શેર
 
Comments

માનનીય સભાપતિજી, માનનીય રાષ્ટ્રપતિજી પાસેથી સંયુક્ત ગૃહને જે બોધ મળ્યો છે, તેમણે જે પ્રવચન આપ્યું છે તે 130 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓનુ પ્રતિબિંબ પાડે છે. હું આ ગૃહમાં માનનીય રાષ્ટ્રપતિજીના સંબોધન ઉપર સમર્થન આપવા માટે તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું.

45થી વધુ માનનીય સભ્યોએ આ સંબોધન ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ વરિષ્ઠ સભ્યોનું ગૃહ છે. અનુભવી મહાપુરૂષોનું ગૃહ છે. ચર્ચાને રસપ્રદ બનાવવાનો સૌ કોઈનો પ્રયાસ રહ્યો છે. શ્રીમાન ગુલામનબીજી, શ્રીમાન આનંદ શર્મા, ભૂપેન્દ્ર યાદવજી, સુધાંશુ ત્રિવેદીજી, સુધાકર શેખરજી, રામચંદ્ર પ્રસાદજી, રામગોપાલજી, સતીષચંદ્ર મિશ્રાજી, સંજય રાઉતજી, સ્વપનદાસજી, પ્રસન્ના આચાર્યજી, એ. નવનીત જી, આવા તમામ માનનીય સભ્યોએ અહીં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

જ્યારે હું તમારા આ તમામ પ્રવચનો અંગે જાણકારી મેળવી રહ્યો હતો ત્યારે ઘણી બધી નવી બાબત ઉભરીને આવી છે. આ ગૃહ એ બાબતે ગર્વ અનુભવે છે કે એક રીતે ગૃહની અગાઉનું સત્ર ખૂબ જ ઉત્પાદક બની રહ્યું અને તમામ માનનીય સભ્યો તરફથી મળેલા સહયોગને કારણે એ શક્ય બની શક્યુ હતું અને એટલા માટે જ આ ગૃહના તમામ માનવંતા સભ્યો અભિનંદનના અધિકારી છે.

પરંતુ આ એક અનુભવી અને વરિષ્ઠ સભ્યોનું ગૃહ છે. એટલા માટે સ્વાભાવિક છે કે દેશને ખૂબ અપેક્ષાઓ હતી, બેંચ ઉપર બેઠેલા લોકોની ઘણી બધી અપેક્ષાઓ હતી. અને મારી ખુદની તો ગણી બધી અપેક્ષાઓ હતી, કે તમારા પ્રયાસ વડે ઘણી સારી બાબતો દેશના કામ માટે ઉપલબ્ધ થશે. મારા જેવા લોકોને સારૂ માર્ગદર્શન પ્રાપ્ત થશે, પરંતુ મને એવું લાગે છે કે આ નવા દાયકામાં મને જે અપેક્ષા હતી તેમાં મને નિરાશા હાંસલ થઈ છે.

એવું લાગી રહ્યું છે કે તમે જ્યાં રોકાઈ ગયા છો, ત્યાંથી આગળ વધવાનું તમે નામ પણ લેતા નથી. ઘણી વખત તો એવું લાગે છે કે તમે પાછળ જઈ રહ્યા છો, પણ સારૂ થયું હોત કે હતાશા અને નિરાશાનું વાતાવરણ ઉભુ કર્યા વગર નવો ઉમંગ, નવો વિચાર, નવી ઉર્જા, આ બધા સાથે તમારી પાસેથી દેશને એક નવી દિશા મળી હોત. સરકારને માર્ગદર્શન મળ્યું હોત, પરંતુ કદાચ સ્થગિતતાને જ તમે તમારો ગુણ બનાવી દીધો છે અને એટલા માટે મને કાકા હાથરસીનું એક વ્યંગ કાવ્ય યાદ આવે છે.

ઘણી સારી રીતે તેમણે કહ્યું હતું કેઃ

પ્રકૃતિ બદલતી ક્ષણ-ક્ષણ દેખો,

બદલ રહે અણુ, કણ કણ દેખો

તુમ નિષ્ક્રિય સે પડે હુએ હો

ભાગ્યવાદ પર અડે હુએ હો.

 

છોડો મિત્ર ! પુરાની ડફલી,

જીવન મેં પરિવર્તન લાઓ

પરંપરા સે ઉંચે ઉઠકર

કુછ તો સ્ટાન્ડર્ડ બનાઓ.

 

માનનીય સભાપતિજી, ચર્ચાનો પ્રારંભ કરતી વખતે જ્યારે ગુલામનબીજી વાત જણાવી રહ્યા હતા, થોડો આક્રોશ પણ હતો, સરકારને ઘણી બાબતો અંગે વખોડવાનો પણ પ્રયાસ હતો, પરંતુ આ વિષય ખૂબ જ સ્વાભાવિક છે. પરંતુ જ્યારે તેમણે કેટલીક વાતો કરી તો તે બધી મેળ વગરની હતી. હવે જ્યારે તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરનો નિર્ણય ગૃહમાં ચર્ચા કર્યા વગર થયો. સમગ્ર દેશ ટીવી ઉપર આખા દિવસ દરમ્યાન ચર્ચા જોતો રહ્યો હતો, સાંભળતો રહ્યો હતો. એ ઠીક છે કે બે વાગ્યા સુધી કેટલાક લોકો વાનમાં હતા, પરંતુ જ્યારે સમાચાર આવવા લાગ્યા ત્યારે તો બધાં સમજી ગયા હતા કે હવે થોડું પાછળ જવું જ સારૂ બની રહેશે. દેશે જોયું છે, વ્યાપક ચર્ચાઓ થઈ છે, વિસ્તૃત ચર્ચા થયા પછી જ નિર્ણય લેવામાં આવ્યો છે અને ગૃહે નિર્ણય કર્યો છે. માનનીય સભ્યોએ પોતાનો મત આપીને આ નિર્ણય કર્યો છે,

 

પરંતુ જ્યારે આપણે આવી વાતો સાંભળીએ છીએ તો આઝાદ સાહેબ હું મારી સ્મૃતિને થોડી તાજી કરવા માંગુ છું. લોકો જૂની ઘટનાઓ આસાનીથી ભૂલતા નથી, જ્યારે તેલંગણા બન્યું ત્યારે આ ગૃહની શું સ્થિતિ હતી. દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. ટીવીનું ટેલિકાસ્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. ચર્ચાને તો કોઈ સ્થાન જ ન હતું અને જે હાલતમાં તે નિર્ણય પસાર કરવામાં આવ્યો તેને કોઈ ભૂલી શકશે નહીં. અને એટલા માટે તમે અમને સલાહ આપો છો, તમે વરિષ્ઠ છો, પરંતુ સત્યનો તો સ્વીકાર કરવો જ પડશે.

 

દાયકાઓ પછી આપણને એક નવું રાજ્ય બનાવવાની તક મળી હતી. ઉમંગ અને ઉત્સાહની સાથે તમામને સાથે લઈને તમે આ કરી શકતા હતા. હમણાં આનંદજી કહી રહ્યા હતા કે રાજ્યોને પૂછો, ફલાણાને પૂછો, ઢીંકણાને પૂછો, ઘણું બધુ તે કહી રહ્યા હતા. અરે, ઓછામાં ઓછુ આંધ્ર અને તેલંગણાવાળાઓને તો પૂછી લેવું હતું કે તેમની શું ઈચ્છા હતી, પરંતુ તમે જે કાંઈ કર્યું છે તે ઈતિહાસ છે અને એ સમયના પ્રધાનમંત્રી માનનીય મનમોહન સિંઘજીએ લોકસભામાં એક વાત કરી હતી. અને હું સમજું છું કે તેને આપણે યાદ રાખવી જોઈએ.

 

તેમણે કહ્યું હતું કે તેલંગણાના મુદ્દે હાલમાં જે વિરોધ ચાલી રહ્યો છે તેના કારણે ભારતની લોકશાહીને નુકસાન થઈ રહ્યું છે. અટલજીની સરકારે ઉત્તરાખંડ બનાવ્યું, ઝારખંડ બનાવ્યું, છત્તીસગઢ બનાવ્યું સંપૂર્ણ સન્માન સાથે, શાંતિ સાથે, સદ્દભાવની સાથે અને આજે આ ત્રણ નવા રાજ્યો પોત-પોતાની રીતે દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીર તથા લદાખ બાબતે જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે પૂરી ચર્ચા સાથે અને લાંબી ચર્ચા કર્યા પછી જ લેવામાં આવ્યા છે.

 

અહીંયા જમ્મુ અને કાશ્મીરની હાલત ઉપર કેટલાક આંકડા રજૂ કરવામાં આવ્યા. કેટલાક આંકડા મારી પાસે પણ છે. મને પણ એવું લાગે છે કે આ ગૃહની સામે મારે પણ કેટલીક વાતો જણાવવી જોઈએ.

 

20 જૂન, 2018ના રોજ ત્યાંની સરકારે વિદાય લીધી તે પછી નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી. ગવર્નરનું શાસન લાગુ પાડવામાં આવ્યુ હતું. ત્યાર પછી રાષ્ટ્રપતિ શાસન આવ્યું અને કલમ 370 દૂર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો. અને તે પછી હું કહેવા માંગુ છું કે પ્રથમ વખત ત્યાંના ગરીબ સામાન્ય વર્ગને અનામતનો લાભ મળ્યો છે.

 

જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ વખત પહાડી ભાષી લોકોને અનામતનો લાભ મળ્યો છે.

 

જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ વખત મહિલાઓને એવો અધિકાર મળ્યો છે કે જો તે રાજ્યની બહાર લગ્ન કરશે તો તેમની સંમતિ છીનવી લેવામાં નહીં આવે.

 

ત્યાં પહેલી વાર આઝાદી પછી બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણી થઈ.

 

પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીરમાં રેરાનો કાયદો લાગુ થયો.

 

પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીરમાં સ્ટાર્ટઅપ નીતિ, ટ્રેડ અને એક્સપોર્ટ નીતિ, લોજીસ્ટીક નીતિ બની પણ ખરી અને અમલમાં પણ આવી ગઈ છે.

 

પ્રથમ વખત, અને આ તો દેશને આશ્ચર્ય થશે, પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરમા એન્ટિકરપ્શન બ્યૂરોની સ્થાપના થઈ.

 

જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ વખત અલગતાવાદીઓને સરહદની પેલે પારથી મળી રહેલા ભંડોળ પર નિયંત્રણ આવ્યું.

