સર્વ મહાનુભાવો તથા નવજુવાન મિત્રો, આજે ચાર જુલાઈ છે. ચાર જુલાઈ, આજથી એકસો દસ વર્ષ પૂર્વે સ્વામી વિવેકાનંદજીનો દેહોત્સર્ગ થયો હતો. એકસો દસ વર્ષ પૂર્વે આજની તારીખે સ્વામી વિવેકાનંદજી આ જગતને છોડીને પરલોક સિધાવી ગયા હતા. પરંતુ, એ વખતે પોતાના જીવનકાળ દરમિયાન સ્વામી વિવેકાનંદે પોતે કહ્યું હતું અને એમની વિદાય પછી આ દેશના અનેક મહાપુરુષોએ પણ કહ્યું છે અને આપણે બધા પણ અનુભવીએ છીએ. એમણે કહ્યું હતું કે આ શરીર સાથે તો મારો નાતો બહુ ટૂંકો છે. માત્ર ઓગણચાલીસ વર્ષની ભર યુવાનીએ સમગ્ર વિશ્વને અચંબિત કરીને વિવેકાનંદજીએ વિદાય લઈ લીધી. એમણે કહ્યું હતું કે આ શરીર સાથેનો તો મારો નાતો બહુ ટૂંકો છે પણ, હું જન્મોજન્મ મારા મિશનની પૂર્તિ માટે અવિરત પ્રયાસ કરતો રહીશ. આ રાષ્ટ્રના અનેક મહાપુરુષો, મહાત્મા ગાંધીથી લઈને સુભાષ બોઝ હશે કે અરવિંદજી હશે, સૌએ કહ્યું છે કે વિવેકાનંદજી આજે પણ આ રાષ્ટ્રને પ્રેરણા પણ આપે છે અને સામર્થ્ય પણ આપે છે. એમની આજે પુણ્યતિથિએ એક એવા કામનો આપણે આરંભ કરી રહ્યા છીએ, એક વિચારને આજે હકીકતમાં પરિવર્તિત કરી રહ્યા છીએ, જેની અસરો આગામી પેઢીઓ સુધી રહેવાની છે.

મિત્રો, આજનો આ ઘટનાક્રમ એ માત્ર કોઈ એક નવી યોજનાની શરૂઆત છે એવું નથી. આજનો આ અવસર ગુજરાતના લોકોને માત્ર કોમ્પ્યુટર સાથે જોડવાનો છે એવું નથી. આજનો અવસર વર્તમાન પેઢીને ઉજ્જવળ ભાવિ પેઢી સાથે જોડવાનો એક સફળ પ્રયાસ છે. મિત્રો, દુનિયા બદલાઈ ચૂકી છે, જગત બદલાણું છે અને બદલાયેલા જગતને જો ન જાણીએ, બદલાયેલા જગતને ન સ્વીકારીએ તો આપણે કાલબાહ્ય થઈ જઈએ, ઇરિલેવન્ટ થઈ જઈએ, આપણે એકલા અટૂલા પોતાની દુનિયામાં મસ્ત રહીને માત્ર જગતને જોતા રહીએ. મિત્રો, બારસો વર્ષની ગુલામીમાં દેશ જે પછાતપણાનો ભોગ બન્યો એ ફરી બની જાય. હિંદુસ્તાનને પછાતપણાના ગ્રહણમાંથી મુક્ત કરાવવાનો સંકલ્પ કરવો પડે. અને સ્વામી વિવેકાનંદજીની દોઢસોમી જંયતી ઊજવતા હોઈએ ત્યારે પ્રત્યેક યુવાનનું એક સપનું હોય કે અમારા બનતા પ્રયત્નોથી અમે જ્યાં હોઈશું ત્યાં, જે કોઈ નાની મોટી જવાબદારી હશે એના સહારે, જે કંઈ ઈશ્વરે ક્ષમતા આપી હશે એના ભરોસે, આ દેશને પછાતપણામાંથી મુક્ત કરવા માટેનો ભગીરથ, અવિરત, અખંડ, એકનિષ્ઠ પુરુષાર્થ કરતા રહીશું. આ સંકલ્પ પ્રત્યેકનો હોવો જોઈએ અને એ સપનાને સાકાર કરવું હશે તો આપણે જ્યાં હોઈશું ત્યાં કોઈને કોઈ નવી વાત લઈને શરૂઆત કરવી પડશે.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા મહાપુરુષોએ જે દિવસોમાં સમાજ સુધારક તરીકે આધુનિક શિક્ષણ માટેની આહલેક જગાવી હશે ત્યારે સમાજને લાગ્યું હશે કે આ બધાની શું જરૂરિયાત છે? પરંતુ એવા મહાપુરુષોના પરિણામે સો વર્ષ, સવાસો વર્ષ, દોઢસો વર્ષના ગાળામાં સમાજજીવનની અંદર બદલાવ શરૂ થતો હોય છે. ભાઈઓ-બહેનો, આજે કદાચ આ ટેક્નોલૉજી, આ ઇન્ફર્મેશન ટેક્નોલૉજી, આ બાયો ટેક્નોલૉજી, આ નૅનો ટેક્નોલૉજી, આ લાઇફ સાયન્સ, આ બધા શબ્દો અવનવા લાગતા હશે. પણ એક વાત નિશ્ચિત છે કે ટેક્નોલૉજીએ જગત આખાનો ભરડો લીધો છે, માનવજાતનો ભરડો લીધો છે અને ટેક્નોલૉજી વગરના જીવનની કલ્પના કરવી અસંભવ છે, અસંભવ છે. અને જો ટેક્નોલૉજી વગરનું જીવન અસંભવ હોય તો ભારતનું યુવા ધન ટેક્નોલૉજીથી અછૂત કેવી રીતે રહી શકે? ટેક્નોલૉજીથી અલિપ્ત કેવી રીતે રહી શકે? અને એવા સંજોગોમાં આવશ્યકતા હોય છે કે સમગ્ર બાબતને સરળીકરણ કરીને લોકભોગ્ય કેવી રીતે બનાવવું. આવશ્યકતા હોય છે સહજ સરળ રીતે એને ઉપલબ્ધ કેવી રીતે કરાય. આવશ્યકતા હોય છે એ બધી જ બાબતોને હાથવગી કેવી રીતે કરાય. અને એકવાર આ બધી ચીજો હાથવગી હોય ને તો બધાને આપોઆપ ચીજો શીખવાનું, સમજવાનું, ઉપયોગ કરવાનું આવડતું હોય છે. તમે ક્લાસરૂમમાં ભાષણ લઈને કોઈને કહો કે બૅંકિંગની વ્યવસ્થામાં એ.ટી.એમ. નામની આવી વ્યવસ્થા આવવાની છે અને તમારે આવી રીતે પૈસા મુકાશે, લેવાશે, આમ કરાશે, તેમ કરાશે તો ઘણીવાર માણસ માથું ખંજવાળે કે આ નવું એ.ટી.એમ. શું આવ્યું પાછું..? પણ એકવાર એ.ટી.એમ. મુકાઈ જાય અને એકવાર તમે એને બતાવી દો કે નાણાની લેવડદેવડ માટેની આ પદ્ધતિ છે તો અભણ માણસ પણ એ પદ્ધતિ જાણી જાય છે, એનો અમલ કરતો હોય છે, જાણી લેતો હોય છે. અનેક લોકો હશે કે જેણે પહેલાં મોબાઇલ જોયો હશે ત્યારે આશ્ચર્ય થયું હશે, પણ આજે ગામડામાં જીવનમાં ક્યારેય શિક્ષણનો અવસર ન મળ્યો હોય તે પણ મોબાઇલની ઉપયોગિતા બરાબર જાણતો હોય છે. અને મેં તો જોયું છે કે ટેક્નોલૉજીનું પૅનિટ્રેશન કેટલી હદે થઈ રહ્યું છે. એકવાર હું વલસાડ જિલ્લાના કપરાળા તાલુકાના આદિવાસી વિસ્તારમાં એક નાનકડા કાર્યક્રમ માટે ગયો હતો. ખૂબ ઇન્ટિરિઅર્ વિસ્તાર છે. ત્યાં એક ડેરીના ચિલિંગ સેન્ટરનું ઉદઘાટન હતું. અને આખો વનવાસી વિસ્તાર છે, એ જંગલોની અંદર નાનકડી ઓરડીમાં એક ચિલિંગ સેન્ટર બનાવેલું. પણ ત્યાં સભા કરવાની કોઈ જગ્યા નહોતી એટલે ત્રણ કિલોમીટર દૂર એક શાળાના મેદાનની અંદર સમારંભ રાખ્યો હતો. અને આ કાર્યક્રમના સ્થળે જે દૂધ ભરનારી બહેનો હોય છે, આદિવાસી બહેનો, એવી ત્રીસ-ચાલીસ બહેનો ત્યાં હાજર રાખી હતી, બાકી કાર્યક્રમ ત્રણ કિલોમીટર દૂર હતો. અમે ચિલિંગ સેન્ટરનું ઉદઘાટન કર્યું. અને બધી જ બહેનો સરસ મજાની વેશભૂષા સાથે જાણે ઘરે કોઈ અવસર હોય એવી રીતે તૈયાર થઈને આવી હતી. અને અમે જેવા કાર્યક્રમમાંથી પગથિયાં ઊતરતા હતા અને મેં જોયું કે ત્રીસ-ચાલીસ બહેનોમાંથી પોણા ભાગની બહેનો એવી હતી કે જે મોબાઇલથી અમે બધા ઊતરતા હતા એનો ફોટો પાડતી હતી. આદિવાસી બહેનો, કપરાળા જેવા વલસાડના અંદર આંતરિયાળ વિસ્તારમાં, ત્યારે મને સહજ કૌતુક થયું એટલે હું તે બહેનો પાસે ગયો, મેં કહ્યું, “બહેનો, આ મોબાઇલ પર ફોટો પાડીને શું કરશો?” તમે પણ વિચાર કરો કે તમે શું જવાબ આપો, મનમાં વિચારી લો. સાહેબ, એ બહેનોએ મને કહ્યું કે એ તો અમે ડાઉનલોડ કરાવી દઈશું. કપરાળા તાલુકાના આદિવાસી વિસ્તારમાં દૂધ ભરવા આવેલી આદિવાસી મા કે બહેન... એ કોઈ કૉલેજમાં ડાઉનલોડ કોને કહેવાય એ ભણવા ગઈ નથી, પણ એને ખબર છે કે હું આ ફોટો પાડું છું એને ક્યાંક ડાઉનલોડ કરવાની વ્યવસ્થા હોય છે અને એ ફોટાની પ્રિન્ટ આઉટ પણ મને મળી શકતી હોય છે. એનો અર્થ એ થયો કે કોઈ ફૉર્મલ વ્યવસ્થા ન હોય તેમ છતાં પણ ટેક્નોલૉજી આપોઆપ ટ્રાવેલ કરતી હોય છે. સમયાનુકૂલ પરિવર્તન સાથે સમાજજીવનનું અંગ બની જતી હોય છે, જીવન વ્યવસ્થાનું અંગ બની જતી હોય છે, પ્રત્યેક વ્યક્તિના મનનો કબજો લેતાં પણ ટેક્નોલૉજી વાર નથી કરતી. અને જો આ સ્થિતિ સહજ રીતે હોય તો આને આપણે ‘પડશે તેવા દેવાશે’, ‘આવશે ત્યારે જોઈશું’ અને ‘હમણાં તો આ છે ને’ એના બદલે સહેજ દૂરનું જોઈને એને અવસર તરીકે, ઑપર્ચ્યૂનિટી તરીકે, એક તક તરીકે આયોજન સાથે કેમ આગળ ન વધીએ? અને એમાંથી આપણે આગળ વધી રહ્યા છીએ.

