ચૂંટણી ગુજરાતના ભાવિને નક્કી કરશે આજ સુધી બારબાર વર્ષથી કોંગ્રેસના કૌભાંડોથી ગુજરાત મૂકત રહયું તો ગુજરાત વિકાસ કરી શકયું

કોંગ્રેસ સત્તાભૂખી અને જીહજૂરીયા કૌભાંડકારીની પાર્ટી છે

રાજકીય સ્થિરતા વિકાસને વેગીલી બનાવશે

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગુજરાતમાં એકીસાથે પર (બાવન) શહેરોમાં થ્રીડી ટેકનોલોજી ઇમેજથી જનતા જનાર્દનનો સંપર્ક કરતા અનુરોધ કર્યો હતો કે ચૂંટણી ગુજરાતનું ભાવિ કોના હાથમાં સોંપવું છે તે નક્કી કરનારી છે. આપણે ગુજરાતને કોંગ્રેસના કૌભાંડોથી સંપૂર્ણ મૂકત રાખ્યું છે અને ગુજરાતના યુવાનો, કિસાનો, મહિલા, દલિત શોષિત, આદિવાસી સૌના સપના સાકાર કરવા છે. ગુજરાતના કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં એવી કોઇ જ નવી વાત નથી જે રાજ્યના વિકાસને નવો મોડ આપે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે ગુજરાતના ભવ્ય નિર્માણ માટે ભાજપાના સંકલ્પપત્રનો અભ્યાસ કરવા તુલના કરવા રાજકીય પંડિતોને અનુરોધ કર્યો હતો. રાજકીય સ્થિરતાથી આ સરકારને જનતાએ પીઠબળ આપ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.

એક સાથે લાખો નાગરિકોને ટેકનોલોજી દ્વારા મળવાના સૌભાગ્યનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે હું હંમેશા પ્રત્યેક પળ જનતાના સ્નેહપ્રેમ વચ્ચે રહયો છું જે હરેક ક્ષણથી નવી ઊર્જા મળી છે. દુનિયામાં કોઇ સમૃધ્ધ દેશમાં પણ લોકસંપર્કથી થ્રી ડી ટેકનોલોજી દ્વારા કયાંય ચૂંટણી પ્રચાર થયો નથી. ગુજરાતની આ ઘટના જ વિશ્વની અજોડ ઘટના છે.

આપણા ગુજરાતીની છાતી ગજગજ ફૂલે, માથુ ઊચું રાખીને દુનિયામાં ઉભો રહી શકયો છે. આ ચૂંટણી ઉમેદવારનું ભાગ્ય નક્કી કરવાની હારજીતની નથી, પરંતુ જનતાએ નિર્ધાર કરવાનો છે કે ધબકતું વિકાસની ઊંચાઇ પાર કરી રહેલું ગુજરાત કોને સુપરત કરવું છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભાવનામાં તણાઇને કે જૂઠ્ઠાણાની ભરમારથી ઉમેદવારના નામ સામે બટન દબાવવાની ભૂલ થાય નહીં તે જોજો.

કોંગ્રેસે તો જનતાને જૂઠ્ઠાણાના સપના બતાવેલાંપ્રજાની આંખમાં ધૂળ નાંખી, વોટબેન્ક રાજનીતિ કરવા એકબીજાને લડાવવાના જ પેંતરા કરેલા છે તેની ભૂમિકા આપી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે છેલ્લા અગિયાર વર્ષથી ગુજરાતના વિકાસની પીઠ સૌ થાબડે છે, ગૌરવ કરે છે પણ તેનં બધું શ્રેય, આજના અફડાતફડીના યુગમાં પણ ગુજરાતની જનતાએ કોઇના પ્રભાવમાં આવ્યા વગર રાજકીય સ્થિરતા જાળવી છે, વિકાસથી વિચલિત થયા નથી તેને ફાળે જાય છે.

