PM launches National Portal for Credit Linked Government schemes - Jan Samarth Portal
“This is a moment to infuse the dreams of our freedom fighters with new energy and dedicate ourselves to new pledges”
“Increased public participation has given impetus to the development of the country and empowered the poorest”
“We are witnessing a new confidence among the citizens to come out of the mentality of deprivation and dream big”
“21st century India is moving ahead with the approach of people-centric governance”
“When we move with the power of reform, simplification and ease, we attain a new level of convenience”
“World is looking at us with hope and confidence as a capable, game changing, creative, innovative ecosystem”
“We have trusted the wisdom of the common Indian. We encouraged the public as intelligent participants in Growth”

કેન્દ્રીય મંત્રી મંડળનાં મારાં સહયોગી શ્રીમતી નિર્મલા સીતારામનજી, શ્રી રાવ ઈન્દ્રજીતસિંહજી, પંકજ ચૌધરીજી, ભાગવત કૃષ્ણરાવ કરાડજી, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ અને સજજનો.

વિતેલા વર્ષોમાં નાણાં મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયે તેમનાં કાર્યો યોગ્ય સમયે સાચા નિર્ણય લઈને કર્યાં તેમજ પોતાની કામગીરીનો એક વારસો ઉભો કર્યો અને એક બહેતર મજલ પણ પસંદ કરી હતી. આપ સૌ આ વારસાનો હિસ્સો છો. દેશના સામાન્ય માણસનું જીવન આસાન થાય અથવા તો  ફરીથી દેશની અર્થવ્યવસ્થાને  સશક્ત બનાવવાની હોય, વિતેલાં 75 વર્ષમાં અનેક સાથીઓએ પોતાનું મોટું યોગદાન આપ્યું છે.

આ આઈકોનિક સપ્તાહ એવા દરેક સાથીદારને અને ભૂતકાળના આવા દરેક પ્રયાસને જીવંત બનાવવાનો અવસર છે. આઝાદીના અમૃતકાળમાં આપણે આપણા ભૂતકાળમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીને આપણાં પ્રયાસોને વધુ બહેતર બનાવી શકીએ તે આ દિશાનું ઘણુ સારૂ કદમ છે. આજે અહિંયા રૂપિયાની ગૌરવશાળી યાત્રા પણ દર્શાવવામાં આવી. આ સફરથી આપણને પરિચીત કરાવનારૂં ડિજિટલ પ્રદર્શન પણ શરૂ થયું છે અને આઝાદીના અમૃત મહોત્સવ માટે સમર્પિત નવા સિક્કા પણ જારી કરવામાં આવ્યા છે.

આ નવા સિક્કા દેશના લોકોને નિરંતર અમૃતકાળના લક્ષ્ય યાદ અપાવશે, તેમને રાષ્ટ્રના વિકાસ માટે યોગદાન આપવા માટે પ્રેરિત કરશે. હવે પછીના એક સપ્તાહમાં તમારા વિભાગો દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ અમૃતકાળ સાથે જોડાયેલા તમામ વિભાગોને, તમારા દરેક નાના- મોટા એકમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

સાથીઓ,

આ આઝાદીનો આ અમૃત મહોત્સવ એ માત્ર 75 વર્ષનો ઉત્સવ જ નથી, પણ આઝાદીને આપણાં નાયક- નાયિકાઓએ આઝાદ ભારત માટે જે સપનાં જોયા હતા તે સપનાને ઉજવવાનો અને તે સપનાંને પરિપૂર્ણ કરવાનો તથા તે સપનામાં એક નવું સામર્થ્ય ભરીને નવા સંકલ્પ સાથે આગળ ધપવાની આ ક્ષણ છે. આઝાદીના લાંબા સંઘર્ષમાં જેમણે પણ ભાગ લીધો હોય, આ આંદોલનને એક અલગ પાસાં સાથે જોડ્યું હોય, તેની ઊર્જામાં વધારો કર્યો હોય, કોઈએ તો રસ્તો અપનાવ્યો જ હશે. કોઈએ તો અસ્ત્ર-શસ્ત્રનો માર્ગ પસંદ કર્યો હશે, તો કોઈએ આસ્થા અને આધ્યાત્મનો માર્ગ પસંદ કર્યો હશે, તો કોઈએ બૌધ્ધિક આઝાદીની અલખ જગાવવામાં પોતાની કલમની તાકાતનો ઉપયોગ કર્યો હશે. કોઈએ કોર્ટ- કચેરીમાં લડત આપીને આઝાદીની લડતને એક નવી તાકાત આપવાનો પ્રયાસ કર્યો હશે તે માટે આજે જ્યારે આપણે આઝાદીના 75મા વર્ષનું પર્વ મનાવી રહ્યા છીએ ત્યારે દરેક દેશવાસીનું એ કર્તવ્ય બની રહે છે તે દરેક પોતપોતાના સ્તરે, પોતાના વિશિષ્ટ યોગદાનને રાષ્ટ્રના વિકાસ સાથે અવશ્ય જોડે.

