શેર
 
Comments

માનગઢની ક્રાંતિએ ગુજરાતનું માન વધાર્યું છે આદિવાસીઓની શહાદત એળે નહીં જાય

ગુજરાતરાજસ્થાન આદિવાસી સરહદે માનગઢ હિલ ઉપર ૬૩મા ગુજરાત વન મહોત્સવની શાનદાર ઉજવણી

અંગ્રેજોના જૂલ્મસિતમો સામે સશસ્ત્ર સંગ્રામ ખેલીને શહિદી લેનારા આદિવાસીઓની સ્મૃતિમાં માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદ ગુરૂ સ્મૃતિવન નિર્માણનો પ્રારંભ કરતા મુખ્ય મંત્રીશ્રી દેશભક્ત અને વૃક્ષપ્રેમી વનવાસી પૂર્વજ શહિદોના ખમીરને શ્રદ્ધાંજલિ

ગુજરાતરાજસ્થાનમધ્યપ્રદેશમાંથી વિરાટ સંખ્યામાં વનવાસી મહેરામણ ઉમટયો

જંગલો બચાવીએવૃક્ષ વાવીએઃ

માનગઢમાં ૧૯૧૩ની આદિવાસી શહાદતની શતાબ્દી ર૦૧૩માં ગુજરાત ઉજવશેઃ મુખ્ય મંત્રીશ્રી

વિકાસનો માર્ગ જ આદિવાસીની જિંદગી બદલશે

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત અને રાજસ્થાનની પંચમહાલ જિલ્લાની આદિવાસી સરહદે વનવાસી શહિદોના રાષ્ટ્રીય તીર્થસમા માનગઢ હિલ ઉપર ૬૩મા ગુજરાત વનમહોત્સવનો પ્રારંભ માનગઢ ક્રાંતિના મહાનાયક શ્રી ગોવિંદ ગુરૂ સ્મૃતિવનના નિર્માણથી કરતા જાહેર કર્યું હતું કે, ૧૯૧૩માં બનેલી શહાદતની આદિવાસી બલિદાન ગાથાની ર૦૧૩માં આદિવાસી શહિદીની માનગઢ ક્રાંતિની શતાબ્દી ઉજવાશે.

આઝાદી કાજે આદિવાસી શહાદતની આ ઐતિહાસિક સંગ્રામની ઘટનાની શતાબ્દી ઉજવવા માટેની આ સરકારની પ્રતિબદ્ધતાને રાજકારણની નજરે જોનારા આદિવાસી શહાદતનું અપમાન કરી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.

અરવલ્લી ગિરીમાળાની આ માનગઢ ટેકરીએ ૧૭મી નવેમ્બર, ૧૯૧૩ના દિવસે અંગ્રેજી સલ્તનતના જાૂલ્મોસિતમ સામે શ્રી ગોવિંદ ગુરૂના નેતૃત્વમાં ખેલાયેલા સશસ્ત્ર ક્રાંતિ સંગ્રામમાં ૧પ૦૭ જેટલા દેશભક્ત આદિવાસી શહિદ થયા હતા તેની શતાબ્દીના વર્ષના આરંભે આજે માનગઢ ક્રાંતિના મહાનાયકની સ્મૃતિ અને ભીલ આદિવાસી શહિદોની યાદને ચિરંજીવ બનાવવા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬૩મો ગુજરાત વનમહોત્સવ માનગઢ હિલ ઉપર ગોવિંદ ગુરૂ સ્મૃતિ વનના ભવ્ય નિર્માણ માટે વૃક્ષ વાવેતર કરીને કર્યો હતો.

આજે આ વનમહોત્સવ પ્રસંગે સમગ્ર માનગઢ પહાડી ક્ષેત્રમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના સરહદી આદિવાસી ગામોમાંથી હજારોની સંખ્યામાં વનવાસી પરિવારો ઉમટયા હતા. સર્વાંગી આદિવાસી કલ્યાણની વન બંધુ વિકાસ યોજના અન્વયે વિવિધ યોજનાઓના આદિવાસી લાભાર્થીઓને સહાયનું વિતરણ મુખ્ય મંત્રીશ્રીએ કર્યું હતું.

