"Shri Narendra Modi dedicates various development projects, including the Surat BRTS, the revolutionary green project of Tertiary Treatment Plant, the Dr. Jagdishchandra Bose marine aquarium and the Surat Municipal Corporation’s smart governance initiatives"
"Surat has honoured its proud son Sanjeev Kumar very well and I congratulate them for it: Shri Modi"
"Shri Modi performes the computerized draw for the beneficiaries of the Mukhyamantri Gruh Yojana "

મુખ્યમંત્રીશ્રી ગૃહ યોજનામાં પ્રત્યે્ક ગરીબ અને નવોદિત મધ્યમવર્ગને ઘર મળશે : મુખ્યમંત્રીશ્રી

સુરતના પનોતાપુત્ર અને સુપ્રસિધ્ધ અભિનેતા સ્વ. સંજીવકુમારની સ્મૃ્તિમાં આધુનિક સંજીવકુમાર ઓડિટોરિયમનું નજરાણું ભેટ ધર્યું

સોફટવેર ટેકનોલોજી પાર્કની અર્પણવિધિ

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે એક જ દિવસમાં રૂા. ૧૦૦૮ કરોડના જનસુવિધા વિકાસના નજરાણા સુરતની જનતાને ચરણે અર્પણ કરતા જણાવ્યું કે રાજ્યના પ્રત્યેક ગરીબનું ઘરનું સપનું સાકાર કરવા એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમનું મહાઅભિયાન આ સરકારે ઉપાડયું છે. નવોદિત મધ્યમવર્ગ અને ઘરની જરૂરતવાળા પ્રત્યેક કુટુંબને મુખ્યમંત્રી ગૃહ યોજનામાં આવાસ મળવાના છે. આ માટે શહેરોમાં રર લાખ આવાસો બંધાશે અને ગામડામાં ર૮ લાખ મકાનો બનશે.

સુરત મહાનગર સેવા સદનના ઉપક્રમે આજે સુરતના પનોતા પુત્ર અને હિન્દી ફિલ્મોના પ્રસિધ્ધ અભિનેતાનું ગૌરવ અંકિત કરનારા સ્વ. સંજીવકુમારની સ્મૃતિમાં આધુનિકત્તમ સંજીવકુમાર ઓડિટોરિઅમ સુરતના નાગરિકોને નવા નજરાણારૂપે મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત બી.આર.ટી.એસ. જનમાર્ગના પ્રથમ ચરણરૂપે ૧૦ કી.મી. નો પબ્લીક ટ્રાન્સમપોર્ટ બી.આર.ટી.એસ. પ્રોજેકટ ઉદ્યોગોના વપરાશ માટે સુએજ વોટર ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાનન્ટ, સીંગણપોર સુએજ ટ્રીટમેન્ટનું વિસ્તૃતિકરણનો પ્રોજેકટ અને એકવેરિઅમના લોકાર્પણરૂપે ૩રપ કરોડના પ્રોજેકટ અને રૂા. ૬૮૭ કરોડના બે પ્રોજેકટના ખાતમૂહૂર્ત મુખ્ય મંત્રીશ્રીના હસ્તે સંપન્ન થયા હતા.

surat-140214-in1

સુરતમાં સોફટવેર ટેકનોલોજી પાર્કની અર્પણવિધિ પણ શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ કરી હતી.

આજે સમગ્ર ગુજરાતમાં મુખ્ય મંત્રી ગૃહ યોજના અંતર્ગત એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમમાં સુરત શહેરના ૬પ૦૯ આવાસોના ખાતમૂહૂર્ત રૂા. ૪૬૮ કરોડ સહિત રાજ્યમાં પર૪૪૦ આવાસોના રૂા. ૪૧ર૩ કરોડના નિર્માણકાર્યો અને લાભાર્થીઓને આવાસો માટેના ડ્રો મુખ્યમંત્રીશ્રીના હસ્તે સંપન્ન થયા હતા. સુરત ખાતેના રાજ્યકક્ષાના વિકાસ ઉત્સવની સાથોસાથ તમામ જિલ્લામાં આ પ્રકારના વિકાસ સમારોહ જિલ્લા પ્રભારી મંત્રીશ્રીઓના હસ્તે સંપન્ન થયા હતા જેનું જીવંત પ્રસારણ થયું હતું.

સુરત વિકાસથી સતત ધબકતું મહાનગર છે એની પ્રસંશા કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુંબઇ ફિલ્મી જગતના ૧૦૦ વર્ષ અને સંજીવકુમાર જેવા સુરતના સપૂત એવા કલાકારની સ્મૃતિમાં ઓડિટોરિયમનું નિર્માણ કરવાની સુરતની કલાસંસ્કૃતિના ગુણ-સંસ્કારની પ્રસંશા કરી હતી. કલા રાજ્યાશ્રિત નહી, રાજ્ય્ પુરસ્કૃત હોવી જોઇએ, એમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ સંજીવકુમારના ૭પમાં વર્ષે તેમની વિદાય પછી પણ સુરતના સપૂત હરિભાઇ ઝરીવાલા (સંજીવકુમાર)નું ગૌરવ કરવામાં આવ્યું છે. એમ તેમણે જણાવ્યું હતું.

