નમસ્તે ! કિયા ઓરા ન્યૂઝીલેન્ડ!

આપણે ભારતના લોકો સાંભળતા આવ્યા હતા, 20 સાલ બાદ. પરંતુ આજે ચાલીસ વર્ષ પછી કોઈ ભારતીય પીએમ ન્યૂઝીલેન્ડની ધરતી પર આવ્યા છે. આ મારું સૌભાગ્ય છે. હું ન્યૂઝીલેન્ડના તમામ રહેવાસીઓ માટે, આપ સૌ લોકો માટે, 140 કરોડ ભારતીયોની શુભેચ્છાઓ લઈને આવ્યો છું.

સાથીઓ,

પ્રધાનમંત્રી તરીકે ભલે આ મારો પહેલો ન્યૂઝીલેન્ડ પ્રવાસ છે. પરંતુ 25-30 વર્ષ પહેલાં, જ્યારે હું કોઈ સરકારનો ભાગ પણ નહોતો, જાહેર જીવનમાં મને કોઈ ઓળખતું નહોતું, ત્યારે પણ મને અહીં ન્યૂઝીલેન્ડ આવવાની તક મળી હતી. અને તે સમયે, મને કોઈએ ભેટમાં ત્રણ વસ્તુઓ આપી હતી જે હું પાછી ભારત લઈને ગયો હતો. એક, આ મફલર. એક કેપ, અને એક મોજું. કારણ કે ઠંડીની મોસમ હતી.

અને તેમાંથી એક વસ્તુ હું અત્યારે અહીં આ કાર્યક્રમમાં પણ સાથે લઈને આવ્યો છું. આ મફલર જે તમે જોઈ રહ્યા છો, તે 25-30 વર્ષ પહેલાં મને ન્યૂઝીલેન્ડના એક સાથીએ આપ્યું હતું. આટલા વર્ષોમાં મેં ઘણી વખત તેનો ઉપયોગ કર્યો, અને આજે પણ તેને ખૂબ જ સંભાળીને રાખ્યું છે. જેમ તમારા પ્રેમને સંભાળીને રાખું છું.

આ વખતે જ્યારે મારો અહીં આવવાનો કાર્યક્રમ બન્યો, ત્યારે હું ખાસ કરીને તેને મારી સાથે લઈને આવ્યો કારણ કે સમાચાર હતા કે ઠંડી વધારે છે.

સાથીઓ,

ભારત અને ન્યૂઝીલેન્ડના સંબંધોમાં યાદો પણ છે, દોસ્તી પણ છે, મૂલ્યો (વેલ્યૂઝ) પણ છે અને એક પ્રતિબદ્ધતા પણ છે. આ સંબંધને ન્યૂઝીલેન્ડની એક સુંદર પરંપરા સારી રીતે વ્યાખ્યાયિત કરે છે. અહીં સદીઓથી એક શબ્દ લોકોને જોડતો આવ્યો છે - વાકા (Waka). વાકા ફક્ત એક નાવનું નામ નથી, વાકા આપણી સહિયારી યાત્રાનું પ્રતીક છે. અને આજે ભારત-ન્યૂઝીલેન્ડની આ જ વાકા એક નવી યાત્રા પર નીકળવા માટે તૈયાર છે.

 

આપણી સામે તકોથી ભરેલો ખુલ્લો સમુદ્ર છે, પવન આપણી સાથે છે, સમંદરના વિશાળ મોજાં આપણી સાથે છે, ઈચ્છાશક્તિનું નીલું આકાશ આપણી સાથે છે, મેળવવા માટે ઘણું બધું છે, અને હું જાણું છું, આપણે સફળ થઈશું.

સાથીઓ,

મને આ યાત્રાની સફળતા પર પૂરો ભરોસો છે, જાણો છો કેમ? મોદીના કારણે નહીં, કારણ કે આના અસલી નાવિક આપ સૌ છો. ઓકલેન્ડથી વેલિંગ્ટન સુધી, ક્રાઈસ્ટચર્ચથી ક્વીન્સટાઉન સુધી, ન્યૂઝીલેન્ડના ખૂણે-ખૂણામાં ફેલાયેલો ભારતીય સમુદાય આ સહિયારી યાત્રાનો એક નાવિક છે.

સાથીઓ,

આગળ વધતા પહેલાં, હું મારા મિત્ર, પ્રાઈમ મિનિસ્ટર ક્રિસ્ટોફર લક્સન, ન્યૂઝીલેન્ડ સરકારના તમામ સાથીઓ અને અહીં લેબર પાર્ટીના સભ્યોનું અભિનંદન કરીશ.

