સાથીઓ,

કેવડિયામાં સરદાર સરોવર બંધની નજીક સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં આજની સાંજનો અનુભવ અદ્દભૂત છે અને આજીવન સ્મરણમાં રહે તેવો છે. હજુ હમણાં જ આપણે સરદાર સાહેબનો અવાજ, તેમનો સંદેશ સાંભળ્યો, જે આપણાં અંતર મનને સીધો સ્પર્શી જાય તેવો છે.

સાથીઓ,

દેશની ભિન્ન પ્રકારની નાગરિક સેવાઓના આ સંયુક્ત ફાઉન્ડેશન કોર્સથી એક રીતે જોઈએ તો નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે. અત્યાર સુધી તો તે ચાલતો રહ્યો હતો. કેટલાક લોકો મસૂરીમાં જ તાલિમ લેતા હતા, તો કેટલાક લોકો હૈદરાબાદ અથવા તો અન્ય શહેરોમાં તાલિમ લેતા હતા. મેં જે રીતે અગાઉ આપને જણાવ્યું તે પ્રકાર હું અવારનવાર જે સીલોઝ (silos)ની વાત કરૂં છું તેમાં એક પ્રકારની તાલિમથી જ શરૂઆત થાય છે. નાગરિક સેવાના સંકલનનો સાચા અર્થમાં પ્રારંભ હવે આપ સાથીઓ સાથે થઈ રહ્યો છે. આ શરૂઆત પોતાની રીતે જ એક સુધારો છે. હું તેની સાથે જોડાયેલા તમામ અધિકારીઓને, તમામ સાથીઓને પણ અભિનંદન પાઠવું છું.

સાથીઓ, સુધારાની આ પ્રક્રિયા માત્ર તાલિમના સંકલન પૂરતી જ સિમીત નથી, પરંતુ તેની વિચારણા અને અભિગમને પણ વિસ્તારવામાં આવ્યો છે. આપ સૌ યુવાન તાલિમાર્થીઓને વિશેષ જાણકારી મળે તે રીતે પ્રયાસ કરવામાં આવ્યો છે. અને એ જ કારણથી સામાજિક અને આર્થિક દુનિયા સાથે જોડાયેલા વિશ્વના અગ્રણીઓ અને નિષ્ણાંતોનો તમારી સમક્ષ રૂબરૂ પરિચય કરાવવામાં આવ્યો છે.

સાથીઓ, સ્ટેચ્યૂ ઑફ યુનિટીની છત્રછાયા અને અહિંયા યોજાઈ રહેલો આ કાર્યક્રમ તેના માટે મહત્વરૂપ બની રહે છે, કારણ કે તમામ નાગરિક સેવાઓ રાષ્ટ્ર નિર્માણનું અને રાષ્ટ્ર એકતાનું માધ્યમ બનાવવાનું વિઝન ખુદ સરદાર વલ્લભભાઈ પટેલનું હતું. પોતાના આ વિઝનને સાકાર કરવા માટે તેમણે અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે કેટલાક લોકોને લાગતું હતું કે જે અધિકારીઓની ભૂમિકા આઝાદીના આંદોલનને દબાવવાની રહી હતી તે આઝાદ ભારતના નિર્માણમાં કેવી રીતે મદદગાર પૂરવરા થશે. અને સવાલ પણ સ્વાભાવિક જ હતો. આ વિચાર પણ સ્વાભાવિક હતો અને તેની સાથે સાથે નફરતની ભાવના પણ સ્વાભાવિક હતી, પરંતુ દૂરંદેશી ધરાવતા સરદાર સાહેબે આ તમામ ટીકાકારોને યાદ કરાવ્યું હતું આ એ જ બ્યૂરોકસી છે કે જેના વિશ્વાસે આપણે આગળ ધપવાનું છે. આ એજ બ્યૂરોકસી છે, જેણે રજવાડાંઓના એકીકરણમાં મહત્વની કડી તરીકે કામગીરી બજાવી છે.

