મિત્રો, આજે તમારો ‘સી.એ. ડે’ છે અને ગોલ્ડન જ્યુબિલી ઇયર પણ છે. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને મોટામાં મોટી શુભકામના એ કે અત્યારે જે કાળું નાણું વિદેશમાં પહોંચ્યું છે, હવે ઉમેરાય નહીં. કારણકે આપ જ રોકી શકો. અને જેમને પાછા લાવવાનું છે એ કંઈ લાવી શકે એવું લાગતું નથી. પણ ઘણા સારાં કામો આપણા જ માથે કરવાનાં આવેલ છે અને ગુજરાત કંઈક સારા કામ કરી પણ બતાવશે..! અને આ મારી મોટામાં મોટી શુભકામના છે, કારણકે તમે બધા એવી વ્યવસ્થાથી સંકળાયેલા છો કે જે બાબત દેશમાં સૌથી વધારે વિવાદમાં છે. નાણાં, હિસાબ, આવક, જાવક આ જ બધું ને... પંદરસો લાખ કરોડ, આ બધા ભ્રષ્ટાચારના જે આંકડા આવે છે... એ એટલે પહોચ્યું છે. એનો અર્થ એ થયો કે જો ભ્રષ્ટાચાર ન થયો હોત તો આ દેશના એક ગામડાં પાસે સો કરોડ રૂપિયા હોત..! હવે આની પર નજર કોણ રાખે? આ ખોટું કરતાં રોકે કોણ? તો આ એક ઇન્સ્ટિટયુશન છે કે જેની પાસે એક એવા ટર્નિંગ પૉઇન્ટ પર એ બેઠેલા છે કે એકવાર ફાટક બંધ કરી દે તો આગળ કંઈ જાય નહીં. તો આટલી મોટી શક્તિ જે સંસ્થા પાસે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નામની જે એક ઇન્સ્ટિટયુશન છે, જે એટલી મોટી તાકાત છે કે જો એ એને રિઅલાઇઝ કરે તો કેટલું મોટું પરિવર્તન લાવી શકાય.

આ દેશમાં વર્ષોથી ચૂંટણીઓ થતી હતી. ઇલેક્શન કમિશન જ ચૂંટણી કરાવતું હતું, પણ દેશને ખબર જ નહોતી કે કોઈ ઇલેક્શન કમિશન હોય છે. શેષાનના આવ્યા પછી જ ખબર પડી કે કોઈ ઇલેક્શન કમિશન હોય છે અને ચૂંટણીમાં પણ રેગ્યુલારિટી હોય છે. વ્યવસ્થાઓ હતી, વ્યક્તિઓ પણ હતા, પદ્ધતિ પણ હતી, પણ પ્રભાવ નહોતો પેદા કરતા. જો એકવાર સી.એ. નામની ઇન્સ્ટિટ્યૂશન, એને જે ઈન્હેરન્ટ શક્તિઓ મળેલી છે, કાયદા અને સંવિધાનની વ્યવસ્થા તહત, એનો જો રાષ્ટ્ર હિત સુપ્રીમ, જનતા જનાર્દનનું હિત સુપ્રીમ, એ ભાવ સાથે એ જો એનું અમલીકરણ શરૂ કરે, થોડા દિવસ તકલીફ પડે ક્લાયન્ટને... ના ના, ભાઈ હવે આવતી વખતે સાચવીશું, અત્યારે તો ગોઠવી આપોને..! પણ એકવાર જો કઠોર નિર્ણય કરે કે નહીં, તમારે આ પદ્ધતિ બદલવી જ પડે, તમારે ટ્રાન્સપેરન્સી લાવવી જ પડે... તો આપ વિચાર કરો કે દેશની કેટલી મોટી સેવા થાય. મિત્રો, સામાન્ય રીતે જે વકીલ છે ને, એ વકીલનું કામ છે કે જેવો પણ કેસ આવ્યો હોય, જિતાડી આપવાનો અને એના માટે એને જે કંઈ કરવું પડતું હોય એ. સી.એ. નું એવું નથી. સી.એ.નું કામ છે વ્યવસ્થાને રેગ્યુલેટ કરવાનું. એના ક્લાયન્ટને કહેવાનું કે ના ભાઈ, આ રસ્તે ન જવાય. જો કાયદો આ કહે છે, તું ક્યાંક ફસાઈ જઈશ... પ્રિવેન્શનનું મોટું કામ સી.એ. નામની ઇન્સ્ટિટ્યૂશન દ્વારા થાય છે અને એ જો આપણે બરાબર કરાવી શકીએ તો કેટલો મોટો ફરક પડે..! એ વાત સાચી છે કે કોઈ એક કાલખંડમાં આપણે ત્યાં સી.એ.ની સંખ્યા ખૂબ ઓછી હતી. આપનું ગોલ્ડન જ્યુબિલી ઇયર છે આ અને અમદાવાદમાં 5000 સી.એ. પચાસ વર્ષનો ભેગો સરવાળો અને એના પહેલાનાં પણ હશે. અને આખા ગુજરાતના શાયદ 10,000. મિત્રો, આ દસકો એવો છે, દસકો ય નહીં આ છેલ્લા પાંચ વર્ષ, અત્યારે 25,000 સી.એ.ના વિદ્યાર્થીઓ છે. આપ વિચાર કરો કે આ સંખ્યા કેટલી મોટી થશે આવનારા દિવસોમાં. અને એ વાત સાચી છે કે આમાં ખૂબ વધારે હ્યુમન રિસોર્સની જરૂરિયાત પડશે. અને સદનસીબે ગુજરાતના બ્લડમાં, એના ડી.એન.એ.માં જ પૈસો દોડતો હોય છે અને એના કારણે આ ક્ષેત્રના વિકાસની પણ સંભાવનાઓ ખૂબ રહેલી છે.

