તા. ૨૨/૧૧/૨૦૧૧

કરાઈ પોલીસ અકાદમી, ગાંધીનગર

જના આ સમારોહના કેન્દ્રબિંદુ એવા તમામ ૫૩૦ નૌજવાનો કે જેઓ આજે એક નવી જવાબદારીને નિભાવવા માટે જઈ રહ્યા છે. આ સમારોહમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ, આ જવાનોના વાલીઓ, તમામ મહેમાનો તથા વિદ્યાર્થી મિત્રો...

૯૬૦ માં ગુજરાતે પોતાની વિકાસયાત્રાનો પ્રારંભ કર્યો. આટલાં વર્ષોમાં આ પહેલી ઘટના છે કે એક સાથે આટલી મોટી સંખ્યામાં પોલીસ ફોર્સમાં પી.એસ.આઈ., જે એક મહત્વપૂર્ણ એકમ હોય છે, તેમની પાસ-આઉટ પરેડ થઈ રહી છે. તે પણ ખૂબ ગર્વની વાત છે કે આ ૫૩૦ માં ૬૮ મહિલાઓ છે. પાછલાં ૫૦ વર્ષમાં આ પ્રકારની પાસ-આઉટ પરેડમાં જેટલી ટોટલ સંખ્યા મહિલાઓની હતી, તેનાથી આ વધારે છે, એક જ પરેડમાં. એ વાત પણ ધ્યાનમાં આવી છે કે ખૂબ મોટી સંખ્યામાં હાઈલિ ક્વૉલિફાઇડ નૌજવાનોએ એક મિશનના રૂપમાં આ ક્ષેત્રનો સ્વીકાર કરેલ છે. તેમાં ઘણા એન્જિનિયરો છે, ઘણા એવા નૌજવાનો છે કે જેમણે ડૉક્ટરેટ કરેલ છે, ઘણા બધા નૌજવાનો લૉ ગ્રૅજ્યુએટ છે, ઘણા બધા એવા છે કે જેઓ ક્યારેક શિક્ષક હતા, તે ક્ષેત્રને છોડીને અહીં આવેલ છે. ઘણા બધા નૌજવાનો છે જેઓ સરકારમાં કોઈને કોઈ પદ ઉપર હતા, તેને છોડીને અહીં આવ્યા છે. તો એક મિશનના રૂપમાં આ ક્ષેત્રમાં આવવું એ પોતે જ ગુજરાત પોલીસ દળ માટે એક શુભ સંકેત છે અને હું પોતે તેના માટે એક ગર્વનો અનુભવ કરું છું અને આપ સૌ નૌજવાનોને આ ક્ષેત્રને પસંદ કરવા બદલ હું ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું. મિત્રો, એક કસોટીનો સમય રહે છે, જ્યારે ટ્રેઇનિંગ હોય છે. ક્યારેક-ક્યારેક કેટલીક ક્ષણો એવી પણ આવી જતી હોય છે કે આ આટલી મહેનત કેમ? આ સવારથી સાંજ, મહિનાઓ સુધી... જ્યારે ટ્રેઇનિંગમાં હોઈએ છીએ ત્યારે લાગે છે કે ચાલો ભાઈ, જેટલા જલદી નીકળી જઈએ, સારું થશે. અને આ થવું બહુ સ્વાભાવિક છે. પરંતુ જો મંજિલ સુધી પહોંચવું હશે તો સફર ગમે તેટલી કઠિન કેમ ન હોય, તેને હસતા-હસતા પાર કરીએ ત્યારે મંજિલ પર પહોંચવાનો એક આનંદ આવતો હોય છે. આજે આપ સૌ માટે એ આનંદની પળ છે.

મિત્રો, અહીં જે શિક્ષા-દીક્ષા થઈ છે, તે એક સર્ટિફિકેટ મેળવવા માટે, કે એક ટ્રૉફી મેળવવા માટે નથી થતી, નોકરીમાં સ્થાન મેળવવા માટે નથી થતી, આ પ્રકારની જે ટ્રેઇનિંગ થાય છે તેને જીવનભર જીવવી પડે છે. અને જીવનમાં તે જ સફળ થાય છે કે તેણે તાલીમ-સમય દરમ્યાન જે મેળવ્યું છે, તેને જીવવાની આદત બનાવે છે. અહીં તો ડિસિપ્લિનમાં રહેવું સ્વાભાવિક છે કારણકે એ તો આ વ્યવસ્થામાં જ છે, અહીં વહેલા ઊઠવું સ્વાભાવિક છે કારણકે આપણે એક વ્યવસ્થામાં છીએ. સવારે બ્યૂગલ વાગતું હશે, વ્હિસલ વાગતી હશે, તે આપણને ફરજ પર લઈ જતી હશે. જ્યારે એક વ્યવસ્થાના માળખામાં હોઈએ છીએ ત્યારે પોતાની જાતને ઢાળવાનું મુશ્કેલ નથી હોતું. ક્યારેક આપણે ત્રણ બાય છ ના ઓરડામાં રહેવા માટે કોઈક કહે તો આપણે રહી ન શકીએ અને કોઈ કહે કે ૪૮ કલાક તમારે આમાં જ રહેવાનું છે, જે રીતે પણ પસાર કરવા હોય, તો એક બોજો લાગે છે. પરંતુ જો ૪૮ કલાકની મુસાફરી હોય અને ટ્રેનના પેલા નાનકડા કમ્પાર્ટમેન્ટમાં ટાઇમ કાઢવાનો હોય તો બહુ આરામથી કાઢી નાંખતા હોઈએ છીએ. કારણકે ખબર હોય છે કે હું એક વ્યવસ્થાની અંદર છું અને ૪૮ કલાક પછી જ મારે ઊતરવાનું છે, તો જાતે જ તે હસતા-રમતા કાઢી નાખો છો. મિત્રો, એટલા માટે આ વર્ષભરના સમયને પાર કરવામાં એટલી મુશ્કેલી નહોતી, જેટલી મુશ્કેલી હવે શરૂ થઈ રહી છે જ્યારે કોઈ કહેવાવાળું નહીં હોય, કોઈ પૂછવાવાળું નહીં હોય, એક્સર્સાઇઝ કરો એમ કહેવા માટે કોઈ હશે નહીં. જે વિષયોને જોયા છે, જે કાનૂની બારીકીને સમઝ્યા છીએ તેનો વિચાર કરો, તેને યાદ કરો અને દરેક ઘટનાની સાથે પોતાના મનને જોડીને... કે આમ બન્યું, હું હોત તો શું કરત? જ્યાં સુધી આપણું મન નિરંતર આ કામ નથી કરતું ત્યાં સુધી આપણે આપણા પ્રોફેશનમાં સફળ નથી થતા. ચોવીસે કલાક અહીંનો જે સમયગાળો છે, તેને જીવવાનો પ્રયત્ન કરવો તે સૌથી મોટી ચેલેંજ હોય છે. હું આશા કરું છું કે તમે જે નૌજવાનો આજે અહીંથી જીવનની એક નવી સંભાવના તરફ ડગ માંડી રહ્યા છો ત્યારે તમે આને કેવી રીતે કરી શકાય, જિંદગીનો હિસ્સો કેવી રીતે બનાવી શકાય, આ શિક્ષણ પદ માટે નહીં, એક જીવનની પુન:પ્રતિષ્ઠા માટે કેવી રીતે હોય, તેથી જો આ શિક્ષણ ઉપયોગી થશે તો હું માનું છું કે તમે તમારા યુનિફૉર્મની શોભા વધારશો, તમારા ખભા ઉપર જે નામ કે પટ્ટીઓ લાગેલી છે, એ પોતાના નામની શાન હોય છે. તે તમારા ખભાની શોભા નથી વધારતી, પરંતુ તમારા ખભા ઉપર જે નિશાન હોય છે તે તમારી આ રાજ્યને માટેની જવાબદારી દર્શાવે છે. તે ખભો તમારી શોભા માટે નથી હોતો, તે ખભો રાજ્યની શોભા માટે હોય છે. અને જે આ ખભાનું સામર્થ્ય સમઝે છે, તે ખભા ઉપર લાગેલી પટ્ટી, તેની ઉપર લાગેલ તે સિમ્બોલ, તેના પર લાગેલ એ નામ, આ બધાની પોતાની એક તાકાત હોય છે, તેની સાથે એક ગરિમા જોડાયેલી હોય છે, એક સન્માન જોડાયેલ હોય છે અને તેથી જ તમારો ખભો સમગ્ર રાજ્યની શક્તિ માટેનો ખભો બનતો હોય છે અને તે ખભાને સંભાળવા માટે સમગ્ર જીવનને, સમગ્ર શરીરને, સમગ્ર મનમંદિરને તેના માટે પ્રતિબદ્ધ કરવું પડે છે અને ત્યારે જ જીવન બનતું હોય છે.