તમે જુઓ, જો આપણે એક રાષ્ટ્ર તરીકે જોઈએ તો ભારતે વિતેલા 8 વર્ષમાં અલગ અલગ બાબતો પર રોજે રોજ નવા કદમ ઉઠાવ્યા છે અને નવા કામ કરવાનો પ્રયાસ કર્યો છે. આ ગાળા દરમ્યાન દેશમાં જે જન ભાગીદારીમાં વધારો થયો તેના કારણે દેશના વિકાસને ગતિ મળી છે અને દેશના ગરીબમાં ગરીબ માણસને સશક્ત બનાવવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત અભિયાનને કારણે ગરીબને સન્માન સાથે જીવવાની તક મળી છે, પાકુ ઘર, વિજળી, ગેસ, પાણી, મફત સારવાર જેવી સુવિધાઓથી આપણાં ગરીબોની ગરિમામાં વધારો થયો છે. આપણાં નાગરિકોના આત્મવિશ્વાસમાં એક નવી ઊર્જા ભરી શકાઈ છે અને સાથે સાથે સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

કોરોના કાળમાં મફત રાશન આપવાની યોજનાના કારણે 80 કરોડથી વધુ દેશવાસીઓને ભૂખની આશંકામાંથી મુક્તિ મળી છે. દેશની અડધાથી વધુ વસતિ કે જે દેશના વિકાસના વિચારોને તથા તેની ઔપચારિક વ્યવસ્થાથી વંચિત હતી, જેને દૂર રાખવામાં આવી હતી તેમનો સમાવેશ કરીને અમે મિશન મોડ ઉપર કામ કર્યું. નાણાંકિય સમાવેશિતાનું આ આટલું મોટું કામ, આટલા ઓછા સમયમાં દુનિયામાં કોઈ સ્થળે થઈ શક્યું નથી. અને સૌથી મોટી બાબત તો એ છે કે દેશના લોકોને અભાવમાંથી બહાર કાઢીને સપનાં દેખાડવાનું અને તેમનામાં સપનાં સાકાર કરવા માટેનો એક નવો ઉત્સાહ આપણને જોવા  મળ્યો છે.      

સાથીઓ,

આઝાદીના 7 દાયકા પૂરા થયા પછી આટલું જે પરિવર્તન આવ્યું તેને કેન્દ્રમાં રાખીને લોક કેન્દ્રિત શાસન હોય કે ગુડ ગવર્નન્સનો સતત પ્રયાસ હોય, એક સમય એવો પણ હતો કે જ્યારે આપણાં દેશમાં નીતિઓ અને નિર્ણય સરકાર કેન્દ્રિત રહેતા હતા, એટલે કે કોઈ યોજના શરૂ કર્યા પછી લોકોની એ જવાબદારી રહેતી હતી કે તે સરકાર સુધી પહોંચીને તેનો લાભ ઉઠાવે. આ પ્રકારની વ્યવસ્થાને કારણે સરકાર અને શાસન બંનેની જવાબદારી ઓછી થઈ જતી હતી. હવે જે રીતે કોઈ ગરીબ વિદ્યાર્થીને અભ્યાસ માટે આર્થિક મદદની જરૂર હોય તો તે પહેલાં પોતાના પરિવાર, પોતાના સગા- સંબંધી અથવા તો પોતાના મિત્રો પાસેથી સહાય મેળવવા માટે મજબૂર થઈ જતો હતો. આ કામ માટે સરકારની જે યોજનાઓ હતી તેમાં ઘણી લાંબી પ્રક્રિયા કરવાની રહેતી હતી કે જેથી તે મદદ મેળવવા માટે આગળ વધી શકતો ન હતો અને તે પ્રક્રિયામાં જ તે થાકનો અનુભવ કરતો હતો.

આવી જ રીતે જો કોઈ ઉદ્યોગસાહસિક, કોઈ વ્યાપારી કે કારોબારીને લોનની જરૂરિયાત ઉભી થાય તો તેને પણ અનેક સ્થળોએ ચક્કર લગાવવા પડતા હતા, અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હતું. ઘણી વખત એવું પણ બનતું હતું કે અધૂરી જાણકારીને કારણે તે મંત્રાલયની વેબસાઈટ સુધી પહોંચી પણ શકતો ન હતો. આવી તકલીફોનું પરિણામ એ આવતું હતું કે વિદ્યાર્થી હોય કે વ્યાપારી, તે પોતાના સપના અધવચ્ચે જ છોડી દેતો હતો અને તેને પૂરા કરવા માટેના કદમ ઉઠાવવામાં આવતા ન હતા.

અગાઉના સમયમાં સરકાર કેન્દ્રિત શાસનને કારણે દેશને ખૂબ મોટું નુકશાન ઉઠાવવું પડ્યું હતું, પણ આજે 21મી સદીનું ભારત લોક કેન્દ્રિત શાસનના અભિગમની સાથે આગળ ધપી રહ્યું છે. એ જનતા જ છે કે જેણે પોતાની સેવા માટે અહિંયા મોકલ્યા છે અને એટલા માટે આપણી એ સર્વોચ્ચ અગ્રતા બની રહે છે કે આપણે જાતે જ લોકો સુધી પહોંચીએ. દરેક પાત્ર વ્યક્તિ સુધી પહોંચવું અને તેને પૂરો લાભ પહોંચાડવાની જવાબદારી આપણાં માથે રહે છે.