ભાઈઓ-બહેનો, દુનિયામાં ચર્ચા છે, એકવીસમી સદી કોની? સમગ્ર વિશ્વ એ માને છે કે એકવીસમી સદી એશિયાની છે, પણ એ નિર્ધારિત નથી કરી શકતા કે એકવીસમી સદી હિંદુસ્તાનની હશે કે એકવીસમી સદી ચીનની હશે. સ્પર્ધા હિંદુસ્તાન અને ચીન વચ્ચે ચાલી રહી છે ત્યારે આપણી પાસે એકવીસમી સદી હિંદુસ્તાનની હશે એના માટેનાં મહત્વપૂર્ણ સશક્ત પરિબળો કયાં? એક મોટામાં મોટું સશક્ત પરિબળ છે આપણી પાસે, આ દેશની પાંસઠ ટકા જનસંખ્યા. આ દેશની પાંસઠ ટકા જનસંખ્યા પાંત્રીસ વર્ષ કરતાં નીચેની ઉંમરની છે. આ દેશ દુનિયાનો સૌથી યુવાન દેશ છે. યૌવનથી તરબતર જે ભૂમિ હોય, જે સમાજનો પાંસઠ ટકા વર્ગ પાંત્રીસથી નીચેની ઉંમરનો હોય એના બાહુમાં સામર્થ્ય કેટલું હોય, એના સપનાં કેટલી ઊંચી ઉડાન ભરનારાં હોય એનો આપણે અંદાજ કરી શકીએ છીએ. આવશ્યકતા છે એને અવસર આપવાની અને અવસર આપવો હશે તો જે પ્રકારની યુગની રચના બની છે એમાં આ સપનાને સાકાર કરવાની યુવાશક્તિ કેવી રીતે જોડવી. મિત્રો, ચીને આજથી દસ વર્ષ પહેલાં એક કામ ઉપાડ્યું હતું. કયું કામ? એને લાગ્યું કે જો ચીનને એકવીસમી સદીની અંદર વિશ્વની અંદર તાકાત બનાવવી હશે તો ચીનના નાગરિકોને અંગ્રેજી આવડવું બહુ જરૂરી છે. અને તેથી ચીને ચીનનાં બાળકો અંગ્રેજી શીખે એના માટે વ્યાપક અભિયાન ચલાવ્યું હતું. સફળતા કેટલી મળી કે ન મળી, એનો લાભ મળ્યો કે ન મળ્યો... પણ એમને ખબર હતી કે વિશ્વની અંદર હવે એકલા અટૂલા ચીનની અંદર આપણે તાકતવર બનીએ એ નહીં ચાલે, જગતની અંદર પ્રસારિત થવું પડશે, સ્પ્રેડ થવું પડશે. અને એમણે એ દિશામાં પોતાના આયોજનને આગળ ધપાવ્યું હતું. મિત્રો, આપણા ગુજરાતમાં વર્ષો સુધી, તમે તો એ વખતે જન્મ્યા પણ નહીં હો, મિત્રો. મગન પાંચમાવાળા અને મગન સાતમાવાળા એવી ચર્ચા ચાલતી હતી. શિક્ષણ જગતમાં કામ કરનાર બે નેતાઓ અહીં હતા. એક એમ કહે કે અંગ્રેજી પાંચમાથી હોય, બીજા કહે કે અંગ્રેજી સાતમાથી હોય. અને એના કારણે અને અહીં તો ચાલ્યું હતું ‘મગન માધ્યમ’, ગુજરાતી ભાષા શીખો તો લોકો કહે કે ‘મગન માધ્યમ’. આવા શબ્દપ્રયોગો હતા. આખી દુનિયાની સામે ગુજરાતનો નવજુવાન આંખમાં આંખ મિલાવીને વાત કરી શકે એ સામર્થ્ય એનામાં હોવું જોઇએ. અને ગુજરાતી એક ગ્લોબલ કૉમ્યુનિટી છે. આપણે એક અભિયાન ઉપાડ્યું ‘સ્કોપ’ દ્વારા. બોલચાલનું અંગ્રેજી તો આવડવું જ જોઈએ. અને એના કારણે એની એમ્પ્લોયેબિલિટી પણ વધી. આજે એને મોલમાં નોકરી લેવી હોય, સાતમું-આઠમું કે દસમું ભણેલો હોય, તો એને અમુક પગાર મળે. પણ એણે જો સ્કોપની ટ્રેનિંગ લીધી હોય અને પાંચ-પંદર અંગ્રેજી વાક્યો બોલવાનું સામર્થ્ય આવી ગયું હોય, એની સોફ્ટ સ્કિલ ડેવલપ થઈ હોય અને બિહેવિયર ટ્રેનિંગ થઈ ગઈ હોય તો એનો પગાર પાંચના બદલે સાત થાય, સાતને બદલે અગિયાર થાય. એની આવશ્યકતા વધવા માંડી. અને મિત્રો, મારે ગર્વ સાથે કહેવું છે કે ગુજરાતના ગોલ્ડન જ્યુબિલી વર્ષમાં એક લાખ લોકો, અંગ્રેજી બોલતાં-વાંચતાં શીખવવાનો જે પ્રયાસ આદર્યો હતો, એ આંકડો એક લાખને પણ વટાવી ગયો હતો અને એ કામ આજે પણ ચાલે છે.

