QuoteAI, મશીન લર્નિંગ, IoT, બેકચેઈન અને બિગ ડેટા જેવા ઉભરી રહેલા ક્ષેત્રો ભારતને વિકાસની નવી ઉંચાઈએ લઇ જઈ શકે છે અને તેના નાગરિકોના જીવનસ્તરમાં સુધારો લાવી શકે છે: વડાપ્રધાન
Quoteઇન્ડસ્ટ્રી 4.0 પાસે એવી મજબૂતી છે જે ભારતમાં પાછો ન થઇ શકે એવો હકારાત્મક બદલાવ લાવી શકે છે: વડાપ્રધાન મોદી
Quoteચોથી ઔદ્યોગિક ક્રાંતિ ભારતમાં થયેલા કાર્યોમાં ગતિ અને ઉંચાઈ લવવામાં મદદ કરશે: વડાપ્રધાન મોદી
Quoteસ્થાનિક ઉકેલ' થી 'વૈશ્વિક ઉપયોગ'... આપણે આ માર્ગે આગળ વધી રહ્યા છીએ: વડાપ્રધાન મોદી
Quoteચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં ભારતનું પ્રદાન જોઇને વિશ્વ દંગ થઇ જશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Quote#DigitalIndia એ ડેટાને ગામડાઓ સુધી પહોંચાડ્યો છે. ભારત વિશ્વમાં સહુથી વધુ ડેટાનો વપરાશ કરે છે અને તે એવો દેશ પણ છે જ્યાં ડેટા સહુથી ઓછી કિંમતે ઉપલબ્ધ છે: વડાપ્રધાન

વૈશ્વિક આર્થિક સંગઠનના રાષ્ટ્રપતિ શ્રી બોર્જ બ્રેંડે, ઉદ્યોગ જગતના સન્માનિત સદસ્યો, દેશ વિદેશથી પધારેલા અન્ય અતિથીગણ અને મારા સાથીઓ.

આપ સૌનું આ વિશેષ કાર્યક્રમમાં આવવા માટે હું અભિવાદન કરું છું, આભાર વ્યક્ત કરું છું. મારા માટે આ ખૂબ જ સુખદ છે કે વૈશ્વિક આર્થિક સંગઠને મને ભારતના પહેલા અને વિશ્વના ચોથા સેન્ટર ઑફ ધ ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનના શુભારંભ પર યાદ કર્યો.

સાથીઓ, ઇન્ડસ્ટ્રીઝ ફોર 4.0, સાંભળવામાં પહેલીવાર લાગે છે કે આપણે ઇન્ડસ્ટ્રીની વાત કરી રહ્યા છીએ. પરંતુ તેના જે ઘટકો છે, જે તેની તાકાત છે તે માનવ જીવનના વર્તમાન અને ભવિષ્યને બદલવાની ક્ષમતા રાખે છે.

આજના વૈશ્વિક પરિદ્રશ્યમાં જે રીતે વિક્ષેપક, આંતરજોડાણવાળી ટેકનોલોજીનો ઉદય થઇ રહ્યો છે તે અભૂતપૂર્વ છે. જુદી–જુદી ટેકનોલોજીની વચ્ચે સામંજસ્ય, સમન્વય ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન અથવા ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો આધાર બની રહ્યો છે. આ ટેકનોલોજીના જુદા–જુદા પાસાઓ સમગ્ર દુનિયામાં દરેક સ્તર પર દરેક સમાજમાં લોકોના રહેવાની રીતભાત, કાર્ય કરવાની પદ્ધતિ,સંવાદની પદ્ધતિ એ સતત બદલાઈ રહી છે.

આવી પરિસ્થિતિઓમાં સાનફ્રાન્સિસ્કો, ટોક્યો અને બેઇજિંગ પછી હવે ભારતમાં આ મહત્વપૂર્ણ કેન્દ્રનું ખુલવું એ ભવિષ્યની અસીમ સંભાવનાઓના દ્વાર ખોલે છે. હું વિશ્વ આર્થિક સંગઠનને આ પહેલ માટે ખૂબ–ખૂબ અભિનંદન અને આભાર પ્રગટ કરું છું.