ભાઈઓ-બહેનો, વિદ્યાર્થીકાળમાં મુક્તિનો એક આનંદ હોય છે અને પરિણામે ગમે તેટલી મોટી જવાબદારી સંભાળવા માટે, આપણે વિદ્યાર્થી અવસ્થામાં હોઈએ ત્યારે, મન ઘણું મોકળું હોય છે, નિખાલસતા પણ હોય છે, પરંતુ જ્યારે તે જ શિક્ષા-દીક્ષાની સાથે જવાબદારી મળે છે ત્યારે જવાબદારીનો એક ખૂબ જ મોટો બોજો હોય છે અને આ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં સૌથી વધારે તાણવાળું વાતાવરણ રહેતું હોય છે. દરેક ક્ષણે અટેન્શનમાં રહેવું પડે છે. ખબર નહીં ક્યારે શું આવશે, ક્યાં દોડવું પડશે, ક્યાં ભાગવું પડશે..! એવા સમયે તમને અહીં જે યોગનું શિક્ષણ આપવામાં આવેલ છે, જો તે તમારા જીવનનો ભાગ બને તો તાણથી મુક્ત થઈને, સ્વસ્થ મનથી, ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન આવે, ગમે તેટલાં સંકટો કેમ ન આવે, ગમે તેટલી ગહન પરિસ્થિતિને પહોંચી વળવાની સ્થિતિ કેમ ન આવે, સ્વસ્થ મનથી જો કરવું હોય તો તમને અહીં જે યોગનું શિક્ષણ આપવામાં આવેલ છે, તેને તમે જીવનનો એક ભાગ બનાવશો તેવી હું આપ સૌ પાસેથી આશા રાખું છું. જો તમારા ચહેરા ઉપર સ્મિત હશે તો તમે બહુ આસાનીથી કઠોરમાં કઠોર કામ પણ કરી શકો છો અને તેથી જ અહીં જે શિક્ષા-દીક્ષા મળેલ છે, તેના માટેનો જે હ્યૂમન એંગલ છે, જે બારીકી છે, તેને ક્યારેય ભૂલવી ન જોઇએ, તેને પ્રાથમિકતા આપવી જોઇએ.

ભાઈઓ-બહેનો, આજે આપણે જઈ રહ્યા છીએ, એક વ્યવસ્થાની અંદર આપણે આવ્યા છીએ. એક ખૂબ જ મોટી લાંબી પાઇપ-લાઇનમાં એક બાજુ ઘૂસીએ તો કંઈ ન કરો તો પણ બીજી બાજુ એમ પણ નીકળવાનાં છીએ. અને કેટલાક લોકો એવા હોય છે કે જીવનમાં એક વ્યવસ્થામાં પ્રવેશ કરી લે છે ત્યારબાદ એમને એમ લાગે છે કે સમય જ તેમને આગળ લઈ જશે. મિત્રો, જે સમયની પ્રતીક્ષા કરતો રહે છે, ન તો તે જિંદગીમાં કાંઈ મેળવી શકે છે, ન તો જીવનમાં કોઈને કંઈ આપવાનો સંતોષ લઈ શકે છે. નૌજવાનો, હું નથી ઇચ્છતો કે તમે આને પોતાની મંજિલ માનો, તમે આને એક મુકામ માનો. તમે મનમાં નક્કી કરીને જાઓ કે વધારે આગળ જવું છે, વધારે નવી ઊંચાઈઓ પર જવું છે. આના માટે જેટલી પોતાની ક્ષમતા વધારવી પડશે, જેટલું પોતાનું જ્ઞાન વધારવું પડશે, જેટલું પોતાનું કૌશલ્ય વધારવું પડશે, અમારે અમારી જે પણ ક્વૉલિટીને જોડવી પડશે, તેને જોડવા માટે અમે પ્રયત્ન કરીશું અને તેમ કરો છો તો મને વિશ્વાસ છે મિત્રો, તમારા માટે આ મુકામ જ રહેશે. સમય પ્રતીક્ષા નહીં કરે, તમે સમય પાસે જશો અને તક મળતાં જ તમે પણ કેમ ઉચ્ચ પદ ઉપર પહોંચો, જેટલા પણ રસ્તાઓ પરથી પસાર થવું પડે થાવ, જેટલી પણ કસોટીઓને પાર કરવી પડે કરો, પરંતુ તમે ઉચ્ચ પદ ઉપર જવાનું સપનું લઈને મંજિલને ઊંચી રાખો, એક એક મુકામને પાર કરતા જાઓ અને કંઈક નવું મેળવવાનો સંકલ્પ લઈને ચાલશો, મને વિશ્વાસ છે દોસ્તો, તમારામાંથી કેટલાય લોકો આ રાજ્યની આન-બાન-શાન બનીને સમગ્ર હિંદુસ્તાનમાં પોતાનું નામ રોશન કરી શકે છે તેનો મને ભરોસો છે, તમે પોતાની જાત ઉપર ભરોસો કરો, તમે તમારા જીવનને આગળ વધારી શકો છો.