સાથીઓ, સરદાર પટેલે આપણને એવું શિખવ્યુ હતું કે સામાન્ય લોકોના જીવનમાં સાર્થક પરિવર્તન લાવવા માટે એક મજબૂત ઈચ્છશક્તિ હોય તે ખૂબ જ જરૂરી બને છે. લગભગ 100 વર્ષ પહેલાં અમદાવાદ મ્યુનિસિપાલિટીનું 10 વર્ષના ગાળામાં ટાંચા સાધનો વચ્ચે રૂપાંતર કરીને તેમણે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો અને આ જ વિઝન સાથે તેમણે આઝાદ ભારતની સિવિલ સર્વિસનું માળખું તૈયાર કર્યું હતું.

સાથીઓ, નિષ્પક્ષ અને નિઃસ્વાર્થ ભાવનાથી કરવામાં આવેલો દરેક પ્રયાસ નૂતન ભારતનો એક મજબૂત પાયો બની રહ્યો છે. ન્યૂ ઈન્ડિયાના સપનાંને સાકાર કરવા માટે આપણી તંત્ર વ્યવસ્થામાં, આપણી બ્યૂરોકસીમાં 21મી સદીની વિચારધારા અને સપનાં અનિવાર્ય બની રહે છે, જે રચનાત્મક હોવાની સાથે સાથે ક્રિએટીવ પણ હોય તથા કલ્પનાત્મક હોવાની સાથે સાથે નવિનતા પણ ધરાવતા હોય. સક્રિય હોવાની સાથે સાથે નમ્રતા ધરાવતા હોય તથા વ્યવસાયિક હોવાની સાથે સાથે પ્રગતિશીલ પણ હોય. ઊર્જાવાન અને કારક હોય, કાર્યક્ષમ અને અસરકારક હોય તેમજ પારદર્શક હોવાની સાથે સાથે ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય.

સાથીઓ, તમારી સામે જેટલી મોટી તક છે, તેટલી જ મોટી જવાબદારી પણ છે. એક સમય હતો કે જ્યારે આપણે વરિષ્ઠોની, તમારા સિનીયરોની ગેરહાજરીમાં જ બધું સંભાળી લેવું પડતું હતું. સડકોનું કામ હોય કે રેલવેનું, પોર્ટનું કામ હોય કે એરપોર્ટનું, સ્કૂલ હોય કે શાળા હોય, ટેલિફોન, માર્ગો જેવી તમામ બાબતોનો અભાવ હતો. આજે સ્થિતિ એવી નથી. ક્યારેક અભાવની સ્થિતિ વચ્ચે કામ કરવું પડતું હતું, પરંતુ હવે ઝડપભેર સ્થિત બદલાઈ છે. અભાવના સ્થાને આપણે વિપુલતા તરફ આગળ વધી રહ્યા છીએ. આજે દેશમાં વિપુલ યુવા શક્તિ છે. આજે દેશમાં વિપુલ અન્નનો ભંડાર છે, આજે દેશમાં ટેકનોલોજીની જે તાકાત છે એવી સ્થિતિમાં તમારે વિપુલતાનો પૂરો લાભ ઉઠાવવાનો છે. તમારે દેશનું સામર્થ્ય વધારવાનું છે અને સાથે સાથે સ્થાયિત્વને પણ મજબૂત કરવાનું છે.

સાથીઓ, આજે આ રસ્તે તમે માત્ર કારકીર્દિ માટે આવ્યા નથી, માત્ર નોકરી માટે આવ્યા નથી, પરંતુ તમે સેવા માટે આવ્યા છો, સેવાની ભાવના સાથે આવ્યા છો. સેવાને પરમધર્મ માનીને તમે આવ્યા છો. તમારો દરેક નિર્ણય, તમારૂં દરેક કૃત્ય, દરેક હસ્તાક્ષરથી લાખો જીવનને અસર થશે. તમે જે નિર્ણય લેશો તેનો વ્યાપ નિઃશંકપણે સ્થાનિક હશે, ક્ષેત્રિય હશે, પરંતુ તેનો વ્યાપ રાષ્ટ્રીય હોવો જોઈએ. એનો અર્થ એ થાય કે તમારા નિર્ણયનો, તમારા જિલ્લા, તમારા તાલુકા, તમારા વિભાગની વિવિધ જરૂરિયાતો અને સમસ્યાઓને ધ્યાનમાં રાખીને લેવાશે. આ નિર્ણયો દેશના વિકાસમાં યોગદાન આપી શકે છે તેની પરખ તમારે કરવાની રહેશે, હંમેશા કરવાની રહેશે.

