શેર
 
Comments
I urge everyone to eliminate single-use plastics from their lives as a tribute to Gandhiji on his upcoming 150th birth anniversary: PM Modi
India has always inspired the world on environmental protection and now is the time India leads the world by example and conserve our environment: PM Modi
The development projects launched today will boost tourism in Mathura and also strengthen the local economy: PM Modi

ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની આહ્લાદિની શક્તિ શ્રી રાધાજીના જન્મની સાક્ષી પવિત્ર વ્રજભૂમિની પવિત્ર માટીને પ્રણામ કરું છું. અહિયાં આવેલા તમામ બ્રજવાસીઓને મારા રાધે રાધે.

 

વિશાળ સંખ્યામાં આવેલા મારા વ્હાલા ખેડૂત ભાઈ બહેનો, પશુપાલક ભાઈ બહેનો, આપ સૌને ફરી એકવાર રાધે રાધે.

 

નવા જનાદેશ પછી કાન્હાની નગરીમાં પહેલી વાર આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મથુરા અને સમગ્ર ઉત્તર પ્રદેશના ભરપુર આશિર્વાદ એક વાર ફરી મને અને મારા તમામ સાથીઓને મળ્યા છે. તેની માટે તમારા આ સહયોગની માટે, દેશ હિતમાં નિર્ણય કરવા માટે, હું તમારી સામે આજે આ વ્રજની ભૂમિ પરથી મસ્તક ઝુકાવું છું, તમારો આભાર વ્યક્ત કરું છું. આપ સૌના આદેશને અનુરૂપ વીતેલા સો દિવસોમાં અમે અભૂતપૂર્વ કામ કરીને બતાવ્યું છે. મને વિશ્વાસ છે કે દેશના વિકાસ માટે તમારું આ સમર્થન અને સહયોગ સતત મળતો રહેશે.

 

સાથીઓ, વ્રજભૂમિએ હંમેશાથી જ સમગ્ર દેશને, સંપૂર્ણ વિશ્વને, સંપૂર્ણ માનવતાને, જીવનને પ્રેરિત કરી છે. આજે સમગ્ર વિશ્વ પર્યાવરણ સંરક્ષણ માટે, વૃક્ષો છોડવાઓને બચાવવા માટે આખી દુનિયામાં રોલ મોડલ શોધી રહ્યું છે, પરંતુ ભારતની પાસે ભગવાન શ્રી કૃષ્ણ જેવા પ્રેરણા સ્રોત હંમેશાથી રહ્યા છે. જેમની કલ્પના જ પર્યાવરણ પ્રેમ વિના અધુરી છે.

તમે જરા વિચારો, કાલિન્દી, જેને આપને યમુના કહીને બોલાવીએ છીએ, વૈજયંતી માળા, મયુર પંખ, વાંસની વાંસળી, કદંબનો છાયો અને હર્યું ભર્યું ઘાસ ચરતી તેમની ધેનું, શું આના વિના શ્રી કૃષ્ણની તસ્વીર પૂરી થઇ શકે છે ખરી. થઇ શકે છે ખરી? શું દૂધ, દહીં, માખણ વગર બાળ ગોપાલની કલ્પના કોઈ કરી શકે છે ખરું? કરી શકે છે?

સાથીઓ, પ્રકૃતિ, પર્યાવરણ અને પશુધન વિના જેટલા અધૂરા આપણા પોતાના આરાધ્ય જોવા મળે છે તેટલી જ અધુરપ આપણને ભારતમાં પણ જોવા મળશે.

 

પર્યાવરણ અને પશુધન હંમેશાથી જ ભારતના આર્થિક ચિંતનનો ખુબ જ મહત્વપૂર્ણ હિસ્સો રહ્યું છે. એ જ કારણ છે કે ભલે સ્વચ્છ ભારત હોય, જળ જીવન મિશન હોય કે પછી કૃષિ અને પશુપાલનને પ્રોત્સાહન, પ્રકૃતિ અને આર્થિક વિકાસમાં સંતુલન બનાવીને જ આપણે સશક્ત અને નવા ભારતના નિર્માણની તરફ આગળ વધી રહ્યા છીએ.

