તા. ૧૭/૧૧/૨૦૧૧

ભારત માતા કી જય..!

મંચ પર બિરાજમાન મંત્રીમંડળના મારા સાથી, રાજ્યના શહેરી વિકાસ મંત્રી શ્રી નિતીનભાઇ પટેલ, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી હરિનભાઇ પાઠક, ઔડાના ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઇ શાહ, કર્ણાવતીના મૅયર શ્રી અસિતભાઇ વોરા, ગાંધીનગર ગુડાના ચેરમેન શ્રી અશોકભાઇ ભાવસાર, ભાઈશ્રી જીતુભાઇ વાઘેલા પૂર્વ ધારાસભ્ય, અહીંના સતત દોડતા ધારાસભ્ય શ્રી બાબુભાઇ બી.જે.પી, અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અને એલિસબ્રીજના ધારાસભ્ય ભાઇ શ્રી રાકેશભાઇ શાહ, રખિયાલના ધારાસભ્ય શ્રી વલ્લભભાઇ, મંચ પર બિરાજમાન તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સૌ આગેવાનો, કૉર્પોરેશનના સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં પધારેલ વહાલા નાગરિક ભાઈઓ અને બહેનો...

રકાર કોના માટે? સરકાર ગરીબ માટે હોય છે, સરકાર નોધારાનો આધાર હોય છે. કોઇ એક ઉદ્યોગપતિ માંદો પડે તો એને ડૉક્ટરની સારવાર લેવામાં કંઈ તકલીફ પડે ભાઇ? જરાય ન પડે, પેલા એક કહેતાં પચાસ ડૉક્ટર હાજર થઈ જાય, પણ ગરીબને? ગરીબની ચિંતા તો સરકારે કરવી પડે, હોસ્પિટલો બનાવવી પડે અને એમાં ગરીબને ઓછા દરે એની સારવાર થાય એવી ચિંતા કરવી પડે. અમીરના છોકરાને ભણવું હોય તો એને કંઈ તકલીફ પડે? એ તો પંદર શિક્ષકો ઘેર બોલાવી શકે, પણ ગરીબના છોકરાને ભણવું હોય તો? સરકારે શાળાઓ બનાવવી પડે, સરકારે પગાર ચૂકવવા પડે, સરકારે યુનિફૉર્મ આપવા પડે, સરકારે બધી જ વ્યવસ્થા કરવી પડે, કારણ ગરીબ ભણે એ જરૂરી છે અને એ ચિંતા સરકારે કરવાની હોય છે. એ જ રીતે, આજના યુગમાં કોઇ અમીર માટે ઘર બનાવવું હોય, મધ્યમવર્ગના માનવી માટે ઘર બનાવવું હોય તો કદાચ પોતાની કમાણીમાંથી બચત કરીને મકાન બનાવી શકે, પણ ગરીબ બે ફૂટ જગ્યા પણ ન લઈ શકે અને એને માટે એની પાસે એટલું ગજું પણ ના હોય. તો ગરીબ માટે આવાસ સરકારે બનાવવા પડે, અરબો-ખર્વો રૂપિયાનો બોજ આવે તેમ છતાંય જો ગરીબને સારું ઘર મળે તો એની જીંદગીની એક નવી શરૂઆત થતી હોય છે અને તેથી સરકારે ગુજરાતમાં એક અભિયાન ઉપાડ્યું છે કે ગરીબને ઘર કેવી રીતે આપવું? અને આપને જાણીને આનંદ થશે ભાઈઓ, ૧૭૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે રકમ સાથે જેમ આજે આઠ હજાર મકાનો બની ગયા છે ને એક લાખ મકાનો તૈયાર થશે, એક લાખ! અને આવનારા દિવસોમાં સુરત, અમદાવાદ જેવા શહેરી વિસ્તારોમાં, ઝૂંપડપટ્ટીમાં જેમને જીંદગી જીવવી પડે છે ત્યાં ‘જ્યાં ઝૂંપડું ત્યાં ઘર’ એ યોજના સાથે અનેક નવા મકાનો બનાવવાનું આયોજન સરકારે હાથ પર લીધું છે. લાખો મકાનો આ રાજ્યમાં ગરીબો માટે બનવાનાં છે. ૪૦ વર્ષ ગુજરાતની અંદર કોંગ્રેસે રાજ્ય કર્યું, આ ૪૦ વર્ષમાં જેટલા મકાનો બન્યા હશે એના કરતા વધારે મકાનો આ સરકાર બનાવીને તમને આપવાની છે. અરે ગરીબને જ્યારે ઘર મળેને તો એની જીવન જીવવાની પધ્ધતિ પણ બદલાતી હોય છે. કોઇ માણસ કંઈક ઘરમાં વસાવેને તો પછી એને એમનેય સારું રાખવાની ટેવ પડતી હોય છે. અત્યારે એ ઝૂંપડામાં જીંદગી જીવતો હોય, કાચાં-પાકાં ઘરોમાં રહેતો હોય તો એને એમ થાય કે ઠીક આમાં ક્યાં ખર્ચો કરવાનો હોય? પગ-લૂછણિયાનો ખર્ચો પણ ના કરે. પણ આવું મકાન મળશેને એટલે એને એમ થશે કે ઉભા રહો ભાઈ, થોડા પૈસા બચાવો. પગલૂંછણિયું આવતા મહિને લાવવું છે, પછી થશે ના-ના થોડા પૈસા બચાવો, ઘરમાં કોઈ મહેમાન આવે તો સારું ના લાગે, શેતરંજી લાવવી છે. પછી એમ થાય કે ઉભા રહો, ખોટા ખર્ચા નથી કરવા હવે છોકરાઓ મોટા થાય છે તો ઘરમાં એકાદ ટી.વી. પણ લાવીએ. એકવાર મકાન મળે તો પોતાની જીંદગી સુધારવા માટે એ બચત પણ કરતો થાય છે, પૈસાની ખોટ હોય તો વધારે મહેનત પણ કરતો થાય છે અને ધીરે ધીરે બીજા લોકોને સમકક્ષ આવવાનો પ્રયાસ કરે છે. ગરીબોનું મકાન પણ ઘણીવાર ગરીબીની સામે લડવા માટેનું એક મોટું હથિયાર બની જતું હોય છે. એકવાર માણસ સ્વાભિમાનથી જીવતો થાય તો એને ગરીબી ભૂલવાનું મન થતું હોય છે. અને મને વિશ્વાસ છે કે જે આઠ હજાર આવા પરિવારોને આ ઘર મળી રહ્યાં છે, એ માત્ર મકાનમાં જઈને ખાલી આશરો લે એવું નહીં, એ મકાનમાં જાય ત્યારે એક નવી જીંદગી જીવવાનો સંકલ્પ કરે અને ગરીબીને હવે ઘરમાં પેસવા નથી દેવી એવા નિર્ધાર સાથે આગળ વધે.