અલગ અલગ મંત્રાલયોની, અલગ વેબસાઈટના ચક્કર લગાવવા કરતાં એ બહેતર રહે છે કે તે ભારત સરકારને એક પોર્ટલ સુધી પહોંચે અને તેની સમસ્યાઓનું નિરાકરણ આવે. આજે જન સમર્થ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે આ લક્ષ્ય સાથે તૈયાર કરવામાં આવ્યું છે. હવે ભારત સરકારની પણ ક્રેડિટ લીંક્ડ યોજનાઓ અલગ  અલગ માઈક્રો સાઈટ પર નહીં, પણ એક જ સ્થળે ઉપલબ્ધ થશે. આ જન સમર્થ પોર્ટલ વિદ્યાર્થીઓનું, ઉદ્યોગસાહસિકોનું, વેપારીઓ અને કારોબારીઓનું તથા ખેડૂતોનું જીવન તો આસાન બનાવશે જ, પણ સાથે સાથે તેમના પોતાના સપનાં પૂરા કરવામાં પણ મદદ કરશે. હવે વિદ્યાર્થીઓ આસાનીથી માહિતી મેળવી શકશે કે કઈ સરકારી યોજનામાં તેમને સૌથી વધુ લાભ થવાનો છે અને તેનો લાભ કઈ રીતે ઉઠાવી શકાય છે. એવી જ રીતે આપણાં યુવાનો આસાનીથી એ બાબત નક્કી કરી શકશે કે તેમને મુદ્રા લોન જોઈએ કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા લોન જોઈએ.

જન સમર્થ પોર્ટલના માધ્યમથી દેશના યુવાનોને અને મધ્યમ વર્ગને એન્ડ- ટુ- એન્ડ ડિલિવરીનું એક મોટું માધ્યમ પ્રાપ્ત થયું છે અને જ્યારે લોન લેવામાં જ્યારે આસાની રહેશે ત્યારે ઓછામાં ઓછી પ્રક્રિયાઓ પાર કરવાની રહેશે ત્યારે સ્વાભાવિક છે કે વધુને વધુ લોકો લોન લેવા માટે આગળ આવશે. આ પોર્ટલ સ્વરોજગાર વધારવામાં, સરકારની યોજનાઓને તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા બજાવતું રહેવાનું છે. હું જન સમર્થ પોર્ટલ માટે દેશના યુવાનોને વિશેષ રૂપે અભિનંદન પાઠવું છું. આજે આ સમારંભમાં બેંકીંગ સેક્ટરના દિગ્ગજો પણ મોજૂદ છે. મારો એમને આગ્રહ છે કે તમામ બેંકર્સ પણ જન સમર્થ પોર્ટલને સફળ બનાવવા માટે, યુવાનોને ધિરાણ મેળવવાનું આસાન બનાવવા માટે પોતાની ભાગીદારી વધુને વધુ પ્રમાણમાં વધારે.

સાથીઓ,

કોઈપણ સુધારણા કરવાના હોય કે રિફોર્મ હાથ ધરવાના હોય તો તેનું લક્ષ્ય સ્પષ્ટ છે કે તેના અમલીકરણ બાબતે ગંભીરતા અપનાવવામાં આવે તો તેના સારા પરિણામો મળવાનું નિશ્ચિત બની જાય છે. વિતેલા 8 વર્ષમાં દેશમાં સુધારા કરવામાં આવ્યા છે. તેમાં મોટી અગ્રતા એ બાબતને આપવામાં આવી છે કે આપણાં દેશના યુવાનોને પોતાનું સામર્થ્ય દેખાડવાની તક મળે.

આપણાં યુવાનો પોતાને મનગમતી કંપની આસાનીથી શરૂ કરી શકે, તે પોતાના એકમો આસાનીથી ઊભા કરી શકે અને તેને આસાનીથી ચલાવી શકે તે બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એટલા માટે 30 હજારથી વધુ કોમ્પ્લાયન્સ (નિયમપાલનની વિધિઓ) ઓછી કરીને તથા દોઢ હજારથી વધુ કાયદાઓ સમાપ્ત કરીને કંપનીઓના કાયદાની અનેક જોગવાઈઓને ગુનામુક્ત બનાવીને આપણે એ બાબતની ખાત્રી રાખી છે  કે ભારતની કંપનીઓ આગળ ધપે એટલું જ નહીં, નવી ઉંચાઈ પણ પ્રાપ્ત કરે.

સાથીઓ,

રિફોર્મ્સ એટલે કે સુધારા બાબતે આપણે જે બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તે છે સરળીકરણ, સિમ્પ્લીફિકેશન. કેન્દ્ર અને રાજ્યના વેરાઓના જાળાંની જગા હવે જીએસટીએ લીધી છે અને આ સરળીકરણનું પરિણામ પણ દેશ જોઈ રહ્યો છે. હવે દર મહિને જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાનો આંક વટાવી જાય તે બાબત સામાન્ય બની ગઈ છે. ઈપીએફઓ રજીસ્ટ્રેશનની સંખ્યામાં પણ આપણે સતત વધારો થયેલો જોઈ શકીએ છીએ. સુધારણા અને સરળીકરણથી આગળ વધીને આપણે સુગમ વ્યવસ્થાનું નિર્માણ કરી રહ્યા છીએ.

GeM પોર્ટલને કારણે ઉદ્યોગસાહસિકો અને એકમો માટે સરકારને પોતાના ઉત્પાદનો વેચવાનું ખૂબ જ આસાન થઈ ગયું છે અને તેમાં પણ ખરીદીના આંકડા 1 લાખ કરોડનો આંક પાર કરી ગયા છે. આજે દેશમાં મૂડીરોકાણ કરવા માટે ક્યાં ક્યા સંભાવના છે તેની જાણકારી પણ ઈન્વેસ્ટ ઈન્ડિયા પોર્ટલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

આજે અનેક પ્રકારની મંજૂરીઓ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ પોર્ટલ છે તે કડીમાં આ જન સમર્થ  પોર્ટલ પણ દેશના યુવાનોને, દેશના સ્ટાર્ટઅપ્સને ઘણી મોટી મદદ કરવાનું છે. આજે આપણે સુધારણા, સરળીકરણ અને સુગમતાની શક્તિ સાથે આગળ વધીશું તો સુવિધાઓને એક નવું સ્તર પ્રાપ્ત થશે. તમામ ભારતવાસીઓને આ  આધુનિક સેવાઓ આપવી અને તે માટે રોજેરોજ નવા પ્રયાસ કરતાં રહેવું, નવા સંકલ્પો લઈને તેને સિધ્ધ કરવા તે આપણા બધાની જવાબદારી બની રહે છે.