માનગઢ હિલ ઉપર વિરાટ વનવાસી મહોરામણનું અભિવાદન કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ હકીકતનું ગૌરવ કરતાં જણાવ્યું કે, પહેલીવાર વનવિસ્તારમાં વન મહોત્સવ યોજાઇ રહ્યો છે અને તેને સાંસ્કૃતિક વિરાસતની આસ્થા સાથે જોડવાની પહેલ કરી છે. ગુજરાત સરકારે ર૦૦૪થી સાંસ્કૃતિક વનોના નિર્માણથી વન મહોત્સવની સંકલ્પના ચીલાચાલુ વૃક્ષારોપણની પરંપરાથી બદલીને નવો આયામ હાથ ધરેલો છે. આના પરિણામે સમાજ માટે પ્રાકૃતિક સંસાધનોની કાયમી અસ્કયામતો ઉભી કરવા વન મહોત્સવનું માધ્યમ અપનાવ્યું છે. ગાંધીનગરમાં પૂનિત વન, અંબાજીમાં માંગલ્ય વન, જૈન તીર્થ તારંગાજીમાં તીર્થંકર વન, સોમનાથમાં હરિહર વન, શામળાજીમાં શ્યામલ વન, ચોટીલામાં ભક્તિવન, પાલીતાણામાં પાવક વન અને પાવાગઢમાં વિરાસત વન ઘટાટોપ વનરાજીથી લીલાછમ બન્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.

માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદ ગુરૂની સ્મૃતિથી આદિવાસીઓની છાતી ગજગજ ફુલે છે પરંતુ કમનસીબે ઇતિહાસમાંથી તેમનું નામ ભૂંસી નાંખવામાં આવ્યું છે. ૧૯૧૩માં ગોવિંદ ગુરૂએ આદિવાસીઓમાં નિશસ્ત્ર સંપસભા અને ભગતપંથી જનચેતનાનો સામાજિક સુધારાનો જાુવાળ ઉભો કરેલો અને તેનાથી ભારત માતાની આઝાદી કાજે અંગ્રેજોની ફોજ સામે ઝૂકવાને બદલે તોપ અને ગોળીઓની રમઝટથી સામી છાતીએ શહિદી વહોરી લીધી જલિયાવાલા બાગ કરતા ડબલ સંખ્યામાં ભીલ આદિવાસીઓએ બલિદાન આપેલા પણ આ ઐતિહાસિક શહિદીની દેશભક્તની શતાબ્દી આ સરકાર ર૦૧૩માં ઉજવશે અને આદિવાસી શહિદોની ભારતભક્તિના ખમીર અને ખુમારીની દુનિયામાં પ્રતિષ્ઠા અપાવશે. એક સમય જરૂર આવશે જયારે ગોવિંદ ગુરૂ જેવા આઝાદીના ભારત ભક્તની સમાજ સુધારણાને આવનારી પેઢીઓ યાદ રાખે. શહાદત કયારેય એળે જઇ નહીં શકે એવો અમારો નિર્ધાર છે, એમ તેમણે દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું.

આદિવાસીઓના ઉત્કર્ષ માટે આઝાદી પછીની સરકારો નિષ્ફળ રહી છે પણ આ સરકારે ઘરવિહોણા આદિવાસીઓને બે લાખ ઘરોના આવાસ પ્લોટ ડિસેમ્બર સુધીમાં આપી દેવાની ઝૂંબેશ ઉપાડી છે. વનબંધુ યોજના નીચે પહેલા પાંચ વર્ષમાં રૂા. ૧પ૦૦૦ કરોડ અને હવે પાંચ વર્ષ માટે રૂા. ૪૦ કરોડનું પેકેજ અમલમાં મુકયું છે, એમ આદિવાસીઓના નામે રાજકારણ ખેલનારા ઉપર આકરા સરશંધાન કરતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આદિવાસીઓની અનામતના નામે રાજકીય રમતોને બદલે આ સરકારે દરેક આદિવાસી તાલુકામાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પૂર્વપટ્ટામાં વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચત્તર માધ્યમિક શાળા શરૂ કરી દીધી જેથી આદિવાસી વિદ્યાર્થી ર્ડાકટર અને ઇજનેર બની શકયા છે. આઇટીઆઇ અને નર્સંગ કોલેજો શરૂ કરી છે.