અને સાથીઓ, તમારા દરેક નિર્ણયને તમારે બે કસોટીઓમાં ચકાસવાનો રહેશે. એક, કે જેનો માર્ગ મહાત્મા ગાંધીએ બતાવ્યો હતો. તમારો નિર્ણય સમાજના આખરી છેડે ઉભેલા વ્યક્તિની આશા- આકાંક્ષાઓ પૂરી કરી રહ્યો છે કે નહીં અથવા તેમાં પાર ઉતરી રહ્યો છે કે નહીં તે તથા બીજુ, તમારા નિર્ણયને એ કસોટી મારફતે ચકાસવાનો રહેશે કે તમારો નિર્ણય દેશની એકતા, અખંડીતતા અને પ્રગતિને આગળ ધપાવતો હોય, તેને મજબૂત કરનાર બનતો હોય.

સાથીઓ, અહિંયા મહત્વાકાંક્ષી જિલ્લાની ચર્ચા થઈ છે. આખરે દેશના 100 થી વધુ જિલ્લાઓ વિકાસની દોડમાં પાછળ કેમ રહી ગયા? તેની પાછળ વિકાસ અને અભિગમનું પણ એક ખૂબ મોટું કારણ રહેલું છે. આ જિલ્લાઓ સામાજિક રીતે તથા ભૌગોલિક રીતે ખૂબ જ પડકારજનક હતા. આથી દરેક સ્તરે તેમની ઉપેક્ષા કરવામાં આવી હતી. તેમને પોતાની હાલત ઉપર છોડી દેવામાં આવ્યા હતા. આ ઉપેક્ષાના કારણે સમાજમાં અસંતોષની ભાવના પેદા થઈ હતી, જેનો લાભ ખોટી તાકાતોએ ઉઠાવવાનો શરૂ કરી દીધો અને હવે તો એવું થયું કે આ જિલ્લાઓનો વિકાસ વધુ મુશ્કેલ બની ગયો છે. આ સ્થિતિને બદલવાની તાતી જરૂર છે અને એટલા માટે જ આ જિલ્લાઓને પછાત કહેવાના બદલે તેની મહત્વાકાંક્ષાને આગળ વધારનારા જિલ્લા તરીકે ઓળખવાનો નિર્ણય કર્યો છે. આપણે માનવ વિકાસ આંકના દરેક ધોરણો અને સમય મર્યાદામાં રહીને કામ કરવાનું શરૂ કર્યું છે. આપણે ટેકનોલોજીનો ઉપયોગ વધારીને યોજનાઓને વધુ અસરકારક પદ્ધતિથી અમલમાં મૂકવા માંડી છે. આજે આપણને તેના અભૂતપૂર્વ પરિણામ મળવા માંડ્યા છે. આપ સૌને હવે આ કામગીરીને વધુ ગતિ આપવાની જવાબદારી સોંપવાની છે.

સાથીઓ, આવનારા સમયમાં તમારામાંથી અનેક સાથીદારોને તાલુકા કે જિલ્લા સ્તરે જવાબદારી સોંપવામાં આવશે. સ્વાભાવિક છે કે ત્યાં અનેક સમસ્યાઓના ઉકેલ તમારે શોધવાના રહેશે. હું તમને એવો ઉપાય સૂચવું છું કે પોતાના દરેક ક્ષેત્રની મોટી સમસ્યાઓને એક સાથે હાથમાં લઈને તેનો સંપૂર્ણપણે ઉકેલ લાવવાનો પ્રયાસ કરો, એટલે કે એક જિલ્લો, એક સમસ્યા અને સંપૂર્ણ નિવારણ. ઘણી વખત આપણે આવેશમાં આવીને એક તરફ હાથ વિંઝવાનું શરૂ કરી દેતા હોઈએ છીએ અને તેના કારણે આપણાં પ્રયાસો અને આપણાં સાધનો બંને વહેંચાઈ જાય છે. એક સમસ્યાને હલ કરો કે જેનાથી તમને આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય, તમારી તરફ લોકોનો ભરોંસો પણ વધે. જો જનતાનો ભરોંસો તમે જીતશો તો તમારી સાથે જનતાની ભાગીદારી પણ વધતી જવાની છે.