સાથીઓ,

વિતેલા 8 વર્ષમાં આપણે બતાવ્યું છે કે ભારત જો સાથે મળીને કોઈ કામ કરવાનો નિશ્ચય કરી લે તો તે સમગ્ર દુનિયા માટે એક નવી આશા બની રહે છે. આજે દુનિયા માત્ર એક મોટા કન્ઝ્યુમર માર્કેટ તરીકે જ નહીં, પણ એક સમર્થ ગેમ ચેન્જર ક્રિએટીવ અને ઈનોવેટીવ વ્યવસ્થા તરીકે આપણી સમક્ષ દુનિયા આજે આશા અને અપેક્ષા સાથે જોઈ રહી છે. દુનિયાના એક મોટા ભાગને ભારત પાસે સમસ્યાઓના ઉકેલની અપેક્ષાઓ છે. અને આવું એટલા માટે શક્ય બની રહ્યું છે કે વિતેલા 8 વર્ષમાં આપણે સામાન્ય ભારતીયના વિવેક ઉપર ભરોંસો કર્યો અને તેમને વૃધ્ધિ માટે આગળ વધવા આપણે જનતાને બૌધ્ધિક સામેલગિરી સાથે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી છે.

આપણને દેશની જનતા ઉપર પૂરો વિશ્વાસ રહ્યો છે કે જે ટેકનોલોજી સુશાસન માટે લાવવામાં આવશે તેનો દેશની જનતા સ્વિકાર કરશે અને તેની પ્રશંસા પણ કરશે. આવા જન વિશ્વાસનું પરિણામ દુનિયાના સર્વ શ્રેષ્ઠ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ  સ્વરૂપે આપણી સામે છે. આજે દૂર દૂરના ગામડાંથી માંડીને શહેરોના મહોલ્લાઓમાં લારી- ફેરીવાળા રૂપિયા 10 થી 20ના આર્થિક વ્યવહારો ખૂબ જ આસાનીથી કરી રહ્યા છે.

આપણને ભારતના યુવાનોના ઈનોવેશન અને ઉદ્યોગસાહસિકતા બાબતે એક ઝનૂન છે અને તેની ઉપર ઘણો બધો વિશ્વાસ હતો. દેશના નવયુવાનોમાં છૂપી રીતે પડેલા આ ઝનૂનને માર્ગ દર્શાવવા માટે સ્ટાર્ટઅપ ઈન્ડિયાનું પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. આજે દેશમાં લગભગ 70 હજાર સ્ટાર્ટઅપ્સ છે અને તેમાં દરરોજ ડઝનબંધ નવા સભ્યો ઉમેરાતા રહે છે.

સાથીઓ,

આજે દેશ જે કાંઈ હાંસલ કરી રહ્યો છે તેમાં ખૂબ મોટી ભૂમિકા આત્મપ્રેરણાની પણ છે, સૌના પ્રયાસની છે. દેશવાસી આત્મનિર્ભર ભારત અભિયાનથી માંડીને વોકલ ફોર લોકલ જેવા અભિયાનો સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ગયા છે. તેમાં હવે આપ સૌની એટલે કે નાણાં મંત્રાલય અને કોર્પોરેટ બાબતના મંત્રાલયની ભૂમિકા ઘણી વધી ગઈ છે. હવે આપણે યોજનાઓને સંતૃપ્તિ સુધી ઝડપભેર પહોંચાડવાની છે.

આપણે નાણાંકિય સમાવેશિતા માટે પ્લેટફોર્મ તૈયાર કર્યા છે અને હવે આપણે તેના સદુપયોગ માટેની જાગૃતિમાં વધારો કરવાનો છે. જે નાણાંકિય ઉપાયો ભારત માટે તૈયાર કરવામાં આવ્યા છે તે હવે દુનિયાના અન્ય દેશોના નાગરિકો માટે પણ ઉપયોગી થાય તેવા પ્રયાસો પણ હાથ ધરવા  જોઈએ.

આપણી બેંકો, આપણી કરન્સી ઈન્ટરનેશનલ સપ્લાય ચેઈનમાં આંતરરાષ્ટ્રીય વેપાર સાથેનો વ્યાપક હિસ્સો કઈ રીતે બને તે બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. અને મને વિશ્વાસ છે કે આઝાદીના અમૃતકાળમાં બહેતર નાણાંકીય અને કોર્પોરેટ ગવર્નન્સને તમે સતત પ્રોત્સાહિત કરતા રહેશો. આજે આ સમારંભ માટે 75 સ્થળોએથી જે કોઈ પણ સાથીઓ અહિંયા બેઠા છે તે તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપતાં મારી વાણીને વિરામ આપું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Engineering goods exports up 10.4% in January,2026, crosses $100 billion mark in April-January Period of FY26

Media Coverage

Engineering goods exports up 10.4% in January,2026, crosses $100 billion mark in April-January Period of FY26
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM’s address at the News18 Rising Bharat Summit
February 27, 2026

इजराइल की हवा यहाँ भी पहुँच गई है।

नमस्कार!