મિત્રો, ગુજરાતે જે વિકાસ કર્યો છે એને નકારવા માટે દિવસ-રાત પ્રયત્નો ચાલે છે. કારણકે એમણે નક્કી જ કર્યું છે કે જોવું જ નથી, હવે નક્કી કર્યું છે કે જોવા દેવું પણ નથી..! આટઆટલા અવરોધો, આટઆટલા વિરોધો, એ પછી પણ ‘ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત’ એ ડંકાની ચોટ પર દુનિયામાં પ્રસ્થાપિત થઈ ગયું છે. 1960 માં ગુજરાતે એની વિકાસયાત્રા શરૂ કરી અને હું આવ્યો એ પહેલાં ચાલીસ વર્ષ દરમિયાન જેટલી પણ પંચવર્ષીય યોજનાઓ આવી એ બધી પંચવર્ષીય યોજનાનું કુલ આયોજન અને મારા કાર્યક્રમનું આયોજન, એનો માત્ર તમે ચાર્ટર્ડ એકાઉન્ટ છો એટલે આજે જરા આંકડાની વાત વધારે થશે, વાતાવરણની અસર હોય ને... તો મિત્રો, કોઈને પણ આશ્ચર્ય થાય. અગિયાર પંચવર્ષીય સુધીનો હિસાબ લગાવો તો ગુજરાતમાં કુલ થતું હતું બે લાખ ત્રીસ હજાર કરોડ રૂપિયાનું આયોજન. અને આ જે બારમી પંચવર્ષીય યોજના છે, જેનું આ પહેલું વર્ષ છે, નેક્સ્ટ ફાઇવ ઇયર્સનું આપણું આયોજન છે, બે લાખ એકાવન હજાર કરોડ. પિસ્તાલીસ વર્ષમાં, ચાલીસ નહીં હવે તો પિસ્તાલીસ સાથે કહીશ, પિસ્તાલીસ વર્ષનું બે લાખ ત્રીસ હજાર કરોડ, પાંચ વર્ષનું બે લાખ એકાવન હજાર કરોડ. તમને તો સમજાય છે ને, એમને નથી સમજાતું. હવે જેમને આ ફરક ન સમજાતો હોય, એને તમે ક્યાંય રાખો? તમારે ત્યાં નાના-મોટા કોઈ કામમાં રાખો? ચાલે જ નહીં ભાઈ, જેને આ ફરકની ખબર ન પડતી હોય... તમને આશ્ચર્ય થશે મિત્રો, ગુજરાતમાં 2001 માં જ્યારે મેં આ જવાબદારી લીધી ત્યારે પ્લાન્ડ એક્સપેન્ડિચર અને નોન-પ્લાન્ડ એક્સપેન્ડિચર. તમને જાણીને આશ્ચર્ય થશે, તમે રોજ છાપામાં વાંચો છો ને, મોદી એટલે ઉત્સવો... મોદી એટલે... જાતજાતનું અને ભાતભાતનું તમે સાંભળતા અને વાંચતા હશો. 2001 દરમિયાન, મારા આવતા પહેલાં, આ રાજ્યમાં વિકાસકીય ખર્ચ કરતાં અન્ય ખર્ચ ડબલ હતું, ડબલ..! મિત્રો, 2011-12 માં, પેલું ડબલ જરા યાદ રાખજો..., 2011-12 માં ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર કુલ બજેટનું 65% અને માત્ર 35% નોન-પ્લાન્ડ, અને તે પણ જાતજાતના પગારપંચોમાં પગાર વધાર્યા પછી. પાંચમું પગાર પંચ, છઠ્ઠું પગાર પંચ એના કારણે જે ભારણો આવ્યાં છે એ બધાનો સરવાળો કર્યા પછી પણ વિકાસ માટેની રાશી આટલી બધી વધારી અને વિકાસ સિવાયની રાશી આટલી બધી ઘટાડી.

મિત્રો, અગર એકવાર ફાઈનૅન્શલ ડિસિઝનનો સ્વીકાર કરીએ, અને એ કંઈ એકલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોએ જ કરવાનું કામ નથી, સરકારે ય કરવું પડે. ફાઈનૅન્શલ ડિસિઝન સ્વીકારીએ તો કેટલું મોટું પરિવર્તન લાવી શકાય એનો કોઈ અંદાજ નથી. મિત્રો, આ દસ વર્ષમાં આ રાજ્યમાં એકપણ રૂપિયાના ટૅક્સેશનનો ઉમેરો નથી થયો, એકપણ રૂપિયાનો નહીં અને છતાંય, 2001 માં રૂ. 6700 કરોડની રેવન્યૂ ડેફિસિયન્સીથી યાત્રા શરૂ કરી હતી, આજે આ રાજ્ય 3000 કરોડના સરપ્લસ સાથે આગળ વધી રહ્યું છે. મિત્રો, આપણે ત્યાં જી.ઈ.બી. - સામાન્ય રીતે હિંદુસ્તાનમાં એક માન્યતા છે કે પી.એસ.યુ.નો જે જન્મ થાય છે ને એનું બાળમરણ નક્કી જ હોય છે. જેટલા પણ આ દેશમાં પી.એસ.યુ. થયા, એટલે સાહેબ સમજી જ લેવાનું કે આ ગયા ભેગું જ છે. અને એ તો જાય એ જાય, બીજાને ય ડુબાડી જાય. બધા જ ખોટમાં ચાલતા હોય. આખા હિંદુસ્તાનની ઇલેક્ટ્રિસિટી કંપનીઓ સરકારની અર્બો ખર્વોની ખોટમાં છે. 2001 માં ગુજરાત જી.ઈ.બી.ની ઇયરલી ડેફિસીટ હતી રૂ. 2500 કરોડ. આજે, અને આ દસ વર્ષમાં કોઈપણ પ્રકારનો દર વધારો નથી કર્યો, દસ વર્ષમાં. એની સામે ફ્યુઅલમાં કોલસાના ભાવ વધ્યા છે, એની સામે કોલસો લાવવા માટેના ટ્રાન્સ્પૉર્ટેશનના ભાવ વધ્યા છે, એની સામે ગવર્નમેન્ટ ઍમ્પ્લૉયીના પગાર વધ્યા છે, એની સામે તાર નાખવાના હોય તો તાર મોંઘા થયા છે. એકપણ પાઈનો દર વધાર્યા વગર, આટલું બધું ભારણ વધવા છતાંય આ દેશમાં ગુજરાત એક જ રાજ્ય એવું છે કે જેણે 18,000 ગામમાં જ્યોતિગ્રામ યોજના દ્વારા 24x7, થ્રી ફેઝ અનઇન્ટરપ્ટેડ પાવર આપ્યો અને છતાંય અઢી હજાર કરોડની ઇયરલી ડેફિસીટમાંથી આજે 400 પ્રોફિટમાં જી.ઈ.બી. કંપની ચાલે છે. અને મિત્રો, હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોની સામે હિસાબ આપવા ઊભો થયો છું અને મને પૂરી જવાબદારીપૂર્વક ખબર છે કે હું શું બોલું છું. મિત્રો, આ બધું શક્ય હોય છે. અગર જો ઇરાદા નેક હોય, નિયત સાફ હોય ને તો દરેક ઉત્તમ માર્ગ આપણી સામે મોજૂદ હોય છે અને એનો લાભ આજે ગુજરાતને મળી રહ્યો છે.