સાથીઓ, તમારી સામે બ્યૂરોક્રસી અને તંત્ર બાબતે ચાલતી એક નકારાત્મક વિચારધારાને બદલવાનો ખૂબ મોટો પડકાર છે. આ બે શબ્દો એવા થઈ ગયા છે કે ખરાબ બ્યૂરોક્રસી કે ખરાબ તંત્ર લખવાની જરૂર ઉભી થતી નથી. તે પોતાની જાતે ખરાબ અર્થમાં ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. આખરે આવું થયું કઈ રીતે? આપણાં મોટા ભાગના અધિકારીઓ મહેનતુ પણ છે અને પરિસ્થિતિમાંથી શીખે પણ છે, પરંતુ સમગ્ર તંત્ર અને સમગ્ર બ્યૂરોક્રસી માટે નકારાત્મક ધારણા ઉભી થઈ છે.

સાથીઓ, સિવિલ સેવાઓ માટે એક અફસરશાહીની, રોફની, દમામની, એક છબી ઉભી થઈ છે. આ છબી ચોક્કસપણે બ્રિટીશ શાસનનો વારસો છે. આ છબી ત્યજવામાં ઘણાં લોકો સંપૂર્ણ રીતે સફળ થયા નથી. તમારે આ છબીમાંથી નાગરિક સેવાને બહાર કાઢવાની કોશિષ કરવી પડશે. તમારી ઓળખ કડક સત્તાથી નહીં, પરંતુ નમ્ર શક્તિથી થવી જોઈએ. સદ્દભાવ વિકસાવવાથી તે એક મોટું માધ્યમ બની જાય છે. નિમણુંકથી માંડીને સુનાવણી સુધીની એક સરળ વ્યવસ્થા હોવી જોઈએ. તમે 7 દરવાજાઓની પાછળ રહો છો તેવી ભાવના જનતામાં ક્યારેય પણ ઉભી થવી જોઈએ નહીં. તમારી પાસે દરેક સમસ્યાનો ત્વરીત ઉકેલ હોય તેવી શક્યતા નથી અને સામાન્ય જનતા પણ આ બાબતને સારી રીતે સમજે છે. તેને સાંભળવામાં આવે તેવું તે ઈચ્છે છે અને સન્માન જળવાય તેવું ઈચ્છે છે, તેમની વાત યોગ્ય જગાએ પહોંચે તેટલા માત્રથી જ ક્યારેક આપણાં દેશના નાગરિકો સંતુષ્ટ થઈ જાય છે. તમારો પ્રયાસ એવો રહેવો જોઈએ કે નાગરીક સન્માન અને સંતોષની ભાવના સાથે તમારી કચેરીની બહાર નિકળવો જોઈએ.