આ દર્શાવે છે કે ભારત-ન્યૂઝીલેન્ડ સંબંધોને કેટલો મોટો દ્વિ-પક્ષીય સપોર્ટ છે. આનાથી એ પણ ખબર પડે છે કે કીવી ઇન્ડિયન કોમ્યુનિટીની સિદ્ધિઓ અને તમારું યોગદાન (કન્ટ્રિબ્યુશન) કેટલું મોટું છે. તમે અહીં આવ્યા અને કીવી ઇન્ડિયન કોમ્યુનિટીના આ ઉત્સવનો ભાગ બન્યા, તેનાથી આ સેલિબ્રેશન વધુ વાઇબ્રન્ટ બની ગયું છે.

તમે જે ઉષ્મા, સ્નેહ અને ઉત્સાહથી અમારું સ્વાગત કર્યું છે તે બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું.

તેમ છતાં એક્સેલન્સી, કીવી ઇન્ડિયન કોમ્યુનિટીમાં પણ સુપરહિટ છે. ભારતના સ્વતંત્રતા દિવસ પર તમે ક્રિસ હિપકિન્સ સાથે મળીને 'દમાદમ મસ્ત કલંદર' ગીત પર જે ડાન્સ કર્યો હતો તે ખૂબ વાયરલ થયો હતો. તમારા એ મૂવ્ઝ, કીવી ઇન્ડિયન્સના દિલમાં છપાઈ ગયા છે.

સાથીઓ,

ન્યૂઝીલેન્ડ ખરેખર એક અદ્ભુત દેશ છે. અહીં શાંતિ (પીસ) છે, સમૃદ્ધિ (પ્રોસ્પરિટી) છે, પ્રકૃતિ (નેચર) છે, સંસ્કૃતિ (કલ્ચર) છે, અને ન્યૂઝીલેન્ડની અસલી તાકાત અહીંના સ્થાનિક લોકો છે. ન્યૂઝીલેન્ડના લોકોએ દર્શાવ્યું છે કે કોઈ દેશ જ્યારે એક જુનૂન, એક જુસ્સા સાથે આગળ વધે છે, તો તે દુનિયાને પ્રેરણા આપે છે.

અહીં જે કીવી ઇન્ડિયન કોમ્યુનિટી છે, આપ સૌને પણ ન્યૂઝીલેન્ડના ઉદાર દિલના લોકોએ ખૂબ જ પ્રેમથી અપનાવ્યા છે, પોતાની ટીમનો હિસ્સો બનાવ્યા છે. તેમણે તમારા ટેલેન્ટ, તમારા વિઝન પર વિશ્વાસ કર્યો છે. અને આજે જુઓ, ન્યૂઝીલેન્ડની ઇકોનોમી હોય, અહીંની સોસાયટી હોય, કીવી ઇન્ડિયન્સ નવા-નવા રંગ ભરી રહ્યા છે.

ન્યૂઝીલેન્ડ એ જગ્યા છે જ્યાં નિખિલ રવિશંકર Air New Zealandના CEO બની શકે છે. જ્યાં આનંદ સત્યાનંદ ગવર્નર જનરલ બની શકે છે, જ્યાં ક્રિકેટ ટીમમાં રચિન રવીન્દ્ર, ઈશ સોઢી અને એજાઝ પટેલ જેવા ટેલેન્ટને તક મળી શકે છે.

ન્યૂઝીલેન્ડ એ જગ્યા છે જ્યાંની સડકો પર પણ ભારતીય શહેરોને સન્માન આપવામાં આવ્યું છે. ક્યાંક ખંડાલા છે, ક્યાંક બોમ્બે હિલ્સ છે, ક્યાંક કોરોમંડલ છે.

 

કલકત્તા સ્ટ્રીટ, દિલ્હી ક્રિસેન્ટ, અમૃતસર સ્ટ્રીટ, એવા કેટલાય નામ છે. અહીં રહેતા રહેતા તમે પણ પૂરેપૂરા કીવી થઈ ગયા છો. જેમ કે મને જણાવવામાં આવ્યું છે કે કોઈપણ વિષય પર વાત શરૂ કરો, થોડી જ વારમાં વાત હવામાન (મોસમ) પર પહોંચી જાય છે!

સાથીઓ,

હું ન્યૂઝીલેન્ડની લીડરશિપને જ્યારે પણ મળ્યો છું, તેઓ આપ સૌના ખૂબ વખાણ કરે છે. પ્રશંસા તમારી થાય છે, અને મારું માથું ઊંચું થાય છે.