 

પ્રથમ વાર જમ્મુ-કાશ્મીરમાં અલગવાદીઓના સત્કાર સમાગમની પરંપરા સમાપ્ત થઈ ગઈ.

 

પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને આતંકવાદીઓ વિરૂધ્ધ ત્યાં જમ્મુ-કાશ્મીર અને પોલીસ તથા સુરક્ષા દળોએ સાથે મળીને નિર્ણાયક કાર્યવાહી હાથ ધરી છે.

 

પહેલી વખત જમ્મુ-કાશ્મીરમાં પોલીસ કર્મચારીઓને એવા ભથ્થાંઓનો લાભ મળ્યો છે કે જે અન્ય કેન્દ્રિય કર્મચારીઓને દાયકાઓથી મળતો રહ્યો હતો.

 

પ્રથમ વખત હવે જમ્મુ-કાશ્મીરમાં પોલીસ કર્મચારી એલટીસી લઈને કન્યાકુમારી, પૂર્વોત્તર અથવા આંદામાન-નિકોબારમાં ફરવા જઈ શકે છે.

 

માનનીય સભાપતિજી, ગવર્નરના શાસનના 18 મહિના પછી ત્યાં 4400થી વધુ સરપંચ અને 35 હજારથી વધુ પંચની શાંતિપૂર્વક ચૂંટણી થઈ છે.

 

18 માસમાં જમ્મુ-કાશ્મીરમાં 2.5 લાખ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે

 

18 મહિના પછી જમ્મુ-કાશ્મીરમાં 3,30,000 આવાસોમાં વીજળીનાં જોડાણો આપવામાં આવ્યા છે.

 

18 મહિના પછી જમ્મુ-કાશ્મીરમાં સાડા ત્રણ લાખથી વધુ લોકોને આયુષ્યમાન યોજનાના ગોલ્ડ કાર્ડ આપવામાં આવી ચૂક્યા છે.

 

માત્ર 18 મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં ત્યાંના દોઢ લાખ વૃધ્ધો અને દિવ્યાંગોને પેન્શન સાથે જોડવામાં આવ્યા છે.

 

આઝાદ સાહેબે એવું પણ કહ્યું હતું કે વિકાસ તો અગાઉ પણ થતો હતો. અમે ક્યારેય એવું કહ્યું નથી, પરંતુ વિકાસ કેવી રીતે થતો હતો. હું જરૂર એક ઉદાહરણ આપવા માંગુ છું.

 

જમ્મુ-કાશ્મીરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ માર્ચ 2018 સુધીમાં 3.5 હજાર મકાનનું નિર્માણ કરાયું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સાડા ત્રણ હજાર મકાન બે વર્ષ કરતાં ઓછા સમયમાં આ યોજના હેઠળ બનાવવામાં આવ્યા હતા. હવે બે વર્ષ કરતાં ઓછા સમયમાં આ યોજના હેઠળ 24 હજારથી વધુ મકાન બનાવવામાં આવ્યા છે.

હવે કનેક્ટીવિટી સુધારવાની, શાળાઓની સ્થિતિ સુધારવાની, હોસ્પિટલોને આધુનિક બનાવવાની, સિંચાઈની સ્થિતિ દુરસ્ત કરવાની, પ્રવાસન પ્રવૃત્તિ વધારવા માટે પ્રધાનમંત્રી પેકેજ સહિત અન્ય ઘણી યોજનાઓને ઝડપભેર આગળ ધપાવવામાં આવી રહી છે.

આદરણીય વાઈકોજી, તેમની એક સ્ટાઈલ છે, હંમેશા લાગણીશીલ રહ્યા છે. તેમણે કહ્યું કે 5 ઓગસ્ટ, 2019 જમ્મુ-કાશ્મીર માટે એક કાળો દિવસ છે. એ વાઇકોજી માત્ર કાળો દિવસ જ નથી, તે આતંક અને અલગતાને પ્રોત્સાહન આપવાનો કાળો દિવસ સિધ્ધ થઈ ચૂક્યો છે. ત્યાંના લાખો પરિવારો માટે એક નવો વિશ્વાસ, એક નવું આશાનું કિરણ આજે નજરે પડી રહ્યું છે.

આદરણીય સભાપતિજી, અહીંયા પૂર્વોત્તરની પણ ચર્ચા થઈ છે. આઝાદ સાહેબ કહી રહ્યા હતા કે પૂર્વોત્તર સળગી રહ્યું છે. જો સળગ્યું હોત તો સૌથી પહેલા પોતાના સાંસદોનું ડેલિગેશન ત્યાં મોકલવામાં આવ્યું હોત અને પ્રેસ કોન્ફરન્સ પણ જરૂરથી કરવામાં આવી હોત, ફોટાઓ પણ પડાવ્યા હોત. અને એટલા માટે મને લાગે છે કે આઝાદ સાહેબની માહિતી 2014 પહેલાંની છે. અને એટલા માટે જ હું આપને અપડેટ કરવા માંગુ છું કે પૂર્વોત્તર અભૂતપૂર્વ શાંતિ સાથે આજે ભારતના વિકાસનું એક અગ્રીમ ભાગીદાર બની રહ્યું છે. 40-40, 50-50 વર્ષથી પૂર્વોત્તરમાં જે હિંસક આંદોલનો ચાલી રહ્યા હતા, રસ્તાઓ રોકવામાં આવી રહ્યા હતા અને આપણે બધા જાણીએ છીએ કે તે કેટલી મોટી ચિંતાનો વિષય હતો. પરંતુ આજે એ આંદોલન ખતમ થઈ ગયું છે. અવરોધો કરવાનું બંધ થઈ ગયું છે અને શાંતિની રાહ લઈને સમગ્ર પૂર્વોત્તર આગળ ધપી રહ્યું છે.

હું એક વાતનો ચોક્કસ ઉલ્લેખ કરવા માંગીશ કે લગભગ 25થી 30 વર્ષ જૂની બ્રૂ જનજાતિની સમસ્યા, તમે પણ તેનાથી જાણકાર જ છો અને અમે પણ જાણીએ છીએ. લગભગ 30 હજાર લોકો અનિશ્ચિતતા ધરાવતી જીંદગી જીવી રહ્યા હતા. આટલા નાના ખંડમાં અને તે પણ એક નાનું ઝૂંપડુ કામચલાઉ ધોરણે બનાવવામાં આવતું હતુ અને તેમાં 100-100 લોકોએ રહેવા માટે મજબૂર બનવું પડતું હતું. ત્રણ-ત્રણ દાયકાઓથી આવુ ચાલી રહ્યું હતું. યાતનાઓ ઓછી થતી ન હતી અને તેમનો કોઈ ગૂનો પણ ન હતો. હવે મજા તો જુઓ, પૂર્વોત્તરમાં ઘણો સમય તમારા જ પક્ષની સરકારો ચાલી રહી હતી. ત્રિપુરામાં પણ તમારા સાથીદળની સરકાર હતી. તમારા મિત્ર હતા, પ્રિય મિત્ર. તમે ઈચ્છ્યુ હોત તો મિઝોરમ સરકાર તમારી પાસે હતી. ત્રિપુરામાં પણ તમારા જ મિત્ર બેઠેલા હતા. કેન્દ્ર સરકારમાં તમે બેઠેલા હતા. તમે જો ઈચ્છતા હોત તો બ્રૂ આદિવાસી જાતિની સમસ્યાઓનું સુખદ સમાધાન લાવી શક્યા હોત. પરંતુ આજે, આટલા વર્ષો પછી અમે ત્યાં કાયમી સમાધાન લાવવામાં સફળ થયા છીએ.

મને ક્યારેક વિચાર આવે છે કે આટલી મોટી સમસ્યા અંગે આટલી બધી ઉદાસીનતા શા માટે સેવવામાં આવતી હતી ? પરંતુ મને હવે સમજાય છે કે ઉદાસીનતાનું કારણ એ હતું કે બ્રૂ જાતિના જે લોકો હતા તેમને પોતાના ઘરથી, પોતાના ગામથી વિખૂટા પાડી દેવામાં આવ્યા હતા, તેમને બરબાદ કરી દેવામાં આવ્યા હતા. તેમની પીડા અતિશય હતી, પરંતુ મત ખૂબ જ મર્યાદિત હતા, આ મત માટેનો જ આ એક ખેલ હતો, જેના કારણે તેમણે અપાર દર્દનો સામનો કરવો પડ્યો હતો. આવું દર્દ આપણે ક્યારેય વેઠી શકીએ નહીં. તેમની સમસ્યાનો આપણે ઉકેલ લાવી શક્યા નથી તે એક જૂનો ઈતિહાસ છે તે આપણે ભૂલવું જોઈએ નહીં.

અમારી વિચાર પધ્ધતિ અલગ છે. અમે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસનો મંત્ર લઈને સંપૂર્ણ જવાબદારી સાથે અને સંવેદનાને સાથે લઈને અમારાથી જે કંઈ બની શકે તે અમે સમસ્યા ઉકેલવા માટે કામ કરી રહ્યા છીએ અને અમે તેમની તકલીફ સમજી શકીએ છીએ. આજે દેશ મોટું ગૌરવ લઈ શકે તેમ છે કે દેશના 29 હજાર લોકોને પોતાનું ઘર મળશે. તેમની પોતાની એક ઓળખ ઉભી થશે. તેમને એક જગા મળશે. તે પોતાના સપનાં ગૂંથી શકશે. પોતાના બાળકો માટે ઉજળુ ભાવિ નક્કી કરી શકશે. અને એટલા માટે બ્રૂ જનજાતિ તરફ અને આ સમગ્ર પૂર્વોત્તરની સમસ્યાઓ ઉકેલવા માટેનો માર્ગ હાથ ધરવામાં આવ્યો છે.

હું બોડો લોકો બાબતે વધુ વિસ્તારથી વાત કરવા માંગતો નથી, પરંતુ તેમની બાબતમાં પણ ખૂબ-ખૂબ મહત્વનું કામ થયું છે. તેમની વિશેષતા એ હતી કે તે તમામ હથિયારધારી જૂથ હતા. તમામ લોકો હિંસાના માર્ગે ચાલતા હતા. આ બધા એકઠા થઈને આવ્યા અને બધાએ કરાર કરીને લખી આપ્યું કે આ કરાર પછી બોડો આંદોલનની તમામ માંગણીઓ પૂરી થઈ ગઈ છે, કોઈ બાકી નથી. આવું આ કરારમાં લખવામાં આવ્યું છે.