વિવિધ વિકાસ પ્રોજેકટના મહત્વની રૂપરેખા આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતે ગરીબમાં ગરીબ પરિવારને ઘર મળે તેવું બીડું ઉઠાવ્યું છે. મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મમજ્યંતીના અવસરને લક્ષ્યમાં રાખી ગરીબને આધુનિક પાયાની સુવિધા સાથે પાકા આવાસ મળે અને ઝુંપડપટ્ટી નાબૂદીની નીતિ અપનાવી છે. કાલ સુધી ઝુગ્ગી ઝુંપડીમાં જીવતા ગરીબને પાકા આવાસ મળે તે ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાનું આ મહાન અભિયાન છે. શહેરોમાં રર લાખ અને ગામડામાં ર૮ લાખ આવાસો મળી કુલ પ૦ લાખ આવાસોનું નિર્માણ અભિયાન ઉપાડયું છે. આટલા વિશાળ ફલક ઉપર પાકા મકાનો બાંધીને ઝૂપડપટ્ટી મૂકત શહેર બનાવવાનો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો.

surat-140214-in2

એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેકટ દરેક ગરીબ પરિવારની જીવનની ગતિ બદલશે-વિકાસનું ગ્રોથ એન્જીન આ આવાસ યોજના બનશે.

બી.આર.ટી.એસ.ના પબ્લીક ટ્રાન્સપોર્ટની અમદાવાદની સફળતાથી યુનાઇટેડ નેશન્સનું ધ્યાન ખેચ્યું છે, તેનો ઉલ્લેખ કરી તેમણે માસ ટ્રાન્સપોર્ટ સીસ્ટમ સમાજના પ્રબુધ્ધ નાગરિકો અપનાવે તેવી અપીલ કરી હતી.

આ પ્રસંગે સુરતના નગરજનો તથા ધારાસભ્યો, મહાપાલિકાના મેયરશ્રી, નગરસેવકો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

રાજયના શહેરી વિકાસ અને સૂરત જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીએ ૨૦૧૨માં શહેરી વિસ્તારમાં ૨૨ લાખ અને ગ્રામ્યં વિસ્તારમાં ૨૮ લાખ આવાસો ગરીબો માટે તૈયાર કરેલી જાહેરાતના શ્રી ગણેશ થઈ ચૂકયા છે. જેના પરિણામો પણ તબક્કાવાર જોવા મળશે.

તેમણે કહયું કે, જે કોઈ જરૂરતમંદ પરિવારે પોતિકા મકાન માટેના ફોર્મ ભર્યા છે. તે ભૂતકાળમાં ચાલતી હતી તેવી છેતરપીંડીઓ, ગેરરીતિઓનો ભોગ ન બને તે માટે ડ્રો દ્વારા આવાસો અર્પણ કરવાની મુખ્યમંત્રીશ્રીની પરિકલ્પોનાનું આ પરિણામ છે.

તેમણે કહયું હતું કે, માત્ર મકાનો જ નહી પરંતુ પરિવારનું નવજીવન સુવિધાયુકત રહે તે માટેની તમામ સગવડો,લીફટ, ગાર્ડન, પ્લે ગ્રાઉન્ડ, વીજળી, ડ્રેનેજ, પાણી, હોલ વિગેરેને પણ સાથે સાંકળી લેવામાં આવ્યા છે.

તેમણે ૧ લાખ કરતા ઓછી આવક, ૧ લાખથી ૨.૫૦ લાખની વચ્ચે અને ૨.૫૦ લાખથી ઉપરની આવક ધરાવનારા આવાસ માટેની લોન સહિતની સુવિધાઓની વિસ્તૃત માહિતી આપી હતી.

આ અવસરે સંજીવકુમાર ફેમીલી ટ્રસ્ટઓ દ્વારા સંજીવકુમારને મળેલા એવોર્ડ તથા ટ્રોફીઓ મુખ્યમંત્રીશ્રીના હસ્તે મેયરશ્રીને અર્પણ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ડાયરેકટર સોફટવેર ટેકનોલોજી પાર્કને રૂા. એક કરોડના ચેક અને ચાવી અર્પણ થઈ હતી.

સુરત મહાનગરપાલિકા અને ગુજરાત હાઉસીગ બોર્ડના ડ્રોમાં સફળ થયેલા પાંચ-પાંચ લાભાર્થીઓને અભિનંદન પત્રો એનાયત થયા હતા.

પ્રારંભમાં સૂરતના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી નિરંઝનભાઈ ઝાંઝમેરાએ મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કરી આજની આ સૂરત નગરીમાં વિકાસની ચટાન પર એક નવો શિલાલેખ કોતરવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતું.

surat-140214-in3

surat-140214-in4

surat-140214-in5

surat-140214-in6

surat-140214-in7

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Parliament passes Bharatiya Vayuyan Vidheyak 2024

Media Coverage

Parliament passes Bharatiya Vayuyan Vidheyak 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM pays homage to Dr. Babasaheb Ambedkar on his Mahaparinirvan Diwas
December 06, 2024

The Prime Minister, Shri Narendra Modi has paid homage to Dr. Babasaheb Ambedkar on his Mahaparinirvan Diwas, today. Prime Minister Shri Narendra Modi remarked that Dr. Ambedkar’s tireless fight for equality and human dignity continues to inspire generations.

In a X post, the Prime Minister said;

"On Mahaparinirvan Diwas, we bow to Dr. Babasaheb Ambedkar, the architect of our Constitution and a beacon of social justice.

Dr. Ambedkar’s tireless fight for equality and human dignity continues to inspire generations. Today, as we remember his contributions, we also reiterate our commitment to fulfilling his vision.

Also sharing a picture from my visit to Chaitya Bhoomi in Mumbai earlier this year.

Jai Bhim!"