ને એ વાતનો ગર્વ છે, હું અહીં જ્યારે પાસીંગ-આઉટ પરેડના નિરીક્ષણ માટે જઈ રહ્યો હતો તો પહેલાં કેટલાક નાગરિકો તરફ હું જોતો હતો અને હું અનુભવ કરી રહ્યો હતો કે મોટા ભાગના તેમાં તે પરિવાર બેઠેલા હતા જેમનો દીકરો, જેમનો ભાઈ આ પરેડમાં શામેલ થયેલા છે. હું તેમની તરફ જોતો હતો. ખૂબ જ સામાન્ય પરિવારના બધા સ્વજનો અહીં બેઠેલા છે. કોઈ બહુ ઉચ્ચ પરિવારમાંથી આવેલા લોકો નથી. કેટલીયે એવી વિધવા માતાઓ છે, જેમનો દીકરો આજે આ યુનિફૉર્મમાં શાનથી ઊભેલો હશે. તે વિધવા માં ને ક્યારે ખબર હતી કે મારો દીકરાને આ પ્રકારનું પદ કેવી રીતે મળી શકે છે. અત્યારનું તંત્ર જે પ્રકારે ચાલી રહેલ છે, કોઈ ભરોસો ન કરી શકે કે એક વિધવા માં નો દીકરો જેને કોઈ ઓળખતું પણ નથી, પરંતુ વ્યવસ્થાના કારણે, ટ્રાન્સ્પૅરન્સિના કારણે, પોતાની ક્ષમતાના કારણે તે ત્યાં સુધી પહોંચી ગયો છે. ભાઈઓ-બહેનો, જે રીતે આપણને આ મોકો મળેલ છે, આપણે જીવનભર આ વાતને યાદ રાખીશું, કે આજે મારી માં ખુશ છે, કારણકે એક ટ્રાન્સ્પૅરન્ટ વ્યવસ્થાના કારણે હું આ જગ્યાએ પહોંચી શક્યો છું. મારો ભાઈ ખુશ છે, મારી બહેન ખુશ છે, મારા પિતાજી ખુશ છે, મારી માં ખુશ છે... જેમને આ વિશ્વાસ હશે કે મારા પરિવારની ખુશીમાં મને જે આ પ્રવેશ મળેલ છે, અહીં સુધી આવવા માટે મારા માટે જે બારી ખૂલી છે, તેના માટેની જે પારદર્શિતા હતી, તે પારદર્શિતા બહુ મોટી તાકાત હતી. જો મારી જિંદગીનો આનંદ તે પારદર્શિતા છે, મારા પરિવારની ખુશીનું કારણ તે પારદર્શિતા છે તો મારું કર્તવ્ય બને છે કે હું જીવનભર તે પારદર્શિતાનું પાલન કરીશ જેથી હું પણ હજારો-લાખો લોકોની ખુશીઓનું કારણ બની શકું. અને તેથી જ મિત્રો, હું તમારી પાસેથી અપેક્ષા રાખીશ, હું તમને વિનંતી કરીશ, હું આગ્રહ રાખીશ... અને જ્યારે તમે ઈશ્વરને સાથે રાખીને, આજે જે શપથ લીધી છે, તે શપથનો એકે એક શબ્દ જીવવો પડે છે, દોસ્તો. શપથ, તે ફક્ત વાણી નથી, શપથ એ ફક્ત શબ્દ નથી હોતા. તિરંગો ઝંડો આપણા જીવનની આન, બાન, શાન હોય છે. તેને જ્યારે સ્પર્શ કરીએ છીએ, ત્યારે એક નવી ચેતનાનો સંચાર થાય છે. તમને જ્યારે એવી પરિસ્થિતિમાં તેનો સ્પર્શ થાય છે તો તમારી અંદર તે ચેતનાનો સંચાર થાય છે, તમે જીવનભર તે ક્ષણને યાદ રાખશો. એ તિરંગા ઝંડાની શાન માટે જે મહાપુરુષોએ આ તિરંગા ઝંડા માટે બલિદાન આપ્યાં હતાં, ૧૮૫૭ થી લઈને ૧૯૪૨ સુધી કેટકેટલા લોકોએ પોતાનાં જીવન આપી દીધાં ત્યારે ’૪૭ માં આપણે આ તિરંગા ઝંડાનું સન્માન અને ગૌરવ મેળવ્યાં છે. ભાઈઓ-બહેનો, જે ગૌરવને આજે આપણને સ્પર્શ કરવાની તક મળી છે, તે આપણી જિંદગીનું કેટલું મોટું સામર્થ્ય બની શકે છે, આપણી જિંદગીની કેટલી મોટી ચેતનાને જગાડવાની એક તક બની શકે છે. શપથના શબ્દો, શબ્દો ન રહીને મારા જીવનનો સંકલ્પ કેમ બને, શપથની ભાવના મારા જીવનની ભાવના કેવી રીતે બની જાય અને પ્રત્યેક પળે ઈશ્વરને યાદ કરીને હું તેને જીવવાની કોશિશ કરું અને ત્યારે આ શપથનું મૂલ્ય સમજી શકાય છે અને મારું જીવન તે શપથની શક્તિને કારણે આગળ વધતું રહે છે, તેના માટે હું તમને શુભકામનાઓ આપું છું.