શ્રીમાન સુખેન્દુ શેખરજી સહિત અનેક સાથીઓએ અહીંયા આર્થિક બાબતો પર ચર્ચા કરી છે. જ્યારે સર્વપક્ષીય બેઠક મળી ત્યારે મેં તમામને આગ્રહ સાથે જણાવ્યું હતું કે આ સંપૂર્ણ સત્ર આપણે આર્થિક બાબતોની ચર્ચા માટે સમર્પિત કરવું જોઈએ, ઊંડી ચર્ચા થવી જોઈએ અને આપણી પાસે જે કાંઈ પ્રતિભા છે, અહીંયા હોય, ત્યાં હોય તે અલગ બાબત છે, પરંતુ આપણે સાથે મળીને એવી કેટલીક નવી ચીજો બનાવીએ, નવા રસ્તા વિકસાવીએ. અને આજે દુનિયાની જે આર્થિક પરિસ્થિતિ છે તેનો લાભ ભારત કઈ રીતે લઈ શકે છે અને કેવી રીતે પોતાના મૂળ મજબૂત કરી શકે છે. ભારત કેવી રીતે પોતાના આર્થિક હિતોને વિસ્તારી શકે તે બાબતે આપણે ઊંડી ચર્ચા કરીએ. મેં સર્વપક્ષીય બેઠકમાં બધાંને વિનંતી કરી હતી કે આ સત્ર સંપૂર્ણપણે આપણે આર્થિક વિષયો માટે સમર્પિત કરવું જોઈએ.

બજેટ ઉપર ચર્ચા થવાની છે અને ખૂબ જ વિસ્તારપૂર્વક આપણે ચર્ચા કરીશું. તેમાંથી અમૃત જ મળશે. થઈ શકે છે કે કેટલાક આક્ષેપો પણ થઈ શકે. તુ-તુ-મેં-મેં પણ થશે, કેટલાક આરોપ અને સામ-સામે આરોપો પણ થશે. તો પણ મને એવું લાગે છે કે આ મંથનમાંથી અમૃત જ નીકળશે અને એટલા માટે વધુ એક વખત હું તમને આમંત્રણ આપું છું કે તમે સૌ દેશની અર્થવ્યવસ્થા પર, આર્થિક નીતિઓ પર, આર્થિક પરિસ્થિતિઓ અંગે અને ડો. મનમોહનજી જેવા અનુભવી મહાનુભવ આપણી વચ્ચે છે ત્યારે દેશને તેમનો જરૂર લાભ મળશે. આપણે કરવું જોઈએ, અમારૂ મન આ બાબતે ખૂલ્લુ છે.

પરંતુ અહીંયા અર્થ વ્યવસ્થા બાબતે જે ચર્ચા થઈ છે, દેશને નિરાશ થવાનું કોઈ કારણ નથી. અને નિરાશા પ્રસરાવીને કશું મળવાનું પણ નથી. આજે પણ દેશની અર્થ વ્યવસ્થાના પાયાના જે સિધ્ધાંતો છે, માપદંડો છે, તે માપદંડો આજે પણ દેશની અર્થવ્યવસ્થામાં સશક્ત છે, મજબૂત છે અને આગળ વધવાની પૂરી તાકાત ધરાવે છે. આ એક ગુણવત્તા આપણી અંદર પડેલી છે.

અને કોઈ પણ દેશ સાંકડી વિચારધારાથી આગળ વધી શકે નહીં. અને હવે આપણી યુવા પેઢી આપણી પાસે અપેક્ષા રાખે છે કે આપણે વિસ્તૃત વિચારીએ, દીર્ઘ દ્રષ્ટિથી વિચારીએ, વધુ વિચારીએ અને પૂરી તાકાત સાથે આગળ વધીએ. આ મૂળ મંત્ર સાથે 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે દેશનો વિકાસ કરવો પડશે, દેશને જોડવાનું કામ કરવું પડશે. નિરાશ થવાની કોઈ જરૂર નથી. આપણે પહેલા દિવસથી કહી દઈએ કે નહીં-નહીં આવું શક્ય બની શકે નહીં. અરે ભાઈ જો શક્ય ન હોય તો પછી જે શક્ય હોય તેવું કામ કરવાનું છે શું. દરેક વખતે આપણે એટલું જ કામ કરવાનું છે. કોઈ બે કદમ ચાલતું હોય તો તેણે તે રીતે ચાલવું જોઈએ. ક્યારેક તે પાંચ કદમ માટે હિંમત કરે, ક્યારેક તે સાત કદમ માટે હિંમત કરે અને ક્યારે તો મારી સાથે આવે.

આ નિરાશા દેશનું ભલુ નહીં કરી શકે અને એટલા માટે જ પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની વાત કરવાનું સુખદ પરિણામ એ આવ્યું કે હવે જે વિરોધ કરી રહ્યા હતા તેમણે પણ 5 ટ્રિલિયન ડોલરનું અર્થંતંત્ર બનાવવાની વાત કરવી પડે છે. દરેકને આધાર 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવું પડી રહ્યું છે. આ તો ઘણો મોટો ફેરફાર આવેલો ગણાય. નહીં તો આપણે એવી બાબતોમાં રમી રહ્યા હતા કે જાણે દુનિયા સામે રમવાનું એક કેનવાસ ઉભુ કરી દીધુ હોય. આપણે માનસિકતા તો બદલી શક્યા છીએ અને એટલા માટે જ સપનું સાકાર કરવા માટે ગામડાઓ અને શહેરોમાં માળખાગત સુવિધાઓ હોય, એમએસએમઈ હોય, ટેક્સટાઈલનું ક્ષેત્રે હોય, જ્યાં રોજગારની સંભાવના હોય ત્યાં કામ કરતાં રહેવું જોઈએ.

અમે ટેકનોલોજીને વેગ મળે, સ્ટાર્ટ-અપને પણ વેગ મળે. પ્રવાસન એક ઘણી મોટી તક છે. છેલ્લાં 70 વર્ષમાં પ્રવાસન ક્ષેત્રે આપણે ભારતને જે પ્રકારે બ્રાન્ડેડ બનાવવાની જરૂર હતી તે બાબત આપણે કોઈ પણ કારણથી ગુમાવી ચૂક્યા છીએ. આજે પણ આપણી પાસે તક છે. આજે ભારતની દ્રષ્ટીથી ભારતમાં પ્રવાસન પ્રવૃત્તિનો વિકાસ કરવો જોઈએ. આપણે પશ્ચિમની નજરથી ભારતમાં પ્રવાસન વિકસાવી શકીએ તેમ નથી. દુનિયાના લોકો ભારતને જોવા માટે આવવા જોઈએ. તેમને આનંદ-પ્રમોદની દુનિયા દેખાડવી જોઈએ, અને દુનિયામાં ઘણા લોકો દેખાડે છે અને લોકો ત્યાં જોવા ચાલ્યા જાય છે.

મેક ઇન ઈન્ડિયા પર અમે ભાર આપ્યો છે, જેની સફળતા નજર આવી રહી છે. વિદેશી નિવેશના આંકડાઓ તમે જોઈ શકો છો.

કર માળખા બાબતે તમામ પ્રક્રિયાઓ સરળ બનાવવાના લગાતાર પ્રયાસ થઈ રહ્યા છે. અને દુનિયામાં બિઝનેસ કરવાની આસાનીની વાત હોય કે પછી જીવન જીવવામાં આસાનીની વાત હોય, આપણે એક સાથે બંનેમાં સુધારો લાવવાનો પ્રયાસ કર્યો છે. મને બરાબર યાદ છે કે બેંકીંગ સેકટરમાં, હું ગુજરાતમાં હતો ત્યારે મોટા-મોટા નિષ્ણાંત લોકો લેખ લખતા હતા. તે લોકો કહેતા હતા કે આપણા દેશમાં બેંકોને ભેળવી દેવી જોઈએ. અને જો તે થઈ શકશે તો તેને ખૂબ મોટો સુધારો ગણવામાં આવશે. આવુ અમે ઘણી વાર સાંભળ્યું છે. આ એ સરકાર છે કે જેણે ઘણી બેંકોને ભેળવી દીધી છે. આ કામ આસાનીથી કર્યું છે. અને આજે શક્તિશાળી બેંકીંગ સેકટર તૈયાર થઈ ગયું છે. આવનારા સમય માટે દેશની નાણાંકીય કરોડરજ્જુ મજબૂત થઈ ગઈ છે અને તેને ગતિ મળી રહી છે.

આપણે મેન્યુફેકચરીંગ ક્ષેત્રને પણ એક નવા દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે કે બેંકોમાં પૈસા શા માટે ફસાયા, શું કારણ હતું, મેં મારી ગઇ સરકારના સમયમાં ખૂબ વિસ્તારથી આ બાબતે કહ્યું હતું, હવે હું વારંવાર કોઈને નીચુ જોવડાવાનો પ્રયાસ કરી શકીશ નહી. દેશની સામે મારે જે સત્ય રજૂ કરવુ જોઈએ તે કરીશ અને તે પછી હું આગળ વધવાનો જ પ્રયાસ કરીશ. હું આવી બાબતોમાં નાહક સમય ગુમાવતો નથી, નહી તો કહેવા જેવી તો ઘણી બાબતો છે.

એક એવી ચર્ચા પણ થઈ કે જીએસટીમાં વારંવાર ફેરફાર કરવામાં આવ્યો. તેને સારૂ માનો કે ખરાબ માનો, હું પરેશાન છું, જીએસટીની રચના એ ભારતના ફેડરલ સેકટરની આ એક ખૂબ મોટી સિધ્ધિ છે. હવે રાજ્યની ભાવનાઓ તેમાં પ્રગટ થઈ રહી છે, ખાસ કરીને કોંગ્રેસ શાસિત રાજ્યો તરફથી, શું આપણે આવું કહીને બંધ કરી શકીએ તેમ છીએ કે અમે જે કાંઈ કર્યું છે તે ફાઇનલ છે. તમામ બુધ્ધિ અમને ભગવાને આપી છે? આપણે કોઈ સુધારો કરી શકીશુ નહી, ચાલો આવુ કરીશું તો? આવો વિચાર અમારો નથી. અમારો વિચાર સમય મુજબ યોગ્ય પરિવર્તન કરવાનો છે. જયાં પણ જરૂરી હોય પરિવર્તન કરવુ જોઈએ. આટલો મોટો દેશ છે. આટલા બધા વિષયો છે. જ્યારે જયારે પણ રાજ્યોનાં બજેટ આવે, તમે જોયુ હશે કે વેચાણ વેરામાં જ બજેટ પૂરૂ થઈ જતુ હતું. વેચાણ વેરો હોય કે પછી અન્ય કોઈ વેરો હોય, ઘણી ચર્ચાઓ થતી હતી. અને રાજ્યોએ પાછળથી તેમાં સુધારા પણ કરવા પડતા હતા. હવે આ વિષય રાજ્યો પાસેથી ખસીને એક કેન્દ્રનો વિષય થઈ ગયો છે અને તેની વાત કરવી તે વધુ પડતી લાગે છે.