ચોથા ઔદ્યોગિક ક્રાંતિને કઈ રીતે વિસ્તૃતીકરણ મલી રહ્યું છે, કઈ રીતે તે વિશ્વભરમાં પોતાનો પ્રભાવ બતાવી રહ્યું છે, તે તમે સાવ સારી રીતે જાણો છો. તમે તેના નિષ્ણાતો છે, તેની ઝીણવટતાઓને સમજો છો.

તેના મહત્વથી આગળ વધીને આજે આપણા સૌને માટે એ સમજવું ખૂબ જરૂરી છે કે આ ક્રાંતિ ભારત માટે શા માટે મહત્વપૂર્ણ છે અને કેવી રીતે આ ક્રાંતિનો સંપૂર્ણ લાભ ઉઠાવવાનું સંપૂર્ણ સામર્થ્ય ભારત આજે ભારત પાસે છે ? કેવી રીતે તેની સાથે જોડાયેલી તમામ ટેકનોલોજીને પૂરી ક્ષમતા સાથે લાગુ કરવી. ?

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ, બ્લોક ચેઈન, બીગ ડેટા અને આવી તમામ નવી ટેકનોલોજીઓમાં ભારતના વિકાસને નવી ઉંચાઈઓ પર લઇ જવા, રોજગારના લાખો નવા અવસરો બનાવવા અને દેશના પ્રત્યેક વ્યક્તિના જીવનને વધુ સારું બનાવવાની ક્ષમતા રહેલ છે.

ભારતની યુવા ઊર્જા, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં તેમનો દાયકાઓનો અનુભવ, સ્ટાર્ટ અપનું ગતિશીલ ઇકો સીસ્ટમ, આ ક્ષમતાને વધુ આગળ વધારે છે.

આજે જ્યારે ભારત ન્યુ ઇન્ડિયાના સંકલ્પની સાથે આગળ વધી રહ્યું છે, પોતાના સામર્થ્ય અને સંસાધનોને મજબુત કરી રહ્યું છે, તો તેને ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું સાથે મળવું એ સોનામાં સુગંધ ભળવા જેવું થઇ ગયું છે.

ભારત તેને માત્ર ઉદ્યોગજગતમાં પરિવર્તનની રીતે જ નહીં પરંતુ તેને સામાજિક પરિવર્તનના આધાર તરીકે પણ જોઈ રહ્યું છે. ઉદ્યોગ એ એક મંચ છે, ઉત્પાદન એ એક પ્રક્રિયા છે અને ટેકનોલોજી એક સાધન છે, પરંતુ તેનું અંતિમ લક્ષ્ય સમાજની છેલ્લી હરોળમાં બેઠેલા વ્યક્તિના જીવનને સરળ બનાવવાનું છે, તેમાં બદલાવ લાવવાનું છે.

સાથીઓ, હું ઇન્ડસ્ટ્રી 4.0માં તે તાકાત જોઈ રહ્યો છું જે સામાજિક અને આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલ અનેક નબળાઈઓને હંમેશા માટે ખતમ કરી શકે છે. ભારતમાં એક અફર સકારાત્મક પરિવર્તન લાવશે.

|

મારો દ્રઢ વિશ્વાસ છે કે ઇન્ડસ્ટ્રી 4.0નો ઉપયોગ કરીને ભારતની ગરીબીને દૂર કરી શકાય તેમ છે. દેશના ગરીબ, વંચિત વર્ગને, સમાજના ઉપેક્ષિત વર્ગના જીવનને વધુ સારું બનાવી શકાય તેમ છે. ભારત જેવા વિશાળ અને વિવિધતાથી ભરેલા દેશમાં જે ગતિ અને સ્તર સાથે કામ કરવાની જરૂરિયાત છે તેમાં આ ક્રાંતિ અમારી ખૂબ મદદ કરી શકે તેમ છે.

