Great to see that the initiative is instilling a deeper sense of nation-building among the youth: PM
Viksit villages are also the foundation of a Viksit Bharat: PM
Our government has considered the border villages, as the first villages of the country: PM
This journey of a Viksit Vibrant Village is simply a medium to connect everyone and to connect with everyone: PM

સાથીઓ, આપ સૌ સાથે વાત કરીને ખૂબ સારું લાગ્યું. આજે આપણી સાથે કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી મનસુખ માંડવિયાજી, મંત્રી રક્ષા ખડસેજી અને દેશભરમાંથી જોડાયેલા મારા તમામ યુવા સાથીઓ! આજનો આ કાર્યક્રમ ખૂબ જ ખાસ છે. દેશભરના લગભગ 250 જિલ્લાના યુવા સાથીઓ આ પ્રોગ્રામ સાથે જોડાયેલા છે. હું આપ સૌનું અભિનંદન કરું છું.

સાથીઓ, કેટલાક વર્ષો પહેલાં આપણે મારું યુવા ભારત માય ભારત મંચ બનાવ્યું હતું. આજે આનાથી દેશભરના કરોડો યુવાનો જોડાયેલા છે અને આજે આખા દેશમાં માય ભારતના યુવા સાથીઓ ખૂબ પ્રશંસનીય કામ કરી રહ્યા છે. વિકસિત ભારત ડાયલોગથી લઈને વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ સુધી આપ સૌએ તમારું સામર્થ્ય ખૂબ સારી રીતે દર્શાવ્યું છે.

સાથીઓ, વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ દરમિયાન મેં એક વિચાર યુવાનો સમક્ષ રાખ્યો હતો. વિચાર એ હતો કે કેમ નહીં યુવા સાથીઓ વર્ચ્યુઅલ માધ્યમના બદલે જમીન પર ઊતરીને ભારતને જાણે, ભારત સાથે જોડાય, ભારતને જીવવાનો પ્રયાસ કરે, ભારતને સમજે. ભારતના ગામડાઓમાં વિકસિત થવા માટે કેટલી આકાંક્ષાઓ છે એ ગામડાઓમાં જઈને ખબર પડે છે અને આપણા સીમાવર્તી ગામડાઓમાં વિકાસની આકાંક્ષા અને દેશભક્તિની ભાવના એ આપણે બરાબર - બરાબર અને ક્યારેક તો લાગે છે કે તેમના માટે પોતાનાથી વધુ દેશ હોય છે. દેશ પહેલાં બાકી બધી સુવિધાઓ પછી, આ આપણને સીમાવર્તી ગામડાઓમાં ખાસ અનુભવાય છે. અને એટલા માટે ઉદ્દેશ્ય એ હતો કે દેશના અલગ-અલગ જિલ્લાના યુવાનો હિમાચલ, ઉત્તરાખંડ અને લદાખના ગામડાઓની યાત્રા કરે. ત્યાં લોકો કેવી રીતે રહે છે? ખાનપાન કેવું છે? કામકાજ, સંસ્કૃતિ, જીવન વ્યવહાર આ બધી વાતો શું છે? પડકારો શું છે? દેશના પ્રથમ ગામમાં બેઠેલા લોકો દેશની સુરક્ષા માટે કેટલા જાગરૂક છે? દેશના અન્ય ભાગોથી તેમનો લગાવ, નિકટતા કેટલી છે? આ બધી બાબતોનો અનુભવ મારા દેશના નવજુવાનોને મળે. આ અમારો ઉદ્દેશ્ય હતો. અને જે ઉત્સાહ આખા દેશના યુવાનોમાં દેખાયો, તે અદ્ભુત છે. લગભગ 3 લાખ યુવાનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને તેમાંથી 400 થી વધુ યુવાનોની પસંદગી થઈ. આપ સૌ એક સપ્તાહ સુધી આ દૂર-સુદૂરના ગામડાઓમાં રહ્યા. અજાણી જગ્યા હતી તમારા માટે. તમે ત્યાંના જીવનને જીવવાનો પ્રયાસ કર્યો. તમે તેની અંદર ભળી ગયા. પોતાની સંસ્કૃતિને ત્યાંની સંસ્કૃતિ સાથે જોડી, કનેક્ટ કરી. એક ભારત શ્રેષ્ઠ ભારતનું આનાથી અને આનાથી ઉત્તમ ઉદાહરણ કદાચ જ કોઈ બીજું હોઈ શકે.