મકાનો જ્યારે અમે આપીએ છીએ ત્યારે, જે ફ્લેટની કિંમત આજે ૨૦-૨૫ લાખ થાય એવા મકાનો આપને ખાલી ટોકન કિંમતથી મળવાના છે અને એ પણ એટલા માટે કે એના માટે થોડી જવાબદારી ઊભી થાય. સરકાર તમને આટલું આપે છે, હું તમારી પાસે કંઈ માંગું તો આપશો ભાઈઓ? બહુ ઓછા લોકો બોલે છે, આપશો..? પેલું નિતીનભાઇએ વર્ણન કર્યું એવું મારે કંઈ જોઇતું નથી ભાઈ, પેલું ટેબલ નીચે માંગે છે એવું નથી જોઇતું. મને વચન જોઇએ છે, આપશો...? જેમને આ મકાન મળે છે એ લોકો બે વાત પોતાના જીવનમાં નક્કી કરે. એક, અમે બાળકોને ભણાવીશું. ગમે તેવી તકલીફ પડે પણ બાળકોનું ભણતર નહીં છોડાવીએ. કરશો..? બાળકોને ભણાવશો..? એમાં દીકરીને ખાસ ભણાવશો..? ખોંખારીને બોલોને..! બીજું કામ, એક પાપ શહેરમાં વકરતું જાય છે અને જેમ માણસ આધુનિક થતો જાયને એમ આ રોગચાળો વધારે આવતો જાય અને એટલે ભ્રૂણ હત્યાનું પાપ, ખબર પડે કે દીકરી જન્મવાની છે તો એનો ગર્ભપાત કરાવી લે. ભાઈઓ-બહેનો, જેમને મકાનો મળવાનાં છે એવા સૌ લોકોને મારી બીજી વિનંતી છે કે આપણે નક્કી કરીએ કે આપણા આખા કુટુંબમાં ક્યારેય દીકરી અવતરવાની હોય તો ગર્ભપાતનું પાપ નહીં કરીએ, દીકરીને માંના પેટમાં મારી નહીં નાખીએ, દીકરીને આ પૃથ્વી પર અવતરવા દઇએ. ભાઈઓ, લક્ષ્મીને નહીં અવતરવા દો તો તમારા ઘરમાં લક્ષ્મીજી નહીં પધારે, આપણને સુખ નહીં મળે અને તેથી આ મકાન મળે તેની સાથે મનમાં આ પણ ભાવ કેળવીએ કે હવે પછી ઓશિયાળી જીંદગી જીવવી નથી. ક્યારેય આપણા સંતાનોને ભણી-ગણીને આગળ વધવું હોય તો કોઇ રુકાવટ ન આવે એવા સંકલ્પ સાથે એક નવી જીંદગી જીવવાની શરૂઆત કરવી છે એવા નિર્ધાર સાથે આ મકાનની અંદર પગ મૂકવાનો નિર્ણય કરજો ભાઈ.

મકાનો જે બન્યા છે એના કૉન્ટ્રેક્ટમાં અમારા ઔડાના મિત્રોએ એક સારી વ્યવસ્થા કરી છે. વ્યવસ્થા એ કરી છે કે જ્યારે સરકાર પઝેશન લેશે એ દિવસે જે નિયમો પ્રમાણે મકાન એણે આપવાનું છે એવું બરાબર તૈયાર કરીને આપવું પડશે. ક્યાંય બારી-બારણું તૂટેલું અંદર નાખશે તો સરકાર એનો સ્વીકાર કરવાની નથી, એને કહેશે કે ઊભો રે ભાઈ, આ બરાબર નથી, પૂરું કર પછી જ લઇશું અને એવું મકાન તમને મળવાનું છે. કારણકે ઘણી વાર મકાન બનતા બનતા છેલ્લું મકાન બનતું હોય ત્યારે પહેલા મકાનમાં કંઈક-કંઈક આવી તકલીફ આવી હોય... પણ આ કૉન્ટ્રેક્ટની વ્યવસ્થા છે કે કૉન્ટ્રેક્ટરે આપે એ દિવસે બધે-બધાં મકાન બરાબર તૈયાર કરીને આપવાનાં છે. એના કારણે અનન્ય લાભાર્થીઓ છે એમને એક મકાન સંપૂર્ણપણે, નિયમ પ્રમાણે જેવું બનવું જોઇએ એવું બનેલું તૈયાર મળશે એની વ્યવસ્થા સરકારે પહેલેથી કરેલી છે. આ જે મકાનો બનાવ્યાં છે એ જુદી જુદી જગ્યાએ બનાવ્યાં છે. અહીંયાં પણ બનાવ્યાં છે, પૂર્વ પટ્ટામાં બનાવ્યાં છે અને પશ્ચિમ પટ્ટામાં પણ બનાવ્યાં છે. હવે ડ્રૉમાં તો કંઈ ખબર ન પડે કે તમને ક્યાં મકાન મળે? તમે રહેતા હો થલતેજમાં અને મકાન મળે અહીં સિંગરવામાં તો તમને તકલીફ થાય. તો એક મે સૂચન એવું કર્યું છે કે અંદર-અંદર અદલાબદલી કરવી હોય તો ઔડાને મે કહ્યું છે કે આ ગરીબ પરિવારોને તકલીફ ન પડે, એમને અંદર-અંદર અદલાબદલી કરી આપજો. પણ સામે બદલીવાળો તમારે શોધી લાવવો પડે હોં ભાઈ, એ સરકાર ગોતવા નહીં જાય. તમારે શોધી લાવવું પડે કે આ ભાઈ થલતેજમાં છે એને સિંગરવા જવું છે તો તું સિંગરવા જા, હું થલતેજ જાઉં. બીજું, આમાં લગભગ બસો જેટલા વિકલાંગ પરિવારોના લાભાર્થે... જે કુટુંબમાં કોઇ વિકલાંગ છે, જેમને પગથિયાં ચડીને રોજ ઉપર-નીચે જવું હોય તો તકલીફ પડે... તો મેં ઔડાના મિત્રોને વિનંતી કરી છે કે ઈશ્વરે જેમને આ કષ્ટ આપ્યું છે એમને આપણે વધારે કષ્ટ ન આપીએ અને એમને નીચેનું મકાન મળે એવી જોગવાઈ કરવી. એક સામાજિક દ્રષ્ટિકોણ, એક સંવેદનશીલ દ્રષ્ટિકોણ સાથે આ આખાય કામને આગળ ધપાવવું એવો આપણે પ્રયાસ કર્યો છે. ભાઈઓ-બહેનો, ગામડામાં જે પહેલાં મકાનો બનતાં હતાં... ઇંદિરા આવાસ હોય, સરદાર આવાસ હોય, આંબેડકર આવાસ હોય, બધી જાતજાતની યોજનાઓ ચાલતી હોય... પણ શું થાય? ગામના એક ખૂણામાં એક ટુકડો જમીન આપી હોય ત્યાં કોઇ નાનું ઘર બાંધ્યું હોય, બીજા ખૂણામાં બીજાને આપ્યું હોય, ત્રીજા ખૂણામાં ત્રીજાને આપ્યું હોય અને એને કંઈ લાગે જ નહીં કે કશું બન્યું છે. આ સરકારે પાયાનો વિચાર કર્યો કે ભાઈ એક ગામમાં કુલ કેટલા ગરીબો મકાનો લેવાને પાત્ર છે એ પહેલાં લિસ્ટ બનાવો. પછી કઈ યોજનામાંથી કોને કેટલો લાભ મળી શકે એની યાદી કાઢો અને કોઇ એક જમીનનો ટુકડો કાઢીને બધા જ મકાનો એકસાથે, કોલોની જેવું બનાવી શકાય? તો પછી સરકાર ત્યાં રોડ પણ આપે, સરકાર ત્યાં ગટર પણ આપે, સરકાર ત્યાં વીજળી પણ આપે, વધારે ઘર હોય તો સરકાર ત્યાં આંગણવાડી આપે, કોઇ દુકાન માટેની જગ્યા આપે તો પહેલાં જે છૂટાછવાયા ગામડાની અંદર એક ટેકરા પર અહીંયાં મકાન હોય, બીજા ટેકરા પર ત્યાં હોય.. એ પરિસ્થિતિ બદલી છે. આ સ્વર્ણિમ જયંતી વર્ષમાં સ્વર્ણિમ સેવા એ પ્રકારની કોલોનીઓ બનાવવાનું કામ ચાલુ કર્યું છે અને આપણા અમદાવાદ જિલ્લામાં પણ એનું નિર્માણ થઈ ગયું છે, મહેસાણા જિલ્લામાં પણ થઈ ગયું છે, દરેક જિલ્લામાં કામ પૂરપાટ ચાલી રહ્યું છે. માળખાકીય સુવિધાઓ સાથેનાં મકાનો આ ગરીબોને મળે એવો મૂળભૂત ફેરફાર આ સરકારે કર્યો છે જેના કારણે સરકારને ઘણું મોટું આર્થિક ભારણ આવ્યું છે. તેમ છતાં એક કોલોની જેવું બનશે તો એમને એક નવી જીંદગી જીવવા માટેનો અવસર મળશે. ઘણીવાર ગામડામાં મકાન બને તો જ્યાં ખાડા-ટેકરા હોય કે બીજા કામની ન હોય એવી જમીન ફટકારી દીધી હોય અને જો સહેજ વરસાદ પડે તો આ ગરીબોના ઘરે પાણી ભરાયાં હોય. આપણે કહ્યું કે આ કોલોનીઓ બનાવો તો ઉંચામાં ઉંચી જગ્યા હોય ત્યાં શોધીને બનાવો એટલે વરસાદ આવે તો કમસેકમ એને દુખી થવાનો વારો ન આવે. આ પ્રકારના સૂચનો સાથે ગરીબોનું ભલું કેમ થાય? એની ચિંતા આ સરકારને છે.