મિત્રો, આખા હિંદુસ્તાનમાં એગ્રિકલ્ચર ગ્રોથ 4% કરવા માંગીએ છીએ, ગયા વીસ વર્ષથી ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે કે આ વખતે તો 4% કરવો જ છે અને વીસ વર્ષથી નક્કી થાય છે. મિત્રો, 2.5-3% એ ડચકાં ખાય છે. આ વખતે પણ 2.5% થી ઉપર નથી જતો. મિત્રો, ગુજરાત જે દસ વર્ષમાં સાત વર્ષ દુષ્કાળગ્રસ્ત પ્રદેશ, ગુજરાતનો ઘણો મોટો ભાગ રેગિસ્તાન અને પેલી બાજુ પાકિસ્તાન, આવી સ્થિતિ છતાંય, બારમાસી નદીઓ માંડ નર્મદાને તાપી સિવાય કંઈ મળે નહીં. તેમ છતાં, 2001 થી 2011 આખા દસકાનો ગ્રોથ, ગુજરાતનો એગ્રિકલ્ચર ગ્રોથ 11% છે. વિશ્વના સમૃદ્ધ દેશોની તુલનામાં આપણે ઘણા બધા આગળ નીકળી ગયા છીએ. અને કૃષિ વિકાસની અંદર ગુજરાત ત્યાં અટકેલું નથી. મિત્રો, કચ્છ એટલે લોકો કચ્છ છોડી છોડીને બહાર જતા હતા. કચ્છમાં માઈનસ ગ્રોથ હતો. પૉપ્યુલેશન ઘટતી હતી, વધતી નહોતી. 2001 નો ભયંકર ભૂકંપ, એના પછી કચ્છના વિકાસની યાત્રા શરૂ કરી અને જે રણપ્રદેશ કહેવાય એ ક્ચ્છ આજે દુનિયાના બજારમાં ત્યાંનાં ફળફળાદિ એક્સ્પૉર્ટ કરે છે. કેસર કેરી આપણે અત્યાર સુધી જૂનાગઢ, ગીર કે તલાળાની જાણતા હતા. મિત્રો, કચ્છની કેસર કેરીએ દુનિયામાં મોટું માર્કેટ બનાવ્યું છે. મિત્રો, આવનારા દિવસોમાં એગ્રિકલ્ચર સેક્ટરમાં વેલ્યુએશન કેવી રીતે થાય, ફૂડ-પ્રોસેસિંગ તરફ આપણે આગળ કેટલા વધીએ અને આપણા ખેડૂતને કુદરતના ભરોસે જીવવું પડે એમાંથી એને સુરક્ષિત કેવી રીતે બહાર લાવી શકીએ એ દિશામાં આપણે આયોજન કરી રહ્યા છીએ.

મિત્રો, આખી દુનિયા અત્યારે મંદીની ચિંતામાં છે અને મંદી આવે એટલે તમારા પર ફટકો આવે જ, સાહેબ..! અનેક લોકો છે જેને એનાથી તકલીફ થાય એમાં તમારોય નંબર લાગે. મિત્રો, આ મંદી સામે બહાર નીકળવાનો ઉપાય શું? 2008 માં દુનિયા મંદીના દોરમાંથી ગુજરી રહી હતી. બધાને લાગતું હતું કે આ મંદીની ઝપેટમાં હિંદુસ્તાન પણ આવી જશે અને લગભગ આખા દેશમાં એ ચિંતાનો વિષય હતો. એકમાત્ર ગુજરાત અપવાદ હતું જેણે 2008માં એ મંદીને પણ પડકારવાનું નક્કી કર્યું અને 2009 માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ કરી અને લાખો કરોડો રૂપિયાનાં મૂડીરોકાણો માટે લોકોને આપવા માટે થઈને નિમંત્રિત કરવામાં સફળ થયા. અને જ્યારે મંદીનો દોર હોય ત્યારે દિલ્હી સરકારની પહેલી જવાબદારી આવે છે કે કુશળતાપૂર્વક 120 કરોડના આ દેશને એ બજાર ન બનવા દે. અને ભારતીય આર્થિક નીતિઓની ગુરુકુંડલી હોય તો આ છે કે અમે 120 કરોડના દેશને માત્ર ખરીદાર બનાવીને નહીં રહીએ, બજાર નહીં બનવા દઈએ. દુનિયા આખીના લોકો ઉત્પાદન કરે અને અહીં આવીને ડમ્પ કરે અને આવડું મોટું બજાર મળી જાય એમને, તો આ ઇકોનૉમીનું મોટું ભારણ આપણા ઉપર આવે છે. આ આપણી જવાબદારી છે આ દેશ બજાર ન બને. મિત્રો, આ દેશમાં સામર્થ્ય હોવું જોઈએ કે દુનિયા આખીને બજાર બનાવે અને દુનિયા આખી ‘મેઇડ ઇન ઇન્ડિયા’ માટે વલખાં મારે. અને આ દેશ પાસે ક્ષમતા છે, મિત્રો. વિશ્વમાં અનેક ચીજો આપવાનું આપણામાં સામર્થ્ય છે. એકવાર જો નક્કી કરવામાં આવે અને દેશના લોકોને પ્રેરિત કરવામાં આવે તો આ દેશ બધું જ કરી શકે તેમ છે.