 

ભાઈઓ અને બહેનો, આ જ ચિંતનને આગળ વધારતા આજે અનેક મોટા સંકલ્પ અમે અહિયાં લાવ્યા છીએ. અને હું માનું છું કે દેશના કોટી કોટી પશુઓ માટે, પર્યાવરણ માટે, પર્યટન માટે આવો કાર્યક્રમ આરંભ કરવા માટે વ્રજભૂમિથી વધુ સારું હિન્દુસ્તાનમાં કોઈ સ્થાન ન હોય શકે.

 

થોડા સમય પહેલા ‘સ્વચ્છતા જ સેવા અભિયાન’ની શરૂઆત કરવામાં આવી છે. રાષ્ટ્રીય પશુ રોગ તે નિયંત્રણ કાર્યક્રમને પણ શરુ કરવામાં આવ્યો છે. પશુઓના સ્વાસ્થ્ય, સંવર્ધન, પોષણ અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલ કેટલીક અન્ય યોજનાઓ પણ શરુ કરવામાં આવી છે.

 

તે સિવાય, મથુરાના માળખાગત બાંધકામ અને પર્યટન સાથે જોડાયેલ અનેક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ આજે થયા છે. આ યોજનાઓ, પરિયોજનાઓ માટે તમને ખુબ ખુબ શુભકામનાઓ, ખુબ ખુબ અભિનંદન. અને મારી માટે પ્રસન્નતાનો વિષય છે કે આજે હિન્દુસ્તાનના તમામ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં તે તે ક્ષેત્રના હજારો ખેડૂત એક એક કેન્દ્ર પર એકઠા થઈને આ સમગ્ર પરિદ્રશ્યનો અનુભવ કરી રહ્યા છે. કોટી કોટી ખેડૂતો અને પશુપાલકો આજે વ્રજભૂમિની સાથે ટેકનોલોજી વડે સીધા જોડાયા છે. તેમને પણ હું નમન કરું છું. તેમને પણ શુભકામનાઓ આપું છું.

 

સાથીઓ, હમણાં થોડાક દિવસો પછી આપણો દેશ મહાત્મા ગાંધીની 150મી જયંતીનું પર્વ ઉજવશે. મહાત્મા ગાંધીનો પ્રકૃતિ પ્રત્યે, સ્વચ્છતા પ્રત્યે જે આગ્રહ હતો તેમાંથી શીખવું, પોતાના જીવનમાં ઉતારવું એ આપણા સૌ ભારતીયોની ફરજ છે. અને તેમને આ જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાચી શ્રદ્ધાંજલિ પણ છે. મહાત્મા ગાંધી 150, આ તે પ્રેરણાનું વર્ષ છે, સ્વચ્છતા એ જ સેવાની પાછળ પણ આ જ ભાવના જોડાયેલ છે. આજથી શરુ થઇ રહેલા આ અભિયાનને આ વખતે ખાસ રૂપે પ્લાસ્ટિકના કચરામાંથી મુક્તિ અપાવવા માટે સમર્પિત કરવામાં આવ્યું છે.

ભાઈઓ અને બહેનો, પ્લાસ્ટિકથી થનારી સમસ્યા સમયની સાથે ગંભીર થતી જઈ રહી છે. આપ બ્રજવાસી તો સારી રીતે જાણો છો કે કઈ રીતે પ્લાસ્ટિક પશુઓના મૃત્યુનું કારણ બની રહ્યું છે. એ જ રીતે નદીઓ, ઝરણાઓ, તળાવોમાં રહેનારા પ્રાણીઓનું ત્યાંની માછલીઓનું પ્લાસ્ટિક ગળી ગયા બાદ જીવિત રહેવું મુશ્કેલ થઇ જાય છે. એટલા માટે હવે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે એવું પ્લાસ્ટિક જેને એક વાર ઉપયોગ કરીને આપણે ફેંકી દઈએ છીએ તેનાથી છુટકારો પ્રાપ્ત કરવો જ પડશે. આપણે એ પ્રયાસ કરવાનો છે કે આ વર્ષે 2 ઓક્ટોબર સુધી આપણા ઘરોને, આપણી ઓફિસોને, આપણા કાર્યક્ષેત્રોને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરીએ.