સાથીઓ,

આપ સૌ જાણો છો કે ભારત, હજારો વર્ષ જૂની સભ્યતા છે જે આજે પોતાની પ્રાચીનતાને જાળવી રાખીને આધુનિકતાનો સ્વીકાર કરી રહ્યું છે. દરેક યુગમાં, દરેક સમયગાળામાં ભારતે પોતાની જાતને ટ્રાન્સફોર્મ કરી છે અને તેનું કારણ છે, આપણી શીખવાની જિજ્ઞાસા.

ભારત દરેક પાસેથી શીખે છે, આપણા માટે સામેના દેશની જનસંખ્યા નહીં પરંતુ જનકલ્યાણની ભાવના મહત્વ રાખે છે અને એટલા માટે આપણે ન્યૂઝીલેન્ડ પાસેથી પણ ઘણું બધું શીખ્યા છીએ અને અત્યારે પણ શીખી રહ્યા છીએ.

ન્યૂઝીલેન્ડ, દુનિયાનો એ દેશ છે જેણે સૌથી પહેલાં મહિલાઓને મતાધિકાર આપ્યો હતો. આજે આપણે જોઈએ છીએ કે ન્યૂઝીલેન્ડની સોસાયટીમાં મહિલાઓ ખૂબ મોટા પાયે કન્ટ્રિબ્યુટ કરી રહી છે. ભારત પણ આજે મહિલા નેતૃત્વ હેઠળના વિકાસ ના મંત્ર સાથે મહિલાઓ માટે સંભાવનાઓના નવા દ્વાર ખોલી રહ્યું છે.

સાથીઓ,

ગ્રામીણ અર્થતંત્ર કેવી રીતે કોઈ દેશની તકદીર બદલી શકે છે તે ન્યૂઝીલેન્ડે કરી બતાવ્યું છે. ન્યૂઝીલેન્ડની તાકાત, એગ્રીકલ્ચરની આસપાસ બનાવવામાં આવેલી એક કાર્યક્ષમ ઇકોસિસ્ટમ છે. ટ્રેસેબિલિટી હોય, ફૂડ સેફ્ટી હોય, કમ્પ્લાયન્સ સિસ્ટમ હોય, આ બધું એક બહુ મોટી પ્રેરણા છે. આ ભારત જેવા, નાના ખેડૂતો ધરાવતા મોટા કૃષિ પ્રધાન દેશ માટે બહુ મોટો પાઠ છે.

ન્યૂઝીલેન્ડે ઝેસ્પ્રી (Zespri) મોડેલ દ્વારા દર્શાવ્યું છે કે નાના ખેડૂતો પણ બજારની એક મોટી બ્રાન્ડ બની શકે છે. ન્યૂઝીલેન્ડની ક્લાઇમેટ-સ્માર્ટ પ્રિસિઝન ફાર્મિંગ ટેકનોલોજીમાં પણ આપણા માટે શીખવા જેવું ઘણું બધું છે.

 

સાથીઓ,

અહીંના માનુકા હનીને લિક્વિડ ગોલ્ડ કહેવામાં આવે છે. જેમ અહીં હની ટ્રેડિશન અને ટેસ્ટ ઉપરાંત હેલ્થ એન્ડ વેલનેસ સાથે જોડાયેલું છે, તેવી જ રીતે ભારતના આયુર્વેદમાં પણ મધનું બહુ મોટું મહત્વ છે. તમને એ જાણીને આનંદ થશે કે ભારતમાં પણ આપણે બી-કીપિંગને લઈને એક મિશન ચલાવી રહ્યા છીએ. આનાથી ભારતમાં મધના ઉત્પાદનમાં ઘણો વધારો થયો છે.

અને આજકાલ તો હિમાલયની ઊંચાઈઓ પરથી જે મધ આવે છે, તે ગોલ્ડ શું, ડાયમંડ બનતું જઈ રહ્યું છે. હું સમજું છું કે ન્યૂઝીલેન્ડ પાસેથી આપણે મધનું ઉત્પાદન વધુ વધારવા વિશે પણ ઘણું બધું શીખી શકીએ છીએ.

સાથીઓ,

આ વર્ષે ભારત-ન્યૂઝીલેન્ડ સ્પોર્ટિંગ રિલેશન્સના સો વર્ષ પૂરા થઈ રહ્યા છે. સો વર્ષ પહેલાં આપણી હોકી ટીમ ન્યૂઝીલેન્ડ રમવા આવી હતી. તે પ્રવાસમાં મેજર ધ્યાનચંદના શાનદાર પરફોર્મન્સની ચારેય તરફ ચર્ચા થઈ હતી. તેમની હોકીએ ન્યૂઝીલેન્ડના લોકોના દિલ પણ જીતી લીધા હતા.