મિત્રો, આપણે એક યોજના કરી હતી, ‘જ્યોતિગ્રામ’. ગુજરાતનાં ગામડાંને ચોવીસ કલાક વીજળી મળે, ઘણા લોકોને એમ લાગતું હતું કે આ વીજળી તો ટી.વી. ચલાવવા માટે આવી લાગે છે..! ના, જે દિવસે જ્યોતિગ્રામ યોજના માટે અર્બો-ખર્બો રૂપિયા ખર્ચાતા હતા ત્યારે ખબર હતી કે આ ઊર્જાનાં વાવેતર શાના માટે કરીએ છીએ. એમાંથી ગુજરાતના ગ્રામીણ જીવનમાં કેવા પ્રકારનો નવો ઓપ આપવો છે એની પૂરી ખબર હતી. અને એકવાર વીજળીની બધી વ્યવસ્થા થઈ ગઈ, પછી કયું કામ ઉપાડ્યું? કોમ્પ્યુટર નેટવર્ક ઊભું કરવાનું કામ ઉપાડ્યું. હાર્ડવેર, જ્યાં હોય ત્યાં, સ્કૂલોમાં, પંચાયતોમાં હાર્ડવેર આપો. પછી ઉપાડ્યું, કનેક્ટિવીટી આપો. નવજુવાન મિત્રો તમારામાંથી મોટા ભાગનાનું બૅકગ્રાઉન્ડ ગામડાંનું છે. ભારત સરકારે આના આગલા વર્ષે પોતાના બજેટમાં કહ્યું હતું કે અમે ત્રણ હજાર ગામોની અંદર બ્રોડબેન્ડ કનેક્ટિવીટીનો પાયલોટ પ્રોજેક્ટ કરીશું. છ લાખ ગામડાઓનું હિંદુસ્તાન, એમાં ત્રણ હજાર ગામોનો ભારત સરકારનો પાયલોટ પ્રોજેક્ટ. મુખવાસ જેટલું પણ ન મળે. મિત્રો, મારે ગર્વ સાથે કહેવું છે કે ગુજરાતે ચાર વર્ષ પહેલાં અઢાર હજાર ગામોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવીટીનું કામ પૂરું કર્યું. આ માળખાકિય સુવિધાઓ ઊભી કરી. હવે ધ્યાનમાં આવે છે કે સમાજજીવનની અંદર હવે ટેક્નોલૉજીએ એટલી બધી જગ્યા બનાવી દીધી છે કે જે જગ્યાને કારણે આ પ્રકારની ઓછીવત્તી ટેક્નોલૉજી જાણનારા લોકોની જરૂરત પડશે. મિત્રો, બસમાં પણ ગઈકાલ સુધી કંડક્ટર ચોપાનિયું ફાડીને ટિકિટ ફાડતો હતો. સમય આવવાનો છે કે એના હાથમાં એક નાનકડું ઇન્સ્ટ્રુમેન્ટ હશે, ખાલી આમ ચાંપ દબાવીને જ તમને ટિકિટ આપતો હશે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં, તમે નાનકડી રેસ્ટોરન્ટમાં જાવ તો પણ હવે પેલો ભજિયાનંદ ચાનું બિલ લખતો નથી, નાનું એક ડબલું લઈને આમઆમ દબાવે અને તરત જ તમને કહે ને તમે ગેટ પર જાવ, તમારું બિલ તૈયાર હશે. આ બદલાવ આવી રહ્યો છે. તો ગુજરાતના ગરીબ પરિવારનાં બાળકોને આ બદલાયેલા વાતાવરણમાં રોજીરોટી મળે, એનું શોષણ ન થાય, એની પાસે ડિગ્રી પ્લસ એક પ્રકારની ક્વૉલિટી હોય, તે પાંચને બદલે સાત, સાત ને બદલે નવ, નવને બદલે અગિયાર હજાર રૂપિયા કમાતો થાય અને એના માટેના અભિયાનનો એક ભાગ એટલે એમ્પાવર સ્કીમ, ઇલેક્ટ્રૉનિક મેન પાવર. અને મિત્રો, ભારત સરકારે એક વર્ષ પહેલાં ત્રણ હજાર ગામોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવીટીનું આયોજન વિચાર્યું હતું. એ બજેટને આજે દોઢ વર્ષ થઈ ગયું. શું થયું હશે એ તપાસનો વિષય છે. અમે માર્ચના આખરે બજેટ પાસ કર્યું અને આજે ચોથી જુલાઈએ એ યોજના લાગુ કરી દઈ રહ્યા છીએ.