ભાઈઓ-બહેનો, આ સરકાર એવી છે કે જન્મથી મરણ સુધી જીવનના દરેક તબક્કે આ સરકાર ગરીબોની પડખે રહેતી હોય છે, ગરીબો માટે કામ કરતી હોય છે. ગરીબ પરિવાર... અને જન્મ થતાં પહેલાં જ, હું તો કહું છું ગરીબ માતા એના ગર્ભમાં બાળક હોય, એની પાસે સુવાવડના પૈસા ના હોય, તો આ સરકાર, સરકારના ખર્ચે ગરીબ પરિવારની માતાઓની સુવાવડનો ખર્ચો આપે છે એટલું જ નહીં, એ ત્રણ-ચાર દિવસ હોસ્પિટલમાં રહે તો રોજના બસો રૂપિયા એના આપે છે અને એના પતિને પણ આપે છે. એટલું જ નહીં, આ ગરીબ પરિવારની બહેન, એના ઘેરથી એને હોસ્પિટલ જવું હોય તો જે ભાડાનો ખર્ચો થાય, રિક્ષા કરી હોય કે ટ્રેક્ટર કર્યું હોય એ ખર્ચો પણ સરકાર આપે છે, ગર્ભમાં બાળક હોય ત્યારે ખર્ચો સરકાર કરે છે. આપનું બાળક જન્મે એની કાળજી લેવા માટે સરકારે ડૉક્ટરો રાખ્યા છે. આપનું બાળક છ મહિનાનું થાય, એને કોઇ રોગ લાગુ ના પડે, એ મૃત્યુ ના પામે એના માટે આ સરકાર કાળજી લે છે. આપના બાળકને પોલિયો ના થાય, એને અપંગતા ના આવે એના માટે રસીકરણનું અભિયાન દર ત્રણ મહિને આ સરકાર ઉપાડે છે અને ઘેર ઘેર જઈને આપના બાળકના રસીકરણની ચિંતા કરે છે. આપનું બાળક સહેજ મોટું થાય તો એને આંગણવાડીમાં લઈ જઇને એ હસતું-ખેલતું થાય, રમતું થાય, ગીત ગાતું થાય, રમકડાં ઓળખતું થાય, વસ્તુ ઓળખતું થાય એના માટે મફતમાં ગરીબો માટે આંગણવાડી આ સરકાર ચલાવે છે. આપના બાળકને પોષણ મળી રહે તેના માટે આપના નાનાં-નાનાં ભૂલકાંઓને પાણીમાં પલાળીને પિવડાવી શકાય એવો પાવડર મફતમાં સરકાર આપે છે જેથી કરીને આપના બાળકને પૂરતું પોષણ મળી રહે. સહેજ મોટું થાય તો એ બાળકને પોષણક્ષમ આહાર મળે એના માટેનો ફ્રી સેટ, તૈયાર કરેલ બૅગમાં, બધા પરિવારોને મફતમાં સરકાર આપે છે. આપનું બાળક તંદુરસ્ત થાય એના માટેની ચિંતા સરકાર કરે છે. આપનું બાળક સહેજ મોટું થાય, નિશાળે જવાનું થાય એને મફતમાં સરકાર ભણાવે છે. આપના બાળકને ભણાવવા માટે શિક્ષકોનો ખર્ચો કરે છે, પુસ્તકોનો ખર્ચ આપે છે, બાળકોને ગણવેશ મફત આપે છે અને જે બાળકોને છાત્રાલયમાં રહીને ભણવું પડે એવા હોય તો એને છાત્રાલયનો ખર્ચો આપે છે. બસમાં બેન-દીકરીઓને ભણવા જવું પડતું હોય તો એને બસનો મફતમાં પાસ કાઢી આપે છે જેથી કરીને આ ગરીબનું બાળક ભણે, આ બધી જ ચિંતા સરકાર કરે છે. આપનું બાળક ભણે, ભણ્યા પછી એને કૉલેજમાં જવું હોય, એક પણ પૈસાના ખર્ચા વગર કૉલેજનું શિક્ષણ આ સરકાર ગરીબના બાળકોને આપે છે. આપના બાળકને વકીલ થવું હોય, ડૉક્ટર થવું હોય તો એનો ખર્ચો સરકાર આપે છે. વકીલ થઈ જાય અને ધંધો શરૂ કરવો હોય તો શરૂઆતમાં ઑફિસ ખોલવા માટે ગરીબના બાળકને નોટરી થવું હોય, ડૉક્ટર થવું હોય તો શરૂઆત કરવા માટે લાખો રૂપિયા સરકાર એના હાથમાં મૂકે છે જેથી કરીને એ જીવન ચલાવી શકે. ગરીબના બાળકને વિમાન ઉડાડવાનું મન થાય, પાયલોટ થવું હોય અને એ વિદેશમાં ભણવા જવા માગતો હોય તો સરકાર વિદેશમાં ભણવા માટે ગરીબના બાળકને પૈસા આપે છે. આપ નોકરીએ લાગો એની ચિંતા સરકાર કરે છે, આપ આર્થિક રીતે પગભર થાવ એની ચિંતા સરકાર કરે છે. ગરીબને રહેવા માટે ઘર ન હોય તો સરકાર આપે છે, ગરીબને સસ્તું અનાજ મળે જેથી કરીને તે ઘેર ચૂલો સળગાવી શકે તે માટે દરેક પરિવારને સસ્તામાં બે કિલો ત્રણ કિલો અનાજ આપવાનું કામ આ સરકાર કરતી હોય છે. એટલું જ  નહીં, કોઇ ગરીબ પરિવાર હોય અને પરિસ્થિતિ અત્યંત ખરાબ હોય તો એના અગ્નિસંસ્કાર કરવા હોય તો એનો ખર્ચો પણ સરકાર કરતી હોય છે.

રીબનું બાળક નિશાળમાં દાખલ થાય, સરકાર એના આરોગ્યનું પરીક્ષણ કરાવે છે અને એને કોઇ માંદગી હોય તો ગમે તેટલો ખર્ચો આવે, પાંચ લાખ દસ લાખ, હાર્ટનું જો ઓપરેશન કરાવવાનું હોય, બીજું કોઇ ઓપરેશન કરાવવાનું હોય, મદ્રાસ મોકલવો પડે એમ હોય, બેંગ્લોર મોકલવો પડે એમ હોય તો આ સરકારના મુખ્યમંત્રીના ફંડમાંથી ગરીબ બાળકોનાં ઓપરેશન કરવામાં આવે છે અને ૩૦૦૦ કરતાં વધારે આવા બાળકો જેના મા બાપને ખબર નથી કે એના બાળકોને કયો રોગ છે... અને જો ભૂલેચૂકે ગુજરી જાય તો મા બાપ એમ માનતા હોય છે કે ઇશ્વરને ગમ્યું એ ખરું, બિચારાને ખબર જ નથી હોતી. આ રાજ્યની અંદર દોઢ લાખ જેટલા ગરીબ બાળકોનાં ચશ્માંના નંબર કાઢીને એને ચશ્માં આપવાનું કામ સરકાર કરે છે જેથી કરીને પેલું બાળક ભણવા માગતું હોય તો ભણી શકે. આપ કલ્પના કરો, જન્મથી મરણ સુધી દરેકે દરેક ડગલેને પગલે ગરીબનો હાથ પકડવા માટે સરકાર જોડે આવે છે.