સાથીઓ,

કન્ટેન્ટ ક્રિએટર્સની ભાષામાં કહું તો, આ કોલેબરેશનનો જમાનો છે. ન્યૂઝીલેન્ડ અને ભારત સ્પોર્ટ્સમાં પણ બહુ જ શાનદાર કોલેબરેશન કરી શકે છે. જેમ કે એક ઉદાહરણ રગ્બીનું છે. મને હમણાં જ જણાવવામાં આવ્યું છે કે થોડી વાર પહેલાં જ ઓલ બ્લેક્સે રગ્બીની મેચમાં શાનદાર જીત નોંધાવી છે. ભારત રગ્બીમાં ન્યૂઝીલેન્ડ પાસેથી શીખવા માંગે છે. ભારત પણ રગ્બીમાં આગળ આવે, તે માટે આપણને કોચ જોઈએ, એક્સપર્ટ્સ જોઈએ, આમાં ન્યૂઝીલેન્ડ આપણી ઘણી મદદ કરી શકે છે. તાજેતરમાં ભુવનેશ્વરમાં “ન્યૂઝીલેન્ડ રગ્બી” અને “રગ્બી ઇન્ડિયા” ના કોચિંગ પ્રોગ્રામને હું એક સારી શરૂઆત માનું છું.

સાથીઓ,

આજે અહીં આવ્યા પહેલાં, હું અહીં ન્યૂઝીલેન્ડના એક સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ ઇવેન્ટમાં ગયો હતો. સ્પોર્ટ્સ ટેકમાં થઈ રહેલા ઇનોવેશન્સે અને નવા આઇડિયાઝે ખરેખર મને પ્રભાવિત કર્યો. મને વિશ્વાસ છે કે આપણે સ્પોર્ટ્સ ટેકમાં સાથે મળીને ઘણું બધું કરી શકીએ છીએ.

ભારત અને ન્યૂઝીલેન્ડનું ભવિષ્ય, આપસમાં જોડાયેલું છે. આનું એક ઉદાહરણ, સ્પેસ સેક્ટર પણ છે. ભારતનું ચંદ્રયાન જ્યારે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ થયું, આખું ન્યૂઝીલેન્ડ નાચી રહ્યું હતું તે દિવસે. અને તે દિવસે આપણને સૌને ગર્વ થયો.

 

હવે તમને હું ગર્વની એક બીજી વાત જણાવું છું. તમને ગર્વ અપાવવામાં, આ સક્સેસમાં ન્યૂઝીલેન્ડની ટેકનોલોજીનું પણ યોગદાન રહ્યું છે. ન્યૂઝીલેન્ડની સ્પેસ કંપનીએ કેટલાય પ્રસંગો પર અમારી સાથે મળીને કામ કર્યું છે. આપણે આ સહયોગને વધુ આગળ લઈ જવા માટે કામ કરી રહ્યા છીએ.

સાથીઓ,

સ્પેસ સેક્ટર એ જણાવવા માટે પૂરતું છે કે ભારત અને ન્યૂઝીલેન્ડની ઇકોનોમી, એકબીજાને કેટલું બધું આપી શકે છે. આ જ આપણી ટ્રેડ એગ્રીમેન્ટની પણ સ્પિરિટ છે. આ ટ્રેડ એગ્રીમેન્ટ વિકસિત ભારત તરફની આપણી યાત્રાને ગતિ આપશે. અને ભારત તેમજ ન્યૂઝીલેન્ડ બંનેના બિઝનેસને નવી તકો આપશે.

સાથીઓ,

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી એક બહુ મોટી સમાનતા છે. આ સમાનતા, આપણી ઇન્ડિજિનસ કલ્ચર (સ્થાનિક/મૂળ સંસ્કૃતિ)ની છે, ઇન્ડિજિનસ કલ્ચરને સેલિબ્રેટ કરવાની, તેનું સંરક્ષણ કરવાની છે. અને આજે હું માઓરી (Maori) સમાજને વિશેષ રૂપે યાદ કરવા માંગું છું.

મેં હાકા (Haka) ને ફક્ત એક પરફોર્મન્સ તરીકે જ નથી જોયો. મેં હાકામાં, એક સમાજની આત્મા જોઈ છે. તેમાં સાહસ છે, આત્મસન્માન છે, પોતાના પૂર્વજો પ્રત્યે શ્રદ્ધા છે, અને આખા સમુદાયની સામૂહિક શક્તિનો અહેસાસ છે.