नेटवर्क 18 के सभी पत्रकार, इस व्यवस्था को देखने वाले सभी साथी, यहां उपस्थित सभी महानुभाव, देवियों और सज्जनों!

आप सभी राइजिंग भारत की चर्चा कर रहे हैं। और इसमें strength within पर आपका जोर है, यानी साधारण शब्दों में कहूं, तो देश के अपने खुद के सामर्थ्य पर आपका फोकस है। और हमारे यहां तो शास्त्रों में कहा गया है - तत् त्वम असि! यानी जिस ब्रह्म की खोज मे हम निकले हैं, वो हम ही हैं, वो हमारे भीतर ही है। जो सामर्थ्य हमारे भीतर है उसे हमें पहचानना है। बीते 11 वर्षों में भारत ने अपना वही सामर्थ्य पहचाना है, और इस सामर्थ्य को सशक्त करने के लिए आज देश निरंतर प्रयास कर रहा है।

साथियों,

सामर्थ्य किसी देश में अचानक पैदा नहीं होता, सामर्थ्य पीढ़ियों में बनता है। वो ज्ञान से, परंपरा से, परिश्रम से और अनुभव से निखरता है, लेकिन इतिहास के एक लंबे कालखंड में, गुलामी की इतनी शताब्दियों में, हमारे सामर्थ्यवान होने की भावना को ही हीनता से भर दिया गया था। दूसरे देशों से आयातित विचारधारा ने समाज में कूट-कूट कर ये भर दिया था, कि हम अशिक्षित हैं और अनुगामी यानी, फॉलोअर हैं, हमारे यहां ये भी कहा गया है – यादृशी भावना यस्य, सिद्धिर्भवति तादृशी। यानी जैसी जिसकी भावना होती है, उसे वैसी ही सिद्धि प्राप्त होती है। जब भावना में ही हीनता थी, तो सिद्धि भी वैसी ही मिल रही है। हम विदेशी तकनीक की नकल करते थे, विदेशी मुहर का इंतजार करते थे, ये वो गुलामी थी जो राजनीतिक और भौगोलिक से ज्यादा मानसिक गुलामी थी। दुर्भाग्य से आजादी के बाद भी, भारत गुलामी की मानसिकता से बाहर नहीं निकल पाया। और इसका नुकसान हम आज तक उठा रहे हैं। इसका ताजा उदाहरण, हम ट्रेड डील्स में हो रही चर्चा में देख रहे हैं। कुछ लोग चौंक गए हैं कि अरे ये क्या हो गया, कैसे हो गया, विकसित देश भारत से ट्रेड डील्स करने में इतने उत्सुक क्यों हैं। इसका उत्तर है हताशा, निराशा से बाहर निकल रहा आत्मविश्वासी भारत। अगर देश आज भी 2014 से पहले वाली निराशा में होता, फ्रेजाइल फाइव में गिना जाता, पॉलिसी पैरालिसिस से घिरा होता, अगर ये हाल होते तो कौन हमारे साथ ट्रेड डील्स करता, अरे हमारी तरफ देखता भी नहीं।

लेकिन साथियों,

बीते 11 वर्षों में देश की चेतना में नई ऊर्जा का प्रवाह हुआ है। भारत अब अपने खोये हुए सामर्थ्य को वापस पाने का प्रयास कर रहा है। एक समय में जब भारत का वैश्विक अर्थव्यवस्था में सबसे ज्यादा दबदबा था, तो हमारा क्या सामर्थ्य था? भारत की मैन्युफैक्चरिंग, भारत के प्रोडक्टस की क्वालिटी, भारत की अर्थ नीति, अब आज का भारत फिर से इन बातों पर फोकस कर रहा है। इसलिए हमने मैन्युफैक्चरिंग पर काम किया, हमने मेक इन इंडिया पर बल दिया, हमने अपनी बैंकिंग सिस्टम को सशक्त किया, महंगाई जो डबल डिजिट की दर से भाग रही थी, उसका कंट्रोल किया और भारत को दुनिया का ग्रोथ इंजन बनाया। भारत का यही सामर्थ्य है कि दुनिया के विकसित देश सामने से भारत के साथ ट्रेड डील करने के लिए खुद आगे आ रहे हैं।

साथियों,

जब किसी राष्ट्र के भीतर, छिपी हुई उसकी शक्ति जागती है, तो वह नई उपलब्धियां हासिल करता है। मैं आपको कुछ और उदाहरण देता हूं। जैसे मैं जब कभी दूसरी देशों के हेड ऑफ द गर्वमेंट से मिलता हूं, तो वो जनधन, आधार और मोबाइल की इतनी शक्ति के बारे में सुनने के लिए बहुत उत्सुक होते हैं। जिस भारत में एटीएम भी, दुनिया की विकसित देशों की तुलना में काफी समय बाद आया, उस भारत ने डिजिटल पेमेंट सिस्टम में ग्लोबल लीडरशिप कैसे हासिल कर ली? जहां पर सरकारी मदद की लीकेज को कड़वा सच मान लिया गया था, वो भारत डीबीटी के जरिये 24 लाख करोड़ रूपये, यानी Twenty four trillion रुपीज कैसे लाभार्थियों को भेज पा रहा है? भारत का डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर, आज पूरे विश्व के लिए चर्चा का विषय बन चुका है।

साथियों,

दुनिया हैरान होती है, कि जिस भारत में 2014 तक, करीब तीन करोड़ परिवार अंधेरे में थे, वो आज सोलर पावर कैपेसिटी में दुनिया के टॉप के देशों में कैसे आ गया? जिस भारत के शहरों में पब्लिक ट्रांसपोर्ट सुधरने की कोई उम्मीद ना थी, वो भारत आज दुनिया का तीसरा बड़ा मेट्रो नेटवर्क वाला देश कैसे बन गया? जिस भारत के रेलवे की पहचान सिर्फ लेट-लतीफी और धीमी-रफ्तार से होती थी, वहां वंदे भारत, नमो भारत, ऐसी सेमी-हाईस्पीड कनेक्टिविटी कैसे संभव हो पा रही है?