સાથીઓ, કોઈ પણ જાહેર સેવક માટે અસરકારક રીતે સર્વિસ પૂરી પાડવાની તથા નીતિનુ અસરકારક અમલ કરવાની કામગીરી મે અસરકારક ફીડબેક (પ્રતિભાવ) જરૂરી બની રહે છે. તમારે એ તંત્ર વ્યવસ્થા વિકસિત કરવાની છે. અગાઉના સમયમાં કલેકટર માટે રોત્રી રોકાણનો એક નિયમ બનેલો હતો. એક માર્ચ ટુ હોલ્ટ ગુણોત્તર પણ રહેતો હતો. આ પૂરી કવાયતના આધારે ખ્યાલ આવતો હતો કે અધિકારીએ તેના ક્ષેત્ર વિસ્તારમાં કેટલો સમય વિતાવ્યો છે. હવે આ પરંપરામાં એક પ્રકારે ઢીલાશ આવી ગઈ છે. ક્યાંક-કયાંક તો આ પ્રક્રિયા ખતમ થઈ ગઈ હોય તેવું જણાઈ રહયું છે. આવી જ એક પ્રથા હતી- ડીસ્ટ્રીક ગેઝેટીયરની, જે હવે લગભગ લુપ્ત થવાને આરે આવી ઉભી છે. નોંધ સોંપવાની પણ એક વ્યવસ્થા હતી, જેમાં વિદાય લેનાર દરેક અધિકારી, આવનાર અધિકારી માટે એક નોંધ છોડી જતો હતો. આ નોંધના માધ્યમથી દરેક નવા અધિકારીને તેના પદ સાથે જોડાયેલી કે તેની કચેરી સાથે જોડાયેલી સમસ્યાઓ અને પડકારોના મહત્વના મુદ્દાઓ સમજવામાં ઘણી સમજ મળી રહેતી હતી. સરકારનું એક સાતત્ય જળવાતું રહેતુ હતું. આવી અનેક ઉત્તમ પ્રણાલીઓ જૂની વ્યવસ્થા સાથે જોડાયેલી રહી છે. જેને ફરીથી જીવિત કરવાનો જરૂર ઉભી થઈ છે. જૂની સારી પરંપરાઓને આજના યુગની ટેકનોલોજી સાથે જોડીને આપણે તેને વધુ સમૃદ્ધ બનાવવાની છે, મજબૂત બનાવવાની છે. ટેકનિકનો આપણે વિકલ્પ તરીકે નહીં પણ મલ્ટીપ્લાયર તરીકે ઉપયોગ કરવાનો છે. જેરીતે ફીડબેકની વ્યવસ્થાને કારણે, હળવા મળવાની જૂની પદ્ધતિની સાથે સાથે આપણે સોશ્યલ મિડીયાનો પણ સારી ઢબથી ઉપયોગ કરવાનો રહેશે. સોશિયલ મિડિયાને ભરોંસાપાત્ર સ્ત્રોત ભલે માનવામાં આવતો ના હોય, અને માની શકાય પણ નહી, પરંતુ તે એક સાધન જરૂર છે. આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને આપણા નિર્ણયો અને આપણી નીતિઓ બાબતે જે ઈનપુટ મળી રહે, જે ફીડબેક મળી રહે તેનું પ્રમાણિક વિશ્લેષણ કરવું પણ ખૂબ જરૂરી બની રહે છે. એવુ નથી કે આપણી આંખો અને આપણા કાનને સારૂ લાગે તેવું જ જોવું કે સાંભળવું જોઈએ. આપણે ફીડબેક પ્રાપ્ત કરવાના આપણાં વ્યાપનો વિસ્તાર કરતા રહીને પોતાના વિરોધીઓના અભિપ્રાય પણ સાંભળવા જોઈએ. તેનાથી આપણા વિઝનને એક ઊંડાણ પ્રાપ્ત થાય છે.

સાથીઓ, સરકારી વ્યવસ્થા વચ્ચે રહીને ક્યારેક આપણે એક ભૂલ કરી બેસતા હોઈએ છીએ. ક્યારેક આપણે એવા ખંડમાં બેઠા હોઈએ છીએ કે જ્યાંથી આપણને બધુ ઠીક ઠીક ચાલતું હોય તેમ લાગતું હોય છે. એમાં આપણા જેવા જ લોકો સંકળાયેલા હોય છે અને આ કારણથી આપણને લોકોની સામાન્ય સમસ્યાઓની જાણકારી પણ મળતી નથી. આપણે આપણી આરામદાયક હાલતમાંથી બહાર નિકળીને લોકોની સાથે જોડાવું ખૂબ જ આવશ્યક બની જાય છે. એનાથી આપણને સાચા નીતિ વિષયક નિર્ણય લેવામાં ખૂબ જ આસાની થશે.

સાથીઓ, આપણે એ બાબત પણ સમજવાની છે કે મંત્રાલય હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે પછી કોઈ અન્ય સરકારી વિભાગ હોય, આપણે એક સર્વિસ પ્રોવાઈડર છીએ, જેને માટે ગ્રાહક સૌથી ઉંચા સ્થાને રહેવો જોઈએ. જ્યારે આ વાત આપણી સમજણમાં આવે છે, ત્યારે સપ્લાય ચેઈન મેનેજમેન્ટમાં માનવ બળની યાદીમાં ટેકનોલોજીમાં, દરેક સ્તરે જરૂરી પરિવર્તન આવવા માંડે છે અને તેનાથી જીવન આપોઆપ આસાન બની જતું હોય છે.