ભાઈઓ-બહેનો, દેશ નવાં નવાં સંકટોમાંથી પસાર થઈ રહ્યો છે. એક જમાનો હતો, જ્યારે સેનાઓ યુદ્ધ કરતી હતી તો કેટલાયનાં લોહી વહેતાં હતા, કેટલીયે માં ની ગોદ ઊજડી જતી હતી..! સમય બદલાઈ ચૂક્યો છે. આજે યુદ્ધમાં ટેક્નોલૉજીએ સ્થાન લીધું છે. સામી છાતીએ ગોળીઓ ઝીલવાની સ્થિતિ ઓછી થતી જાય છે. તેમ છતાં પણ દેશની જીત અને હાર શક્ય બની શકે છે, નવાં ક્ષેત્રો ખૂલી ચૂક્યાં છે. અને તે જ પ્રકારે સામાન્ય જીવનમાં સુરક્ષાનો વિષય પણ પહેલાં જેવો નથી રહ્યો. ટેક્નોલૉજીએ ગુનાહિત કૃત્યોમાં સ્થાન લઈ લીધું છે. એકાદ બે ગુનાનો એ વિષય નથી રહ્યો, હવે તો આતંકવાદ, નક્સલવાદ જેવી સમસ્યાઓ સામે દેશને ઝઝૂમવું પડે છે. મિત્રો, યુદ્ધમાં જેટલા જવાનો નહીં મર્યા હોય, તેનાથી વધારે જવાનો આતંકવાદીઓની ગોળીઓથી માર્યા ગયા છે. દેશના વિકાસને અટકાવી દેવામાં નક્સલવાદ આજે એક બહુ મોટું કારણ બનેલ છે. આ દેશના કેટલાયે વિસ્તારો એવા છે, જ્યાં સરકારે જઈને સ્કૂલ બનાવી, નક્સલવાદીઓએ ઉડાવી દીધી, ક્યાંક હોસ્પિટલ બનાવી તો નક્સલવાદીઓએ ઉડાવી દીધી. અસંતોષની આગ ઊભી કરવા માટે કોણ જાણે કેટકેટલા લોકોને મારવામાં આવી રહ્યા છે. ભાઈઓ-બહેનો, આ આતંકવાદ હોય, નક્સલવાદ હોય, આપણે આપણા જાનની બાજી લગાવીને પણ નિર્દોષ નાગરિકોની રક્ષા કરવી પડતી હોય છે. અને મિત્રો, જ્યાં સુધી આપણી અંદર સાહસ ન હોય, ત્યાં સુધી આપણે તે પરિસ્થિતિને સંભાળી શકતા નથી. અને સાહસ પુસ્તકોમાંથી પ્રાપ્ત નથી થતું, સાહસની માળા જપવામાં નથી આવતી, પોતાની જાતને તૈયાર કરવી પડતી હોય છે અને જ્યારે મનમાં પવિત્રતા હોય, મનમાં સંકલ્પ હોય તો ભય નામની કોઈ વસ્તુ નથી રહેતી, ભાઈઓ. અને તેથી હું આપની પાસેથી ઇચ્છું છું કે મારો દરેક સાથી અભય હોવો જોઇએ, નિર્ભય હોવો જોઇએ, અભય અને નિર્ભય આ વરદીનો સૌથી મહત્વનો ગુણ હોવો જોઇએ. જો તે અભય નથી કે નિર્ભય નહીં હોય તો કદાચ ભયની સામે તે વિચલિત થઈ જશે અને તેથી જ, ભાઈઓ-બહેનો, આપ એક એવા દાયિત્વ તરફ જઈ રહ્યા છો ત્યારે જીવનને તે ઊંચાઈઓ પાર કરવા માટે, સામાન્યમાં સામાન્ય માણસની રક્ષા માટે પોતાની જાતને લગાવી દેશો.

ભાઈઓ-બહેનો, પોલીસ જનતા જનાર્દનની મિત્ર હોય છે, આ આપણે બાળપણથી સાંભળતા આવ્યાં છીએ. મારે આ ચારિત્ર્ય લાવવું છે અને તેટલા માટે આપણે રક્ષા શક્તિ યુનિવર્સિટી શરૂ કરેલ છે. એ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં પહેલાં અમે એ ટ્રેઇનિંગ આપવા માંગીએ છીએ કે સુરક્ષા દળના જવાનોની એક લાંબી ટ્રેઇનિંગ હોય. નોકરી માટે નહીં, જીવન માટેની ટ્રેઇનિંગ હોય. નોકરી, આ કારકિર્દી... એ તો બાઇપ્રોડક્ટ હોય, તે દિશામાં આપણે જવા માંગીએ છીએ. આવનારા દિવસોમાં તેનો પણ આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ. હું આજે સરકારના કેટલાક મિત્રો સાથે વાત કરી રહ્યો હતો. હવે દોઢ વર્ષનો સમય છે તમારી પાસે, જેમાં તમે અહીં જે શીખ્યા છો, તેને તલવારની ધાર ઉપર જીવીને બતાવવું પડશે. બધા જ લોકો ઝીણવટથી તમને જોશે, દરેક વસ્તુનો રિપૉર્ટ બનશે, તમારી નાનામાં નાની ભૂલ પણ તમારા માટે બહુ મોટું સંકટ બની શકે છે. આવો દોઢ વર્ષનો સમય હોય છે, જેમાં તમારે ફક્ત ડિસિપ્લિનથી જ તમારી જાતને સિદ્ધ કરવાની હોય છે. તેમાં અનેક પ્રકારની પદ્ધતિઓ છે. તેમાં એક નવી પદ્ધતિ જોડવા માટે હું વિચારી રહ્યો છું. હું આ ક્ષેત્રના વિદ્વાનો છે તેમને કહીશ કે તેના પર કામ કરે અને એક જ અઠવાડિયામાં કોઈ નિર્ણય અમે કરી શકીએ. અહીંથી એક એક નૌજવાન જે તૈયાર થઈને જાય છે, તેને દોઢ વર્ષના સમયગાળામાં ઓછામાં ઓછા ૧૦૦ કલાક પોતાની નીચે જે કોન્સ્ટેબલ્સ છે, અહીં જે તેમણે ટ્રેઇનિંગ લીધેલ છે... ૧૦૦ કલાક, ૨૫-૨૫ ની ચાર બેચ હોય કે ૩૦-૩૦ ની ત્રણ બેચ હોય, આવનારા દોઢ વર્ષમાં પેલા લોકોને તે ટ્રેઇનિંગ આપે. રોજ સવારે ૫ થી ૮, ૫:૩૦ થી ૮, તે કોન્સ્ટેબલને ટ્રેઇનિંગ આપે. જે અહીં શીખ્યા છે, તે ત્યાં શિખવાડે. એક સિલેબસ બનાવવામાં આવે, ૧૦૦ કલાકનું. અને એ કામ તમે લોકો કરો જેથી અહીં જે તમે શીખ્યા છો, તેને શિખવાડવાથી તે વધારે પાકું થાય છે, વધારે આક્રમક સ્વભાવ બની જાય છે. ક્યારેક-ક્યારેક શીખવા સમયે ઘણી બધી વસ્તુઓ પર આપણું ધ્યાન નથી જતું. ઇગ્ઝૅમમાં તો ગમે તેમ નીકળી જઈએ છીએ, પરંતુ જ્યારે શીખવાડવાનું હોય છે ત્યારે ઘણી બધી વાતો તરફ આપણું ધ્યાન જતું હોય છે અને તેટલા માટે તમારા આ દોઢ વર્ષના કામમાં ૧૦૦ કલાકનું એક વધારે કાર્ય, તેને પણ જોડવા માટે હું વિચારી રહ્યો છું. અને આપણે જોઇશું કે જે કોન્સ્ટેબલોને તમે ટ્રેઇન કરેલ છે, તેમાંથી કેટલા પરસેન્ટ છે જેઓને સફળતા મળે છે, તેના આધારે અમે નક્કી કરીશું કે તમે અહીંથી શું મેળવ્યું છે. અહીંથી કંઈ ભૂલીને જવાનું નથી.

