મોટેરા સ્ટેડિયમમાં ગુજરાત ક્રિકેટ એસોસીએશનની વાર્ષિક સામાન્ય સભા સંપન્ન
મુખ્યમંત્રીશ્રીના હસ્તે સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અને અમદાવાદની ક્રિકેટ ટીમો તથા ખેલાડીઓને પારીતોષિક એનાયત થયા
ખેલક્ષેત્રમાં ગુજરાત આગવું ગૌરવ મેળવશે – મુખ્યમંત્રીશ્રી
અમદાવાદ:રવિવાર: ગુજરાત ક્રિકેટ એસોશીએશનના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મોટેરાના ગુજરાત ક્રિકેટ એસોશીએશનમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટના ઉપક્રમે યોજાયેલ વિવિધ ક્રિકેટ સ્પાર્ધાની વિજેતા ટીમો અને યશસ્વી ખેલાડીઓને ટ્રોફી, પારિતોષિક અને પુરસ્કાર એનાયત કર્યા હતા. ગુજરાત ક્રિકેટ એએશીએશનના પ્રમુખ તરીકે ક્રિકેટ ટીમો અને ખેલાડીઓને પ્રોત્સાહન પુરૂ પાડતા તેમના સંબોધનમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુંન હતું કે, ભારતે જે રીતે ક્રિકેટ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી છે તેના પાયામાં ગુજરાતનું યોગદાન નિર્ણાયક રહ્યું છે.
આઝાદી પછી ક્રિકેટ ગુજરાતમાં ઘર-ઘરની રમત બની ગયું છે. ખેલાડીમાં કિર્તી અને પ્રતિષ્ઠા સાથે પોતાના ઉત્તગમ આચરણ દ્વારા રમત માટેની સંપૂર્ણ સજ્જતા સાથે રમત અને વિકાસનું ગૌરવ જળવાશે તેવો વિશ્વાસ તેમણે વ્યરક્ત કર્યો હતો.
ગુજરાતના ખેલાડી ઉત્તળમ નામના સાથે તેની આગવી શાખ પ્રસ્થામપિત કરે તેમ જણાવતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અવિરત પરિશ્રમ અને ટીમ સ્પિમરીટ સાથે ખેલદીલીની ભાવના રમતના મેદાન અને જીવનમાં ઉજાગર કરવા અનુરોધ કર્યો હતો. ગુજરાતમાં ખેલ મહાકુંભના વિશાળ ફલકથી રમતગમત ક્ષેત્રે સફળતા સાથે ગુણવત્તાનો મહિમા વધે એ દિશામાં આપણી નેમ રહેશે.
શારીરિક અશક્ત એવા સ્પેાશિયલી એબલ ચાઇલ્ડવના આત્મઆવિશ્વાસ માટેના રમતગમતને પ્રોત્સાહન આપવા સાથે સ્પોશર્ટસ યુનિવર્સિટી શરૂ કરી તેમજ દરેક જિલ્લામાં એક સ્પોનર્ટસ સ્કુ લ બનશે. ગુજરાત ખેલ વિશ્વમાં પણ પોતાનું નામ રોશન કરશે એમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે જીસીએના ઉપાધ્યક્ષ શ્રી અમીત શાહ તથા જીસીએના પદાધિકારીઓ, સાંસદ શ્રી પરિમલ નથવાણી, શ્રી રાજેશ પટેલ તેમજ વિજેતા ખેલાડીઓ અને રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.