 

હું દેશભરમાં, ગામડે ગામડે, કામ કરી રહેલા પ્રત્યેક સ્વ સહાય જૂથોને, સિવિલ સોસાયટીને, સામાજિક સંગઠનોને, યુવા મંડળોને, મહિલા મંડળોને, ક્લબોને, શાળા અને કોલેજોને, સરકારી અને ખાનગી સંસ્થાઓને, દરેક વ્યક્તિ, દરેક સંગઠનને આ અભિયાનમાં જોડાવા માટે હૃદયપૂર્વક ખુબ ખુબ આગ્રહ કરું છું. તમારા સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે આ કરવું જ પડશે. તમે પ્લાસ્ટિકનો જે કચરો એકત્રિત કરશો તેને ઉપાડી જવાની વ્યવસ્થા શાસન કરશે અને પછી તેને રીસાયકલ કરવામાં આવશે. જે કચરો રીસાયકલ નથી થઇ શકતો તેને સિમેન્ટ ફેકટરીઓમાં, કે પછી રસ્તાઓ બનાવવામાં કામમાં લેવામાં આવશે.

 

ભાઈઓ અને બહેનો, હમણાં થોડા સમય પહેલા મને કેટલીક એવી મહિલાઓને મળવાનો અવસર મળ્યો છે જેઓ જુદા જુદા પ્રકારના પ્લાસ્ટિકને અલગ અલગ છુટા પાડે છે. આ પ્લાસ્ટિકનો મહત્તમ ભાગ રીસાયકલ કરી દેવામાં આવે છે. તેનાથી આ મહિલાઓને આવક પણ થઇ રહી છે. હું સમજુ છું કે આ પ્રકારનું કામ ગામડે ગામડે કરવાની જરૂર છે. વેસ્ટમાંથી વેલ્થ એટલે કે કચરામાંથી કંચનની આ વિચારધારા જ આપણા પર્યાવરણની રક્ષા કરશે. આપણી આસપાસના વાતાવરણને સ્વચ્છ બનાવશે.

સાથીઓ, સ્વચ્છતા એ જ સેવા અભિયાનની સાથે કેટલાક પરિવર્તનો આપણે આપણી આદતોમાં પણ કરવા પડશે. હું આ વિષયમાં તમને લાલ કિલ્લા ઉપરથી જણાવી ચુક્યો છું. આજે ફરી આ વિષયને ઉઠાવી રહ્યો છું. આપણે એ નિર્ધારિત કરવાનું છે કે આપણે જ્યારે પણ દુકાનમાં, બજારમાં, શાકભાજી લેવા, કઈ પણ ખરીદી કરવા માટે જઈએ તો સાથે આપણી થેલી, થેલો, બેગ જરૂરથી લઇને જઈએ. કપડાની હોય, કંતાનની હોય પણ જરૂરથી લઇ જઈએ. પેકિંગ માટે દુકાનદાર પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો કરે, તે પણ આપણે ધ્યાન રાખવું પડશે. હું તો તેની પણ તરફદારી કરું છું કે સરકારી કચેરીઓમાં, સરકારી કાર્યક્રમોમાં પણ પ્લાસ્ટિકની બોટલોના બદલે ધાતુ કે માટીના વાસણોની વ્યવસ્થા કરવામાં આવે.