 

સાથીઓ, આજનો આ કાર્યક્રમ મારા માટે ખૂબ ખાસ એટલા માટે પણ છે કારણ કે જ્યારે હું સરકાર અને રાજનીતિના જીવનથી દૂર હતો, ત્યારે મને આવા સીમાવર્તી ગામડાઓમાં ઘણી વાર જવાનો મને અવસર મળ્યો છે. ત્યાંના લોકો સાથે મારી ઓળખાણ પણ રહેતી હતી. ઘણા ગામડાઓ સાથે તો મારો સંપર્ક ખૂબ લાંબા સમય સુધી બનેલો રહ્યો હતો. જ્યારે સરકારમાં આવ્યો તો પણ હું સીમાવર્તી ગામડાઓમાં તક મળતા જ ચોક્કસ એ તકને છોડતો નથી. આપ સૌને ખબર છે દિવાળીનો તહેવાર તો હું, સીમા પર જઈને, બોર્ડર પર જઈને, આપણા દેશની સુરક્ષા કરનારા આપણા વીર સૈનિકો સાથે જ ઉજવું છું અને આ ક્રમ તો મારો 25 વર્ષથી ચાલી રહ્યો છે. હજુ આ યાત્રાનો હિસ્સો રહેલા જે સાથીઓ સાથે મારી વાત થઈ, તેમાંથી પણ ઘણા ગામડાઓ એવા છે જ્યાં હું પહેલાં જઈ ચૂક્યો છું અને આપ જ્યારે ત્યાંનું વર્ણન કરી રહ્યા હતા તો મને એ જૂની બધી બાબતો નજરે આવી રહી હતી. મારી જેમ આપ સૌનો પણ અનુભવ ખૂબ શાનદાર રહ્યો. કોઈકે ઊંચી પર્વતમાળાઓનો રોમાંચ જણાવ્યો. કોઈ સીમાંત ગામડાઓના લોકોના સ્નેહ અને પોતાપણાંથી પ્રભાવિત હતું. કોઈકે ત્યાંના બાળકોના સપનાઓને નજીકથી જોયા. તો કોઈ આપણી સેનાના અદ્ભુત સાહસ અને શિસ્તનું સાક્ષી બન્યું. એટલે કે વિકસિત વાઇબ્રન્ટ વિલેજનો આ આખો અનુભવ ખૂબ શાનદાર રહ્યો. સંયોગથી આજે કારગિલ વિજય દિવસ પણ છે. આપમાંથી અનેક સાથીઓએ કારગિલની આસપાસના વિસ્તારને પણ જોયો. ત્યાં કેટલી પડકારજનક પરિસ્થિતિઓમાં આપણા શૂરવીરોએ વિજયનો પતંગ લહેરાવ્યો હતો. આ પણ તમે જોયું છે. હું આપ સૌને આ કાર્યક્રમમાં હિસ્સો બનવા માટે, શાનદાર અનુભવ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ, વિકસિત ગામ વિકસિત ભારતની આધારશિલા છે. વિકસિત ભારતના નિર્માણની યાત્રા સતત ચાલી રહી છે. અને આમાં આપ સૌ યુવા સાથીઓની મોટી ભૂમિકા છે. એટલા માટે જ્યારે દેશનો યુવાન જમીન સાથે જોડાય છે તો તે વિકસિત ભારતના વિઝનને વધુ વ્યાપક બનાવે છે. આ યુવા મનમાં દેશ માટે જીવવા, દેશ માટે કંઈક કરવાના સંકલ્પને વધુ મજબૂતી આપે છે.

સાથીઓ, આ અભિયાનમાં તમે અનુભવ કર્યો હશે કે બોર્ડરના ગામડાઓનું જીવન કેટલું કઠિન હોય છે. પરંતુ દરેક કઠિનતા છતાં સીમાવર્તી ગામડાઓના લોકો દેશભક્તિને પળ પળ જીવે છે. કેટલાક વર્ષો પહેલાં સુધી તો બોર્ડરના ગામડાઓને અંતિમ ગામ કહીને પોતાના હાલ પર છોડી દેવામાં આવ્યા હતા. આ ગામડાઓમાં રસ્તો, વીજળી, પાણી, શાળા, હોસ્પિટલ એવી દરેક પ્રાથમિક સુવિધાઓનો અભાવ હતો. શક્ય છે કે તમે પણ એવી અનેક વાર્તાઓ ત્યાંના લોકો પાસેથી સાંભળી હશે. પહેલાંના હાલ તેમણે જણાવ્યા હશે અને આપણને આના પર ગર્વ હોવો જોઈએ કે એવી પરિસ્થિતિઓમાં પણ સીમાવર્તી ગામડાઓના લોકોની દેશભક્તિ ક્યારેય પણ રજ માત્ર પણ નબળી પડી નથી.