જુઓ હું સમજુ છું કે, અહીં કહેવામાં પણ આવ્યું છે કે જીએસટી ખૂબ જ સરળ હોવો જોઈએ. ફલાણુ થવુ જોઈએ, ઢીંકણુ થવુ જોઈએ. હું આપને જરા પૂછવા માંગુ છું કે જો તમારી પાસે આટલુ બધુ જ્ઞાન હતું તો, સરળ બનાવવાનું આટલું મોટુ વિઝન હતું તો તેને લટકાવીને શા માટે મૂકી રાખવામાં આવ્યો હતો. હવે ભ્રમ ફેલાવશો નહી.

હું આપને કહેવા માંગુ છુ, સંભળાવા માગુ છું અને સાંભળવું પણ જોઈએ. પ્રણવદા જ્યારે નાણાંમંત્રી હતા ત્યારે ગુજરાત આવ્યા હતા, અમારી વિસ્તારથી વાત થઈ હતી. મેં એમને પૂછ્યું હતું કે દાદા આ ટેકનોલોજીને આધારે ચાલતી વ્યવસ્થા છે, તેની બાબતે શું થયું છે. તેની વગર તો આગળ ચાલી શકાય તેમ નથી. તો દાદાએ કહ્યું કે થોભો ભાઈ, તેમણે તેમના સચિવને બોલાવ્યા અને એમણે કહ્યું, જુઓ ભાઈ, આ મોદીજી શું કહી રહ્યા છે. મેં કહ્યું હતું કે આ ટેકનોલોજીથી ચાલતી વ્યવસ્થા છે તો ટેકનોલોજી વગર તો આગળ વધવાનું નથી. તો તેમણે કહ્યું, નહીં, હજુ હમણાં જ અમે નિર્ણય કર્યો છે કે કોઈ કંપનીને કામ સોંપીશુ. અને અમે તે કરવાના છીએ. હું એ વખતની વાત કરૂ છું કે જ્યારે મને જીએસટી અંગે કહેવામાં આવતુ હતુ, ત્યારે આ વ્યવસ્થા ન હતી. ત્યારે હું કહેતો હતો કે આપણે જીએસટીને સફળ બનાવવા માટે, જો મેન્યુફેકચરીંગ સ્ટેટ હોય તો તેની મુશ્કેલીઓને તમારે હલ કરવી પડશે. તામિલનાડુ છે, કર્ણાટક છે, ગુજરાત છે, મહારાષ્ટ્ર છે. કાયદેસર તેઓ મેન્યુફેકચરીંગ સ્ટેટ છે. જે વપરાશ કરનાર રાજ્ય છે, જે ઉપયોગ કરે છે તેમના માટે એટલી બધી મુશ્કેલી નથી. અને આજે હું ખૂબ જ ગર્વ સાથે કહી શકુ તેમ છું કે અરૂણ જેટલીજી નાણાંમંત્રી હતા ત્યારે તેમણે આ બાબતો વિશે કહ્યું હતું, તેનો ઉકેલ લાવ્યા હતા. અને તે પછી પૂરો દેશ જીએસટીની સાથે ચાલી રહ્યો છે.

અને એટલા જ માટે હું જ્યારે મુખ્યમંત્રી હતો અને મેં જે મુદ્દા ઉઠાવ્યા હતા તે મુદ્દાઓને મેં હવે પ્રધાનમંત્રી બનીને ઉકેલ્યા છે. અને તેનો ઉકેલ લાવીને જીએસટીનો માર્ગ સરળ બનાવ્યો છે.

એટલુ જ નહી, આપણે જો પરિવર્તનની વાત કરતા હોઈએ તો, ક્યારેક એવું પણ કહેતા હતા કે ભાઈ વારંવાર ફેરફાર શા માટે ? હું સમજુ છુ કે આપણા મહાપુરૂષોએ આપણને આટલું મોટુ બંધારણ આપ્યું છે, અને તેમાં પણ ફેરફાર થઈ શકે તેની વ્યવસ્થા તેમણે રાખી છે. આપણે સુધારાનું સ્વાગત કરવું જોઈએ. આપણે દેશના હિતમાં તમામ નવા સુધારાનુ સ્વાગત થઈ શકે તેવા વિચારો સાથે આગળ ચાલીએ છીએ.

માનનીય સભાપતિજી, ભારતની અર્થવ્યવસ્થામાં એક બાબત એવી છે કે જેની તરફ હજુ ખાસ પ્રકાશ ફેંકવામાં આવ્યો નથી. તે અંગેની વાત કરવાની પણ જરૂર છે. દેશમાં આજે જે પરિવર્તન આવ્યું છે તેમાં આપણાં વર્ગ-2 અથવા વર્ગ- 3ના શહેરોના બાળકો ઝડપથી આગળ આવી રહ્યાં છે. તે સક્રિયપણે યોગદાન આપી રહ્યાં છે. તમે રમતોમાં જોશો તો ત્યાં પણ વર્ગ-2 અથવા વર્ગ 3ના શહેરોના બાળકો ઝડપથી આગળ આવી રહ્યાં છે. સ્ટાર્ટ-અપની વાત કરો તો તેમાં પણ, વર્ગ-2 અથવા વર્ગ-3ના શહેરોનાં લોકો ઝડપથી આગળ આવી રહ્યાં છે

અને એટલા માટે જ આપણા દેશના જે મહત્વાકાંક્ષી યુવાનો છે, જે ધામધૂમના બોજ હેઠળ દબાયેલા નથી. તે એક નવી શક્તિ સાથે બહાર આવી રહ્યા છે. અમે આવાં નાનાં-નાનાં શહેરો, નાના કસબા, અને તેમની અર્થવ્યવસ્થામાં કોઈના કોઈ રીતે પ્રગતિ થાય તે દિશામાં બારીકીથી કામ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.

આપણા દેશમાં ડીજીટલ ટ્રાન્ઝેકશન, આ ગૃહમાં ડીજીટલ ટ્રાન્ઝેકશનનાં જે ભાષણ છે, ભાષણ કરનારા લોકો પણ જો ભાષણ કાઢીને વાંચશે તો તેમને પણ નવાઈ લાગશે કે હું આવું બોલ્યો હતો? કેટલાક લોકોએ તો મોબાઈલની મજાક ઉડાવી હતી. તે લોકોને આજે ડીજીટલ બેંકીંગ અને બિલીંગની વ્યવસ્થા જોવા મળે છે. મને એ જાણીને નવાઈ લાગે છે કે નાનાં-નાનાં સ્થળોએ ડીજીટલ ટ્રાન્ઝેકશન સૌથી વધુ જોવા મળી રહ્યાં છે. અને આધુનિક માળખાગત સુવિધાઓના નિર્માણમાં પણ, વર્ગ-2 અથવા વર્ગ-3ના શહેરો આગળ વધી રહ્યા છે. આપણી રેલવે, આપણા ધોરી માર્ગો, આપણાં એરપોર્ટ, તેની તમામ કડીઓ તપાસી જવાની જરૂર છે. હવે આપણી ઉડાન યોજના જ જુઓ, હજુ હમણાં પરમ દિવસે જ 250મો રૂટ શરૂ થઈ ગયો છે. ભારતની અંદર જ 250 રૂટ, કેટલી ઝડપથી આપણી હવાઈ સફરની વ્યવસ્થા બદલાઈ રહી છે. અને આવનારા દિવસોમાં તેમાં વધુ ફેરફારો જોવા મળશે.

વિતેલાં 5 વર્ષમાં, આપણી પાસે 65 એરપોર્ટ હતાં, આજે આપણે 100નો આંકડો પાર કરી ગયા છીએ. 65 કાર્યરત હતાં તેમાંથી 100 કાર્યરત એરપોર્ટ શરૂ થઈ ગયાં છે. અને આ બધાં એરપોર્ટ નવાં ક્ષેત્રોની તાકાત વધારનારાં બની રહેશે.

આ રીતે અમે ગત 5 વર્ષમાં માત્ર સરકાર જ નથી બદલી, વિચારવાની રીતમાં પણ પરિવર્તન લાવ્યા છીએ. અમે કામ કરવાની પધ્ધતિ પણ બદલી છે. અમે અભિગમ પણ બદલ્યો છે. હવે ડીજીટલ ઈન્ડીયાની જ વાત કરો તો બ્રોડબેન્ડ કનેકટીવિટી, હવે બ્રોન્ડબેન્ડ કનેક્ટીવિટીની વાત કરીએ તો પહેલાં આ યોજનાનું કામ તો શરૂ કરવામાં આવ્યું હતું પણ તે માત્ર 59 ગામ સુધી પહોંચી શકી હતી. આજે પાંચ વર્ષથી થોડા વધુ સમયમાં બ્રોન્ડબેન્ડ કનેક્ટિવીટી સવા લાખથી વધુ ગામડાં સુધી પહોંચી ગઈ છે. અને માત્ર બ્રોન્ડબેન્ડ પહોંચાડવાનુ કામ જ નહીં, પણ જાહેર શાળા, ગામ અને અન્ય કચેરીઓમાં સૌથી મોટી વાત એ છે કે કોમન સર્વિસ સેન્ટર શરૂ થઈ શક્યાં છે.

2014માં અમે આવ્યા, તે સમયે આપણા દેશમાં 80 હજાર કોમન સર્વિસ સેન્ટર હતાં. આજે તેની સંખ્યા વધીને 3 લાખ 65 હજાર કોમન સર્વિસ સેકટરની થઈ ગઈ છે અને ગામડાંના નવ યુવાનો તે ચલાવી રહ્યા છે અને ગામની જરૂરિયાતો પૂરી કરવા તે સારી રીતે ટેકનોલોજીની સેવા પૂરી પાડી રહ્યા છે.

12 લાખથી વધુ ગ્રામીણ યુવાનો પોતાના ગામમાં જ રહે છે, સાંજે મા-બાપની મદદ કરે છે અને ક્યારેક ખેતરનુ કામ પણ કરે છે. 12 લાખ યુવાનો આ કામગીરીમાં નવા જોડાયા છે.