 

સાથીઓ, જ્યારે પર્યાવરણ સ્વચ્છ રહે છે, આસપાસ ગંદકી નથી રહેતી તો તેનો સીધો અને હકારાત્મક પ્રભાવ સ્વાસ્થ્ય ઉપર પણ જોવા મળે છે. હું યોગીજીની સરકારની પ્રશંસા કરીશ કે તેઓ સ્વચ્છતા અને સ્વાસ્થ્યને લઇને ખુબ જ ગંભીરતાથી કામ કરી રહ્યા છે. તે તેમની સરકારના પ્રયાસોનું જ પરિણામ છે અને જેનું હમણાં વિસ્તારથી વિવરણ યોગીજીએ આપ્યું, મસ્તિષ્કના જ્વરના લીધે, તે તાવના કારણે અને સંસદનું એક પણ એવું સત્ર એવું નહોતું જતું જ્યારે યોગીજી સંસદના સભ્ય હતા, આ મુદ્દા ઉપર દર્દનાક કથા સંભળાવીને દેશને જગાડવાનો પ્રયત્ન કરતા હતા. હજારો બાળકો મરતા રહેતા હતા, જ્યારે યોગીજીની સરકાર બની, હજુ તો શરૂઆત જ હતી પરંતુ તે જ મોતને લઈને જે યોગીજીએ, જે બીમારીની વિરુદ્ધમાં જિંદગીભર લડાઈ લડી, સંસદને જગાડી, દેશને જગાડ્યો, કેટલાક હિતધારકોએ તે બધા જ પ્રસંગોને, જૂની વાતોને ભૂલીને તેમના જ માથા ઉપર મઢી દીધું. પરંતુ યોગીજી ડગ્યા નહી, ડર્યા નહી. જે મુદ્દાને લઈને તેઓ ૩૦-40 વર્ષથી સતત કામ કરી રહ્યા હતા તેને તેમણે છોડ્યો નહી અને અત્યારે જે આંકડાઓ તેઓ આપી રહ્યા હતા તે આંકડાઓ, હું નથી જાણતો કે મીડિયાના ધ્યાનમાં તે આવશે કે નહી આવે. પરંતુ દેશે જરૂરથી ધ્યાન આપવું જોઈએ કે આ પ્રકારે જે ગંભીર બીમારી, જેનું મૂળ કારણ ગંદકી અને આપણે આપણા હજારો બાળકો ગુમાવી દીધા. ખાસ્સી માત્રામાં સફળતાની સાથે યોગીજીની સરકાર આગળ વધી રહી છે. હું તેમને આ માનવતાના પવિત્ર કાર્યમાં સ્વચ્છતા પર ભાર મૂકીને બાળકોનું જીવન બચાવ્યું છે તેની માટે તેની સાથે સંકળાયેલા દરેકને નાગરિકોને, પરિવારોને, સંસ્થાઓને, સરકારને, પ્રત્યેકને અભિનંદન આપું છું. અને એક રીતે આભાર વ્યક્ત કરું છું.

 

સાથીઓ, પર્યાવરણ અને સ્વાસ્થ્ય સાથે જ જોડાયેલ એક વિષય છે જળસંકટ અને જળસંકટનો ઉપાય છે જળ જીવન મિશન. આ મિશન અંતર્ગત જળ સંરક્ષણ અને દરેક ઘરે જળ પહોંચાડવા ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. જળ જીવન મિશનનો બહુ મોટો લાભ આપણા ગામડાઓમાં રહેનારા લોકોને મળશે, ખેડૂતોને મળશે અને સૌથી મોટી વાત આપણી માતાઓ, બહેનોને સુવિધા મળશે. પાણી પર ખર્ચ ઓછો થવાનો સીધો અર્થ છે કે તેમની બચત પણ વધશે.