साथियों,

एक समय था, जब भारत नई टेक्नोलॉजी का सिर्फ और सिर्फ कंज्यूमर था। आज भारत नई टेक्नोलॉजी का निर्माता भी है और नए मानक भी स्थापित कर रहा है। और ऐसा इसलिए हुआ है क्योंकि हमने अपने सामर्थ्य को पहचाना है, जिस Strength Within की आप चर्चा कर रहे हैं, ये उसका ही उदाहरण है।

साथियों,

जब हम गर्व से आगे बढ़ते हैं, तो दुनिया हमें जिस नजर से देखती रही है, वो नजर भी बदली है। आप याद कीजिए, कुछ साल पहले तक दुनिया में, ग्लोबल मीडिया में, भारत के किसी इवेंट की कितनी कम चर्चा होती थी। भारत में होने वाले इवेंट्स को उतनी तवज्जो ही नहीं दी जाती थी। और आज देखिए, भारत जो करता है, जो एक्शन यहां होते हैं, उसका वैश्विक विश्लेषण होता है। AI समिट का उदाहरण आपके सामने है, इसी भवन में हुआ है। AI समिट में 100 से ज्यादा देश शामिल हुए, ग्लोबल नॉर्थ हो या फिर ग्लोबल साउथ, सभी एक साथ, एक ही जगह, एक टेबल पर बैठे। दुनिया के बड़े-बड़े कॉर्पोरेशन्स हों या फिर छोटे-छोटे स्टार्ट अप्स, सभी एक साथ जुटे।

साथियों,

अब तक जितनी भी औद्योगिक क्रांतियां आई हैं, उनमें भारत और पूरा ग्लोबल साउथ सिर्फ फॉलोअर रहा है। लेकिन आर्टिफिशियल इंटेलीजेंस के इस युग में, भारत निर्णयों में सहभागी भी है और उन्हें शेप भी कर रहा है। आज हमारे पास खुद का AI स्टार्टअप इकोसिस्टम है, डेटा-सेंटर में निवेश करने की ताकत है और AI डेटा को स्टोर करने के लिए, प्रोसेस करने के लिए, जिस पावर की सबसे ज्यादा ज़रूरत है, उस पर भी भारत तेजी से काम कर रहा है। हमने न्यूक्लियर पावर सेक्टर में जो Reform किया है, वो भी भारत के AI इकोसिस्टम को मजबूती देने में मदद करेगा।

साथियों,

AI समिट का आयोजन पूरे भारत के लिए गौरव का पल था। लेकिन दुर्भाग्य से देश की सबसे पुरानी पार्टी ने, देश के इस उत्सव को मैला करने का प्रयास किया। विदेशी अतिथियों के सामने कांग्रेस ने सिर्फ कपड़े नहीं उतारे, बल्कि इसने कांग्रेस के वैचारिक दिवालिएपन को भी expose कर दिया है। जब नाकामी की निराशा-हताशा मन में हो, और अहंकार सिर चढ़कर बोलता हो, तब देश को बदनाम करने की ऐसी सोच सामने आती है। ज़ाहिर है, कांग्रेस की इस हरकत से देश में गुस्सा है। इसलिए, इन्होंने अपने पाप को सही ठहराने के लिए महात्मा गांधी जी को आगे कर दिया। कांग्रेस हर बार ऐसा ही करती है। जब अपने पाप को छुपाना हो तो कांग्रेस बापू को आगे कर देती है, और जब अपना गौरवगान करना हो, तो एक ही परिवार को सारा क्रेडिट देती है।

साथियों,

कांग्रेस अब विचारधारा के नाम पर केवल विरोध की टूलकिट बनकर रह गई है। और ये अंध-विरोध की मानसिकता इतनी बढ़ गई है, कि ये देश को हर मंच, हर प्लेटफॉर्म पर नीचा दिखाने से नहीं चूकते। देश कुछ भी अच्छा करे, देश के लिए कुछ भी शुभ हो रहा हो, कांग्रेस को विरोध ही करना है।

साथियों,

मेरे पास एक लंबी सूची है, देश की संसद की नई इमारत बनी, उसका विरोध। संसद के ऊपर अशोक स्तंभ के शेरों का विरोध। अब जिनके बब्बर शेर सामान्य नागरिकों के जूते खाकर के भाग रहे थे, उनके संसद भवन के शेर के दांत देखकर के डर लग गया उनको। कर्तव्य भवन बना, उसका भी विरोध। सेनाओं ने सर्जिकल स्ट्राइक की, उसका भी विरोध। बालाकोट में एयर स्ट्राइक हुई, उसका भी विरोध। ऑपरेशन सिंदूर हुआ, उसका भी विरोध। यानी देश की हर उपलब्धि पर कांग्रेस के टूलकिट से एक ही चीज निकलती है- विरोध।

साथियों,

देश ने आर्टिकल 370 की दीवार गिराई, देश खुश हुआ। लेकिन कांग्रेस ने विरोध किया। हमने CAA का कानून बनाया- उसका विरोध। हम महिला आरक्षण कानून लाए- उसका विरोध। तीन तलाक के विरुद्ध कानून लाए- उसका विरोध। हम UPI लेकर आए, उसका विरोध। स्वच्छ भारत अभियान लेकर आए, उसका विरोध। देश ने कोरोना वैक्सीन बनाई, तो उसका भी विरोध।