મિત્રો, બદલાતા જતા યુગમાં જેમ આજે અભણ હોવું એ શ્રાપ લાગતો હોય છે, આપણને પણ ચાર મિત્રોની વચ્ચે અભણ હોવાની વાત થાય તો નીચા જોણું થતું હોય છે. જેમ અભણ હોવાનું નીચાજોણું થતું હોય છે એમ આવનારા દિવસોમાં તમને જો કોમ્પ્યુટર નહીં આવડતું હોય, તમે ઇન્ફર્મેશન ટેક્નોલૉજીથી પરિચિત નહીં હો તો તમે પણ દુનિયાની નજરોમાં અભણ જ ગણાશો. હું નથી ઇચ્છતો કે મારા ગુજરાતનો કોઈ નવજુવાન દુનિયાની નજરમાં અભણ હોય. આખું વિશ્વ એને પૂછે તો એને ખબર હોય કે હા, હું આ જાણું છું. હવે ગરીબ બાળક ક્યાં જાય? એને આ બધું શીખવું હોય, હજાર, પંદરસો, બે હજાર રૂપિયા ફી હોય અને ફી ભર્યા પછી પણ જો કોઈ ભાગેડુ આવી ગયો, તો ફી બધાની ભરાઈ જાય પછી કોમ્પ્યુટર લઈને બીજા ગામ જતો રહ્યો હોય. ગરીબ માનવી છેતરાઈ જાય. માતાઓ-બહેનોને શીખવું હોય તો ક્યાં જાય? અને એમાંથી આપણે વિચાર કર્યો કે સરકારની પોતાની યોજનાથી એક વ્યાપક અભિયાન ઉપાડવામાં આવે. જેમ ‘સ્કોપ’નું વ્યાપક અભિયાન ઉપાડ્યું, જેના કારણે લોકો શીખવા માટે પહેલાં અઢી હજાર, ત્રણ હજાર ફી ચૂકવતા હતા એના બદલે મફતના ભાવે શીખી જાય એવી વ્યવસ્થા કરી, લોકોએ લાભ લીધો. મિત્રો, આ યોજના પણ કેવી છે? શેડ્યૂલ્ડ કાસ્ટ માટે મફત, શેડ્યૂલ્ડ ટ્રાઇબ માટે મફત, ઓ.બી.સી. માટે મફત, બહેનો માટે મફત, અને કોઈકને પૂરતું હોય તો પણ કેટલી ફી? પચાસ રૂપિયા, માત્ર પચાસ રૂપિયા..! પાંચ-દસ કપ ચા પીએ એટલામાં પતી જાય. અને મને ખાતરી છે કે જે આ શિક્ષણ લેશે અને તેનાં સર્ટિફિકેટ સાથે જોડશે એનું મૂલ્ય વધવાનું છે, બજારમાં એનું મહાત્મય વધવાનું છે. અને મિત્રો, ઘણા લોકોને આશ્ચર્ય થશે. આ યોજનાની સફળતા શેમાં છે? મેં અમારા અધિકારીઓને કહ્યું હતું કે આપણે આટલી બધી બ્રોડબેન્ડ કનેક્ટિવીટી આપી છે, ગામડે ગામડે કોમ્પ્યુટર લગાવ્યાં છે, મારે ટ્રાયલ લેવો છે કે આ બધી ચીજો જનસામાન્ય સાથે જોડાવાની છે કે નહીં અને એટલા માટે મેં આગ્રહ રાખ્યો હતો કે આ જે ટ્રેનિંગ થવાની છે આપણી, એમ્પાવરવાળી, એનું રજિસ્ટ્રેશન લોકો ઑનલાઇન કરાવે. ખબર તો પડે કે આ ટેક્નોલૉજીથી આપણે તેમની સાથે જોડાયેલા છીએ કે નથી જોડાયા? અને આજે મારે ગર્વથી કહેવું છે કે આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં, આજે સાંજે હું મંચ ઉપર આવ્યો ત્યાં સુધીનો આંકડો કહું છું, આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઑનલાઇન રજિસ્ટ્રેશન એક લાખ ચાર હજાર લોકોએ કરાવ્યું છે. અને એમાંય ગર્વની વાત, ૮૪% રજિસ્ટ્રેશન ગામડાનાં લોકોએ કરાવ્યું છે, ૧૬% શહેરોનું રજિસ્ટ્રેશન છે. એનો અર્થ એ થયો કે તીર બરાબર નિશાના પર લાગ્યું છે. કારણકે આખી યોજનાનો હેતુ આ આખીય બાબત ગામડામાં મારે પહોંચાડવી છે, ગામડાંના ઘર સુધી પહોંચાડવી છે. કારણકે શહેરમાં તો નાની-મોટી વ્યવસ્થા હોય છે જેનો લાભ લઈ લીધો હોય છે, જ્યાં મળતો હોય છે. બંને માટે સમાંતર છે ગામડું હોય કે શહેર હોય, પણ ગામડામાં ચોર્યાસી ટકા લોકોનો આ ઉત્સાહ, આ રજિસ્ટ્રેશન પોતે જ બતાવે છે કે આજે આ યોજના સફળ થઈ ગઈ. અને એમાંય આનંદદાયક સમાચાર, આ જે એક લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે પૈકી ૬૬% ટકા પુરુષો છે, ૩૪% બહેનો છે દોસ્તો, ચોત્રીસ ટકા બહેનો છે. આ મોટી બાબત છે. ગુજરાતનાં ગામડાંની ગૃહિણી યા દીકરી આ પ્રકારના શિક્ષણને સમજે, ઉમંગભેર જોડાય એ વાત જ ઉજજવળ ભવિષ્યનો સંકેત આપે છે દોસ્તો અને હજુ તો આ યોજના વિશે આજે છાપામાં જાહેરાત આવી છે. એના પહેલાં છાપામાં જે દિવસે બજેટમાં જાહેરાત કરી હતી ત્યારે એક થોડોઘણો ઉલ્લેખ આવ્યો હતો. આ વાત હજુ તો કાનોકાન પહોંચી છે, કોઈ મોટું કૅમ્પેન નથી થયું. કૅમ્પેનની શરૂઆત થશે તો કદાચ આજે થશે. છાપાના મિત્રો છે અહીંયાં, ટી.વી., મીડિયાવાળા છે, એ લોકો થોડુંઘણું બતાવશે એટલે આજે શરૂઆત થશે. તેમ છતાંય જો આટલો બધો આવકાર મળ્યો હોય એનો અર્થ એ થયો કે કેટલા મહત્વપૂર્ણ કામને આ રાજ્ય સરકારે જનતાની નાડ પારખીને પકડ્યું છે એનો અંદાજ આવી શકે છે.

ભાઈઓ-બહેનો, એ વાત નિશ્ચિત છે કે હુન્નર વગર સફળતા સંભવ નથી હોતી. આપણે કોઈ સુખી મા-બાપના દીકરાઓ નથી, આપણને કંઈ પાંચ પેઢી ચાલે એવું કંઈ વારસામાં મળ્યું નથી. આપણી પાસે તો ઈશ્વરે આપેલી ક્ષમતા છે. બે હાથ છે, હૈયું છે, દિમાગ છે, એના દ્વારા જ જીંદગી જીવવાની છે. અને જો નક્કી જ હોય કે આપણી મૂડી આ જ છે તો એ મૂડીમાં વૃદ્ધિ કરવાનું સાધન છે, હુન્નર. અને આ કૌશલ્ય વર્ધન થાય, અનેકવિધ આવી ક્ષમતાઓનો અભ્યાસ થાય, એનાથી પરિચિત થઈએ તો જીવનને સફળ કરવા માટે ખૂબ મોટી શક્તિ મળતી હોય છે. મિત્રો, એક સમય હતો કે ગુજરાતની અંદર ટેક્નિકલ એજ્યુકેશન માટેની કૉલેજનાં એકમો માંડ ૪૪૨ હતાં, ૨૦૦૧ માં આપણે જ્યારે જવાબદારી લીધી ત્યારે. આજે આંકડો લગભગ ૧૭૦૦-૧૮૦૦ એ પહોંચ્યો છે. ક્યાં ૪૪૨..! આપણે ગુજરાતની જવાબદારી લીધી ત્યારે આ રાજ્યમાં અગિયાર યુનિવર્સિટી હતી. આજે ભાઈઓ, બેંતાલીસ યુનિવર્સિટી છે. આ બધું કોના માટે? ગુજરાતના નવજુવાનો માટે, ગુજરાતની ભાવિ પેઢી માટે, મારી સામે બેઠેલા આ સક્ષમ સપનાંઓ માટે, એમના માટે છે આ બધું. એક સમય હતો, ડિપ્લોમા કે ડિગ્રી કે એન્જિનિયરિંગમાં ભણવું હોય તો મધ્યમ વર્ગનાં મા-બાપ વિચારી ન શકે, ડોનેશન ક્યાંથી લાવવું, દાખલ ક્યાં કરવા છોકરાંઓને..? પછી શું થાય? ભાઈ, મેળ નહીં પડે, તું ક્યાંક હવે બી.એ., બી.કોમ. થઈ જા અને ક્યાંક કારકુનમાં કોઈ નોકરી મળી જાય તો જોજે..! અનેક નવજુવાનોના સપનાં ચૂર ચૂર થઈ જાય. મિત્રો, આપણે દસ જ વર્ષમાં ટેક્નિકલ એજ્યુકેશનને એટલું બધું બળ આપ્યું કે ૨૦૦૧ માં ડિપ્લોમા કે ડિગ્રી એન્જિનિયરિંગ માટે આપણી પાસે શરૂઆતમાં માંડ ૨૩,૦૦૦ બેઠકો હતી, આજે લગભગ ૧,૨૩,૦૦૦ બેઠકો ટેક્નિકલ શિક્ષણ માટે ઉપલબ્ધ કરી દીધી છે. જેને ભણવું હોય એને મારે અવસર આપવો છે. ગરીબમાં ગરીબ પરિવારનો દીકરો કે દીકરી, એને ઓશિયાળી જીંદગી જીવવી ન પડે એના માટેનું કામ ઉપાડ્યું છે. મિત્રો, ઘણાં બાળકો એવાં હોય છે કે સાતમા-આઠમામાં સંજોગોવશાત ભણવાનું છોડી દીધું હોય, કાં તો કોઈ અવળે રસ્તે ચડી ગયા હોય, કાં મિત્રો એવા મળી ગયા હોય અને પછી સમજદારી આવી હોય, એટલે આઈ.ટી.આઈ. જૉઇન કર્યું હોય. બિચારો ટર્નર બને કે ફિટર બને કે પ્લમ્બર બને કે વેલ્ડર બને... અને એને એમ લાગતું હતું કે પતી ગયું, મારી જીંદગી તો હવે અહીં પૂરી થઈ ગઈ. મિત્રો, આ સરકારે નક્કી કર્યું કે મારા ગુજરાતના કોઈ જવાનીયાની જીંદગીને, એના સપનાંને હું પૂર્ણવિરામ નહીં મૂકવા દઉં. હું ફરીથી દરવાજા ખોલીશ, હું ફરીથી બારીઓ ખોલીશ, એનામાં ફરી સપનાં જગાવીશ, એને નવી જીંદગી જીવવા માટે પ્રેરણા આપીશ, એને નવી હામ આપીશ. અરે, ગઈકાલ જેવી ગઈ એ ગઈ, આવતીકાલ હજુ સારી થઈ શકે છે એવો વિશ્વાસ એને હું આપીશ. અને એના માટે શું કર્યું? એક સાહસપૂર્ણ નિર્ણય કર્યો કે આઠમા સુધી ભણીને છોડી દીધું હોય, પણ જો બે વર્ષ આઈ.ટી.આઈ.નાં કરે તો હું એને દસમા ધોરણનું સર્ટિફિકેટ આપી દઈશ, દસમા ધોરણ સુધી ભણીને આઈ.ટી.આઈ. કર્યું હોય, બે વર્ષ કર્યાં હોય તો એને બારમા ધોરણની બરાબર ગણવામાં આવશે, એને બારમું પાસ માનવામાં આવશે. એટલું જ નહીં, આના ભરોસે એને ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું હશે તો દરવાજા ખુલ્લા, એમાં જઈ શકશે. એમાંથી એને ડિગ્રી એન્જિનિયરિંગ કરવું હશે તો એમાંય જઈ શકશે. પહેલાં જે દરવાજા બંધ થઈ જતા હતા કે સાતમું કે આઠમું છોડ્યું એટલે પત્યું, ખેલ પૂરો..! સાહેબ, આ બધું બદલી નાખ્યું છે. કોના માટે? દોસ્તો, તમારા માટે, ગુજરાતની આવતીકાલ માટે.