ને વિશ્વાસ છે મિત્રો, એક સાથે આ રાજ્યની અંદર આટલી મોટી સંખ્યામાં તમારા જેવા નૌજવાનોના આખી વ્યવસ્થા સાથે જોડાવાના કારણે ગુજરાતના પોલીસ દળને એક નવી તાકાત મળશે, સામાન્ય માનવીના સુખ-દુખના સાથી બનીને તેમને સલામતીનો એક નવો અનુભવ આપણે કરાવી શકીશું અને ગુજરાતનો સામાન્યમાં સામાન્ય માણસ પણ આપણી ઉપસ્થિતિ માત્રથી સુરક્ષાનો અનુભવ કરે, આપણી ઉપસ્થિતિ માત્રથી તેને શાંતીથી નીંદર આવી જાય તે પ્રકારનો આપણો વ્યવહાર રહે, આ જ એક અપેક્ષા સાથે તમને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારા પરિવારજનોને પણ અભિનંદન આપું છું કે સમાજે આટલું બધું આપ્યું છે, તમારા દીકરાને એક મહત્તા આપી છે. આપણે બધા સાથે મળીને સમાજનું ઋણ ચૂકવવા માટે જ્યારે પણ મોકો મળે ત્યારે કંઇકને કંઈક કરતાં રહીએ. આ જ અપેક્ષા સાથે તમને સૌને ભારત માતાની સેવા માટે, ડગ માંડવા માટે, એક નવી જવાબદારી સાથે આગળ વધવા માટે હું આહવાન કરું છું, શુભકામનાઓ પાઠવું છું.

 

ખૂબ ખૂબ ધન્યવાદ..!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Farmers procure 3.5 times more organic manure this kharif season

Media Coverage

Farmers procure 3.5 times more organic manure this kharif season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
દમણ, ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ/લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ
June 05, 2026
The launch of projects across healthcare, aviation, tourism and infrastructure marks a new development push for Daman that will transform lives across the UT: PM
The data released today reflects the strength of India's economy, with growth of 7.7% in FY 2025–26 and 7.8% in the quarter ending March 31: PM
Even amid severe global challenges, the collective efforts of 1.4 billion Indians have ensured that India is not only sustaining itself but also staying ahead of the curve: PM
The National Family Health Survey clearly reflects the government's focus on healthcare. While most deliveries in India earlier took place outside hospitals, today over 90% of all deliveries occur in hospitals: PM
Thanks to Mission Indradhanush, child immunization coverage in India has risen from 60% before 2014 to nearly 90% today: PM

ભારત માતા કી જય! ભારત માતા કી જય!

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ ભાઈ પટેલ, સંસદમાં મારા સહયોગી કલાબેન ડેલકર, દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખ દીપિકા ટંડેલ જી, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ ધર્મ બાબુ પટેલ, સિલવાસા મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ સોમનાથ દેવરેજી, દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના અધ્યક્ષ નિશા ભાવસાર જી, દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ હરીશ કપાયાજી, દીવ જિલ્લા પંચાયતના અધ્યક્ષ કોટિયા રંજીતાબેન અને અહીં વિશાળ સંખ્યામાં પધારેલા મારા વહાલા ભાઈઓ-બહેનો,

તમે જેમ અહીં એકઠા થયા છો, તેવી જ રીતે લક્ષદ્વીપમાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો વીડિયોના માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, કારણ કે આજે લક્ષદ્વીપના વિકાસની પણ એક નવી શરૂઆત, એક નવો પ્રકલ્પ, જે આખા લક્ષદ્વીપના જીવનમાં એક ક્રાંતિકારી કામ કરવાનો છે, તેના માટે પણ કેટલીક યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે.

સાથીઓ,

કેટલાક વર્ષો પહેલાં, જ્યારે હું તમારી વચ્ચે આવ્યો હતો, તો મેં કહ્યું હતું આ આપણું દમણ ઝડપથી મિની ઇન્ડિયા બની રહ્યું છે અને આજે હું જોઈ રહ્યો છું, ડાબી બાજુ આખું બંગાળ છે અને જમણી બાજુ આખું અસામ છે. દમણ મિની ઇન્ડિયાનું જીવતું-જાગતું ઉદાહરણ બની ચૂક્યું છે. અહીંની વિવિધતા, અલગ-અલગ ક્ષેત્રોના લોકોનું અહીં નિવાસ કરવું, આખા ભારતની સુંદર ઝલક તમારી વચ્ચે આવીને મળી જાય છે. તમે બધા આટલી મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવ્યા, હું આના માટે આપ સૌનો ખૂબ-ખૂબ ધન્યવાદ કરું છું.

 

ભાઈઓ-બહેનો,

મને કેટલીય વાર દમણ અને દીવ આવવાનો અવસર મળ્યો છે. દાદરા અને નગર હવેલી પણ આવતો રહું છું અને જ્યારે હું મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી નહોતો, ત્યારે તો બહુ વાર આવતો હતો. પરંતુ હવે જ્યારે હું અહીં આવું છું અને અહીંના સુશાસનને જોઈને, ગવર્નન્સ મોડલને જોઈને બહુ સારું લાગે છે. દર વખતે મને લાગે છે કે ગત વખતની સરખામણીમાં આ ક્ષેત્ર વિકાસની રાહ પર માઈલો આગળ વધી ગયું છે.

સાથીઓ,

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવએ દાયકાઓથી વિકાસના સપના જોયા હતા. જે સપના પહેલાં જોયા, એ પેઢીઓ તો ચાલી ગઈ. પરંતુ આજે જે પેઢી છે, તે પોતાની આંખોની સામે જોઈ રહી છે કે તેમના માતા-પિતા, દાદા-દાદી જે સપના જોતા હતા, એ આજે સપના પૂરા થતા તમે પોતાની આંખોથી જોઈ રહ્યા છો. આજે પણ અહીં કનેક્ટિવિટી, હેલ્થ, એજ્યુકેશન, ટુરિઝમ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આનાથી જોડાયેલી અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ થયું છે. વિકાસના આ કામ દમણ અને આખી યુનિયન ટેરિટરી માટે અહીંના લોકોના જીવનને સરળ બનાવશે. આનાથી યુવાનો માટે નવા અવસરો તૈયાર થશે. આ કામોની પાછળ પ્રફુલ્લ ભાઈ પટેલની દ્રષ્ટિ, તેમની અને તેમની ટીમની મહેનત સાફ-સાફ નજરે પડે છે. હું આના માટે પણ પ્રફુલ્લ ભાઈ અને તેમની આખી ટીમની સરાહના કરું છું. હું બધાને લક્ષદ્વીપના લોકોને, દાદરા-નગર હવેલીના લોકોને અનેક-અનેક શુભકામનાઓ આપું છું, આપ સૌને વધામણી આપું છું.