એક જમાનો હતો, આપણે જ્યારે નાના હતા ત્યારે, PL-480 ઘઉં આવતા હતા. વિદેશમાંથી ઘઉં આયાત કરીને આ દેશના લોકોનું પેટ ભરવામાં આવતું હતું. એક લાલ બહાદુર શાસ્ત્રીએ દેશના કિસાનોને લલકાર કર્યો ‘જય જવાન, જય કિસાન’ અને એણે કહ્યું કે ભાઈ, હિંદુસ્તાન હવે ક્યાં સુધી આ PL-480 મંગાવશે? આ દેશનો ખેડૂત અન્નના ભંડાર ભરી દે. અને એ જ ધરતી, એ જ ગંગા-યમુનાના પ્રદેશો, એ જ કૃષ્ણા-ગોદાવરીના પ્રદેશો, એ જ આપણો ખેડૂત, એ જ એની મહેનત, એ જ કુદરત અને સાહેબ જોતજોતામાં દેશને એક એવું નેતૃત્વ મળ્યું કે હિંદુસ્તાનના કિસાને અન્નના ભંડાર ભરી દીધા અને આ દેશ અન્નની આયાત કરતો બંધ થયો. આ પુરવાર કરે છે કે આ દેશમાં તાકાત પડી છે. આવી તાકાત સાથે, વિશ્વને બજાર બનાવવાના સામર્થ્ય સાથે આ દેશ કેવી રીતે પ્રયાણ કરે. આ દેશ નક્કી ન કરે કે અમે કંઈ પણ મૅન્યુફૅક્ચરિંગ કરીશું તો ઝીરો ડિફેક્ટ હશે. અને એકવાર ઝીરો ડિફેક્ટ આપણી ઇમેજ બની તો આખી દુનિયા ‘મેઇડ ઇન ઇન્ડિયા’ એટલે કોઈ કૉમ્પ્રોમાઇઝ નહીં તેવું સ્વીકાર કરતી થશે. મિત્રો, 120 કરોડનો દેશ હોય, 240 કરોડ ભુજાઓ હોય અને ઈશ્વરદત્ત બુદ્ધિ અને સામર્થ્ય આપણને પ્રાપ્ત થયું હોય તો વિશ્વમાં શું ન કરી શકીએ..! એ સામર્થ્ય સાથે વિશ્વની અંદર એક આર્થિક મહાસત્તા બનવાની દિશામાં ડગ માંડી શકીએ. એક સંકલ્પ શક્તિની જરૂર હોય છે. મિત્રો, આટલો મોટો દેશ હોય, આઈ.ટી.ની દુનિયામાં આપણો ડંકો વાગતો હોય, 18-20 વર્ષના જુવાનિયાઓ અમેરિકાના લોકોને મોંમા આંગળાં નાખતા કરી દેતા હોય, જસ્ટ પોતાની આંગળીના ટેરવે કોમ્પ્યુટરની રમત રમીને દુનિયાને અચરજ પમાડતા હોય..! જો આ સામર્થ્ય આપણી પાસે હોય તો આપણે ઍફિશિયન્ટ ગવર્નન્સ, ઍફિશિયન્સી ઇન એવરી વૉક્સ ઑફ લાઇફ, એને પ્રાધાન્ય આપીને કેમ સમાજજીવન ઊભું ન કરી શકીએ? અને ઍફિશિયન્સી દુનિયાના બાકીના બધા કરતાં આપણને આગળ લઈ જવાની તાકાત આપે છે. એ દિશામાં પ્રયત્ન કરીએ તો પરિવર્તન આવતું હોય છે.

આ વર્ષ સ્વામી વિવેકાનંદજીની 150 મી જંયતીનું વર્ષ છે. ગુજરાતે યુવા વર્ષ તરીકે, યુવા શક્તિપર્વ તરીકે એને ઊજવવાનું નક્કી કર્યું છે અને એમાં એક ફોકસની જેમ, સ્કિલ ડેવલપમેન્ટ. મિત્રો, એકવીસમી સદી હિંદુસ્તાનની સદી એવી ચર્ચા કરીએ છીએ આપણે. કોઈ કહે કે એકવીસમી સદી એટલે ચીનની સદી, પણ બધા એ બાબતમાં સહમત છે કે એકવીસમી સદી એટલે એશિયાની સદી. એમાં કોઈ દુવિધા નથી, આખી દુનિયા માને છે. જો એકવીસમી સદી એશિયાની સદી હોય, તો એકવીસમી સદી હિંદુસ્તાનની સદી કેવી રીતે બની શકે? એકવાર મારી એન.ડી.સી. ની મીટિંગ હતી, ડેવલપમેન્ટ કાઉન્સિલની ચીફ મિનિસ્ટર્સની... એમાં પ્રધાનમંત્રીનું ભાષણ હતું. ઇન્ટરનેટ પર આજે પણ એ ભાષણ ઉપલબ્ધ છે. એમાં એમણે કહ્યું કે આપણે વિચારીએ છીએ કે 500 પ્રકારના સ્કિલ ડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ હાથ ધરીશું હિંદુસ્તાનમાં. એકવીસમી સદી હિંદુસ્તાનની સદી બને એ 120 કરોડ દેશવાસીઓનું સપનું છે, 65% જનસંખ્યા 35થી નીચેની ઉંમરની છે એ દેશના પ્રધાનમંત્રી એમ કહે છે કે 500 સ્કિલ ડેવલપમેન્ટના કામોનું આપણે લક્ષ્ય રાખ્યું છે. પછી મારો બોલવાનો જ્યારે વારો આવ્યો ત્યારે મેં કહ્યું કે સાહેબ, ચીનમાં કેટલા પ્રોજેક્ટ થાય છે? સ્કિલ ડેવલપમેન્ટના ચીનમાં કેટલા પ્રોજેક્ટ ચાલે છે? મિત્રો, આપને જાણીને આનંદ થશે કે ચીનમાં 50,000 પ્રકારના જુદા-જુદા સ્કિલ ડેવલપમેન્ટના મિશન સરકાર ચલાવે છે, યૂથને તૈયાર કરી રહેલ છે. એની સામે તમે 500..? મિત્રો, આ સ્કેલ, એની સામે આ દેશને આગળ લઈ જવાનો છે. મિત્રો, આજે ગુજરાતે સ્કિલ ડેવલપમેન્ટનું અભિયાન ઉપાડ્યું છે અને તેના માટે બધા અધિકારીઓની એક વાર મિટિંગ બોલાવી. મેં કહ્યું કે આપણે વ્યાપકપણે સ્કિલ ડેવલપમેન્ટ કરવું છે, આપણે ચીનને જ ધ્યાનમાં રાખો, પ્રધાનમંત્રી કહે એ બધું ભૂલી જાવ..! તો આખું વાતાવરણ જ એવું હોય કે બધા આમ માથું ખંજવાળે ને વિચાર કરે કે એમણે 500 કહ્યું તો આપણે 510... મેં કહ્યું કે ભાઈ, મારે એવું નથી કરવાનું, મારે કંઈ એમની જોડે મારે સ્પર્ધા નથી કરવાની. તો મેં એમને એક રસ્તો બતાવ્યો કે ભાઈ એક કામ કરો, તમે બે-ચાર મિત્રો કાગળ લઈને બેસો અને જન્મથી મરણ સુધી એક માણસને કેટલી સેવાઓની જરૂર પડે તેનું જરા લિસ્ટ બનાવોને..! એને ઘોડિયું જોઇએ, ઘૂઘરો જોઇએ, બાળોતિયાં જોઇએ... શું ના જોઇએ? મેં કીધું જેટલા પ્રકારની સેવાઓ જોઈએને એટલા જ પ્રકારની સ્કિલ જોઇએ. તો જ પ્રોવાઇડ થાય ને..! તમારે ગુલદસ્તો જોઇતો હોય તો તમારે ગુલદસ્તો બનાવનારો હોવો જોઇએ કે ના હોવો જોઇએ..? સીધી સીધી વાત છે. સાહેબ, એ લોકોએ ઉતાવળે ઉતાવળે ચાર દિવસમાં લિસ્ટ બનાવ્યું, તો 976 નીકળ્યું. ગામડાંના સામાન્ય માનવીના જન્મથી મૃત્યુ સુધીમાં પહેલી નજરે કરેલી ચીજોમાં 976 પ્રકારની જુદી જુદી સેવાઓ. મેં કહ્યું કે આનું તો સ્કિલ ડેવલપમેન્ટ કરો, ભાઈ..! મિત્રો, કેટલો બધો અવકાશ છે. હુન્નર હશે તો મિત્રો, આપણે વિશ્વમાં આપણી આટલી બધી જે યુવાશક્તિ છે તેને કામે લગાવી શકીશું. અને એને કામે લગાડવાની દિશામાં ગુજરાતે યુવાશક્તિ વર્ષને પ્રાધાન્ય આપ્યું છે. સ્કિલ ડેવલપમેન્ટ માટેનાં મોટાં કામો ચાલી રહ્યાં છે.