મિત્રો, હું આજે તમને વિનંતી કરવા માગું છું. મારી સામે માત્ર આ સભાગૃહમાં લોકો છે એવું નથી, ઑનલાઇન બધા જ આઈ.ટી.આઈ.માં, બધા જ ટ્રેનિંગ સેન્ટરમાં લાખો નવજુવાનો આ કાર્યક્રમમાં મારી સાથે મોજૂદ છે, દૂરસુદૂર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં બેઠેલા લોકો, નવજુવાનો મને સાંભળી રહ્યા છે. મિત્રો, આજ હું તમને કહેવા માગું છું, સપનાં જોવાનું બંધ ન કરતા. અરે, ક્યારેક અવરોધો આવ્યા હશે, ક્યારેક રુકાવટો આવી હશે, ક્યારેક નિષ્ફળતાઓ જોવી પડી હશે તેમ છતાંય અગર જો ઉત્તમ સંકલ્પ સાથે સપનાંને સાચાં કરવા માટે જીદ હશે, પરિશ્રમ હશે તો આપની પણ બધી ઇચ્છાઓ, આકાંક્ષાઓ પરિપૂર્ણ થશે એ હું વિશ્વાસથી કહેવા માગું છું. અને આ રાજ્ય, આ રાજ્ય આ દેશની નવજુવાન પેઢીને, આ દેશના નવયુવાન દીકરા-દીકરીઓને એક અપ્રતિમ અવસર આપવા માટે પ્રતિબદ્ધ છે, જેના દ્વારા તે પોતાના સઘળાં સપનાં સાકાર કરી શકે, પોતાના પરિવારની આશા-આકાંક્ષાઓ પૂરી કરી શકે. અને એક વાત નક્કી માનજો નૌજવાનો, ઈશ્વરે મને અને તમને સમાન જ શક્તિ આપેલી છે. ઈશ્વરે મને તમારા કરતાં બે ચમચી વધારે આપી છે એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી. ઈશ્વરે મને જેટલું આપ્યું છે એટલું તમને પણ આપ્યું છે. મિત્રો, સપનાં જુઓ, સંકલ્પ કરો, સાહસ કરો, કદમ ઉઠાવો, મિત્રો, મંજિલ સામે આવીને ઊભી રહેશે એવો મારો વિશ્વાસ છે.

સરકારના બજેટમાંથી આ રાજ્યની અંદર ટેક્નિકલ મેનપાવર તૈયાર કરવાનું આ જે અભિયાન ઉપાડ્યું છે, ગુજરાત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે એમાં એક નવી તાકાત તરીકે ઉમેરાવાનું છે, ગુજરાતને આગળ વધવામાં એ પૂરક બનવાનું છે. મિત્રો, હમણાં ગુજરાતમાં ૨૬,૦૦૦ જેટલા લોકોની પોલીસમાં ભરતી કરી. અને એમાં એક શરત હતી, કોમ્પ્યુટરનું નૉલેજ હોય એણે અરજી કરવાની. મિત્રો, મારે આનંદ સાથે કહેવું છે કે આજે ગુજરાતના પોલીસ મેળામાં કૉન્સ્ટેબલ લેવલે કામ કરનાર કોમ્પ્યુટર લિટરેટ લોકોની ફોજ ઊભી થઈ ગઈ છે, એક પ્રકારે ટેક્નિકલી સાઉન્ડ એવું મારું આખું ડિપાર્ટમેન્ટ બની ગયું છે. અને જો આવનારા દિવસોમાં બધી જ જગ્યાએ આ પ્રકારના હ્યુમન રિસોર્સ ઉપલબ્ધ થાય તો આ રાજ્ય કેટલી તીવ્ર ગતિથી આગળ વધી શકે..! એ સપનાં સાકાર કરવા માટે આજે આ યોજનાને ગુજરાતના નવજુવાનોને સમર્પિત કરું છું. નવજુવાન બહેનો, નવજુવાન ભાઈઓ, એમની શક્તિ પર મને પૂરો ભરોસો છે, મિત્રો. એ શક્તિને લઈને આપણે આગળ વધવું છે અને મને ખાત્રી છે દોસ્તો, કે આપ પણ સપનાં જોતા હશો. અવસર આપવાનું કામ સરકાર કરી રહી છે, વ્યવસ્થા ઊભી કરવા માટે સરકાર બે કદમ આગળ વધી રહી છે. અને નિર્ધારિત પરિણામો પ્રાપ્ત કરવા ગુજરાતનો નવજુવાન સક્ષમ છે એવો મારો વિશ્વાસ છે. મિત્રો, ગુજરાતનું સમૃદ્ધ ભાવિ, એ સમૃદ્ધ ભાવિની સમૃદ્ધિના આપ પણ હકદાર બનો, સમૃદ્ધ ભાવિની સમૃદ્ધિના આપ પણ ભાગીદાર બનો એના માટેનો આ એક અવસર છે. અને એ અવસર આજે ઊભો થયો છે ત્યારે ગુજરાતભરના ખૂણે ખૂણે મારી આ વાત સાંભળી રહેલા સૌ નવજુવાનોને અને આ સભાગૃહમાં સામે બેઠેલા સૌ નવજુવાનોને સાચા અર્થમાં એક ઇલેક્ટ્રૉનિક મેનપાવર તરીકે, એક અતિરિક્ત શક્તિવાળા મેનપાવર તરીકે હું ગુજરાતની ધરતી પર એક નવા પ્રકરણના ઉમેરા સાથે આવકારું છું અને આપ સૌને અંત:કરણપૂર્વક દોસ્તો, ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને નવજુવાનો, આપના સપનાં સાકાર કરવા માટે હું સદા સર્વદા આપની સાથે છું. આપના સપનાં સાકાર થાય એના માટે પરસેવો પાડવાની મારી તૈયારી છે. આપની ઇચ્છાઓ, આકાંક્ષાઓ પૂર્તિ થાય એના માટે આ સરકાર બે ડગલાં આગળ ચાલવા માટે તૈયાર છે. શર્ત આ છે કે મારા ગુજરાતનો નવજુવાન ડગ માંડવા નીકળે..! એની આંગળી પકડવા હું તૈયાર છું, એનો હાથ પકડીને ચાલવા હું તૈયાર છું, એને મારા કરતાં આગળ લઈ જવા માટે હું તૈયાર છું. આ સરકાર આખેઆખી ગુજરાતની નવજુવાન પેઢીને સમર્પિત છે, એના ભાગ્યને બદલવા માટે સમર્પિત છે. એના સપનાને સાકાર કરવા માટે સમર્પિત છે. આવો દોસ્તો, હું જ્યારે તમારી ઉંમરનો હતો ત્યારે મને આવું સૌભાગ્ય નહોતું મળ્યું, દોસ્તો. મને એ વખતે કોઈ મળ્યું ન હતું કે જે આ પ્રકારનો વિશ્વાસ આપે. ભાઈઓ-બહેનો, આજે આખેઆખી સરકાર આપના વિશ્વાસનો શ્વાસ બની જાય એટલી, પ્રત્યેક પળ આપની જોડે છે. એની સાથે આપ જોડાવ એ જ અપેક્ષા સાથે, મારી સાથે પૂરી તાકાતથી બોલશો...

