"ભારત એક દાયકામાં 11મા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનીને પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે"
'રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલ' એ ભારતની પરંપરાગત જીવનશૈલીનો એક ભાગ છે
"ભારત દરેક મિશનમાં વ્યાપ અને ઝડપ, જથ્થો અને ગુણવત્તા લાવે છે."

મહાનુભાવો, સન્નારીઓ અને સજ્જનો, નમસ્કાર.

આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીની મંત્રીસ્તરીય બેઠકમાં દરેકને શુભેચ્છા. તે નોંધપાત્ર છે કે IEA તેની સ્થાપનાની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. આ માઈલસ્ટોન માટે અભિનંદન. આ બેઠકના સહ-અધ્યક્ષ બનવા બદલ હું આયર્લેન્ડ અને ફ્રાન્સનો પણ આભાર માનું છું.

 

મિત્રો,

ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે. સાતત્યપૂર્ણ વૃદ્ધિ માટે ઊર્જા સુરક્ષા અને ટકાઉપણાની જરૂર પડે છે. એક દાયકામાં આપણે 11મા ક્રમના સૌથી મોટા અર્થતંત્રથી પાંચમા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર સુધી પહોંચી ગયા છીએ. આ જ સમયગાળામાં આપણી સૌર ઊર્જાની ક્ષમતામાં છવ્વીસ ગણો વધારો થયો છે! અમારી પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા પણ બમણી થઈ ગઈ છે. અમે સમયરેખા કરતાં આગળ વધીને આ સંબંધમાં અમારી પેરિસ પ્રતિબદ્ધતાઓને વટાવી દીધી છે.

મિત્રો,

ભારત વૈશ્વિક વસતિના 17 ટકા હિસ્સો ધરાવે છે. અમે વિશ્વની કેટલીક સૌથી મોટી ઊર્જા સુલભતા પહેલો ચલાવી રહ્યા છીએ. તેમ છતાંય આપણું કાર્બન ઉત્સર્જન વૈશ્વિક કુલ ઉત્સર્જનના માત્ર 4% જેટલું જ છે. આમ છતાં, અમે આબોહવામાં ફેરફારનો સામનો કરવા માટે દ્રઢપણે કટિબદ્ધ છીએ. અમારો સામૂહિક અને સક્રિય અભિગમ છે. ભારત આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન જેવી પહેલોનું નેતૃત્વ કરી ચૂક્યું છે. અમારું મિશન LiFE સામૂહિક અસર માટે ગ્રહ-તરફી જીવનશૈલીની પસંદગીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 'રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલ' ભારતની પારંપરિક જીવનશૈલીનો એક ભાગ છે. ભારતના જી-20 પ્રેસિડેન્સીમાં પણ આ મોરચે નોંધપાત્ર કાર્યવાહી જોવા મળી હતી. ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સની શરૂઆત એ એક વિશેષતા હતી. હું આ પહેલને સમર્થન આપવા બદલ આઇઇએનો આભાર માનું છું.  

 

મિત્રો,

સર્વસમાવેશકતા કોઈપણ સંસ્થાની વિશ્વસનીયતા અને ક્ષમતામાં વધારો કરે છે. 1.4 અબજ ભારતીયો પ્રતિભા, ટેકનોલોજી અને નવીનતાને ટેબલ પર લાવે છે. અમે દરેક મિશનમાં સ્કેલ અને સ્પીડ, ક્વોન્ટિટી અને ક્વોલિટી લાવીએ છીએ. મને ખાતરી છે કે જ્યારે ભારત તેમાં મોટી ભૂમિકા ભજવશે ત્યારે આઇઇએને લાભ થશે. હું આઇઇએની મંત્રીમંડળીય બેઠકની સફળતા માટે મારી શુભેચ્છાઓ પાઠવું છું. ચાલો આપણે હાલની ભાગીદારીને મજબૂત કરવા અને નવી ભાગીદારી બનાવવા માટે આ પ્લેટફોર્મનો લાભ લઈએ. ચાલો આપણે એક સ્વચ્છ, હરિયાળા અને સમાવેશી વિશ્વનું નિર્માણ કરીએ.

આભાર

તમારો ખૂબ ખૂબ આભાર.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's strong growth outlook intact despite global volatility: Govt

Media Coverage

India's strong growth outlook intact despite global volatility: Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister expresses grief over mishap in Coimbatore
April 17, 2026

The Prime Minister, Shri Narendra Modi, has expressed deep anguish over the mishap in Coimbatore, Tamil Nadu.

Shri Modi said that he is distressed to hear about the incident and extended his heartfelt condolences to those who have lost their loved ones. He also prayed for the speedy recovery of those injured in the mishap.

The Prime Minister’s Office posted on X;

“Distressed to hear about the mishap in Coimbatore, Tamil Nadu. I extend my heartfelt condolences to those who have lost their loved ones in the mishap. Prayers for the speedy recovery of those injured: PM @narendramodi”