સાથીઓ, હમણાં મેં મેનેજમેન્ટની પ્રચલિત ભાષાનો ઉપયોગ કર્યો અને તે એટલા માટે કર્યો કે ઘણી વાર કેટલીક બાબતો સમજવા માટે જાણી બાબતો તરફથી અજાણી બાબતો તરફ જવાનુંખૂબ જ આસાન બની રહેતુંહોય છે. તે એક સરળ પદ્ધતિ પણ બની રહે છે. આ બધાથી ઉંચે અને સૌથી ઊંડે ભીતરની ભાવના હોય છે. આપણાં ભીતરની ભાવના, આપણા ભીતરની સંવેદના, આપણા ભીતરની વેદના, એક વિચાર આવતા અને જતાં દરેક શ્વાસની સાથે સાથે આપણા અસ્તિત્વ સાથે જોડાઈ રહેલો હોવો જોઈએ અને તે વિચાર શું છે?

સાથીઓ,તમારા મનમાં એક ખ્યાલ વસી જવો જોઈએ કે આજે હું જે કાંઈ છું તે બધું મને મારા દેશે આપ્યું છે, મારા સમાજે મને આપ્યું છે, મારા દેશના કરોડો દેશવાસીઓ મને તે આપ્યું છે. આ દેશ મારો છે, આ દેશના લોકો પણ મારા છે. આ સર્વિસમાં આવવાથી મને જે દોર દમામ મળ્યા છે તેમાં કોઈ ગરીબના પરસેવાની સુગંધ છે.

સાથીઓ, આપણે દેશના ગરીબોના, દેશના લોકોના આપણે બધા કરજદાર છીએ. આ ગરીબ માણસોનું કરજ ચૂકવવાનો અને દેશના સામાન્ય માનવીનું આ કરજ ચૂકવવાનો આપણી પાસે એક જ ઉપાય છે. આપણે આપણા દેશવાસીઓની જીંદગી આસાન બનાવવાની છે અને તે તેમનો અધિકાર છે. આપણે તે માટે ઈમાનદારીથી પ્રયાસ કરવાનો છે, જીવ અને જાન લગાવીને તે માટે મહેનત કરવાની છે.

સાથીઓ, આજનું નવું ભારત ખૂબ જ આશાવાદી છે. તે અધીરૂં પણ છે, વિકાસ માટેની તેની ખેવના અગાઉ કરતાં ઘણી વધારે છે. તે અગાઉની તુલનામાં ઘણો જાગૃત બન્યો છે. વધુ સતર્ક બન્યો છે, અગાઉ કરતાં વધુ સામેલગીરી દાખવી રહ્યો છે અને તે ઘણો વધુ સંવેદનશીલ પણ બન્યો છે. સરકાર એક અવાજ કરે, જરાક સરખી પણ મદદ માંગે તો કોઈ ઝૂંબેશમાં સામેલ થવાનો અનુરોધ કરે તો દેશના લોકો ખૂબ ખૂબ આનંદથી તેમાં સામેલ થઈ જતા હોય છે. આવી સ્થિતિમાં આપણી એ જવાબદારી બની રહે છે કે આપણે આપણા દેશવાસીઓની જીવન જીવવાની સરળતામાં વધારો કરતા રહીએ. આ માટે આપણે સક્રિય બનીને કામ કરવુ પડશે. આપણે એ બાબતનો ચોકકસપણે ખ્યાલ રાખવાનો રહેશે કે સામાન્ય માનવીની રોજબરોજની જીંદગી સરકાર સાથે ઝઝૂમવામાં ખર્ચાઈ જાય નહીં. આપણે એ બાબતનો ખ્યાલ રાખવો પડશે કે સામાન્ય માનવીની જીંદગી સરકારના પ્રભાવ હેઠળ દબાઈ જાય નહી. અને ગરીબ માણસની જીંદગી સરકારના પ્રભાવ હેઠળ જીવ ગૂમાવી બેસે નહીં.