આ દેશને ગર્વ થાય તેવી બાબત એ છે કે આપણે સરકારની ટીકા કરવા માટે ડીજીટલ ટ્રાન્ઝેકશન વગેરેની મજાક ઉડાવી હતી. આજકાલ ભીમ એપ વિશ્વનનું ફાયનાન્સિયલ ડીજીટલ ટ્રાન્ઝેકશન માટેનું ખૂબ મોટુ અને પાવરફૂલ પ્લેટફોર્મ તથા સલામત પ્લેટફોર્મ તરીકે સ્વીકારાયુ છે અને તેની સ્વીકૃતિ વધતી જ જાય છે. દુનિયાના અનેક દેશ આ બાબતે જાણકારી મેળવવા આપણો સંપર્ક કરી રહયા છે. એ આપણાં દેશ માટે ગૌરવની બાબત છે. આ બધુ કાંઈ નરેન્દ્ર મોદીએ બનાવ્યુ નથી.. આપણા દેશના ગૌરવશાળી યુવાનોની બુધ્ધિ પ્રતિભાનું જ પરિણામ છે. આજે ડીજીટલ વ્યવહારો માટે આપણી પાસે ઉત્તમમાં ઉત્તમ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે.

અને આ જાન્યુઆરીના મહિનામાં, સભાપતિજી, ભીમ એપથી, મોબાઈલ ફોનથી આપણા નાણાંકીય વ્યવહારો બે લાખ 16 હજાર કરોડ જેટલાં થયાં છે. માત્ર એક જાન્યુઆરી માસમાં જ એટલે કે આપણો દેશ કેવી રીતે પરિવર્તનનો સ્વીકાર કરી રહ્યો છે.

રૂપે કાર્ડ- રૂપે કાર્ડની શરૂઆત તમને ખબર છે, રૂપે કાર્ડની શરૂઆત, ખૂબ ઓછી સંખ્યામાં થઈ હતી, હજારોની સંખ્યામાં કેટલાક રૂપે કાર્ડ હતા, અને કહેવામાં આવે છે કે આ ડેબીટ કાર્ડ વગેરે બાબતોમાં દુનિયામાં આપણુ યોગદાન પોઈન્ટ 6 ટકા જેટલુ હતું તે આજે લગભગ 50 ટકા સુધી પહોંચી ગયું છે. આજે આપણું રૂપે ડેબિટ કાર્ડ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યુ છે, દુનિયાના અનેક દેશોમાં તેનો સ્વીકાર વધતો જાય છે. એટલે કે ભારતનું રૂપે કાર્ડ તેની જગા ઉભી કરી રહ્યું છે. આ બાબત આપણાં સૌના માટે ગર્વનો વિષય છે.

માનનીય સભાપતિજી, આ રીતે સરકારના અભિગમનો એક વધુ વિષય પણ છે. ઉદાહરણ તરીકે જળજીવન મિશન, અમે મૂળભૂત સમસ્યાઓના ઉકેલ માટે 100 ટકા નિવારણનો પ્રયાસ કર્યો છે.

ટોયલેટ – તો 100 ટકા,

ઘર – તો 100 ટકા,

વિજળી – તો 100 ટકા,

ગામમાં વિજળી – તો 100 ટકા

અમે દરેક બાબતમાં દેશના લોકોને મુશ્કેલીમાંથી મુક્ત કરવાનો માર્ગ અપનાવી આગળ વધી રહ્યા છીએ.

અમે ઘરોમાં શુધ્ધ પાણી આપવાનુ ખૂબ મોટુ અભિયાન ઉપાડ્યુ છે. અને આ મિશનની વિશેષતા એ છે કે નાણાં કેન્દ્ર સરકાર ખર્ચવાની છે. આ કેન્દ્ર સરકારનુ મિશન છે. કેન્દ્ર સરકાર તેનુ પ્રેરક બળ બની રહેવાની છે. પરંતુ તેનુ વાસ્તવિક અમલીકરણ, પ્રત્યક્ષ રીતે આપણે જેન ફર્ટિલિઝમના માઈક્રો યુનિટ તરીકે ઓળખીએ છીએ તે, આપણા ગામે-ગામની વ્યવસ્થા (પંચાયત) તેનો અમલ કરશે. તે જ પોતાની યોજના બનાવશે. તેની મારફતે જ ઘેર-ઘેર પાણી પહોંચાડવાની વ્યવસ્થા થશે અને આ યોજનાને અમે આગળ ધપાવી રહ્યા છીએ.

આપણા સહકારી ફર્ટિલિઝમનું ઉત્તમ ઉદાહરણ છે- આપણા 100થી વધુ મહત્વાંકાક્ષી જીલ્લા. આપણા દેશમાં વોટ બેંકની રાજીનીતિને કારણે સવર્ણ અને પછાત જેવી વાતો ખૂબ સાંભળી. પરંતુ આ દેશના વિસ્તારો પણ પાછળ રહી ગયા. એમની તરફ આપણે ધ્યાન આપવાની જરૂર હતી જેમાં આપણે ઘણા મોડા પડ્યા. મેં વાંચ્યું કે ઘણા એવા માપદંડો છે જેમાં ઘણા રાજ્યોના કેટલાક જિલ્લાઓ સંપૂર્ણ રીતે પછાત છે. જો આપણે તેને ઠીક કરી લઈએ તો દેશની સરેરાશ ઘણી મોટી માત્રમાં સાધરી જશે. અને ક્યારેક-ક્યારેક તો આવા જિલ્લાઓ કે જ્યાં અધિકારી પણ નિવૃત થવાના હોય, એવા જ રાખશે. આથી ઊર્જાવાન, તેજસ્વી ઓફિસરોને કોઈ ત્યાં મુકતું પણ નથી. એમણે લાગતું હતું કે આતો ગયો. અમે તને બદલ્યું છે. 100થી વધુ મહત્વાંકાક્ષી જીલ્લાઓને શોધ્યા છે, આ બધા જીલ્લાઓ અલગ-અલગ રાજ્યોમાં આવેલા છે અને રાજ્યોને પણ

કહેવામાં આવ્યું છે કે તમે તમારે ત્યાં આવા 50 મહત્વાકાંક્ષી લોકોની ઓળખ કરો અને તેમની પર ધ્યાન આપીને તેમની શાસન વ્યવસ્થા અને વહિવટમાં પરિવર્તન લાવો અને તેમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરો.

આજે અનુભવ થયો છે કે જીલ્લા સ્તરે પણ મહત્વાકાંક્ષી જીલ્લાઓ એક સહકારે ફેડરાલીઝમનો અમલ કરવાની એજન્સી તરીકે એક ખૂબ જ સુખદ અનુભવની સાથે આગળ ધપી રહ્યા છે અને એક રીતે જીલ્લાઓના અધિકારીઓની વચ્ચે પણ સ્પર્ધા ચાલી રહી છે ઓનલાઈન, દરેક વ્યક્તિ પ્રયાસ કરી રહ્યો છે તે જીલ્લામાં રસીકરણમાં આગળ નીકળી જાય. હું પણ આ સપ્તાહે કામ કરીશ. હું રસીકરણમાં આગળ નીકળીશ. આનો અર્થ એ કે એક પ્રકારે લોકોની સુવિધા વધારવા માટે એક સારૂં કામ ત્યાં થઈ રહ્યું છે.

અમે આયુષ્યમાન ભારતમાં પણ આવું કર્યું છે, કારણ કે આ જીલ્લા એવા છે કે જ્યાં આરોગ્યની સેવાઓ પણ એ પ્રકારની છે. અમે આ વખતે અગ્રતા આપી છે કે આ વિસ્તારોમાં આરોગ્ય ક્ષેત્રને અગ્રતા આપવામાં આવે, જેથી આપણાં તે ક્ષેત્રો આગળ વધી શકે.

આવા આકાંક્ષી જીલ્લાઓના લોકોમાં આપણાં આદિવાસી ભાઈ-બહેન હોય, આપણાં દિવ્યાંગ હોય, સરકાર પૂર્ણ સંવેદનશીલતા સાથે એ દિશામાં કામ કરવાનો પ્રયાસ કરી રહી છે.

વિતેલા 5 વર્ષમાં જ દેશના તમામ આદિવાસી સેનાનીઓને સન્માનિત કરવાનું કામ થઈ રહ્યું છે. સમગ્ર દેશમાં આદિવાસીઓએ આઝાદીની લડતમાં જે યોગદાન આપ્યું છે તેને યાદ રાખીને મ્યુઝિયમની રચના કરવામાં આવે, સંશોધન સંસ્થાનું નિર્માણ કરવામાં આવે અને દેશના નિર્માણમાં અને દેશના સંરક્ષણમાં તેમની એટલી મોટી ભૂમિકા હતી કે તે પ્રેરણાનું કારણ બની છે. દેશને જોડવામાં પણ, દેશના સંરક્ષણમાં પણ તેની મોટી ભૂમિકા રહી છે અને તેના અંગે પણ કામ થઈ રહ્યું છે.

આપણાં આદિવાસી બાળકોમાં કેટલાક એવા બાળકો હોય છે કે જેમને તક મળતી નથી. રમતની પ્રવૃત્તિ હોય કે શિક્ષણ હોય. જો તેમને તક મળે તો તે સારાં પરિણામ આપી શકે. અમે એકલવ્ય સ્કૂલોના માધ્યમથી ઉત્તમ સ્કૂલોની રચના કરીને આવા બાળકોને તક આપવાની દિશામાં ખૂબ મોટું કામ કર્યું છે.

આદિવાસી બાળકોની સાથે-સાથે લગભગ 30,000 સ્વસહાય જૂથ આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે અને જંગલની જે પેદાશ હોય છે તેના માટે લઘુતમ ટેકાના ભાવ આપીને તેમને શક્તિ પૂરી પાડીને તેને પણ આગળ ધપાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે.

મહિલા સશક્તિકરણ ક્ષેત્રે પણ રાષ્ટ્રપતિજીના પ્રવચનમાં આ બધી ચીજોનો ખૂબ ટૂંકાણમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ અમે દેશના ઈતિહાસમાં પહેલી વાર સૈનિક સ્કૂલોમાં દિકરીઓને દાખલ કરવા માટેની મંજૂરી આપી દીધી છે. મિલેટ્રી પોલીસમાં પણ મહિલાઓની નિમણુંક કરવાનું કામ ચાલુ છે.

દેશમાં મહિલાઓની સુરક્ષાની દ્રષ્ટિએ પણ 600થી વધુ વન સ્ટોપ સેન્ટર બનાવવામાં આવ્યા છે. દેશની દરેક શાળામાં ધોરણ-6થી ધોરણ-12 સુધી કન્યાઓને આત્મરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે.

