Releases commemorative coin and postal stamp in honour of Sri Aurobindo
“1893 was an important year in the lives of Sri Aurobindo, Swami Vivekananda and Mahatma Gandhi”
“When motivation and action meet, even the seemingly impossible goal is inevitably accomplished”
“Life of Sri Aurobindo is a reflection of ‘Ek Bharat Shreshtha Bharat’
“Kashi Tamil Sangamam is a great example of how India binds the country together through its culture and traditions”
“We are working with the mantra of ‘India First’ and placing our heritage with pride before the entire world”
“India is the most refined idea of human civilization, the most natural voice of humanity”

નમસ્કાર.

શ્રી અરવિંદની 150મી જન્મ જયંતી વર્ષના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપ તમામનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.  આ પૂણ્ય અવસર પર હું તમામ દેશવાસીઓને પણ અનેક અનેક શુભકામના પાઠવું છું. શ્રી અરવિંદનું 150મું જન્મ વર્ષ સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક અવસર છે. તેમની પ્રેરણાને, તેમના વિચારોને આપણી નવી પેઢી સુધી પહોંચાડવા માટે દેશે આ આખા વર્ષને વિશેષ રૂપથી ઉજવવાનો સંકલ્પ કર્યો હતો. તેના માટે એક વિશેષ ઉચ્ચ સ્તરીય સમિતિ રચવામાં આવી હતી. સંસ્કૃતિ મંત્રાલયના નેતૃત્વમાં તમામ અલગ અલગ કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે. આ જ શ્રેણીમાં પુડ્ડુચેરીની ધરતી પર, જે મહર્ષિની પોતાની તપોસ્થળી રહી છે, આજે રાષ્ટ્ર તેમને વધુ એક કૃતજ્ઞ શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. આજે શ્રી અરવિંદ પર એક સ્મૃતિ કોઈન (સિક્કો) અને પોસ્ટલ સ્ટેમ્પ પણ જારી કરવામાં આવી રહી છે. મને વિશ્વાસ છે કે શ્રી અરવિંદના જીવન અને તેમના શિક્ષણથી પ્રેરણા લેતા લેતાં રાષ્ટ્રના  પ્રયાસો આપણા સંકલ્પોને એક નવી ઉર્જા, નવી તાકાત પ્રદાન કરશે.

સાથીઓ,

ઇતિહાસમાં ઘણી વખત, એક જ સમયગાળામાં ઘણી આશ્ચર્યજનક ઘટનાઓ એક સાથે બને છે. પરંતુ, તેઓ સામાન્ય રીતે માત્ર એક સંયોગ તરીકે લેવામાં આવે છે. હું સંમત છું કે જ્યારે આ પ્રકારના સંયોગો બને છે તો તેની પાછળ કોઈને કોઇક યોગ શક્તિ કામ કરે છે. યોગ શક્તિ, એટલે કે એક સામૂહિક બળ, સૌને જોડનારું એકીકૃત બળ! તમે જુઓ, ભારતના ઇતિહાસમાં, ઘણા મહાપુરુષો થયા છે, જેમણે આઝાદીની ભાવના અને આત્માને પણ મજબૂત કર્યો. તે પૈકીના ત્રણ – શ્રી અરવિંદ, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી એવા મહાપુરુષ છે જેમના જીવનની સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓ એક જ સમયમાં ઘટી હતી. આ ઘટનાઓથી આ મહાપુરુષોનું જીવન પણ બદલાયું તથા રાષ્ટ્રજીવનમાં પણ પરિવર્તન આવ્યા. 1893માં 14 વર્ષ બાદ શ્રી અરવિંદ ઇંગ્લેન્ડથી ભારત પરત ફર્યા. 1893માં જ સ્વામી વિવેકાનંદ વિશ્વ ઘર્મ પરિષદમાં પોતાના ખ્યાતનામ પ્રવચન માટે અમેરિકા ગયા. અને એ જ વર્ષે ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા જ્યાંથી તેમની મહાત્મા ગાંધી બનવાની યાત્રા શરૂ થઈ હતી.  અને આગળ જતાં દેશને આઝાદીનો મહાનાયક મળ્યો.