સાથીઓ,

આજે તમારી વચ્ચે આવ્યો છું, તો એક સુખદ સમાચાર આવ્યા છે. હું તો આજે સવારે દિલ્હીથી નીકળી ચૂક્યો હતો, પરંતુ અત્યારે જે આંકડા સામે આવ્યા છે, જે સમાચાર આવ્યા છે, તે ખરેખર પ્રસન્નતા આપનારા છે અને હું પણ ઈચ્છું છું, આ ખુશી તમારી સાથે પણ વહેંચું. આજે જે આંકડા આવ્યા છે, એ આંકડાઓથી સાફ છે કે ભારતની અર્થવ્યવસ્થાનો પાયો કેટલો મજબૂત છે. વર્ષ 2025-26 માં એટલે કે જે ફાઇનાન્સિયલ યર પાછલું પૂરું થયું, વર્ષ 2025-26 માં ભારતે 7.7 પર્સન્ટનો ગ્રોથ રેટ હાસલ કર્યો છે, 7.7 અને પાછલો ક્વાર્ટર જે 31 માર્ચે ખતમ થયો, તેમાં પણ ભારતનો ગ્રોથ 7.8 પર્સન્ટ રહ્યો છે, 7.8 અને આ દુનિયામાં તેજ ગતિથી આગળ વધનારી મોટી ઇકોનોમી છે. દરેક ભારતીયને ગર્વ થાય, આ છે તેની ગતિ. આજે દેશ જે રિફોર્મ એક્સપ્રેસ પર ચાલી રહ્યો છે, આજે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે આટલો વિકાસ થઈ રહ્યો છે, ગરીબ કલ્યાણને લઈને આટલા મોટા સ્તરે જે કામ ચાલી રહ્યું છે, આ બધા પ્રયાસોનું પરિણામ છે કે આજે દેશ મોટી ઇકોનોમીમાં સૌથી તેજ ગતિથી આગળ વધી રહ્યો છે અને આપણે બધા જાણીએ છીએ, દુનિયા સંકટોમાં ઘેરાયેલી છે, આખી દુનિયાની અર્થવ્યવસ્થા સવાલોના નિશાનો નીચે દબાયેલી પડી છે, વૈશ્વિક સંકટના આ ખરાબમાં ખરાબ દોરમાં પણ 140 કરોડ દેશવાસીઓના સામૂહિક પ્રયાસોથી ભારત પોતાની જાતને સંભાળી તો રાખી જ રહ્યું છે, પરંતુ સાથે-સાથે સૌથી આગળ રહેવામાં પણ તેના પ્રયાસો સફળ થતા જઈ રહ્યા છે. હું દેશવાસીઓને આર્થિક ક્ષેત્રની આ નવી ઊંચાઈને પ્રાપ્ત કરવા માટે ખૂબ-ખૂબ વધામણી આપું છું અને હું દેશને ફરી આશ્વસ્ત કરું છું કે દેશ દુનિયાભરમાં ચાલી રહેલા આ સંકટોનો સામનો કરતા Reform, Perform અને Transform ના રસ્તા પર આવી જ રીતે દ્રઢ સંકલ્પની સાથે, તેજ ગતિથી આગળ વધતો જ રહેશે, આ મારી દેશવાસીઓને ગેરંટી છે.

સાથીઓ,

આજે આપણા માટે વિકાસ જેટલો જરૂરી છે, એટલું જ મહત્વનું છે કે આપણું વિકાસનું મોડલ સસ્ટેનેબલ હોય. આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે આપણા અહીં યુનિયન ટેરિટરી સ્ટેટ આ સંકલ્પને સાકાર કરી રહ્યું છે. આજે એક તરફ અહીં હજારો કરોડની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થયું છે. સાથે જ અહીં આશરે એક લાખ એક વૃક્ષ માતાના નામે, એક લાખ છોડ પણ વાવવામાં આવી રહ્યા છે. મને ગર્વ છે કે એક એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે, જેણે સરકારી ઈમારતોમાં શત પ્રતિશત, 100 પર્સન્ટ સૌર ઊર્જાના ઉપયોગની ઉપલબ્ધિ હાંસલ કરી છે. આજે દીવમાં દિવસમાં જેટલી વીજળીની ડિમાન્ડ હોય છે, તે સોલર પાવરથી જ પૂરી થઈ રહી છે અને આપણે તો આને હજુ આગળ લઈને જવાનું છે. ઘરોમાં પણ સોલર ઊર્જાથી વીજળી મળે, એટલું જ નહીં વધારાની વીજળીથી પરિવારની આવક પણ થાય, તેના માટે રૂફટોપ સોલર પ્લાન્ટ્સ લગાવવાની પહેલ શરૂ થઈ છે. હું આ ઉપલબ્ધિઓ માટે પણ આપ સૌની સરાહના કરું છું.

 

સાથીઓ,

સાથે-સાથે મને એ પણ જણાવવામાં આવ્યું છે, દમણના લોકો આ દિવસોમાં અહીં સ્વચ્છતા અભિયાન પણ ચલાવી રહ્યા છે. આ દર્શાવે છે કે સ્વચ્છતા કઈ રીતે દમણના જનજીવનમાં સંસ્કાર બની ચૂકી છે અને આ સંસ્કાર સ્વચ્છતામાં નજરે પડી રહ્યા છે. હું આ જનભાગીદારીના તમારા પ્રયાસો માટે દમણના લોકોનું અભિનંદન કરું છું.

સાથીઓ,

દાદરા નગર હવેલી, દમણ અને દીવ, આ સંઘ શાસિત પ્રદેશ હોવાની સાથે જ ભારતની ઓળખ અને વિરાસત પણ છે. એટલા માટે, આના વિકાસ માટે અમારા લક્ષ્ય પણ સાધારણ નથી. મને યાદ છે, જ્યારે હું ગયા વર્ષે સિલવાસા આવ્યો હતો, ત્યારે મેં તમને સિંગાપોરનું ઉદાહરણ આપ્યું હતું. મેં કહ્યું હતું કે એક સમયે સિંગાપોર માછીમારોનું નાનું એવું ગામ હતું. પરંતુ, સિંગાપોરના લોકોએ એક સપનું જોયું, ત્યાંના લોકોએ મોટું લક્ષ્ય નક્કી કર્યું અને આજે એ જ સિંગાપોર દુનિયાનું સૌથી મોટું બિઝનેસ હબ બની ચૂક્યું છે. આજે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ પણ એ જ સપનું જોઈ રહ્યા છે. આ નમો એરપોર્ટ, દમણગંગા નદી પર બનનારો આઇકોનિક બ્રિજ, ‘બીચ ફ્રન્ટ’ તેના પર બનનારો કન્વેન્શન સેન્ટર, આવા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આપણે ભવિષ્યના મોટા સંકલ્પોનો પાયો નાખી રહ્યા છીએ. આ પ્રોજેક્ટ્સ દ્વારા લોકોની અવરજવર સરળ થશે. અહીં બિઝનેસ માટે નવી સંભાવનાઓ બનશે. દમણના બંને કિનારા પર વિકાસની ગતિ હજુ વધુ તેજ થશે.

સાથીઓ,

અહીં સગવડતાના અર્થતંત્રથી જોડાયેલા અવસરો વધશે અને સાથે જ ટ્રાન્સપોર્ટ નગર જેવી સુવિધાથી વ્યાપાર, લોજિસ્ટિક્સને પણ નવી ગતિ મળશે.

