આદરણીય પ્રધાનમંત્રી સ્ટેફ઼ાન લવૈન,

મીડિયાના મિત્રો,

આ મારી સ્વીડનની પહેલી યાત્રા છે. ભારતના પ્રધાનમંત્રીની સ્વીડન યાત્રા લગભગ ત્રણ દસકાઓના અંતરાળ પછી થઇ રહી છે. સ્વીડનમાં અમારા ઉષ્માસભર સ્વાગત અને સન્માન માટે હું પ્રધાનમંત્રી લવૈનનો અને સ્વીડનની સરકારનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરૂ છું. મારી આ યાત્રામાં પ્રધાનમંત્રી લવૈને અન્ય નોર્ડિક દેશોની સાથે ભારતનાં સંમેલનનું પણ આયોજન કર્યું છે. તેના માટે પણ હું હૃદયપૂર્વક આભાર પ્રગટ કરૂ છું.

ભારતના મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં સ્વીડન શરૂઆતથી જ મજબુત ભાગીદાર રહ્યું છે. 2016માં મુંબઈમાં અમારા મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી લવૈન પોતે ઘણા મોટા વ્યાપારી મંડળની સાથે સામેલ થયા હતા. ભારતની બહાર મેક ઇન ઇન્ડિયાનો સૌથી પ્રમુખ કાર્યક્રમ પણ ગયા વર્ષે ઓક્ટોબરમાં સ્વીડનમાં આયોજિત કરવામાં આવ્યો હતો. અમારા માટે તે ખુબ જ હર્ષ અને ગર્વનો વિષય છે કે ખુદ પ્રધાનમંત્રી શ્રી લવૈન તેમાં સામેલ થયા હતા. હું માનું છું કે આજની અમારી વાતચીતમાં સૌથી પ્રમુખ વિષય એ જ હતો કે ભારતના વિકાસથી બની રહેલા અવસરોમાં સ્વીડન કઈ રીતે ભારતની સાથે સમાન ભાગીદારી કરી શકે છે. તેના પરિણામસ્વરૂપ આજે અમે એક સંયુક્ત અભિનવ ભાગીદારી અને સંયુક્ત કાર્ય યોજના પર સહમતિ સ્થાપિત કરી છે.

નવીનીકરણ, રોકાણ, સ્ટાર્ટ અપ, ઉત્પાદન વગેરે અમારી ભાગીદારીના પ્રમુખ પાસાઓ છે. તેમની સાથે અમે પુનઃપ્રાપ્ય ઉર્જા, શહેરી વાહનવ્યવહાર, વેસ્ટ મેનેજમેન્ટ જેવા અનેક વિષયો પર પણ ધ્યાન આપી રહ્યા છીએ, જે ભારતના લોકોના જીવનની ગુણવત્તા સાથે જોડાયેલા વિષયો છે. વ્યાપાર અને રોકાણ સાથે જોડાયેલા વિષયો પર આજે પ્રધાનમંત્રી લવૈન અને હું સ્વીડનના પ્રમુખ સીઈઓની સાથે મળીને પણ ચર્ચા કરીશું.

અમારા દ્વિપક્ષીય સંબંધોનો એક અન્ય મુખ્ય સ્તંભ છે અમારો સંરક્ષણ અને સુરક્ષા સહયોગ. સંરક્ષણ ક્ષેત્રમાં સ્વીડન ઘણા લાંબા સમયથી ભારતનું ભાગીદાર રહ્યું છે અને મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં પણ આ ક્ષેત્રમાં ખાસ કરીને રક્ષા ઉત્પાદનમાં, અમારા સહયોગ માટે અનેક નવા અવસરો પેદા થવાના છે.

અમે અમારા સુરક્ષા સહયોગ, ખાસ કરીને સાયબર સુરક્ષા સહયોગને વધુ મજબુત કરવાનો નિર્ણય લીધો છે. બીજી એક અન્ય વાત જેના પર અમે સહમત થયા છીએ, તે છે કે અમારા સંબંધોનું મહત્વ ક્ષેત્રીય અને વૈશ્વિક પટલ પર પણ હોય. આંતરરાષ્ટ્રીય મંચ પર અમારો ઘણો નજીકનો સહયોગ છે અને આગળ પણ ચાલુ રહેશે.

આજે અમે યુરોપ અને એશિયામાં થઇ રહેલા વિકાસ વિષે વિસ્તારપૂર્વક વિચારોનું આદાન-પ્રદાન કર્યું છે. અંતમાં હું ફરી એકવાર પ્રધાનમંત્રી લવૈનનો હૃદયથી આભાર પ્રગટ કરવા માંગીશ.

આપ સૌનો ખૂબ-ખૂબ આભાર!!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors

Media Coverage

PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 ડિસેમ્બર 2025
December 13, 2025

PM Modi Citizens Celebrate India Rising: PM Modi's Leadership in Attracting Investments and Ensuring Security