એટલા માટે સાથીઓ, અમારી સરકારે આ સીમાવર્તી ગામડાઓને દેશનું પ્રથમ ગામ માન્યું. એ પ્રથમ ગામ જ્યાં સવારનું પહેલું કિરણ ભારતનું અભિવાદન કરે છે અને જ્યાં છેલ્લું કિરણ ગુડ નાઇટ કહીને વિદાય લે છે. જ્યાં સૌથી પહેલાં તિરંગો પવન સાથે સંવાદ કરે છે. જ્યાંથી દુનિયા ભારતને પહેલી વાર જુએ છે. આ વિચાર બદલવાનું જ પરિણામ છે કે આજે અમારો સીમાંત વિસ્તાર બદલાઈ રહ્યો છે. ઘણા ગામડાઓમાં આઝાદી પછી પહેલી વાર વીજળી પહોંચી, પહેલી વાર રસ્તો પહોંચ્યો, પહેલી વાર ઘરમાં નળથી જળ પહોંચ્યું, પહેલી વાર ઘરમાં ગેસ કનેક્શન પહોંચ્યું. શહેરોમાં આ સામાન્ય સુવિધાઓ લાગે છે. પરંતુ ત્યાંના લોકો માટે આ જીવન બદલી નાખનારી સુવિધાઓ છે. આના કારણે ત્યાં ખેડૂત, બાગાયતદારનું જીવન બદલાઈ રહ્યું છે. ફળ, શાકભાજી મોટી-મોટી મંડીઓ સુધી પહોંચાડવા સરળ થયા છે. સારા જોડાણને કારણે હવે જીવન અટકતું નથી. નોનસ્ટોપ ચાલે છે. અને તમે એ પણ જોયું હશે કે આજે દૂર-સુદૂરના આ ગામડાઓમાં પણ ઉત્કૃષ્ટ ઇન્ટરનેટ જોડાણ છે. આપ જે સાથીઓએ જણાવ્યું કેટલી ખુશીથી બતાવી રહ્યા હતા.

સાથીઓ, આવી જ દરેક સુવિધાનો એક બીજો ફાયદો થયો છે. આજે આ વિસ્તારોમાં પ્રવાસન પણ ફૂલી-ફાલી રહ્યું છે. જે ગામડાઓ ઉજ્જડ થઈ ગયા હતા, આજે ત્યાં ફરીથી ચેહલ-પહેલ થવા લાગી છે. દીકરીઓ શાળા, કોલેજ જાય છે. સારા અભ્યાસ અને સારી કમાણીનો માહોલ પણ બની રહ્યો છે. અને વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ સીમાવર્તી ગામડાઓના આ વિકાસને વધુ ગતિ આપી રહ્યો છે.