સાથીઓ, ખેડૂતોની આવક વધારવામાં પશુપાલન અને બીજા વ્યવસાયોની પણ ઘણી મોટી ભૂમિકા છે. પશુપાલન હોય, મત્સ્ય ઉછેર હોય, મરઘા ઉછેર હોય કે મધમાખીનું પાલન, તેની ઉપર કરવામાં આવતું રોકાણ, વધુ કમાણી કરાવે છે. તેના માટે વીતેલા 5 વર્ષોમાં કૃષિ સાથે જોડાયેલ અન્ય વિકલ્પો પર અમે અનેક નવા દ્રષ્ટિકોણ સાથે આગળ વધ્યા છીએ. પશુધનની ગુણવત્તા અને સ્વાસ્થ્યથી લઈને ડેરી ઉત્પાદનોની વિવિધતાને વિસ્તાર આપવા માટે જે પણ જરૂરી પગલા હતા તે ઉઠાવવામાં આવ્યા છે. દુધાળા પશુઓની ગુણવત્તાની ખાતરી કરવા માટે પહેલા રાષ્ટ્રીય ગોકુલ મિશન શરુ કરવામાં આવ્યું અને આ વર્ષે દેશભરના પશુઓની યોગ્ય દેખરેખ માટે કામધેનુ આયોગ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જ નવા દ્રષ્ટિકોણનું પરિણામ છે કે પાંચ વર્ષ દરમિયાન દૂધ ઉત્પાદનમાં લગભગ સાત ટકાની વૃદ્ધિ થઇ છે. સાથે જ ખેડૂતો, પશુ પાલકોની આવકમાં તેનાથી લગભગ 13 ટકાની સરેરાશ વૃદ્ધિ નોંધવામાં આવી છે.

 

અને હું મારો એક અનુભવ કહું તો આફ્રિકામાં એક નાનકડો દેશ છે રવાંડા. હું ગયા વર્ષે ત્યાં ગયો હતો અને ત્યાં, અહિયાં જે ખબરો આવી તેને લઇને કેટલાક લોકોએ તોફાન પણ મચાવી દીધું હતું કે મોદીજીએ રવાંડામાં જઈને અઢીસો ગાય ભેટ આપવાનો કાર્યક્રમ કર્યો પરંતુ દેશની સમક્ષ આખી વાત લાવવામાં આવી નહી. રવાંડા જેવો દેશ, આફ્રિકાનો દેશ ત્યાં આગળ એક અદ્ભુત યોજના ચાલી રહી છે. ત્યાની સરકાર રવાંડામાં ગામની અંદર ગાય ભેટ આપે છે લોકોને અને પછી તેમનું જે પહેલું વાછરડું થાય છે તો નિયમ છે કે તે સરકાર પાછું લઇ લે છે અને જેની પાસે ગાય નથી તેને તે વાછરડું ભેટ આપી દેવામાં આવે છે. આ આખી શ્રુંખલા ચાલતી રહે છે અને તેમનો પ્રયાસ છે કે રવાંડાના ગામડામાં દરેક ઘરની પાસે ગાય, પશુપાલન, દૂધ ઉત્પાદન અને તેમના અર્થતંત્રનો આધાર બને. ખુબ સુંદર રીતે તેમણે આનું આયોજન કર્યું છે. અને મને પણ રવાંડાના ગામમાં જવાનો અવસર મળ્યો. આ યોજનાનું ઉદ્ઘાટન કરવાનો અવસર મળ્યો અને ત્યાં કઈ રીતે ગામડાના જીવનમાં પશુપાલન અને ખાસ કરીને ગાયના દૂધ દ્વારા રોજીરોટી કમાવાનું આખું નેટવર્ક ઉભું કરી દેવામાં આવ્યું છે. હું મારી આંખે જોઈને આવ્યો છું. પરંતુ આપણા દેશનું દુર્ભાગ્ય છે, કેટલાક લોકોના કાને જો ‘ઓમ’ શબ્દ પડે છે તો તેમના વાળ ઉભા થઇ જાય છે, ‘ગાય’ શબ્દ પડે છે તો તેમના વાળ ઉભા થઇ જાય છે, તેમને લાગે છે કે દેશ સોળમી સત્તરમી સદીમાં જતો રહ્યો છે. આવું જ્ઞાન દેશને બરબાદ કરનારાઓએ, બરબાદ કરવામાં કઈ જ બાકી નથી રાખ્યું. અને એટલા માટે આપણા ભારતના ગ્રામીણ જીવનની અર્થવ્યવસ્થામાં પશુધન ખુબ મુલ્યવાન બાબત છે. કોઈ કલ્પના કરે કે શું પશુધન વગર અર્થવ્યસ્થા ચાલી શકે ખરી, શું ગામડા ચાલી શકે ખરા, ગામડાના પરિવારો ચાલી શકે ખરા, પરંતુ ખબર નહી કેટલાક શબ્દો સાંભળતા જ કરંટ લાગી જાય છે કેટલાક લોકોને.