જે ગરીબ કલ્યાણ મેળાઓની અંદર પાંચ-પાંચ સાત-સાત હજાર કરોડ રૂપિયા સીધે સીધા કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર વગર ગરીબોના હાથમાં આપી દેવાનું કામ આ સરકાર કરે છે. ગરીબ વિધવા હોય એની ચિંતા સરકાર કરે છે, એને એના ઘરે પેન્શન મોકલાવી દે જેથી કરીને એ સ્વમાનભેર જીંદગી જીવી શકે. એને કંઈ શીખવું હોય, સીવણ શીખવું હોય કે ભરતકામ શીખવું હોય તો સરકાર શિખવાડે છે. એને સંચો જોઇતો હોય તો  સરકાર આપે છે. તો વિધવા ગરીબ બેન પણ પગભર થઈને જીવી શકે એની ચિંતા સરકાર કરે છે. ગરીબની ૬૦ વર્ષની ઉંમર થઈ ગઈ હોય અને કોઇ આજીવિકા ના હોય, સાંજે કેમ ખાવું એની ચિંતા હોય તો ૬૦ વર્ષથી મોટી ઉંમરના ગરીબોને દર મહિને પેન્શન સરકાર એના ઘેર મોકલે છે જેથી કરીને ઘડપણમાં એને કોઇ પાસે હાથ લંબાવવો ન પડે. જન્મથી મરણ સુધી આ સરકાર ગરીબોને માટે દિવસ-રાત કામ કરતી હોય છે.

ભાઈઓ-બહેનો, ગુજરાતે ગરીબી સામે જંગ માંડ્યો છે. ગરીબીનો ગુજરાતમાંથી નિકાલ કરવો છે મિત્રો. પ્રત્યેક માણસ સ્વમાનભેર જીવે, સુખથી જીંદગી જીવે એના માટે વિકાસનો ધોધ વહે એના માટેની મથામણ આદરી છે. પણ કમનસીબી એવી છે કે કેટલાક માર્ગ ભટકેલા લોકોને ગુજરાતનું ભલું જોવું જ નથી. એમને તો લોકો અભણ રહે તો જ એમના રાજકીય રોટલા શેકાય એટલે એમને ભણતર થાય એમાં રસ નથી, ગરીબનું કલ્યાણ થાય એમાં રસ નથી કારણ કે એમની મતપેટીઓ ભરવા કામ આવે એટલે ગરીબોના વિરોધીઓ લોકો છે અને એટલા માટે ભાઈઓ-બહેનો હું કહું છું કે જો સારા પ્રકારનો વિકાસ કરવો હશે તો વિકાસની જોડે આપણે ભાગીદાર બનવું પડશે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ એ મંત્ર લઈને આપણે આગળ વધ્યા છીએ અને એ મંત્રને ચરિતાર્થ કરવાનો પ્રયાસ આપણે કરવાની આવશ્યકતા છે અને આ મથામણ જો આપણે કરીશું...

પ વિચાર કરો, આ સરકારે ગરીબો માટે ત્રણ એવી યોજનાઓ બનાવી. શહેરી ગરીબ, એની સમૃદ્ધિ માટે યોજના બનાવી, બે હજાર કરોડ રૂપિયાનું પેકેજ એના માટે આપ્યું. ‘ઉમ્મીદ’ નામની યોજના બનાવી. જે શહેરી ગરીબ બાળકો, પાંચમું -છઠ્ઠું ધોરણ ભણીને ઊઠી ગયા હોય, ભણવામાં રસ ન હોય, ભણવાની વ્યવસ્થા ના હોય... રોજગાર જોઇતો હોય તો એને કંઈક આવડત આવડવી જોઇએ. એને જો આવડત ના હોય... એને જો છાપાં નાખવા જવું હોય પણ સાઇકલ ચલાવતા ના આવડતી હોય તો? સાઇકલ ના હોય તો? આ સરકારે ‘ઉમ્મીદ’ કાર્યક્રમ અંતર્ગત નાનાં-નાનાં હુન્નર શિખવાડવાનું ચાલુ કર્યું છે. ત્રણ અઠવાડિયાનું હુન્નર, પાંચ અઠવાડિયાનું હુન્નર, કંઈક પણ એને આવડત શિખવાડવાની. ભાઈઓ અને બહેનો, આ હુન્નરને કારણે ગયા બે વર્ષમાં એક લાખ કરતાં વધારે આવા ગરીબ બાળકોને રોજગાર મળી ગયો અને સામાન્ય મજૂરી કરતા હતા તો મહિને ૮૦૦-૧૦૦૦ રૂપિયા કમાતા હતા, આ કંઈ શીખીને ગયા તો આજે પાંચ હજાર, છ હજાર કે સાત હજાર રૂપિયા આ બાળકો કમાતા થયાં છે. આ ઉમ્મીદ યોજના દ્વારા આપણે આ કામ કર્યું છે.

જ રીતે, આદિવાસીઓના કલ્યાણ માટે ‘વનબંધુ કલ્યાણ યોજના’ કરી અને આદિવાસીઓના વિકાસ માટે એક હજાર કરોડ રૂપિયાનું પેકેજ એમને આપણે આપ્યું, એ જ રીતે, દરિયાકાંઠે માછીમારીનું કામ કરતા મારા મછવારા ભાઈઓ, સાગરખેડુ ભાઈઓ, જેઓ બિચારા વિકાસ માટે રાહ જુએ છે એના માટે સરકારે પંદર હજાર કરોડ રૂપિયાનું પેકેજ કરીને એમના કલ્યાણ માટેની યોજના કરી. જો શહેરી ગરીબો હોય તો એની ચિંતા, સમુદ્રકિનારે રહેતા ગરીબો હોય તો એની ચિંતા, વનવાસી વિસ્તારમાં રહેનારા ગરીબો હોય તો એની ચિંતા, સર્વાંગી વિકાસ થાય એવી વાત કરી. કોઇ પાછળ ના રહી જાય એની કાળજી લેવાનુ કામ આ સરકારે કર્યું છે અને એટલા માટે ભાઈઓ, આજે ગુજરાત જે વિકાસ કરી રહ્યું છે, જે પ્રગતિ થઈ રહી છે... હમણાં ગુજરાતની અંદર નવાં-નવાં કારખાનાંઓ આવી ગયાં. કેટલા બધા લોકોને રોજી-રોટી મળી છે. આજે ખેતીમાં એક જ કુટુંબમાં, ખેતી નાની હોય, ચાર-ચાર દીકરા હોય તો માં-બાપ પણ વિચાર કરે કે એક દીકરો ખેતી કરે અને ત્રણ લોકો કંઈક દુકાન કરે કે નોકરી કરે. ખેડૂત પણ નોકરી-દુકાન ઇચ્છે છે. જો ગુજરાતનો વિકાસ ન થાય તો આ ખેડૂતના દીકરાઓનું શું થશે? એમને રોજી-રોટી ક્યાંથી મળશે?