મિત્રો, મિશન મંગલમ. હું ઇચ્છું છું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો આ આખાયે પ્રોજેક્ટમાં એક ચેરિટી વર્ક તરીકે રસ લે. વિમેન્સ સેલ્ફ-હેલ્પ ગ્રૂપનું એક અભિયાન ચલાવ્યું છે. આજે ગુજરાતની અંદર લગભગ અઢી લાખ જેટલાં વિમેન્સ સેલ્ફ-હેલ્પ ગ્રૂપ આપણે ગયા બે-અઢી વર્ષમાં ઊભા કર્યાં છે અને ગવર્નમેન્ટ પણ એમને શરૂઆતમાં થોડી રકમ આપે છે જેથી એમનો કારોબાર ચાલે, બેંકોમાંથી પણ અપાવે છે. ગુજરાતના ગામડાંની ગરીબ બહેનોના આ સખીમંડળો, જે મિશન મંગલમ યોજના હેઠળ કામ કરે છે, લગભગ 1600 કરોડ રૂપિયાનો કારોબાર આજે એમની પાસે છે, 1600 કરોડનો રૂપિયા ગરીબ પરિવારની બહેનો કારોબાર ચલાવે છે. અને નિયર ફ્યૂચરમાં એને મારે 5000 કરોડે પહોંચાડવો છે. આપ વિચાર કરો ઇકોનૉમી કેટલી જનરેટ થશે અને ગરીબ બહેનોના હાથમાં... અને અનુભવ એવો છે કે બાકી કોઈને બેંક લોન આપી હોય તો પાછા લેવા માટે ચાર અધિકારીઓ નવા રાખવા પડે, 99% બહેનો સમય કરતાં એક દિવસ વહેલા આવીને રૂપિયા જમા કરાવી જાય છે. મિત્રો, આ બધી જે શક્તિઓ છે એ શક્તિઓને કેવી રીતે વિકાસના મૂળભૂત આધાર તરીકે પકડવી, એને કેન્દ્રસ્થ રાખીને ગુજરાત આગળ ચાલે છે.

