મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્‍ધાટન કરતાં, ફિલ્મ ઉઘોગ માટે ગુજરાતમાં વિશાળ વૈવિધ્યસભર તકો હોવાનો નિર્દેશ કર્યો હતો.

ગુજરાત પ્રવાસન વૈવિધ્ય અને શ્રેષ્ઠ દર્શનીય વિરાસત ધરાવે છે અને ફિલ્મ નિર્માણ માટે શ્રેષ્ઠ લોકેશન ગુજરાત બની શકે છે એમ તેમણે જણાવ્યું હતું.ગાંધીનગરમાં સિટી પલ્સ ઇન્સ્ટીટયુટ ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝનના ઉપક્રમે પ્રથમ વાર યોજાઇ રહેલા ચાર દિવસીય ગાંધીનગર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલને મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લો મૂકયો હતો.

આ ફિલ્મ ફેસ્ટવલમાં ભારતના વિવિધ પ્રદેશો ઉપરાંત અનેક વિદેશી ફિલ્મો પ્રદર્શિત થવાની છે. મુખ્ય મંત્રીશ્રીએ ફિલ્મનું માધ્યમ સંસ્કૃતિ અને પરંપરાની અભિવ્યકિત સાથે સમાજમાં વિચાર અને સ્થિતિના પરિવર્તનનું સક્ષમ બની રહ્યું છે તે દિશામાં ફિલ્મ નિર્માતા-દિગ્દર્શકોને પ્રેરણા પૂરી પાડી હતી.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે અભિનયના ઓજસ ઉપરાંત પરદા પાાછળના કસબીઓ તરીકે ટેકનીશીયન, કેમેરામેન, ફાયનાન્સીયર્સ જેવા મહત્વના પાસાઓમાં ગુજરાતીઓના યોગદાનથી ચલચિત્ર જગત ભલિભાંતિ પરિચિત છે. ચલચિત્રો ફિલ્મો સમાજજીવનની વિધૈયાત્મક ધટનાઓનું પ્રતિબિંબ પાડે છે તેવો માર્મિક ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ ચાર દિવસીય ફેસ્ટિવલમાં રજૂ થનારી ફિલ્મો અને વિચાર મંથનનું નવનીત ભારત વર્ષને નવા પરિમાણો હાંસલ કરાવશે તેવી શુભકામના પાઠવી હતી.

વિતેલા દશકના સુપ્રસિધ્ધ સિને તારીકા આશાપારેખે મુખ્યમંત્રીશ્રીની ગુજરાતમાં સુશાસન-વિકાસ અને ગતિશીલ નેતૃત્વકર્તા તરીકે પ્રસંશા કરી હતી.

ઇમ્ફા અધ્યક્ષ શ્રી ટી.પી.અગ્રવાલ, સ્થપતિ શ્રી બાલકૃષ્ણ દોશી સહિત ફિલ્મ જગતના વરિષ્ઠ નિર્માતાઓ, સુપ્રસિધ્ધ અભિનેતા-અભિનેત્રીઓ તથા ચલચિત્ર જગત સાથે સંકળાયેલા અગ્રણીઓ આમંત્રિતો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

સિટી પલ્સ ઇન્સ્ટી.ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝનના શ્રી અશોક પુરોહિત પરિવારે મુખ્યમંત્રીશ્રીનો સત્કાર કર્યોં હતો.

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Apple’s India output: $10 billion in 10 months

Media Coverage

Apple’s India output: $10 billion in 10 months
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds Supreme Court verdict in JMM bribery case
March 04, 2024

The Prime Minister, Shri Narendra Modi has praised Supreme Court verdict in JMM bribery case.

Calling it a Great Judgment the Prime Minister said in X post;

“SWAGATAM!

A great judgment by the Hon’ble Supreme Court which will ensure clean politics and deepen people’s faith in the system.”