 

સાથીઓ,

આ ક્ષેત્રમાં બ્લુ ઇકોનોમી માટે અમે જે વિઝન તૈયાર કર્યું છે, તે વિઝન પણ હાઇટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તાકાતથી જ સાકાર થશે. એટલા માટે જ, લક્ષદ્વીપના કલપેની અને કદમત દ્વીપોમાં પણ આજે જ આધુનિક પોર્ટ્સની આધારશિલા રાખવામાં આવી રહી છે. આ તમામ પ્રયાસો બ્લુ ઇકોનોમીમાં દેશની તાકાતને વધારશે અને જેવું મેં કહ્યું આ લક્ષદ્વીપનું ભાગ્ય બદલનારા પગલાં છે.

સાથીઓ,

ભાજપની સરકારમાં, એનડીએની અમારી સરકારમાં અમારા માટે વિકાસની પહેલી કસોટી છે- ગરીબ, વંચિત, આદિવાસી અને મિડલ ક્લાસના જીવનમાં બદલાવ! આના માટે, હેલ્થ સેક્ટર અમારી બહુ મોટી પ્રાથમિકતા છે. વિતેલા વર્ષોમાં દેશ હેલ્થ કેર માટે હોલિસ્ટિક વિઝન લઈને આગળ વધ્યો. અમે ઈલાજથી જોડાયેલી દરેક ચિંતાનું સમાધાન કર્યું છે. આજે ગરીબમાં ગરીબ પાસે પણ આયુષ્માન કાર્ડની સુવિધા છે. તેમની પાસે 5 લાખ રૂપિયા સુધીના મફત ઈલાજનો ભરોસો છે. બીમારીની સમયસર તપાસ થઈ શકે, તેના માટે, પ્રધાનમંત્રી આયુષ્માન આરોગ્ય મંદિરોની વ્યવસ્થા છે. જન ઔષધિ કેન્દ્રો દ્વારા સસ્તી દવાઓ પણ મળી રહી છે. આ સુવિધાઓ હજુ બહેતર થાય, હજુ આધુનિક થાય, તેના માટે આયુષ્માન ભારત ડિજિટલ મિશન દ્વારા આજે સ્વાસ્થ્ય સેવાઓને ટેકનોલોજીથી જોડવામાં આવી રહી છે.

સાથીઓ,

આયુષ્માન કાર્ડ અને જન ઔષધિ કેન્દ્રોથી જ ગરીબ અને મધ્યમ વર્ગના આશરે સવા બે લાખ કરોડ રૂપિયા ખર્ચ થતા બચ્યા છે.

ભાઈઓ-બહેનો,

કેન્દ્ર સરકારની નીતિઓનો બહુ લાભ આ ક્ષેત્રના લોકોને પણ થયો છે. એક સમયે અહીં ઈલાજની સારી સુવિધાઓનો પણ અભાવ હતો. અહીં મેડિકલ કોલેજ સુધી નહોતી. પરંતુ, હવે મેડિકલ કોલેજ પણ છે અને તેમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનું ભણતર પણ શરૂ થઈ ગયું છે. સિલવાસાની નમો હોસ્પિટલ ગયા વર્ષથી હજારો લોકોની સેવા કરી રહી છે. આજે દમણમાં પણ નમો હોસ્પિટલનું લોકાર્પણ થયું છે. આ ક્ષેત્રના લોકોને પણ હવે હજુ બહેતર હેલ્થ કેરનો લાભ મળશે.

 

સાથીઓ,

અમારી સરકાર કેવી રીતે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતા ચાલી રહી છે, આનું એક પ્રમાણ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના પરિણામોમાં પણ મળે છે. એક સમયે ભારતમાં મોટાભાગના બાળકોની ડિલિવરી હોસ્પિટલમાં નહોતી થતી. આજે દેશમાં 90 ટકાથી વધુ ડિલિવરી હોસ્પિટલોમાં થઈ રહી છે, જેના કારણે માતા મૃત્યુ કે નવજાતની મૃત્યુમાં બહુ મોટી અટકાવ આવી છે. મિશન ઇન્દ્રધનુષના કારણે બાળકોના રસીકરણના ક્ષેત્રમાં પણ ભારતે સારી પ્રગતિ કરી છે. 2014 પહેલાં માત્ર 60 ટકા બાળકોનું પૂર્ણ રસીકરણ થઈ શકતું હતું. આજે આ આંકડો વધીને આશરે 90 ટકા સુધી પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય સુરક્ષાના ક્ષેત્રમાં પણ મોટો બદલાવ આવ્યો છે. 2014 પહેલાં 30 ટકાથી પણ ઓછા પરિવારો સ્વાસ્થ્ય વીમા યોજનાથી જોડાયેલા હતા. આજે આયુષ્માન ભારતે, એ આંકડાઓને પણ બદલી દીધા છે. હવે 60 ટકાથી વધુ પરિવારોને આ સુરક્ષા મળી રહી છે.

સાથીઓ,

સ્વાસ્થ્યના ક્ષેત્રમાં સરકારના આ પ્રયાસોનો લાભ જો કોઈને સૌથી વધારે મળ્યો છે, તો તે મારા દેશની નારી શક્તિ છે.

સાથીઓ,

પહેલાં આ ક્ષેત્રના યુવાનોને હાયર એજ્યુકેશન માટે પણ બહાર જવું પડતું હતું. પરંતુ, આજે અહીં નેશનલ લેવલની, એક નહીં કેટલીય ઇન્સ્ટિટ્યૂટ બની ચૂકી છે. પાછલા વર્ષોમાં અહીં શાળાઓની નવી બિલ્ડિંગ્સ બની છે, શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ પણ બન્યા છે. 40 હજારથી વધુ વિદ્યાર્થીઓને આનો લાભ મળી રહ્યો છે. મને ખુશી છે કે કેન્દ્રશાસિત પ્રદેશ ધીમે-ધીમે એજ્યુકેશનના ક્ષેત્રમાં આગળ આવી રહ્યો છે. સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન હબ જેવા કેટલાય નિર્માણ અહીં થઈ રહ્યા છે.

ભાઈઓ-બહેનો,

આ શિક્ષણ ક્રાંતિમાં આપણી દીકરીઓ પાછળ ન રહે, આ પણ મારો સંકલ્પ છે. આના માટે કેટલાય મોટા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરસ્વતી સાયકલ સ્કીમ, સરસ્વતી વિદ્યા યોજના, અહીંની દીકરીઓને બહુ મદદ કરી રહી છે.

 

સાથીઓ,

આજે ભારતની કોશિશ છે કે દેશના યુવાનોને ડિગ્રીની સાથે જ સાચી દિશા પણ મળે. તેમને એવો એક્સપોઝર મળે, જે લોકલ ટેલેન્ટને ગ્લોબલ અવસરોથી જોડે. ડિઝાઇન, લો, એન્જિનિયરિંગ, મેડિકલ એજ્યુકેશન, આઈટી, ડ્રોન અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં આપણી આજની તૈયારી ભારતની વર્કફોર્સને મજબૂત બનાવશે. એટલા માટે પ્રોફેશનલ સંસ્થાઓનો વિસ્તાર બહુ મહત્વપૂર્ણ છે.