ભારત માતા કી જય..!! બે મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાતથી બોલો, દોસ્તો. ભારત માતા કી જય..!! વંદે માતરમ... વંદે માતરમ... વંદે માતરમ..!!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region

Media Coverage

Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
'નશા મુક્ત યુવાનો માટે વિકસિત ભારત સંકલ્પ અભિયાન'ના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધનનો મૂળપાઠ
August 02, 2026
I urge every citizen, especially our youth, to join this movement: PM
Today, as the nation has set the goal of a Viksit Bharat, it is imperative that the country's youth remain fit, brimming with self-confidence and permanently steer clear of drugs: PM
We must protect every youth from falling into the trap of addiction: PM
Society’ support, yoga and meditation give strength to our inner selves against addiction and today facilities like rehabilitation centers also help quit addiction: PM
Even if a youth has mistakenly fallen into the trap of addiction, it absolutely does not mean that all doors are closed for them: PM
We must always remember that if a child in the house falls victim to addiction, we must not hide it but seek medical help to free the child from addiction: PM
We should also create a culture of open communication with children in the family, so that you can hold their hand before they get caught in such a whirlpool: PM
I appeal to our professors to discuss the perils of drug abuse with their students and spearhead a movement against addiction on campuses to achieve significant results: PM

નમસ્કાર!

આજે, આપણે બધા, દેશવાસીઓ, એક મહાન અને મહત્વપૂર્ણ સંકલ્પ માટે એકઠા થયા છીએ. આ સંકલ્પ સાથે, આ કાર્યક્રમ સાથે જોડાયેલા બધા પૂજ્ય સંતો, વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા બધા રાજ્યપાલો, બધા મુખ્યમંત્રીઓ, અન્ય બધા જનપ્રતિનિધિઓ અને 28,000 થી વધુ સ્થળોના એક કરોડથી વધુ યુવા મિત્રો, હું આ શુભ સંકલ્પ માટે આ લાખો યુવાનોને ખાસ અભિનંદન આપું છું. આજે આપણે જે અભિયાન જોઈ રહ્યા છીએ તે વ્યક્તિ માટે, પરિવાર માટે, સમાજ માટે અને સૌથી અગત્યનું, રાષ્ટ્ર માટે છે.

મિત્રો,

આ ચળવળનું નામ, 'નશામુક્ત યુવા', વિકસિત ભારત સંકલ્પ અભિયાન, તેના સંકલ્પને સ્પષ્ટપણે સ્પષ્ટ કરે છે. આજે, જ્યારે દેશે વિકસિત ભારતનું લક્ષ્ય નક્કી કર્યું છે, ત્યારે દેશના યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે સ્વસ્થ, આત્મવિશ્વાસથી ભરેલા અને હંમેશા ડ્રગ્સની હાનિકારક આદતથી દૂર રહે તે જરૂરી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય છે. તેથી, આપણે બધાએ પ્રતિજ્ઞા લેવી પડશે કે આપણા યુવાનો વ્યસન અને ડ્રગ્સના જોખમોને સમજે, તેમનાથી દરેક રીતે વાકેફ રહે અને તેનાથી દૂર રહે. હવે, આ પ્રતિજ્ઞામાં 'રાષ્ટ્રીય નશામુક્ત યુવા' અભિયાનની મોટી ભૂમિકા છે.

મિત્રો,

કાશીના સંસદ સભ્ય તરીકે મને ખુશી છે કે આ અભિયાન ગયા વર્ષે કાશીની પવિત્ર ભૂમિ પર એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયું હતું. તેથી, વૈજ્ઞાનિક સ્પષ્ટતાની સાથે, તેમાં આધ્યાત્મિક ઊર્જા, સંતોના આશીર્વાદ અને એક મહાન સાંસ્કૃતિક વારસો પણ છે. તે સદીઓથી વ્યસનને નકારી કાઢતા સાંસ્કૃતિક સમર્પણને પણ મૂર્ત બનાવે છે. આ જ કારણ છે કે દેશભરના 125 થી વધુ આધ્યાત્મિક સંગઠનો આજે લાખો દેશવાસીઓના લાભ માટે આપણી સાથે જોડાયા છે. સામાજિક સંગઠનો અને NGO એ આ દિશામાં પ્રતિજ્ઞા લીધી છે. સાથે મળીને, તેમણે "કાશી ઘોષણા" દ્વારા એક રોડમેપ તૈયાર કર્યો છે, અને આજે આપણે જોઈએ છીએ કે કાશીમાં ઉદ્ભવેલો કલ્યાણકારી વિચાર હવે એક રાષ્ટ્રીય પ્રોજેક્ટ બની ગયો છે. આજથી, "ડ્રગ-મુક્ત યુવા" અભિયાન સમગ્ર દેશમાં શરૂ થઈ રહ્યું છે.

મિત્રો,

કેટલાક કાર્યો એવા હોય છે કે જો કોઈ વ્યક્તિ તેને વ્યક્તિગત રીતે કરવાનો પ્રયાસ કરે છે, તો તે ક્યારેક નિરાશ થઈ જાય છે, થાક અનુભવે છે અને લાંબા અંતર સુધી ચાલવા માટે તૈયાર નથી. પરંતુ જ્યારે એક સામૂહિક અભિયાન રચાય છે, જેમાં લાખો લોકો ખભે ખભા મિલાવીને ચાલે છે, ત્યારે જે લોકો વ્યક્તિગત રીતે કંઈ કરી શકતા નથી તેઓ પણ નવી ઊર્જા મેળવે છે. સામૂહિકતામાં એક શક્તિ છે, અને આજે આ ઝુંબેશ, તે શક્તિનો ઉપયોગ કરીને, દરેક યુવાન હૃદયને સ્પર્શી જશે. થોડા સમય પહેલા, દેશભરના લાખો યુવાનોએ ડ્રગ્સ મુક્તિની શપથ લીધી હતી. તમે તમારા જીવનને ડ્રગ્સ મુક્ત રાખવાની પ્રતિજ્ઞા લીધી છે. તમે તમારી શાળાઓ, કોલેજો અને સમુદાયોમાં ડ્રગ્સ મુક્તિનો સંદેશ ફેલાવવાની પ્રતિજ્ઞા લીધી છે.