साथियों,

लोकतंत्र में विपक्ष का मतलब सिर्फ अंध-विरोध नहीं होता, डेमोक्रेसी में विपक्ष का मतलब वैकल्पिक विजन होता है। इसलिए देश की प्रबुद्ध जनता, कांग्रेस को सबक सिखा रही है, आज से नहीं, बीते चार दशकों से लगातार ये काम देश की जनता कर रही है। मैं जो कहने जा रहा हूं, मीडिया के साथी उसका भी ज़रा एनालिसिस करिएगा। आपको पता लगेगा कि कांग्रेस के वोट चोरी नहीं हो रहे, बल्कि देश के लोग अब कांग्रेस को वोट देने लायक ही नहीं मानते। और इसकी शुरुआत 1984 के बाद ही होनी शुरू हो गई थी। 1984 में कांग्रेस को 39 परसेंट वोट मिले थे, और 400 से अधिक सीटें मिली थीं। इसके बाद हुए चुनावों में कांग्रेस के वोट कम ही होते चले गए। और आज कांग्रेस की हालत ये है कि, देश में सिर्फ, सिर्फ चार राज्य ऐसे बचे हैं, जहां कांग्रेस के पास 50 से ज्यादा विधायक हैं। बीते 40 वर्षों में युवा वोटर्स की संख्या बढ़ती गई और कांग्रेस साफ होती गई। कांग्रेस, परिवार की गुलामी में डूबे लोगों का एक क्लब बनकर रह गई है। इसलिए पहले मिलेनियल्स ने कांग्रेस को सबक सिखाया, और अब जेन जी भी तैयार बैठी है।

साथियों,

कांग्रेस और उसके साथियों की सोच इतनी छोटी है, कि उन्होंने दूरदृष्टि से काम करने को भी गुनाह बना दिया है। आज जब हम विकसित भारत 2047 की बात करते हैं, तो कुछ लोग पूछते हैं— “इतनी दूर की बात अभी क्यों कर रहे हो?” कुछ लोग ये भी कहते हैं कि तब तक मोदी जिंदा थोड़ी रहेगा, सच्चाई यह है कि राष्ट्र निर्माण कभी भी तात्कालिक सोच से नहीं होता। वो एक बड़े विजन, धैर्य और समय पर लिए गए निर्णयों से होता है। मैं कुछ और तथ्य नेटवर्क 18 के दर्शकों के सामने रखना चाहता हूं। भारत हर साल विदेशी समुद्री जहाजों से मालढुलाई पर 6 लाख करोड़ रुपये से अधिक खर्च करता है किराए पर। फर्टिलाइजर के आयात पर हर साल सवा दो लाख करोड़ रुपये खर्च होते हैं। पेट्रोलियम आयात पर हर साल 11 लाख करोड़ रुपये खर्च होते हैं। यानी हर वर्ष लाखों करोड़ रुपये देश से बाहर जा रहे हैं। अगर यही निवेश 20–25 वर्ष पहले आत्मनिर्भरता की दिशा में किया गया होता, तो आज ये पूंजी भारत के इंफ्रास्ट्रचर, रिसर्च, इंडस्ट्री, किसान और युवाओं की क्षमताओं को मजबूत कर रही होती। आज हमारी सरकार इसी सोच के साथ काम कर रही है। विदेशी जहाजों को 6 लाख करोड़ रुपए ना देना पड़े इसलिए भारतीय शिपिंग और पोर्ट इंफ्रास्ट्रक्चर को मजबूत किया जा रहा है। फर्टिलाइजर का domestic प्रोडक्शन बढ़ाने के लिए नए प्लांट लग रहे हैं, नैनो-यूरिया को बढ़ावा दिया जा रहा है। पेट्रोलियम पर निर्भरता कम करने के लिए एथेनॉल ब्लेंडिंग, ग्रीन हाइड्रोजन मिशन, सोलर और इलेक्ट्रिक मोबिलिटी को प्राथमिकता दी जा रही है।

और साथियों,

हमें भविष्य की ओर देखते हुए भी आज ही निर्णय लेने हैं। इसलिए आज भारत में सेमीकंडक्टर इकोसिस्टम का निर्माण हो रहा है। रक्षा उत्पादन में, मोबाइल मैन्युफैक्चरिंग में, ड्रोन टेक्नोलॉजी में, क्रिटिकल मिनरल्स सेक्टर में, और उसमें निवेश, आने वाले दशकों की आर्थिक सुरक्षा की नींव है। 2047 का लक्ष्य कोई राजनीतिक नारा नहीं है। यह उस ऐतिहासिक भूल को सुधारने का संकल्प भी है, जहाँ कांग्रेस की सरकारों के समय कई क्षेत्रों में समय रहते निवेश नहीं किया। आज अगर हम ख़ुद स्वदेशी जहाज, स्वदेशी शिप्स बनाएँगे, ख़ुद एनर्जी का प्रोडक्शन करेंगे, ख़ुद नई टेक्नोलॉजी डेवलप करेंगे, तो आने वाली पढ़ियाँ इम्पोर्ट के बोझ की नहीं, एक्सपोर्ट की क्षमता पर चर्चा करेंगी। राष्ट्र की प्रगति “आज की सुविधा” से नहीं, “कल की तैयारी” से तय होती है। और दूरदृष्टि से की गई मेहनत ही 2047 के आत्मनिर्भर, सशक्त और समृद्ध भारत की आधारशिला है। और इसके लिए कांग्रेस अपने कितने ही कपड़े फाड़ ले, हम निरंतर काम करते रहेंगे।