સાથીઓ,

માઓરી સંસ્કૃતિમાં એક બહુ સુંદર શબ્દ છે- મના-કિતાંગા (Manaakitanga). આનો મતલબ છે, સન્માન આપવું, પોતાનાપણું આપવું, અને પૂરા મનથી તેની દેખભાળ કરવી. ભારતમાં પણ આપણે કહીએ છીએ 'અતિથિ દેવો ભવઃ.

'

શબ્દો અલગ છે, પરિવેશ અલગ છે, પહેરવેશ અલગ છે, ભાષાઓ અલગ છે, પરંતુ ભાવના બિલકુલ એક જ છે.

આવી જ રીતે માઓરી સંસ્કૃતિમાં પરિવાર માટે એક સુંદર શબ્દ છે—ફાનો (Whanau) એટલે કે પરિવાર. આમાં કેટલીય પેઢીઓ હોય છે. સંબંધો હોય છે. આખો સમુદાય હોય છે. ભારત પણ, પરિવારને ફક્ત એક સામાજિક વ્યવસ્થા નથી માનતું, આપણા માટે ફેમિલી, એક ઇન્સ્ટિટ્યુશન છે.

સાથીઓ,

માઓરી પરંપરાનો બીજો એક સુંદર વિચાર છે—કાઇત્યાકિતાંગા (Kaitiakitanga). આ આપણને શીખવે છે કે આપણે પ્રકૃતિના માલિક નથી. આપણે તેના સંરક્ષક છીએ. ભારતમાં પણ કહેવાયું છે— 'माता भूमिः पुत्रोऽहं पृथिव्याः।' પૃથ્વી આપણી માતા છે. આ જ વિચારને આધાર બનાવતા આપણે ભારતમાં ધરતી માતાના સંરક્ષણ માટે, 'એક પેડ મા કે નામ', પ્રાકૃતિક ખેતી મિશન, જેવા અનેક અભિયાનો ચલાવી રહ્યા છીએ.

 

સાથીઓ,

હું જાણું છું, હજારો કિલોમીટર દૂર રહેતા હોવા છતાં પણ તમારા દિલના કોઈ ને કોઈ ખૂણામાં, દિવસભરની પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક હિન્દુસ્તાન ઝલકતું જ રહે છે, હિન્દુસ્તાન વસે જ છે. સાચું છે કે નહીં? શરીર અહીં હશે, મન? અને એટલા માટે જ, તમે ભારતની દરેક ઉપલબ્ધિ પર પણ નજર રાખો છો.

અને જ્યારે ક્રિકેટ સ્ટેડિયમમાં બેસીને જુઓ છો, તો ઘણી બધી વસ્તુઓ જોવાની છૂટી જાય છે. પરંતુ ઘરમાં ટીવી પર બેસીને જ્યારે જુઓ છો, તો દરેક બારીકીની ખબર પડે છે. એવું જ, તમને પણ ભારતની દરેક બારીકીની ખબર પડે છે. અને આ જ વાત આપણને સૌથી ખાસ બનાવે છે.

ભારતીયો દેશની બહાર જે દેશમાં રહે છે, ત્યાં તે દેશની પ્રગતિમાં મદદ કરે છે, અને પોતાના દેશના વિકાસની પણ જાણકારી રાખે છે.

સાથીઓ,

આપણે જેટલો પ્રેમ જન્મભૂમિને કરીએ છીએ, એટલું જ સમર્પણ કર્મભૂમિને પણ કરીએ છીએ.

સાથીઓ,

વૈશ્વિક પડકારો વચ્ચે, આજે ભારત જે ઝડપથી વિકાસ કરી રહ્યું છે તે અભૂતપૂર્વ છે. હું તમારી સામે દેશની ઉપલબ્ધિઓનો, ભારતના સામર્થ્યનો એક ગુલદસ્તો પ્રસ્તુત કરીશ. આ ગુલદસ્તો હું તમારા માટે લઈને આવ્યો છું. અને હું ચોક્કસ માનું છું કે આ ગુલદસ્તામાં તમારી પસંદગીનું કોઈ ને કોઈ ફૂલ જરૂર હશે, જે તમને સુંદર પણ લાગશે અને ગર્વથી ભરી પણ દેશે.

તો તમે તૈયાર છો? ગુલદસ્તો પેશ કરું? હવે તમારે શોધવાનું છે તમારું ફૂલ ક્યાં છે તેમાં, અથવા તો આ તમામે તમામ ફૂલો તમારા જ છે.