ભાઈઓ અને બહેનો,

આજે ફરી એક વાર આપણું ભારત એક સાથે આવા જ અનેક સંયોગોનું સાક્ષી બની રહ્યું છે. આજે જ્યારે દેશે પોતાની આઝાદીના 75 વર્ષ પૂરા કર્યા છે, અમૃતકાળની આપણી યાત્રા શરૂ થઈ રહી છે. તે જ સમયે આપણે અરવિંદની 150મી જયંતી મનાવી રહ્યા છે. આ જ સમયગાળામાં આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતી જેવા અવસરોના પણ સાક્ષી બન્યા છીએ. જ્યારે પ્રેરણા અને કર્તવ્ય, મોટિવેશન અને એક્શન એક સાથે મળી જાય છે તો અસંભવ લક્ષ્યાંક પણ અસંભાવી બની જાય છે. આઝાદીના અમૃતકાળમાં આજે દેશની સફળતાઓ, દેશની સિદ્ધિઓ તથા ‘સૌનો પ્રયાસ, સૌનો વિકાસ’નો સંકલ્પ આ વાતનો પુરાવો છે.

સાથીઓ,

શ્રી અરવિંદનું જીવન એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પ્રતિબિંબ છે. તેમનો જન્મ બંગાળમાં થયો હતો પરંતુ  તે બંગાળી, ગુજરાતી, મરાઠી, હિન્દી તથા સંસ્કૃત સહિત ઘણી ભાષાઓના જાણકાર હતા. તેમનો જન્મ ભલે બંગાળમાં થયો હતો પરંતુ તેમણે પોતાનો મોટા ભાગનો સમય ગુજરાત અને પુડ્ડુચેરીમાં પસાર કર્યો હતો. તેઓ જ્યાં પણ ગયા, ત્યાં તેમણે પોતાના વ્યક્તિત્વની ઉંડી છાપ છોડી હતી. આજે આપ દેશના કોઈ પણ હિસ્સામાં જશો, મહર્ષિ અરવિંદના આશ્રમ, તેમના અનુયાયી, તેમના પ્રશંસક દરેક સ્થાને મળશે. તેમણે આપણને દેખાડ્યું કે જ્યારે આપણે આપણી સંસ્કૃતિને જાણી લઈએ છીએ, જીવવા લાગીએ છીએ તો આપણી વિવિધતા આપણા જીવનનો સહજ ઉત્સવ બની જાય છે.

સાથીઓ,

આ આઝાદીના અમૃતકાળ માટે ઘણી મોટી પ્રેરણા છે. એક ભારત શ્રેષ્ઠ ભારતનું આથી ઉત્તમ પ્રોત્સાહન શુ હોઈ શકે છે ? થોડા દિવસ અગાઉ હું કાશી ગયો હતો. ત્યાં કાશી-તમિળ સંગમમના કાર્યક્રમનો હિસ્સો બનવાનો મને અવસર સાંપડ્યો હતો.તે અદભૂત આયોજન હતું. ભારત કેવી રીતે પરંપરા અને સંસ્કૃતિના માધ્યમથી કેવી રીતે અતૂટ છે તે કાશી-તમિળ સંગમમમાં જોવા મળ્યું. આજે સમગ્ર દેશનો યુવાન ભાષા-ભૂષાના આધાર પર ભેદ કરનારી રાજનીતિને પાછળ છોડીને એક ભારત, શ્રેષ્ઠ ભારતની રાજનીતિથી પ્રેરિત છે. આજે જ્યારે આપણે શ્રી અરવિંદને યાદ કરીએ છીએ, આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ ત્યારે આપણને કાશી-તમિળ સંગમમની ભાવનાનો વ્યાપ વધારવો પડશે.