 

સાથીઓ, પશુધનને લઈને સરકાર કેટલી ગંભીર છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય તેમ છે કે સરકાર બન્યા પછી સો દિવસમાં જે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાંથી એક પશુઓના રસીકરણ સાથે જોડાયેલ છે. આ અભિયાનને વિસ્તાર આપતા રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ અને કૃત્રિમ ગર્ભધારણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.

સાથીઓ, આપ સૌ સારી રીતે જાણો છો કે પશુધનનું બીમાર પડવું એ કેટલો મોટો ઝટકો હોય છે. આપણા પશુઓ વારે વારે બીમાર ના થાય તેમના ઈલાજ પર ખેડૂતોને કારણ વિના ખર્ચ ના કરવો પડે, પશુપાલકે ખર્ચ ના કરવો પડે, તે જ વિચારધારાની સાથે આજે 13 હજાર કરોડ રૂપિયાના એક મોટા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. એફએમડી, એટલે કે ફૂટ એન્ડ માઉથ ડીઝીઝ તેનાથી મુક્તિ. સમગ્ર ભારત આ બીમારીથી પશુઓને મુક્ત કરે તેનું એક વ્યાપક અભિયાન અમે શરુ કરી રહ્યા છીએ.

 

એફએમડી, એટલે કે ફૂટ એન્ડ માઉથ ડીઝીઝ એટલે કે આપણા ઉત્તર પ્રદેશના ગામડાઓમાં કેટલાક વિસ્તારોમાં તેની માટે શબ્દપ્રયોગ થાય છે મુંહપકા. આ મુંહપકા જે બીમારી છે તે બીમારીથી મુક્તિનું આ અભિયાન છે. અને તમને નવાઈ લાગશે દુનિયાના કેટલાય દેશોએ આ કામને પોતાના દેશમાં અભિયાન ચલાવીને પશુઓને આ બીમારીમાંથી મુક્તિ અપાવી દીધી છે. કેટલાય નાના નાના દેશો ગરીબ દેશો તેમણે આ કામ કરી નાખ્યું છે. પરંતુ દુર્ભાગ્યે આટલી સરકારો આવીને ગઈ. આ અભિયાનને લીધા વિના આપણે પરિણામ પ્રાપ્ત ના કરી શક્યા.

 

દુનિયાના ગરીબ, નાના દેશ જો પશુને મુસીબતમાંથી બહાર કાઢી શકે છે તો શ્રી કૃષ્ણની ધરતી પર કોઈ પશુ આવી મુસીબતમાં જીવવું ના જોઈએ અને તેનાથી મુક્તિ માટે 51 કરોડ ગાય, ભેંસ, ઘેટા બકરા અને ભૂંડને વર્ષમાં બે વાર રસી આપવામાં આવશે. એટલું જ નહી જે પશુઓનું રસીકરણ થઇ જશે તેમને પશુ આધાર એટલે કે યુનિક આઈડી આપીને કાનોમાં ટેગ લગાવવામાં આવશે. પશુઓને રીતસરના સ્વાસ્થ્ય કાર્ડ પણ જાહેર કરવામાં આવશે.