સાથીઓ, જીવન જીવવામાં આસાની સુનિશ્ચિત કરવા માટે વધુ એક બાબત ખૂબ જ મહત્વની ભૂમિકા બજાવતી હોય છે. આપણી અર્થ વ્યવસ્થા, આપણી માથાદીઠ આવક વધારવાનુ અને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું આપણું ધ્યેય છે. તેની પાછળ પણ આવો જ વિચાર કામ કરે છે. આ ધ્યેય સુધી પહોંચવામાં આપ સૌ સાથીદારોને માથે મોટી જવાબદારી છે. તમને જે કોઈ પણ સ્થળે મૂકવામાં આવે, ત્યાંની વ્યવસ્થાને બિઝનેસ ફ્રેન્ડલી બનાવવામાં, ત્યાં એક બહેતર તંત્ર વ્યવસ્થા તૈયાર કરવામાં સિવિલ સેવાનાં તમામ અંગોએ સાથે મળીને કામ કરવાનો પ્રયાસ કરવાનો છે.

સાથીઓ, આજના સમયની માગ એ છે કે દેશના દરેક જિલ્લા પ્રગતિ માટે એક બીજાની સ્પર્ધા કરે. કોઈ જિલ્લો જેટલો આગળ વધશે, તેનું રાજ્ય પણ એટલું જ આગળ વધવાનું છે, અને તેની સીધી અસર દેશની જીડીપી ઉપર પણ પડશે, અને આથી ભવિષ્યમાં તમારી જે કોઈ પણ જિલ્લામાં નિમણુંક કરવામાં આવે ત્યાંની ગતિવિધીને ઝડપી બનાવવામાં તમારે તમામ પ્રકારનો પ્રયાસ કરવાનો રહેશે. આપણે નિકાસનું જ ઉદાહરણ લઈએ તો, શું તમારા જિલ્લામાંથી નિકાસ થાય છે ? ત્યાંની કોઈ પણ પ્રોડકટ દુનિયાના દેશોમાં જાય છે ખરી ?શું નિકાસ વધારવા માટે તમારી પાસે કોઈ યોજના છે ? તમે લક્ષ્યાંક નક્કી કરો, નિકાસ વધારવાનો લક્ષ્યાંક, ઉત્પાદન વધારવાનો લક્ષ્યાંક, ખેતી સાથે જોડાયેલા લક્ષ્યાંકો વગેરે અને તે પછી એ હાંસલ કરવા માટે તમામ શક્તિ કામે લગાડી દો. મને આશા છે કે તમારી સંયુક્ત તાકાત મારફતે આપણે દરેક લક્ષ્યાંકને ચોકકસ હાંસલ કરીશું.

સાથીઓ, મોટા લક્ષ્યાંકો હાંસલ કરવા માટે આપણા નિર્ણયો સ્પષ્ટ હોવા જોઈએ, સમયસર લેવાવા જોઈએ, તે બાબત પણ એટલી જ જરૂરી બની જતી હોય છે. પણ કેટલીક વાર આપણે જોતા હોઈએ છીએ કે આપણા એવા પણ સાથીદારો હોય છે કે જે નિર્ણય લેવામાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે. તેમાં વ્યક્તિગત રીતે લાભ કે નુકશાન થાય કે ના થાય, પણ દેશને ખૂબ મોટુ નુકશાન થયુ હોય છે. આપ સૌની પાસે દેશને ઉપાયો હાથ ધરવાની અપેક્ષા છે. હાલત યથા સ્થિતિ રાખવાની તમારી પાસે અપેક્ષા નથી.

સાથીઓ, તમે પૂરી સ્વતંત્રતાથી, સંપૂર્ણ જવાબદારી સાથે કામ કરી શકો તે માટે જરૂરી વહિવટી સુધારા હાથ ધરવામાં આવ્યા છે. અમારો એ પ્રયાસ રહેશે કે બદલીનુ રાજ ખતમ થઈ જાય. બ્યુરોક્રસીને એક સ્થિર મુદત મળી રહે. પદ સોંપવામાં લોબીંગ નહીં પણ, ક્ષમતાને ધ્યાનમાં લેવામાં આવે. તાલિમ આપવા માટેની હાલની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે તેના તમે સાક્ષી છો. આપણે એક સુસંકલિત વ્યવસ્થા તંત્ર તરફ આગળ વધી રહ્યા છીએ, જે સતત કસ્ટમાઈઝ ડિલીવરી ઉપર આધારિત રહેશે.