મિત્રો,

આજે લેવાયેલી આ પ્રતિજ્ઞા આગામી 100 અઠવાડિયા સુધી ચાલુ રહેશે. દર રવિવારે કલા, સંસ્કૃતિ, રમતગમત, ધ્યાન, આધ્યાત્મિકતા અને સેવા સંબંધિત પ્રવૃત્તિઓ થશે. વ્યસન મુક્તિનો સંદેશ નવા લોકો સુધી પહોંચશે. આવતા 100 રવિવાર વ્યસન મુક્ત ભારત તરફ 100 મજબૂત પગલાં હશે.

મિત્રો,

આજે હજારો શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓના લાખો વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઓનલાઈન જોડાયા છે. લાખો માય ભારત સ્વયંસેવકો પણ જોડાયા છે. મારા NSS યુવાનો પણ આજે અમારી સાથે જોડાઈ રહ્યા છે. દેશના વિવિધ પ્રદેશો, વિવિધ સંસ્થાઓ અને વિવિધ પૃષ્ઠભૂમિના 10 મિલિયનથી વધુ યુવાનો આજે સાથે છે. હું તમને બધાને આગ્રહ કરું છું, તમે આ મહાન ચળવળના નેતા છો. તમે મારા વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે કે ભારતના યુવાનો તેમના ફરજો પ્રત્યે કેટલા જાગૃત, કેટલા બુદ્ધિશાળી અને કેટલા ગંભીર છે. હું તમને આ અભિયાન માટે શુભકામનાઓ પાઠવું છું.

મારા યુવા મિત્રો,

તમે ભારતની અમૃત પેઢી છો. તમે આગામી 20-25 વર્ષોમાં તમારા જીવનને આકાર આપશો. તમે દેશને 2047માં વિકસિત ભારતના લક્ષ્ય તરફ દોરી જશો, અને તમે સુકાન પર હશો. તમે જ એવા લોકો હશો જેમને તેનો સંપૂર્ણ લાભ લેવાની તક મળશે. દેશને તમારી ઉર્જા, તમારી કલ્પનાશક્તિ અને તમારી પ્રતિભાની જરૂર છે. તેથી, દેશ અને તમારા પોતાના જીવન માટે, ડ્રગ-મુક્ત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડ્રગ્સ ધ્યાન વિચલિત કરે છે અને ધીમે ધીમે યુવાનોને તેમના સપનાઓથી દૂર લઈ જાય છે. તાજેતરમાં નાટકનું મંચન કરનારા યુવાનોએ ખૂબ જ ટૂંકા સમયમાં સમસ્યા, સમસ્યાને કારણે ઉદ્ભવતા સંકટને ખૂબ જ અસરકારક રીતે ઉજાગર કર્યા અને સામૂહિક કાર્યવાહીનો માર્ગ પણ બતાવ્યો. નાટક ટૂંકું હતું, પરંતુ જેમ તેઓએ કહ્યું, "આવો, નાટક જોઈએ!" તે ફક્ત એક નાટક નહોતું; તેમાં આપણા માટે એક શક્તિશાળી સંદેશ હતો. તેણે આપણને જાગૃત કર્યા, લડવા માટે પ્રેરણા આપી.

મિત્રો,

આજકાલ, આપણે જોઈએ છીએ કે આજના યુવાનો સ્ટાર્ટઅપ્સની દુનિયામાં પ્રભુત્વ ધરાવે છે, AI નું નેતૃત્વ કરે છે, રમતગમતમાં ધ્વજ લહેરાવે છે અને અવકાશથી લઈને વિજ્ઞાન સુધી દરેક બાબતમાં નવા માપદંડો સ્થાપિત કરે છે. પરંતુ મિત્રો, જ્યારે કોઈ યુવાન ડ્રગ્સના વ્યસનનો શિકાર બને છે, ત્યારે તે ફક્ત એક યુવાન જ નથી જે હારતો, તે એક સ્વપ્ન છે, એક સ્વપ્નનું બાળ મૃત્યુ થઈ જાય છે, એક પરિવાર હારી જાય છે, એક આખું કુટુંબ તૂટી જાય છે, અને તેઓ સમાજના નફરતનો ભોગ બને છે. વ્યસન ફક્ત શરીરને નુકસાન કરતું નથી; તે માતાનું સ્મિત છીનવી લે છે. તે પિતાના સપનાઓને ચકનાચૂર કરે છે. તે બહેનની રાખી આશાઓને નબળી પાડે છે. તે નાના ભાઈના આદર્શોને છીનવી લે છે. પરિવારના વડીલો દરરોજ પોતાના બાળકને ધીમે ધીમે પોતાને ગુમાવતા, પોતાને નષ્ટ કરતા, ધીમે ધીમે વિખેરતા, તેને પોતાની નજર સમક્ષ પોતાને બરબાદ થતા જોવાની પીડા સાથે જીવે છે. જ્યારે પરિવારમાં, સમાજમાં અને રસ્તામાં ક્યાંક આવું થાય છે, ત્યારે રાષ્ટ્રની શક્તિ પણ નબળી પડી જાય છે. તેથી, દુશ્મન દેશો, કાવતરા દ્વારા, આપણા દેશના યુવાનોને આ વ્યસનમાં ખેંચવામાં કોઈ કસર છોડતા નથી. ડ્રગ્સ સપ્લાય કરીને પૈસા કમાવવા અને આપણા જેવા દેશનો નાશ કરવો એ પણ તેમના આતંકવાદી ષડયંત્રનો એક ભાગ છે. તેથી, આપણે દરેક યુવાનને વ્યસનના ચુંગલમાં ફસાતા બચાવવો જોઈએ.

મિત્રો,

તમારે ડ્રગ્સથી મુક્ત રહીને તમારી ક્ષમતાનું રક્ષણ કરવું જોઈએ! યાદ રાખો, ડ્રગ્સ તમને કામચલાઉ ઉન્નતિ આપે છે, પરંતુ તે તમારા કારકિર્દી અને પારિવારિક જીવનને પણ અધોગતિ આપે છે. આપણે વ્યસનને કોઈપણ રીતે સ્વીકારવું જોઈએ નહીં.

મિત્રો,

આપણા સમાજે હંમેશા વ્યસનને એક દુષ્ટતા તરીકે જોયું છે. આપણા સંતો અને ગુરુઓએ આપણને તેની સામે ચેતવણી આપી છે. શ્રી ગુરુ ગ્રંથ સાહિબમાં પણ કહેવામાં આવ્યું છે: जितु पीतै मति दूरि होइ बरलु पवै विचि आइ। आपणा पराइआ न पछाणई खसमहु धके खाइ॥'' આનો અર્થ એ છે કે એવા પદાર્થનું સેવન જે વ્યક્તિની બુદ્ધિ અને તર્કનો નાશ કરે છે, અને વ્યક્તિને પોતાના અને બીજા વચ્ચેનો તફાવત ભૂલી જાય છે, તે વ્યક્તિને પતન તરફ દોરી જાય છે.