સાથીઓ, પાયા વિના કોઇપણ ઈમારત ઉભી થઇ નથી શકતી. ઇન્ડસ્ટ્રી 4.0ની સફળતા પણ આના જ પર ટકેલી છે કે કયા દેશમાં તેની માટે જરૂરી પાયો તૈયાર છે, સૌથી મજબુત છે. આજે મને ગર્વ છે કે છેલ્લા સાડા ચાર વર્ષોમાં અમારી સરકારે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે ભારતને તૈયાર કરવામાં અનેક મહત્વપૂર્ણ પહેલો કરી છે અને સફળતા પ્રાપ્ત કરી છે. મારા આ જ આત્મવિશ્વાસની પાછળ, આ ઉત્સાહની પાછળ જે કારણ છે તેને પણ હું તમારી સામે વિસ્તારપૂર્વક પ્રસ્તુત કરવા માંગું છું.

ભાઈઓ અને બહેનો, ઇન્ડસ્ટ્રી 4.0માંથી માત્ર એક શબ્દ કાઢી નાખવામાં આવે તો તેનો કોઈ અર્થ નહીં રહી જાય. આ શબ્દ છે ડિજિટલ,પરંતુ આ જ શબ્દ આજે બદલાતા ભારતની મોટી ઓળખ છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાને ડેટાને ભારતના ગામડે ગામડા સુધી પહોંચાડી દીધું છે.

પાછલા ચાર સાડા ચાર વર્ષોમાં દેશના ટેલીકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબુત કરવા માટે સરકારે પહેલાની સરખામણીમાં છ ગણું વધારે રોકાણ કર્યું છે.

સાથીઓ,

  • 2014માં ભારતના 61 કરોડ લોકોની પાસે ડિજિટલ ઓળખ હતી. આજે ભારતના 120 કરોડથી વધુ લોકોની પાસે આધાર કાર્ડ છે, પોતાની ડિજિટલ ઓળખ છે.
  • 2014માં ભારતમાં 8 લાખથી ઓછા મોબાઇલ આધારિત ટ્રાન્સરીસીવર સ્ટેશનો હતા, આજે તેમની સંખ્યા 18 લાખથી વધુ થઇ ગઈ છે.
  • 2014માં ભારતમાં ઓવરઓલ ટેલી ડેન્સીટી 75 ટકા હતી, આજે તે વધીને 93 ટકાથી વધુ  થઇ ગઈ છે.
  • 2014માં ભારતમાં મોબાઇલ ઈન્ટરનેટ સબસ્ક્રિપ્શનની સંખ્યા 23 કરોડ હતી, આજે તે પણ  વધીને બમણા કરતા વધુ એટલે કે આશરે 50 કરોડ થઇ ચુકી છે.
  • ભારતમાં પાછલા 4 વર્ષોમાં ઈન્ટરનેટ કવરેજ 75 ટકાથી પણ વધુ વધી ગઈ છે. આ વર્ષોમાં ભારત સરકારે ત્રણ લાખ કિલોમીટરથી વધુ ઓપ્ટીકલ ફાયબર પાથર્યા છે.

તેનું જ પરિણામ છે કે જ્યાં 2014ની પહેલા માત્ર દેશની 59 પંચાયતો જ ઓપ્ટીકલ ફાયબર સાથે જોડાયેલ હતી, આજે એક લાખથી પણ વધુ પંચાયતો સુધી ઓપ્ટીકલ ફાયબર પહોંચી ગયા છે. ખૂબ ટૂંક સમયમાં અમે દેશની તમામ અઢી લાખ પંચાયતોને આ ફાયબર સાથે જોડવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે.

સાથીઓ, 2014માં દેશમાં માત્ર 83 કોમન સર્વિસ સેન્ટર હતા. આજે ભારતમાં 3 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર કામ કરી રહ્યા છે.દેશના ગ્રામીણ વિસ્તારોમાં, દૂર–સુદૂરના વિસ્તારોમાં સરકાર 32 હજારથી વધુ વાઈફાઈ હોટસ્પોટ્સ ઉપલબ્ધ કરાવવા ઉપર કામ કરી રહી છે.