ગુજરાતમાં હમણાં નવી નવી કંપનીઓ આવી રહી છે, ગાડીઓ બનાવવા માટે. પચાસ લાખ ગાડીઓ ગુજરાતમાં બને એવી સંભાવના ઊભી થઈ છે, પચાસ લાખ..! દર વર્ષે પચાસ લાખ ગાડીઓ..! મારુતિ અહીં આવે છે, પીજો અહીં આવે છે, ફોર્ડ અહીં આવે છે, નેનો આવી છે, જનરલ મોટર છે, ટ્રકો બનાવવાવાળા આવી રહ્યા છે, ટ્રેક્ટર બનાવવાવાળા આવી રહ્યા છે, ગણ્યા ગણાય નહીં... આપ વિચાર કરો પચાસ લાખ ગાડીઓ..!  અને ભાઈઓ-બહેનો, હિસાબ એક કહે છે કે એક ગાડી બને તો એ ગાડી બનતી હોય ત્યારથી લઈને એ ચાલતી થાય ત્યાં સુધી એક ગાડી દસ જણાનું પેટ ભરતી હોય છે, દસ જણાનું..! કેટલા બધા લોકોને મજૂરી મળે, કામ મળે, ડ્રાઇવર તરીકેનું કામ મળે, એન્જિનિયરિંગનું કામ મળે... પચાસ લાખ ગાડીઓ બને તો પાંચ કરોડ લોકોનું પેટ ભરવાની તાકાત આ ગાડીઓના કારખાનામાં છે. એ ગાડી લખનૌ જાય તો લખનૌમાં જે ડ્રાઇવર હશે એનું પેટ ભરવાનું કામ કરશે, એ ગાડી ચેન્નાઈ જાય તો ચેન્નાઈમાં જે ડ્રાઇવર હશે એનું પેટ ભરવાનું કામ કરશે. ભાઈઓ-બહેનો, આ એક એવા ઉદ્યોગના વિકાસ તરફ ગુજરાત જઈ રહ્યું છે કે જેના કારણે આપણે ત્યાં... અને આજે પણ ગુજરાતમાં ઘણીવાર મજૂરો જોઇતા હોય તો મળતા નથી, લોકો ફરિયાદ કરે છે. ખેતરમાં કામ કરવા માટે મજૂરો જોઇએ તો મળતા નથી. આ બાંધકામવાળાને પૂછીએ તો કહે કે સાહેબ, બધું બરાબર છે, મશીનો છે પણ કામ કરનારા માણસ મળતા નથી. કારણ? ગુજરાતમાં રોજગારની એટલી બધી તકો ઊભી થઈ છે. હમણાં હરિનભાઇ પાઠક કહેતા હતા કે પાર્લામેન્ટમાં જવાબ આપ્યો, ભારત સરકારે જવાબ આપ્યો છે કે સમગ્ર હિંદુસ્તાનમાં સૌથી વધારે રોજગાર, ૭૮% રોજગાર, એકલા ગુજરાતમાં મળે છે, ૭૮%..! અને ૨૨% માં આખું હિંદુસ્તાન છે ભાઇ. ૧૦૦ લોકોને દેશમાં રોજગાર મળ્યો હોય તો ૭૮ ગુજરાતમાં અને ૨૨ આખા દેશમાં. આપ વિચાર કરો ગુજરાતની આ પ્રગતિ થઈ છે એના કારણે નવયુવાનોને, ગરીબોને રોજી-રોટીની શક્યતા મળી છે.

પણે ટુરિઝમને વિકસાવી રહ્યા છીએ. આ ટુરિઝમ વિકસે તો કોને રોજી-રોટી મળે? ટુરિઝમ વિકસે એટલે ભજિયાં વેચવાવાળાને રોજગાર મળે, ચા ની કીટલીવાળાને રોજગાર મળે, નાનાં-નાનાં રમકડાં બનાવતો હોય એને રોજગાર મળે, થેલીઓ બનાવીને વેચતો હોય એને રોજગાર મળે, રિક્ષાવાળાને રોજગાર મળે, ટૅક્સી ડ્રાઈવરને રોજગાર મળે, ગરીબ માણસને રોજગાર મળે. ટુરિઝમના વિકાસ પાછળ આ બધી મહેનત આદરી છે એના કારણે ગરીબ માણસને રોજગાર મળે.

રીબોને વધુમાં વધુ રોજગાર કેમ મળે એનું કામ આ સરકારે ઉપાડ્યું છે, ગરીબોને શિક્ષણ કેમ મળે એનું કામ આ સરકારે ઉપાડ્યું છે, ગરીબોના આરોગ્યની ચિંતા કેમ થાય એનું કામ આ સરકારે ઉપાડ્યું છે અને ગરીબ બાળક નિશાળે ભણવા મૂકો તો એનો વીમો આ સરકાર ઉતારે છે. ગરીબના બાળકને નિશાળે મૂકો તો એનો વીમો સરકાર ઉતારે છે. હિંદુસ્તાનમાં ગુજરાત એક જ રાજ્ય એવું  છે કે જ્યાં બાલમંદિરથી લઈને બાળક ભણવાનું ચાલુ કરે અને કૉલેજ સુધી ભણવા ગયું હોય, આ દરેકે દરેક વિદ્યાર્થી, લગભગ સવા કરોડ વિદ્યાર્થીઓનો વીમો આ સરકારે ઉતાર્યો છે. એમના જીવનમાં કંઈ અજુગતું બને તો એના કુટુંબને લાખ-બે લાખ રૂપિયાનો વીમો સરકારના ખર્ચે પાકે છે અને એમને મળે છે. કોઇ ખેડૂત ગુજરી જાય તો એનો વીમો ઉતારવાનું શરૂ કર્યું. નહીં તો પહેલા એવું હતું કે મોટો મિલમાલિક કારમાં જતો હોય અને કારને ઍક્સિડન્ટ થાય અને એને કંઈ થયું તો એનો વીમો હોય, પણ ખેડૂત કામ કરતો હોય તો એનો વીમો ના હોય. ખેતરમાં કામ કરતો હોય, સાપ કરડી જાય અને ખેડૂત મરી જાય તો એને કોઇ પૂછનાર નહોતું. લઠ્ઠો પીને મરી જાય એને બે-બે લાખ રૂપિયા મળતા હતા, લઠ્ઠો પીનારાને રૂપિયા આપતી હતી આ સરકારો પણ ખેડૂત મરી જાય તો નહોતી આપતી. ભાઈઓ, આપણી સરકારે ખેડૂતોનો વીમો ઉતાર્યો અને આજે ખેડૂતના પરિવારમાં તે ક્યાંક કોઇ કૂવામાં ઉતર્યો હોય અને ગુજરી ગયો હોય, ક્યાંક સાપ કરડ્યો હોય અને ગુજરી ગયો હોય તો આ ખેડૂતના કુટુંબને પણ તરત જ લાખ રૂપિયા મળે એની વ્યવસ્થા આ સરકારે કરી છે.

રીબોનું કલ્યાણ કેમ કરાય એની ચિંતા આપણે કરી છે. ભૂતકાળની અંદર અચાનક આપણને માંદગી આવી હોય, હાર્ટ એટૅક આવ્યો હોય, સાપ કરડી ગયો હોય, કંઈ તકલીફ થઈ હોય અને દવાખાને જવું હોય તો રિક્ષાવાળો પણ આવે નહીં. આપણે રિક્ષાવાળાને કહીએ કે ભાઈ આ દવાખાને જલદી લઈ જા આને આવું થયું છે તો રિક્ષાવાળો ગરીબ જોઇને એમ કહે કે પહેલાં પૈસા લાવ. પહેલાં પૈસા હોય તો રિક્ષામાં બેસ ભાઈ. આવું થતું હતું, આવે નહીં કોઈ! એમ્બ્યુલન્સ માટે ટેલિફોન કરો તો ઍમ્બ્યુલન્સવાળો પેટ્રોલ પૂરાવા જાય, ત્યાં સુધીમાં તો પેલો ગુજરી પણ જાય. ભાઈઓ-બહેનો, આજે આ ૧૦૮ સરકારે મૂકી દીધી, તમે ૧૦૮ લગાવો તો એક પણ પૈસાના ખર્ચા વગર આ ગરીબ પરિવારને દવાખાને લઈ જવાનું કામ આ ૧૦૮ કરે છે ભાઈઓ. આજે ૧૦૮ જીવનદાતા બની ગઈ છે ગુજરાતની અંદર. કારણ? આ સરકાર માત્રને માત્ર ગરીબો માટે કામ કરનારી સરકાર છે, ગરીબોના કલ્યાણને માટે કામ કરનારી સરકાર છે અને ગરીબોને ગરીબ રાખવા માટે નહીં, ગરીબોને ગરીબી સામે લડવા માટે તૈયાર કરનારી આ સરકાર છે અને એના માટે આ વિવિધ પ્રયાસો કર્યા છે.

જે આ જે મકાન મળે છે એ મકાન પણ ગરીબી સામે લડવા માટેનું એક શસ્ત્ર છે. એ શસ્ત્રનો ઉપયોગ કરીને જીવનની અંદર જે બે સંકલ્પો કર્યા છે કે સંતાનોને ભણાવીશું, ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ. અને આ નવા મકાનોમાં વાજતે-ગાજતે આપ રહેવા જજો, ખૂબ સુખી થજો અને સમાજ ઉપર ક્યારેય બોજ ન બનતા. આ સમાજે આપને આપ્યું છે એ સમાજનું ઋણ ક્યારેક ઉતારજો એવી આપ સૌને વિનંતી કરીને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

ય જય ગરવી ગુજરાત..!

