ભારત રિમોટ સેન્સિંગ અને સ્પેસ ટેક્નોલોજી નો વિવિધ કામો માટે ઉપયોગ કરવામાં ગર્વ અનુભવીએ છીએ જેમાં જમીનનું પુનરુદ્ધાર પણ સામેલ છે : પ્રધાનમંત્રી મોદી
અમે દરેક ટીપા સાથે વધુ પાકના મંત્ર સાથે કામ કરી રહ્યા છીએ. તેની સાથે અમે ઝીરો બજેટની કુદરતી ખેતી પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ : પ્રધાનમંત્રી મોદી
આગળ જતા, વાતાવરણમાં પરિવર્તન, જૈવવિવિધતા અને જમીનના અધોગતિના મુદ્દાઓને ધ્યાનમાં લેવા દક્ષિણ-દક્ષિણમાં વધુ સહકાર માટેની પહેલની દરખાસ્ત કરવામાં ભારતને હર્ષ થશે : પ્રધાનમંત્રી મોદી

હું રણને આગળ વધતું રોકવા માટે સંયુક્ત રાષ્ટ્રના સંમેલનના પક્ષો (કોપ)ની14મી બેઠકમાં આપ સૌનું સ્વાગત કરૂ છું. સંયુક્ત રાષ્ટ્ર દ્વારારણને આગળ વધતું રોકવા માટેના જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેને કેન્દ્રમાં રાખીને હું ભારતમાંઆ સંમેલનનુ આયોજન કરવા બદલ કાર્યકારી સચિવ શ્રી ઈબ્રાહિમ જિયાઓનો આભાર માનુ છું. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જે વિપુલ સંખ્યામાં નોંધણી થઈ છે તે જમીનમાં ક્ષાર પ્રવેશને અંકુશમાં લાવી તેને ફળદ્રૂપ બનાવવા માટેની વિશ્વની નિષ્ઠા દર્શાવે છે.

 

ભારત પણ આ કામગીરીમાં મૂલ્યવાન ફાળો આપવાનીઆશા રાખે છે કારણ કે અમે બે વર્ષના ગાળા માટેતેની સહઅધ્યક્ષતા સંભાળી લીધી છે.

 

મિત્રો,

ભારતમાં અમે સદીઓથી જમીનને વિશેષ મહત્વ આપતા રહ્યા છીએ.ભારતીય સંસ્કૃતિમાં પૃથ્વીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, અને તેની પૂજા માતા તરીકે કરવામાં આવે છે.

 

સવારે ઉઠતી વખતે આપણે જ્યારે પોતાના પગથી ધરતીને સ્પર્શ કરીએ છીએ ત્યારે પ્રાર્થના કરીને ધરતી માતાને ક્ષમા યાચના કરીએ છીએ.

સમુદ્ર-વસને દેવી પર્વત-સ્તન મંડલે

વિષ્ણુ-પત્ની નમસ્તુભ્યં પાદ-સ્પર્શમ ક્ષમશ્વમે

 

મિત્રો,

જળવાયુ અને પર્યાવરણ વાસ્તવમાં જૈવ વૈવિધ્ય અને ભૂમિ બંનેને અસર કરતાં હોય છે એવુ વ્યાપકપણે સ્વિકારી લેવામાં આવ્યું છે કે દુનિયા જળવાયુ પરિવર્તનની નકારાત્મક અસરોનો સામનો કરી રહી છે. આ કારણે જમીનનું ધોવાણ અને વનસ્પતિ તથા જીવસૃષ્ટીની પ્રજાતિઓને નુકશાન સ્વરૂપે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને તેમનું અસ્તિત્વ નાબૂદ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

 

જળવાયુપરિવર્તન વિવિધ પ્રકારે જમીનના ધોવાણનું કારણ બની રહ્યું છે, પછી ભલે ને તે સમુદ્રના સ્તરમાં વધારો થવાને કારણે હોય કે પછી અનિયમિત વરસાદી તોફાન અથવાગરમ હવામાનના કારણે રેતીનું તોફાન આવવાના કારણે પણ શક્ય બની શકે છે.