ડિજિટલ ઇન્ડિયા અભિયાને પાછલા ચાર વર્ષોમાં ભારતીયોની જીવન જીવવાની પદ્ધતિ બદલી નાખી છે. સાથીઓ, આ બધું ઇન્ડસ્ટ્રી 4.0જ છે કે જે

  • 2014માં એક ભારતીય નાગરિક જેટલો મોબાઇલ ડેટાનો ઉપયોગ કરતો હતો, આજે તેના કરતા 30 ગણાથી પણ વધુ મોબાઇલ ડેટાનો ઉપયોગ કરી રહ્યો છે.
  • એ પણ રસપ્રદ છે કે આજે જ્યાં આખી દુનિયામાં સૌથી વધુ મોબાઇલ ડેટા વપરાશ ભારતમાં થઇ રહ્યો છે, ત્યાં જ સમગ્ર દુનિયામાં સૌથી સસ્તો ડેટા પણ ભારતમાં જ ઉપલબ્ધ છે.
  • તેનું કારણ છે કે 2014 પછીથી ભારતમાં મોબાઇલ ડેટાની કિંમતમાં 90 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

સાથીઓ, આવી વિકાસ ગાથા તમને દુનિયાના કોઇપણ દેશમાં સાંભળવા નહિ મળે. ભારતની આ સફળતાની ગાથા અસ્પષ્ટ છે.

આજે ભારત દુનિયાના સૌથી વિશાળ ડિજિટલ માળખાગત બાંધકામવાળા દેશોમાંનો એક છે. આધાર, યુનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ, ઈ–સાઈન, ઈ–નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ એટલે કે ઈ–નામ, સરકારી ઈ–માર્કેટ પ્લેસ એટલે કે જીઈએમ, ડિજિ લોકર જેવા યુનિક ઇન્ટરફેસ ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી ટેકનોલોજી લીડર બનવામાં મદદ કરી રહ્યા છે. તેના કારણે વધુમાં વધુ લોકો ઝડપની સાથે ડિજિટલ ટેકનોલોજી સાથે જોડાઈ રહ્યા છે.

ભારતના ડિજિટલ માળખાગત બાંધકામે દેશના સ્ટાર્ટઅપને પણ આ મંચ ઉપર નવીનીકરણ કરવાનો મોકો આપ્યો છે. આ નવીનીકરણ દેશના એમએસએમઈ ક્ષેત્રને વધુ મજબુત કરવાનું પણ કામ કરી રહ્યા છે.

સાથીઓ, ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સંશોધન સાથે જોડાયેલ રોબસ્ટ ઇકો સીસ્ટમ તૈયાર કરવા માટે રાષ્ટ્રીય વ્યૂહરચના કેટલાક મહિનાઓ અગાઉ જ બનાવવામાં આવી છે. ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના ધ્યેયમંત્ર પર ચાલીને તેને ‘સૌને માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’નું નામ આપવામાં આવ્યું છે.

|

કઈ રીતે રીસર્ચ ઇકો સીસ્ટમ બનાવવામાં આવશે, અડેપ્શનને પ્રમોટ કરવામાં આવશે, સ્કીલીંગ ચેલેન્જ સામે લડવામાં આવશે; આ બધા જ મહત્વપૂર્ણ વિષયો ઉપર તેમાં વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. તેમાં ખાસ ધ્યાન તે ક્ષેત્રો ઉપર આપવામાં આવ્યું છે કે જે ભારતીય જનમાનસ સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલ છે, જેમ કે કૃષિ, સ્વાસ્થ્ય, શિક્ષણ. આ ક્ષેત્રોમાં સરકાર દ્વારા અનેક પાયલોટ પ્રોજેક્ટ્સ પર કામ શરુ કરી દેવામાં આવ્યું છે. આ જ શ્રુંખલા અંતર્ગત પાછલા દિવસોમાં મોબીલીટી ઉપર એક મોટી પરિષદ પણ અમે અહિયાં આગળ જ આયોજિત કરી છે.

સાથીઓ, મુંબઈમાં ડબ્લ્યુઈએફનું આ કેન્દ્ર આ જ કડીને વધુ મજબુત કરવાનું કામ કરશે. આ કેન્દ્ર ‘સૌનો સાથ–સૌનો વિકાસ’ની દિશામાં કરવામાં આવેલા પ્રયાસોની માટે પ્રેરણાદાયી અને પુરક તરીકે કામ કરશે.