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Why Was Chandrayaan-3 Touchdown Spot Named 'Shiv Shakti'? PM Modi Explains

Media Coverage

Why Was Chandrayaan-3 Touchdown Spot Named 'Shiv Shakti'? PM Modi Explains
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Weak Congress government used to plead around the world: PM Modi in Shimla, HP
May 24, 2024
Weak Congress government used to plead around the world: PM Modi in Shimla, HP
Congress left the border areas of India to their fate: PM Modi in Shimla, HP

भारत माता की जय...

भारत माता की जय...

भारत माता की जय...

सौभी के राम राम!..सौभी के राम राम!..सौभी के राम राम! मां बालासुन्दरी, रेणुका माँ और परशुराम के धरते...महर्षि जमदग्नि के तपस्थले...चुड़ेश्वर महादेव, शिरगुल देवता, महासू देवता की पुण्य धरा...गुरु गोबिंद सिंह रे धरते पांदी आये के मुखे बहुत-बहुत खुशी असो !

मेरे साथ बोलिए…भारत माता की जय...भारत माता की जय... भारत माता की जय। ऐसा लग रहा है कि अपने घर आया हूं। मेरे लिए न तो नाहन नया है, न ही सिरमौर नया है। लेकिन मुझे कहना पड़ेगा आज का माहौल नया है। मैं यहां संगठन का काम करता था। आप लोगों के बीच में रहता था। चुनाव भी लड़वाता था। लेकिन यहां सिरमौर में इतनी बड़ी रैली मैं खुद कभी नहीं कर पाया। पार्टी की मीटिंग लेता था, सबको समझाता था। मुझे लगता है, यहां के इतिहास की ये सबसे बड़ी रैली होगी और मैं हेलीपैड से यहां आ रहा था। पूरे रास्ते भर शायद इससे दो गुना लोग रोड पर खड़े हैं। आपका ये प्यार और आशीर्वाद मुझे हमेशा-हमेशा हिमाचली बना कर रखता है। और जब सिरमौर आए तो हमारे स्वर्गीय श्यामा शर्मा जी उनके घर में हमारी बैठकें हुआ करती थीं। हमारे चंद्र मोहन ठाकुर जी...बलदेव भंडारी जी...जगत सिंह नेगी जी...इतने सारे कार्यकर्ताओं की याद , अच्छे अनुभव मेरे लिए एक प्रकार से यादों की अमानत है। सभी के घरों से असकली...पटान्दे और सिडकू आया करते थे। और यहां एक होटल ब्लैक मैंगो हुआ करता था, हमारी अल्पसंख्यक मोर्चा की बैठकें वहीं हुआ करती थीं। जब देश मोदी को जानता तक नहीं था, तब भी आपने आशीर्वाद और प्यार देने में कोई कमी नहीं रखी है। समय बदला है, लेकिन मोदी नहीं बदला है...मोदी का हिमाचल से रिश्ता वही पुरानी रिश्ता है।

मैं जैसे गर्व से कहता हूं कि हिमाचल मेरा घर है, वैसे ही आपको पता नहीं होगा कि अफगानिस्तान के एक राष्ट्रपति थे श्रीमान करजई, वो भी कहते थे कि हिमाचल मेरा घर है। क्योंकि वो शिमला में पढ़े थे। और अभी आपने मुझे जो लोइया पहनाया है ना, वो यहीं से जाकर अफगानिस्तान में, थोड़ा फैशन डिजाइन करके उसको उन्होंने अपना पहनावा बना दिया है जी। यही हिमाचल की ताकत है जो इतना लगाव रखती है।

साथियों,

आज मैं आपसे तीसरी बार भाजपा सरकार के लिए आशीर्वाद मांगने आया हूं...मुझे आशीर्वाद मेरे लिए नहीं चाहिए, मुझे आशीर्वाद मेरे परिवारवालों के लिए नहीं चाहिए, मुझे आशीर्वाद मेरी जात-बिरादरी वालों के लिए नहीं चाहिए...मुझे आशीर्वाद ताकतवर भारत बनाने के लिए चाहिए...मुझे आशीर्वाद चाहिए...विकसित भारत बनाने के लिए...मुझे आशीर्वाद चाहिए...विकसित हिमाचल के लिए...देश में पांच चरणों के चुनाव हो चुके हैं। BJP-NDA की सरकार बननी पक्की हो चुकी है। अब हिमाचल 4-0 से हैट्रिक लगाएगा...हम तो देवभूमि के लोग हैं, हमारी एक भी चीज बेकार नहीं जाने देते, तो क्या कोई हिमाचली अपना वोट बेकार जाने देगा क्या। अपना वोट बेकार जाने देगा क्या। वो उसी को वोट देगा जिसकी सरकार बनेगी और वो जिसको वोट देगा उसी की सरकार बनेगी, ये हिमाचल में पक्का है। मेरे साथ बोलिए...फिर एक बार...मोदी सरकार ! फिर एक बार...मोदी सरकार !

साथियों,

हिमाचल प्रदेश सीमा से सटा हुआ राज्य है। हिमाचल के लोग एक मजबूत और ताकतवर सरकार का मतलब जानते हैं। मोदी आपके लिए जान की बाजी लगा देगा...लेकिन आप पर संकट नहीं आने देगा। आपने कांग्रेस का वो दौर देखा है, जब एक कमजोर सरकार देश में हुआ करती थी। उस समय पाकिस्तान हमारे सिर पर चढ़कर नाचता था। कांग्रेस की कमजोर सरकार, दुनिया में गुहार लगाती फिरती थी। मोदी ने कहा- भारत अब दुनिया के पास भीख नहीं मांगेगा, अब भारत अपनी लड़ाई खुद लड़ेगा...और फिर भारत ने घर में घुसकर मारा...आज देखिए...पाकिस्तान की क्या हालत हो गई है।

साथियों,

हिमाचल के ऊंचे पहाड़ों ने मुझे अपना हौसला बुलंद रखना सिखाया है और हिमाचल की बर्फिली पहाड़ियों ने मुझे ठंढ़े दिमाग से काम करना भी सिखाया है। हिमाचल के ऊंचे पहाड़ों ने मुझे अपना सिर गर्व से ऊंचा रखना सिखाया है। मैं मां भारती का अपमान नहीं सह सकता। लेकिन कांग्रेस, मां भारती के अपमान से भी बाज नहीं आती। कांग्रेस को भारत माता की जय कहने से दिक्कत है...कांग्रेस को वंदे मातरम कहने से दिक्कत है...ऐसी कांग्रेस कभी हिमाचल का भला नहीं कर सकती।

साथियों,

यही कांग्रेस है जिसने भारत के सीमावर्ती इलाकों को अपने हाल पर छोड़ दिया था। जब बॉर्डर स्टेट में सड़क बनाने की बात आती थी...तो कांग्रेस के हाथ-पांव फूल जाते थे। कांग्रेस डर जाती थी कि अगर सड़क बनाई तो उसी सड़क से दुश्मन भीतर आ जाएगा। ऐसी डरपोक सोच मोदी के मिजाज के साथ मेल नहीं खाती। मोदी ने कांग्रेस के मुकाबले कई गुना ज्यादा पैसे दिए हैं...मोदी ने कहा है बॉर्डर पर सड़कें बनाओ...इंफ्रास्ट्रक्चर बनाओ...आज बॉर्डर किनारे सैकड़ों किलोमीटर नई सड़कें बनी हैं...आज बॉर्डर किनारे रहने वाले फौजियों का, हमारे लोगों का जीवन आसान हुआ है।