મિત્રો, આવનારા દિવસોમાં, આગામી દસકો કેવો હશે આપણો? આપ કલ્પના કરો, આજથી બે-ચાર-પાંચ વર્ષ પહેલાં હું બોલતો હતો ને, તો તમને ગળે ન ઊતરે, સાહેબ. મને યાદ છે, હું તાજો તાજો મુખ્યમંત્રી બનેલો અને અમદાવાદ ચેમ્બર ઑફ કૉમર્સે એમના રિવાજ પ્રમાણે દરેક મુખ્યમંત્રીને બોલાવે એમ મને પણ બોલાવ્યો, હારતોરા કરવા માટે, અને પછી ભાષણ શરૂ થયું. મારું એ કદાચ આ પ્રકારના ઑડિયન્સમાં પહેલું ભાષણ હતું. અને આપણે તો કદી ગામના સરપંચ પણ રહેલા નહીં એટલે બધા લોકોને પ્રશ્ન હતો કે આ ભાઈ શું કરશે ગુજરાતનું, જેને કંઈ અનુભવ નથી... અને શંકા કુશંકા સ્વાભાવિક છે. જેને કશી ખબર ન હોય, જેણે રસોડામાં પગ ન મૂક્યો એને પાંચ જણને ખવડાવવાનું કહ્યું હોય તો શું થાય..! બધાના મનમાં પ્રશ્ન ઊપજે, સાહેબ. ખેર, છતાંયે આપે બધાએ વિશ્વાસ રાખ્યો અને મને સોંપ્યું... મેં ત્યાં ભાષણ કર્યું. પહેલો જ દિવસ હતો, મને બરાબર યાદ છે સામે બધા ઉદ્યોગ જગતના, વ્યાપાર જગતના લોકો સામે બેઠેલા હતા. મેં એમ કહ્યું કે આપણા દેશને 50,000 મેગાવૉટ વીજળીની જરૂર છે, આપણી પાસે આટલો મોટો દરિયાકિનારો છે. અરે, ગુજરાત ધારે તો કોલસો ઇમ્પૉર્ટ કરીને 20,000 મેગાવૉટ વીજળી પેદા કરી શકે. હજુ તો મુખ્યમંત્રી તરીકે મારી ઉંમર સાત દિવસની અને હું આ વાત કરું તો શું થાય..? ત્યાં જે ઑડિયન્સ હતું ત્યાં ચર્ચા શું હતી કે આ સાહેબને મેગાવૉટ અને કિલોવૉટમાં સમજણ જ પડતી નથી..! કારણકે એ વખતે ગુજરાતમાં કુલ વીજળી 4000 મેગાવૉટ હતી. અને આ ભાઈ આવું બધું બોલે છે, કંઈક ગોટો થઈ ગયો લાગે છે..! અને આ બધા જ તમે સો-કોલ્ડ નામો જાણો છો ને મોટાં મોટાં, એ બધાએ નક્કી કર્યું કે બસ પતી ગયું સાહેબ, હવે ગુજરાતનો વારો નીકળી જશે કારણકે આને કંઈ સમજણ જ પડતી નથી. જેને કિલોવૉટ અને મેગાવૉટની ખબર ન પડતી હોય એ આ ગુજરાતને ક્યાં લઈ જશે..? એવું લગભગ એ દિવસની મીટિંગમાં મૅસેજ પહોંચી ગયો. પછી તો કોઈ નમસ્તેય ન કરે, આમાં કાંઈ છે નહીં..! સાહેબ, ગર્વ સાથે કહું છું આજે દસ વર્ષે 20,000 મેગાવૉટ ઉપર વીજળીનું કામ ચાલી રહ્યું છે. હવે એમને સમજાણું કે એમને નહોતી પડતી કે મને નહોતી પડતી..! કહેવાનું તાત્પર્ય એ છે મિત્રો, એક સમય હતો કે મારાં કોઈપણ સ્વપ્ન યા કોઈપણ વિચારને મૂકું તો કોઈને પણ આશ્ચર્ય થાય કારણકે એણે આ બધું વિચાર્યું જ ના હોય કોઈ દિવસ કે આવું તો હોતું હશે આ બધું..?

કહેવાનું તાત્પર્ય એ છે મિત્રો, કે એકવાર જો નક્કી કરવામાં આવે અને વિષય કોઈની સામે મૂકવાનો હોય તો, આખા દેશમાં બી.આર.ટી.એસ. ફેઇલ ગઈ. આખા દેશમાં જ્યાં જ્યાં પ્રયોગો કર્યા ત્યાં બધે જ, સાહેબ... અહીં સફળ થઈ. આ જ મોટો ફરક છે, કેમ કામ કરવું. યસ, મને યાદ આવ્યું. કેવી મુશ્કેલી પડે એનું હું તમને એક ઉદાહરણ કહું. મિત્રો, મેં પ્રધાનમંત્રીને એક પત્ર લખ્યો હતો. એક-દોઢ વર્ષ પહેલાં, સામાન્ય રીતે એક રાજ્ય કેન્દ્રને શું પત્રો લખતી હોય? નાણાંકીય મદદ કરજો, ઘઉંનો ક્વોટા વધારજો, રોડ માટે ફંડ એલૉટ કરજો... આવું બધું, લગભગ આની આસપાસ હોય. સાહેબ, મેં એક પત્ર લખ્યો, દિલ્હી સરકારને તકલીફ ઊભી થઈ ગઈ. મેં પત્ર એવો લખ્યો કે આપણા જે સેટેલાઇટ છે બધા, એમાંથી એક સેટેલાઇટ મને આપોને..! ત્યાં તો તોફાન મચી ગયું. કારણ કે ત્યાં ફાઈલો કઈ આવતી હોય, ઘઉંની, ચોખાની, એવી બધી... અને ક્યાં આ..? સાહેબ, એક વર્ષ સુધી મારા પત્રનો અભ્યાસ થયો કે આ માગે છે શું..? પછી બીજા લોકોએ અંદર ઇનપુટ આપ્યાં કે આનું કોઈ ખાસ આયોજન તો નહીં હોય ને? કોઈ સ્પેશિયલ સ્ટ્રૅટેજી તો નહીં હોય ને? આવો વિચાર આને કેમ આવ્યો? સાહેબ દોઢ વર્ષ નીકળી ગયું, અને હું બરાબર પાછળ લાગી ગયો હતો. મિત્રો, ભારત સરકારે ન આ દિશામાં કોઈ કલ્પના કરેલી, ન તો એનો વિચાર કરેલો, ન તો એની નીતિ કે કશું જ નહીં સાહેબ, ત્યાં ધડામ દઈને આ પત્ર પડેલો. દોઢ વર્ષ પહેલાં લખેલો ત્યારે હમણાં મને બે કે ત્રણ મહિના પહેલાં પ્રધાનમંત્રીનો પત્ર આવ્યો કે તમને આખો સેટેલાઇટ તો નહીં પણ 90% સુધીનો તો વાપરવાનું કંઈક ગોઠવી આપીશું. સાહેબ, આજે 36 મેગા હર્ટ્ઝ કૅપેસિટી વાપરવાની માંગ કરવાવાળું એકમાત્ર રાજ્ય ગુજરાત છે અને એમાંથી મિત્રો, ટેલિ મેડિસિન, લૉંગ ડિસ્ટન્સ એજ્યુકેશન, આદિવાસીના દૂર જંગલના બાળકોને પણ લૉંગ ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા બેસ્ટ ફૅસિલિટી... આ આખાં બધાં કામો આ સેટેલાઇટથી કરવા માગું છું. આપ કલ્પના કરી શકો છો મિત્રો, દસ વર્ષ પછીના ગુજરાતની આપ કલ્પના કરી શકો છો. ગયા વર્ષે ભારતના બજેટમાં, તમે તો જુનાં-જુનાં બજેટો વાંચતા હો છો એટલે તમને યાદ હશે, એ બજેટમાં એમણે કહ્યું કે ભારત સરકારની યોજના છે કે 3000 ગામોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે બ્રોડબૅન્ડ કનેક્ટિવિટી કરીશું. આના પહેલાંના બજેટમાં એમણે જાહેર કરેલું છે. 3000 ગામોમાં બ્રોડબૅન્ડ કનેક્ટિવિટીનો પાયલોટ પ્રોજેક્ટ કરીશું. આ બે વર્ષ પહેલાંનું કહું છું, પછી પેલાં 3000 ગામોનું શું થયું એ તો કંઈ માહિતી મારી પાસે નથી..! પણ ગુજરાતે મિત્રો, આજથી ચાર વર્ષ પહેલાં અઢારે અઢાર હજાર ગામોમાં બ્રોડબૅન્ડ કનેક્ટિવિટી આપી દીધી છે. મિત્રો, આટલું માર્જિન છે, આટલી બાબતમાં આટલું મોટું માર્જિન છે. ચાહે સ્કિલ ડેવલપમેન્ટની વાત હોય, ચાહે એગ્રિકલ્ચરની, ચાહે સેટેલાઇટ વાપરવાની વાત હોય, ચાહે બ્રોડબૅન્ડ કનેક્ટિવિટીની હોય... મિત્રો, આનાથી તમને અંદાજ આવે કે ગુજરાત કઈ રીતે જઈ રહ્યું છે અને એટલે બેસ્ટ સ્ટાન્ડર્ડની હું જ્યારે વાત કરું ને, તો તમારા મગજમાં મારી વાત ગળે ઊતરશે.