સાથીઓ,

ભારત આજે દુનિયાની સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે. ભારત દુનિયાનો સૌથી મોટો વેક્સિન પ્રોડ્યુસર છે. ભારત મોબાઈલ ડેટા વપરાશમાં દુનિયાના અગ્રણી દેશોમાં છે. આજે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઇલ મેન્યુફેક્ચરર છે. આજે ભારત દુનિયાનું બીજું સૌથી મોટું ટેલિકોમ માર્કેટ છે. આજે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ છે. આજે ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. આજે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ છે.

સાથીઓ,

એટલું જ નહીં, આજે ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઇલ માર્કેટ છે. આજે ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ચૂક્યું છે. ભારત ખૂબ જ ટૂંક સમયમાં દુનિયાનો ત્રીજો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસર બનવા જઈ રહ્યું છે. સોલાર એનર્જી કેપેસિટીમાં પણ ભારત દુનિયાના મોટા દેશોમાં સામેલ થઈ ચૂક્યું છે.

 

સાથીઓ,

આજનું ભારત, દુનિયાને વિકાસના નવા મોડેલ પણ આપી રહ્યું છે. આજે ભારત દુનિયાના સૌથી મોટા ડિજિટલ આઇડેન્ટિટી પ્લેટફોર્મનું સફળ સંચાલન કરી રહ્યું છે. આજે ભારતમાં યુપીઆઈ (UPI) ના માધ્યમથી દર મહિને અબજો ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ થઈ રહ્યા છે. ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આજે દુનિયાના ડઝનબંધ દેશો રસ દાખવી રહ્યા છે. ડ્રોન ટેકનોલોજી અને સ્પેસ ઇકોનોમીમાં ભારત નવી ઊંચાઈઓને આંબી રહ્યું છે.

સાથીઓ,

આ એ નવા ભારતની તસવીર છે, જે દર્શાવે છે કે કેવી રીતે ભારત ન્યૂઝીલેન્ડની જેમ જ ઇકોલોજી અને ઇકોનોમી બંને વચ્ચે સંતુલન બનાવીને ચાલી રહ્યું છે.

સાથીઓ,

ભારતનાં આ વિકાસનું બીજું એક પાસું પણ છે, આ પાસું આપણો વારસો છે, આપણી હેરિટેજ છે. ભારત, જેટલું મહત્વ પોતાની ઇકોનોમી અને ઇકોલોજીને આપે છે, એટલો જ ફોકસ, પોતાની હેરિટેજ પર પણ કરે છે.

સાથીઓ,

ભારત કેવી રીતે કામ કરે છે, તેનું ઉદાહરણ શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના પવિત્ર સ્વરૂપ છે. જ્યારે અફઘાનિસ્તાનમાં સંકટ આવ્યું, તો આપણે ગુરુ ગ્રંથ સાહિબના પવિત્ર સ્વરૂપોને પૂરા સન્માન સાથે ભારત લઈને આવ્યા.

સાથીઓ,

આપણા મહાન શિખ ગુરુઓએ સમગ્ર માનવતાને સેવા, સાહસ, સમાનતા અને કરુણાનો સંદેશ આપ્યો છે. દુનિયાના દરેક હિસ્સામાં ગુરુદ્વારા, સેવાના સેન્ટર છે. કોઈ ભૂખ્યું આવે, તેને ભોજન મળે છે. કોઈ સંકટમાં હોય, તેને સહારો મળે છે.

આ જ માહોલમાં શિખ સમુદાયના કેટલાક ભાઈઓ અને બહેનોએ અમને જણાવ્યું હતું કે શ્રી હરમંદિર સાહિબમાં સેવા માટે એફસીઆરએ (FCRA) થી જોડાયેલી કેટલીક મુશ્કેલીઓ આવી રહી છે. આપણે એ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવ્યા.

સાથીઓ,

આપ સૌ શ્રી હેમકુંડ સાહિબજી વિશે પણ જાણો છો. હિમાલયની ઊંચાઈઓ પર છે. વર્ષનો લાંબો સમય બરફની ચોટીઓથી ઘેરાયેલો રહે છે. ત્યાં જો કોઈ દર્શન કરવા માટે જવા માંગે તો બહુ કઠિન માર્ગ છે, બહુ ઓછા લોકો જઈ શકે છે. ખાસ કરીને આપણા શિખ ભાઈ-બહેનો ત્યાં યાત્રા માટે જાય છે.

 

ત્યાં દર્શન માટે જવામાં, ખાસ કરીને આપણા વડીલોને, આપણા શિખ ભાઈ-બહેનોને સરળતા રહે, એટલા માટે સરકાર હેમકુંડ સાહિબ સુધી રોપ-વે પણ બનાવી રહી છે.