સાથીઓ,

આજે NIFT ના અઢારમાં કેમ્પસની આધારશિલા રાખવામાં આવી છે. આ સંસ્થાન અહીંના યુવાનોને ગ્લોબલ એક્સપોઝરથી જોડશે. આઈ.ટી.આઈ. દમણમાં ડ્રોન ટેકનિશિયન જેવા નવા કોર્સીસ પણ શરૂ થયા છે. પીએમ વિશ્વકર્મા અને પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, આનાથી જોડાયેલા ટ્રેનિંગ પ્રોગ્રામ્સનો લાભ પણ યુવાનોને મળી રહ્યો છે.

સાથીઓ,

દેશમાં રમતગમતને પણ નવી વિચાકધારા સાથે આગળ વધારવામાં આવી. આપણી રમતો હવે માત્ર મોટા શહેરો કે મોટા સ્ટેડિયમો સુધી સીમિત નથી. ખેલો ઇન્ડિયા જેવા પ્રયાસોએ યુવાનોને પોતાની પ્રતિભા દેખાડવાનો નવો મંચ આપ્યો છે. આનાથી નાના-નાના ક્ષેત્રોમાં નેશનલ લેવલ પર રમત જગતમાં આપણા બાળકો આગળ આવી રહ્યા છે અને આનો પણ લાભ આ ક્ષેત્રને થયો છે. દીવ આજે બીચ સ્પોર્ટ્સનું એક મોટું કેન્દ્ર બનીને ઉભર્યું છે. ઘોઘલા બીચ પર થયેલી બીચ ગેમ્સે પણ દેશનું ધ્યાન આ ક્ષેત્ર તરફ ખેંચ્યું છે. આજે અહીં આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત કામ થઈ રહ્યું છે. ખાનવેલમાં ફૂટબોલ સેન્ટર અને દમણમાં વોલીબોલ ટ્રેનિંગ સેન્ટર અહીં રમત સંસ્કૃતિને મજબૂત કરી રહ્યા છે.

સાથીઓ,

આજે દેશનું બહુ મોટું ફોકસ ટુરિઝમ પર પણ છે. અમારો પ્રયાસ છે કે ટુરિઝમથી સ્થાનિક કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન મળે. નાના-નાના સ્થાનોને પણ મોટા-મોટા અવસરોથી જોડી શકાય. ‘દેખો અપના દેશ’ જેવા પ્રયાસે લોકોને દેશની વિવિધતા વિશે જાણવા માટે પ્રેરિત કર્યા છે. આજે ભારતમાં હેરિટેજ ટુરિઝમ, ‘બીચ ટુરિઝમ’, ઇકો-ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, આ સેક્ટર્સને નવી ઊર્જા મળી રહી છે.

સાથીઓ,

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં તો પર્યટન પણ એટલી અસીમ સંભાવનાઓવાળું એક ક્ષેત્ર છે. આ ક્ષેત્રને પ્રાકૃતિક સુંદરતાનું અદ્ભુત વરદાન મળ્યું છે. એટલા માટે જ પર્યટનને લઈને દેશે જે નીતિઓ પર કામ કર્યું છે, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવને તેનો મોટો લાભ મળી રહ્યો છે. 2021 માં અહીં આશરે 6 લાખ ટૂરિસ્ટ આવ્યા હતા. 2025 માં આ સંખ્યા વધીને લગભગ 50 લાખ સુધી પહોંચી ગઈ છે. એટલે કે કેટલાક જ વર્ષોમાં ટુરિઝમ ફૂટફોલમાં આશરે 10 ગણો વધારો થયો છે. આ સારૂં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સારી સુવિધાઓ, સાફ-સુથરા ‘બીચ’ ના કારણે સંભવ થયું છે. દમણ નાઇટ માર્કેટ, રામસેતુ સી-ફ્રન્ટ, નમોપથ સી-ફ્રન્ટ, નાની દમણ ફોર્ટ, ગંગેશ્વર ટેમ્પલ કોમ્પ્લેક્સ, આવા અનેક સ્થાનો આજે આખા ક્ષેત્રની નવી ઓળખ બનાવી રહ્યા છે.

 

સાથીઓ,

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, આના સપનાઓને પૂરા કરવા માટે આપણે અહીંની ઔદ્યોગિક તાકાતને પણ વધારવાની છે. આ પણ ગર્વની વાત છે કે આ યુનિયન ટેરિટરીએ મેન મેડ ફાઈબર ના ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. દાદરા અને નગર હવેલીને નેશનલ મેન મેડ ફાઈબર કેપિટલના રૂપમાં ઓળખવામાં આવે છે. પ્લાસ્ટિક એક્સપોર્ટમાં પણ આ ક્ષેત્ર સતત આગળ વધી રહ્યું છે. સરકારે અહીં ઇન્ડસ્ટ્રીઝ અને MSMEs ને સપોર્ટ આપવા માટે પણ સતત પ્રયાસો કર્યા છે. અહીં MSMEs અને અન્ય ઇન્ડસ્ટ્રીઝને કરોડો રૂપિયાથી વધુની આર્થિક સહાયતા આપવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશના લઘુ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગો માટે નવા અવસરો ખુલી રહ્યા છે. મને વિશ્વાસ છે, આવનારા સમયમાં આ ક્ષેત્ર મેન્યુફેક્ચરિંગનું મોટું હબ બનશે.

સાથીઓ,

જ્યારે વિકાસના વિઝનની સાથે સંવેદનશીલ ગવર્નન્સ જોડાય છે, તો પરિવર્તન તેજ ગતિથી જમીન પર ઉતરે છે. દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં આપણા આ પ્રયાસોનો પ્રભાવ જોઈને સંતોષ થાય છે. મને આ ધરતીના લોકો પર પૂરો વિશ્વાસ છે. અહીંના યુવાનો, અહીંની માતાઓ-બહેનો, અહીંના ખેડૂતો, કારીગરો, શ્રમિકો અને ઉદ્યમીઓ, આવનારા વર્ષોમાં આ વિકાસ યાત્રાને હજુ આગળ લઈ જશે. હું તમને ભરોસો અપાવું છું, તમારા સપનાઓને પૂરા કરવા માટે કેન્દ્ર સરકાર ખભેથી ખભો મિલાવીને ઊભી રહેશે. આ જ વિશ્વાસની સાથે, હું એકવાર ફરી વિકાસ પરિયોજનાઓ માટે તમને ખૂબ-ખૂબ વધામણી આપું છું. મારી સાથે બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય!

ખૂબ-ખૂબ ધન્યવાદ.