સાથીઓ, તમારી સામે એક દીર્ઘ કાર્યકાળ છે. તમારા બધાંની વચ્ચે મને લગભગ પૂરો દિવસ રોકાવાની તક પ્રાપ્ત થઈ છે. એક પ્રકારે કહીએ તો મુલાકાતની પણ અહીંથી શરૂઆત થઈ ચૂકી છે. એક પ્રકારે આરંભ થયો છે. તમારામાંથી અનેક સાથીઓની હવે પછી પણ મુલાકાત થતી રહેશે. તાલિમ દરમ્યાન તમે પણ રોજ નવું નવું શિખશો, નવી શિખેલી બાબતોને દેશની સેવા માટે લગાવશો. તમારી અંદર પડેલા વિદ્યાર્થીને ક્યારેય પણ મરવા દેશો નહીં. જીવનમાં ગમે તેટલી ઊંચાઈ પાર કરવાની હોય તો પણ અંદરનો વિદ્યાર્થી ઘણું બધું શિખવીને જતો હોય છે. ઘણું બધું શિખવાની પ્રેરણા આપતો રહેતો હોય છે.

સાથીઓ, સરદાર પટેલના સપનાંને સાકાર કરવાની આપણી સૌની સામુહિક જવાબદારી છે. તેને આપણે પૂરી કરવાની છે અને એવી શુભેચ્છા સાથે હું મારી વાત પૂરી કરતાં કરતાં આપ સૌને અનેક અનેક શુભેચ્છાઓ પાઠવું છું. અને આજે સવારે જે રીતે મેં કહ્યું હતું તેમ તમે જે સર્વિસ સાથે જોડાયેલા છો તે સેવામાં સરદાર સાહેબનાં સપનાંઓનો પણ અંશ છે અને એટલા માટે જ જે મજબૂત પાયાની સરદાર સાહેબે શરૂઆત કરી હતી, જે વિતેલા 70 વર્ષ સુધી પોતાનો ક્રમિક વિકાસ કરતી રહી છે, પણ સમય હવે બદલાયો છે. સદી બદલાઈ ચૂકી છે, ઈરાદા બદલાઈ ચૂક્યા છે, અપેક્ષાઓ બદલાઈ ચૂકી છે, જરૂરિયાતો બદલાઈ ચૂકી છે તેવા સમયમાં આપણે પણ પાછલી સદીની વિચારધારા વડે 21મી સદીનું નવું ભારત બનાવી શકીશું નહીં. આપણી વિચારધારા પણ 21મી સદીની હોવી જોઈએ. આપણાં સપનાં પણ 21મી સદીનાં હોવા જોઈએ. સરદાર સાહેબના આશિર્વાદથી તે સાકાર કરવા માટે પોતાની જાતને સજ્જ કરતાં રહેવું પડશે, પોતાની જાતને સમર્પિત કરવી પડશે. પોતાના પ્રયાસોમાં પરિવર્તન લાવતાં રહેવું પડશે. નવું ભારત રચવાનું સપનું દરેક હિંદુસ્તાનીનું છે, પરંતુ આપણાં લોકોની જવાબદારી થોડીક વધારે છે. આપણે આ જવાબદારી માટે પોતાની જાતને યોગ્ય બનાવવાની છે.

સરદાર સાહેબની આ પ્રતિમા, વિશ્વમાં ઊંચી પ્રતિમા તરીકે લોકો તેને જાણે છે, પરંતુ આપણાં માટે તે માત્ર ઊંચી જ નથી, આ પ્રતિમા આવનારી સદીઓ સુધી પ્રેરણા આપનાર છે. તે પ્રતિમામાંથી આગામી સદી માટે પ્રેરણા લઈને આપણે તેની સમક્ષ મસ્તક ઝૂકાવીને, તેમના આદર્શોસાથે ચાલવાનો સંકલ્પ લઈને આપણે નર્મદા માતાના આશીર્વાદ લઈને, મા નર્મદાની પવિત્ર ધારાની આ પવિત્ર છાયાનો સંકલ્પ વધુ મજબૂત બનાવીને આપણે અહિંથી વિદાય લઈશું. આ એક અપેક્ષા સાથે હું આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

તમાઓ સૌનો ખૂબ-ખૂબ આભાર….!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s position set to rise in global supply chains with huge chip investments

Media Coverage

India’s position set to rise in global supply chains with huge chip investments
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 8 સપ્ટેમ્બર 2024
September 08, 2024

PM Modo progressive policies uniting the world and bringing development in India