મિત્રો, હિંદુસ્તાનમાં સોલાર ઍનર્જી, કોઈ હાથ લગાવવા તૈયાર નહીં, નામ લે ત્યાં જ કરંટ લાગતો’તો..! ગુજરાત પહેલું રાજ્ય હતું જે સોલાર પોલિસી લાવ્યું અને જ્યારે બજારમાં ત્રણ-સાડા ત્રણ રૂપિયે વીજળી મળતી હોય, ચાર રૂપિયે વીજળી મળતી હોય અને કોઈ મુખ્યમંત્રી એવી હિંમત કરે કે તેર રૂપિયાના ભાવે હું લેવા તૈયાર છું..? કેટલા આરોપો થાય, મિત્રો? શું શું લખાય..? જે તમે રોજ વાંચો છો, રોજ નવું એક બિરુદ મળે..! પણ મિત્રો, મારું કન્વિક્શન હતું કે જીવનને બદલવું પડશે. આપણે લાઇફ સ્ટાઇલ બદલ્યા વગર છૂટકો નથી, નહિંતર આ કુદરતી સંસાધનો ખતમ થવાનાં છે અને ગુજરાતે હિંમતપૂર્વક નિર્ણય કર્યો એટલે એમાંથી ફૂલસ્ટૉપ, કોમા સાથે મારી પોલિસી ભારત સરકારે ઉઠાવી..! અને એમણે શું કર્યું, મેં તેર રૂપિયા જાહેર કર્યા હતા, એમણે ઓગણીસ જાહેર કર્યા. મેં કહ્યું પતી ગયું, આપણી પથારી ફરી ગઈ..! હવે મારે ત્યાં કોણ આવે તેર રૂપિયામાં? જો આવડી મોટી ભારત સરકાર ઓગણીસ આપતી હોય તો તેર વાળાને ત્યાં કોણ આવે, ભાઈ? એટલે મેં અમારા ઓફિસરોને કહ્યું કે હવે કંઈ આપણે કોઈ આશા રાખવાની જરૂર નથી, આપણાં આ બે વરસ બગડ્યાં. પણ મિત્રો, વિશ્વાસ નામની ચીજની તાકાત કેવી હોય છે? ઓગણીસ રૂપિયાના ભાવ છતાં પણ દિલ્હી સરકાર પાસે કોઈ ગયું નહીં, તેર રૂપિયાનો ભાવ હોવા છતાં ગુજરાત પાસે આવ્યું અને આખાય હિંદુસ્તાનમાં ગુજરાત આજે લગભગ 700 મેગાવૉટ સોલાર પાવરવાળું રાજ્ય છે અને આખો દેશ 120 મેગાવૉટ. એટલે મિત્રો આનો જે બ્રેક-થ્રૂ થયો એનું પરિણામ એ આવ્યું છે જે કે જે તેર રૂપિયાથી મેં શરૂ કર્યું હતું, હવે એ સોલાર ઍનર્જી સાત-આઠની આસપાસ આવી જશે અને 2015ની આસપાસ કોલસા અને ગેસના ભાવ વધતા જશે, સોલારના ઘટતા જશે અને બધું ઈક્વલ આવીને ઊભું રહી જશે. આપ વિચાર કરો..! પણ કોઈકે હિંમત કરવી પડતી હોય છે, કોઈકે વિચાર કરવો પડતો હોય છે.