 

ભાઈઓ અને બહેનો,

ભારતે ત્રણે સંમેલનો માટે 'કોપ' ના માધ્યમથી વૈશ્વિક સંમેલનના યજમાન બનવાનુ પસંદ કર્યું છે. આ બાબત 'રિયો'સંમેલનમાં વ્યક્ત કરવામાં આવેલી ત્રણે મુખ્ય ચિંતાઓ દૂર કરવાની આપણી નિષ્ઠા વ્યક્ત કરે છે.

 

ભારતને જળવાયુ પરિવર્તન, જૈવ વૈવિધ્ય અને જમીનમાં રણ પ્રવેશ જેવા મુદ્દા હલ કરવા માટે દક્ષિણ-દક્ષિણના સહયોગની પહેલ કરવા માટેનો પ્રસ્તાવ કરતા આનંદ થશે.

મિત્રો,

તમને કદાચ એ જાણીને નવાઈ લાગશે કે દુનિયાના બે તૃતિયાંશ કરતાં પણ વધુ દેશો જમીનમાં રણ (ક્ષાર) પ્રવેશની અસરથી પ્રભાવિત થયા છે. આને કારણે ભૂમિમાં ક્ષાર પ્રવેશની સાથે સાથેદુનિયાની સામે ઘેરા બનતા જતા જળસંકટની સમસ્યાના નિવારણ માટે પણ નક્કર કદમ ઉઠાવવાનું અત્યંત આવશ્યક બની રહે છે. એનુ કારણ એ છે કે જ્યારે આપણે જમીનના ક્ષારને દુરસ્ત કરીએ છીએ ત્યારેત્યારે આપણે પાણીની તંગીની સમસ્યાનો પણ ઉકેલ લાવતા હોઈએ છીએ.

 

પાણીના પુરવઠામાં વધારો કરવો, જમીનમાં પાણીના સ્તરને બહેતર બનાવવુ, પાણીના વહી જવાનીગતિને ધીમી પાડવી અને જમીનમાં ભેજનુ પ્રમાણ જાળવી રાખવું તે આપણી જળ અને જમીન અંગેની નીતિનો મહત્વનો હિસ્સો છે. હું યુએનસીડીના નેતૃત્વ હેઠળ વૈશ્વિક જળ કાર્યવાહી માટેનો એજન્ડા બનાવવા માટે અનુરોધ કરૂ છું, જે જમીનનાં તત્વો જાળવી રાખવાની રણનીતિમાં કેન્દ્ર સ્થાને રહેશે.

 

મિત્રો,

સતત વિકાસ માટે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવી ખૂબ જ મહત્વની બની રહે છે. મને ભારતના એ સૂચકાંકો યાદ કરાવવામાં આવ્યા છે કે જેને યુએનએફસીસીસીના પેરિસ 'કોપ' માં રજૂ કરવામાં આવ્યા હતા.

 

એમાં જળ, જમીન, વાયુ, વૃક્ષોઅને તમામ સજીવ પ્રાણીઓ વચ્ચે સમતુલા જાળવી રાખવા બાબતે ભારતનાં ઊંડા સાંસ્કૃતિક મૂળ તરફ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. મિત્રો, તમને કદાચ એ જાણીને આનંદ થશે કે ભારત સમગ્રપણે તેનાં વૃક્ષોનો વ્યાપ વિસ્તારવામાં સફળ થયું છે. વર્ષ 2015 અને વર્ષ 2017ની વચ્ચે ભારતના સમગ્ર વૃક્ષ અને વન ક્ષેત્રમાં 0.8 મિલિયન હેકટરનો વધારો થયો છે.

 

ભારતમાંજો કોઈ વિકાસલક્ષી કામગીરી માટે જંગલની જમીન ઉપલબ્ધ કરવામાં આવતી હોય ત્યારે એટલી જ જમીન વનીકરણ માટે ઉપલબ્ધ કરવામાં આવવી જોઈએ અને એ પણ આવશ્યક છે કે જંગલની આ જમીનમાંથી પ્રાપ્ત થનાર લાકડાના કુલ મૂલ્ય જેટલી રકમ પણ ચૂકવી દેવામાં આવે.

