શેર
 
Comments

ભાવેણાની ધરતી ઉપર તિરંગાની આનબાનશાન દ્રઢ કરતા રાજ્ય કક્ષાના ૬૩મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી

.....................

રાજયપાલ ર્ડા. શ્રીમતી કમલાજીએ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં તિરંગો લહેરાવી માર્ચ પાસ્ટની સલામી ઝીલી

.....................

રાજ્યપાલ ર્ડા. શ્રીમતી કમલાજીએ ભાવેણાની ધરતી ઉપર આજે ૬૩મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં બરાબર નવ કલાકે તિરંગો લહેરાવી માર્ચ પાસ્ટની સલામી ઝીલી ત્યારે ભાવનગરના નગરજનો રાષ્ટ્રભક્તિ અને શિસ્તબદ્ધતાથી રાષ્ટ્રસન્માનની આ ક્ષણના સાક્ષી બન્યા હતા. રાજ્યપાલશ્રીએ તિરંગાને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું હતું. જયારે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી કાર્યક્રમ બાદ જનશક્તિનું અભિવાદન કરવા ખુલ્લી જીપમાં ફર્યા હતા.

પ્રજાસત્તાક પર્વની પરેડનો પ્રારંભ કરવા માટે પરેડ કમાન્ડર શ્રી કાર્તિક કશ્યપે આદેશ આપ્યો હતો અને પોલીસ બેન્ડની દેશભક્તિ ગીતોની સુમધુર સુરાવલીઓ વચ્ચે માર્ચપાસ્ટની શરૂઆત થઇ હતી. આ માર્ચપાસ્ટમાં પ્રારંભમાં જ કાળા રંગના ચુસ્ત યુનિફોર્મમાં સજ્જ ચેતક કમાન્ડોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. માર્ચપાસ્ટમાં એસ.આર.પી. જવાનો, પોલીસદળ, મહિલા પોલીસ, શ્વાનદળ, અશ્વદળ, ટ્રાફિક પોલીસ, સાગર રક્ષકદળ, એન.સી.સી.ના જવાનો સહિત જવાનોની રર પ્લાટુનોમાં ૬પ૦થી વધુ જવાનોએ ભાગ લીધો હતો અને માર્ચપાસ્ટ દરમિયાન તિરંગાને સલામી આપી હતી.

માર્ચપાસ્ટ બાદ પોલીસ જવાનોએ મોટર સાયકલ ઉપર સવાર થઇ અંગ કસરતના હેરતભર્યા ખેલ કૌશલ્યને પ્રસ્તુત કર્યા હતા. ખાસ કરીને લાલ ગણવેશમાં સજ્જ મહિલા પોલીસના મોટર સાયકલો ઉપરના અંગકસરત અને સમતોલનના જે પ્રયોગો રજૂ કર્યા તેને નગરજનોના દિલની ધડકન તેજ બનાવી દીધી હતી. ખાસ કરીને ડેર ડેવિલ્સ મોટર સાયકલ સ્ટંટ શોએ સૌના દિલી જીતી લીધા હતા.

મોટર સાયકલ ઉપરના સ્ટંટ શો બાદ પોલીસ પરિવારના યુવકયુવતીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિમાં લોકગીતો, રાસગરબા અને પશ્ચિમ સંગીતની ફયુઝન સાથે કૃતિ રજૂ કરી હતી.

આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાવનગરના લકુલેશ યોગ વિદ્યાલયના માર્ગદર્શન હેઠળ સરકારી શાળાના રપ૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા સૂર્યનમસ્કાર અને અન્ય યોગઆસનોના નિદર્શને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

આ જ રીતે આ પ્રસંગે શ્વાનદળ દ્વારા રજૂ થયેલા ડૉગશો અને અશ્વદળના જાંબાઝ જવાનો દ્વારા કરાયેલા નિદર્શનોને ઉપસ્થિત નગરજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. આ ઉપરાંત ભાવનગરની શાળા અને યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો દર્શનીય રહ્યા હતા.

આ કાર્યક્રમમાં સાંસદો, ધારાસભ્યો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ, પોલીસ મહાનિદેશક શ્રી ચિતરંજનસિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આજે યોજાયેલી માર્ચ પાસ્ટમાં પ્રથમ ઇનામ ચેતક કમાન્ડો ફોર્સને, બીજું ઇનામ પોલીસ બેન્ડ તથા ત્રીજું ઇનામ રક્ષાશક્તિ યુનિવર્સિટીની પ્લાટુનને જયારે ટેબ્લોમાં પ્રથમ ઇનામ આદિજાતિ વિકાસના વનબંધુ કલ્યાણ યોજના, બીજું ઇનામ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્વામી વિવેકાનંદ તથા ત્રીજું ઇનામ કુટિર ઉદ્યોગ વિભાગના કૌશલ્ય વર્ધન કેન્દ્રના ટેબ્લોને પ્રા થયું હતું.