સાથીઓ,

આપણી જ સરકારે સાહિબજાદાઓના શૌર્ય અને બલિદાનની અમર સ્મૃતિમાં દર વર્ષે 26 ડિસેમ્બરને ‘વીર બાળ દિવસ’ તરીકે ઉજવવાનું શરૂ કર્યું છે. આજે આ દિવસ આખા દેશ માટે, પ્રેરણાનો પર્વ બની ચૂક્યો છે. આજે કેરળથી લઈને અસમ સુધીનું બાળક પણ ચારેય સાહિબજાદાઓ અને માતા ગુજરીના બલિદાન વિશે જાણવા લાગ્યું છે.

‘વીર બાળ દિવસ’ એ ભારતના અસંખ્ય બાળકોના મનમાં, યુવાનોના હૃદયમાં અટૂટ સાહસનો સંચાર કર્યો છે.

સાથીઓ,

હું આપની સાથે પવિત્ર જોડે સાહેબની પણ વાત કરીશ. મારી સરકારમાં મારા એક સાથી છે, શ્રીમાન હરદીપ પુરીજી. પુરી પરિવારના પૂર્વજો શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના સેવાદાર હતા. હરદીપ પુરીજીએ મને એ જણાવ્યું હતું કે તેમના પરિવારે શ્રી ગુરુ ગોવિંદ સિંહજી અને માતા સાહિબ કૌરજીના “જોડે સાહેબ” 300 વર્ષથી સંભાળીને રાખ્યા છે.

ભાગલાના સમયે પુરી સાહેબના પૂર્વજો આને સુરક્ષિત દિલ્હી લઈ આવ્યા હતા. પવિત્ર “જોડે સાહેબ”ને તેમનો પરિવાર શિખ સંગતને સોંપવા માંગતો હતો જેથી કરીને વધુમાં વધુ લોકો આના દર્શન કરી શકે.

પછી આપણે એક સમિતિ બનાવી, જે શિખ પરંપરાઓને જાણે છે, જાણકારોની આપણે સલાહ લીધી અને આપણે નિર્ણય લીધો કે આ પવિત્ર જોડે સાહેબને ત્યાં લઈ જવામાં આવે જ્યાં શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના ચરણ પહેલીવાર પાવન ભૂમિ પર આવ્યા, જ્યાં તેમનો જન્મ થયો, એટલે કે આપણા શ્રી પટના સાહિબ.

મને ખૂબ ખુશી છે કે હવે આ પવિત્ર જોડે સાહેબ પટના સાહિબની પાવન ભૂમિ પર છે અને આ મારું સૌભાગ્ય છે કે એ પવિત્ર અવસરના મને સાક્ષી બનવાનો, ત્યાં હાજર રહેવાનો અવસર મળ્યો હતો. હું આપને પણ આગ્રહ કરીશ કે જ્યારે પણ ભારત જાઓ, પટના સાહિબમાં તેમના દર્શન જરૂર કરજો.

સાથીઓ,

આજે હું અહીંથી બહુ બધો વિશ્વાસ, બહુ બધો પ્રેમ, અને બહુ બધી સ્મૃતિઓ લઈને જઈ રહ્યો છું. અને હું આપને એ પણ કહીશ, આ વખતે ભારતીય પીએમને ન્યૂઝીલેન્ડ આવવામાં 40 વર્ષ લાગ્યા છે, પરંતુ હવે આટલી લાંબી રાહ આપને નહીં જોવી પડે. હવે 40 વર્ષ નહીં લાગે, આ મોદીની ગેરંટી છે.

અને મોદીની ગેરંટી એટલે, ગેરંટી પૂરી થવાની ગેરંટી.

સાથીઓ,

હું આપને એક આગ્રહ પણ કરવા માંગું છું. આપણે થોડા સમય પહેલાં, આપણી ઇન્ડિયન ડાયસ્પોરાના બાળકો માટે એક નવો પ્રયોગ કર્યો છે. આપણા બાળકો ભારતને સમજે અને ભારતની વિવિધતાની વાત દુનિયા સુધી પહોંચે, તે માટે આપણે 'ભારત કો જાનો ક્વિઝ'ની શરૂઆત કરી છે. અત્યારે આનો કર્ટેન રેઝર જ થયો છે, અને આપણા સાથીઓએ આમાં જે ઉત્સાહથી ભાગ લીધો છે, હું એ જોઈને ખૂબ પ્રભાવિત થયો છું.