 

ભાઈઓ બહેનો, આ કાર્યક્રમોનો ઉદ્દેશ્ય બિલકુલ સ્પષ્ટ છે આપણું પશુધન સ્વસ્થ રહે, પોષિત રહે અને પશુઓની નવી અને શ્રેષ્ઠ જાતોનો વિકાસ થાય, તે જ રસ્તા પર ચાલીને આપણા પશુપાલકોની આવક પણ વધશે. આપણા બાળકોને યોગ્ય માત્રામાં દૂધ પણ ઉપલબ્ધ થશે અને દુનિયાના સૌથી મોટા દૂધ ઉત્પાદકના રૂપમાં ભારતની ઓળખ પણ બનેલી રહેશે.

 

ભાઈઓ અને બહેનો, ભારતના ડેરી ક્ષેત્રને વિસ્તૃત કરવા માટે, આપણે નવીનીકરણની જરૂર છે, નવી ટેકનોલોજીની જરૂર છે. આ નવીનીકરણ આપણા ગ્રામિણ સમાજમાંથી પણ આવે, એટલા માટે આજે સ્ટાર્ટ અપ ગ્રાન્ડ ચેલેન્જ, હું ખાસ કરીને નવયુવાનોને કહું છું. બેંગ્લોર, હૈદરાબાદમાં સ્ટાર્ટ અપ પર કામ કરનારા દેશના હોનહાર નવયુવાનોને પણ ખાસ કરીને કહું છું, આઈઆઈટીમાં ભણનારા તેજસ્વી વિદ્યાર્થીઓને પણ વિશેષ રૂપે કહું છું, આવો સ્ટાર્ટ અપ ગ્રાન્ડ ચેલેન્જની અંદર જેની આજે હું શરૂઆત કરી રહ્યો છું. તમે તેની સાથે જોડાવ અને આપણે સમાધાન શોધવાનું છે કે લીલા ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કઈ રીતે થાય, તેમને પણ પોષક આહાર કઈ રીતે મળે, પ્લાસ્ટિકની થેલીઓનો સસ્તો અને સુલભ વિકલ્પ કયો હોઈ શકે છે. આવા અનેક વિષયોનો ઉપાય આપનારા સ્ટાર્ટ અપ શરુ થવા જોઈએ, શરુ કરી શકાય તેમ છે અને ભારત સરકાર આજે તે ચેલેન્જને તમારી સામે લોન્ચ કરી રહી છે. આવો નવા નવા વિચારો લઈને આવો અને દેશની સમસ્યાઓનું સમાધાન દેશની માટીમાંથી જ નીકળશે, આ મારો વિશ્વાસ છે.

 

હું મારા યુવાન સાથીઓને આશ્વસ્ત કરું છું કે તેમના વિચારો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે, તેમને આગળ વધારવામાં આવશે અને જરૂરી રોકાણની વ્યવસ્થા પણ કરવામાં આવશે. તેનાથી રોજગારના અનેક નવા અવસર પણ તૈયાર થશે.

 

સાથીઓ, મથુરા સહિત આ સંપૂર્ણ વ્રજ ક્ષેત્ર તો અધ્યાત્મ અને આસ્થાનું સ્થાન છે. અહિયાં હેરીટેજ પ્રવાસનની અસીમ સંભાવનાઓ છે. મને ખુશી છે કે યોગીજીની સરકાર આ દિશામાં સક્રિયતાપૂર્વક કામ કરી રહી છે.

 

આજે મથુરા, નંદગામ, ગોવર્ધન, બરસાનામાં સૌન્દર્યીકરણ અને જોડાણ સાથે જોડાયેલ અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. અહિયાં બનનારી સુવિધાઓ માત્ર યુપી માટે જ નહી પરંતુ સમગ્ર દેશ માટે પ્રવાસનને ખુબ તાકાત આપનાર છે. વીતેલા 5 વર્ષોમાં પ્રવાસનને જે રીતે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તેનાથી ભારતની રેન્કિંગમાં ખુબ મોટો સુધારો આવ્યો છે. કેટલાક જ દિવસો પહેલા પ્રવાસનની વૈશ્વિક રેન્કિંગના પરિણામો આવ્યા છે. તેમાં ભારત 34માં નંબર પર પહોંચી ગયું છે, જ્યારે 2013માં ભારત 65માં નંબર પર હતું. ભારતની આ સુધરી રહેલી રેન્કિંગ એ વાતની પણ સાક્ષી છે કે આ ક્ષેત્રમાં પણ રોજગારના નવા અવસરો સતત બની રહ્યા છે.