જાતિય અપરાધીઓની ઓળખ કરવા માટે એક રાષ્ટ્રીય ડેટા બેઝ તૈયાર કરવામાં આવ્યો છે અને એમાં આવા લોકો પર નજર રાખવામાં આવશે. જેથી આગળ વધીને માનવ તસ્કરી દૂર કરવા માટે એક એકમની સ્થાપના કરવાની પણ યોજના અમે બનાવી છે.

બાળકોના જાતિય શોષણના ગંભીર કિસ્સાઓના નિવારણ માટે અમે પોસ્કો કાયદામાં સુધારો કરીને તેની નીચે સમાવેશ પામતા અપરાધોને પણ જોડી દેવામાં આવ્યા છે, જેથી આવા અપરાધોને આપણે સજાના દાયરામાં લાવી શકીએ અને ઝડપથી ન્યાય મળે તે માટે સમગ્ર દેશમાં 1000થી વધુ ફાસ્ટ ટ્રેક અદાલતો બનાવવામાં આવશે.

આદરણીય સભાપતિજી, ગૃહમાં નાગરિકતા સુધારા કાયદા અંગે પણ ચર્ચા થઈ છે. અહીંયા વારંવાર એવું બતાવવાની કોશિશ કરવામાં આવી છે કે દેશના અનેક વિભાગોમાં પ્રદર્શનના નામે અરાજકતા ફેલાવવામાં આવી રહી છે, હિંસા થઈ રહી છે અને તેને જ આંદોલનનો અધિકાર માનવામાં આવ્યો છે. વારંવાર સંવિધાનની યાદ અપાવીને તેના નામે જ બિનલોકશાહી પ્રવૃત્તિઓ ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મને કોંગ્રેસની મજબૂરી સમજાય છે, પરંતુ કેરળના ડાબેરી મોરચાના અમારા જે સભ્યો છે તેમણે થોડું સમજવાની જરૂર છે. તેમને ખબર હોવી જોઈએ કે અહીં આવતા પહેલાં કેરળના મુખ્યમંત્રીએ એવું કહ્યું હતું કે અહીં જે પ્રદર્શનો થઈ રહ્યા છે તેમાં અંતિમવાદી જૂથોનો હાથ હોવાની શક્યતા છે અને આવું તેમણે વિધાનસભામાં પણ કહ્યું હતું.

આટલું જ નહીં, તેમણે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. જે અરાજકતાથી તમે કેરળમાં પરેશાન છો તેનું સમર્થન તમે દિલ્હીમાં અથવા તો દેશના અન્ય ભાગોમાં કેવી રીતે કરી શકો.

નાગરિકતા સુધારો અધિનિયમ વિશે જે કંઇ પણ કહેવામાં આવી રહ્યું છે, એ જે પ્રચારિત કરવામાં આવી રહ્યું છે તે અંગે દરેક સાથીઓએ પોતાને પ્રશ્નો પૂછવા જોઈએ. આપણે દેશને ખોટી માહિતી આપવાનું,ખોટી દોરવણી કરવાના આ વલણ બંધ કરવું જોઈએ કે નહીં? શું આ બધું કરવું આપણું કર્તવ્ય છે કે નહીં? શું આપણે આવા કૈમ્પેન નો ભાગ બનવું જોઈએ? હવે માની લો કે કોઈનું પણ રાજકીય રીતે ભલું થવાનું નથી, માનીને ચાલો.આ માર્ગ યોગ્ય નથી, સાથે બેસીને જરાક વિચારો કે શું આપણે સાચા રસ્તે જઈ રહ્યા છે કે નહિ?  અને આ કેવું બેવડું ચારિત્ર્ય છે કે તમે 24 કલાક લઘુમતીઓની જ વાતો કર્યા કરશો, ખૂબ જ ઉત્તમ શબ્દોનો ઉપયોગ કરી ને કહી રહ્યા છે, હું હમણાં આનંદજીને સાંભળી રહ્યો હતો,આપણી ભૂતકાળની ભૂલો ને કારણે આપણા પાડોશમાં અલ્પસંખ્યક જે બની ગયા છે,એમની વિરુધ્ધજે ચાલી રહયું છે, એમની પીડા તમને કેમ દેખાઈ નથી રહી ? દેશને અપેક્ષા છે કે આ સંવેદનશીલ મુદ્દા પર લોકોને ડરાવવાને બદલે સાચી માહિતી આપવામાં આવે. આ આપણા બધાની જવાબદારી છે. આશ્ચર્યની વાત એ છે કે વિપક્ષના ઘણા સાથીઓ આ દિવસોમાં ખૂબ ઉત્સાહિત થઈ ગયા છે. જેઓ એક સમયે મૌન હતા તે આજકાલ હિંસક છે. અધ્યક્ષજીની અસર છે. પરંતુ આજે હું ઇચ્છું છું કે આ સદન જે ખૂબ વરિષ્ઠ લોકોનું છે, તો આજે હું તમને કેટલાક મહાપુરુષોના શબ્દો વાંચી ને સંભળાવવા માંગુ છું..

પહેલું નિવેદન છે– "આ ગૃહ / એ અભિપ્રાય છે કે / અસુરક્ષા / જીવન, સંપત્તિ અને સન્માન / લઘુમતી સમુદાયોના / પાકિસ્તાનના પૂર્વી વિંગમાં રહેતા / અને  સામાન્ય નકારને ધ્યાનમાં રાખીને/તેમના તમામ માનવાધિકાર  / પાકિસ્તાનના તે ભાગમાં /, ભારત સરકારે / પ્રતિબંધોમાં રાહત આપીને  /સ્થળાંતર કરતા લોકો/ લઘુમતી સમુદાયોથી જોડાયેલા લોકો / પૂર્વ પાકિસ્તાનથી ભારતીમાં સ્થળાંતર કરવામાં / વિશ્વના અભિપ્રાયને ધ્યાને રાખી /  પગલાઓ પર પણ વિચાર કરો

આ ગૃહમાં કહેવામાં આવેલી વાત છે. હવે તમને લાગશે કે આ કોઈ જનસંઘના  નેતાઓ જ બોલી શકે છે, અથવાતો આવું તો કોણ બોલી શકે છે આવી વાતો. તે સમયે તે ભાજપ નહીં પણ જનસંઘ હતો. તો તેઓએ વિચાર્યું હશે કે જનસંઘ બોલી શકે છે. પરંતુ આ નિવેદન કોઈ ભાજપ કે પ્રજાના નેતાનું નથી.

હું તે જ મહાન માણસનું બીજું વાક્ય કહેવા માંગુ છું, તેમણે કહ્યું "જ્યાં સુધી પૂર્વ પાકિસ્તાનની વાત છે, એવું લાગે છે કે તેમનો નિર્ણય તમામ બિન-મુસ્લિમોને દૂર કરવાનો છે. તે એક ઇસ્લામીક રાજ્ય છે. ઇસ્લામિક રાજ્ય તરીકે, તે વિચારે છે કે ઇસ્લામ પર વિશ્વાસ કરનારા જ અહીં રહી  શકે છે અને બિન-ઇસ્લામિક લોકો અહીં રહી શકતા નથી. તેથી, હિન્દુઓને હાંકી કાઢવામાં આવી રહ્યા છે, ખ્રિસ્તીઓને હાંકી કાઢવામાં આવી રહ્યા છે. હું સમજું છું કે આજે  37 હજારથી વધુ ખ્રિસ્તીઓ ત્યાંથી સ્થળાંતર કરી ભારતમાં આવી ગયા છે. બૌદ્ધો પણ ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. "

 

 

 

આ કોઈ જનસંઘ અથવા ભાજપના નેતાનું નિવેદન નથી. અને હું ગૃહને કહેવા માંગુ છું કે આ શબ્દો તે મહાન માણસના છે જે દેશના પ્રિય પ્રધાનમંત્રીમાંના એક રહ્યા છે, આ શ્રદ્ધયેય લાલ બહાદુર શાસ્ત્રીજીનું વાક્ય છે. હવે તમે તેમને કોમી પણ કહેશો. તમે તેમને હિન્દુ અને મુસ્લિમોં વચ્ચે ભાગલા પડાવનાર કહેશો ?.

આ નિવેદન લાલ બહાદુર શાસ્ત્રી જીએ 3 એપ્રિલ 1964 ના રોજ સંસદમાં આપ્યું હતું. તે સમયે નહેરુ પ્રધાનમંત્રી હતા. ત્યારે ધાર્મિક પ્રતાડનાને કારણે ભારત આવતા શરણાર્થીઓની સંસદમાં ચર્ચા થઈ રહી હતી. એ દરમિયાન શાસ્ત્રીજીએ આ વાત કહી હતી.

આદરણીય અધ્યક્ષજી, હવે હું માનનીય ગૃહને બીજા એક નિવેદન વિષેજણાવું. અને ખાસ કરીને મારા સમાજવાદી મિત્રોને હું આ સમર્પિત કરી રહ્યો છું. કારણ કે કદાચ ત્યાંથી જ પ્રેરણા મળી શકે છે. જરા સાંભળો.

“ભારતના મુસ્લિમો જીવે અને પાકિસ્તાનના હિન્દુઓ જીવે. હું એ વાતને સદંતર નકારી કાઢું છું કે પાકિસ્તાનના હિંદુઓ પાકિસ્તાનના નાગરિક છે એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી, પાકિસ્તાનનો હિન્દૂ ભલે ગમે ત્યાંનો નાગરિક હોય પણ એની રક્ષા કરવાની  આપણી એટલી જ ફરજ છે જેટલી ભારતના હિંદુઓ અને મુસ્લિમોની."

આ કોને કહ્યું હતું? આ પણ કોઈ જનસંઘ અથવા ભાજપવાળા નથી. આ  શ્રી રામ મનોહર લોહિયાજીની વાત છે. અમારા સમાજવાદી સાથીઓ, અમારા પર વિશ્વાસ કરો કે નહીં, પરંતુ ઓછામાં ઓછું લોહિયાજીને  નકારવાનું કામ ન કરવું જોઈએ,આ મારી વિનંતી છે.

આદરણીય અધ્યક્ષજી, હું આ ગૃહમાં શાસ્ત્રીજીનું બીજું નિવેદન વાંચવા માંગુ છું. તેમણે શરણાર્થીઓ પર રાજ્ય સરકારની ભૂમિકા વિશે આ નિવેદન આપ્યું હતું. આજે વોટબેંકના રાજકારણને કારણે રાજ્યોના અંદર વિધાનસભામાં જે પ્રસ્તાવ મૂકીને જે રમત રમવામાં આવે છે, લાલ બહાદુર શાસ્ત્રીજી નું આ ભાષણ એમને સાંભળવું જોઈએ.તમને ખ્યાલ આવશે કે તમે ક્યાં જઈ રહ્યા છો, ક્યાં હતા ? શું થઇ ગયું છે તમને લોકો ને.