મિત્રો,

આપણી સંસ્કૃતિ નિવારણ માટે ચેતવણીઓ આપે છે અને વ્યસનને દૂર કરવાના રસ્તાઓ સૂચવે છે. સમાજનો ટેકો, યોગ અને ધ્યાનની શક્તિ, વ્યસન સામે આપણા આંતરિક સ્વને મજબૂત બનાવે છે. અને આજે, આપણી પાસે વ્યસન છોડવામાં મદદ કરવા માટે પુનર્વસન કેન્દ્રો જેવી સુવિધાઓ પણ છે. તેથી, જો કોઈ યુવાન આકસ્મિક રીતે ડ્રગ્સનો વ્યસની બની જાય છે, તો તેનો અર્થ એ નથી કે તેના માટે બધા રસ્તા બંધ છે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે જો પરિવારમાં કોઈ બાળક વ્યસનનો શિકાર બન્યું હોય, તો તેને સામાજિક પ્રતિષ્ઠાના આડમાં છુપાવશો નહીં. જેમને તેની જરૂર હોય તેમનો ટેકો લો, ખુલીને વાત કરો અને નિષ્ણાતોનો ટેકો લો. તે લો. તબીબી સહાય દ્વારા તમારા બાળકને વ્યસનમાંથી મુક્ત કરવાનો પ્રયાસ કરો. આપણે પરિવારમાં બાળકો સાથે ખુલ્લા સંદેશાવ્યવહારની સંસ્કૃતિ પણ બનાવવી જોઈએ, જેથી તમે આવા વમળમાં ફસાઈ જાય તે પહેલાં તેમનો હાથ પકડી શકો. તમને સંકેત મળશે, થોડું ધ્યાન આપો અને તમે જોશો કે તેમનામાં પરિવર્તન આવ્યું છે, તેઓ ખોવાયેલા લાગે છે, તેઓ પોતાનો ચહેરો છુપાવી રહ્યા છે, તેઓ પોતાને તેમના રૂમમાં બંધ કરી રહ્યા છે, તેઓ મોડી રાત્રે આવી રહ્યા છે, તેઓ કોઈ કારણ વગર પૈસા માંગી રહ્યા છે; આ બધી બાબતો સ્પષ્ટ થઈ જાય છે, તેમને સંકેત મળે છે કે કંઈક ખોટું છે.

મિત્રો,

હું કોલેજો અને યુનિવર્સિટીઓમાં અમારા સાથી પ્રોફેસરોને પણ અપીલ કરવા માંગુ છું: તમારા અભ્યાસક્રમની સાથે, તમારે વિદ્યાર્થીઓ સાથે ડ્રગ્સના જોખમો વિશે પણ ચર્ચા કરવી જોઈએ. તમારા કેમ્પસમાં ડ્રગના દુરુપયોગ સામે ચળવળ શરૂ કરવી જોઈએ. તમારા પ્રયત્નો નોંધપાત્ર પરિણામો આપી શકે છે. અને મિત્રો, આપણે એક બીજી વાત યાદ રાખવી જોઈએ: ડ્રગના વ્યસન પર કાબુ મેળવનારા યુવાનો નબળા નથી. જે વ્યસન પર કાબુ મેળવે છે તેઓ સાચા યોદ્ધા છે. સમાજે તેમનો આદર કરવો જોઈએ, તેમને સ્વીકારવા જોઈએ અને તેમને બીજી તક આપવી જોઈએ. ડ્રગ્સ સાથેનો તેમનો ભૂતકાળ તેમનો નિર્ણાયક ગુણધર્મ નથી; તેમની હિંમત છે.

મિત્રો,

આજે, સરકાર ડ્રગ્સ સામેના અભિયાનમાં યુવાનો સાથે મજબૂતીથી ઉભી છે. દેશભરમાં ડ્રગ ડીલરો અને દાણચોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહેલા કરતા અનેક ગણી વધુ ધરપકડો થઈ છે. હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે આપણી સરકાર ડ્રગ્સ સામે કેટલી કડક છે. મને વિશ્વાસ છે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને દરેક વ્યક્તિ આને મિશન મોડ પર લેશે. મને વિશ્વાસ છે કે આપણા દેશના યુવાનો, ડ્રગ્સ મુક્ત રહીને, ફક્ત તેમની યુવા ઊર્જા જ નહીં, પણ વિકસિત ભારત માટેના સંકલ્પને પણ આગળ વધારશે. અને આજે હું મારી સામે ઘણા બધા મહાન સંતોને જોઉં છું, તેથી હું તેમને દૂરથી નમન કરું છું. હું આ બધી સામાજિક સંસ્થાઓ, આધ્યાત્મિક સંસ્થાઓ અને આધ્યાત્મિક ગુરુઓનો હૃદયપૂર્વક સ્વીકાર કરું છું - તમારા સંગઠનો દેશના દરેક ખૂણામાં અસ્તિત્વ ધરાવે છે - તમારા યુવા સાથીઓ ભક્તો છે. આગામી 100 દિવસોમાં, દરેક સંગઠન એક અઠવાડિયું લઈ શકે છે, આખા અઠવાડિયા માટે આખા દેશનું નેતૃત્વ કરી શકે છે, અને અન્ય તમામ દળો રવિવારે એક મોટો કાર્યક્રમ યોજી શકે છે. આવતા અઠવાડિયે, બીજી સંસ્થા, બીજી શક્તિ, આખા અઠવાડિયા દરમિયાન પ્રયોગ કરી શકે છે, કાર્યક્રમોનું આયોજન કરી શકે છે અને રવિવારે એક મોટો કાર્યક્રમ યોજી શકે છે. જો 100 અઠવાડિયા માટે, આપણા દેશભરમાં આવા આધ્યાત્મિક, સામાજિક અને યુવા સંગઠનો દરેક એક અઠવાડિયું લઈ શકે છે, અને અન્ય તમામ દળો રવિવારે સાથે મળીને કામ કરે છે, તો તમે કલ્પના કરી શકો છો કે રાષ્ટ્રવ્યાપી આંદોલન કેટલું મોટું થશે. ફરી એકવાર, હું સંતો, આચાર્યો અને સંગઠનના નેતાઓનો આ પવિત્ર કાર્યમાં આપણા બધાને આશીર્વાદ આપવા માટે સમય કાઢવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું ખાસ કરીને આ એક કરોડથી વધુ યુવાનોને અભિનંદન આપું છું જેમણે ભાગ લીધો છે; તમે એક મહાન સિદ્ધિ હાંસલ કરી છે. હું માઈ ભારતના સ્વયંસેવકોને અભિનંદન આપું છું; તેઓ જે કંઈ પણ કરવાનું મન કરે છે, તે તેઓ પ્રાપ્ત કરે છે. તાજેતરમાં, મને માઈ ભારતના સ્વયંસેવકોને મળવાની તક મળી. તેઓએ ભારતના સરહદી ગામોની મુલાકાત લીધી અને ત્યાં એક અઠવાડિયા સુધી રહ્યા. તેઓએ એક સમયે દેશનું છેલ્લું ગામ કહેવાતું હતું તેની મુલાકાત લીધી, અને આજે આપણે તેને દેશનું પહેલું ગામ કહીએ છીએ. તેમના અનુભવો ખૂબ પ્રેરણાદાયક હતા, અને આજે, માઈ ભારતના સ્વયંસેવકો આટલો મોટો કાર્યક્રમ યોજી શક્યા છે તે હકીકત પોતે જ રાષ્ટ્ર પ્રત્યેની તેમની સભાન અને સમર્પિત ભાવનાનું પ્રતીક છે. હું તેમને અભિનંદન આપું છું અને તેમનું સન્માન પણ કરું છું. અને મને વિશ્વાસ છે કે તમારા સામૂહિક પ્રયાસો દ્વારા, આ ચળવળ દરેક ઘર, દરેક યુવાન સુધી પહોંચશે, અને ડ્રગ તસ્કરો માટે એક મોટો ખતરો બનશે. ચાલો આપણે સાથે મળીને આગળ વધીએ, અને હું તમને બધાને શુભકામનાઓ આપું છું!

ખુબ ખુબ આભાર!