મને આપની સમક્ષ એ બાબત જણાવતાં આનંદ થાય છે કે વિતેલા સપ્તાહમાં જ જંગલની જમીનનો ઉપયોગ કરવા માટેના વળતર તરીકે આશરે 6 અબજ અમેરિકન ડોલર (એટલે કે 40 થી 50,000 કરોડ રૂપિયા) ની રકમજે તે પ્રદેશોની સરકારોને આપવામાં આવી હતી.

મારી સરકારે અલગ અલગ ઉપાયો વડે પાકની ઉપજ વધારવા માટે ખેડૂતોની આવક બમણી કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. એમાં જમીનની ફળદ્રૂપતા જાળવવાની અને માઈક્રો સિંચાઈની બાબતનો પણ સમાવેશ થાય છે. અમે પાણીના પ્રત્યેક ટીંપા દીઠ વધુ પાકના સૂત્રને સાકાર કરવાના કામમાં લાગી ગયા છીએ. તેની સાથે સાથે અમે ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમે દરેક ખેતરની જમીનની ગુણવત્તા નક્કી કરવા માટે પણ એક યોજના શરૂ કરી દીધી છે અને અમે ખેડૂતોને મુદ્રા સ્વાસ્થ્ય કાર્ડ પણ આપી રહ્યા છીએ. આ કાર્ડ તેમનેયોગ્ય પ્રકારનો પાક ઉગાડવા માટેયોગ્ય પ્રમાણમાં ખાતર- પાણીનો ઉપયોગ કરવા માટે સક્ષમ બનાવે છે. અત્યાર સુધીમાં આશરે 217 મિલિયન મુદ્રા સ્વાસ્થ્ય કાર્ડનુ વિતરણ કરી દેવામાં આવ્યું છે. અમે જૈવિક ખાતરનો ઉપયોગ વધારી રહ્યા છીએ અને જંતુનાશકો તથા રાસાયણિક ખાતરનો વપરાશ ઓછો કરી રહ્યા છીએ.

 

જળ વ્યવસ્થાપન પણ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. અમે સમગ્રપણે પાણી અંગેના મહત્વના મુદ્દાઓ હલ કરવા માટે જલ શક્તિ મંત્રાલયની રચના કરી છે.તમામ પ્રકારના પાણીનું મૂલ્ય પારખીને અમે ઘણી ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં પાણીનો શૂન્ય બગાડનો નિયમ લાગુ કર્યો છે. નિયમન કરીને પાણીના ઉપયોગની એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છેઅને જોગવાઈ કરવામાં આવી છે કેજેનાથી નદીમાં વસતા જીવોને નુકશાન નથાય અને તેને જળ વ્યવસ્થામાંપાછુ નાખી શકાય.

 

મિત્રો,

હું તમારૂં એ બાબતે ધ્યાન દોરવા માંગુ છું કે આ બાબતને જો રોકવામાં નહીં આવે તો પાછુ મૂળ સ્થિતિમાં આવવાનું મુશ્કેલ બની રહેશે. એ બાબત છે પ્લાસ્ટીકના કચરા સાથે જોડાયેલુ જોખમ, તે આરોગ્યને વિપરિત અસર કરવા ઉપરાંત જમીનને ખેતી માટે બિન ઉપજાઉ અને નકામી બનાવી દેશે.

 

અમારી સરકારે જાહેરાત કરી છે કે આગામી વર્ષોમાં ભારતએક વખત ઉપયોગ કરીને ફેંકી દેવામાં આવતા પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરાવશે. અમે પર્યાવરણને સાનુકૂળ વિકલ્પોની સાથે સાથે પ્લાસ્ટીકના એકત્રીકરણ અને નિકાલની સક્ષમ વ્યવસ્થા વિકસાવવા માટે કટિબધ્ધ છીએ.

મારૂં માનવું છે કે હવે એ સમય આવી ગયો છે કે દુનિયા એક જ વખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીકનો ઉપયોગ સદંતર બંધ કરી દે.