સાથીઓ,

મહર્ષિ અરવિંદના જીવનને જો આપણે નજીકથી નિહાળીશું તો તેમાં આપણને ભારતનો આત્મા તથા ભારતની વિકાસ યાત્રાના મૌલિક દર્શન થાય છે. અરવિંદ એવી વ્યક્તિ હતા - જેમના જીવનમાં આધુનિક શોધ પણ હતી, રાજનૈતિક પ્રતિરોધ પણ હતો અને બ્રહ્મ બોધ પણ હતો. તેમનો અભ્યાસ ઇંગ્લેન્ડના બહેતરમાંથી બહેતર સંસ્થાનોમાં થયો હતો. તેમને એ જમાનાનું સૌથી આધુનિક વાતાવરણ મળ્યું હતું. વૈશ્વિક પ્રસિદ્ધિ મળી હતી. તેમણે ખુદે પણ આધુનિકતાને એટલા જ ખુલ્લા દિલથી અંગીકાર કરી. પરંતુ એ જ અરવિંદ દેશમાં પરત આવે છે તો અંગ્રેજી શાસનના આગેવાન બની જાય છે.તેમણે દેશની સ્વતંત્રતા માટે સ્વાધીનતા સંગ્રામમાં આગળ રહીને ભાગ લીધો. તેઓ એ પ્રારંભિક સ્વાતંત્ર્ય સેનાનીઓમાંથી એક હતા જેમણે જાહેરમાં પૂર્ણ સ્વરાજની વાત કરી હતી. કોગ્રેસની અંગ્રેજ પરસ્ત નીતિઓની ખુલ્લેઆમ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું – “જો આપણે રાષ્ટ્રનું પુનનિર્માણ ઇચ્છીએ છીએ તો આપણે રડતા બાળકની માફક બ્રિટિશ સંસદની આગળ રોદણા રડવાનું બંધ કરવું પડશે.”

બંગાળ વિભાજનના સમયે અરવિંદે યુવાનોની ભરતી કરી અને નારો આપ્યો, કોઈ સમાધાન નહી. તેમણે ‘ભવાની મંદીર’ના નામે ચોપાનીયા છપાવ્યા, નિરાશામાં ઘેરાયેલા લોકોને સાંસ્કૃતિક રાષ્ટ્રના દર્શન કરાવ્યા. આવી વૈચારિક સ્પષ્ટતા, આવી સાંસ્કૃતિક દૃઢતા અને  આ રાષ્ટ્રભક્તિ. તેથી જ એ સમયના મહાન સ્વાતંત્રતા સેનાની શ્રી અરવિંદને પોતાના પ્રેરણાસ્ત્રોત માનતા હતા. નેતાજી સુભાષ જેવા ક્રાંતિકારી તેમને પોતાના સંકલ્પોની પ્રેરણા માનતા હતા. ત્યાં જ બીજી તરફ જ્યારે તમે તેમના જીવનના બૌદ્ધિક અને આધ્યાત્મિક ઉંડાણને જોશો તો તમને એટલા જ ગંભીર અને મનસ્વી ઋષિ નજરે પડશે. તેઓ આત્મા અને પરમાત્મા જેવા ગંભીર વિષયો પર પ્રવચન કરતા હતા, બ્રહ્મ તત્વ અને ઉપનિષદોની વ્યાખ્યા કરતા હતા. તેમણે જીવ અને ઇશના તર્કને સમાજસેવના સૂત્રથી સાંકળ્યું હતું. નરથી લઈને નારાયણ સુધીની યાત્રા કેવી રીતે કરી શકાય છે તે આપ શ્રી અરવિંદના શબ્દો દ્વારા અત્યંત સહજતાથી શીખી શકો  છો. આ જ તો ભારતનું સંપૂર્ણ ચરિત્ર છે. જેમાં અર્થ અને કામના ભૌતિક સામર્થ્ય પણ છે. જેમાં ધર્મ એટલે કે કર્તવ્યનું અદભૂત સમર્પણ છે અને મોક્ષ એટલે કે આધ્યાત્મનો બ્રહમ બોધ પણ છે. તેથી જ આજે અમૃતકાળમાં જ્યારે દેશ ફરી એક વાર પોતાના પુનનિર્માણ માટે આગળ ધપી રહ્યો  છે તો આ જ સમગ્રતા આપણા ‘પંત પ્રાણો’માં છલકાય છે. આજે આપણે એક વિકસિત ભારતની રચના  કરવા માટે તમામ આધુનિક વિચારોને, શ્રેષ્ઠ પ્રેક્ટિસન સ્વિકારીને તથા અંગીકાર કરી રહ્યા છીએ. આપણે કોઈ પણ જાતના સમાધાન વિના, કોઈ દૈત્ય ભાવ વિના ‘ઇન્ડિયા ફર્સ્ટ’ના મંત્રને સામે રાખીને કામ કરી રહ્યા છીએ. અને સાથે સાથે આજે આપણે આપણા વારસાને, આપણી ઓળખને પણ એટલા જ ગર્વથી દુનિયા સમક્ષ રજૂ કરી રહ્યા છીએ.