મિત્રો, આવનારા દિવસોમાં દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કૉરિડૉરના કારણે ગુજરાતની કેટલી મોટી અર્થતંત્રતા બદલાવાની છે, કેટલા મોટાં ટ્રાન્સપૉર્ટ નગરો ઊભા થવાનાં છે, ગુજરાત હિંદુસ્તાનનું પ્રવેશદ્વાર કેવી રીતે બનવાનું છે, ગુજરાતનો બંદરીય ઉદ્યોગ કેટલો બધો વિકસવાનો છે. મિત્રો, ગયા ચાલીસ વર્ષના આંકડાનો ગુણાકાર કરીને જુવો ને તો આ એના કરતાંય વધારે થવાનો છે. મિત્રો, ધોલેરા સ્પેશિયલ ઇન્વૅસ્ટમેન્ટ રીજીઅન બની રહ્યું છે. આ ધોલેરા એટલે, બે દિલ્હી બરાબર એક ધોલેરા. સ્કેલ તો જુઓ..! કોઈ કલ્પના કરી શકે, મિત્રો? આ બે દિલ્હીમાં કેટલા બધાં માથાંઓ આવીને ગયાં ત્યારે માંડ બે દિલ્હી બન્યાં છે. આખી અંગ્રેજ સલ્તનત ત્યાં આવીને ગઈ ત્યારે આ દિલ્હી બન્યું છે. મિત્રો, બે દિલ્હી બરાબર એક ધોલેરા આપણી આંખો સામે બનેલું જોશો. અને અમદાવાદથી માત્ર સાંઇઠ કિલોમીટરના અંતરે. આપ કલ્પના કરી શકો છો મિત્રો, કે ડેવલપમેન્ટ કેવા લેવલનું થવાનું છે. અને આ વિકાસ, આર્થિક ગતિવિધિ, આ બધાના પાયાનો મોટો લાભાર્થી કોઈ હોય તો આ વર્ગ છે. તાલીઓ તો પાડો..! આ બધ્ધું પછી તમારે ત્યાં જ આવવાનું છે, ભાઈ..! તો તમારી ક્ષમતા જેટલી વધે, તમારી ફ્રેટર્નિટીના લોકોનો વિસ્તાર જેટલો વધે, એટલો જ મિત્રો, રાજ્યની ફાઈનૅન્શલ ડિસિપ્લિન, એકાઉન્ટિંગ સિસ્ટમ, કાનૂન વ્યવસ્થા આ બધાંનું એક મજબૂત પાસું પાર પડશે. આ ગોલ્ડન જ્યુબિલી ઇયરમાં આપ એવા સંકલ્પ સાથે આગળ વધો એવી શુભકામનાઓ. ફરી એકવાર વિલંબથી આવવા બદલ ક્ષમા સાથે મારી વાતને વિરામ આપું છું.

ધન્યવાદ...!!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian Railways clears ₹755-crore project to build third line between Champa and Korba

Media Coverage

Indian Railways clears ₹755-crore project to build third line between Champa and Korba
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

राष्ट्रपति मैक्रों,
Your Excellencies,

मुझे खुशी है कि फ़्रांस की G7 अध्यक्षता में साझा और sustainable growth पर विशेष बल दिया गया है। ऐसे समय में जब विश्व अनेक अनिश्चितताओं से गुज़र रहा है, इस मंच से निकलने वाला संदेश पूरी मानवता के लिए महत्व रखता है।

आज growth का प्रश्न केवल GDP या trade numbers का प्रश्न नहीं है। असली प्रश्न यह है कि growth किसके लिए है, किसके साथ है, और किस दिशा में है।

Friends,

भारत का अनुभव दिखाता है कि साझा विकास को aspiration से reality में बदला जा सकता है। जब भारत आगे बढ़ता है, तो one-sixth humanity आगे बढ़ती है।

इसलिए भारत की growth story पूरी मानवता के लिए inclusion, scale और democratic empowerment की story है।

पिछले बारह वर्षों में भारत “सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास” के मूलमंत्र पर आगे बढ़ा है। यह हमारी global engagement का भी guiding principle है।

भारत की G20 Presidency के दौरान हमने One Earth, One Family, One Future का संदेश पूरे विश्व को दिया। यह केवल एक slogan नहीं था। यह हमारी सभ्यता की उस भावना का विस्तार था, जो विश्व को एक परिवार मानती है।

इसी भावना से हमने India-Middle East-Europe Economic Corridor, यानि आई-मेक, जैसी ऐतिहासिक पहल की शुरुआत की। यह एशिया, मिडल ईस्ट और यूरोप को जोड़ने वाला strategic corridor है, जो व्यापार को गति देगा, supply chains को मज़बूत बनाएगा, और partner देशों में निवेश, रोज़गार और innovation के नए अवसर पैदा करेगा। आज आवश्यकता है कि हम ऐसे initiatives को और गति दें, जिनमें local ownership हो, transparent financing हो, और long-term sustainability का स्पष्ट vision हो।

Friends,

West Asia में हुए संकट के कारण जो Fuel, Fertilizer और Food Supply Chains प्रभावित हुई हैं, उनका असर Global South पर काफी समय तक रहेगा।यदि हम वास्तव में international solidarity को मजबूत करना चाहते हैं, तो सबसे कमजोर देशों को इन संकटों का बोझ अकेले नहीं उठाना चाहिए।

हमारे International Financial Institutions को ऐसे support mechanisms तैयार करने चाहिए, जो विकासशील देशों को इन shocks को absorb करने और उनकी economic resilience को बनाए रखने में मदद करें।

Friends,

आई-मेक vision से प्रेरणा लेते हुए हम अफ्रीका, लैटिन अमेरिका और पेसिफिक आइलैंड देशों के साथ connectivity projects पर काम कर सकते हैं।

G7 के कैपिटल, भारत के टैलेंट, और ग्लोबल साउथ के देशों की ownership को जोड़ते हुए हम International Mobilisation Partnership for Accelerating Connectivity and Trade, यानि IMPACT, बनाने पर विचार कर सकते हैं। इसका उद्देश्य ऐसे corridors बनाना होना चाहिए, जो trade, technology, energy और opportunity को जोड़ें।

Friends,

आज एक ओर, विकसित देशों में ageing societies की चुनौती है, वहीं दूसरी ओर, भारत तथा ग्लोबल साउथ के अन्य देशों में young talent, enterprise और skills की अपार क्षमता है।

इस natural complementarity का लाभ उठाने के लिए हम Global Skills Partnership बनाने पर विचार कर सकते हैं। इसके अंतर्गत skill mapping और trusted skilled mobility बढ़ाने पर मिलकर काम किया जा सकता है।

Friends,

भारत का साझा वैश्विक समृद्धि में विश्वास केवल शब्दों तक सीमित नहीं है; यह हमारे कार्यों में भी दिखाई देता है। पिछले कुछ वर्षों में भारत ने इस बैठक में उपस्थित अधिकांश देशों के साथ Trade Agreements किए हैं।

यह दर्शाता है कि भारत Fragmentation नहीं, बल्कि Integration; Protectionism नहीं, बल्कि Partnership; और अनिश्चितता नहीं, बल्कि साझा समृद्धि में विश्वास रखता है।

आने वाले समय में भी भारत आप सभी के साथ मिलकर Shared Economic Resilience को सुदृढ़ करने और एक अधिक स्थिर, विश्वसनीय तथा समृद्ध वैश्विक अर्थव्यवस्था के निर्माण के लिए कार्य करता रहेगा।

धन्यवाद।