 

મિત્રો,

માનવ સશક્તિકરણ પર્યાવરણની સ્થિતિ સાથે ખૂબ ઘનિષ્ટ રીતે જોડાયેલું છે. જળ સંશાધનોનો ઉપયોગ હોય કે પછી એક વખત ઉપયોગ કરીને ફેંકી દેવાતા પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો કરવાની બાબત હોય, લોકોએ આ બાબતે પોતાના વર્તનમાં ફેરફાર કરવો પડશે. જ્યારે સમાજના તમામ વર્ગો કશુંક નક્કર હાંસલ કરવા માટે નિર્ણય લે છે ત્યારે આપણને અપેક્ષિત પરિણામો મળી રહે છે.

 

આપણે અનેક ઉદાહરણો રજૂ કરી શકીએ તેમ છીએ, પરંતુ વાસ્તવિક પરિવર્તન જમીની સ્તરે ટીમ વર્કથી જ શક્ય બની શકે છે. આ બાબત ભારતે 'સ્વચ્છ ભારત મિશન' બાબતે સારી રીતે જાણી, સમજી છે. તમામ ક્ષેત્રના લોકોએ તેમાં ભાગ લીધો હતો અને સ્વચ્છતાનો વ્યાપ વિસ્તારવા માટે નિર્ધાર કર્યો હતો, જેના કારણે સ્વચ્છતાનું પ્રમાણ 2014માં 38 ટકા જેટલું હતું તે વધીને 99 ટકા જેટલું થઈ ગયું છે.

 

હું, એક જ વખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીકનો ઉપયોગ દૂર કરવા માટે આવી જ ભાવના જોઈ રહ્યો છું, ખાસ કરીને યુવાનો આ કામગીરીમાં વધુ સહાયક બને તે અપેક્ષિત છે અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે તેમણે આગેવાની લેવી પડશે. મીડિયા પણ આ બાબતે મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે.

 

મિત્રો, હું જમીન અંગેના વૈશ્વિક એજન્ડા બાબતે પણ વિશેષ નિષ્ઠા વ્યક્ત કરવા માંગુ છું. હું એ દેશોને ભારતનું સમર્થન આપવા માટે અનુરોધ કરૂં છું કે જે ભારતમાં સફળ થયેલી એલડીએન (જમીનના તત્વો જાળવવાની) કેટલીક વ્યૂહરચનાઓને સમજવાનું અને અપનાવવાનું પસંદ કરી શકે છે. હું આ મંચ ઉપરથી જાહેરાત કરવા માંગુ છું કે ભારત તેના કુલ જમીન વિસ્તારને અત્યારથી શરૂ કરીને વર્ષ 2030 સુધીમાં 21 મિલિયન હેક્ટરથી વધારીને 26 મિલિયન હેક્ટર સુધી લઈ જશે. તેના કારણે જમીનની જાળવણીની સ્થિતિ સુધારવાની સાથે સાથે ફળદ્રુપ જમીન પણ પ્રાપ્ત થશે.

 

આ વૃક્ષ ક્ષેત્રના માધ્યમથી 2.5 અબજ મિલિયન ટનથી માંડીને 3 અબજ મિલિયન ટનની વચ્ચે ભારત વધુ પ્રમાણમાં કાર્બન પ્રાપ્ત કરવા સંબંધે વ્યાપક નિષ્ઠા જાહેર કરનાર પૂરવાર થશે.

 

હું તમને સૌથી પૌરાણિક શાસ્ત્રોમાંથી એક શાસ્ત્રની ખૂબ જ લોકપ્રિય પ્રાર્થના રજૂ કરીને મારા સંબોધનનું સમાપન કરી રહ્યો છું.

 

ओम् द्यौः शान्तिः, अन्तरिक्षं शान्तिः

 

શાંતિ શબ્દનો અર્થ માત્ર શાંતિ અથવા તો હિંસાનો વિરોધ તેવો થતો નથી. અહિં તેનો સંબંધસમૃદ્ધિની સાથે છે. દરેક બાબતના અસ્તિત્વનું એક કારણ અને એક ઉદ્દેશ હોય છે અને તમામ લોકોએ આ ઉદ્દેશ પૂરો કરવાનો હોય છે.તે ઉદ્દેશ પૂર્ણ થાય તો સમૃધ્ધિ પ્રાપ્ત થાય છે.

 

ओम् द्यौः शान्तिः, अन्तरिक्षं शान्तिः

એટલે કે એમાં કહેવાયું છે કે – આકાશ, સ્વર્ગ અને અંતરિક્ષ પણ સમૃધ્ધિ હાંસલ કરે.

