રાષ્ટ્રપતિ દ્વારા ઘાનાના રાષ્ટ્રીય પુરસ્કાર ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાનાથી સન્માનિત થવું મારા માટે ખૂબ જ ગર્વ અને સન્માનની વાત છે.

હું રાષ્ટ્રપતિ મહામા, ઘાના સરકાર અને ઘાનાના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું 140 કરોડ ભારતીયો વતી આ સન્માનનો નમ્રતાપૂર્વક સ્વીકાર કરું છું.
હું આ સન્માન આપણા યુવાનોની આકાંક્ષાઓ, તેમના ઉજ્જવળ ભવિષ્ય, આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને પરંપરાઓ અને ભારત અને ઘાના વચ્ચેના ઐતિહાસિક સંબંધોને સમર્પિત કરું છું.