साथियों,

कांग्रेस ने 4 दशक तक फौजी परिवारों को वन रैंक वन पेंशन के लिए तरसाया। कांग्रेस ने कैसा मजाक उड़ाया, हमारे पूर्व सैनिकों की आंख में धूल झोंकी और ऐसा पाप करने में उन्हें शर्म भी नहीं आई। जब 2013 में भारतीय जनता पार्टी ने मुझे प्रधानमंत्री पद का उम्मीदवार तय किया और मेरी पहली रैली पूर्व सैनिकों की हुई थी रेवाड़ी में और रेवाड़ी में मैंने पूर्व सैनिकों से वादा किया था, मैंने गारंटी दी थी कि मैं वन रैंक-वन पेंशन लागू करूंगा। कांग्रेस वाले डर गए मोदी ने नया खेल खेला है तो क्या करें। तो उन्होंने रातों-रात अफरा-तफरी में बजट में कहा कि हम भी वन रैंक-वन पेंशन लागू करेंगे। किया क्या 500 करोड़ रुपये का टोकन डालकर कह दिया कि वन रैंक-वन पेंशन लागू करेंगे। ये हमारी फौज के साथ मजाक है। ऐसे किसी बच्चे को कहते हैं ना कि कोई बात नहीं तुझे शाम को मुंबई ले जाऊंगा और बच्चा सो जाए, ऐसा पाप किया किया था उन्होंने। लेकिन मोदी है जिसने आकर के वन रैंक वन पेंशन लागू किया। उन्होंने 500 करोड़ में खेल खेला था 2014 का चुनाव जीतने के लिए, जिसका कोई मतलब नहीं था, मोदी ने OROP लाया, तो हम सवा लाख करोड़ रुपये फौजियों को दे चुके हैं। आप मुझे बताइए भाई, कहां 500 करोड़ और कहां सवा लाख करोड़। ये 500 करोड़ मजाक था कि नहीं था। फौजियों की बेईज्जती करने का इरादा था कि नहीं था। फौजियों का अपमान था कि नहीं था। इसलिए ही लोग कहते हैं..मोदी जो गारंटी देता है..वो गारंटी पूरा होने की गारंटी होती है।

भाइयों और बहनों,

एक तरफ मोदी की गारंटी है...तो दूसरी तरफ कांग्रेस का बर्बादी का मॉडल। सत्ता पाने के लिए कांग्रेस ने हिमाचल के लोगों से खूब झूठ बोला...कहा पहली कैबिनेट में ही ये होगा...वो होगा...पता नहीं क्या-क्या बता दिया और मेरे हिमाचल के लोग बड़े भले और बड़े प्यारे लोग हैं। उनको लगा कि हो सकता है कि ये ईमानदारी से बोलते होंगे। पहली कैबिनेट में तो कुछ हुआ नहीं। बल्कि कैबिनेट ही टूट-फूट गई।

साथियों,

यहां इतनी बड़ी संख्या में माताएं-बहनें आई हैं..आप मुझे बताइए...कांग्रेस ने कहा था आपको 1500 रुपए देगी...क्या 1500 रुपए मिला क्या, किसी के घर में आया क्या। कांग्रेस ने गोबर का पैसा देने का वादा किया था। किसी को मिला क्या। जरा जोर से बताओ-डरो मत, मिला क्या। ये अब ज्यादा दिन रहने वाले नहीं है। जरा हिम्मत से बोलो। मैं नौजवानों से पूछता हूं...पहली कैबिनेट में 1 लाख नौकरियां मिलनी थीं...ये वादा किया था, मिल गईं क्या। इनके दिल्ली के आकाओं को पता चले की कैसा झूठ का खेल, इस पवित्र भूमि के पवित्र लोगों के साथ किया है। ये तालाबाज कांग्रेस है..तालाबाज। अरे नौकरी तो छोड़ो...इस तालाबाज कांग्रेस सरकार ने...नौकरी की परीक्षा कराने वाले आयोग को ही ताला लगा दिया। अब ये तालाबाज सरकार आपके भविष्य का ताला खोल सकती है क्या। दिल्ली के जिस शाही परिवार ने हिमाचल को ये धोखा दिया...उसने मुड़कर फिर यहां अपनी शक्ल तक नहीं दिखाई है।

भाइयों और बहनों,

मैं पिछले 30 साल से आपके साथ रहा हूं और शायद ही कोई ऐसा वर्ष होगा। जब मैंने हिमाचल आकर इस मिट्टी को अपने माथे ना चढ़ाया हो। गुजरात में मुख्यमंत्री रहा, आपसे कुछ मांगा नहीं था। लेकिन आपके प्यार और आशीर्वाद को कभी भूल नहीं सकता हूं। मेरे पर आपका कर्ज है। और मैं हर मौके की तलाश में होता हूं कि मैं हिमाचल का कर्ज कैसे उतारूं।

भाइयों और बहनों,

कांग्रेस और इंडी-गठबंधन...स्वार्थी है...अवसरवादी है। तीन चीजें इनमें कॉमन मिलेंगी, ये पत्रकार मित्र इसपर गौर कर सकते हैं, रिसर्च कर सकते हैं। आपको बड़ा खजाना दे रहा हूं, काम आज जाएगा। कांग्रेस और उसके साथियों में ये तीन चीजें कॉमन मिलेंगी। ये घोर सांप्रदायिक हैं। ये घोर जातिवादी हैं। ये घोर परिवारवादी हैं। आपको ये तीन चीजें हरेक में कॉमन मिलेंगी। ये मीडियावाले दिमाग खपाएंगे तो बहुत खजाना खोलकर ले आएंगे। 60 सालों तक कांग्रेस ने सोचा ही नहीं कि सामान्य वर्ग में भी गरीब होते हैं। क्या ब्राह्मण के परिवार में कोई गरीब होता नहीं है, क्या बनिए के परिवार में कोई गरीब होता नहीं है। उच्च वर्ग के समाज में गरीब होते हैं कि नहीं होते हैं। उनकी परवाह नहीं थी। चिंता ही नहीं थी। कांग्रेस ने इस समाज के बारे में कभी सोचा नहीं। मोदी ने कर के दिखाया। जिस समय ये समाज आरक्षण से बाहर था, उनको सुखी संपन्न माना जाता था, मोदी ने उनके गरीब बच्चों के लिए 10 परसेंट आरक्षण किया और इस देश में कोई झगड़ा नहीं हुआ। और किसी का लूट कर नहीं किया और इसके कारण हमारे समाज के लोगों को अलग-अलग स्थान पर अवसर मिला है। कांग्रेस ने हमारे गिरिपार के हाटी समुदाय को भी आरक्षण नहीं दिया। ये होता है प्यार, जब नेकदिली से काम होता है, न्यायिक काम होता है। तो मन उत्साह से भर जाता है, ये दिखता है जी। और ये सारे काम मोदी ने आपका कर्ज उतारने के लिए किए हैं।

साथियों,

मैं आज हिमाचल के लोगों को कांग्रेस और इंडी गठबंधन की एक और साजिश से भी सावधान करने आया हूं। ये चुनाव है इसलिए मैं नहीं बोल रहा हूं दोस्तों। मेरे दिल में एक आग है। ये भारत को तबाह करने के लिए कैसे -कैसे खेल खेल रहे हैं और आप चौंक जाएंगे दोस्तों, हमारी संविधान सभा ने, बाबासाहेब अम्बेडकर ने जो हमारे SC-ST-OBC समुदाय है, जिनको आरक्षण दिया, ये कांग्रेस वाले और उनके वो सारे आरक्षण खत्म करके अपनी वोट बैंक जो वोट जिहाद की बातें करते हैं, उन मुसलमानों को दे देना चाहते है। और ये सिर्फ बातें नहीं करते हैं, कर्नाटका में कांग्रेस सरकार बनते ही उन्होंने कर दिया, ओबीसी के जो आरक्षण के अधिकार थे, वो उनसे छीनकर मुसलमान को दे दिए, यानि देंगे ऐसा नहीं, दे दिए और वे इस मॉडल पर काम करना चाहते हैं। आप मुझे बताइए, इस तरह का काम क्या मेरे हिमाचल के लोगों को मंजूर है क्या...जरा पूरी ताकत से बताइए ना...क्या ऐसे लोगों को आप स्वीकार करेंगे। क्या ऐसे विचार को आप स्वीकार करेंगे। ऐसे लोगों का हर पोलिंग बूथ में सफाया होना चाहिए की नहीं होना चाहिए। ये चुनाव उनको कहने का मौका है रूक जाओ... ये चुनाव उनको कहने का मौका है रूक जाओ। बहुत हो चुका अब हम देश को तोड़ने नहीं देंगे।