આ કેન્દ્ર નવી–નવી ઉભરતી ટેકનોલોજીની આસપાસ સરકારની નીતિઓને ડિઝાઇન કરવામાં પણ મદદ કરશે. આ કેન્દ્ર ભારતના જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, જુદી–જુદી રાજ્ય સરકારોના કામમાં નવી ચેતના જગાડવા, ઇન્ડસ્ટ્રી 4.0ના નવા પાસાઓને આગળ લઇ જવામાં ઘણી મોટી માત્રામાં મદદ કરશે.

મને જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર સરકારની સાથે આ કેન્દ્રએ ગ્રોથ અને ઈન્ટરનેટ અપ થિંગ્સના માધ્યમથી સરકારી સેવાઓને સુધારવા માટે એક પ્રોજેક્ટ પર કામ શરુ કરી દેવામાં આવ્યું છે. અને તેની માટે હું મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને જરૂરથી અભિનંદન આપું છું.મને આશા છે કે આવનારા સમયમાં દરેક રાજ્યમાં આવી અનેક પરિયોજનાઓ શરુ થશે.

સાથીઓ, ભારતમાં ઇન્ડસ્ટ્રી 4.0ની મજબુતાઈથી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિસ્તારથી જ્યાં એક બાજુ દેશના લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલ વધુ સારી સુવિધાઓ મળશે, ત્યાં જ ઈલાજ ઉપર થનારા તેમના ખર્ચા પણ ઓછા થશે.

કૃષિ ક્ષેત્રમાં તેનો વિસ્તાર થવાથી એક બાજુ ખેડૂતોની ઉપજ વધશે, અનાજની બરબાદી અટકશે તો બીજી તરફ તેની આવકમાં પણ વૃદ્ધિ થશે. આ ટેકનોલોજી ભારતના ખેડૂતોને હવામાન, પાક અને બીજ વાવવાના ચક્રના સંબંધમાં સાચો નિર્ણય લેવામાં મદદ કરી શકે છે.

આ સ્માર્ટ સીટી અને ભારતમાં 21મી સદીના માળખાગત બાંધકામને મજબુત કરવાની સાથે જ દેશના ગામડે ગામડા સુધી જોડાણ વધારવામાં મદદ કરી શકે છે.

સ્માર્ટ મોબીલીટીથી લઈને ટ્રાન્સપોર્ટેશન સુધી અને શહેરોમાં જામની સમસ્યાથી છુટકારો અપાવવામાં પણ નવી ટેકનોલોજીથી ભારતને સહાયતા મળવાની છે.

આપણો દેશ ભાષાની વિવિધતાથી સંપન્ન છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી જુદી જુદી બોલીઓ અને ભાષાઓમાં વિચારોનું આદાનપ્રદાન વધુ સરળ થઇ શકે છે.

એવા જ ભારતના મારા દિવ્યાંગ ભાઈ બહેનોના સામર્થ્યને વધુ મજબુત કરવામાં, તેમના જીવનમાં આવનારી મુસીબતોને ઓછી કરવામાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઘણી મોટી ભૂમિકા છે, તેના ઘણા ઉપયોગો છે.

સાથીઓ, આ બધા જ પ્રમુખ વિષયોમાં જુદા જુદા સ્તર પર ભારતમાં કામ શરુ થઇ ગયું છે. આ કાર્યોમાં સોલ્વ ફોર ઇન્ડિયા, સોલ્વ ફોર ધ વર્લ્ડનું લક્ષ્ય પણ સમાવિષ્ટ છે.

અમે ‘સ્થાનિક ઉપાયોથી વૈશ્વિક અમલીકરણ’ તરફ પણ આગળ વધી રહ્યા છીએ. તેમાં એક વધુ ટેકનોલોજીની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ છે, તે છે બ્લોક ચેઈન. આ ટેકનોલોજી લઘુત્તમ સરકાર, મહત્તમ શાસનના સરકારના વિઝન સાથે જોડાય છે, તેને આગળ વધારે છે.

તેની મદદથી સ્વશાસન અને સ્વ પ્રમાણપત્રને વધુ વિસ્તાર આપવામાં આવી રહ્યો છે અને ભવિષ્યની સંભાવનાઓને તપાસવામાં આવી રહી છે.