જો ગુજરાતમાં રાજકીય અસ્થિરતા હોત, છાશવારે સરકાર બદલાતી હોત તો બાર બાર વર્ષથી વિકાસ ચાલ્યો ના હોત! એમ તેમણે જણાવ્યું હતું. સહુએ મને બાર બાર વર્ષથી જવાબદારી સોંપેલી છે અને મેં જનતાની લાગણીઓને અનુરૂપ નીતિ કાયદા, યોજનાનો અમલ કરાવી આપવા સૌના સપના પૂરા કરવા સદા સર્વદા કામ કર્યું છે. આપના પીઠબળથી જ આ સ્થિર શાસન છે, વિકાસને વરેલું શાસન છે, અને હું વિશ્વાસ આપું છું કે બાર વર્ષ થયાં હું પગ વાળીને બેઠો નથી અને મારા મનમંદિરમાં છ કરોડ ગુજરાતીઓની જ ભલાઇ માટે મંથન કરતો રહયો છું, હવે મારી પાસે ૧ર વર્ષના અનુભવનું ભાથું છે. સરકાર કેમ ચલાવવી, જનતા માટે હજુ વધુ સારા કામ કરવા મેં નિર્ધાર કર્યો છે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.

મારે તો તમારા દિકરાના સંતાનોની પેઢીના સુખનું આવતીકાલનું ગુજરાત બનાવવું છે એમ તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ ૪૦ વર્ષ રાજ કર્યું પણ સત્તાભૂખ ભોગવી અને છેલ્લા ૧૭ વર્ષથી કોંગ્રેસ વિરોધપક્ષની ભૂમિકામાં પણ સદંતર નિષ્ફળ રહયો છે. કોંગ્રેસે ગયા બાર વર્ષમાં ગુજરાત વિશે કોઇ રચનાત્મક સૂચન કર્યું છે? કોઇ નાગરિકના સુખદુઃખમાં ભાગીદાર બન્યા છે? ના, કયારેય નહીં! ખેલકૂદ જેવા મહાકુંભના યુવાનોની રમતગમત શકિતની પણ મજાક ઉડાવી છે. યુવાનો સામે નકારાત્મક રાજકારણ લઇને કોંગ્રેસે યુવાનોના સપનાં રોળી નાખ્યા છે, તમારે તો જીહજૂરીયાની જમાત જોઇએ છે જે સત્તાભૂખની તમારી પીઠ થાબડે. અમારે તો આગામી પાંચ વર્ષમાં યુવાનોને તેના ભાગ્ય ઉજ્જવળ બનાવવા અવસરો આપવા છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. ગુજરાતનો નૌજવાન માથું ઊંચુ કરીને પોતાની ક્ષમતા બતાવી રહયો છે.

કેન્દ્રમાં કોંગ્રેસની સરકારના પાપના કારણે દેશ બે આબરૂ થયો છે ત્યારે ગુજરાત રાજકીય રીતે સ્થિર સરકારના વિકાસનું નવું મોડેલ બન્યું છે એમ તેમણે જણાવ્યું હતું. ગુજરાત જે રીતે આર્થિક વ્યવસ્થાપનનું મોડેલ બન્યું છે ત્યારે કેન્દ્રની સરકારના કૌભાંડોથી દેશનું આખુ અર્થતંત્ર ખરાબે ચડી ગયું છે. દેશના અન્ય કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મહારાષ્ટ્ર, આન્ધ્રપ્રદેશ, રાજસ્થાન, હરિયાણામાં કેન્દ્રના નાણાના ધોધ છતાં ગુજરાત જેવો વિકાસ કયાંય થયો નથી પણ રોજ નીતનવા કોંગ્રેસ શાસનોના કૌભાંડો બહાર આવતા રહયા છે. આપણે ગુજરાતને કોંગ્રેસના કૌભાંડોથી મૂકત રાખ્યું છેકોંગ્રેસ તો કયારે ગુજરાતની ગાંધીનગરની ગાદી તેના હાથમાં આવે તો લૂંટી લેવી એવી મધલાળ રાખે છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થામાં ઉત્તમમાં ઉત્તમ કોઇ રાજ્ય હોય તો ગુજરાત છે. ગરીબનું શાંતિનું સપનું ગુજરાતની ભાજપા સરકારનું સપનું છે. દશ વર્ષ પહેલા ગુજરાત કરફયુગ્રસ્ત હતું આજે કોંગ્રેસને જ નવાઇ લાગે છે કે આ શાંતિ ગુજરાતમાં કઇ રીતે રહી છે. કેન્દ્ર સરકાર પાસે ગુજરાત તેના અધિકારો માટે સંઘર્ષ કરશે અને હક્કો મેળવવા માટે ભિક્ષુકનો કટોરો લઇને ઉભૂ રહેનારૂં નથી. દિલ્હી અમને નાણાં મોકલે છે તે તો ગુજરાતની જનતાના રૂા. ૬૦,૦૦૦ કરોડના ટેક્ષમાંથી આવેલા છે. કેન્દ્રની કોંગ્રેસ અધ્યક્ષાના કરિયાવરના નાણાં નથી આવેલા. તમે કેવા ગુજરાત વિરોધી રહયા છો? ગુજરાતના ખૂણે ખૂણે નર્મદાનું પાણી પહોંચે એ માટે સરદાર સરોવર ડેમના દરવાજા મૂકવાની પરવાનગી નથી આપતી અમે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતની ધરતીના તળાવો, નદીઓ, ડેમો નર્મદાથી ભરવા છે પણ કેન્દ્રની કોંગ્રેસ સરકાર નર્મદા યોજના પૂરી કરવા નથી માંગતી રૂા. ૬૦૦૦ કરોડની મૂળ યોજના આજે કેન્દ્રની કોંગ્રેસ સરકારની નકારાત્મકતા અને ગુજરાતના વિરોધના કારણે જ અટકાવી દીધી છે એમ તેમણે જણાવ્યું હતું.