 

સાથીઓ, 11 સપ્ટેમ્બરનો આજનો દિવસ એક અન્ય કારણથી વિશેષ છે કે એક સદી પહેલા આજના જ દિવસે સ્વામી વિવેકાનંદજીએ શિકાગોમાં પોતાનું ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. તે ભાષણના માધ્યમથી આખા વિશ્વએ હિન્દુસ્તાનની સંસ્કૃતિ, આપણી પરંપરાઓને વધુ ઊંડાણથી સમજી હતી. પોતાના સંબોધનમાં સ્વામી વિવેકાનંદજીએ વિશ્વ શાંતિ માટે ભારતનું દર્શનશાસ્ત્ર પણ સામે રજુ કર્યું હતું. પરંતુ દુર્ભાગ્ય જુઓ, તે જ 11 સપ્ટેમ્બરના રોજ 9/11ના દિવસે અમેરિકામાં આટલો મોટો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો કે દુનિયા હલી ગઈ.

 

ભાઈઓ અને બહેનો, આજે આતંકવાદ એક વિચારધારા બની ગઈ છે, જે કોઈ સરહદ સાથે બંધાયેલ નથી, તે એક વૈશ્વિક સમસ્યા છે, તે વૈશ્વિક શ્રદ્ધા બની ગઈ છે, જેના મજબૂત મૂળ આપણા પડોશમાં વિકસી રહ્યા છે. આ વિચારધારાને, આગળ વધારનારાઓને, આતંકવાદીઓને આશ્રય અને પ્રશિક્ષણ આપનારાઓની વિરુદ્ધ આજે સમગ્ર વિશ્વને સંકલ્પ લેવાની જરૂર છે, કડક કાર્યવાહીની જરૂર છે. ભારત પોતાના સ્તર પર આ પડકાર સામે લડવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ અમે દેખાડ્યું પણ છે અને આગળ પણ દેખાડીશું. હમણાં તાજેતરમાં આતંકવાદ વિરોધી કાયદો કડક કરવાનો નિર્ણય પણ આ જ દિશામાં કરવામાં આવેલ પ્રયાસ છે. હવે સંગઠનોનું નામ બદલીને આતંકવાદીઓ પોતાના કરતૂતોને છુપાવી નહી શકે.

 

ભાઈઓ અને બહેનો, સમસ્યા ભલે આતંકની હોય, પ્રદુષણની હોય, બીમારી હોય, આપણે સાથે મળીને તેને પરાજિત કરવાનું છે. આવો સંકલ્પબદ્ધ થઇને આગળ વધીએ અને આજે જે ઉદ્દેશ્યની માટે આપણે અહિયાં એકત્રિત થયા છીએ, તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ. એકવાર ફરી આપ સૌને વિકાસની અનેક અનેક નવી નવી પરિયોજનાઓ માટે મારા તરફથી ખુબ ખુબ અભિનંદન આપું છું. આપ સૌનો હૃદયથી ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. મારી સાથે સંપૂર્ણ તાકાત સાથે બોલો. બંને હાથ ઉપર કરીને બોલો…

 

ભારત માતાની – જય

ભારત માતાની – જય

ભારત માતાની – જય

 

ખુબ ખુબ આભાર…

ભારતના ઓલિમ્પિયન્સને પ્રેરણા આપો!  #Cheers4India
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
PM Modi responds to passenger from Bihar boarding flight for first time with his father from Darbhanga airport

Media Coverage

PM Modi responds to passenger from Bihar boarding flight for first time with his father from Darbhanga airport
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 જુલાઈ 2021
July 24, 2021
શેર
 
Comments

PM Modi addressed the nation on Ashadha Purnima-Dhamma Chakra Day

Nation’s progress is steadfast under the leadership of Modi Govt.