साथियों,

राष्ट्र निर्माण की, Nation Building की एक बहुत अहम शर्त होती है- नेक नीयत की। कांग्रेस और उसके साथी दल, इसमें भी फेल रहे हैं। कांग्रेस और उसके साथियों ने कभी नेक नीयत के साथ काम नहीं किया। गरीब का दुख, उसकी तकलीफ से भी इन्हें कोई वास्ता नहीं है। जैसे बंगाल में आज तक आयुष्मान भारत योजना लागू नहीं हुई। अगर नेक नीयत होती तो क्या गरीबों को 5 लाख रुपए तक मुफ्त इलाज देने वाली इस योजना को बंगाल में रोका जाता क्या? नहीं। आप भी जानते हैं कि देश में पीएम आवास योजना के तहत गरीबों के लिए पक्के घर बनवाए जा रहे हैं। नेटवर्क 18 के दर्शकों को मैं एक और आंकड़ा देता हूं। तमिलनाडु के गरीब परिवारों के लिए, करीब साढ़े नौ लाख पक्के घर एलोकेट किए गए हैं, साढ़े नौ लाख। लेकिन इनमें से तीन लाख घरों का निर्माण अटक गया है, क्यों, क्योंकि DMK सरकार गरीबों के इन घरों के निर्माण में दिलचस्पी नहीं दिखा रही। इसकी वजह क्या है? इसकी वजह है, नीयत नेक नहीं है।

साथियों,

मैं आपको एग्रीकल्चर सेक्टर का भी उदाहरण देता हूं। कांग्रेस के समय में खेती-किसानी को अपने हाल पर छोड़ दिया गया था। छोटे किसानों को कोई पूछता नहीं था, फसल बीमा का हाल बेहाल था, MSP पर स्वामीनाथन कमेटी की रिपोर्ट फाइलों में दबा दी गई थी, कांग्रेस बजट में घोषणाएं जरूर करती थी, लेकिन ज़मीन पर कुछ नहीं होता था, क्योंकि उसकी नीयत ही नहीं थी। हमने देश के किसानों के लिए नेक नीयत के साथ काम करना शुरू किया, और आज उसके परिणाम दुनिया देख रही है। आज भारत दुनिया के बड़े एग्रीकल्चर एक्सपोर्टर्स में से एक बन रहा है। हमने हर स्तर पर किसानों के लिए एक सुरक्षा कवच बनाया है। पीएम किसान सम्मान निधि के माध्यम से किसानों के खाते में चार लाख करोड़ रुपए से अधिक जमा किए गए हैं। हमने लागत का डेढ़ गुणा MSP तय किया और रिकॉर्ड खरीद भी की है। मैं आपको सिर्फ दाल का ही आंकड़ा देता हूं। UPA सरकार ने 10 साल में सिर्फ 6 लाख मीट्रिक टन दाल, किसानों से MSP पर खरीदी- 6 लाख मीट्रिक टन। और हमारी सरकार अभी तक, करीब 170 लाख मीट्रिक टन, यानी लगभग 30 गुणा अधिक दाल MSP पर खरीद चुकी है। अब आप तय करिये, कौन किसानों के लिए काम करता है।

साथियों,

यूपीए सरकार किसान क्रेडिट कार्ड के जरिए भी किसानों को मदद देने में कंजूसी करती थी। अपने 10 साल में यूपीए सरकार ने सात लाख करोड़ रुपए का कृषि ऋण किसानों को दिया। 7 lakh crore rupees. जबकि हमारी सरकार इससे चार गुणा अधिक यानी 28 लाख करोड़ रुपए दे चुकी है। यूपीए सरकार के दौरान जहां सिर्फ पांच करोड़ किसानों को इसका लाभ मिलता था, आज ये संख्या दोगुने से भी अधिक करीब-करीब 12 करोड़ किसानों को पहुंची है। यानी देश के छोटे किसान को भी पहली बार मदद मिली है। हमारी सरकार ने पीएम फसल बीमा योजना का सुरक्षा कवच भी किसानों को दिया। इसके तहत करीब 2 लाख करोड़ रुपए किसानों को संकट के समय मिल चुके हैं। हम नेक नीयत से काम कर रहे हैं, इसलिए भारत के किसानों का आत्मविश्वास बढ़ रहा है, उनकी प्रोडक्टिविटी बढ़ रही है, और आय में भी वृद्धि हो रही है।

साथियों,

21वीं सदी का एक चौथाई हिस्सा बीत चुका है। अब अगला चरण भारत के विकास का निर्णायक दौर है। वर्तमान में लिए गए निर्णय ही भविष्य की दिशा तय करेंगे। हमें अपने सामर्थ्य को पहचानते हुए, उसे बढ़ाते हुए आगे चलना है। हर व्यक्ति अपने क्षेत्र में श्रेष्ठता को लक्ष्य बनाए, हर संस्था excellence को अपना संस्कार बनाए, हम सिर्फ उत्पाद न बनाएं, best-quality product बनाएं, हम सिर्फ रुटीन काम न करें, world-class काम करें, हम क्षमता को performance में बदलें। मैंने लाल किले से कहा है- यही समय है, सही समय है। यही समय है, भारत को नई ऊँचाइयों पर ले जाने का। एक बार फिर आप सभी को बहुत-बहुत शुभकामनाएं, बहुत-बहुत धन्यवाद। नमस्कार।