હું તો કેન્દ્રની કોંગ્રેસ સલ્તનતના ગુજરાતને અન્યાય કરવાના, બદનામ કરવાના, બરબાદ કરવાના એકેએક પેંતરાનો ખૂલ્લો પડકાર કરતો આવ્યો છું. આપણું ગુજરાત હોસ્ટાઇલ પડોશીપાકિસ્તાન નજીક છે છતાં આતંકવાદ સામે લડવા ગુજરાતનો ગુજકોકનો કાયદો કેન્દ્ર સરકારે મંજૂરી માટે દબાવી દીધો છે. ગુજરાતમાં શ્નમોદીનો વિરોધ એ સિવાય એકેય મૂદો જ કોંગ્રેસ પાસે નથી. પણ હવે ગુજરાતને અન્યાય કરવાના દિવસો હવે ભૂતકાળ બની ગયાગમે તે થાય કેન્દ્રની કોંગ્રેસ સલ્તનત સામે હું ઝૂંકવાનો નથી, ગુજરાતને ઝૂકાવવા દેવાનો નથી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોંગ્રેસે તો તેના કાર્યકર્તાની સાથે દગાબાજી કરી છે. ગુજરાતની જનતાને ઘરના ઘરનું વચન આપીને છેતરપીંડી કરનારી કોંગ્રેસે તેના શાસનમાં ૪૦ વર્ષમાં ૧૦ લાખ મકાનો બાંધેલા અમે દશ વર્ષમાં રર લાખ મકાનો ફાળવી દીધા. અમે દશ વર્ષનાં વિકાસની રાજનીતિની સફળતાથી નવોદિત મધ્યમવર્ગને ગરીબીમાંથી બહાર લાવી શકયા તેને માટે વિકાસની તકો આપવી છે. કોંગ્રેસ તો ખુરશીની ભકિત કરે છે.

આગામી ૧૩ અને ૧૭ ડિસેમ્બરે કમળ ઉપર બટન દબાવીને વધુમાં વધુ મતદાન કરી ગુજરાતનું ભાગ્ય ઘડજો એવી અપીલ તેમણે કરી હતી.

 

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
International Yoga Day 2025: 17 world records that show Yoga's global rise

Media Coverage

International Yoga Day 2025: 17 world records that show Yoga's global rise
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 જૂન 2025
June 21, 2025

Health, Harmony, Heritage Celebrating 11th International Yoga Day with PM Modi

Empowering Farmers to Space: PM Modi’s #MakeInIndia Transforms India"