પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી લાલકૃષ્ણ અડવાણીને તેમના જન્મદિવસે પોતાની શુભકામનાઓ પાઠવી હતી. પોતાના સંદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું દેશ માટે અડવાણીજીનું યોગદાન અમૂલ્ય છે. તેઓ હંમેશાં એક અત્યંત જ્ઞાની અને સત્યનિષ્ઠ પુરુષના રૂપમાં સન્માનીય રહ્યા છે. વ્યક્તિગત રૂપથી મને અડવાણીજી પાસેથી ઘણુબધુ શીખવા મળ્યું છે. અમારા જેવા કાર્યકર્તાઓ માટે તેઓ સર્વશ્રેષ્ઠ અને નિઃસ્વાર્થ સેવાના પ્રતીક છે.  

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે શ્રી લાલકૃષ્ણ અડવાણીજીએ ભાજપને આકાર અને શક્તિ આપવા દાયકાઓ સુધી સખત મહેનત કરી. "આટલાં વર્ષોમાં અમારી પાર્ટી ભારતીય રાજકારણનો પ્રબળ ધ્રુવ તરીકે ઉભરી છે, તો તે અડવાણી જી જેવા નેતાઓ અને નિઃસ્વાર્થ કાર્યકર્તાઓના લીધે છે."

શ્રી મોદીએ કહ્યું કે અડવાણી જી માટે લોકસેવા હંમેશાં મૂલ્યો સાથે સંકળાયેલી રહી છે. પ્રધાનમંત્રીએ  કહ્યું કે, “તેમણે પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું નથી. જ્યારે આપણી લોકશાહીની રક્ષા કરવાની વાત આવી ત્યારે તે મોખરે હતા. મંત્રી તરીકે, તેમની વહીવટી કુશળતાની વૈશ્વિક સ્તરે પ્રશંસા કરવામાં આવે છે.”

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi inaugurates Northeast’s first Emergency Landing Facility in Moran. Why it matters?

Media Coverage

PM Modi inaugurates Northeast’s first Emergency Landing Facility in Moran. Why it matters?
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 15 ફેબ્રુઆરી 2026
February 15, 2026

Visionary Leadership in Action: From AI Global Leadership to Life-Saving Reforms Under PM Modi