તમામ સરકારી પ્રર્કીયાઓ, મૂંઝવણો, અડચણોને તેની મદદથી દુર કરવામાં આવી શકાય તેમ છે. આ પ્રક્રિયાઓમાં સુધારો આવવાથી પારદર્શકતા વધશે, ભ્રષ્ટાચાર ઓછો થશે, અપરાધો ઘટશે અને આ બધાનો સીધો પ્રભાવ ભારતના નાગરિકોની જીવન જીવવાની સરળતા ઉપર પડશે.

સાથીઓ, બ્લોક ચેઈન ટેકનોલોજીનો વિસ્તાર ભારતને વેપાર કરવાની સરળતાની બિઝનેસ રેન્કિંગમાં ખૂબ ઉપર લઇ જવાની પણ ક્ષમતા રાખે છે. સરકારની તમામ સેવાઓ, પ્રાકૃતિક સંસાધનોનું વ્યવસ્થાપન, સંપત્તિની નોંધણી, કોન્ટ્રેક્ટ, પાવર જોડાણ, અનેક કાર્યોમાં તેની મદદથી વધુ ગતિ લાવી શકાય તેમ છે.

આ જ વસ્તુ સમજીને ભારતમાં બ્લોક ચેઈન પર પણ રાષ્ટ્રીય વ્યૂહરચના બનાવવા માટે ઝડપથી કામ થઇ રહ્યું છે. તેમાં તેને મુંબઈમાં ડબ્લ્યુઈએફના આ નવા કેન્દ્રમાંથી પણ મદદ મળશે. હું તમને એ પણ માહિતી આપવા માંગું છું કે ભારત ખૂબ જ ટૂંક સમયમાં પોતાની ડ્રોન નીતિની પણ જાહેરાત કરવા જઈ રહ્યું છે.

સાથીઓ જ્યારે પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ થઇ તો ભારત ગુલામ હતું. જ્યારે બીજી ઔદ્યોગિક ક્રાંતિ થઇ ત્યારે પણ ભારત ગુલામ હતું. જ્યારે ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ થઇ તો ભારત આઝાદી બાદ મળેલા પડકારો સામે જ લડવામાં સંઘર્ષ કરી રહ્યું હતું. પરંતુ હવે 21મી સદીનું ભારત બદલાઈ ગયું છે.

હું આજે સંપૂર્ણ વિશ્વાસ સાથે, પોતાના દેશના 130 કરોડ લોકોના સામર્થ્ય સાથે કહી રહ્યો છું કે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિના લાભથી વંચિત નહીં રહે. પરંતુ હું માનું છું કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં ભારતનું યોગદાન, સંપૂર્ણ વિશ્વને ચોંકાવનારૂ હશે. અભૂતપૂર્વ, અદ્ભુત –અકલ્પનીય યોગદાન.

અમારી વિવિધતા, અમારી વસ્તી ક્ષમતા, ફાસ્ટ ગ્રોઈંગ માર્કેટ સાઈઝ અને ડિજિટલ માળખાગત બાંધકામ, ભારતને સંશોધન અને અમલીકરણનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાની ક્ષમતા રાખે છે. ભારતમાં થનારા નવીનીકરણનો લાભ સમગ્ર દુનિયાને મળશે, સંપૂર્ણ માનવતાને મળશે.

સાથીઓ, આજે આ મંચ ઉપર હું એક બીજા મહત્વપૂર્ણ વિષય પર મારી વાત રજૂ કરવા માંગું છું. કેટલાક લોકો ચિંતા કરે છે કે ટેકનોલોજીનું આ ઉત્થાન, રોજગાર ઓછો કરી નાખશે. પરંતુ સચ્ચાઈ તો એ છે કે માનવ જીવનને જે વાસ્તવિકતાઓને આપણે આજ સુધી સ્પર્શ નથી કરી તેના દ્વાર હવે ‘ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઝીરો’ દ્વારા ખુલશે. તે નોકરીની પ્રકૃતિને ઘણાં અંશે બદલી નાખશે.

આ વાસ્તવિકતાને સમજીને ભારત સરકાર સ્કીલ ઇન્ડિયા મિશન, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, અટલ ઇનોવેશન મિશન જેવા કાર્યક્રમો ચલાવી રહી છે. અમારા દેશનો યુવાન બદલાતી ટેકનોલોજીઓ માટે તૈયાર થઇ શકે, તેના પર અગાઉથી જ કામ કરવામાં આવી રહ્યું છે.