 

 

 

અધ્યક્ષજી, લાલ બહાદુર શાસ્ત્રીજીએ કહ્યું હતું-

 

“આપણી તમામ રાજ્ય સરકારોએ આને રાષ્ટ્રીય પ્રશ્ન ગણાવો જોઈએ. અમે આ માટે તેમને અભિનંદન આપીએ છીએ અને આમ કરવાથી અમને ખૂબ આનંદ થાય છે. બિહાર અને ઓરિસ્સા, પછી ભલે મધ્યપ્રદેશ અને પછી ઉત્તરપ્રદેશ, કે મહારાષ્ટ્ર કે આંધ્ર, બધા રાજ્યો, બધા રાજ્યોએ ભારત સરકારને પત્ર લખ્યો છે કે તેઓ એમને ત્યાં આશ્રય આપવા તૈયાર છે. કેટલાકે પચાસ હજાર માણસોનું કહ્યું છે, કેટલાકે પંદર હજાર કુટુંબોનું કહ્યું છે, કેટલાકે કહ્યું છે કે દસ હજાર પરિવારો સ્થાયી કરવાની જવાબદારી લેવા તૈયાર છે. "

શાસ્ત્રીજીનું આ નિવેદન ત્યારે  અપાયું છે જ્યારે 1964 માં દેશમાં મોટાભાગે કોંગ્રેસની જ સરકારો હતી. આજે પણ અમે સારું કામ કરી રહ્યા છીએ, અને તમે વોટબેંક નું રાજકારણ કરી રહ્યા છો.

આદરણીય અધ્યક્ષજી, હું એક બીજું ઉદાહરણ આપવા માંગુ છું – 25 નવેમ્બર, 1947 ના રોજ, દેશની આઝાદીના થોડા મહિનામાં, કોંગ્રેસ કાર્યકારી સમિતિએ એક ઠરાવ પસાર કર્યો. નવેમ્બર 25, 1947, કોંગ્રેસ કાર્યકારી સમિતિની દરખાસ્ત શું કહે છે-

"કોંગ્રેસ / તે તમામ બિન-મુસ્લિમોને / પાકિસ્તાનની / જેમણે સરહદ ઓળંગી લીધી છે / અને ભારત આવ્યા છે / અથવા તેમનો જીવ / અને સન્માન બચાવવા આવ્યા છે / તેમને સંપૂર્ણ સંરક્ષણ /આપવા બંધાયેલી છે"

આ બિન મુસ્લિમો માટે, આજે તમે જે ભાષા બોલી રહ્યા છો.

માનનીય અધ્યક્ષજી, હું નથી માનતો કે 25 નવેમ્બર 1947 ના રોજ કોંગ્રેસ સાંપ્રદાયિક હતી, હું માનતો નથી. અને આજે અચાનક હું બિનસાંપ્રદાયિક બની ગયો છું, હું એવું પણ માનતો  નથી. નવેમ્બર 25, 1947, બિન મુસ્લિમોને લખવાને બદલે, તમે લખી શક્યા હોત કે તમે પાકિસ્તાનથી આવતા બધા લોકોને કેમ લખ્યું નથી.બિન મુસ્લિમો કેમ લખ્યું?

 

ભાગલા પછી પાકિસ્તાનમાં જ રહેનારા મોટાભાગના હિન્દુઓ આપણા દલિત ભાઈઓ અને બહેનો હતા. અને આ લોકો માટે બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું-

 

"હું / અનુસૂચિત જાતિઓને / કહેવા માંગુ છું  / કે જેઓ આજે / પાકિસ્તાનમાં ફસાયેલાછે / તેઓ ભારત આવી શકે છે"

 

બાબા સાહેબ આંબેડકર એ જ સંદેશ આપ્યો. આ તમામ નિવેદનો મહાન વ્યક્તિઓના છે, તેઓ આ દેશના રાષ્ટ્ર નિર્માતાઓ છે. શું તે બધા સાંપ્રદાયિક હતા? કોંગ્રેસ અને તેના સાથીઓ દેશના રાષ્ટ્ર નિર્માતાઓને પણ વોટબેંકની રાજનીતિને કારણે ભૂલી જવા લાગ્યા છે, આ દેશ માટે ચિંતાનો વિષય છે.

 

આદરણીય અધ્યક્ષજી , 1997 માં, અહીં ઘણા સાથીદારો ઉપસ્થિત હશે. બની શકે કે ગૃહમાં પણ કોઈ હોય. આ તે વર્ષ હતું જ્યારે હિન્દુઓ અને શીખ સમુદાયનો તત્કાલીન સરકારની સૂચનાઓમાં ઉપયોગ શરૂ કર્યો હતો. પહેલાં નહતું થતું, તે ઉમેરવામાં આવ્યું છે. 2011 માં તેમાં પાકિસ્તાનથી આવતા ખ્રિસ્તી અને બૌદ્ધ શબ્દોની શ્રેણી પણ બનાવવામાં આવી. આ બધું 2011 માં બન્યું હતું.

 

નાગરિકતા સુધારણા બિલ વર્ષ 2003માં લોકસભામાં રજૂ કરાયું હતું. નાગરિકતા સુધારણા બિલ 2003 પર સંસદની સ્થાયી સમિતિએ ચર્ચા કરી અને પછી આગળ ધપાવાઈ,એ કમેટીમાં કોંગ્રેસના અનેક સભ્યો આજે પણ અહીં છે, જે એ કમેટીમાં હતા અને સંસદ સમિતિના સમાન અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે "પડોશી દેશો દ્વારા આવતા લઘુમતીઓને બે ભાગમાં જોવું જોઈએ, એક જે ધાર્મિક પ્રતાડનાને કારણે આવે છે અને બીજો – ગેરકાયદેસર સ્થળાંતર કરનારા જે નાગરિક ખલેલને કારણે આવે છે." આ કમેટીનો અહેવાલ છે. આજે જ્યારે આ સરકાર એજ વાત કરી રહી છે, ત્યારે 17 વર્ષ પછી તેના પર કેમ હંગામો થાય છે.

 

28 ફેબ્રુઆરી 2004 ના રોજ અધ્યક્ષજી, 28 ફેબ્રુઆરી 2004 ના રોજ, રાજસ્થાનના મુખ્યમંત્રીની વિનંતી પર કેન્દ્ર સરકારે, રાજસ્થાનના બે જિલ્લાઓ અને ગુજરાતના 4 જિલ્લાઓના કલેક્ટર્સને પાકિસ્તાનથી આવેલા લઘુમતી હિન્દુ સમુદાયના લોકોને ભારતીય નાગરિકત્વ આપવાનો અધિકાર આપ્યો. . આ નિયમ 2005 અને 2006 માં પણ અમલમાં આવ્યો હતો. 2005 અને 06 માં તમે જ હતા. ત્યારે બંધારણની મૂળ ભાવનાને કોઈ ખતરો નહોતો, તે તેની વિરુદ્ધ નહોતો.

 

આજથી 10 વર્ષ પહેલા તે સારું હતું,જેની પર કોઈ વિરોધ નહતો,  આજે અચાનક તમારી દુનિયા બદલાઈ ગઈ છે. પરાજય, હાર તમને આટલો અસ્વસ્થ કરી દેશે, મેં ક્યારેય વિચાર્યું નહતું.

 

આદરણીય અધ્યક્ષજી, એનપીઆરની પણ ઘણી ચર્ચા કરવામાં આવી રહી છે. વસ્તી ગણતરી અને એનપીઆર એ સામાન્ય વહીવટી પ્રવૃત્તિઓ છે જે દેશમાં અગાઉ પણ થઈ છે. પરંતુ જ્યારે વોટબેંક રાજકારણની આવી મજબૂરી છે, ત્યારે જે લોકો પોતે જ 2010 માં એનપીઆર લાવ્યા હતા તે લોકો ભ્રમ  ફેલાવી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે.

 

આદરણીય અધ્યક્ષજી, જો તમે પણ સેંસેસ જોશો, તો દેશ આઝાદ થયા પછી, પ્રથમ દાયકામાં કેટલાક પ્રશ્નો હશે, બીજા દાયકામાં કેટલાક પ્રશ્નો કાઢી નાખવામાં આવ્યા હશે, કેટલાક ઉમેરી દેવામાં આવ્યા હશે, જેમ જેમ જરૂરિયાત ઉભી થતી રહે છે, દરેક બાબતમાં આ શાસનનો વિષય છે, નાના મોટા ફેરફારો થતા રહે છે. આપણે અફવા ફેલાવવાનું કામ ન કરવું જોઈએ. આપણા દેશમાં માતૃભાષાનું આટલું મોટું સંકટ ક્યારેય ન હતું. આજે મોટી સંખ્યામાં લોકો  ઓરિસ્સાથી સુરત ગયા છે. અને ગુજરાત સરકારે એવું કહે કે અમે ઉડિયા શાળા નહીં ચલાવીએ, તો તે કેટલો સમય ચાલશે. મારું માનવું છે કે સરકાર પાસે એ બધી જ વિગત હોવી જોઈએ કે કોણ કઇ માતૃભાષા ભાષા બોલે છે, એમના પિતા કઈ ભાષા બોલે છે, જો આ વિષે ખ્યાલ હશે તો સુરતમાં ઉડિયા સ્કૂલો ચાલુ કરી શકાશે. પહેલા સ્થળાંતર  નહતું થતું, હવે સ્થળાંતર  થાય છે ત્યારે આ જરૂરી છે.

 

આદરણીય અધ્યક્ષજી, અગાઉ આપણા દેશમાં સ્થળાંતર ખૂબ ઓછું હતું. સમય જતાં, શહેરો પ્રત્યે વધતું જોડાણ, શહેરોનો વિકાસ, લોકોની આકાંક્ષા બદલાતા રહે છે, તેથી છેલ્લા 30-40 વર્ષોમાં આપણે સતત સ્થળાંતર જોઈ રહ્યા છે.આ સ્થળાંતરમાં હું પણ છું,આજે જયારે ત્રણ જિલ્લાઓથી વધુ સ્થળાંતર થાય છે જયારે એ જાણકારી હોવી જરૂરી છે કે કોણ જિલ્લો છોડી ને જઈ રહ્યું છે, આ જાણકારી વગર તમે જિલ્લાના વિકાસ કામોને પ્રાધાન્ય નથી આપી શકતા.