આદિવાસી ખેડૂતપશુપાલકોને દૂધાળા ગાયભેંસ આપીને તેની આર્થિક સ્થિતિ સુધારવા સહાય કરે છે ત્યારે દિલ્હીની કેન્દ્ર સરકાર ગૌમાંસની નિકાસ માટે સબસીડી આપે છે. ૧૮પ૭ના પ્રથમ સશસ્ત્ર ક્રાંતિનો આઝાદી સંગ્રામ ગાયની ચરબી હિન્દુસ્તાનની સેનાને આપવાની અંગ્રેજોની દાનત સામે શરૂ થયો હતો.

તેમણે જણાવ્યું કે, સશસ્ત્ર ક્રાંતિના આદિવાસી યશોગાથાને કોઇ ભૂલી નહીં શકે, જંગલો બચાવીએ અને વૃક્ષો વાવીને આવક મેળવો એવું આહ્વાન તેમણે આપ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ આદિવાસીઓની શહાદતને માનગઢ હિલ ઉપર સલામીની રૂપે શ્રદ્ધાંજલિ અર્પતા માનગઢ ટેકરીઓમાં વનરાજીની વિરાસત ઉભી કરવા પહાડી વિસ્તારમાં ફરીને નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાતે પ્રકૃતિપ્રેમ અને વૃક્ષપ્રેમથી પર્યાવરણની જાળવણી માટેનું જનઅભિયાન ઉપાડયું છે તેની ભૂમિકા આપી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વનમહોત્સવની ઉજવણીથી સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની મહેશ થશે એવી અભિલાષા દર્શાવી હતી.

કેટલાક લોકો ગુજરાતમાં વરસાદ થાય નહીં એ માટેનું રાજકારણ ખેલી રહ્યા છે તેની માર્મિક ટીકાપણ તેમણે કરી હતી.

પંચમહાલ જિલ્લાના માનગઢ ક્ષેત્રમાં સમાજ સુધારક ગોવિંદગુરૂની પ્રેરણાથી ૧પ૦૭ જેટલા આદિવાસી નરબંકાઓએ દેશની સ્વતંત્રતા માટે શહાદત વહોરી હતી તેવી માહિતી આપતા રાજ્યના વન મંત્રી શ્રી મંગુભાઈ પટેલે જણાવ્યું હતું કે, સાબરકાંઠાના પાલચિતરીયા, પંચમહાલના માનગઢના આદિવાસી વીરોના સ્વતંત્રના સંગ્રામમાં યોગદાનને આ રાજ્ય સરકારે મુખ્ય મંત્રીશ્રીની પ્રેરણાથી ઉજાગર કરીને ઇતિહાસમાં સ્થાન અપાવ્યું છે. વન ઉછેરીશું તો વરસાદના અભાવની ચિંતા નહીં કરવી પડે તેવી લાગણી વ્યકત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વન વિસ્તાર બહાર ર૯ કરોડ વૃક્ષોની સંપદાએ ગુજરાતને દેશમાં કેરળ પછી બીજું સ્થાન અપનાવ્યું છે. વૃક્ષ ખેતીથી આણંદ, ખેડા, ડાંગ જિલ્લાના લોકો નોંધપાત્ર કમાણી કરી રહ્યા છે. આઝાદી માટે લડનારા ગોવિંદ ગુરૂ અને તેમના શહાદતી સાથીદારોની યાદમાં ગિરનારની માફક માનગઢમાં પણ લીલી પરિક્રમાની વાર્ષિક પરંપરા શરૂ કરીએ તેવી ભલામણ કરતાં સાંસદ અને પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા માટે શહાદતના ઉજળા આદિજાતિ ઇતિહાસને સગવડતાપૂર્વક ભૂલાવી દેવાયો હતો. રાજ્યના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી શહિદોને શ્રદ્ધાંજલિ આપવા માનગઢની ધારે આવનારા પ્રથમ મુખ્ય મંત્રીશ્રી છે. તેમની આગેવાની હેઠળ રાજ્ય સરકારે આદિજાતિ શહાદતની ગૌરવગાથા પ્રકાશમાં આવી છે. ગુરૂ ગોવિંદના વારસદારોને શોધીને સન્માનવા અને ગોવિંદ વનના ઉછેર માટે વન વિભાગ પણ અભિનંદનને પાત્ર છે.

ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રનું ગૌરવ અને દેશની આશાઓના તારક છે તેવી લાગણી વ્યકત કરતાં મધ્યપ્રદેશના ગૃહ મંત્રી શ્રી ઉમાશંકર ગુાએ જણાવ્યું હતું કે, ગુજરાતે વિકાસનો ઇતિહાસ રચીને આંતરરાષ્ટ્રીય સ્તે નામના મેળવી છે. દેશના રાજ્યોએ વિકાસનું ગુજરાત મોડેલ સ્વીકાર્યું છે. ગોવિંદ ગુરૂના અનુયાયીઓ મધ્યપ્રદેશમાં પણ છે. ગુજરાત સરકારે સમાજ સુધારક અને દેશપ્રેમી સંતનો પ્રેરક ઇતિહાસ લોકો સમક્ષ મુકયો છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રીના હસ્તે ગોવિંદ ગુરૂની પરંપરાના વારસદાર મહંત માનગીરી મહારાજ અને નાથુરામ મહારાજનું સન્માન કરવાની સાથે વન વિભાગ દ્વારા પ્રકાશિત પુસતકોનું વિમોચન અને વન પંડિત પુરસ્કારોનું વિતરણ કર્યું હતું.

વન રાજ્ય મંત્રી શ્રી કિરીટસિંહજી રાણાએ માનગઢને પ્રવાસન તીર્થ તરીકે વિકસાવવાનો રાજ્ય સકારનો સંકલ્પ દોહરાવતાં તેની રૂપરેખા આપી હતી.

શહિદ સ્મૃતિ અને વન ઉછેરનો સમન્વય કરતા આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી ફકીરભાઈ વાઘેલા, સહ પ્રભારી અને પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી જીતેન્દ્રભાઈ સુખડીયા, મંત્રીમંડળના સદસ્યો સર્વ શ્રી જશવંતસિંહ ભાભોર, જયદ્રથસિંહ પરમાર, સંસદીય સચિવ શ્રી હર્ષદભાઈ વસાવા, સાંસદ શ્રી રામસિંહભાઇ રાઠવા, ફઝાનસિંહ ફુલસ્તે, પ્રભાતસિંહ ચૌહાણ, રાજસ્થાનના અગ્રણી શ્રી ઓમ માથુર, પૂર્વ સાંસદ શ્રી કાનજીભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ સર્વશ્રી જેઠાભાઈ આહિર, ફતેસિંહ ચૌહાણ, અરવિંદસિંહ રાઠોડ, તુષારસિંહજી, જિલ્લા અને તાલુકા પંચાયતોના અધ્યક્ષશ્રીઓ, પદાધિકારીઓ અને અગ્રણીઓ, અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી પ્રદીપ ખણા સહિત વન વિભાગના ઉચ્ચાધિકારીઓ, જિલ્લા કલેકટર શ્રી મનીષા ચંદ્રા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી શાલિની અગ્રવાલ સહિત અતિ વિશાળ જનસમુદાય જોડાયો હતો.

વન વિભાગના અગ્ર સચિવ શ્રી એસ. કે. નંદાએ સહુનું સ્વાગત કર્યું હતું.

Gujarat's Cultural Van

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
An order that looks beyond just economics, prioritises humans

Media Coverage

An order that looks beyond just economics, prioritises humans
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 નવેમ્બર 2021
November 26, 2021
શેર
 
Comments

Along with PM Modi, nation celebrates Constitution Day.

Indians witness firsthand the effectiveness of good governance under PM Modi.