 

હવે આપણે આ ઇવેન્ટની સિક્સ્થ એડિશનને વધુ હાઇટેક બનાવી રહ્યા છીએ. ઘણા બધા ઇવેન્ટ્સ આ વખતે એપના માધ્યમથી થવાના છે. મારો આગ્રહ છે કે અહીં જેટલા પણ યુવા સાથીઓ છે, તેઓ આ કાર્યક્રમનો હિસ્સો બને. ભારતને જાણે અને ભારતની વિરાસતને ન્યૂઝીલેન્ડના લોકો સાથે જોડે.

સાથીઓ,

હું એક શાનદાર ફ્યુચર સામે જોઈ રહ્યો છું, જેમાં વિકસિત ભારતનો પ્રકાશ પણ છે, અને ન્યૂઝીલેન્ડની સમૃદ્ધિ પણ છે. આ જ વિશ્વાસ સાથે, આપ સૌનો ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ.

 

પ્રાઇમ મિનિસ્ટર લક્સન અને તેમની ટીમનો આભાર! ન્યૂઝીલેન્ડની જનતાનો ધન્યવાદ!

એકવાર ફરી મારી સાથે બોલો, ભારત માતા કી જય! વંદે માતરમ્!

થૅન્ક યુ ! કી ઓરા !

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
UPI — an eventful journey

Media Coverage

UPI — an eventful journey
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM chairs 53rd PRAGATI Meeting
August 25, 2026
PM reviews six key infrastructure projects across the Railway, Road and Power sectors
Projects reviewed span across 9 States with cumulative investment of more than ₹30,000 crore
PM says Infrastructure projects should be viewed as an integrated whole, rather than as individual sections or packages
PM calls for continuous reforms across all stages of project implementation and a proactive work culture across Ministries and States
PM says Speed must go hand-in-hand with quality
While reviewing AgriStack, PM emphasises the need to leverage the latest digital technologies including AI to derive greater value from agricultural data
On cyber fraud and ‘digital arrest’, PM stresses training, public awareness, cyber-safety education and coordinated action

Prime Minister Shri Narendra Modi chaired the 53rd meeting of PRAGATI, the ICT-enabled, multi-modal platform for Pro-Active Governance and Timely Implementation, at Seva Teerth earlier today.

During the meeting, Prime Minister reviewed six key infrastructure projects across the Railway, Road and Power sectors, spanning nine States with a cumulative cost of more than ₹30,000 crore. The projects, significant for strengthening connectivity, supporting industrial and economic activity and improving public services, were reviewed with particular emphasis on adherence to timelines, inter-agency coordination, resolution of pending issues and expeditious completion.

Prime Minister emphasised that delays in infrastructure projects have consequences beyond cost escalation, as they also postpone the benefits intended for citizens, businesses and the economy. He said that infrastructure projects should be viewed and monitored as an integrated whole, rather than as isolated sections, stretches or packages. He noted that progress in individual packages should ultimately translate into timely completion and operationalisation of the entire project. Ministries and States were therefore asked to adopt an end-to-end approach, and address critical gaps that could delay the overall commissioning and delivery of benefits. He called for fostering a proactive work culture across Ministries and State Governments, with greater ownership at every level of project implementation.

Prime Minister stressed the need to explore common utility corridors for infrastructure services, wherever feasible, particularly while planning major transport and infrastructure projects. He called upon Ministries and States to examine such integrated approaches at the planning stage itself, keeping in view their technical and economic feasibility.

Prime Minister said that speed of execution must be accompanied by uncompromising quality. He called upon Ministries, States and implementing agencies to adopt modern technologies and strengthen quality assurance and supervision at every stage.

While reviewing AgriStack under the Digital Agriculture Mission, Prime Minister emphasised the need to leverage the latest digital technologies, including Artificial Intelligence, to derive greater value from agricultural data. He stressed that the data ecosystem should be effectively utilised across the agricultural value chain, from input planning to processing, enabling more informed interventions, better targeting and data-driven decision-making. He appreciated the efforts of the States and the Central Government in building the AgriStack ecosystem and called for further strengthening its use for delivering better outcomes for farmers.

During the review of cyber fraud cases, including incidents of digital arrest, Prime Minister said that prevention must be strengthened through a sustained focus on training, awareness and education. He stressed the need for continuous and targeted public-awareness campaigns, particularly for senior citizens, youth and other vulnerable sections, to familiarise them with common fraud techniques, warning signs and safe digital practices. He also called for regular capacity-building of personnel involved so that emerging modes of cyber fraud are identified and acted upon swiftly.