साथियों,

इंडी-गठबंधन की साजिश का ताज़ा उदाहरण पश्चिम बंगाल में सामने आया है। दो दिन पहले ही कलकत्ता हाईकोर्ट ने वहां 77 मुस्लिम जातियों के आरक्षण को खारिज किया है। आप कल्पना कर सकते हैं...मुसलमानों की 77 जातियों को इंडी गठबंधन वालों ने रातों-रात OBC घोषित कर दिया था। औऱ OBC बनाने के बाद उनका हक उनको दे दिया था। इन 77 मुस्लिम जातियों को नौकरियों में, पढ़ाई में, हर जगह मलाई मिल रही थी। ऐसा करके इंडी गठबंधन ने OBC के हक पर डाका डाल दिया था। ऐसा करके इन लोगों ने संविधान की धज्जियां उड़ा दी थीं। संविधान के पीठ में छुरा घोंपा है। अब कलकत्ता हाईकोर्ट के फैसले के बाद ये इंडी गठबंधन वाले बौखलाए हुए हैं। बंगाल की मुख्यमंत्री तो सीधे-सीधे कोर्ट का आदेश मानने से इनकार कर रही हैं। इनके लिए संविधान कोई मायने नहीं रखता..इनके लिए अदालतें कोई मायने नहीं रखतीं..इनका सबसे सगा अगर कोई है...तो वो इनका वोट बैंक है।

साथियों,

अपने वोट बैंक को खुश करने के लिए ही कांग्रेस राम मंदिर का भी विरोध कर रही है। कांग्रेस भाजपा वालों का मजाक उड़ाती थी...कहती थी- मंदिर वहीं बनाएंगे, तारीख नहीं बताएंगे। हमें रोज चुभने वाली बातें करते थे। हमने तारीख भी बताई...समय भी बताया...लेकिन इन लोगों ने प्राण प्रतिष्ठा का बहिष्कार कर दिया। आप हिमाचल के लोग मुझे बताइए...जब राम लला भव्य मंदिर में विराजित हुए, प्राण प्रतिष्ठा हुई, आपको आनंद हुआ कि नहीं हुआ, आपने अपने गांव में दिवाली मनाई की नहीं मनाई। घर में दिवाली मनाई की नहीं मनाई। हर हिंदुस्तानी खुश हुआ की नहीं हुआ, 500 साल की लड़ाई हमारे सभी पूर्वजों को भी खुशी हुई होगी कि नहीं हुई होगी। लेकिन कांग्रेस पार्टी इसको भी बर्दाश्त नहीं कर पा रही है। कांग्रेस के साथी ने एक रहस्य खोला है। फर्स्ट फैमिली के राजदार हैं वो, उन्होंने कहा कि कांग्रेस के अंदर साजिश चल रही है कि अगर सत्ता में आए तो राम मंदिर को ताला लगा देंगे। और राम लला के टेंट में रहने को मजबूर कर देंगे। ये इनकी सोच है। क्या आप ऐसा होने देंगे क्या। ऐसा अवसर उनको लेने देंगे क्या। इसलिए हर पोलिंग बूथ पर इनकी सफाई करना जरूरी है। मेरा जो स्वच्छता अभियान है ना, ये चुनाव के दिन 1 तारीख को आपको मजबूती से करना है..करेंगे।

भाइयों और बहनों,

भाजपा सरकार, हिमाचल प्रदेश के विकास के लिए पूरी कोशिश कर रही है। कोई सोचता नहीं था कि हिमाचल में भी IIIIT, IIM और AIIMS जैसे संस्थान हो सकते हैं। लेकिन मोदी है तो...मुमकिन है। मोदी है तो...मुमकिन है। मोदी है तो...मुमकिन है। हिमाचल को बल्क ड्रग्स पार्क और मेडिकल डिवाइस पार्क मिला है। हिमाचल देश के उन पहले राज्यों में हैं, जहां वंदे भारत ट्रेन शुरु हुई।

साथियों,

मोदी के लिए किसान, गरीब, महिला और युवा का सशक्तिकरण, बड़ी प्राथमिकता है। 5 किलो मुफ्त अनाज और 5 लाख रुपए का मुफ्त इलाज...मोदी की गारंटी है। हमारे किसानों-बागवानों के खाते में भी पीएम किसान सम्मान निधि के 6 हज़ार रुपए आते रहेंगे।

साथियों,

मोदी ने स्वयं सहायता समूहों से जुड़ी 3 करोड़ बहनों को..ये आंकड़ा छोटा नहीं है...3 करोड़ बहनों को लखपति दीदी बनाने की गारंटी दी है...उनमें से हजारों बहनें हिमाचल की होंगी। मोदी आपका बिजली बिल जीरो करने के लिए भी एक बड़ी योजना लेकर आपकी सेवा में हाजिर है। और योजना शुरू होगी नहीं...योजना शुरू कर दी और योजना का नाम है पीएम सूर्यघर मुफ्त बिजली योजना। इससे आपका बिल जीरो हो जाएगा। और इतना ही नहीं जो बिजली आप पैदा करेंगे, वो बिजली बेचकर कमाई भी करेंगे। ये कैसे होगा आपके घर पर सोलर पैनल लगाने के लिए सरकार आपको 75 हजार रुपए देगी। 75 Thousand Rupees. आप खुद अपने घर में बिजली पैदा कीजिए, आपकी जरूरत की बिजली मुफ्त में उपयोग कीजिए, अतिरिक्त बिजली आप सरकार को बेच दीजिए और कमाई कीजिए। ये मुफ्त बिजली योजना मोदी लेकर आया है और मेरे सिरमौर वाले साथी आलरेडी ऑनलाइन बुकिंग चालू है और आप अपना नाम रजिस्टर करवा दीजिए। मोदी ने पहले जैसे गारंटियां पूरी की...मोदी ये गारंटी भी जरूर पूरी करेगा। उसी प्रकार से साथियों जो मुफ्त अनाज योजना है, मोदी का संकल्प है गरीब के घर का चूल्हा जलते रहना चाहिए, गरीब के घर का बच्चा भूखा सोना नहीं चाहिए, इसलिए मुफ्त अनाज योजना, अगले पांच साल तक चालू रहेगी।

साथियों,

आपको शिमला लोकसभा सीट से हमारे बहुत निकट साथी भाई सुरेश कश्यप जी को भारी वोटों से विजयी बनाना है। और भाई सुरेश जी को आप वोट देंगे ना तो वो सीधा-सीधा कमल के खाते में जाएगा। मोदी के खाते में जाएगा। हर गांव जाएंगे, ज्यादा से ज्यादा मतदान कराएंगे, हर पोलिंग बूथ को जिताएंगे। अच्छा मेरा एक काम करेंगे... मेरा एक काम करेंगे...कमाल हो यार सुरेश के लिए तो बड़े जोर से बोल रहे हो, मेरी लिए बोला तो ठंढ़े हो गए। ये पॉलीटिकल काम नहीं है करोगे। चुनाव वाला काम नहीं है करोगे, मेरा पर्सनल है करोगे। पक्का करोगे एक काम कीजिए। देखिए जब मैं हिमाचल में था, गांव-गांव भटकता था, लोगों के घर जाता था मिलता था। अब आप लोगों ने मुझे ऐसा काम में लगा दिया कि मैं सबके पास जा नहीं पाता हूं, मिल नहीं पाता हूं। तो मेरा एक काम कीजिए, ज्यादा से ज्यादा परिवारों में जाइए। ज्यादा से ज्यादा लोगों को मिलिए और जाकर के कहना मोदी जी सिरमौर आए थे। मोदी जी ने आपको प्रणाम कहा है। मेरा प्रणाम पहुंचा देंगे। हर घर में मेरा प्रणाम पहुंचा देंगे। पहुंचा देंगे, पक्का पहुंचा देंगे। दूसरा काम, हम तो देवभूमि के लोग हैं, हमारे अपने हर गांव के देवी-देवता होते हैं। अपने देवता होते हैं। देवता का आगमन होता है। हर गांव के अंदर एक पूजा स्थल होता है। आप सब मिलकर के एक गांव में जाकर मेरी तरफ से मत्था टेकना आशीर्वाद मांगना, ताकि विकसित भारत का सपना जितना जल्द हो सके हम पूरा कर सकें।

मेरे साथ बोलिए...भारत माता की जय...

भारत माता की जय...

भारत माता की जय

बहुत-बहुत धन्यवाद