તમારા માટે તે જરૂરી છે કે તમે અને આ બધા … અને અન્ય લોકો આવી અફવાઓ ફેલાવી રહ્યા છો, લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો, તમે 2010 માં એનપીઆર લાવ્યા હતા. અમે 2014 થી અહીં બેઠા છીએ, શું અમે આ એનપીઆર અંગે કોઈ પ્રશ્ન ચિહ્ન ઉભો કર્યો હતો, અમારી પાસે પણ રેકોર્ડ છે. કેમ નથી, કેમ ખોટું બોલી રહ્યા છો? કેમ મૂર્ખ બનાવી રહ્યા છો? અમારી પાસે તમારા એનપીઆરનો રેકોર્ડ છે. આ દેશના કોઈ પણ નાગરિકને તે  એનપીઆરના આધારે ત્રાસ આપવામાં આવ્યો ન હતો.

એટલું જ નહીં, આદરણીય અધ્યક્ષજી, યુપીએના તત્કાલીન ગૃહમંત્રીએ, એનપીઆરના શુભારંભ સમયે દરેક સામાન્ય નિવાસી, સામાન્ય રહેવાસીને એનપીઆરમાં નોંધણી કરવાની જરૂરિયાત પર વિશેષ ભાર મુકતા કહ્યું હતું કે દરેક વ્યક્તિએ આ પ્રયત્નોનો એક ભાગ બનવો જોઈએ. તેમણે મીડિયાને એનપીઆરને પ્રોત્સાહન આપવા અપીલ પણ કરી હતી. લોકોને શિક્ષિત કરો, લોકો એનપીઆરમાં જોડાય એવી તત્કાલીન ગૃહમંત્રીએ જાહેર અપીલ કરી હતી.

યુપીએ 2010 માં એનપીઆર લાગુ કર્યું, અને 2011 થી એનપીઆર માટે બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરવાનું શરૂ કર્યું. 2014 માં તમારી સરકાર ગઈ ત્યાં સુધીમાં એનપીઆર અંતર્ગત કરોડો નાગરિકોના રેકોર્ડિંગ અને સ્કેનિંગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હતું, અને બાયોમેટ્રિક ડેટા કલેક્શનનું કામ ચાલુ હતું. હું તમને તમારા કાર્યકાળ વિશે કહું છું.

આજે જ્યારે અમે 2015 માં તમારા દ્વારા તૈયાર કરેલા તે એનપીઆર રેકોર્ડ્સને અપડેટ કર્યા છે. અને આ એન.પી.આર. રેકોર્ડ્સ દ્વારા અમે પ્રધાનમંત્રી જનધન યોજના, સીધા લાભ સ્થાનાંતરણ જેવી તમામ સરકારી યોજનાઓમાં ચૂકી ગયેલા લાભાર્થીઓને સમાવવા માટે તમે તૈયાર કરેલા એનપીઆર રેકોર્ડનો સકારાત્મક ઉપયોગ કર્યો છે. અને ગરીબોને લાભ આપ્યો છે.

 

પરંતુ, આજે રાજકીય વાતાવરણ ઉભું કરીને તમે એનપીઆરનો વિરોધ કરી રહ્યા છો, અને આવું કરીને તમે કરોડો ગરીબોને આ લોકકલ્યાણ યોજનાઓનો ભાગ બનતા રોકવાનું પાપ કરી રહ્યા છો. પોતાના તુચ્છ રાજકીય મહેચ્છાઓ માટે જે પણ આવું કરી રહ્યા છે, તેનાથી  એમની નબળી વિરોધી માનસિકતા પ્રગટ થઈ રહી છે.

2020 ની વસ્તી ગણતરીની સાથે, અમે એનપીઆર રેકોર્ડ્સને અપડેટ કરવા માગીએ છીએ, જેથી ગરીબો માટે હાલ ચાલી રહેલી યોજનાઓ વધુ અસરકારક અને પ્રામાણિકપણે તેમના સુધી પહોંચી શકે. પરંતુ તમે હવે વિરોધપક્ષમાં છો, એટલે તમારા દ્વારા શરૂ કરાયેલ એનપીઆર તમને જ ખરાબ લાગવા માંડ્યું છે.

તમામ રાજ્યો, આદરણીય અધ્યક્ષજી, બધા રાજ્યોએ યોગ્ય ગેજેટ નોટિફિકેશન બહાર પાડીને એનપીઆરને મંજૂરી આપી દીધી છે. હવે કેટલાક રાજ્યોએ અચાનક યુ-ટર્ન  લઈ લીધો છે અને તેમાં અવરોધો લાવી રહ્યા છે અને જાણીજોઈને ગરીબો માટે આના મહત્વ અને તેના ફાયદાઓને અવગણી રહ્યા છે. તમે 70 વર્ષમાં તમે જે કામો ન કર્યા,હવે વિરોધપક્ષમાં બેસીને આ પ્રકારે વિરોધની વાતો કરવી યોગ્ય નથી લાગતી.

પરંતુ તમે જે કાર્ય પોતે શરુ કર્યું, આગળ ધપાવ્યું છે, તે માધ્યમોમાં પ્રચાર પ્રસાર કરાવડાવ્યો, હવે તમે તેને અસ્પૃશ્ય કહીને  વિરોધ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો! આ એક પુરાવો છે કે તમારા ઉદ્દેશ્યો  ફક્ત અને  ફક્ત વોટબેંકના રાજકારણ ને આધારે નક્કી થાય છે. જો તૃષ્ટિકરણનો પ્રશ્ન હોતતો પછી વિકાસ અને વિભાજનમાંથી તમે છડે ચોક વિભાજનનો માર્ગ પકડતા.

આવા તકવાદી વિરોધથી કોઈ પણ પક્ષને ફાયદો અથવા નુકસાન તો થઈ શકે છે, પરંતુ દેશ નિશ્ચિતરૂપે આનો ભોગ બને છે. દેશમાં અવિશ્વાસની સ્થિતિ છે. તેથી, મારી વિનંતી છે કે આપણે લોકોની વચ્ચે સત્ય, અને સાચી સ્થિતિ લઇ ને જઈએ.

વિશ્વને આ દાયકામાં ભારત પાસેથી બહુ અપેક્ષાઓ છે અને ભારતીયોને આપણી પાસેથી અપેક્ષાઓ વધારે છે. આ બધી અપેક્ષાઓ પૂરી કરવા આપણા બધાના પ્રયત્નો 130 કરોડ ભારતીયોવાસીઓની આકાંક્ષા અનુસાર હોવા જોઈએ.

આ ત્યારે જ શક્ય છે જ્યારે રાષ્ટ્રીયહિતની તમામ બાબતોમાં, આ ગૃહ સંગચ્છધ્વમ,સંવદધ્વમ સાની મુજબ ચાલે, એક સ્વરમાં આગળ વધીએ,આ સંકલ્પ સાથે ચાલતા રહીએ. ચર્ચા થાય, વિચારણા થાય અને પછી નિર્ણય થાય.

શ્રી દિગ્વિજયસિંહજીએ અહીં એક કવિતા સંભળાવી, તેથી મને એક કવિતા પણ યાદ આવી.

મારી પાસે કોઈ ઘર નથી, ફક્ત ખુલ્લી જગ્યાઓ છે

સત્ય, કરુણા, મહેચ્છા અને સપનાઓથી ભરેલા

મારા દેશને વિકસિત અને મહાન જોવાની ઇચ્છા,

આસપાસ સુખ અને શાંતિ જોવાનું સપનું !!

 

ભારતના મહાન સપૂત, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. કલામની આ પંક્તિઓ સારી લાગી, મને આ ગમે છે,  તમને તમારી પસંદની પંક્તિઓ ગમશે. તમે એ કહેવત તો સાંભળી જ હશે કે जाकी रही भावना जैसी, प्रभु मूरत देखी तिन तैसी।  હવે તમારે નિર્ણય લેવો પડશે કે તમારી પસંદગી બદલવી છે કે પછી 21 મી સદીમાં 20મી સદીની યાદો વાગોળી જીવતા રહેવું.

આ નવું ભારત આગળ વધ્યું છે. આ ફરજ એ માર્ગે આગળ વધી રહ્યું છે અને ફરજમાં જ તમામ હકનો સાર છે, અને જ આજ તો  મહાત્મા ગાંધીનો સંદેશ છે.

આવો, આપણે ગાંધીજીએ ચીંધેલા ફરજના માર્ગ પર આગળ વધીએ, અને સમૃદ્ધ, સક્ષમ અને પ્રતિબદ્ધ નવા ભારતનું નિર્માણ શરૂ કરીએ. ભારતની તમામ આકાંક્ષાઓ અને ભારતનો દરેક સંકલ્પ આપણા બધાના સામૂહિક પ્રયત્નોથી સિદ્ધ થશે.

એકવાર ફરીથી હું રાષ્ટ્રપતિજીનો અને બધા જ સદસ્યોનો હૃદય પૂર્વક ખુબ-ખુબ આભાર માનું છું, હું આ ભાવના સાથે દેશની એકતા અને અખંડિતતાને પ્રાથમિકતા આપતા, ભારતના સંવિધાનની ઉચ્ચભાવનાઓનો આદર કરી આપણે બધા એક સાથે મળીને ચાલીએ, દેશને આગળ લઇ જવામાં આપણે પોતાનું યોગદાન આપીએ,આજ ભાવના સાથે ફરી એકવાર આદરણીય રાષ્ટ્રપતિનો આભાર માનું છું, અને આ ચર્ચાને સમૃદ્ધ બનાવવામાટે દરેક આદરણીય સભ્યોનો પણ આભાર માનું છું.

ખૂબ ખૂબ આભાર

ભારતના ઓલિમ્પિયન્સને પ્રેરણા આપો!  #Cheers4India
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
One Nation, One Ration Card Scheme a boon for migrant people of Bihar, 15 thousand families benefitted

Media Coverage

One Nation, One Ration Card Scheme a boon for migrant people of Bihar, 15 thousand families benefitted
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to interact with beneficiaries of Pradhan Mantri Garib Kalyan Anna Yojana in Gujarat on 3rd August
August 01, 2021
શેર
 
Comments

Prime Minister Shri Narendra Modi will interact with beneficiaries of Pradhan Mantri Garib Kalyan Anna Yojana in Gujarat on 3rd August 2021 at 12:30 PM via video conferencing.

A public participation programme is being launched in the state to create further awareness about the scheme.

About Pradhan Mantri Garib Kalyan Anna Yojana (PMGKAY)

PMGKAY is a food security welfare scheme that was envisaged by the Prime Minister to provide assistance and help mitigate the economic impact of Covid-19. Under PMGKAY, 5 Kg/person additional food grain is given to all beneficiaries covered under National Food Security Act.

CM and Deputy CM of Gujarat will also be present on the occasion.