કાર્યક્રમ બાદ રાજ્યપાલશ્રી તથા મુખ્ય મંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓને મળી શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રજાસત્તાક પર્વઃ ર૦૧ર - ભાવનગર

મોટર સાયકલ સવાર પોલીસનું દિલધડક નિદર્શનઃ મહિલા પોલીસની જાંબાઝ પ્રસ્તુતિ

.....................

૬૩મા પ્રજાસત્તાક પર્વ પ્રસંગે ભાવનગર ખાતે યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં મોટર સાયકલ સવાર પોલીસ જવાનોએ દિલધડક અને વૈવિધ્યસભર નિદર્શન રજૂ કર્યું હતું. તેમાં પણ લાલ રંગના ગણવેશમાં સજ્જ મહિલા પોલીસ ઓટો ચાલકોએ તો બાઇક ચાલકોએ સાયકલ સવારીનું આગવું નિદર્શન કરીને ઉપસ્થિત જનમેદનીને અચંબામાં મુકી દીધી હતી.

મોટર સાયકલ પર સવારી કરીને ઉભા રહેવું, અવળા બેસવું, એક તરફ ઝુકીને બેસવું, એક પગે ઉભા રહેવું, બેઠા બેઠા અખબાર વાંચવું, યોગ નિદર્શન કરવું, પીરામીડ રચવો, વિવિધ આકારઆકૃતિ બનાવવા, ઝડપ સાથે ક્રોસીંગ કરવા જેવા નિદર્શનો આકર્ષક રહ્યા હતા. જયારે ર૦ પોલીસ જવાનો સૂતેલી મુદ્રામાં હોય અને તેના પરથી મોટર સાયકલ કુદાવવું કે સળગતી રીંગમાંથી મોટર સાયકલ સાથે જમ્પ મારી પસાર થવાના મહિલા પોલીસે રજૂ કરેલા નિદર્શનોને ઉપસ્થિત જનમેદનીએ હર્ષભરે વધાવી લીધા હતા.

પોલીસ પરિવારના લોકોએ સ્વયં નિર્દિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. સાથે સાથે ભાવનગરની સરકારી શાળાના રપ૦૦ જેટલા બાળકોએ સૂર્યનમસ્કાર અને યોગના આસનો રજૂ કર્યા હતા.

પ્રજાસત્તાક પર્વઃ ર૦૧ર - ભાવનગર

ભાવેણાનું આકર્ષણ બની ટેબ્લો પરેડ

રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા તૈયાર થયેલા ટેબ્લોનું અદ્ભૂત નિદર્શન

.....................

૬૩મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ભાવનગરમાં આજે ધામધૂમથી કરવામાં આવી ત્યારે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા રજૂ કરવામાં આવેલા ટેબ્લો ભાવેણાવાસી માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ઉમંગઉલ્લાસમાં મગન્ બનેલા ભાવેણા નગરે આ ટેબ્લો પરેડને આનંદની ચીચીયારી અને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.

રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભાવનગર કરવામાં આવી તે બાબતનો આનંદ પ્રત્યેકના ચહેરા પર જોવા મળતો હતો.

રાજ્યપાલ ર્ડા. શ્રીમતી કમલાજી અને મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તિરંગાને સલામી આપી ત્યારબાદ ટેબ્લો પરેડનો પ્રારંભ થયો હતો. તેની આગેવાની લીધી હતી નોબલ પારિતોષિક વિજેતા શ્રી રવીન્દ્રનાથ ઠાકુર અને મહાત્મા ગાંધીની શાંતિ નિકેતનમાં ઐતિહાસિક મુલાકાત દર્શાવતા ફલોટે. જનમેદની સામેથી પસાર થતા ફલોટે તાદ્શ્ય ચિત્રણ રજૂ કર્યું હતું. તેમાંય જીએમ.બીનો દહેજઘોઘા વચ્ચે રોરો ફેરી ફલોટ, સાપુતારા હિલ સ્ટેશન, વન વિભાગની પર્યાવરણ જતન, સાગરખેડૂ યોજનાની ઝાંખી, આંગણવાડી કેન્દ્ર દ્વારા થતા મહિલા અને બાળ ઉત્કર્ષની કામગીરી, સરદાર સરોવર નિગમ દ્વારા નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં પહોંચાડવાની યોજના, કૃષિ વિભાગની હરિત ક્રાંતિ, મિશન મંગલમ્, ભાવનગરના વિકટોરિયા પાર્કની પ્રતિકૃતિ, પવિત્ર યાત્રાધામો, જેડા ઉપરાંત ભાવનગરના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને દર્શાવતા ફલોટે ભારે આકર્ષણ જમાવ્યું હતું. ૩૬ જેટલા ફલોટ્સટેબ્લોની પરેડને ભાવેણાવાસીઓ નિહાળી અભિભૂત થયા હતા.

Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
During tough times, PM Modi acts as 'Sankatmochak', stands by people in times of need

Media Coverage

During tough times, PM Modi acts as 'Sankatmochak', stands by people in times of need
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 જૂન 2021
June 13, 2021
શેર
 
Comments

Prime Minister Narendra Modi gave the mantra of 'One Earth, one health,' in his virtual address to the G7 summit-

PM Narendra Modi and his govt will take India to reach greater heights –