 

पृथिवी शान्तिः,

आपः शान्तिः,

ओषधयः शान्तिः, वनस्पतयः शान्तिः, विश्वेदेवाः शान्तिः,

ब्रह्म शान्तिः

ધરતી માતા સમૃદ્ધ બને.

તેમાં વનસ્પતિ અને જીવ શક્તિનો સમાવેશ થાય, જેની સાથે આપણે ધરતી પર જીવી રહ્યા છીએ.

 

તે પણ  સમૃદ્ધ થાય.

પાણીનું દરેક ટીંપુ  સમૃદ્ધ બને.

દિવ્ય દેવતા  સમૃદ્ધ બને.

 

सर्वं शान्तिः,

शान्तिरेव शान्तिः,

सा मे शान्तिरेधि।।

 

સૌનું કલ્યાણ થાય.

મને પણ સમૃદ્ધિ પ્રાપ્ત થાય.

 

ओम् शान्तिः शान्तिः शान्तिः।।

 

ઓમ સમૃદ્ધિ સમૃદ્ધિ.

સમૃદ્ધિ.

 

આપણાં પૂર્વજોના વિચારો અને વિચારધારા સર્વ વ્યાપી અને મહાન વિચારોથી સભર રહ્યા છે. તેમને મારા અને આપણાં વચ્ચેના સંબંધોનો ખ્યાલ હતો. તે જાણતાં હતા કે મારી સમૃદ્ધિ માત્ર અમારી સમૃદ્ધિના માધ્યમથી જ સ્થાપિત થઈ શકે છે.

 

જ્યારે આપણાં પૂર્વજો ‘અમે’ એવું કહેતા હતા ત્યારે તેનો અર્થ માત્ર તેમનો પરિવાર કે સમુદાય સુધી જ સિમીત ન હતો. તેનો અર્થ માત્ર માણસ જાત એવો થતો ન હતો. તેમાં આકાશ, પાણી, વૃક્ષો, છોડ- બધાનો સમાવેશ થતો હતો.

 

આ ક્રમને જાણવાનું પણ ખૂબ જ આવશ્યક છે, જેમાં શાંતિ અને સમૃધ્ધિ માટે લોકો પ્રાર્થના કરી રહ્યા હોય.

 

આ લોકો આકાશ, પૃથ્વી, જળ, વૃક્ષો વગેરે માટે પ્રાર્થના કરતાં હતા. આ એવી ચીજો છે કે જે આપણાં અસ્તિત્વને જાળવી રાખે છે. તેને જ આપણે પર્યાવરણ કહીએ છીએ અને જો તે સમૃદ્ધ હોય તો હું પણ સમૃદ્ધ હોઉં છું તેવો તેમનો મંત્ર હતો. આજે પણ આ વિચાર અત્યંત પ્રાસંગિક છે.

આ પ્રકારની ભાવના સાથે હું વધુ એક વખત આ સૌને આ શિખર પરિષદમાં સામેલ થવા બદલ અભિનંદન પાઠવું છું.

 

આભાર,

આપનો ખૂબ ખૂબ આભાર.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Microsoft to invest $17.5 billion in India; CEO Satya Nadella thanks PM Narendra Modi

Media Coverage

Microsoft to invest $17.5 billion in India; CEO Satya Nadella thanks PM Narendra Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Shares Timeless Wisdom from Yoga Shlokas in Sanskrit
December 10, 2025

The Prime Minister, Shri Narendra Modi, today shared a Sanskrit shloka highlighting the transformative power of yoga. The verses describe the progressive path of yoga—from physical health to ultimate liberation—through the practices of āsana, prāṇāyāma, pratyāhāra, dhāraṇā, and samādhi.

In a post on X, Shri Modi wrote:

“आसनेन रुजो हन्ति प्राणायामेन पातकम्।
विकारं मानसं योगी प्रत्याहारेण सर्वदा॥

धारणाभिर्मनोधैर्यं याति चैतन्यमद्भुतम्।
समाधौ मोक्षमाप्नोति त्यक्त्त्वा कर्म शुभाशुभम्॥”