવાની જરૂર નહી પડે.

અહિયાં જેટલા પણ યુવાન સાથીઓ આવ્યા છે, મારો આપ સૌને આગ્રહ રહેશે કે રાષ્ટ્ર પ્રત્યે તમારા કર્તવ્યોની વધુમાં વધુ ચર્ચા કરો. ચર્ચા જ નહી પરંતુ જાતે અમલ કરીને, ઉદાહરણ પ્રસ્તુત કરો. આપણા આવા જ પ્રયાસો ન્યુ ઇન્ડિયાનું નિર્માણ કરશે.

સાથીઓ,

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ મારા સપનાનું ભારત નામથી એક લેખ લખ્યો હતો. તેમાં તેમણે લખ્યું કે સર્વોચ્ચ આકાંક્ષાઓ રાખનારા કોઇપણ વ્યક્તિએ પોતાના વિકાસની માટે જે કંઈ પણ જોઈએ, તે બધું જ તેને ભારતમાં મળી શકે છે.

આપ સૌ સાથીઓ ગાંધીજીના આ જ સપના, આ જ ભાવનાનો એક ભાગ છો. આપણે જે ન્યુ ઇન્ડિયાની તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યાં આ જ આકાંક્ષાઓ, આ જ સપનાઓ આપણે પૂરા કરવાના છે. ભારતનો કોઇપણ વ્યક્તિ, કોઇપણ ક્ષેત્ર પાછળ ન રહી જાય, તેની આપણે ખાતરી કરવાની છે. પ્રજાસત્તાક દિવસની પરેડની પાછળ પણ આ જ ધ્યેય છે.

સાથીઓ,

આપણે સૌએ રાષ્ટ્રના સામૂહિક સંકલ્પોની સાથે પોતાની જાતને જોડવી પડશે. દેશના એક-એક સાથીઓના જીવનને સરળ બનાવવા માટે સાથે મળીને પ્રયાસ કરવો પડશે. તમારામાંથી અનેક સાથીઓ, કેટલાક સમય બાદ પરીક્ષાઓમાં બેસવાના છો. આ તમારી માટે મહત્વપૂર્ણ સમય છે.

હું આવનારી પરીક્ષાઓ માટે તમને શુભકામનાઓ પાઠવું છું. તેની સાથે-સાથે પ્રજાસત્તાક દિવસની પરેડમાં તમારા શ્રેષ્ઠ પ્રદર્શનની પણ ફરી એકવાર કામના કરું છું.

તમે અહીં મને મળવા આવ્યા, તેના માટે ખૂબ-ખૂબ આભાર.

ધન્યવાદ !!!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Will walk shoulder to shoulder': PM Modi pushes 'Make in India, Partner with India' at Russia-India forum

Media Coverage

'Will walk shoulder to shoulder': PM Modi pushes 'Make in India, Partner with India' at Russia-India forum
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles loss of lives in fire mishap in Arpora, Goa
December 07, 2025
Announces ex-gratia from PMNRF

The Prime Minister, Shri Narendra Modi has condoled the loss of lives in fire mishap in Arpora, Goa. Shri Modi also wished speedy recovery for those injured in the mishap.

The Prime Minister informed that he has spoken to Goa Chief Minister Dr. Pramod Sawant regarding the situation. He stated that the State Government is providing all possible assistance to those affected by the tragedy.

The Prime Minister posted on X;

“The fire mishap in Arpora, Goa is deeply saddening. My thoughts are with all those who have lost their loved ones. May the injured recover at the earliest. Spoke to Goa CM Dr. Pramod Sawant Ji about the situation. The State Government is providing all possible assistance to those affected.

@DrPramodPSawant”

The Prime Minister also announced an ex-gratia from PMNRF of Rs. 2 lakh to the next of kin of each deceased and Rs. 50,000 for those injured.

The Prime Minister’s Office posted on X;

“An ex-gratia of Rs. 2 lakh from PMNRF will be given to the next of kin of each deceased in the mishap in Arpora, Goa. The injured would be given Rs. 50,000: PM @narendramodi”