સાથીઓ, વિકસિત વાઇબ્રન્ટ વિલેજની આ યાત્રા સહુને જોડવા અને સહુથી જોડાવાનું જ એક સશક્ત માધ્યમ છે. અને હવે આપ સૌની જવાબદારી વધુ વધી ગઈ છે. તમારી આ યાત્રા યુનિટી થ્રુ પાર્ટિસિપેશન(ભાગીદારી થી એકતા)ની યાત્રા છે. ભારતનો યુવાન જેટલો વધુ ભારતના સીમાવર્તી ગામડાઓને જાણશે, એટલો જ તે ભારતને સરળતાથી જાણશે, તે ભારતના ખૂણે-ખૂણા સાથે સરળતાથી જોડાશે અને આ પ્રયાસો નવી મજબૂતીનું કારણ બનશે. આપ પણ જરા યાદ કરો, આ ગામડાઓના ઘર તમારા માટે તમે જોયું હશે કે કોઈ અલગ ગેસ્ટ હાઉસ નહોતું, કોઈ હોટેલ નહોતી. આ માત્ર ગામ, આખું ગામ એક રીતે મહેમાનગતિ કરી રહ્યું હતું. પરંતુ તમે જોયું હશે કે તમારું માત્ર ગામમાં રહેવાનું થયું એટલું જ નહીં. તમારા માટે આ મુલાકાત ગામના જીવન સાથે જોડાવાની યાત્રા એક રીતે સંસ્કૃતિની પાઠશાળા પણ બની ગઈ. ત્યાં તમને સુવિધાઓથી પણ વધુ સંતોષ અને સન્માન મળ્યું. આપ જે કંઈ પણ અનુભવ કરીને આવ્યા છો, તે કોઈ વર્ગખંડમાં શીખવા નહીં મળે. એટલા માટે આપ સૌએ જે અનુભવ કર્યો છે તેને આપ અન્ય યુવાનોને શેર કરો. તેમને પણ પ્રેરિત કરો કે વધુમાં વધુ સંખ્યામાં આપણા યુવાનો બોર્ડરના ગામડાઓની મુલાકાત લે. જેટલા વધુ યુવાનો ત્યાં જશે, ત્યાં રહેશે, તો તેઓ દેશને જોશે, દેશને સમજશે અને જ્યારે લોકો ગામડાઓમાં જવાનું શરૂ કરશે, તો પછી એ ગામડાઓમાં સુવિધાઓ પણ વધુ ઝડપથી પહોંચશે.

 

સાથીઓ, અમારી સરકાર આ સીમાવર્તી ગામડાઓમાં પ્રવાસનને ખૂબ પ્રોત્સાહિત કરી રહી છે. આપ સરકારના આ પ્રયાસોને વિસ્તાર આપી શકો છો. મારો આગ્રહ છે કે આપમાંથી દરેક યુવા સાથી ઓછામાં ઓછા 100 યુવાનોને પોતાના અનુભવ ચોક્કસ શેર કરે. જે વિસ્તારમાં આપ રહી રહ્યા છો, ત્યાંના લોકોના સંપર્કમાં રહો. આપે જો કોઈ તસવીરો ત્યાં લીધી છે, ત્યાંના વીડિયો બનાવ્યા છે, તો તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખૂબ શેર કરો. એ ગામડાઓના જે કન્ટેન્ટ ક્રિએટર્સ પણ છે, તેમની સાથે જોડાણ કરીને આપ કુદરત અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરી શકો છો. ત્યાં આપે કોઈ સ્થાનિક ઉત્પાદન જોયું હોય, તેને આપ પોતાના વિસ્તારમાં કેવી રીતે પ્રોત્સાહિત કરી શકો છો, આ વિશે વિચાર કરો. ઇન્ટરનેટ પર જાણકારીઓ તો ખૂબ હોય છે. પરંતુ આપ આ ગામડાઓની સાચી જાણકારીઓ શેર કરી શકો છો. આપ હવે જાતે પણ પોતાના મિત્રો સાથે, પોતાના પરિવાર સાથે આ ગામડાઓમાં ફરવા માટે જાઓ અને હું તો શાળા, કોલેજ, યુનિવર્સિટીને પણ કહીશ કે આપ બોર્ડર વિલેજના શૈક્ષણિક પ્રવાસ પણ આયોજિત કરી શકો છો.

 

સાથીઓ, મારો હંમેશાંથી જ આ દ્રઢ વિશ્વાસ રહ્યો છે કે ભારતના આપ જેવા નવજુવાનો 21મી સદીની દુનિયાને આકાર આપનારા છો. ભારતના યુવાનની આ જ સાચી નિયતિ છે. આજનો યુવાન વિકસિત ભારતની ઊર્જા પણ છે અને વિકસિત ભારતનો સૌથી મોટો લાભાર્થી પણ છે. એટલા માટે યુવા શક્તિ જ્યારે દેશના પડકારો અને ઉકેલો સાથે સીધી જોડાશે, તો ભવિષ્ય ચોક્કસ જ ઉજ્જવળ હશે. આ જ ભાવના સાથે આપ સૌને ફરીથી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. ખૂબ-ખૂબ ધન્યવાદ.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indias wind turbine exports jumped 50% in FY26, further growth expected: IWTMA CEO

Media Coverage

Indias wind turbine exports jumped 50% in FY26, further growth expected: IWTMA CEO
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 9 સપ્ટેમ્બર 2026
September 09, 2026

Viksit Bharat Express: How PM Modi’s Reforms Are Supercharging India’s Economy and Infrastructure