સાથીઓ, 10 વર્ષ પછી આપણે ક્યાં હોઈશું, તે આ હોલમાં બેઠેલ કોઈ પણ વ્યક્તિ નથી કહી શકતો. એ પણ કોઈ નથી કહી શકતું કે પાંચમી ઔદ્યોગિક ક્રાંતિ હવે કેટલી દુર છે. ઠીક છે કે પહેલાની ત્રણ ઔદ્યોગિક ક્રાંતિ લગભગ સો વર્ષના અંતરાળ પછી આવી છે. પરંતુ આપણે એ પણ તો જોઈ રહ્યા છીએ કે ચોથી ક્રાંતિએ 30-40 વર્ષ પહેલા જ ટકોરા મારી દીધા હતા.

પાછલા એક બે દાયકાઓને જ જોઈએ તો અગણિત વસ્તુઓની શોધ થઇ અને તે લુપ્ત પણ થઇ ગઈ. ટેકનોલોજીએ સમયને જાણે રોકી લીધો છે. ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઝીરોથી ફાઈવ પોઈન્ટ ઝીરોનો બદલાવ હવે 100 વર્ષ નહીં લગાડે.

એટલા માટે ભારત ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ જીરોને લઈને એટલું ગંભીર છે. આ જ સમય છે પોતાના સંપૂર્ણ સામર્થ્ય સાથે એકત્રિત થઇ જવાનું.હું એ પણ ઈચ્છીશ કે આપણે આવનારા કેટલાક મહિનાઓમાં જ ભારતમાં એક ‘ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઝીરો’ પાર્ક પણ સ્થાપિત કરીએ.

હું આપ સૌને, દેશના ઉદ્યોગ જગતને, તમામ રાજ્ય સરકારોને, સિવિલ સોસાયટીને, ઉદ્યોગપતિઓને આહ્વાન કરું છું કે આ ક્રાંતિમાં એકત્રિત થાય, સાથે જોડાય અને તેને સાથે મળીને ધરાતલ પર ઉતારો.

સાથીઓ, અમારી સરકારની વિચારધારા મુક્ત છે, વિચારો ખુલ્લા છે. જે પણ માળખું બનાવવાનું હોય, જે પણ પ્રોટોકોલ નક્કી કરવાના હોય, જે પણ નીતિઓ બનાવવાની હોય, નવા ભારતના હિતમાં, ભારતીયોના હિતમાં જે પણ કઈ કરવાનું હોય, આપણે કરીશું.

તમારા દરેક મંતવ્યો, તમારા દરેક અનુભવનું અમે હંમેશા સ્વાગત કરીએ છીએ. સરકાર દરેક સમયે, તૈયાર છે, તત્પર છે. અમે એ નક્કી કરીને બેઠા છીએ કે હવે આ વખતે ભારતને ચૂકવા નહીં દઈએ.

હું એકવાર ફરીથી આપ સૌને ચોથી ઔદ્યોગિક ક્રાંતિના કેન્દ્ર માટે ખૂબ–ખૂબ શુભકામનાઓની સાથે પોતાની વાત સમાપ્ત કરું છું.

ખૂબ–ખૂબ આભાર!!!

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
India beats US, China, G7 & G20 nations to become one of the world’s most equal societies: Here’s what World Bank says

Media Coverage

India beats US, China, G7 & G20 nations to become one of the world’s most equal societies: Here’s what World Bank says
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister extends greetings to His Holiness the Dalai Lama on his 90th birthday
July 06, 2025

The Prime Minister, Shri Narendra Modi extended warm greetings to His Holiness the Dalai Lama on the occasion of his 90th birthday. Shri Modi said that His Holiness the Dalai Lama has been an enduring symbol of love, compassion, patience and moral discipline. His message has inspired respect and admiration across all faiths, Shri Modi further added.

In a message on X, the Prime Minister said;

"I join 1.4 billion Indians in extending our warmest wishes to His Holiness the Dalai Lama on his 90th birthday. He has been an enduring symbol of love, compassion, patience and moral discipline. His message has inspired respect and admiration across all faiths. We pray for his continued good health and long life.

@DalaiLama"