ભાઈઓ અને બહેનો,

મહર્ષિ અરવિંદનું જીવન આપણને ભારતની એક અન્ય તાકાતનો બોધ આપે છે. દેશની આ તાકાત ‘આઝાદીનો આ પ્રાણ’ અને એ જ ગુલામીની માનસિકતાથી મુક્તિ. મહર્ષિ અરવિંદના પિતા શરૂઆતમાં અંગ્રેજીના પ્રભાવમાં તેમને ભારત અને ભારતની સંસ્કૃતિથી સંપૂર્ણપણે દૂર રાખવા માગતા હતા. તેઓ ભારતથી હજારો માઇલ દૂર અંગ્રેજી માહોલમાં દેશથી સંપૂર્ણ રીતે દૂર થતા રહ્યા. પરંતુ જ્યારે તેઓ ભારત પરત ફર્યા, જ્યારે તેઓ જેલમાં ગીતાના સંપર્કમાં આવ્યા, તો એ જ અરવિંદ ભારતીય સંસ્કૃતિનો સૌથી બુલંદ અવાજ બનીને સામે આવ્યા. તેમણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. રામાયણ, મહાભારત અને ઉપનિષદોથી માંડીને કાલીદાસ, ભવભૂતિ અને ભર્તહરિ સુધીના ગ્રંથોનો અનુવાદ કર્યો. જે અરવિંદને ખુદ યુવાવસ્થામાં ભારતીયતાથી દૂર રાખવામાં આવ્યા હતા લોકો હવે તેમના વિચારોમાં ભારતને નિહાળવા લાગ્યા. આ જ તો ભારત અને ભારતીયતાની અસલી તાકાત છે. તેમને કોઈ ગમે તેટલા ભૂંસી નાખવાનો પ્રયાસ કરે, તેમને આપણી અંદરથી બહાર કરી દેવાનો ગમે તેટલ પ્રયાસ કરે. ભારત એ અમર બીજ છે જે વિપરિતમાં વિપરિત સંજોગોમાં થોડો દબાઈ જાય, કરમાઈ જાય પરંતુ તે મરી શકે નહીં તે અજેય છે, અમર છે. કેમ કે ભારત માનવ સભ્યતાનો સૌથી પરિસ્કૃત વિચાર છે. માનવતાનો સૌથી સ્વાભાવિક સ્વર છે. આ મહર્ષિ અરવિંદના સમયમાં પણ અમર હતો અને આજે પણ આઝાદીના અમૃતકાળમાં પણ અમર છે. આજે ભારતનો યુવાન પોતાના સાંસ્કૃતિક સ્વાભિમાનની સાથે ભારતનો જયઘોષ કરી રહ્યો છે. દુનિયામાં આજે ભીષણ પડકારો છે. આ પડકારોના સમાધાનમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેતી મહર્ષિ અરવિંદથી પ્રેરણા લઈને આપણે આપણી જાતને તૈયાર કરવાની છે. સૌના પ્રયાસથી વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે. ફરી એક વાર મહર્ષિ અરવિંદને નમન કરતાં આપ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
The new labour codes in India – A step towards empowerment and economic growth

Media Coverage

The new labour codes in India – A step towards empowerment and economic growth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Digital India has eased the process of getting pension for the senior citizens : PM
October 09, 2024

The Prime Minister Shri Narendra Modi today expressed satisfaction that Digital India has made the process of getting pension easier and it is proving to be very useful for senior citizens across the country.

Responding to a post by journalist Ajay Kumar, Shri Modi wrote:

“सबसे पहले @AjayKumarJourno जी, आपकी माता जी को मेरा प्रणाम!

मुझे इस बात का संतोष है कि डिजिटल इंडिया ने उनकी पेंशन की राह आसान की है और यह देशभर के बुजुर्ग नागरिकों के बहुत काम आ रहा है। यही तो इस कार्यक्रम की बहुत बड़ी विशेषता है।”