ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ભારતીય ક્રિકેટના વરિષ્ઠ નિવૃત્ત ખેલાડી શ્રીયુત કપીલ દેવે આજે સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી.
ગુજરાતમાં ક્રિકેટ અને ક્રિકેટના માધ્યમ થકી ભારતીય રમતોના વિકાસ માટે તેમજ ખેલમહાકુંભના વિરાટ સ્તરના રમતોત્સવ અભિયાનની સફળતાનું યશભાગી નેતૃત્વ પુરૂં પાડવા માટે કપીલ દેવે મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપ્યા હતા.